Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/034413/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૫ સરયુ રજની મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૫. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવી૨ વર્ધમાન સ્વામી Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૫ સરયુ રજની મહેતા પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ ૪૦૦૦૩૮. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક मुद्रड ISBN No. : શ્રેયસ પ્રચારક સભા વતી શ્રી જે. બી. મોદી મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400038. અને : વીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી. વી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મેનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. : વકીલ એન્ડ સન્સ પ્રા. લી. વતી શ્રી અા હૈ. મહેતા ઇન્ડસ્ટ્રી મેનોર, અપ્પાસાહેબ મરાટે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 40 025. 978-81-8462-040-5 પ્રથમ આવૃત્તિ : ઈ. સ. 2011 મિન : રૂા. ૫૦/ પ્રાપ્તિસ્થાન : શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, 3rd ફ્લોર, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400 038 ફોન : 91-22-22615587 ડો. નિમુબેન ઝવેરી સનલાવર, 4th ફ્લોર, રાજાવાડી પાસે, ઘાટકોપર, મુંબઈ 400 077. ફોન : 91-22-21023461 Shree Chandubhai S. Parekh (50-51) Guide Bldg., 13th FlooT, L. D. Ruparel Marg, Off. Nepean Sea Road, Mumbai 400006 Ph: 91-22-23697288/23625806 Hareshbhai C. Sheth 37C Galaxy Towers, 7002 Boulevard East, Guttenberg, NJ 07093. USA Tel: (732) 422-8385 Cell: (609) 510-8760 પ્રત : 3000 શ્રી યોગેશ જૈન સત્યોગ, સ્વામી વિવેકાનન્દ રોડ, રામકૃષ્ણ નગર, રાજકોટ 360001 ફોન : 91-281-2466320 મોબાઈલ : 9825210210 શ્રી દિલિપભાઈ જે. સંઘવી પ૦-બી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રોડ, અમદાવાદ - 380013 $91-079-27552957; 079-27552256 Shri Jayesh J. Doshi 3-4, Mihir Park Society, Old Padra Road, Vadodara 390020 Ph: 91-265-2340850 Anurag H. Thakor 6885 Baird Dr. Plano, TX 75024. USA (H): 972-491-7551 (C): 469-644-8965 E-mail: inquiry@shrikevaliprabhunosaath.org Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન | ........... પ્રકરણ ૧૮: પૂર્ણ આશાસિદ્ધિ - પૂર્ણ કલંકરહિત અડોલ દશા પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે શું? - ૧; સમ્યકત્વની પ્રાપ્તિ સુધીમાં જીવનું આજ્ઞાપાલન - ૨; ક્ષાયિક સમ્યક્ત્વ વખતનું આજ્ઞાપાલન - ૨; છઠ્ઠા ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; સાતમાં ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; આજ્ઞામાર્ગની પૂર્ણતા - ૩; પૂર્ણ આજ્ઞાસિદ્ધિ - ૪; આજ્ઞાસિદ્ધિને સમજવા પાંચ મહાવ્રતની સમજણ જરૂરી - ૫; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન ન પામનારા સન્માર્ગી જીવો - ૬; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામનારા સન્માર્ગી જીવો - ૬; વીતરાગનો પ્રરૂપેલો ઇચ્છાગત પ્રાપ્તિનો માર્ગ - ૮; માર્ગપ્રાપ્તિ માટે સંજ્ઞા તથા ઇચ્છાની આવશ્યકતા – ૮; લોભ ગુણમાં લોભકષાયને પરિણાવવો - ૧૧; માયાને માયાગુણમાં પલટાવવી - ૧૧; માનકષાયનું માનગુણમાં રૂપાંતર - ૧૨; ક્રોધનું ગુણમાં ફેરવાવવું - ૧૨; પ્રભુની આજ્ઞામાં રહેવા જીવે શું કરવું? - ૧૪; મહાશ્રવનો માર્ગ - ૧૫; આ માર્ગનું “અપૂર્વ અવસર' કાવ્યમાં નિરૂપણ - ૧૮; આજ્ઞાધીન રહેવા માટેની પ્રાર્થના - ૨૦; ધર્મદ્રવ્યની આજ્ઞામાં રહેવું જરૂરી - ૨૩; પ્રભુની વાણી - ૨૫; જીવનું સામર્થ્ય વધારવા માટેની પ્રાર્થના - ૨૭; સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા મહામાર્ગમાં રહેવા માટેનાં મૂળ કારણો છે - ૨૯; Page #7 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૩૬; કલ્યાણકાર્યમાં શ્રી અરિહંતપ્રભુનો પુરુષાર્થ ૩૧; છદ્મસ્થ પરમેષ્ટિની લોકકલ્યાણની ભાવના - ૩૩; અંતરાય કર્મ મૂળભૂત ઘાતીકર્મ - ૩૪; તેની લાક્ષણિકતા ૩૫; કર્મનાં ભોક્તાપણામાં વેદનીય કર્મ અનિવાર્ય કર્મનાં કર્તાપણામાં અંતરાયકર્મ અનિવાર્ય ૩૬; જીવનું છદ્મસ્થ દશામાં કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું - ૩૭; આત્માનું પૂર્ણાવસ્થામાં કર્તાભોક્તાપણું - ૩૮; વીતરાગીનો રાગ - ૩૯; તે પામવાના ફાયદા - ૪૧; અઘાતી કર્મનો ત્વરાથી ક્ષય કરવાનો ઉપાય ૪૩; સિદ્ધપ્રભુ સાથે ઋણાનુબંધ - ૪૫; આજ્ઞાનો ધ્રુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ, પૂર્ણઆજ્ઞાનો શુક્લબંધ ૪૭; પૂર્ણ કલંકરહિત અડોલદશા માણવાની પાત્રતા - ૫૨; આજ્ઞારસની ઉત્પત્તિ ૫૩; સિદ્ધનાં પરમાણુ - ૫૫; આજ્ઞામાર્ગે ચાલી સિદ્ધપદ સુધીની સિદ્ધિ મેળવવા માટે કરવા ધારેલા પુરુષાર્થનું ‘અપૂર્વ અવસરમાં' થયેલું વર્ણન - ૫૮. - - 1 પ્રકરણ ૧૯: શ્રી પંચપરમેષ્ટિનાં પંચમૃતથી બ્રહ્મરસ સમાધિ પંચપરમેષ્ટિનો અર્થ - - ૯૦; પરમેષ્ટિમાં અંતરાય ગુણ પ્રભુને પ્રાર્થના - ૯૨; ૐૐ ૮૯; ૐનું મહાત્મ્ય - ૮૯; અંતરાયગુણ ૯૧; ૐની શક્તિ - ૯૧; પ્રભુનું મહાત્મ્ય - ૯૨; ધ્વનિની ઉત્પત્તિ - ૯૩; સિદ્ધપ્રભુની આત્માનુભૂતિ ૯૬; સિદ્ધભૂમિમાં પંચપરમેષ્ટિનું સ્થાન - ૯૯; ગણધરજીને મળતો પંચપરમેષ્ટિનો ૧૦૦; અધર્મ પર ધર્મનો વિજય - ૧૦૨; જીવના અંતરમાં થતો અધર્મ પર ધર્મનો વિજય ૧૦૩; પંચામૃતના પાંચ ૯૫; સિદ્ધભૂમિ કેવી છે? ૯૭; ગણધરજીને વર્તતા ભાવો સાથ, અને તેમનો પુરુષાર્થ - - - - - ઘટકો - ૧૦૫; પ્રાર્થના વિનય તેની અસર ૧૧૬; આચાર્યજીનો પુરુષાર્થ ૧૧૬; તેના ઉત્કૃષ્ટ ભાવથી થતું ગુણગ્રહણ જીવની બ્રહ્મરસ સમાધિને વિકસાવે છે ૧૧૬; ઉપાધ્યાયજીનો બ્રહ્મરસ સમાધિ કેળવવામાં ફાળો - ૧૧૭; તેઓ સામાન્ય જીવને વિશેષ ઉપકારી ૧૧૯; ૧૦૬; ક્ષમાપના ૧૦૯; મંત્રસ્મરણ ૧૧૧; ૧૧૩; આભાર - ૧૧૫; ગુણગ્રહણનું શબ્દાતીત વેદન ૧૧૫; ૧૧૫; પ્રભુની કરુણા માટે અહોભાવ વેદવો તે આભાર - પાન ક્રમાંક - vi - ૮૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્વીજીનો બ્રહ્મરસ સમાધિ પ્રાપ્ત કરવામાં ફાળો ૧૨૦; નમસ્કાર મંત્રમાં સાધુસાધ્વીને વંદન કરતાં ‘સર્વ’ વિશેષણ વપરાયું છે તેનું રહસ્ય ૧૨૨; સમ્યક્દર્શનનાં પાંચ લક્ષણો ૧૨૪; આ લક્ષણોની લાક્ષણિકતા ૧૨૫; આત્માનો શમ ગુણ ૧૨૬; સિદ્ધપ્રભુનો શમ - ૧૨૬; શ્રી ગણધરજી તથા આચાર્યજીનો શમ ૧૨૯; શ્રી સાધુસાધ્વીજીનો શમ - ૧૩૨; તેમનાં આસ્થા શ્રી અરિહંત પ્રભુનો શમ - ૧૨૭; ૧૨૮; શ્રી ઉપાધ્યાયજીનો શમ - - ૧૩૧; પંચપરમેષ્ટિભગવંતના સંવેગ તથા નિર્વેદ તથા અનુકંપા - ૧૩૪; શ્રી સિદ્ધપ્રભુનાં આસ્થા તથા અનુકંપા ૧૩૬; શ્રી અરિહંત પ્રભુનાં આસ્થા તથા અનુકંપા ૧૩૭; શ્રી ગણધરાદિ આચાર્યજીનાં આસ્થા તથા અનુકંપા - ૧૩૯; શ્રી ઉપાધ્યાયજીનાં આસ્થા તથા અનુકંપા - ૧૪૦; સર્વ શ્રી સાધુસાધ્વીજીનાં આસ્થા તથા અનુકંપા ૧૪૧; શ્રી સાધુસાધ્વીનું પંચામૃત ૧૪૫; શ્રી ઉપાધ્યાયજીનું પંચામૃત ૧૪૫; અન્ય પરમેષ્ટિનાં પંચામૃત - ૧૪૬; ૐનું સ્વરૂપ - ૧૪૭. - - - - vii પાન ક્રમાંક - પ્રક૨ણ ૨૦: શ્રી કેવળીપ્રભુનો સાથ કેવળીપ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રક્રિયા - ૧૫૨; પૂર્ણ પરમેષ્ટિ પ્રભુ પાસેથી કવચ મેળવવાની પ્રક્રિયા - ૧૫૩; આજ્ઞાનો ધ્રુવબંધ - ૧૫૬; પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ ૧૫૮; કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી ૧૬૧; ૧૫૭; પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ થતી અશુધ્ધ પ્રદેશોની શુદ્ધતા ૧૫૯; તેજસ્ તથા કાર્મણ શરીર કેવળીગમ્ય પ્રદેશો પર તેજસ્ કાર્મણ શરીરની સમાનતા - ૧૬૨; શ્રી તીર્થંકર પ્રભુથી જ બધાંને કેવળીગમ્ય પ્રદેશો પ્રાપ્ત થતા હોવા છતાં, બધાં તીર્થંકર કેમ થઈ શકતા નથી? - ૧૬૩; ૐની અપૂર્વતા - ૧૬૬; કેવળીગમ્ય પ્રદેશોનું કાર્ય મગજ જેવું - ૧૬૭; કેવળીગમ્ય અને રુચક પ્રદેશોની ઉત્પત્તિ ૧૬૯; કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિની પ્રક્રિયા - ૧૭૦; ભાવિ તીર્થંકરની બાબતમાં પ્રક્રિયામાં રહેલો ફેરફાર - ૧૭૨; રુચક અને કેવળીગમ્ય પ્રદેશો વચ્ચેનો ફરક તથા તેમની અપૂર્વતા - ૧૭૪; કેવળીગમ્ય પ્રદેશોની વિશિષ્ટતા ૧૭૫; અનુક્રમણિકા ૧૫૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક આ પ્રદેશો મળ્યા છતાં કેવળજ્ઞાનમાં વિલંબ કેમ? - ૧૭૮; નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછી જ કેવળીગમ્ય પ્રદેશો કેમ પ્રાપ્ત થાય? - ૧૮૦; આ પ્રદેશોનાં બંધારણમાં અપૂર્વ પુરુષાર્થ - ૧૮૪; તીર્થકર નામકર્મ બાંધ્યાં પછી તે ધુવબંધી કઈ રીતે થાય છે? - ૧૮૯; શ્રી આનંદઘન ચોવીશીનાં પ્રત્યેક પદની અંતિમ કડીમાં પ્રગટ થતો કેવળીગમ્ય પ્રદેશોનો ફાળો - ૧૯૧; પ્રથમ સ્તવન - ૧૯૧; બીજું સ્તવન - ૧૯૩; ત્રીજું સ્તવન - ૧૯૪; ચોથું સ્તવન - ૧૯૬; પાંચમું સ્તવન - ૧૯૮; છઠું સ્તવન – ૧૯૯; સાતમું સ્તવન - ૨૦૧; આઠમું સ્તવન – ૨૦૩; નવમું સ્તવન - ૨૦૪; દશમું સ્તવન - ૨૦૭; અગ્યારમું સ્તવન - ૨૦૮; બારમું સ્તવન - ૨૧૧; તેરમું સ્તવન - ૨૧૨; ચૌદમું સ્તવન - ૨૧૪; પંદરમું સ્તવન - ૨૧૬; સોળમું સ્તવન - ૨૧૮; સત્તરમું સ્તવન - ૨૧૯; અઢારમું સ્તવન - ૨૨૧; ઓગણીસમું સ્તવન - ૨૨૨; વીસમું સ્તવન - ૨૨૪; એકવીસમું સ્તવન - ૨૨૫; બાવીસમું સ્તવન - ૨૨૭, ત્રેવીસમું સ્તવન ૨૨૮; ચોવીશમું સ્તવન - ૨૨૯. ૨૩૩ પ્રકરણ ૨૧ : ઉપસંહાર શ્રી કેવળ પ્રભુનો સાથ' લખવાની શરૂઆત - ૨૩૩; ‘શ્રી સૌભાગ્ય પ્રત્યેનું વાંચન - ૨૩૫; ૧૯૭૭ના એપ્રિલ માસથી વાંચન કરવાનો પ્રારંભ - ૨૩૭; પહેલા વાંચનનો અનુભવ - ૨૩૭; ઈ.સ. ૧૯૭૭થી પ્રત્યેક વર્ષનાં પર્યુષણ માટે મળેલા વિષયોની યાદિ - ૨૩૯; ઈ.સ. ૧૯૭૮ થી પર્યુષણ માટે વિષયો આજ્ઞાધીનપણે મેળવવાનો નિર્ણય - ૨૪૧; ઈ.સ. ૧૯૭૭નાં પર્યુષણ - ૨૪૨; ઈ.સ.૧૯૭૮નાં પર્યુષણ - ૨૪૨; ઈ.સ.૧૯૭૯નાં પર્યુષણ - ૨૪૩; ઈ.સ.૧૯૮૦નાં પર્યુષણ - ૨૪૪; ઈ.સ.૧૯૮૧નાં પર્યુષણ - ૨૪૫; ઈ.સ. ૧૯૮૨નાં પર્યુષણ - ૨૪૬; ભક્તામર સ્તોત્રનાં રહસ્યની પ્રાપ્તિ - ૨૪૭; ઈ.સ.૧૯૮૩નાં પર્યુષણ - ૨૪૯; ઈ.સ.૧૯૮૪નાં પર્યુષણ - ૨૫૩; ઈ.સ.૧૯૮૫નાં પર્યુષણ - ૨૫૪; ઈ.સ.૧૯૮૬નાં પર્યુષણ - ૨૫૮; ઈ.સ.૧૯૮૭નાં પર્યુષણ - ૨૫૮; ઈ.સ.૧૯૮૮નાં પર્યુષણ - ૨૫૯; viii Page #10 -------------------------------------------------------------------------- ________________ - ક્ષમાપનાના પાઠનું રહસ્ય મળ્યું - ૨૬૧; પ્રાર્થના કરવા માટેનાં મૂળ - ૨૬૨; મંત્રસ્મરણનું મહત્ત્વ - ૨૬૪; પ્રાર્થનાનાં વિશિષ્ટ ફળ - ૨૬૬; ઈ.સ. ૧૯૮૯નાં પર્યુષણ - ૨૬૮; ઈ.સ.૧૯૯૦નાં પર્યુષણ - ૨૭૦; ઈ.સ.૧૯૯૧નાં પર્યુષણ ૨૭૨; ઈ.સ.૧૯૯૨નાં પર્યુષણ ૨૭૪; ઈ.સ.૧૯૯૩નાં પર્યુષણ ૨૭૫; આ પર્યુષણમાં મળેલો પ્રભુઆજ્ઞાનો પરચો - ૨૭૭; ઈ.સ.૧૯૯૪નાં પર્યુષણ - ૨૭૯; ઈ.સ.૧૯૯૫નાં પર્યુષણ - ૨૮૦; ઈ.સ.૧૯૯૬નાં પર્યુષણ ૨૮૨; ઈ.સ.૧૯૯૭નાં પર્યુષણ - ૨૮૩; ઈ.સ.૧૯૯૮નાં પર્યુષણ ૨૮૫; ઈ.સ.૧૯૯૯નાં પર્યુષણ - ૨૮૮; ઈ.સ. ૨૦૦૦નાં પર્યુષણ - ૨૯૧; ઈ.સ. ૨૦૦૧નાં પર્યુષણ ૨૯૨; ઈ.સ. ૨૦૦૨નાં પર્યુષણ ૨૯૫; ઈ.સ. ૨૦૦૪નાં પર્યુષણ ૨૯૩; ઈ.સ. ૨૦૦૩નાં પર્યુષણ ૨૯૬; ૩૦૧; ૨૯૮; ઈ.સ. ૨૦૦૬નાં પર્યુષણ ૩૦૧; ‘શ્રી કેવળીપ્રભુનો સાથ'નું લખાણ - ૩૦૬; ઈ.સ. ૨૦૦૯નાં પર્યુષણ ઈ.સ. ૨૦૦૫નાં પર્યુષણ ઈ.સ. ૨૦૦૭નાં પર્યુષણ ૩૦૩; ઈ.સ. ૨૦૦૮નાં પર્યુષણ ૩૦૮; ઈ.સ. ૨૦૧૦નાં પર્યુષણ - ૩૦૯. પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ - - - પારિભાષિક શબ્દોનો કોષ આરાધક માટે વિષયવાર સૂચિ ix અનુક્રમણિકા - પાન ક્રમાંક ૩૧૩ ૩૨૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન શ્રી રાજપ્રભુને (શ્રી દેવેશ્વર પ્રભુને) મારા સવિનય કોટિ કોટિ વંદન હો. તેમની નિશ્રામાં રહી પંચપરમેષ્ટિનાં અદ્ભુત રહસ્યોનું પાન કરાવનાર શ્રી રાજપ્રભુને તથા સર્વશ્રી પંચપરમેષ્ટિ ભગવંતોને આ ગ્રંથ ઉમંગ સહિત અર્પણ કરું છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આપ સહુ જાણો છો કે ઈ.સ.૨૦૦૫નાં પર્યુષણમાં મને પ્રભુ તરફથી આજ્ઞા આવી હતી કે મારે પૂર્વે કરેલાં અનુભવનાં ટાંચણો વ્યવસ્થિત કરી લેવાં, તે કાર્ય ચાલતું હતું, ત્યારે ઈ.સ.૨૦૦૬ નાં પર્યુષણમાં મને ‘શ્રી કેવળીપ્રભનો સાથ' નામક ગ્રંથ લખવાની શરૂઆત કરવાની આજ્ઞા શ્રી પ્રભુ તરફથી મળી હતી. આ સમય પહેલાં, એટલે કે ઈ.સ.૨૦૦૪ના મધ્ય ભાગથી મને જમણા ખભામાં દુઃખાવો શરૂ થયો હતો. એ હાથથી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં ખભામાં દુઃખાવાનો અનુભવ થયા કરતો હતો. તેથી ડોકટરોની સલાહ પ્રમાણે થોડો વખત દર્દશામક દવાઓ ખાધી, પણ કોઈ ફાયદો જણાયો નહિ. આથી તેમની સલાહથી બોમ્બે હોસ્પિટલમાં જઈ કસરત, ડાયાથર્મી, સ્ટીમ આદિ ઉપચારો ડીસેંબર ૨૦૦૪થી શરૂ કર્યા. આ દર્દ આવવા માટે મારી પૂર્વ કાળની જે જે ભૂલો જવાબદાર હતી તેનો પશ્ચાત્તાપ કરી ક્ષમાની માગણી કર્યા કરતી હતી, પણ કર્મનો કોપ એવો બળવાન હતો કે જેમ જેમ ઉપાયો યોજાતા ગયા તેમ તેમ દુ:ખાવાની માત્રા વધતી જતી હતી. ડોકટરો બાહ્ય ઉપચારને તથા દર્દશામક દવા લેવાને મહત્ત્વ આપતા હતા. પણ એ ઉપાયો કરાગત નીવડતા ન હતા. આમ ને આમ પ્રયત્ન કરતાં કરતાં એક વર્ષ વ્યતીત થઈ ગયું. આ કાળ દરમ્યાન મારે જે લખાણ કરવાનું હતું તે તો દુ:ખતા હાથે જ કરવાનું હતું. તે ઉપરાંત સવારનું ઘરનું કામ કરવાનું, નવ વાગે બોમ્બે હોસ્પિટલ જઈ એકથી દોઢ કલાક સુધી કસરત આદિ કરવાનાં, અને બાકીના સમયમાં ઘરનાં કામ સાથે રોજનાં પાંચ પાનાં લખવાનો નિયમ મારે મનપરિણામ સ્થિર રાખીને જાળવવાનો હતો. આ પરથી મને વર્તતી મુશ્કેલીઓનો xi Page #13 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કેટલોક ખ્યાલ તમને આવી શકશે. પરંતુ મારા પર શ્રી પ્રભુની એવી અસીમ કૃપા વરસતી હતી કે લખાણ કરવામાં મારું મન એટલું બધું સ્થિર, શાંત તથા અલિપ્ત થઈ જતું હતું કે એ વખતે મને જમણા હાથનો દુ:ખાવો સ્પર્શતો જ ન હતો. વળી, મારું રોજિંદુ કાર્ય એવું નિયમિતપણે તથા સરસ રીતે થયા કરતું હતું કે મારા દુ:ખાવાની માત્રાનો સાચો ખ્યાલ મારા સંતાનો અમી-પ્રકાશને પણ આવ્યો ન હતો. આ બધું આપને જણાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રભુની આજ્ઞાએ સતત ચાલવાથી, તેઓ આપણું કેટલું બધું ધ્યાન રાખે છે તથા આવેલી કસોટીમાંથી કેટલી સરસ રીતે પાર ઉતારે છે તેનો કેટલોક અંદાજ આવે. ઈ.સ.૨૦૦૬ની શરૂઆતમાં જ્યારે મારા જમણા ખભાના દુ:ખાવાની માત્રા ઘણી વધી ગઈ ત્યારે અમે એક્યુપંક્સરની સારવાર ડો. જી.એન. શીવરામ પાસે લેવાનું નક્કી કર્યું. કેમકે પૂર્વકાળમાં (ઈ.સ.૧૯૮૭માં) તેઓ મને કમરની સારવાર આપવામાં ખૂબ જ સફળ થયા હતા. તેમણે ફેબ્રુઆરી ૨૦૦૬માં એક મહિનો સારવાર આપી. છતાં મારાં દુઃખાવામાં જરાપણ સુધારો નોંધાયો નહિ. (મારી પ્રાર્થના તથા વિનંતિ મનોમન ચાલુ જ હતાં, પણ દર્દ શમતું ન હતું.) ત્યારે તેમણે જમણા ખભાનો એમ. આર. આઈ. કરાવવાનું સૂચન કર્યું. જો કે ખભાના એક્સ-રે ત્રણચાર વખત લીધા હતા, પણ તેમાંથી દુ:ખાવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ પકડાયું ન હતું. તેથી બાહ્ય ઉપચારો કર્યા કરતા હતા. લખાણાદિનું કાર્ય વ્યવસ્થિત રીતે શ્રી પ્રભુની આજ્ઞા પ્રમાણે થયા કરતું હતું. ઈ.સ.૨૦૦૬ના માર્ચ મહિનામાં જમણા ખભાનું એમ.આર.આઈ કરાવ્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે જમણા ખભાનાં સઘળાં મસલ્સ ગળીને સાવ તાણાવાણા જેવા થઈ ગયા હતા, અને તેનાં કારણે આ દુ:ખાવો રહેતો હતો. આ બાબત વિશેષ જરૂરી તપાસ આદિ કર્યા પછી આ વર્ષના મે માસની પાંચમી તારીખે ખભાનું ઓપરેશન કરવાનું નકકી થયું. ત્યારથી આવેલા અશુભ ઉદય માટે પ્રાર્થના xii Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન તથા ક્ષમાપના વિશેષ કરવા લાગી. અને આવેલું કર્મ કેવું જોરદાર અને ભયંકર છે તેનો કેટલોક લક્ષ મને શ્રી પ્રભુ તરફથી કરાવવામાં આવ્યો. પરંતુ શ્રદ્ધાનાં જોરને લીધે જરા પણ હિંમત હાર્યા વિના અડગ હાથે જેમ બને તેમ વિશેષતાએ આ કર્મને પ્રદેશોદયથી વેદીને નિર્જરાવવાનો નિર્ણય કર્યો, આ શ્રદ્ધાના બળથી, આ કાળમાં પણ પૂર્વે કરેલાં આધ્યાત્મિક ટાંચણને વ્યવસ્થિત રીતે લખવાનું કાર્ય દુ:ખતા હાથ સાથે નિયમિતપણે થયા કરતું હતું. રોજનાં પાંચ પાનાં લખાતાં જતાં હતાં. એ બાબતમાં શ્રી પ્રભુની કોઈ અજબગજબની કૃપા અનુભવાતી હતી. ચોથી મેએ સવારે હું બોમ્બે હોસ્પિટલમાં દાખલ થઈ. જરૂરી લોહીની તપાસ, X-ray, કાર્ડિયોગ્રામ વગેરે લેવામાં આખો દિવસ પસાર થઈ ગયો. પાંચમી તારીખે સવારના સાડા આઠે ડો. પરાગ મુનશી ઓપરેશન શરૂ કરવાના હતા. ચોથીનો આખો દિવસ અને રાત મેં ક્ષમાપના તથા પ્રાર્થના કરવામાં જ ગાળ્યો હતો. આખી રાત ધર્મધ્યાનમાં પસાર થઈ હોવાથી પ્રભુકૃપાથી સવારના સારી તાજગી અનુભવાતી હતી. ખેદ કે ચિંતાનું તો નામનિશાન પણ ન હતું. પ્રભુ જે કરશે તે સારું જ હશે એવી દૃઢ શ્રદ્ધા મારા મનમાં વર્તતી હતી. સવારના છથી આઠના ગાળામાં મારા મનમાં જીવ સમસ્ત માટે ક્ષમાભાવ અને કલ્યાણભાવ વિશેષતાએ વર્તતા હતા. શ્રી પ્રભુને અહીં જણાવું છું તે પ્રકારની પ્રાર્થના લગભગ થયા કરતી હતી, “અહો! પરમકૃપાળુ શ્રી રાજપ્રભુ તથા સર્વ પંચપરમેષ્ટિ ભગવંતને મારા કોટિ કોટિ નમસ્કાર હોજો. અહો! કૃપાળુ ભગવંત! સંસાર ભજવાના આરંભકાળથી તમોએ મારા પર અનંતાનંત ઉપકારો કર્યા છે, અને છતાં નગુણા બની, ઉપકાર ઓળવી મેં આપની અશાતના અનેક વખત કરી છે. કરેલા આ સર્વ દોષો માટે ખૂબ ખૂબ પશ્ચાત્તાપ કરી આપની ક્ષમા માગું છું, સાથે સાથે આ જગતનાં જે જીવોને મેં અયોગ્ય રીતે દુભવ્યાં છે, તે સર્વને આપની સાક્ષીએ ખમાવું છું, અને તેઓ સહુ પ્રતિ મારો મૈત્રીભર્યો હાથ xiii Page #15 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ લંબાવું છું. પ્રભુ! મારા પર એક વિશેષ ઉપકાર કરી તેઓને મારા મિત્ર થવા પ્રેરણા આપશો. જેથી જગતનાં તમામ જીવો સાથેનો મારો વેરભાવ સદ્ય નિવૃત્ત થાય.” “હે પ્રભુ! મારે આજે મોટા ઓપરેશનમાંથી પસાર થવાનું છે, મને તો દેઢ વિશ્વાસ છે કે તમે મારું પલેપલ ધ્યાન રાખવાના જ છો, તેમ છતાં હું આપને વિનંતિ કરું છું કે, પ્રભુ! તમે જ ડોકટરનાં, સ્ટાફનાં, હ્રદયમાં વસી ઓપરેશનનું કાર્ય સફળ કરાવજો. તમે સર્વ શસ્ત્રક્રિયા માટે ડોકટર આદિને દોરતા રહેજો. જેથી મને ઓપરેશન પહેલાં, દરમ્યાન કે પછીના કાળમાં કોઈની પણ સાથે અશુભના ઉદયો આવે નહિ. સહુ સાથેના મૈત્રીભર્યા ઉદયો ચાલુ રહે. સાથે સાથે જે કોઈ દવા, ઈજેકશન આદિ આપવામાં આવે તેનાં જીવાણુઓ સાથે એવી મિત્રતા રખાવજો કે મને રીએકશનની કઠિનાઈ ભોગવવી પડે નહિ. જે જીવો મારા શરીરમાં ઉત્પાત કરી મને દુઃખ આપે છે તે સહુને પણ ખૂબ વિનયભાવથી ખમાવું છું, તેઓ મારા મિત્ર બની મારા શરીરમાંથી વિદાય લે એવી કૃપા કરજો. હે પ્રભુ! તમે સર્વજ્ઞા છો. કૃપા કરી આ સહુ જીવોને શરણ આપી તારજો એ મારી આજની હૃદયપૂર્વકની પ્રાર્થના છે...” આ રીતે જે જે ભાવો મારા હૃદયમાં આવતા ગયા તે તે ભાવો પ્રાર્થના કે ક્ષમાપના રૂપે હું પ્રભુ સમક્ષ વ્યક્ત કરતી ગઈ. પરિણામે મારું મન પ્રભુએ કરેલા ઉપકારની સ્મૃતિ તથા સહુ માટેના કલ્યાણભાવથી તરબોળ થતું ગયું. સવારના આઠ વાગે મને રૂમમાંથી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોકટર શ્રી પરાગ મુનશીના કહેવા પ્રમાણે ઓપરેશન લગભગ બે કલાક ચાલવાનું હતું. હું ખૂબ શાંત હતી. કોઈ પણ જાતનો ઉચાટ મારા મનમાં હતો નહિ. તેથી થિએટરમાં જતાં જ હું ધ્યાનમાં ચાલી ગઈ. મને ખબર જ ન પડી કે ક્યારે મને એનેસથેસિયા આપ્યું, ક્યારે ઓપરેશન શરૂ કર્યું, અને ક્યારે પૂરું થયું. બપોરે બે xiv Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન વાગ્યા પછી મને રૂમમાં લાવવામાં આવી, તે પછી હું શુદ્ધિમાં આવી. હું શુદ્ધિમાં આવી ત્યારે મારો અનુભવ હતો કે મારા મનમાં એકધારું પ્રભુની આજ્ઞામાં રહેવા માટેનું સ્મરણ ચાલતું હતું. સાથે સાથે નમસ્કારમંત્ર પણ બોલાતો જતો હતો. મારું મન ઘણું ઘણું શાંત હતું. સાંજે મને જણાવવામાં આવ્યું કે સવારે તો બધાના જીવ ઘણાં ઉચક થઈ ગયા હતાં, કેમકે ઓપરેશન થિયેટરમાં ધાર્યા કરતાં ઘણો વધારે સમય પસાર થઈ ગયો હતો. આમ થવાનું કારણ તો અમને થોડા દિવસો પછીથી ડોકટર મુનશી પાસેથી જ જાણવા મળ્યું હતું. ઓપરેશનના પહેલા દિવસે હાથનો દુ:ખાવો સારા પ્રમાણમાં હતો, પરંતુ હું સ્મરણમાં વિશેષ રહી હોવાથી, તેની અસર મારા મન ઉપર ખાસ વર્તતી ન હતી. રાત્રે આઠ વાગે નર્સ મને પેઈન કિલરનું ઈજેકશન આપવા આવી. મોઢેથી તો કંઈ જ લેવાનું ન હતું. દવા, સેલાઈન આદિ T.V. થી ચડાવવામાં આવતા હતા. તે વખતે પ્રભુ તરફથી મને સમજ મળી કે મારે આ ઇજેક્શન લેવાનું નથી. એટલે મેં નર્સને ઇજેક્શન ન આપવા માટે વિનંતિ કરી. નર્સ માની ગઈ, ઈજેશન પાછું લઈ ગઈ. રાતના મારી પાસે મારી પુત્રવધુ અમી અને બહેનશ્રી નલીનીબહેન રહેવાના હતા. તેઓ બંનેને શાંતિથી સૂઈ જવા જણાવી, હું દુઃખતા ખભા સાથે સ્મરણમાં લીન થઈ ગઈ. દર્દશામક ઇજેક્શન લીધું ન હોવા છતાં પ્રભુકૃપાથી ત્વરાથી ધ્યાનમાં લીન થઈ ગઈ. તે રાત્રે સાડાત્રણે હું જાગી ત્યારે ખભામાં અસહ્ય દુઃખાવો હતો. પણ મનમાં અદ્ભુત શાંતિ વર્તતી હતી; ખૂબ જ સ્વસ્થતા હતી. કોઈ ત્રાહિતની વેદના જોતા હોઈએ એવા નિર્લેપભાવથી દર્દ અનુભવતી હતી. એવામાં મારી નજર સામે મને ખભાનો અંદરનો ભાગ ખુલ્લો દેખાયો. જરા જરા વારે મને ખ્યાલ આવતો હતો કે હવે આ જગ્યાએ સખત સણકો આવશે; અને બીજી જ સેકંડે મને એ જગ્યાએ ભયંકર દુ:ખાવો અનુભવાતો હતો. આમ શસ્ત્રક્રિયા કરેલા ખભાના અંદરના ભાગમાં જ્યાં દુ:ખાવો થવાનો હોય તે જગ્યા એક XV Page #17 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પછી એક લોહી માંસ સાથે દેખાતી ગઈ. તે જગ્યાએ દુ:ખાવો અનુભવાય અને બીજી જ ક્ષણે બીજો ભાગ ઊંચો થઈ સમજાવે કે હવે અહીં દુઃખાવો થવાનો છે. આમ સવારના છ વાગ્યા સુધી ચાલ્યું. પ્રભુકૃપાથી અશુભ કર્મની ઘણી ઘણી નિર્જરા થઈ, અને નવાં કર્મોની વૃદ્ધિ અલ્પતાવાળી હતી. છ વાગે પ્રભુની સંમતિ આવતાં નર્સને બોલાવી સવારનું પેઈન કિલરનું ઈંજેક્શન લીધું. થોડા સમયમાં વેદના ઓછી થવા લાગી. આકરો દુઃખાવો પણ શાંત પરિણામથી પસાર કરી શકાય છે, અને કર્મની બળવાન નિર્જરા પણ કરી શકાય છે, જો પ્રભુની આજ્ઞામાં રહી તેમનો સાથ માગીએ તો; એ અનુભવ મને અતિ સ્પષ્ટતા સાથે મળ્યો. અનુભવ આપવા માટે મેં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. અને તેમની આજ્ઞામાં સદાય રાખવા માટેની જોરદાર પ્રાર્થના મારા મનમાં થયા કરતી હતી. આ પ્રકારે પ્રભુની સહાય મળતી હોવાથી, મને ખૂબ જ શાંતિ પ્રવર્તતી હતી, અને વેદનાને બદલે પ્રભુનાં સાનિધ્યમાં રહેવાથી અનુભવાતી આત્માના આનંદની અનુભૂતિ અગ્રસ્થાને રહી હતી. બીજા દિવસે સવારે ડો. પરાગ મુનશી મને તપાસવા આવ્યા ત્યારે કહે કે, “તમારું ઓપરેશન થયું ન હોય એવી પ્રસન્નતા તમારા મોઢા પર દેખાય છે.” ત્યારે મને થયું કે મારા પર પ્રભુની આ કેવી અદ્ભુત કૃપા છે કે ઓપરેશનના અસહ્ય દર્દને બદલે મને આત્માની શાંતિ અનુભવાય છે! ડોકટરે પહેલા જ દિવસથી હાથની કસરત ચાલુ કરવાનું જણાવ્યું અને તે પ્રમાણે ફીઝીઓથેરેપિસ્ટ ડોકટ૨ કસરત કરાવવા આવ્યા. ડો. ‘શોભા અત્રે’ કસરત કરાવવા આવ્યા, ત્યારે હાથ એક તસુ જેટલો પણ હલી શકતો ન હતો. મહાકષ્ટથી હાથના હલનચલનની થોડી ક્રિયા કરી, પરંતુ ધોળા દિવસે તારા દેખાઈ ગયા; તેમ છતાં મનની શાંતિ યથાવત્ પ્રવર્તતી હતી તેનું ખૂબ આશ્ચર્ય વેદાતું હતું. દેહ અને આત્મા કેવી રીતે છૂટા પડી શકે છે, તેનું સભાનપણું વેદાતું હતું. છેલ્લા કેટલાક દિવસથી થતી બળવાન પ્રાર્થનાનું આ xvi Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ફળ છે, એ અનુભવ અલૌકિક હતો. આ દિવસ પણ સ્મરણ, પ્રાર્થના તેમજ ક્ષમાપના કરવામાં પસાર કર્યો. ત્રીજા દિવસથી પેઈન કિલર લીધા પછી દુ:ખાવામાં થોડી રાહત અનુભવાતી હતી; એથી કસરત કરવામાં પણ મુશ્કેલીની માત્રા ઘટતી જતી હતી. આ રીતે હોસ્પિટલના પાંચ દિવસ મેં પસાર કર્યા. આ દિવસોમાં ચિ. સચીન તથા નેહલ મારી પાસે રોજ દોઢથી બે કલાક ભક્તિ કરતા હતા. જે દરમ્યાન શાંત થવું, ધ્યાનમાં જવું મારા માટે અતિ સુલભ થઈ ગયું હતું. અને પ્રાર્થના આદિના સાથથી અંતરાય કર્મ, મોહનીય કર્મ તથા અશાતા વેદનીય કર્મ નિર્જરાવવા ઘણા સહેલાં લાગતાં હતાં. તેમાં મને શ્રી પ્રભુના ખૂબ ખૂબ ઉપકાર તથા આશીર્વાદ વેદાતા હતા. પાંચ દિવસ પછી હું ઘરે આવી. હાથનો દુઃખાવો ઘણો સખત લાગતો હતો. વળી રોજ કસરત કરવા તથા હાથનું ડ્રેસીંગ કરાવવા બોમ્બે હોસ્પિટલ જવાનું થતું હતું. તેમ કરવામાં મને બધાંનો ખૂબ સાથ મળતો હતો જેથી મનની શાંતિ જાળવવી ઘણી ઘણી સુલભ લાગતી હતી. પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરવામાં દિવસ અતિ સહજતાથી તથા સુલભતાથી પસાર થઈ જતો હતો. વળી, રોજ રાતના નવથી દશ ચિ. સચીન તથા નેહલ ઓફિસમાંથી આવ્યા પછી મારી પાસે નિયમિતપણે ભક્તિ કરતા હતા. આવી ભક્તિ તેમણે એકધારી પાંચ-છ મહિના કરી. ભાવથી થતી ભક્તિના પ્રભાવથી મારા મનની શાંતિ ખૂબ વધી જતી. અમુક સમય તો ધ્યાનની અનુભૂતિમાં જ પસાર થઈ જતો અને રાત્રિ પરમ શાંતિથી પસાર થઈ જતી હતી. એ કાળમાં હાથનો દુ:ખાવો ક્યાંય આડખિલી કરી શકતો ન હતો. બાર દિવસ પછી ખભાના ટાંકા ખોલ્યા, અને પછીથી હાથનું ડ્રેસીંગ ઘરે કરવાનું ડોકટરે જણાવ્યું. ચિ. અમી એ કરતી હતી. સાથે સાથે હાથ તો ચાલતો ન હતો એટલે નવડાવવું, કપડાં પહેરાવવાં, માથું ઓળવું, વગેરે કામ અમી ખૂબ પ્રેમથી કરતી હતી. જે સુવિધા મને ખૂબ શાતાકારી અનુભવાતી હતી. xvii Page #19 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ટાંકા કાઢયા પછી એક મહિને જ્યારે હું ડોકટરને બતાવવા ગઈ, ત્યારે મારા મનમાં ઘૂંટાતો પ્રશ્ન મેં ડોકટરને પૂછયો. મેં તેમને સ્વાભાવિક રીતે જ પૂછયું કે ઓપરેશન આટલો લાંબો ગાળો ચાલવાનું કારણ શું હતું? તેમણે મને જણાવ્યું કે તમારા ખભાનાં મસલ્સમાં એટલી બધી ખરાબી હતી કે એકીસાથે બધું કામ થઈ શકશે નહિ એમ મને લાગતું હતું. તેથી મેં બે ભાગમાં ઓપરેશન કરવા વિચાર્યું હતું. તેથી મેં ઓપરેશનનો કાળ નાનો જણાવ્યો હતો. પરંતુ જ્યારે ઓપરેશનનું કાર્ય અડધું પૂરું થયું ત્યારે મને સમજાયું કે તમારાં બી.પી., પલ્સ, આદિ એટલાં બધાં સહજ હતાં કે તમારું શરીર ઓપરેશનનો વિશેષ ભાર જરૂર ખમી જશે. આથી એક જ વખતમાં બધું સાંધવાનું કાર્ય કરી લેવા મેં નક્કી કર્યું. પરિણામે ઓપરેશનનો સમય બમણો થઈ ગયો હતો. પરંતુ તમારે ઓપરેશનનાં દુ:ખમાંથી બે વખત પસાર થવાનું મટી ગયું. આ જાણીને મને શ્રીપ્રભુની અવર્ણનીય કૃપાનો ખ્યાલ આવ્યો અને આભારભાવથી મસ્તક ઝૂકી ગયું. ઓપરેશન પછી થોડો વખત મારાથી લખવાનું બની શકશે નહિ એમ લક્ષ હતો. તેથી કેટલાંક વધારે પાનાં મે આગોતરા લખી લીધાં હતાં. લગભગ દોઢ મહિના સુધી મારાથી લખવાનું બની શકયું નહિ, પણ પછીથી દુ:ખતા હાથેથી લખવાનું શરૂ કર્યું, અને થોડા જ દિવસમાં રોજના પાંચ પાનાં લખવાની શરૂ થઈ ગયા. થોડા વખતમાં પાનાનાં ગણતરીની ખોટ પૂરી થઈ ગઈ; અને રોજનાં પાંચ પાનાંનો હિસાબ પૂરો થયો. આ અનુભવથી આપને લક્ષ આવ્યો હશે કે મારા પર પ્રભુની કૃપા કેવી અદ્ભુત રીતે વરસતી હતી. ઓપરેશન પછી લગભગ બે મહિનામાં જ મારો જમણો હાથ પૂર્વવત્ કામ કરતો થયો હતો, પરંતુ પ્રત્યેક હલનચલનની ક્રિયામાં સારો એવો દુ:ખાવો થતો હતો. આ દુ:ખાવો ઓછો કરવા ખભામાં ઇજેકશનો ડોકટરે આપ્યા હતા પણ તેમના કહેવા પ્રમાણે દુઃખાવો મટવા માટે લાંબા સમય સુધી મારે ધીરજ રાખવાની હતી. આ સમયગાળા દરમ્યાન કસરત કરવાની, ગુરુવારનું વાંચન કરવાની, શુક્રવારે સમૂહમાં સામાયિક કરવાની xviii Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન વગેરે પ્રવૃત્તિ ચાલુ હતી. આમ કરતાં કરતાં છએક માસ પસાર થયા પછીથી દુ:ખાવામાં સારી રાહત જણાવા લાગી. ત્યાં સુધી મારે જમણા હાથને થેલીમાં જ (sling માં) બહાર જતી વખતે રાખવો પડતો હતો; અને તેને ઈજા ન થાય તે માટે સ૨ખું ધ્યાન આપવું પડતું હતું. આ પરિસ્થિતિમાં સપ્ટેંબર ૨૦૦૬માં મારે અમેરિકા જવાનું થયું, કેમકે ચિ.પ્રકાશ તથા અમી આ વર્ષના જુલાઈ માસમાં ઓફિસના કામે દોઢ વર્ષ માટે અમેરિકા ગયા હતા. ઓકટોબર માસમાં હું પાછી ભારત આવી. અમેરિકામાં લખવાનું કાર્ય ચાલું હતું. ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ભાગ-૧ની તૈયારી ચાલતી હતી. ઈ.સ.૨૦૦૭ના વર્ષમાં પણ લખાણ નિયમિતપણે થયા કરતું હતું. તેની વિગત ઉપસંહારમાં જણાવેલી છે. ઈ.સ.૨૦૦૭ના એપ્રિલ માસમાં મારે ફરીથી અમેરિકા જવાનું થયું. અને જુલાઈના અંતમાં હું પાછી ભારત આવી. અમેરિકામાં લખાણાદિ કાર્ય પૂર્વવત્ થયા કરતું હતું. આ વર્ષનાં પર્યુષણમાં ‘શ્રી કેવળીપ્રભુનો સાથ’નો પહેલો ભાગ પ્રગટ થયો અને બીજા ભાગની તૈયારી જોરશોરથી શરૂ કરી. એ અરસામાં ખ્યાલ આવ્યો કે મારા બંને આંખોના મોતિયા તૈયાર થઈ ગયા હતા. અને તે કઢાવવાની જરૂરત હતી. ઈ.સ.૨૦૦૭ની ૨૪ સપ્ટેંબરે મારી ડાબી આંખના મોતિયાનું ઓપરેશન થયું. આ વખતે એક મહિનાનાં પાનાંઓ મેં આગોતરા લખી લીધાં હતાં. આ ઓપરેશન કર્યા પછી મુશ્કેલી એવી થઈ કે આંખમાં નાખેલી દવાનું જોરદાર રીએકશન આવ્યું. ડાબી આંખના કોર્નિયામાં ઘણી કળચલી પડી ગઇ અને દેખાવાનું લગભગ નહિવત્ થઈ ગયું. આંખના સર્જન ડો. કુલીન કોઠારીએ શક્ય તેટલી મહેનત કરી પણ ધાર્યું પરિણામ આવતું ન હતું. આંખની સુધારણા માટે ટ્રીટમેંટ પૂર જોશમાં થતી હોવા છતાં ખાસ કોઈ ફાયદો જણાતો ન હતો. વધારામાં આંખની સુધારણા માટે મારે જે ટીપાંઓ નાંખવાનાં હતાં તેની આડઅસર રૂપે ગળું ખૂબ ખરાબ રહેતું હતું. અને સારા પ્રમાણમાં ઉધરસ xix Page #21 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવ્યા કરતી હતી. તેનાં કારણે પાંસળાં પણ દુ:ખ્યા કરતા હતા. આમ આ કાળમાં શારીરિક તકલીફોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં હતો. તેમ છતાં શ્રી પ્રભુની અસીમ કૃપાથી આત્મપ્રવૃત્તિ થયા કરતી હતી, પ્રભુસ્મરણ, ક્ષમાપના, પ્રાર્થનાના સથવારાથી અને કામ કરતી જમણી આંખની સહાયથી, ‘શ્રી કેવળીપ્રભુનો સાથ ગ્રંથનું લખાણ થયા કરતું હતું, ગુરુવારનું વાંચન થતું હતું, શુક્રવારની સામાયિક પણ નિયમિત રીતે થતી હતી, વગેરે. તે બધાંની શુભ અસરથી મારું મન ખૂબ જ શાંત તથા સ્વસ્થ રહેતું હતું. આંખની તકલીફ થવા માટે મારાં જ પૂર્વ કર્મ જવાબદાર છે તેનું દઢત્વ હોવાથી ડોકટર આદિ કોઈનો પણ દોષ મનમાં અંશ માત્ર આવ્યો ન હતો, તે પ્રભુની અસીમ કૃપાનું જ પરિણામ હતું, તેમ હું માનું છું. આ લાભને કારણે દિવસનો લગભગ બધો જ કાળ આત્મારાધનમાં પસાર થતો હતો. તેથી રોજેરોજ કંઈક ને કંઇક નવી જાણકારી આત્મા સંબંધી આવતી જતી હતી, અને તેમાં જ મારું ચિત્ત પરોવાયેલું રહેતું હતું. તેથી જોરદાર શારીરિક અશાતાના ઉદયમાં પણ આત્મશાંતિ વધતી જતી હતી. આ શાંતિને ચિ. નેહલ તથા સચીન દ્વારા રોજ રાતના થતી ભક્તિથી ખૂબ સથવારો તથા પુષ્ટિ મળતાં હતાં. ઓકટોબર મહિના સુધી મારી આંખની દૃષ્ટિમાં સુધારો જણાતો ન હોવાથી, આપોઆપ મારા મનમાં શ્રી પ્રભુને પ્રાર્થના થવા લાગી કે “પ્રભુજી! મેં પૂર્વમાં કોઈ એવી મોટી ભૂલ કરી છે કે જેનાં ફળ રૂપે આંખની આટલી મોટી તકલીફ આવી છે, અને આપે સોપેલા “શ્રી કેવળ પ્રભુનો સાથ’નું લખાણ જોખમાઈ જાય એવું લાગે છે. આપની આજ્ઞા અનુસાર કોઈ પણ સ્થિતિમાં આ કાર્ય અટકાવવાનું નથી, છતાં બાહ્ય સંજોગો તો આવા દેખાય છે. હે પિતા! પૂર્વે કરેલા આ બધા જ દોષોની ખૂબ પશ્ચાત્તાપ કરી ક્ષમા માગું છું. મારું આ કર્મ પુરુષાર્થ કરાવી જેમ બને તેમ જલદીથી નિવૃત્ત કરાવો. કૃપા કરી મારી આંખ સુધારો, નહિતર આ મોટું કાર્ય હું કઈ રીતે સફળ કરી શકીશ? પ્રભુ! કૃપા કરો. XX Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આંખને સુધારો. મારી આંખ ક્યારે સુધારશો?” વારંવાર થતી આવી વિનંતિના જવાબરૂપે મને આવતું હતું કે ‘બીજા ઓપરેશન પછી.” આથી મને લાગતું કે આ આંખમાં ફરીથી ઓપરેશન કરવું પડશે પણ કંઈ વિશેષ સમજાતું ન હતું. આમ કરતાં ઈ.સ.૨૦૦૭નો ડીસેમ્બર મહિનો આવ્યો. ડો. કુલીન કોઠારીને આંખ બતાવવા ગઈ. ડોકટરે આંખ તપાસીને જણાવ્યું કે તમારી પહેલી આંખમાં (ડાબી આંખમાં) જોઈએ તેવો સુધારો નથી, પણ તમારી બીજી (જમણી) આંખનો મોતિયો એકદમ તૈયાર થઈ ગયો છે, તાત્કાલિક ઓપરેશન કરાવવાની જરૂર છે. મેં તેમને પૂછયું કે પહેલાં તમે તો મને જણાવ્યું હતું કે બીજી આંખને એક વર્ષ સુધી અડવું જ નથી. તેનું કેમ? તેમણે જવાબ આપ્યો કે હવે જો જમણી આંખનું ઓપરેશન કરવામાં ન આવે તો લેન્સ તૂટી જવાની સંભાવના છે. માટે જેમ બને તેમ જલદી કરવું. મેં ડોકટર કુલીન કોઠારી પાસે જ બીજી આંખનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આંખમાં કોઈ જાતની તકલીફ ન થાય તે માટે શ્રી પ્રભુને અંત:કરણથી ખૂબ પ્રાર્થના કરતી હતી. અને કરેલાં પાપકર્મની ખૂબ પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગતી હતી. ૩જી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે તેમણે પૂરતી કાળજી અને પૂર્વ તૈયારી સાથે મારી જમણી આંખનું ઓપરેશન કર્યું. પ્રભુ કૃપાથી ઓપરેશન પછી એ આંખમાં કોઈ મુશ્કેલી થઈ નહિ, એટલું જ નહિ પણ આ ઓપરેશન પછીના બીજા જ દિવસથી ડાબી આંખમાં સુધારો જણાવા લાગ્યો. મેં ખૂબ જ આશ્ચર્ય સાથે અનુભવ કર્યો કે પછીના દોઢ મહિનામાં બંને આંખોનું તેજ સરસ રીતે આવી ગયું. મને ઓછા નંબરે સાત લાઈનની દૃષ્ટિ મળી હતી. બંને આંખો પૂર્વવત્ તેજસ્વી બની ગઈ હતી. પ્રભુનું વચન હતું, “બીજાં ઓપરેશન પછી”નો સાચો અર્થ હવે મને સમજાયો. મેં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. અને ક્યારેય પ્રભુને અને પ્રભુના ઉપકારને ભૂલવા નહિ એવી મનોમન પ્રતિજ્ઞા કરી. xxi Page #23 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બંને આંખો સારી થઈ ગઈ તે પછીથી આંખ તપાસતી વખતે ડો. કોઠારીએ મને જણાવ્યું હતું કે, “બહેન, ખરેખર કહું તો તમારી ડાબી આંખ આટલી સુધરશે એવી કોઈ આશા મને ન હતી; પણ પ્રભુની કૃપાથી આવી સિદ્ધિ તમને મળી છે.” જેમાં અનેક પ્રકારે મુશ્કેલીઓ અનુભવવી પડતી હતી એવા કસોટીના કાળમાં પણ પ્રભુની આજ્ઞાથી જે ગ્રંથનું લખાણ થતું હતું, તેના પ્રભાવથી અને પ્રભુની અસીમ કૃપાથી મારાં શાંતિ તથા સ્વસ્થતા યથાવત્ જળવાઈ રહ્યાં હતાં. પ્રભુની કૃપાને કારણે આવો કસોટીનો કાળ પણ આરાધનનો કાળ બની રહ્યો હતો. આવો જ અનન્ય અનુભવ મને ‘શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે પણ થતો હતો. શારીરિક તેમજ સામાજિક રીતે ખૂબ વિપરીત સંજોગોમાં પણ જીવનસિદ્ધિનું લખાણ કરવામાં સહજતાએ આત્મશાંતિ અને આત્માનંદ વેદાતાં હતાં. તે વખતે લગભગ રોજના બારથી ચૌદ કલાક આરાધન થતું હતું. એ જ અનુભવનું પુનરાવર્તન શ્રી કેવળીપ્રભુનો સાથ'ના ભાગ ૧ થી ૫ લખતી વખતે થયેલું અનુભવાયું છે. આ સર્વ ઝીણવટભરી રીતે વાચકવર્ગને જણાવવાનો મારો ઉદ્દેશ એ છે કે પ્રભુની આજ્ઞામાં રહી, તેમનાં સાનિધ્યને માણતાં માણતાં આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા જવાથી આત્મોન્નતિ થવા સાથે આધ્યાત્મિક પ્રસન્નતાનું વેદન સહજ થઈ જાય છે, એટલું જ નહિ પણ, વ્યવહારિક વિપરીત સંજોગો આત્માનુભવને બાધા કરી શકતા નથી. આવી અનુભૂતિની જાણકારી મેળવી સહુ મુમુક્ષુ જીવો પોતાનું કર્તાપણું ત્યાગી, પ્રભુની આજ્ઞાએ ચાલવા તેમને બધું સોંપી કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે. પ્રભુની શ્રદ્ધા કરી, તેમને પોતાના ભાવોની સોંપણી કરી કાર્ય કરવાથી જીવને કેવા અને કેટલા લાભ થાય છે, (ઉદા. માનાદિ કષાયોથી બચી જવાય છે, અસંખ્યગણી અશુભકર્મની નિર્જરા થાય છે, શુભ કલ્યાણભાવનો આશ્રવ થાય છે, વિપરીત સંજોગોમાં પણ આત્માનંદ જાળવી શકાય છે. વગેરે વગેરે) તે xxii Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ઉપરના સ્વાનુભવના પ્રસંગોમાંથી ફલિત થાય છે. શક્ય છે કે આ બધું વાંચ્યાં પછી આવી શ્રદ્ધાનાં મૂળ ક્યાં રોપાયાં તે જાણવાની જિજ્ઞાસા વાચકને થાય. તે પ્રસંગ પણ નોંધનીય હોવાથી આપને જણાવવાની રજા માગું છું. ઈ.સ.૧૯૬૦ના એપ્રિલ મહિનામાં હું M.A.ની પરીક્ષાની તૈયારી કરતી હતી. કોલેજ બંધ હોવાથી લગભગ આખો દિવસ વાંચવામાં પસાર થતો હતો. વાંચતા વાંચતાં બપોરના ઊંઘનાં ઝોકાં ન આવી જાય તે માટે મારાં પૂ. બા તથા બાપુજી ચા પીવા બેસે ત્યારે મને બોલાવે અને અડધો કપ ચા પીવડાવે, મારા પૂ. બાપુજી બપોરના લગભગ ત્રણ વાગે શેરબજારમાંથી આવે અને સાડાત્રણે તેઓ બંને સાથે બેસી, મને બોલાવી ચા પીએ. એક દિવસ બપોરના આ જ રીતે મારાં પૂ. બા તથા બાપુજી ચા બનતી હતી ત્યારે રસોડામાં બેસી વાતો કરતાં હતાં, અને મારે થોડું વાંચવાનું પૂરું કરવાનું હતું તેથી ટેબલ પાસેની ખુરશીમાં બેસી વાંચતી હતી. એટલામાં મે તેઓ બંને વચ્ચેનો નીચે પ્રમાણેનો સંવાદ સાંભળ્યો. બાપુજી : આ જગતમાં કેટલું બધું દુઃખ છે? વળી, હવે તો છઠ્ઠો આરો આવશે જ્યારે દુઃખની માત્રા બેહદ વધી ગઈ હશે. એવા કાળમાં આપણી સ્થિતિ શું થશે? માટે આપણે એવું કંઈક કરી લેવું જોઈએ કે જેથી આ આરામાં આ ક્ષેત્રે આપણે જન્મવું જ ન પડે. બા : તમારી વાત તદ્દન સાચી છે. ખૂબ પ્રયત્નો કરી, આત્મા અહીં જન્મ જ નહિ એવું પુણ્ય બાંધી લેવું જોઈએ. બાપુજી : આપણે આજથી જ આ કાર્ય શરૂ કરવું જોઈએ. બા : આપણે જરૂર શરૂ કરીએ. આ સંવાદ સાંભળતા મને હૃદયમાં ખૂબ જોરદાર આંચકો લાગ્યો. મને થયું કે બા બાપુજી તો ત્વરાથી છૂટી જશે, અને હું તો રહી જઈશ. મારે હવે કરવું શું? રા ય લાગ્યો અને XXiii Page #25 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મને એકદમ નવકારમંત્ર અને પ્રભુ સાંભર્યા. મારા મનમાં ત્વરાથી સહજતાએ પ્રાર્થના શરૂ થઈ ગઈ. ‘હે ભગવાન! મારે પણ જલદીથી સંસારથી છૂટી જવું છે. દુષ્ટમ કાળમાં જન્મવું નથી. મારી ખૂબ ખૂબ સંભાળ રાખો. મને બચાવો. મારે તો એક તમારો જ આધાર છે.' વગેરે. આ પ્રકારના ભાવો કરતા કરતા નવકારમંત્રનાં રટણ પર ચડી ગઈ. ત્યાં મારાં બાએ ચા પીવા મને બોલાવી. ગઈ તો ખરી, પરંતુ છૂટવાની તાલાવેલી એટલી જબરી હતી કે ચા પીવામાં મને જરા સરખો પણ રસ રહ્યો ન હતો. ચા પીને મારા ટેબલ પર વાંચવા આવી ગઈ. પણ ચિત્ત જરા પણ વાંચવામાં રહેતું ન હતું, તે તો છૂટવાની તાલાવેલીમાં રમતું હતું. એકધારું નવકા૨નું રટણ અને પ્રાર્થના થયાં કરતાં હતાં. પુસ્તક સામે ખુલ્લું પડયું હતું, પણ ભાગ્યે જ બેચાર પંક્તિ વંચાઈ હતી. આમ કરતાં સાંજના સાડાસાત થયા. બાએ જમવા બોલાવી, કમને ગઈ તો ખરી, પણ છૂટવાની લગની એટલી જોરદાર હતી કે ચિત્ત બીજે ક્યાંય રહેતું જ ન હતું. જમ્યા પછી, રાતના નવ તો માંડ વગાડયા. અને કહેવાતું વાંચવાનું બંધ કરી, મને ઊંઘ આવે છે એમ કહી પથારીમાં સૂઈ ગઈ, સૂતાં સૂતાં આખી રાત સ્મરણ તથા પ્રાર્થના ચાલતાં રહ્યાં. ઊંઘનું તો નામનિશાન પણ ન હતું. રાતના એક વખત પણ એવો વિકલ્પ નહોતો આવ્યો કે છૂટાશે નહિ તો શું? પ્રભુ મને છોડાવવાના જ છે એ શ્રદ્ધાન પ્રતિપળે ઘટ્ટ થતું જતું હતું. સવારે સાત વાગે ઊઠી, નાહી, તૈયાર થઈને વાંચવા બેઠી. પણ તેમાં જરાય મન લાગતું ન હતું. પુસ્તક ખુલ્લું પડ્યું હતું. પણ અંદરમાં પ્રાર્થના તથા સ્મરણ અવિરતપણે ચાલુ હતાં. જમવાનું, બપોરની ચા, રાત્રિભોજન આદિ યંત્રવત્ જ કર્યાં હતાં. તે દિવસે રાત્રે સાડા આઠે હું સૂઈ ગઈ. અને ખૂબ શાંત થઈ ગઈ. તે વખતે શું થયું તેની મને જાણકારી ન હતી. પરંતુ, લગભગ સાડાદશ આસપાસ મને મધુર ઘંટડી જેવો મીઠો રણકારવાળો ધ્વનિ સંભળાયો, “તારે આત્મા જોવો છે ને? જો આ આત્મા”. આ વચન સાથે મારી છાતીમાંથી એક ખૂબ તેજસ્વી સોનેરીરૂપેરી ગોળો નીકળ્યો, અને મોટો મોટો xxiv Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન થતો થતો મારાથી દૂર જવા લાગ્યો. તે ગોળો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે ને વધારે તેજસ્વી થતો ગયો, તે એટલે સુધી કે એ તેજ આપણાથી ખમી પણ ન શકાય. તે ગોળો વીશ ફૂટ દૂરની દિવાલ પર જઈ વિરમી ગયો. આ પ્રમાણે ચાર વખત થયું. અને સાથે સતત ધ્વનિ આવતો હતો કે, “જો આ આત્મા”, “જો આ આત્મા”. આ બધું શુ થાય છે તેની સમજ એ વખતે મને આવી નહિ. પણ પહેલી વખત અનુભવાતા આવા તેજના ગોળા, ધ્વનિ વગેરેનો મને ડર લાગ્યો. એટલે મેં પ્રભુને કહ્યું, “મને તો ડર લાગે છે. મારે આ નથી જોવું. તમે બધું જ ત્વરાથી શમાવી દ્યો.” આ વિનંતિ કરતાંની સાથે બધું જ અદૃશ્ય થઈ ગયું. મારું મન અતિશય શાંત થઈ ગયું. આમ થોડીવાર રહ્યા પછી બીજો ધ્વનિ સંભળાયો, “તારે આ સ્મરણ અને રટણ છોડી દેવાનાં નથી. સતત ચાલુ રાખવાનાં છે.” મેં જણાવ્યું, “મારે તો M.A.ની પરીક્ષા માટે ઘણું બધું વાંચવાનું છે તો આ કઈ રીતે કરી શકીશ ?” “પ્રયત્ન કરીશ તો બંને સાથે થઈ શકશે. બંને જરૂરી છે.” “પ્રભુ! હું પ્રયત્ન કરીશ.” આમ જણાવી હું સૂઈ ગઈ. રાતનાં સ્મરાણાદિ ચાલુ હતાં. સવારે ઊઠી તો સ્મરણ તથા પ્રાર્થના કરતા રહેવાનો આદેશ ફરીથી આવવા લાગ્યો. આ સાંભળતા વાંચતાં વાંચતાં સ્મરણ કરતા રહેવાનો પુરુષાર્થ શરૂ કર્યો. અંતરંગમાં યુધ્ધ ચાલતું હતું, વાંચવું કે માત્ર સ્મરણ કરવું, એ દ્વિધા જોરદાર હતી. તે રાત્રે પણ આ બંને સાથે કેવી રીતે કરવાં તેની વિચારણા પ્રભુ સાથે અડધા પોણા કલાક સુધી ચાલી. સ્મરણાદિમાં વાંચન કરતાં રહેવાનો બોધ જોરદાર હતો. મારાં મનનું અમુક અંશે સમાધાન થયું, અને પછીનાં દિવસથી બંને કાર્યો મેં વારાફરતી કરવા માંડયાં. આત્માનુભવનો આનંદ લેતાં લેતાં અભ્યાસની ક્રિયા પણ થવા લાગી. આમ ભવભ્રમણ તોડવાની પરીક્ષામાં XXV Page #27 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રભુએ મને પાસ કરાવી, સાથે સાથે એમ.એ. ની પરીક્ષા માટે પણ પૂરતું વાંચન કરાવી, તેમાં પણ સફળતા અપાવી હતી. આ વખતે મને જે છૂટવાની તાલાવેલી લાગી હતી, તેના અનુસંધાનમાં મારાથી જે પુરુષાર્થ થયો, તેનાથી ઉત્તમ સફળપણું મને પ્રાપ્ત થયું. મને રોજિંદા જીવનમાં લગભગ એક મહિના સુધી શું કરવું અને શું ન કરવું તેની જાણકારી ધ્વનિથી મળ્યા કરતી હતી. આ અનુભવથી મોક્ષમાર્ગમાં યથાર્થતાએ ચાલવા માટે ક્યા ગુણો કેળવવા જોઈએ અને કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ તેનાં બીજ મારામાં રોપાયાં, જે આજ સુધી ફુલતાં ફાલતાં રહ્યાં છે. જેના પરિણામે શ્રી પ્રભુની અસીમ કૃપાથી ‘શ્રી કેવળીપ્રભુનો સાથ” ગ્રંથના પાંચ ભાગનું સર્જન શક્ય બન્યું છે. શ્રી કેવળીપ્રભુનો સાથ' ભાગ પાંચમાનું સર્જન કરવામાં પહેલા ચાર ભાગની જેમ જ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય મને ઉત્તમ રીતે પ્રાપ્ત થઈ છે તે આ ભાગ વાંચતા જરૂરથી જણાશે. આથી તેમનો ઉપકાર શબ્દથી માનવો કોઈ પણ રીતે શક્ય જણાતું નથી, તેથી બે હાથ જોડી, મસ્તક નમાવી, પંચાગી નમસ્કાર કરી તેમનો આભાર માનું છું. વળી, ભાવિના લખાણ માટે મને આવો અને ચડતા ક્રમનો સાથ મળતો રહે એવી નમ્ર વિનંતિ શ્રી પ્રભુને હૃદયથી કરું છું. સાથે સાથે તેમના પ્રતિનું મારું આજ્ઞાધીનપણું નિયમિતપણે વૃદ્ધિ પામતું જાય એ જ મારી શ્રી પ્રભુને પ્રાર્થના છે. શ્રી પ્રભુની ઇચ્છાથી અને આજ્ઞાથી, મેં વિચારેલું આત્માની સિદ્ધિ'નું પ્રકરણ અહીં સમાવવાનું છોડી દીધું છે. તો વાચકો મને દરગુજર કરશો. અહીં સુધીનું સર્વ લખાણ કરવામાં મને સીધો તથા આડકતરો સાથ ચિ. નેહલ વોરા, ચિ. પ્રકાશ, અમી, ભા.અજીતભાઈ, નલીનીબેન, શ્રી કિશોરભાઈ, રેણુબહેન આદિ સ્વજનો તરફથી મળતો રહ્યો છે. સાથ આપવા બદલ તેમનો આભાર માનું છું. વળી, આ ગ્રંથના કંપોઝીંગ આદિમાં મને મારી xxvi Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ભાણેજ ચિ. અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોર તરફથી ઉત્તમ સહાય મળી છે. કેટલેક અંશે મારી ભત્રીજી ચિ. સેજલે પણ સાથ આપ્યો છે. તેની સાથે સાથે ગ્રંથને સુંદર છપાઈ તથા બાઈન્ડીંગ દ્વારા આકર્ષક બનાવવામાં મારાં સ્વજન શ્રી અરુણભાઈ તથા સુધાબહેનની મહેનત પણ નોંધનીય છે. આ ઉપરાંત વગર માગ્યે વિવિધ રીતે સહાય કરનાર સર્વ આપ્તજનોને કેમ ભૂલાય! આમ ગ્રંથનાં પ્રકાશનમાં વિવિધ પ્રકારે સહાય કરનારા તમામ બંધુવર્ગને શ્રી પ્રભુ પરમ કૃપા કરી કલ્યાણમાર્ગમાં આત્માર્થે આગળ વધારે એ જ મારી શ્રી પ્રભુને પ્રાર્થના છે. રચાયેલા આ પાંચે ભાગમાં કેટલીયે જગ્યાએ વાચકને પુનરુક્તિદોષ જોવામાં આવશે, એક જ વિષયના જુદા જુદા મુદ્દા, જુદા જુદા પ્રકરણોમાં ચર્ચાયેલા મળશે, વગેરે જણાતા દોષ માટે ક્ષમા ચાહું છું. પણ પ્રભુની દૃષ્ટિએ એ યોગ્ય લાગ્યું હશે, તેથી તેમ કરવા પ્રેરાઈ છું. પ્રભુકૃપા બળ ઔર છે. આ ગ્રંથ મોક્ષમાર્ગમાં ત્વરાથી ચાલવા ઉપકારી થાય એ ભાવના સાથે આપના કરકમળમાં મૂકવા ઇચ્છું છું. ૐ શાંતિઃ મુંબઈ તા. ૧૬ એપ્રિલ ૨૦૧૧, શનિવાર ચૈત્ર સુદ ૧૩, ૨૦૬૭ મહાવીર જયંતિ મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા. Xxvii Page #29 -------------------------------------------------------------------------- ________________ जातिं च वुद्धिं च इहज्ज पास, भूतेहि जाणे पडिलेह सातं; तम्हा तिविज्जो परमंति णय्या, संमत्तदंसी ण करेति पावं ।। હે આર્ય! આ સંસારમાં જન્મ અને જરાનાં દુ:ખોને જો! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ. જેમ તને સુખ પ્રિય છે તથા દુ:ખ અપ્રિય છે; તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે એવો વિચાર કરી તારું પોતાનું વર્તન સુધાર! એવા પરમ કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતો નથી. – આચારાંગ સૂત્ર અધ્યયન ૩, ઉદ્દેશ ૨ (૧૭૯) Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા શ્રી મહાવીતરાગ ધર્મમાં વીતરાગી જ્ઞાતાદ્રષ્ટા તથા ક્ષાયિક ચારિત્રમાં વેદકપણું વેદનાર એવા શ્રી અરિહંત કેવળીપ્રભુના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદન તથા સમય સમયના નમસ્કાર સાથે એમના આજ્ઞામય પુગલની પ્રાપ્તિની પૂર્ણતા પામવા માટે પ્રાર્થના કરીએ છીએ. પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં જ્યારે જ્યારે જેટલા કાળ માટે જીવ રહે છે ત્યારે ત્યારે તેટલા કાળમાં તેની આત્માર્થે પ્રગતિ થાય છે. આ કાર્યની શરૂઆત જીવ નિત્યનિગોદમાંથી કરે છે, તે જીવ જ્યારે શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણક વખતે તેમની આજ્ઞામાં જાય છે ત્યારે રુચક પ્રદેશની પ્રાપ્તિ કરતો જાય છે, અને સિધ્ધ થતા પ્રભુની આજ્ઞામાં આવી પોતાનો આઠમો રુચક પ્રદેશ મેળવી, પૃથ્વીકાય રૂપે સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. એ પ્રત્યેક પ્રસંગે તે જીવ માત્ર એક જ સમય માટે આજ્ઞાધીન બને છે, બાકીનો સર્વકાળ સ્વચ્છેદથી પસાર કરે છે. એ જ રીતે તે આજ્ઞાધીન બની એકેંદ્રિયપણે પાંચે એકેંદ્રિયમાંથી પસાર થઈ બે ઇન્દ્રિય થાય છે. તેમાંથી આજ્ઞાધીનપણું વધારી ત્રણ, ચાર અને સંજ્ઞીપંચેન્દ્રિય સુધી વિકસે છે. સંજ્ઞી થતાં તે જીવ મોટે ભાગે વિશેષ સ્વચ્છંદી બની અમુક કાળ પછી ફરીથી અસંજ્ઞી થઈ, નીચે ઊતરી જાય છે. ફરીથી આજ્ઞાધીન થાય ત્યારે તે વિકાસ કરે છે. આમ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે પ્રસરાવેલા કલ્યાણભાવને વ્યવહાર સ્વીકારી જીવ સંસારની એકથી પાંચ ઇન્દ્રિય સુધીની દશાને ભોગવતો રહે છે, અને શ્રી પ્રભુના આત્માર્થ પ્રસરાવેલા કલ્યાણભાવનો દુરુપયોગ કરી તે જીવ સંસારમાં ભમતો રહે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આમ ભમતાં ભમતાં મહા બળવાન પુણ્યયોગે સંજ્ઞીપંચેન્દ્રિયરૂપે તે શ્રી તીર્થકર પ્રભુની દેશનામાં આત્માર્થે આજ્ઞાધીન થઈ અંતવૃત્તિસ્પર્શ પામે છે. અને એક સમય માટે તે શ્રી પ્રભુના સાથથી મિથ્યાત્વના ઉદયને તથા બંધનને છેદી, સર્વકાળ માટેનું અભવિપણું ટાળે છે. આ પ્રસંગથી જીવ આત્માર્થે આજ્ઞાધીન થવાની શરૂઆત કરે છે. તે પછીથી એક સમયનું આજ્ઞાધીનપણું વધારી આઠ સમય સુધી આજ્ઞાધીન રહી નિશ્ચયથી વ્યવહાર સમકિત પ્રાપ્ત કરે છે. ત્યાંથી પ્રગતિ કરી જીવ આઠ કેવળીગમ્ય પ્રદેશ પ્રાપ્ત કરી ઉપશમ સમકિત સુધી વિકાસ કરે છે. અને ત્યારથી તે જીવ સભાનપણે શ્રી પ્રભુની અને શ્રી સદગુરુની આજ્ઞામાં રહેવાની મહત્તા સમજતાં શીખે છે. આ સમજણનો સદુપયોગ કરી ક્ષયોપશમ સમકિત અર્થાત્ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ દશા સુધી જેટલા કાળ માટે તે જીવ દેહથી ભિન્નતા અનુભવે છે તેટલા કાળ માટે આજ્ઞામાં રહે છે, અને બાકીના કાળમાં તેનાં મન, વચન તથા કાયા સ્વચ્છેદથી વર્તતાં રહે છે. વળી એ આજ્ઞાધીનપણામાં તેનાં મન, વચન અને કાયા સમગ્રપણે આજ્ઞાધીન હોતાં નથી, ત્રણમાંથી એક આજ્ઞાધીન અને બાકીનાં બે સ્વચ્છંદે ચાલતા હોય છે, એટલે એ દશાને આજ્ઞાસિદ્ધિ કહેવામાં આવતી નથી. ક્ષયોપશમ સમકિતથી પ્રગતિ કરી જીવ ક્ષાયિક સમકિત મેળવવા ભાગ્યશાળી થાય છે ત્યારે તે જીવનું આજ્ઞાધીનપણું વિશેષતા પામે છે, અર્થાત્ જે યોગ આજ્ઞાધીન બને તેનું ઊંડાણ વિશેષ રહે છે, અને બાકીના બે યોગનો સ્વછંદ થોડો અલ્પ થાય છે. આજ્ઞાપાલનની મહત્તા શ્રી ગુરુ પાસેથી સભાનપણે સમજમાં આવી હોવાથી તે જીવનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ ક્ષાયિક સમકિત મેળવ્યા પછી વધતો જાય છે. અને ત્રણ યોગમાંથી કોઈ બે યોગને તે જીવ શ્રી પ્રભુની અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં થોડા કાળ માટે રાખવા ભાગ્યશાળી થાય છે, આ દશા તે જીવનું પાંચમું ગુણસ્થાન. તે ગુણસ્થાને વચ્ચે વચ્ચે તેના ત્રણે યોગ સ્વચ્છેદે વર્તે એમ પણ બને, એક યોગ આજ્ઞાધીન અને બે યોગ સ્વચ્છેદે વર્તે એમ પણ રહે. પરંતુ આ દશાએ ત્રણે યોગ આજ્ઞાધીન બનતા નથી, તેથી તે દશાને આજ્ઞાપાલન માટે યોગ્ય ગણવામાં આવતી નથી. અને એથી આત્માર્થે વિકાસ કરવો વિશેષ અનિવાર્ય બને છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા સત્સંગના આધારથી જીવનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ વધતો જાય છે, અને સફળતા મળતાં એક સમય એવો આવે છે કે જે સમયે તેનાં મન, વચન અને કાયા ત્રણે એક સાથે શ્રી પ્રભુને આધીન થાય છે. અને ત્યાર પછી ક્ષાયિક સમકિતીને ક્યારેય એવો સમય આવતો નથી કે જ્યારે ત્રણે સ્વચ્છંદી બને. જીવનમાં પુરુષાર્થ પ્રમાણે એક યોગ, બે યોગ કે ત્રણે યોગ શ્રી પ્રભુ અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં જ પ્રવર્તે છે. અને આ યોગનું આજ્ઞાધીનપણું સતત ફેરફાર પામતું રહેતું હોવાથી, તથા મુખ્યતાએ કોઈને કોઈ યોગ સ્વચ્છેદે વર્તતો હોવાથી આ છઠ્ઠ ગુણસ્થાન પ્રમત્ત (પ્રમાદી) ગુણસ્થાન કહેવાય છે. તેમાં મન, વચન તથા કાયાનું એકપણું – આજ્ઞાધીનપણું એક સમયથી વધારે સમય માટે ટકતું નથી. તેમ છતાં એક યોગ તો આજ્ઞામાં જ પ્રવર્તતો હોવાથી આ ગુણસ્થાનથી પરમાર્થે આજ્ઞા માર્ગની શરૂઆત થઈ કહેવાય છે. - શ્રી પ્રભુના સાથથી અને પોતાના પુરુષાર્થથી જીવ જ્યારે મન, વચન તથા કાયાનું આજ્ઞાધીનપણું એક સમયથી વધારે સમય માટે રાખી શકે છે ત્યારે તેણે સાતમા ગુણસ્થાનનો અર્થાત્ મન, વચન, કાયાની એકતાનો અનુભવ કર્યો એમ કહેવાય છે. અને તે વખતે ત્રણમાંથી એક પણ યોગ સ્વચ્છેદે વર્તતો ન હોવાથી તેને અપ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. જ્યારે ત્રણમાંથી કોઈ એક યોગ સ્વછંદી થાય છે ત્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને ઊતરી આવે છે. સાતમા ગુણસ્થાને આજ્ઞાધીનપણાનો સમય ક્રમે ક્રમે વધતો જાય છે, આમ જીવ સન્માર્ગે પુરુષાર્થી બની આજ્ઞામાર્ગની ઊંડાણભરી સમજણ અને ઉપયોગ કરી આત્મશુદ્ધિ કરે છે. - આ આજ્ઞામાર્ગની પૂર્ણતા એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ. આમ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતા. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે. પૂર્ણ આજ્ઞાસિદ્ધિમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞાભરિત તપનું યોગ્ય સમતોલન રહેલું છે, તેથી તેમાં આજ્ઞારૂપી ધર્મથી ઉપજતો મહાસંવર અને આજ્ઞારૂપી તપથી Page #33 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉપજતા મહાસંવરની મહાસંવરતા અનુભવાય છે. આમાં આજ્ઞારૂપી ધર્મનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરા આજ્ઞારૂપી તપનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરાને બોધ આપી માર્ગ બનાવે છે. એ જ પ્રમાણે આજ્ઞારૂપી તપનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરા આજ્ઞારૂપી ધર્મનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરાને ગતિ આપે છે. આ પ્રતિકરૂપ અન્યોન્ય સંબંધના કારણે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એકબીજામાં એવાં એકમેક થઈ જાય છે કે તે બંનેને એ દશાએ છૂટાં પાડવા તે દુષ્કરથી લઈને અસંભવ થઈ જાય છે. આ અન્યોન્ય સંબંધથી જીવને એક અપૂર્વ કવચની પ્રાપ્તિ થાય છે. પરિણામે આજ્ઞારૂપી ધર્મ સ્વસ્વરૂપને માણવાનો લોભ કરાવે છે, તે જ સમયે આજ્ઞારૂપી તપ એનાથી ઉપજતાં મોહ તથા સુખબુદ્ધિને પરિપૂર્ણ કલ્યાણમય વીતરાગતામાં પલટાવે છે. આ વીતરાગતા એક અતિ સૂક્ષ્મ અપેક્ષાએ સ્વભાવની પ્રાપ્તિ કરાવનાર તટસ્થભાવ છે. આ ભાવ જો અમુક કાળ સુધી ન રહે તો જીવાત્મા જ્યારે સિધ્ધ થાય છે ત્યારે સિધ્ધભૂમિમાં અડોલ કલંકરહિત સ્થિતિ નથી પામી શકતો. આનું કારણ એ છે કે વિતરાગતામય આજ્ઞારૂપી તપ એ સ્વભાવ માણવારૂપ આજ્ઞારૂપી ધર્મ કરતાં નકારાત્મક વલણ છે. નકારાત્મક વલણથી આત્મા અડોલ સ્થિતિ ન પામતાં પદાર્થ, વસ્તુ, પંચાસ્તિકાય કે ભાવ પ્રતિ નકાર વેદી શકે છે. એ જ રીતે તે સ્વભાવને માણવારૂપ આજ્ઞારૂપી ધર્મમાં પદાર્થ, વસ્તુ, પંચાસ્તિકાય કે ભાવ પ્રતિ હકાર વેદી શકે છે. જો અડોલ, અકંપ કલંકરહિત સ્થિતિ જોઇતી હોય તો નકારને હકારથી હણવાનો છે અને હકારને નકારથી હણવાનો છે. આ પ્રક્રિયા જો આત્મામાં દરેક સમયે ઉત્કૃષ્ટપણે થયા જ કરતી હોય તો એ આત્મા પરમાત્મારૂપે ચેતન હોવા છતાં, પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિને પામી, અનંતકાળ સુધી એ જ દશાનો કર્તા તથા ભોક્તા બની, પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાસિદ્ધિને અનુભવે છે. બીજી રીતે વિચારીએ તો, જે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ છે તેનાથી ઉપજતા લોભ તથા મોહ કેવી રીતે હણાય છે તે જણાય છે. શ્રી દેવેશ્વર પ્રભુની ઉત્તમ, ગંભીર, અનંત ભેદથી ભરેલી કલ્યાણમય વાણી, ભાવિ નયગમનયથી શબ્દદેહ પામી ખુલાસો આપે છે, કે પૂર્ણ આજ્ઞાસિદ્ધિના મોહ તથા લોભને તેઓ પૂર્ણ કલંકરહિત અડોલ દશાના વેદનથી ઉપજવા દેતા નથી. જે જીવને પૂર્ણતા પામવી છે તેણે હકારાત્મક તથા નકારાત્મક Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા બળથી બંનેના પ્રત્યાઘાતને હણી અડોલ તથા અકંપ બનવાનું છે. આ અતિગૂઢ રહસ્ય શ્રી પ્રભુએ પાંચ મહાવ્રતમાં સમાવ્યું છે. અહિંસા (નકારાત્મક), સત્ય (હકારાત્મક), અચૌર્ય (નકારાત્મક), બ્રહ્મચર્ય (હકારાત્મક) અને અપરિગ્રહ(નકારાત્મક). આ પાંચે મહાવ્રતનો ઊંડાણથી અભ્યાસ કરતાં લક્ષ થાય છે કે આ સર્વ મહાવ્રતનું સૂક્ષ્મ ગૂઢ રહસ્ય સાથે પાલન કરવાથી, જીવ પૂર્ણઆજ્ઞાસિદ્ધિની સર્વોત્કૃષ્ટ શુદ્ધિને પામી, પૂર્ણ કલંકરહિત અડોલ દશાને મેળવી શકે છે. માટે જો આપણે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ તથા પૂર્ણ કલંકરહિત અડોલ દશાને આંબવું હોય તો પાંચ મહાવ્રતની ઊંડી સમજણ લેવી અનિવાર્ય બને છે. આ પાંચ મહાવ્રતનો વિસ્તાર એટલો ઊંડો અને વિશાળ છે કે સામાન્ય જીવને માટે એ સમજવું અતિ દુષ્કર અને અસંભવ જેવું છે. તેથી શ્રી પ્રભુએ આ પાંચ મહાવ્રતને સરળતાથી સમજાવવા આ પાંચે વ્રતને પાંચ વિભાગમાં સમજાવ્યા છેઃ સાધુસાધ્વીએ આચરવાના પાંચ મહાવ્રત, ઉપાધ્યાયજીએ આચરવાના પાંચ મહાવ્રત, આચાર્યજીએ આચરવાના પાંચ મહાવ્રત, અરિહંતે આચરેલાં પાંચ મહાવ્રત, તથા સિદ્ધ ભગવંતે આચરેલાં પાંચ મહાવ્રત. પાંચ મહાવ્રતમાં પહેલું વ્રત છે અહિંસા. હિંસાનો સ્થૂળ અર્થ છે પ્રાણાતિપાત અને સૂક્ષ્મ અર્થ છે અન્ય જીવની અંશે પણ દૂભવણી. તે અકાર્ય કરતાં અટકવું એટલે અહિંસા. જે જીવની જેટલી પાત્રતા હોય તે માત્રામાં તે અહિંસા જાળવી શકે છે. જેટલા પ્રમાણમાં જીવને સંસાર મોહ તથા સંસારની સુખબુદ્ધિ અલ્પ તેટલા પ્રમાણમાં તે અહિંસક રહી શકે છે. બીજું મહાવ્રત તે સત્ય. સત્યનો સ્થૂળ અર્થ છે જેમ જે જણાય કે દેખાય તે પ્રમાણે જણાવવું. અને સૂક્ષ્મ અર્થ છે સ્વપરના આત્માને કલ્યાણરૂપ હોય તે પ્રમાણે જણાવવું કે પ્રગટ કરવું કે આચરવું. જે જીવની સંસારની આસક્તિ અને સુખેચ્છા જેટલી ઓછી હોય તેટલા પ્રમાણમાં તે સત્યવ્રત આચરી શકે છે. સત્યવ્રત માત્ર વચનથી નહિ પણ મન, વચન તથા કાયા એ ત્રણે યોગથી આચરવાનું વ્રત છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ત્રીજું મહાવ્રત તે અચૌર્ય. ચોરી કરવી એનો સ્થૂળ અર્થ છે જે પોતાનું નથી તેવા પરના પદાર્થ આદિ છીનવી લેવા ગ્રહણ કરવા. અને તેનો સૂક્ષ્મ અર્થ છે જે આત્માનાં નથી એવાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મ પરમાણુઓને ગ્રહણ કરવાં. પરપદાર્થના ગ્રહણનો ત્યાગ એ અચૌર્ય. આ વ્રત જીવ પોતાની આત્મિક દશા અને પુરુષાર્થના આધારે પાળી શકે છે, તે માટે સંસારના મોહ તથા લોભનું ક્ષીણપણું એ અનિવાર્ય અંગ છે. ચોથું મહાવત એટલે બ્રહ્મચર્ય. આ વ્રતનો સ્થૂળ અર્થ છે પરસ્ત્રી, પરપદાર્થના સ્થળ ઉપભોગનો ત્યાગ. અને સૂક્ષ્મ અર્થ છે સ્વરૂપની લીનતા, જેમાં સર્વ પરપદાર્થથી અલિપ્તપણે જીવ અનુભવે છે. જીવને જેમ જેમ પોતાની સ્વરૂપને અનુભવવાની લગની વધતી જાય છે તેમ તેમ આ વ્રતનું શુધ્ધતાથી તે પાલન કરી શકે છે. જ્યાં પરપદાર્થનો ગમો કે અણગમો પ્રવર્તે છે ત્યાં તે બ્રહ્મચર્ય વ્રતથી શ્રુત થઈ, રાગદ્વેષને અનુભવી સંસાર ઉપાર્જ છે. પાંચમું મહાવત તે અપરિગ્રહ. જગતનાં કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે ભોગવવાની વૃત્તિ એટલે પરિઝહબુદ્ધિ. પરિગ્રહનો સ્થૂળ અર્થ છે જર, જવેરાત, ઘર, ફર્નિચર, ધન, ધાન્ય, પશુ, ચાકર આદિ પદાર્થનો સંગ્રહ કરવો અને તેનો સૂક્ષ્મ અર્થ એ, ઉપરના પદાર્થો વિશે સારાનરસા ભાવ કરી કર્મ પરમાણુઓનો આત્મા પર જથ્થો લાદવો. આ પ્રક્રિયાથી પર થવું એટલે અપરિગ્રહ વ્રત. જેમાં આંતરબાહ્ય નિર્ચથપણું આત્મા વેદે છે – આ પાંચ મહાવ્રત જીવ સન્માર્ગમાં છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી પોતપોતાની સમજ, ઇચ્છા અને શક્તિ અનુસાર પાળે છે. તેમાં મુખ્યત્વે બે વિભાગ પડે છે – ૧. એવા સન્માર્ગી જીવો કે જેઓ સિધ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામતા નથી. ૨. એવા સન્માર્ગી જીવો કે જેઓ સિધ્ધાવસ્થા પામ્યા પહેલાં જ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા જે જીવો આત્મશુદ્ધિ કરતાં કરતાં છબસ્થપણે જીવ સમસ્તના અમુક ભાગના જીવો માટે જ કલ્યાણભાવ વેદે છે, પણ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદી શકતા નથી એવા જીવો સિધ્ધ થાય ત્યારે જ પંચપરમેષ્ટિ પદમાં સમાવેશ પામે છે, કારણ કે તેમનો સર્વ જીવ માટેનો કલ્યાણભાવ ક્ષેપક શ્રેણિમાં જ ઉત્પન્ન થાય છે, અને તેરમા ગુણસ્થાનથી તેઓ પૂર્ણ વીતરાગ હોવાથી આ ભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચતો નથી. આવા આત્માઓ પરમેષ્ટિપદમાં છબસ્થપણે આવતા નથી. પરંતુ જે છબસ્થ જીવો છદ્મસ્થપણામાં જ જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદે છે તેઓ પંચપરમેષ્ટિ પદમાં સિધ્ધાવસ્થા ઉપરાંત પણ સ્થાન પામે છે. આવા જીવો પંચપરમેષ્ટિ કહેવાય છે. તેઓ જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ કઈ દશાએ અને ક્યા આચાર સાથે વેદે છે તેના આધારે તેમનું સ્થાન નક્કી થાય છે. ઉદા. સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય અને તીર્થકર. જેઓ પોતાનો વિનયગુણ કેળવી, સ્વકલ્યાણને મહત્ત્વ આપી, પાંચ મહાવ્રતના પાલનમાં જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ કેળવે છે તેઓ સાધુસાધ્વીજીની કક્ષાના પરમેષ્ટિ થાય છે. જેઓ સ્વકલ્યાણને ગૌણ કરી, પરના કલ્યાણની મહત્તા રાખી પાંચ મહાવ્રતના પાલનમાં જીવ સમસ્તના કલ્યાણ માટે ભાવ વધારી, પ્રભુનો બોધ સહુને પહોંચાડવાનો પુરુષાર્થ આદરે છે તેઓ શ્રી ઉપાધ્યાયજીની કક્ષાના પરમેષ્ટિ ગણાય છે. વળી, જેઓ સ્વાર કલ્યાણને એકસરખું મહત્ત્વ આપી, આચાર વિશુદ્ધિને મુખ્યતાએ રાખી, પંચમહાવ્રતના પાલનની ઉત્કૃષ્ટતા સાથે જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદે છે તેઓ આચાર્યની કોટિના પરમેષ્ટિ થાય છે. આચાર્યમાં બે વિભાગ પડે છે – ગણધર અને અન્ય આચાર્ય. ગણધરજીનો કલ્યાણભાવ લાંબા ગાળાનો, વિશેષ ઊંડો અને ઘેરો હોય છે. તેમનાં આ પદનો નિશ્ચય તેમનાં પરિભ્રમણની શરૂઆતમાં જ થઈ જાય છે, કારણ કે ગણધરનાં નિમિત્તથી જે જીવ નિત્ય નિગોદમાંથી નીકળે છે તે નિયમપૂર્વક ગણધર થાય છે. બાકીના ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી પરત્વે આવો કોઈ નિયમ નથી. જે જીવ પ્રભુના ભાવથી પ્રેરાઈ જીવ સમસ્તના કલ્યાણભાવ જે કક્ષાએ જે ચારિત્ર સાથે Page #37 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વેદે છે તેના અનુસંધાનમાં તે પદ પામે છે. ઉદા. આચાર્યની કક્ષાએ પહોંચ્યા પછી જીવ આ ભાવ વેદે તો આચાર્યપદ આવે. સાધુસાધ્વી રૂપે આ ભાવ વેદે તો સાધુસાધ્વીનું પદ પામે ઇત્યાદિ. આ સર્વના કલ્યાણભાવ સ્વયંભૂ હોતા નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુના આધારે કેળવાયેલા હોય છે. શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવ સ્વયંભૂ હોય છે. તેમનું પદ પણ નિત્યનિગોદમાંથી નીકળતી વખતે જ નક્કી થયું હોય છે, કારણ કે તેઓ સિધ્ધ થતા તીર્થકરના નિમિત્તથી બહાર આવે છે. તેમનો આત્મા ઘણા ભવ સુધી કલ્યાણભાવ વેદી, પૂર્વના ભવમાં ઉત્કૃષ્ટ ચારિત્ર સાથે આ પદ નિકાચીત કરે છે. આમ જે કક્ષાના ચારિત્ર પર રહીને જીવ કલ્યાણભાવને ઉત્કૃષ્ટપણે વેદી નિકાચીત કરે છે તે દશાના પરમેષ્ટિ પદને તે પામે છે. દરેક કક્ષાએ કલ્યાણભાવનો પ્રકાર અને ચારિત્રની ખીલવણી જુદા પ્રકારની હોય છે, આથી કેટલીકવાર એવું પણ બને છે કે જીવ એક કરતાં વધારે પદને સ્પશીને પરમેષ્ટિ પદ નિકાચીત કરે છે. ઉદા. કોઈ તીર્થકર પ્રભુ સાધુ સાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય તથા ગણધર પદને સ્પર્યા પછી, તેની માત્રાનો કલ્યાણભાવ વેદ્યા પછી તીર્થકર નામકર્મ ઉપાર્જે છે. અન્ય પરમેષ્ટિમાં પણ આમ બની શકે, ત્યાં જે ઉત્તમ હોય તે પદવી પામે. શ્રી તીર્થંકર પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી કલ્યાણમાર્ગ પ્રવર્તાવે છે, અને અન્ય પરમેષ્ટિ એ માર્ગનો ફેલાવો કરે છે. તેમાં ધર્મનું સનાતનપણું તથા મંગલપણું જળવાઈ રહે એવો પુરુષાર્થ હોય છે. પરમાર્થ પ્રાપ્તિ માટે જે માર્ગ શ્રી જિન વીતરાગે પ્રરૂપ્યો છે તે છે ઇચ્છાગત પ્રાપ્તિનો માર્ગ. આ પરમાર્થ માર્ગની પ્રાપ્તિ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ થાય છે. એમાં પણ મુખ્યતાએ કર્મભૂમિના મનુષ્યને જ એ માર્ગની પ્રાપ્તિ અને ઊંચો વિકાસ સંભવે છે. આ માર્ગ મેળવવા માટે જે પાત્રતા જોઈએ છે તે છે સંજ્ઞાની આવશ્યકતા અને માર્ગ મેળવવાની ઇચ્છા. સંજ્ઞાના માધ્યમથી જીવ સારાનરસાની પરખ કરી શકે છે, ભૂત તથા ભાવિની વિચારણા કરી શકે છે, અને સંજ્ઞાની સહાયથી જીવમાં સ્વતંત્રતા આવે છે. મળેલી Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સ્વતંત્રતાનો ઉપયોગ કરી, જીવ ધારે તો ઉત્તમ નિમિત્તનાં સાનિધ્યનો રાગી બની, ઇચ્છાનાં માધ્યમથી પુરુષાર્થી બની, સનાતન પરમાર્થ માર્ગનાં પેટાળમાં રહેલાં સર્વકાલીન સાદિ અનંત સુખનાં ભેદ રહસ્ય સુધી પહોંચી શકે છે. આ ઇચ્છામાં ત્રણ ક્રિયા સમાય છે – શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમ. શ્રી પ્રભુ આ ત્રણ ભાગની આપણને સમજ આપે છે. ઇચ્છા એ નિશ્ચયનયથી લોભ છે. પરમાર્થ સિદ્ધિ માટે જીવે લોભના સાધન દ્વારા શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમને પામવાના છે. ચતુરંગીયના મનુષ્યત્વ પછીના આ ત્રણ ભાગને ઉત્તરોત્તર દુષ્કર ગણાવી, તેને ઇચ્છામાં સમાવી, શ્રી પ્રભુ એને પામવાનો ઉત્તમ માર્ગ ગુપ્ત ભેદ જણાવી ખુલ્લો કરે છે. યાચના તથા પ્રાર્થના દ્વારા લોભરૂપ ઇચ્છાના સાધનથી આ ત્રણેની પ્રાપ્તિ અતિ સુલભ તથા સુગમ બને છે. યાચના તથા પ્રાર્થનાની સહાયથી જીવ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં શુધ્ધ પરમાણુઓને આકર્ષી પોતા તરફ પ્રગતિ કરાવી શકે છે. આ શુધ્ધ પરમાણુઓને પોતા તરફ આવવા આમંત્રણ આપી જીવ પોતાનાં ઘણાં અંતરાયકર્મનો ક્ષય સહજતાએ કરતો જાય છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં આ પ્રક્રિયા ગુપ્તતાએ મૂકાયેલી આપણને જોવા મળે છે – “હે સ્વામી! આપ હૃદય વિશે, આવો તદા પ્રાણી તણાં, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગતમાં.” આમ અંતરાયકર્મ તૂટતાં જીવમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનું વીર્ય વહે છે. તે વીર્ય જીવને અપૂર્વ પરમાર્થ સિદ્ધિ મેળવવા પ્રેરણા આપે છે. કોઈ પણ વ્યક્તિગત વીર્ય કરતાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ્વતંત્ર છતાં પાંચ સમવાયની સર્વ અપેક્ષાને જાળવતું એવું શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું વીર્ય ઉત્તમ છે. આ વીર્યમાં સર્વ કક્ષા, સર્વ ભાવ તથા સર્વ તીવ્રતાને સાથ આપે એવો ઉત્તમ પદાર્થ રહેલો છે. આ બધી જ અપેક્ષાઓને પૂરી કરનાર ઉત્તમ પરમાણુઓ આ લોકમાં ઠામ ઠામ પડયા છે. આવા ઉત્તમ પરમાણુરૂપ પુદ્ગલને શ્રી અરિહંત આદિ પરમેષ્ટિ રહી રહીને પોતામાં જડે છે. આવા પરમ પરમેષ્ટિ ભગવંતને વંદના, પ્રાર્થના, યાચના કરી, એમને પ્રસન્ન કરીને, જીવ જો એ વીર્યને પોતા તરફ વહેવડાવવા ધોરી માર્ગ નિર્માણ કરે છે; તો એ Page #39 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવને પ્રભુજીનું અપૂર્વ, અતિ દુર્લભ તથા અનન્ય શરણું મળે છે. પરિણામે કર્મ સામે તેની જીત નિશ્ચિત થાય છે. લીધું જેણે શરણ તુજ તો, હાર હોય જ શાની?” આ કથન વિચારતાં સમજાશે કે સંજ્ઞા તથા ઇચ્છાની સહાયતાથી જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ કેટલી સુગમ તથા સુલભ બને છે. આ સુલભતામાં જવા માટે શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે – “હે જીવ! તું જાગ. સમય વ્યર્થ જવા ન દે, કારણ કે આ અપૂર્વ લાભને સફળ કરનારું પાંચ સમવાયનું સંમેલન તો સાદિ સાંત છે. આવી સાદિસાંત સ્થિતિને સાદિ અનંત કરવાનો તારો પુરુષાર્થ એ જ તારી ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંક રહિત અડોલ દશા'. જ્ઞાનીઓ આ લાભની અપૂર્ણતા દર્શાવવા પોકારી પોકારીને કહે છે કે “લો! આ અપૂર્વ લાભ આવિયો હું પામી છું ખૂબ મારા વીતરાગીનું હેત રે, તમે તે પામીને છૂટો એ મારી મહેચ્છા રે માટે હે મૂઢ! તું જાગ! ઘણા ઘણા સપુરુષોના અપૂર્વ ઉપકારથી તને જે સંજ્ઞા મળી છે, તે સંજ્ઞાદાનનો સ્વપરકલ્યાણના પુરુષાર્થમાં ઉપયોગ કરી, તે લીધેલાં ઋણને અભયદાનનાં રૂપમાં સ્વાર માટે પરિણમાવ. આમ કરવું એ જ તારો સનાતન ધર્મ છે. તે સનાતન ધર્મને આજ્ઞારૂપી સાગરના ગંભીર સ્વભાવમાં ઝીલ. તે ઝીલવાથી તને સ્વભાવનું સુખ મળશે, શાંતિ મળશે તથા સંતોષ મળશે. આ વાત સત્ય છે, ત્રણે કાળ માટે અનુભવથી નીતરતી છે. માટે હે જીવ! તું તારા કર્મબંધનનાં પાંચ કારણોને આજ્ઞારૂપી સાગરમાં ઓગાળી નાખ, અને સ્વરૂપ સિદ્ધિના આ અપૂર્વ તથા ગંભીર માર્ગને સમજી, તેનું આરાધન કર.” ૧૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા શ્રી પ્રભુના આ અપૂર્વ બોધમાં કલ્યાણથી નીતરતા આજ્ઞામાર્ગ પ્રેરિત મહાઆશ્રવ તથા મહાસંવરમાર્ગનું નિરૂપણ થાય છે. શ્રી જિનપ્રભુ આના ભેદ રહસ્યને આજ્ઞામાં રહેતા જીવોના હિતને અર્થે ખૂલ્લાં કરે છે. લોભ કષાય આ સંસારની જનની છે. લોભમાં જીવ અનાદિ કાળથી ડૂબેલો પડ્યો છે. અનંત પ્રકારે દુઃખ ભોગવવા છતાં જીવ લોભનો ત્યાગ કરી શકતો નથી. લોભરૂપ આ દુર્ગુણને શ્રી જિનપ્રભુ આજ્ઞાપથનો પાયો બનાવે છે. તેનાથી જીવ અનાદિકાળની કુટેવને સંસાર છેદનના ઘૂંટણમાં ફેરવે છે. શ્રી પ્રભુ જીવને સંજ્ઞાનું દાન આપી, વિચક્ષણ બુદ્ધિ અને ધર્મનાં સાધન દ્વારા ભાવિસુખનું પાન કરવા શ્રુત રૂપે બોધે છે. સાથે સાથે અનાદિકાળથી ચાલતી આવેલી સંસારદુ:ખની પરંપરાનું પ્રત્યક્ષપણું પણ કરાવે છે. તેમની આ વાણી ખૂબ આકર્ષક અને અસરકારક હોય છે; કારણ કે તેઓ વર્તમાનમાં ધર્મસુખનાં સ્વસંવેદનના અનુભવમાં વર્તતા હોય છે. આ વાણી સાંભળનારાઓમાં જે જીવની સંજ્ઞા સ્વકલ્યાણ સન્મુખ થઈ હોય છે, તે જીવ સંજ્ઞાની શક્તિથી લોભરૂપ કષાયને લોભગુણમાં પરિણમાવે છે. આ લોભગુણના આધારથી જીવ, સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખનાં વેદન માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની એવા સંસારનો નકાર વેદે છે. આગળ વધતાં આ પુરુષાર્થમાં સંસારનો નકાર વધતો જાય છે, સાથે સાથે સંજ્ઞાના પ્રભાવથી તેની તીવ્રતા પણ વધે છે. વિચારતાં નવાઈ લાગે કે આવા વિરોધી ભાવની તીવતા જીવમાં એક સાથે કેવી રીતે પ્રવર્તી શકે ? એ માટે શ્રી પ્રભુ સમજાવે છે કે પોતામાં પ્રવર્તતા માયાકપટના દોષને જીવ માયાગુણમાં પલટાવે છે. કોઈ અપેક્ષાએ તે જીવ માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. આ ક્રિયા સમજાતાં સ્પષ્ટ થાય છે કે જીવ મહાઆશ્રવ તથા મહાસંવરના માર્ગને કઈ રીતે એક સાથે આદરી શકે છે. મહાઆશ્રવના માર્ગથી જીવ ગુણોની વૃદ્ધિ કરતો જાય છે, અને મહાસંવરના માર્ગથી Page #41 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પોતાના દોષો ઘટાડતો જાય છે. પરિણામે તેને અપૂર્વ શાંતિ તથા સુખનું વેદન થાય છે જે પૂર્વનાં સુખશાંતિનાં વેદન કરતાં ઘણું વિશેષ હોય છે. તેનું કારણ છે ગુણોની વૃદ્ધિ અને દોષોની હાનિ. આ માર્ગમાં સતત અડગ રહેવા માટે જીવે માન કષાયને માનગુણમાં રૂપાંતરિત કરવો પડે છે. જીવને શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. “આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સદ્ગુરુજીની શાન.” આ પ્રમાણે શ્રી પ્રભુ જીવના માન કષાયને માન ગુણમાં ફેરવાવી તેની પૂર્ણ આજ્ઞાસિદ્ધિ મેળવવાની પાત્રતામાં વધારો કરાવે છે. જેમ જેમ આ ગુણો વધતા જાય છે, તેમ તેમ જીવ વધારે તીક્ષ્ણ ઉપયોગ સાથે વર્તન કરતો થાય છે. અર્થાત્ તે વધારે ને વધારે વ્યવહાર શુદ્ધિ તથા પરમાર્થ શુદ્ધિને વધારવા પુરુષાર્થી બને છે. યોગ્ય ઝીણવટ કેળવી વર્તન સુધારતો જાય છે, એટલું જ નહિ તેમાં દોષ ચલાવી લેવાની વૃત્તિ ફગાવતો જાય છે અર્થાત્ તે વધુને વધુ કડક નિયમપાલન કરતો થાય છે. આ ક્રિયા વિચારતાં ક્રોધ કષાય કેવી રીતે ક્રોધ ગુણમાં રૂપાંતર પામે છે તે સમજાશે. આ પ્રકારે શ્રી પ્રભુ, ચારિત્રમોહના ચાર કષાયને ચાર ગુણમાં પલટતાં શીખવી, પૂર્ણ કલંકરહિત અડોલ દશાએ પહોંચવા સુવિધા કરાવે છે. આ ચારે ગુણના મિશ્રણથી નીપજતા રાગગુણ તથા દ્વેષગુણની સહાયથી જીવ રાગ તથા દ્વેષના દોષોને કાઢી શકે છે. આમ કરવાથી જીવ મહાસંવર માર્ગની મહાસંવરતા પામી મહાઆશ્રવ માર્ગ માટે તૈયાર થતો જાય છે. ચારિત્રમોહના ચાર ભાગ અને કર્મબંધનનાં કારણનું મૂળ એવા ચારે કષાયને કર્મવિપાક તરફ જતાં અટકાવી ગુણમાં પરિણમાવવાની ચાવી આપણને શ્રી પ્રભુએ ૫૨મ કરુણા કરી સુગમ તથા સચોટપણે વર્ણવી દાખવી છે. આનો ઉપકાર માનવા ૧૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા માટે શ્રી ૐના ભક્તિ, વિનય તથા આજ્ઞાની ઉપાસના કરતાં, આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનું પાલન કરતાં, યોગ્ય આભાર વ્યક્ત કરવાની શક્તિ મેળવવા જતાં, શબ્દરૂપી પુદ્ગલની અલ્પતા વેદી, આત્મપ્રદેશથી જીવ ઉત્કૃષ્ટતાએ આજ્ઞાપાલન વેદે છે. આ અનુભવમાં આભાર વ્યક્ત કરવાના આશયથી જે આજ્ઞાપાલન પ્રભુકૃપાથી થાય છે, તેનાથી ઋણમુક્તિનો સંકલ્પ ઋણવૃદ્ધિમાં પરિણમે છે – આવું અદ્ભુત છે શ્રી પ્રભુરૂપ પંચપરમેષ્ટિ ભગવંતની અપૂર્વ આરાધનાનું ફળ. આ પુરુષાર્થથી અપૂર્વ તથા ગૂઢ અને ગુપ્ત સિદ્ધાંત પ્રભુકૃપાથી સમજાય છે. શ્રી અરિહંત પ્રભુની આજ્ઞા લઈ, એમણે વહાવેલા પંચપરમેષ્ટિ પરમાણુના સાથથી અને આત્માનુબંધી યોગની કૃપાથી એને અહીં ટપકાવીએ છીએ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પુરુષાર્થનો ધુવકાંટો છે: જનકલ્યાણની ભાવના ઉત્કૃષ્ટતાએ વેદી, પુરુષાર્થ કરી ઋણમુક્ત થવું. આ ઘુવકાંટામાં બે લાક્ષણિકતા જોવા મળે છે. (૧) સાધકને સભાનપણું હોય છે કે મને જે જે વસ્તુ, પદાર્થ, સિદ્ધિ કે અનુભવ પ્રાપ્ત થાય છે તે તે મારાં નથી, પણ મારાથી ઉચ્ચ આત્મા તરફથી દાનમાં મળેલી પ્રસાદી છે. માટે આ પ્રાપ્તિનો સ્વછંદે ઉપયોગ કરવો તે મારી અલ્પમતિ માટે અયોગ્ય છે, આ પ્રાપ્તિનો યથાર્થ ઉપયોગ તો દાતારની આજ્ઞામાં રહીને જ કરવો જોઈએ. (૨) મને જે કંઈ પ્રાપ્તિ થઈ છે તે પાંચ સમવાયના અપૂર્વ સંમેલનના આધારે જ થઈ છે. તેથી જ્યારે એ સંમેલન આહાર માટે વિખરાઈ, વિહાર માટે મળે છે તે જ ક્ષણે કે સમયે પ્રાપ્તિના આહારને તજીને વિહારનો આરંભ કરવો જોઈએ, અને જ્યારે વિહારના પાંચ સમવાય વિખરાઈ નિહાર માટે મળે છે, ત્યારે એ જ ક્ષણે કે સમયે આહારનો સંપૂર્ણ નિરોધ કરી, વિહારને તજીને માત્ર નિહાર કરવો જોઇએ. આ રીતે આરાધન કરવાથી જીવને પ્રાપ્તિનો ગેરુપયોગ કે અપૂર્ણ પ્રાપ્તિનું ભયસ્થાનક રહેતું નથી. આજ્ઞાનું આવું પાલન કરવા માટે જીવે એ આજ્ઞાને યોગ્ય સમયે સાંભળવી જોઇએ અને પાળવી જોઈએ. તે માટે જીવનાં દર્શનમોહ તથા ચારિત્રમોહ ક્ષીણ થવા ૧૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાથે જ્ઞાનાવરણ તૂટવું જોઇએ. આ બધાંને ક્ષીણ કરવા માટે પૂરતું વીર્ય પ્રગટાવવું જરૂરી છે. આટલું વીર્ય મેળવવા એને લગતાં અંતરાય કર્મનો નાશ અનિવાર્ય છે. આવી અંતરાય તોડવા જીવે શું કરવું જોઈએ? વીર્ય ઉપાર્જન કરવા માટેના અંતરાય તોડવા આજ્ઞારાધન જરૂરી છે. તો જીવે આજ્ઞામાં રહેવું કઈ રીતે? શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે આજ્ઞામાં સતત રહેવા માટે અંતરંગથી રોમેરોમ અને પ્રદેશ પ્રદેશથી આજ્ઞાપાલન કરવા માટે ભાવ ઉલસવા જોઇએ; સાથે સાથે સંસારના સમસ્ત અજીવ પદાર્થો માટે સર્વ પ્રકારે તુચ્છપણું જીવને વેદાવું જોઇએ. જીવ જ્યારે જીવ અજીવના ભેદને જાણી, વેદી, સહજ સમાધિસ્થિતિમાં લીન બને છે ત્યારે એ આજ્ઞાપાલનમાં જીવ બહ્મચર્યસમાધિ તથા શાતા વેદનીયના અનુભવની સ્પષ્ટતા વેદે છે, અને તેથી આજ્ઞાપાલનની પ્રાપ્તિ માટે લોભ વેદે છે, અને સંસારસ્પૃહનો ત્યાગ વેદે છે – ભાવે છે. આ દ્વિતીય વેદનમાં જીવને આજ્ઞાપાલનનું અસ્મલિત આરાધન અને અનિવાર્ય એવો અપૂર્વ પુરુષાર્થ કરવાની શુદ્ધિ તથા સિદ્ધિરૂપ વીર્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ થતાં જીવ એ આજ્ઞાની પૂર્ણતાની કડીને એક પ્રદેશથી શરૂ કરી સર્વ અશુધ્ધ પ્રદેશ સુધી ઘૂંટી આજ્ઞાને આરાધે છે, સ્થિર કરે છે અને સ્વરૂપમાં લીન બનાવે છે. લીનતા આવવાથી જીવમાં મહાસંવર માર્ગરૂપ આજ્ઞાને મહાઆશ્રવ એવું મહાસંવર માર્ગની આજ્ઞામાં પરિણમાવવાની શક્તિ આવે છે. આવી ક્ષમતા આવવાથી જીવ પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકે છે. ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકાવાથી વર્તતા લોભને જીવ પોતાથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પરિણમાવે છે, અને સ્વસંતોષવાળા પરમાર્થ લોભને તે શ્રી પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પરિણમાવે છે. એક વખત જીવને આ અતિ દુષ્કર, અતિ દુર્લભ તથા અતિ અતિ ઊંડા એવા શ્રી પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભની પ્રાપ્તિ થયા પછીથી એ જીવને શ્રી પંચપરમેષ્ટિના પંચામૃતથી બહ્મચર્ય સમાધિની પ્રાપ્તિ થાય છે. એ વખતે જીવ ‘દેહ છતાં દેહાતીત’પણાનો અનુભવ કરે છે. ૧૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા શ્રી પ્રભુના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જીવનો પુરુષાર્થ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા” મેળવવાનો હોવો જોઈએ. આ પુરુષાર્થનું મધ્યબિંદુ છે – આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત, મહાસંવર માર્ગ પ્રેરિત મહા આશ્રવ માર્ગથી, લોભને પોતાથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં અને તે લોભને પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં સમયે સમયે પરિણાવવો. માટે આ પુરુષાર્થને સમજવા મહા આશ્રવ માર્ગ, પરમાર્થ લોભ તથા તેના પરિણમનને ઊંડાણથી સમજવું જરૂરી બને છે. મહા આશ્રવ માર્ગમાં જીવ આશ્રવ પર લક્ષ કેંદ્રિત કરે છે. આશ્રવવું એટલે ગ્રહણ કરવું. ઉત્તમને ગ્રહણ કરવામાં બે લાક્ષણિકતા જોવા મળે છે. (૧) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ, પદાર્થ, ગુણાદિનો પોતામાં અભાવ હોવો અને એ અભાવને જાણવો. (૨) જે વ્યક્તિ, આત્મા, પદાર્થ કે અન્ય પાસે એ વસ્તુ, પદાર્થ કે ગુણાદિની પ્રાપ્તિનું સાધન દેખાય તેની પાસેથી તે મેળવવા માટે પ્રાર્થના કરવી, અને એ પ્રકારે વ્યવહાર કરવો કે જેથી તેની પ્રાપ્તિ થાય. આ પરથી નક્કી થાય છે કે આશ્રવ માટે મુખ્યત્વે બે તત્ત્વ જીવમાં હોવા જરૂરી છે (૧) લોભ કે ઇચ્છા (૨) યાચકપણું. આ મુખ્ય બે ગુણોના પેટાવિભાગમાં અન્ય અનેક ગુણો આવે છે, જેમકે નિર્માનીપણું, મધ્યસ્થતા, વિનય, ભક્તિ, આજ્ઞા ઇત્યાદિ. જીવ અનાદિ કાળથી વિભાવ કરતો જ આવ્યો છે. આ કુટેવને શ્રી પ્રભુ મહામાર્ગના ગુણ રૂપે ફેરવાવે છે. આ માર્ગ જીવના અનાદિકાળના અભ્યાસને અનુરૂપ છે, તેથી તેને તેમાં સરકવું સુગમ અને સુલભ લાગે છે. પરંતુ આ માર્ગમાં એક મોટું ભયસ્થાનક પણ છે. જીવ આશ્રવ માર્ગને આદરે છે ત્યારે એ આશ્રવ ગુણોનો છે, પુદ્ગલનો છે, વિભાવનો છે કે કર્મનો છે, તેની પરખ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તે કરી શકતો નથી. પરંતુ જ્યારે તે પુરુષાર્થની અતિ સૂક્ષ્મતા સાથે અપ્રમાદી કલ્યાણભાવમાં એકતાર થાય છે, અને તેમાં પ્રત્યેક સમયે રત રહે છે ત્યારે તેને એની સ્પષ્ટ પરખ આવે છે. તે પરથી યોગ્ય જણાશે કે આ માર્ગનો યથાર્થ ઉપયોગ તીર્થકર કે ગણધર પદ નિકાચીત કરનારને અને અન્ય પરમેષ્ટિને પદ ઉદયમાં આવ્યા પછી જ થાય છે. એનો અર્થ એ થયો કે ૧૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવને પુરુષાર્થની અપ્રમાદી તીક્ષ્ણતા બળવાન પુરુષાર્થ પછી જ આવે છે. તે કારણે શ્રી પ્રભુ આ મહા આશ્રવના માર્ગને ઉત્કૃષ્ટ રૂપે કેવી રીતે મેળવવો તેની ચાવી બતાવે છે. તે પછી એટલે કે માર્ગ મળ્યા પછી પોતાનો વેગ વધારવા જીવે કેવા ભાવ કરવા જોઈએ તેની જાણકારી આપે છે. અને છેવટમાં એ માર્ગ પામેલાને અને આદરનારને શું લાભ થાય છે તેનું ભાન કરાવે છે. “હે પ્રભુ! તમારી કરુણા અપરંપાર છે. હું તો તમારા દાસાનુદાસ થવાને પણ પાત્ર નથી. પરંતુ જે ગાઢ બંધન તમે કલ્યાણરૂપી દોરીથી બાંધો છો, તે દોરી આ દીન, મૂઢ, નિરાશ્રિત તથા અનાથ જીવને અપૂર્વ આરાધનના તાંતણામાં બાંધી અદીન – ધનાઢય બનાવે છે, મૂઢમાંથી જ્ઞાની, મહાજ્ઞાની તથા કેવળજ્ઞાની બનાવે છે, વળી નિરાશ્રિત અનાથને સનાથ જ નહિ પણ અન્ય અનાથને સનાથ બનાવવા માટે સક્ષમ વીર્યવાન બનાવે છે. શ્રી તીર્થંકરરૂપ પરમેષ્ટિની આ કેવી અદ્ભુત આચરણા છે! એમના રોમેરોમમાંથી કલ્યાણરૂપી કરુણા નીતરે છે, પણ એમના પોતાના પુરુષાર્થ માટે, પોતાના આત્મપ્રદેશને આજ્ઞામાં રાખવા માટે તેઓ એટલા જ કડક બને છે. તેઓ સત્યવ્રત તથા સ૨ળતાના અગ્રેસર છે. પ્રભુજી! તમારા આ ગૂઢ અને અતિ ગંભી૨ પુરુષાર્થને તમે આ મંદબુદ્ધિવાળા ભક્તને સમજાવો કે જેથી ‘તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર, જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર' ”. આવા પ્રભુ શંખ વગાડી જ્ઞાનની લહાણી કરે છે — ‘મહા આશ્રવ માર્ગને પામવા માટે જીવે પહેલાં સંવર માર્ગ, નિર્જરા માર્ગ, સંવર પ્રેરિત નિર્જરા માર્ગ, નિર્જરા પ્રેરિત સંવર માર્ગ, મહાસંવર માર્ગ, સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ તથા આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ઉત્કૃષ્ટતાને અનુભવ્યા પછી, એનું ઉત્કૃષ્ટપણું સહન કર્યા પછી જીવનું લક્ષ એ માર્ગમાં સ્થિર થાય છે; એટલે કે ઉત્તમ સંવર તથા નિર્જરા માટે આજ્ઞારૂપી પૂર્ણતામાં પરોવાય છે. મહાઆશ્રવ માર્ગને પામવા માટે આ પહેલું અગત્યનું તથા