________________
૩૬૪
પરિચ્છેદ-૮ : સૂત્ર-૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉત્તર- જે આત્મા જેનો ઇચ્છુક નથી તે આત્મા પરના કથનમાત્રથી તેનો ઇચ્છુક કેમ કહેવાય ? શ્રોતાઓ મહાત્માના વિજયની ઉદ્ઘોષણા કરે તેટલા માત્રથી તે મહાત્મા વિજયના ઇચ્છુક છે એમ કેમ કહેવાય ?
શંકા- તત્ત્વ સમજાવનારા આ મહાત્મા શિષ્યોને સારી રીતે સમજાવવા દ્વારા વિજય શું નથી મેળવતા ? અર્થાત્ મેળવે જ છે. તો જય મળવાથી જિગીષ વાદી જ થયાને ?
ઉત્તર-વાદમણૂર્તિ સમજાવનારા આ મહાત્મા અતિશય વિજયને મેળવે છે. પરંતુ જિગીષ કહેવાતા નથી. કારણકે હૃદયથી વિજય મેળવવાનું ઇચ્છતા નથી.
શંકા–તે મહાત્મા “વિજયને ઇચ્છતા નથી અને મેળવે છે” આવું પરસ્પર વિરુદ્ધ તમારું માયાવીપણું કોઈ અદ્ભુત છે. અર્થાત્ આવું તે કંઈ બનતું હશે કે જે મળે ખરું પણ ઇચ્છા ન હોય, અથવા ઇચ્છા ન હોય પણ મળી જાય. આવું બને જ નહીં માટે તેઓ વિજય મેળવે પણ છે અને ઇચ્છે પણ છે તેથી જિગીષ જ છે.
ઉત્તર- તમારી આ વાત તો સાચી કહેવાતા કે “જે જે વસ્તુની ઇચ્છા ન હોય (અર્થાત્ અનિષ્ટ હોય) તે ન જ મેળવાતું હોય” અર્થાત્ “ઇચ્છવું અને મેળવવું” આ બન્ને સાથે જ રહેતું હોય તો તો જય મળતો હોવાથી જયની ઇચ્છાવાળા છે એમ સિદ્ધ થાય. પરંતુ આ સંસારમાં ઇચ્છા ન હોવા છતાં પણ પૂર્વબદ્ધ અનુકૂળ-પ્રતિકૂળ એવા પુણ્ય-પાપના ઉદયથી આવી પડેલાં અનિષ્ટ એવાં પણ અનેક ફળો મનુષ્યો વડે ભોગવાતાં નજરોનજર દેખાય છે. મનુષ્યોને ઘડપણ, રોગ, મરણ, પુત્રાદિનો વિરહ અને ધનાદિની હાનિ ઈષ્ટ નથી છતાં પ્રાપ્ત તો થાય જ છે. તથા મુક્તિ મળશે એવી ઇચ્છાથી કરાયેલા ધર્મથી કાળવિલંબ હોય તો સ્વર્ગાદિ પણ મળે છે. તેથી જે મળે છે તે બધું ઇચ્છાયેલું જ હોય છે. આવો નિયમ નથી.
જે મનથી ઇચ્છાય છે તે મુખ્ય ફળ છે. અને પુણ્યાદિથી મળી જાય છે તે આનુષંગિક (પ્રાસંગિક) ફળ છે. તેમ અહીં પરોપકાર કરવામાં જ એક પરાયણ એવા કોઈ વાદી મહાત્મા કે જે પરમ તત્ત્વબોધ કરાવવાની તીવ્ર ઝંખના વાળા છે. તેઓને સભ્યો તરફથી મળેલો જે વિજય છે, તે પોતાની ઇચ્છા તેમાં ન હોવાથી આનુષંગિક (ગૌણ) ફળ છે. અને પરને બોધ કરાવવો એ મુખ્ય ફળ છે. જ્યારે જિગીષ જે વાદી હોય છે. તેને પરને બોધ થાય એ ગૌણ ફળ છે. અને પોતાનો વિજય થાય એ મુખ્ય ફળ છે. આમ વિપરીતતા છે. માટે આ વાદી પરત્ર તત્ત્વનિર્ણિનીષ જ કહેવાય છે. જિગીષ કહેવાતા નથી. ! ૮-પો
अवतरणः स्वात्मनि तत्त्वनिर्णिनीषुमुदाहरन्तिआद्यः शिष्यादिः ॥८-६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org