SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૫ संचिन्त्य तस्मादमुमादरेण प्रत्यारभेत प्रतिभाप्रगल्भः ॥१॥१४॥" વિવેચન- હવે જ્યારે ચાર નંબરના વાદી હોય એટલે કે પરમ તત્ત્વ સમજાવવાની મનોવૃત્તિવાળા કેવલી ભગવાન જ્યારે વાદી હોય ત્યારે સામે પ્રતિવાદી તરીકે ૧-૨-૩ જાતના પ્રતિવાદી સંભવી શકે છે. તેમાં “વ” આ જ પ્રમાણે એટલે કે પૂર્વે જે અંગો કહ્યાં તેને અનુસારે જ અંગનિયમ સમજી લેવો. તેમાં પ્રથમ “જિગીષ” પ્રતિવાદી જો હોય તો ચારે અંગોની જરૂર રહે છે. કારણકે જિગીષ હોય ત્યારે શાક્યતા, કલહ અને પૂજા-લાભાદિની સંભાવના હોઈ શકે છે. તેના નિવારણ માટે સભ્ય અને સભાપતિની જરૂરિયાત રહે છે. પરંતુ પ્રતિવાદી તરીકે જો બે નંબર અને ત્રણ નંબર હોય તો “વાદી-પ્રતિવાદી” એમ બે જ અંગવાળો વાદ સંભવે છે. અધિક અંગની જરૂર રહેતી નથી. આ પ્રમાણે અંગવ્યવસ્થા છે તે જાણીને જ વાદનો પ્રારંભ કરાય છે. કહ્યું છે કે પ્રારંભકની (વાદીની) અપેક્ષાએ આ પ્રમાણે અંગ વ્યવસ્થા જો કરવામાં આવી હોય તો જ તે વ્યવસ્થા પ્રતિષ્ઠાને (સફળતાને યશસ્વિતાને) પામે છે. તેથી આ વ્યવસ્થાને બરાબર સમજીને જ પ્રતિભાશાળી એવા પ્રતિવાદીએ પ્રતિવાદ કરવો જોઇએ. જો ઉપરોક્ત અંગવ્યવસ્થા વિના જ વાદ કરવામાં આવે તો શાક્ય અને કલહાદિ સંભવે. માટે વ્યવસ્થાને અનુસારે જ વાદ કરવો. ૮-૧૪ll अवतरण-चतुरङ्गो वाद इत्युक्तम्, कानि पुनश्चत्वार्यङ्गानि ? इत्याहुः वादिप्रतिवादिसभ्यसभापतयश्चत्वार्यङ्गानि ॥८-१५॥ અવતરણાર્થ– “વાદ ચાર અંગવાળો છે” એમ પૂર્વસૂત્રમાં કહ્યું છે. તેથી તે ચાર અંગો ક્યાં ક્યાં ? તે સમજાવે છે સૂત્રાર્થ- (૧) વાદી, (ર) પ્રતિવાદી, (૩) સભ્ય અને (૪) સભાપતિ. આમ વાદનાં કુલ-૪ અંગો છે. II ૮-૧પ “ ખ” | ૮-૨૫. વિવેચન– આ સૂત્રનો અર્થ સહેલો અને સરળ હોવાથી તથા શબ્દો ઉપરથી જ સમજાઈ જાય તેવો હોવાથી “અષ્ટમ્' કહીને જ સમજાવી દે છે. વધારે ટીકા કરતા નથી. તથા વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ કોને કહેવાય ? તથા તે ચારેનું કામકાજ શું શું હોય ? તે આગળના સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ કહેવાના છે. તેથી અમે તેનું વિવેચન અહીં લખતા નથી. ૮-૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy