SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૪૫ ૪૭ મૌન સેવી છું આવું બોલવું તે પણ સ્વવચન-વિરોધી છે. કારણ કે સતત મૌની છું. એમ કહે છે. છતાં આવું મૌનપણાના કથનને જણાવતું વાક્યોચ્ચારણ તો કરે જ છે. તેથી પરસ્પર વિરોધી છે. તથા બે માતા વચ્ચે ઈત્યાદિ ઉદાહરણો પણ અહીં સમજવાં. પ્રશ્ન–આ સ્વવચનનિરાકૃત વાળો પાંચમો ભેદ જે જણાવવામાં આવ્યો છે. તે પૂર્વે જણાવેલ આગમનિરાકૃત નામના ત્રીજા ભેદમાં સમાઇ જ જાય છે. કારણકે સ્વવચન એ પણ શબ્દાત્મક ભાષા જ હોવાથી આગમસ્વરૂપ જ ગણાય. તેથી તનિરd સ્વવચન નિરાકૃત સાથ્થવાળો આ પક્ષ પૂર્વે જણાવેલા આગમનિરાકૃતમાં અંતર્ભત થઈ જ જાય છે. તો પછી શા માટે કરો આ સ્વવચનનિરાકૃતનો ભિન્નપણે ઉલ્લેખ કર્યો ? ઉત્તર- આ એમ જ છે અર્થાત્ સ્વવચનનિરાકૃતિવાળો આ પાંચમો ભેદ આગમનિરાકૃતવાળા ભેદમાં સમાઈ જ જાય છે. તો પણ શિષ્યોની શેમુષી (બુદ્ધિ)ના વિકાસ માટે જ આ ભેદનો પણ પૃથક્ષણે ઉલ્લેખ કર્યો છે. માટે તેમાં કોઈ દોષ નથી. __ आदिशब्दसूचितास्तु पक्षाभासास्त्रयः स्मरणप्रत्यभिज्ञानतर्कनिराकृतसाध्यधर्मविशेषणाः । तत्र स्मरणनिराकृतसाध्यधर्मविशेषणो यथा, सः सहकारतरुः फलशून्य इति, अयं पक्षः कस्यचित् सहकारतरुं फलभरभ्राजिष्णुं सम्यक् स्मर्तुः स्मरणेन बाध्यते । प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशषणो यथा, सदृशेऽपि क्वचन वस्तुनि कश्चन कञ्चनाधिकृत्योर्ध्वतासामान्यभ्रान्त्या पक्षीकुरुते, तदेवेदमिति । तस्यायं पक्षस्तिर्यक्सामान्यावलम्बिना तेन सदृशमिदमिति प्रत्यभिज्ञानेन निराक्रियते । तर्कनिराकृतसाध्यधर्मविशेषणो यथा, यो यस्तत्पुत्रः स श्याम इति व्याप्ति: समीचीनेति अस्यायं पक्षे यो जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तत्पुत्रः, स: श्यामः, इति व्याप्तिग्राहिणा સવિતા નિરાયિત ૬-૪, . આ જ પરિચ્છેદના ૪૦મા સૂત્રમાં સૂચવેલા દ્રિ શબ્દથી બીજા પણ ત્રણ ભેદો આ નિરાકૃતસાધ્ય ધર્મયુક્ત પક્ષાભાસના થાય છે. તે આ પ્રમાણે- (૧) સ્મરણનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, (૨) પ્રત્યભિજ્ઞાનનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, (૩) તર્કનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, તે ત્રણેના અર્થો તથા ઉદાહરણો આ પ્રમાણે છે. (૧) સાધ્યયુક્ત પક્ષની જે પ્રતિજ્ઞા કરવામાં આવી હોય તેનો નિષેધ સ્મરણ દ્વારા કરવામાં આવે તો તે સ્મરણનિરાકૃત-સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. જેમકેકોઈ એક પુરુષે કોઈ એક અરણ્યમાં શરદાદિ જેવી ઋતુમાં એક સહકારતરુને (આંબાના વૃક્ષને શરદાદિ ઋતુ હોવાથી) ફળોથી શૂન્ય જોયું. જોયા પછી કાળાન્તરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy