________________
૨૩૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૩ સૂત્ર-૫૫ માટે હે ચાર્વાક ! મમ માત્મા આ વાક્ય ભિન્ન એવા બીજા આત્માને કહેતું હોવાથી અને ભિન્ન એવો બીજો આત્મા માનવો એ વાત બાધિત (પ્રત્યક્ષવિરુદ્ધ) હોવાથી એવી જ રીતે માત્મન્ શબ્દનો અર્થ ઉપચારથી શરીર કરવો એ પણ બાધિત હોવાથી ધારો કે કદાચ તારા સમજવા મુજબ ભારત (અયથાર્થ) છે. તો પણ “મમ શારીણિતમ્' આ વાક્યમાં મમ શબ્દથી એક આત્મા, અને શરીર શબ્દથી શરીર એમ જે ભેદ જ્ઞાન થાય છે તે તો અબાધિત હોવાથી ભ્રાન્ત કેમ મનાય ! અર્થાત્ આ જ્ઞાન તો સાચું જ જ્ઞાન છે. તેમાં વપરાયેલા ૫૫ શબ્દથી તો શરીરથી ભિન્ન એવો આત્મા સિદ્ધ જ થાય છે.
એવો પણ કોઈ નિયમ નથી કે એકસ્થાને કેશાદિનું જ્ઞાન ભાન થયું હોય એટલે સર્વસ્થાનોએ તે જ્ઞાન ભ્રાન્ત જ હોય છે. સારાંશ કે કોઈ સ્થાન ઉપર કેશાદિ ન હોય છતાં કૃષ્ણવર્ણવાળી કોઈ અન્ય વસ્તુમાં કેશનો ભ્રમ થાય એટલે જ્યાં સાચા કેશ પડેલા હોય ત્યાં થનારૂં કેશ-જ્ઞાન પણ ભ્રાન્ત જ હોય એવો કોઈ નિયમ નથી. જેમ ઝાંઝવાના જળમાં થનારૂં જલજ્ઞાન ભ્રાત છે. તેથી નદી-સરોવર કે સમુદ્રમાં થનારૂં જલજ્ઞાન કંઈ ભ્રાન્ત હોતું નથી. જો એક સ્થાને જે જ્ઞાન ભ્રાન્ત હોય તે સર્વત્ર ભ્રાન્ત જ ગણાતું હોય તો ઝાંઝવાના જલમાં થનારું જલજ્ઞાન અને નદી-સમુદ્રાદિમાં થનારું જલજ્ઞાન સમાન જ થવાથી કોઇપણ જાતની વિશેષતાનો (ભેદનો) અભાવ જ થવાથી આ જ્ઞાન ભ્રાત અને આ જ્ઞાન અભ્રાન્ત એવો ભ્રાન્તાબ્રાન્તનો વિવેક જ રહેશે નહીં. ભ્રાન્તાબ્રાન્તમાં વિશેષતાના અભાવનો જ પ્રસંગ આવશે. તેથી “આત્મા છે જ” આ વાત પ્રત્યક્ષ-પ્રમાણ દ્વારા સિદ્ધિરૂપી મહેલના મધ્યભાગમાં આશ્રય લેનારી થઈ. સારાંશ કે તમારા જ માનેલા પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્મા સિદ્ધ થયો.
ચાર્વાક– તમે (જૈનોએ) સિદ્ધ કરેલા આત્માનું એવું તે શું સ્વરૂપ છે ? કે જે માનસ પ્રત્યક્ષ દ્વારા સાક્ષાત્ અનુભવાતું હોય ?
જૈન- યવમ્ = જો આવો પ્રશ્ન હે ચાર્વાક ! તમે અમને કરો છો. તો અમે (જેનો) તમને પણ પૂછીએ છીએ કે સુખ-દુઃખ વગેરેનું પણ એવું શું સ્વરૂપ છે ? કે જે માનસ પ્રત્યક્ષ દ્વારા જણાય છે. એવું તમારા વડે મનાય છે (ઇચ્છાય છે) ?
ચાર્વાક– આનંદ થવો એ સુખનું રૂપ છે. અને ગ્લાનિ તથા દીનતા થવી એ દુ:ખનું રૂપ છે. આ રીતિએ આનંદાદિ સ્વભાવવાળું રૂપ સુખાદિનું છે. આ વાત જગતમાં પ્રસિદ્ધ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org