________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
૫૭
સામાન્ય ધર્મવાન્ હોતે છતે ચર્ચાહ્ય હોવાથી. આ અનુમાનમાં સામાન્ય ધર્મવાળાપણું એ વિશેષણપદ છે. અને ચાક્ષુષત્વ એ વિશેષ્ય પદ છે. સામાન્યવાળાપણું (સપણું) એ વિશેષણપદ શબ્દમાં ઘટે છે. પરંતુ ચાક્ષુષત્વ એ વિશેષ્યપદ શબ્દમાં સંભવતું નથી. માટે આ હેતુ વિશેષ્યાસિદ્ધ છે અને આ હેતુ એવી રીતે જણાવવામાં આવે કે“શબ્દ એ અનિત્ય છે. ચાક્ષુષ હોતે છતે સામાન્યવાન્ હોવાથી. આવા પ્રકારના આ અનુમાનમાં સામાન્યધર્મ વાળાપણું એ વિશેષ્ય છે. તે પક્ષમાં સંભવે છે. પરંતુ ચાક્ષુષત્વ એ પદ વિશેષણ છે તે સંભવતું નથી. માટે વિશેષણાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. ||૩-૪||
५. पक्षैकदेशासिद्धपर्याय: पक्षभागेऽसिद्धत्वात् भागासिद्धो यथा, अनित्यः शब्दः, प्रयत्नानन्तरीयकत्वात् । ननु च वाय्वादिसमुत्थशब्दानामपीश्वरप्रयत्नपूर्वकत्वात् कथं भागासिद्धत्वम् ? नैतत्, प्रयत्नस्य तीव्रमन्दादिभावानन्तरं शब्दस्य तथाभावो हि प्रयत्नानन्तरीयकत्वं विवक्षितम्, न चेश्वरप्रयत्नस्य तीव्रादिभावोऽस्ति नित्यत्वात् । अनभ्युपगतेश्वरं प्रति वा भागासिद्धत्वम् ॥५॥
પ. ભાગાસિદ્ધ–પક્ષના એક ભાગમાં જે હેતુ ન વર્તતો હોય તે ભાગાસિદ્ધ કહેવાય છે. તેનું જ બીજું નામ “પક્ષએકદેશાસિદ્ધ” પણ છે. પક્ષના એક ભાગમાં જે હેતુ ન વર્તે તેને ભાગાસિદ્ધ અથવા પક્ષકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે–“શબ્દ એ અનિત્ય છે. પ્રયત્નજન્ય હોવાથી” અહીં પ્રયત્નપૂર્વકત્વ (કંઠ-ઓષ્ઠ-તાલ આદિના પ્રયત્નપૂર્વકત્વ) આ હેતુ છે. તે મનુષ્યાદિ ચેતનજન્ય શબ્દપક્ષમાં સંભવે છે. પરંતુ મેઘગર્જના-વાયુના સુસવાટા આદિ જન્ય શબ્દમાં પ્રયત્નજન્યત્વ હેતુ સંભવતો નથી. તેથી પક્ષના એકદેશમાં હેતુ છે અને એકદેશમાં હેતુ નથી. તેથી ભાગાસિદ્ધ છે.
અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે વાયુ આદિથી ઉત્પન્ન થયેલા શબ્દો પણ ઇશ્વરીય પ્રયત્નપૂર્વક છે. એમ સમજીએ તો ત્યાં પણ પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે જ છે તેને ભાગાસિદ્ધ કેમ કહેવાય ? તેનો ઉત્તર આપતાં કહે છે કે આ વાત બરાબર નથી. કારણકે શબ્દમાં પ્રયત્નપૂર્વકત્વ તે કહેવાય કે જે શબ્દ તીવ્ર-મંદ એવા પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થાય છે. અને તેવા પ્રકારનું (એટલે કે તીવ્ર-મંદ આદિ પ્રયત્ન વડે ઉત્પન્ન થવા પણું) એવું પ્રયત્નાનન્તરીય અહીં અમે વિવસ્યું છે. તેવું પ્રયત્નાનન્તરીયક્ત (પ્રયત્નજન્યત્વ) ઇશ્વરથી જન્ય શબ્દ હોય તો તેમાં ન સંભવે. કારણકે ઈશ્વરનો પ્રયત્ન નિત્ય માનેલો છે. જે નિત્ય હોય તે તીવ્ર-મંદાદિ ભાવવાળો સંભવતો નથી. તેથી ઇશ્વરીય પ્રયત્નજન્ય શબ્દ જો માનીએ તો તીવ્ર-મંદાદિ ભાવે જે શબ્દ અનુભવાય છે. તે ન ઘટે. માટે મેઘગર્જના-અને વાયુના સુસવાટામાં આ હેતુ ન સંભવતો હોવાથી ભાગાસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org