________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
૩૫૫
નિત્યંત્વનો, અથવા કથંચિત્ નિત્યત્વનો વ્યવચ્છેદ કરવા દ્વારા, અને સ્વીકારેલા એવા તેનાથી ઇતર ધર્મ કથંચિત્ નિત્યત્વ અથવા સર્વથા નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે વાદી અને પ્રતિવાદીનું જે સાધન વાક્ય અને દૂષણવાક્ય હોય તેને વાદ કહેવાય છે.
અહિં વાદી જો જૈન હોય તો તેને કચ ્ નિત્યત્વ માન્ય છે. તેથી તે જૈનવાદી સર્વથા નિત્યત્વ ધર્મનો વ્યવચ્છેદ કરવા માટે અને તેનાથી ઇતર પોતે સ્વીકારેલા કથંચિદ્-નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે પોતાના પક્ષનાં સાધનવાક્યો અને પરપક્ષનાં દૂષણ વાક્યો જે બોલે છે તે વાદ કહેવાય છે. તેવી જ રીતે વાદ આરંભક જો નૈયાયિકાદિ વાદી હોય તો તેને સર્વથા નિત્યત્વ માન્ય છે. તેથી તે નૈયાયિકાદિ વાદી કથંચિદ્-નિત્યત્વનો ઉચ્છેદ કરવા માટે અને પોતે માની લીધેલા તેનાથી ઇતર એવા સર્વથા નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે પોતાના પક્ષનાં સાધન વાક્યો અને પરપક્ષનાં દૂષણવાક્યો જે જે બોલે છે તે વાદ કહેવાય છે. અહીં ટીકામાં ‘‘સાધનનૂષળવવનં’’ આવું જે વાક્ય છે. ત્યાં પોતાના પક્ષની સિદ્ધિ માટે જે જે વચન બોલાય તે સાધનવચન કહેવાય છે. અને સામેની વ્યક્તિના પક્ષનો પરાભવ કરવા માટે જે જે વચન બોલાય તે દૂષણવચન કહેવાય છે. આવું સામર્થ્યથી જાણી લેવું.
તથા સ્વપક્ષની સિદ્ધિ કરે એવું સાધનવચન અને પરપક્ષનું ખંડન કરે એવું દૂષણવચન જે કંઇ બોલાય તે પ્રમાણ સ્વરૂપ એટલે કે પ્રામાણિક હોવું જોઇએ. સાધનભૂત કે દૂષણભૂત બોલાયેલાં વચનો પ્રત્યક્ષાદિથી અબાધિત ટંકશાળી વચનો હોવાં જોઇએ. તો જ વક્તાની જીત થાય. અન્યથા તેનાથી ઇતર રૂપે બોલાયેલાં એટલે કે વિરોધ, બાધ અને વ્યભિચારાદિ દોષવાળાં બોલાયેલાં જે સાધનરૂપ કે દૂષણરૂપ વચનો હોય તે સાધનાભાસ અને દૂષણાભાસ રૂપ જ બને છે. તેવા પ્રકારના સાધનાભાસ રૂપ વચનો વડે સ્વપક્ષની સિદ્ધિ થઇ શકતી નથી. અને દૂષણાભાસ રૂપ વચનો વડે પરપક્ષનો પરાભવ થઇ શકતો નથી. માટે સાધનવચન કે દૂષણવચન યથાર્થ અને અબાધિત જ હોવાં જોઇએ.
ननु यस्मिन्नेव धर्मिण्येकतरधर्मनिरासेन तदितरधर्मव्यवस्थापनार्थं वादिनः साधनवचनम्, कथं तस्मिन्नेव प्रतिवादिनस्तद्विपरीतं दूषणवचनमुचितं स्यात् ?, व्याघातात् इति चेत् । तदसत्, स्वाभिप्रायानुसारेण वादिप्रतिवादिभ्यां तथासाधनदूषणवचने विरोधाभावात् । पूर्वं हि तावद् वादी स्वाभिप्रायेण साधनमभिधत्ते, पश्चात् प्रतिवाद्यपि स्वाभिप्रायेण दूषणमुद्भावयति । न खल्वत्र साधनं दूषणं चैकत्रैव धर्मिणि तत्त्व
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org