SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૦ ૩૮૯ છતા સભ્યોનો સમય જ પસાર કરે. પણ કથાથી વિરામ પામે નહીં, ત્યારે સભ્યો સાચું તત્ત્વ પ્રકાશિત કરવા દ્વારા તે બન્નેને વાદથી અટકાવે છે. તથા યથોચિત એવું જય-પરાજય સંબંધી અને આદિ શબ્દથી લાભ-પૂજાદિ સંબંધી કથાનું ફળ ઉદ્ઘોષિત કરે છે. તે સભ્યો વડે ઉદ્ઘોષિત કરાયેલું તે કથા ફળ કોઇપણ જાતના વિવાદ વિના જ સર્વે વ્યક્તિઓએ સ્વીકારવાનું જ રહે છે. આ સઘળું સભ્યોનું કામ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “બન્નેના સિદ્ધાંતને જાણનારા (કુશળ), પ્રેમ ભરેલી એવી પ્રતિભા વડે સમાલિંગિત (યુક્ત), (અર્થાત્ પ્રતિભાવાળા), તે તે શાસ્ત્રોના અભ્યાસની સમૃદ્ધિથી મનોહર બુદ્ધિવાળા (બહુશ્રુત), પક્ષપાતના ભાવથી રહિત (મધ્યસ્થ) ક્ષમા અને ધારણા ગુણ વડે રંજિત હૃદયવાળા (ક્ષમાવાન્ અને ધારણાવાનું), તથા વાદીને અને પ્રતિવાદીને એમ બન્નેને માન્ય (ઉભયસમ્મત), આવા તે આ સભ્યો, (શંભુશિરોનદી) = ગંગા નદીના જેવા પવિત્ર શુભભાવવાળા જ્ઞાની પુરુષોએ (વાદ કાળે) પ્રાપ્ત કરવા જોઇએ. + ૮-૧૦ प्रज्ञाज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्नः सभापतिः ॥८-२०॥ સૂત્રાર્થ- (વાદમાં) પ્રજ્ઞા, આજ્ઞાનું એશ્વર્ય, ક્ષમા, અને માધ્યષ્ય આ ચાર ગુણોથી યુક્ત સભાપતિ હોય છે. I ૮-૨૦II यद्यप्युक्तलक्षणानां सभ्यानां शाठ्यं न संभवति, तथापि वादिनः प्रतिवादिनो वा जिगीषोस्तत् संभवत्येवेति सभ्यानपि प्रति विप्रतिपत्तौ विधीयमानायां नाऽप्राज्ञः सभा-पतिस्तत्र तत्समयोचितं तथा तथा विवेक्तुमलम्, न चासौ सभ्यैरपि बोधयितुं शक्यते । स्वाधिष्ठितवसुन्धरायामस्फुरिताऽऽज्ञैश्वर्यो न स कलहं व्यपोहितुमुत्सहते, उत्पन्नकोपा हि पार्थिवा यदि न तत्फलमुपदर्शयेयुः, तदा निदर्शनमकिञ्चित्कराणां स्युः, इति सफले तेषां कोपे वादोपमर्द एव भवेदिति । कृतपक्षपाते च सभापतौ सभ्या अपि भीतभीता इवैकतः किल कलङ्कः, अन्यतश्चालम्बितपक्षपातः प्रतापप्रज्ञाधिपतिः सभापतिरिति 'इतस्तटमितो व्याघ्रः' इति नयेन कामपि कष्टां दशामाविशेयुः, न पुनः परमार्थं प्रथयितुं प्रभवेयुः, इत्युक्तं प्रज्ञाऽऽज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्न इति ॥८-२०॥ વિવેચન– આ જ પરિચ્છેદના સૂત્ર-૧૮માં કહેલા છ ઉત્તમગુણોથી યુક્ત એવા સભ્યો છે. તેથી આવા પ્રકારના કહેવા લક્ષણોવાળા સભ્યોની અંદર તો શઠતા સંભવતી નથી. તો પણ જિગીષ એવા વાદી અથવા પ્રતિવાદીમાં તે શઠતા સંભવી શકે જ છે. આ કારણથી સભ્યો સાથે પણ વાદ-પ્રતિવાદીનો પરસ્પર વિવાદ થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy