________________
પરિચ્છેદ ૮૪,૮૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે, ઇત્યાદિ જે સંખ્યાની બાબતનો વિપરીત આગ્રહ તે સંખ્યાભાસ કહેવાય છે. II૬-૮૫]I
૧૫૦
टीका - प्रत्यक्षपरोक्षभेदाद्धि प्रमाणस्य द्वैविध्यमुक्तम्, तद्वैपरीत्येन प्रत्यक्षमेव, प्रत्यक्षानुमाने एव, प्रत्यक्षानुमानागमा एव, प्रमाणमित्यादिकं चार्वाकवैशेषिकसौगतसांख्यादितीर्थान्तरीयाणां संख्यानं, तस्य प्रमाणस्य संख्याऽऽभासम् ॥
प्रमाणसंख्याभ्युपगमश्च परेषामितोऽवसेयः
चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशब्दम् । तद्वैतं पारमर्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः ॥ अर्थापत्त्या प्रभाकृद् वदति च निखिले मन्यते भट्ट एतत् । साभावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥ १॥ ॥ ६-८५॥
વિવેચન– ‘‘તદ્ધિમેન્દ્ પ્રત્યક્ષ = પોક્ષ ચ'' પરિચ્છેદ-૨, સૂત્ર-૧માં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી પ્રમાણના બે ભેદ પૂર્વે બીજા પરિચ્છેદના પ્રથમસૂત્રમાં કહ્યા છે. જે જે સ્પષ્ટ બોધ થાય તે પ્રત્યક્ષ કહેવાય છે. તેના સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પારમાર્થિકપ્રત્યક્ષ એવા બે ભેદ છે. (જુઓ પરિચ્છેદ-૨ સૂત્ર-૪) જે અસ્પષ્ટ બોધ હોય તે પરોક્ષ છે. તેના પાંચ ભેદ છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ (જુઓ પરિચ્છેદ-૩ સૂત્ર ૧-૨)
આ પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બેની સંખ્યા પ્રમાણની છે. તેનાથી વિપરીતપણે જે જે દર્શનકારો માને છે તે સર્વે સંખ્યાની દૃષ્ટિએ આભાસ (ખોટી કલ્પના માત્ર) છે. સંખ્યાનો ભેદ માનવો તે મિથ્યા છે. તેમાં કંઇ પણ તથ્યાંશ નથી.
પ્રશ્ન- અન્ય અન્ય દર્શનકારો પ્રમાણોના કેટલા-કેટલા ભેદો માને છે ? અને કયા કયા ભેદો માને છે. તે સમજાવોને ?
ઉત્તર- કોઇ દર્શનકાર પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, બીજાં કોઇ પ્રમાણ નથી એમ માને છે. કોઇ દર્શનકાર પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ છે. એમ માને છે. કોઇ દર્શનકાર પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણો છે એમ માને છે. એકની સંખ્યા ચાર્વાક, બેની સંખ્યા વૈશેષિક અને બૌદ્ધ, ત્રણની સંખ્યા સાંખ્ય માને છે. નૈયાયિકો વગેરે તીર્થાન્તરીયોએ જે જે કપોલકલ્પિત કલ્પનાઓ સંખ્યા બાબત કરેલી છે. તે સર્વે સંખ્યા સંબંધી આભાસ (મિથ્યા) માત્ર જાણવો.
પરદર્શનકારોએ કરેલો પ્રમાણની સંખ્યાનો સ્વીકાર આ શ્લોકથી જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org