________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૧
રસિક એવા ચિત્તમાં પોતાની પ્રૌઢતા રૂપી વેલડી રોપે છે અર્થાત્ સહૃદય પુરુષોના ચિત્તમાં પોતાની વિશિષ્ટ આવડતની પ્રતિભાની છાપ ઉભી કરે છે. સહૃદય પુરુષો પણ વાદી પ્રત્યે ચમત્કાર પામે છે. અને અહોભાવથી જુએ છે. તે આ પ્રમાણે– વાદી પોતે જ વાદસભામાં આ પ્રમાણે કહે છે કે મારો આ “સત્ત્વ” હેતુ અનિત્ય એવા સાધ્યના અભાવમાં એટલે કે નિત્યમાં પણ (આકાશાદિમાં) જાય છે. તેથી સાધ્યાભાવવવૃત્તિ હોવાથી સવ્યભિચારી એટલે કે અનૈકાન્તિક હેત્વાભાસ છે. આવું જો કોઇ પ્રતિવાદી કહે તો હું તેનો પહેલેથી જ ઉદ્ધાર કરું છું કે- કેવળ એકલું સત્ત્વ ન લેતાં અન્યવિશિષ્ટ એવું સત્ત્વ અહીં સમજવું. આવા પ્રકારનું કોઇપણ ઉચિત પદ ઉમેરીને અનૈકાન્તિક્તા વાદી જો પહેલેથી જ દૂર કરે તો વાદીની પ્રતિભા સભામાં વધે. આ વાત બરાબર સમજાવવા ત્રણ ચિકિત્સક (વૈદ્ય)નાં ઉદાહરણો આપે છે.
(૧) કોઇક ચિકિત્સક (વૈદ્ય) રોગનાં પૂર્વ-રૂપાદિથી (રોગ આવતાં પહેલાં તેનાં ચિહ્નો દેખાવાથી) આ શરીરમાં આવાં આવાં ચિહ્નો દેખાતાં હોવાથી સંભાવના કરાય છે કે આ રોગની ઉત્પત્તિ અલ્પકાળમાં જરૂર થશે. તેથી ભાવિમાં સંભાવના કરાતી ઉત્પત્તિવાળા રોગ-દોષને પહેલેથી જ અટકાવવા માટે ચિકિત્સા કરે છે.
(૨) બીજા ચિકિત્સક ભાવિમાં આવનારા રોગની ચિહ્નોથી કલ્પના ન કરી શકે અને તેથી તેનું ઔષધ ન આપી શકે. પરંતુ ઉત્પન્ન થઇ ચૂકેલા રોગની જ ચિકિત્સા કરે છે.
(૩) ત્રીજો ચિકિત્સક શરીરમાં જે રોગ-દોષની ઉત્પત્તિની સંભાવના પણ નથી. અર્થાત્ જે રોગ ઉત્પન્ન થયો જ નથી તેવા અનુત્પન્ન રોગની દવા કરે છે. સારાંશ કે શરીરમાં જે રોગની ઉત્પત્તિની સંભાવના પણ નથી અને જે રોગની ઉત્પત્તિ થઈ પણ નથી એટલે અવશ્ય રોગનો નિશ્ચિતાભાવ જ છે. તેનું ઔષધ કરે છે. તો આ ત્રણે ચિકિત્સકો અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે. જે ભાવિમાં આવનારા રોગનું ઔષધ કરે તે ઉત્તમ, જે વર્તમાનકાળમાં ઉત્પન્ન થયેલા રોગનું ઔષધ કરે તે મધ્યમ, અને જે રોગનો નિશ્ચિત અભાવ હોવા છતાં નિરર્થક ઔષધ કરે તે અધમ કહેવાય છે.
પણ,
તેવી જ રીતે કોઇ એક વાદી ભાવિમાં કેમે કરીને આશંકા કરાતી છે ઉત્પત્તિ જેની એવા ભાવિદોષનો ઉદ્ધાર કરે છે. કોઇ બીજો વાદી ભાવિમાં સંભાવના કરાતા દોષનો ઉદ્ધાર કરતો નથી પરંતુ સામે ઉભેલા એવા પર વડે (પ્રતિવાદી વડે) જે જે દોષો વાદીને અપાય, તેનો જ ઉદ્ધાર કરે છે અને ત્રીજો કોઇ વાદી જે દોષની ઉદ્ભાવનાની ઉત્પત્તિની આશંકા પણ નથી એટલે કે જે દોષ ઉત્પન્ન થવાનો જ નથી
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org