અનિવાર્ય પગથિયું છે. જ્યાં સુધી જીવ મહાસંવર માર્ગની બધી વિશેષતાને સમજી, આચરી તેમાં પારંગત ૧૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા થતો નથી, ત્યાં સુધી મહા આશ્રવ માર્ગ તેને યથાર્થપણે મળતો નથી. અને જો જીવ એને સ્વચ્છંદથી મેળવવા જાય છે, તો તે તેને ફળતો નથી, બલ્કે એ જ માર્ગ એના માટે પાપ શ્રમણીયનું સાધન બની એને અધોગતિમાં લઈ જાય છે.' જ અહીં શ્રી પ્રભુ તરફ્થી ચેતવણી મળે છે કે જ્યાં સુધી પ્રભુની કે સમર્થ ગુરુની આજ્ઞા ન હોય ત્યાં સુધી આ મહા આશ્રવના માર્ગને મેળવવાનો કે તે માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવો નહિ કારણ કે તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પાત્રતા આવ્યા પહેલાં કે આજ્ઞા મળ્યા પહેલાં જો જીવને આ માર્ગ પામવાની ઇચ્છા થાય તો તેણે પ્રભુને પ્રાર્થના કરવી ઘટે કે, “હે પ્રભુ! મહા આશ્રવ માર્ગને પામવા માટેના મારા અંતરાયો તોડાવો. સાથે સાથે મહાસંવર માર્ગની સર્વ વિશેષતાઓ મારી પાસે આચરણમાં મૂકાવો, કે જેથી મહાસંવર મહા આશ્રવ માર્ગની મહાસંવરતા માણી હું પૂર્ણ આજ્ઞાસિદ્ધિથી પુરસ્કૃત થાઉં અને હું પૂર્ણ કલંકરહિત અડોલ દશાને પામું.” આ ભાવનાના ઘૂંટણથી જીવમાં અપૂર્વ વીર્ય પ્રગટ થાય છે. તેથી તે શ્રી પ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પ્રતિ અપૂર્વ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા વેદે છે. અને ક્રમથી તે મહાસંવર માર્ગની પૂર્ણતા તથા સર્વોત્કૃષ્ટતા મેળવતો જાય છે. મહાસંવર માર્ગની પૂર્ણતા એ જ આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું સર્વોત્કૃષ્ટપણું છે. આ માર્ગની સહાયથી જીવ પોતાનાં પુદ્ગલના આહાર, વિહાર તથા નિહારનું નિયમન શ્રી પ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની પૂર્ણ આજ્ઞાનુસાર કરી શકે છે. પરિણામે સંવર તથા નિર્જરા વચ્ચેનો જે શુક્લ સમય બચે છે તેમાં તે પ્રદેશથી ગુણવૃદ્ધિ માટે પ્રાર્થના તથા ક્ષમાપના કરે છે. જ્યારે આ પ્રક્રિયા અમુક માત્રાએ જોર કરે છે ત્યારે તેનામાં ગુણોના આહારનું વેદન પ્રગટે છે, અને તેમાં તે અમુક પ્રકારની અપૂર્વ શાંતિ તથા સુખનો અનુભવ કરે છે. આ અનુભવને લીધે તેને આવા ગુણોનો આહાર વારંવાર કરવાના ભાવ થાય છે. તે ભાવને તે પ્રાર્થના તથા ક્ષમાપના રૂપે પોતાના પ્રદેશથી શ્રી પ્રભુ સમક્ષ રજૂ કરી, પોતાનાં અંતરાય કર્મનો ક્ષય કરતો જાય છે. આ ક્ષય વિશિષ્ટ રૂપથી થતો હોવાથી તેને શ્રી પ્રભુ પાસેથી ૧૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મુખ્યતાએ અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પાસેથી ગૌણરૂપે વીર્યની પ્રાપ્તિ થાય છે. મળેલા વીર્યની સહાયથી તે જીવ મહાસંવરની પ્રક્રિયા વધુ અલ્પ સમયમાં પૂરી કરી શકે છે. પરિણામે બે મહાસંવરના પુરુષાર્થ વચ્ચે વધારે શુક્લ સમય બચે છે, જે સમયમાં તે વધારે ગુણોનો આહાર કરી શકે છે. આ રીતે ક્રમે ક્રમે એનો ગુણોનો આહાર વધતો જાય છે. આમ કરતાં કરતાં જ્યારે તે એવી અવસ્થાએ પહોંચે છે કે તેનો અડધો કાળ મહાસંવરની પ્રક્રિયામાં અને બાકીનો અડધો કાળ ગુણનો આહાર કરવામાં પસાર કરે છે ત્યારે તે જીવ મહાશ્રવના માર્ગનો સ્પર્શ કરે છે. આ માર્ગનું વર્ણન શ્રી રાજપ્રભુએ ગુપ્ત રીતે “અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો” (અપૂર્વ અવસર) જેવાં કેટલાંક વચનોમાં કરેલું જોઈ શકાય છે. શ્રી પ્રભુ પાસેથી મહા આશ્રવની પ્રાથમિક અવસ્થાનું દાન પામી, જીવ અહોભાવના આનંદથી પ્રભુજી પ્રતિ વધારે આજ્ઞાધીન થાય છે. તેનાં વધતાં જતાં આજ્ઞાધીનપણાથી તે પ્રભુ પ્રતિ ઊંડાણથી પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાને વેદે છે, અને અર્પણતાની સહાયથી પોતામાં પ્રગટેલા ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવા માંડે છે, તેને લીધે તેનો પોતાથી સંતોષાતો પરમાર્થ લોભ પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પલટાતો જાય છે. આ પ્રકારના પરમાર્થ લોભની સહાયથી એ જીવ પ્રભુ પ્રત્યે પ્રાર્થનાનાં માધ્યમથી, આગળ વધવા માટે માર્ગદર્શનની માગણી કરે છે. શ્રી પ્રભુને પૂર્ણતા હોવાથી માર્ગની પૂરેપૂરી જાણકારી છે, વળી જીવના ભાવ પાંચ સમવાયને એકઠા કરે છે, તેથી માર્ગદર્શક પંચાસ્તિકાયરૂપ પરમાણુને કાર્ય કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિ રચાય છે, તેના આધારે જીવ વધારે ઉચ્ચ કક્ષાનાં પરમાણુને ખેંચે છે. તેની સહાયથી એ જીવ આહાર કરેલા ગુણોને પોતાના અન્ય પ્રદેશો પર વિહાર કરવા સક્રિય કરે છે. આ વિહારથી જીવ આત્માના અગુરુલઘુ ગુણની સહાય લઈ, આહાર કરેલા સર્વ ગુણોનું અન્ય સર્વ પ્રદેશો પર સંક્રમણ કરે છે. પરિણામે તેના અશુધ્ધ પ્રદેશો ક્રમે ક્રમે શુદ્ધિ વધારતા જાય છે, તેથી શુધ્ધ તથા અશુધ્ધ પ્રદેશો વધારે ને વધારે સમાન – સમ થતા જાય છે. આ સંક્રમણ કરવાની પ્રક્રિયા જીવ મહાસંવરના આરાધનના કાળમાં સમકાલીનપણે (simultaneously) કરે છે. સંક્રમણ થવાથી આહાર કરેલા પ્રદેશ પર ૧૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા અવકાશ (vacuum) થાય છે, તેથી તે જીવ શુક્લ સમયમાં વધારે તીક્ષ્ણતાથી અને મોટી સંખ્યામાં ગુણોનો આશ્રવ કરી શકે છે. ગુણોના વધારે આશ્રવને કારણે જીવનું આજ્ઞાધીનપણું વધતું જાય છે, પરિણામે તેનાં અંતરાય વિશેષે તૂટે છે, અને વીર્ય વધે છે. જેથી વધારે ઊંચા પ્રકારનાં પરમાણુઓ જીવ રહી શકે છે. આમ થવાથી જીવના ગુણોનું ઉત્કૃષ્ટપણું વધે છે. આ રીતે જીવ ગુણોના આહાર, વિહાર તથા નિહારની વૃદ્ધિ કરતો રહે છે. આ વૃદ્ધિ કરવાની સાથે જીવ પાંચ મહાવ્રતનું પાલન વધારે શુદ્ધિ તથા વધારે સૂક્ષમતાથી કરે છે, અને આજ્ઞાધીનતા વધારતો રહે છે. તેનાં ફળરૂપે તે જીવ મહાઆશ્રવ માર્ગની પૂર્ણતા તરફ સરતો જાય છે. જીવ જ્યારે આહાર, વિહાર તથા નિહારની ત્રિકરણ પ્રક્રિયા સર્વ પ્રદેશથી એક ધારાએ કરી શકે છે ત્યારે તે મહા આશ્રવની પૂર્ણતાને પામે છે. અને તે માર્ગના ફાયદા પણ અનુભવે છે. આ માર્ગ પર લઈ જવા માટે શ્રી પ્રભુ જીવને સંસારનાં સ્વરૂપનું પ્રત્યક્ષપણું એમની દેશના તથા બોધ દ્વારા કરતા જ રહે છે. આ સ્વરૂપની જાણકારી લઈ જીવ એ માર્ગનું આરાધન શરૂ કરે છે અને જીવ જેમ જેમ પ્રભુને આધીન થતો જાય છે, તેમ તેમ તેના આચરણની સુધારણા કરાવી ઠેઠ મહા આશ્રવની પૂર્ણતા પામવા સુધી પ્રભુ તેને વિકસાવે છે. શ્રી પ્રભુ તેમની સર્વ દેશનામાં અવિરતપણે પોકારી પોકારીને બોધે છે કે, “સંસાર એકાંત દુઃખમય જ છે”; કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જીવને કોઈ પણ ભવમાં સંસાર સુખરૂપ નથી જ. સંસારમાં દુઃખ, દુ:ખ અને દુઃખ જ છે. તેની સરખામણીમાં સહજ આત્મિક સ્વરૂપમાં, પરમાર્થિક કે સામાયિક એ સર્વ દ્રવ્યથી (આત્મદ્રવ્યથી), સર્વક્ષેત્રથી (સિધ્ધભૂમિના સર્વ ભાગમાં), સર્વ કાળથી અને સર્વ ભવથી (કોઈ પણ પર્યાયથી મોક્ષ પામેલા આત્માના સંદર્ભથી) સુખ, સુખ અને સુખ જ છે. માટે જે સમજુ જીવ છે તેનો સર્વ પુરુષાર્થ, સર્વ ભાવ એક જ ધ્યેય પર કેંદ્રિત હોય છેઃ સંસારથી સમય સમયની નિવૃત્તિ અને મોક્ષ મેળવવા માટે સમય સમયની ૧૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રવૃત્તિ. આ ધ્યેયને સ્વતંત્રપણે વળગી રહેવું સુગમ તથા સુલભ છે. પરંતુ જીવ અનાદિ કાળથી સંસારને જ પ્રિય માનતો આવ્યો છે; તેથી તેને આ સહજ સ્થિતિમાં રાખે એવા ધ્યેયને વળગી રહેવું અતિ દુષ્કર અને કઠણ લાગે છે. આ કઠણ લાગતા ધ્યેયને સુલભ બનાવવા શ્રી પ્રભુએ પરમ આજ્ઞાપંથની રચના કરી છે. આજ્ઞાપંથના આધારે જીવ સંસારસુખની ભ્રાંતિગત ભ્રમણાને મોક્ષસુખરૂપ સનાતન ધ્યેયમાં લઈ જઈ શકે છે. વળી શ્રી પ્રભુ જીવને સાચી સમજણ આપે છે કે આજ્ઞાનો માર્ગ એ લોકો સમજે છે તેવો ત્યાગનો માર્ગ નથી, પણ પ્રાપ્તિનો માર્ગ છે. આ માર્ગમાં જીવ વધુ વધુ ઊંચી વસ્તુ મેળવતો જાય છે, અને પૂર્વે ગ્રહણ કરેલી નબળી વસ્તુ છોડતો જાય છે. એટલે કે આજ્ઞામાર્ગમાં જે જે વસ્તુ જીવ ત્યાગતો જણાય છે તે તે વાસ્તવિકતામાં છોડવાપણું છે. પોતાને ન જોઈતી વસ્તુ તે મૂકતો જાય છે. આ છોડવાપણું કોઈ દ્વેષ, ધિક્કાર, કે દબાણને આધારે થતું નથી, પણ ઉત્તમ વસ્તુ મળતાં તેનું તુચ્છપણું સમજાય છે તેથી છોડે છે. બે પરસ્પર વિરોધી વેગ એક સાથે રહી શકે નહિ એ ન્યાયે સંવેગ વધતાં નિર્વેદ વધારે છે અર્થાત્ એ જીવ સંસાર ભોગવવાની ઇચ્છાને પોતામાંથી વિદાય આપતો જાય છે. તેના અંતરંગમાં એવા ભાવ ૨મે છે કે, “હે પ્રભુ! જેમ જેમ તમારો સંપર્ક વધે છે તેમ તેમ મને આ સંસાર તથા તેની પર્યાયો દુઃખરૂપ લાગે છે. તેથી મારે ભ્રાંતિગતપણે જે જે સંસારી ભાવો બાંધ્યા છે તેને નિઃશેષ કરી, તમારા ચરણમાં રહેલું અતિંદ્રિય સુખ માણવું છે. તેથી જે રૂપી પદાર્થોને હું મૂકતો જાઉં છું, તેમાં ક્યા ન્યાયે હું રાગદ્વેષ કરું? અનાદિકાળથી ઇચ્છવા છતાં સંસાર મારો થયો નથી, તો એ સંસાર માટે હું શા માટે કર્તાપણાના ભાવથી મારા અરૂપી આત્માને રૂપી બનાવું? એમ કરવાથી આત્માનું પાંચમું પદ મારાથી દૂર થાય, તે શા માટે કરું! પ્રભુજી! મારે તો સંસાર જોઇતો જ નથી, તો એ સંસારને તમારા જેવા અનુભવીના બોધ સિવાય કેવી રીતે ત્યાગી શકીશ! ઘણી ઘણી વિચારણા પછી મને દૃઢ થયું છે કે સંસારને છોડવા માટે તથા મોક્ષસુખને અબાધક બનાવવા માટે આજ્ઞામાર્ગ જ શાશ્વત માર્ગ છે. આ આજ્ઞામાર્ગમાં યથાર્થ રીતે ચાલવાનું શરૂ ૨૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કર્યા પછી શાતા હો કે અશાતા હો, દેવલોક હો કે નરક હો, પુણ્યનો ઉદય હો કે પાપનો ઉદય હો, મારું રોમેરોમ મને પોકારી પોકારીને કહે છે કે “હે જીવ! આ તારું નથી!” જે મારું નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ માટે હર્ષ, શોક, રતિ, અરતિ, ભય, ચિંતા, શોક કે જુગુપ્સા કેમ હોય! ત્યાં તો માત્ર તટસ્થ વીતરાગતાથી નિતરતી નિસ્પૃહતાને જ સ્થાન છે. માટે કર્મનો ભોગવટો કરવા જે જીવાજીવનો સંપર્ક થાય છે એ અજ્ઞાનાવસ્થામાં બાંધેલા મારા દુષ્કૃતનું જ પરિણામ છે. તો હવે તેને વેદવાં જે મને પ્રિય છે એવા શુક્લનો આશ્રય લઈ, મારા વીર્યનો તમારી આજ્ઞામાં રહેવા અને પાળવા માટે ઉપયોગ કરવો છે. તમારી કૃપાથી મને મળેલા વીર્યને મારે તમારી આજ્ઞામાં રહેવા માટે જ વાપરવું છે. મારું કોઈ પણ સામર્થ્ય એ આજ્ઞાને ચકાસવા કે શંકાનું નિવારણ કરવા પણ વાપરું નહિ, એવું દઢત્વ મને આપો.” આ પ્રકારે આજ્ઞાધીન રહેવાના ઉત્તમ ભાવ કરાવી, તેનાથી થતા ઘણા ઘણા લાભનો અનુભવ કરાવી, પોતે લોક સમસ્તમાં ફેલાઈ, પૂર્ણ આજ્ઞામાં રહી મહા આશ્રવ માર્ગ તથા મહાસંવર માર્ગમાં ઉત્કૃષ્ટપણે વર્તી, પરમોત્તમ વીતરાગતા સાથે, સહજપણે પરમ અહિંસાધર્મમય દયાધર્મમાં સત્યપણે, અચૌર્ય સાથે, અપરિગ્રહી થઈ, બહ્મરસમાં શ્રી પંચપરમેષ્ટિની પૂર્ણ આજ્ઞાએ પોતાના સર્વ પુરુષાર્થને અજીવ પુદ્ગલમાં જીવિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુને વારંવાર વંદન કરીએ છીએ. એ ધર્મમય જીવન વારંવાર એ અજીવ પુગલમાં જીવંત બનો, કે જેથી આ લોકના સર્વ અજીવ પદાર્થો એ ધર્મરૂપ સનાતન ધર્મના મંગલપણાના જયજયકારમાં વધતા જાય. અહો! શ્રી ધર્મ તથા ધર્મરૂપ સનાતન પુરુષાર્થ કેવો અનન્ય છે? આ લોકમાં છમાંથી પાંચ દ્રવ્ય અજીવ છે, એક સજીવ છે. જે જીવ છે તેમાંના મોટાભાગના જીવો અધર્મમાં આરુઢ છે, ઘણા અલ્પ જીવો જ ધર્મમાં પુરુષાર્થ કરે છે. આમ છતાં આ લોકમાંથી ધર્મ ક્યારેય વિચ્છેદ પામતો નથી, ધર્મ તો સનાતન તથા મંગલ જ રહે છે. એ પાંચ દ્રવ્યો તથા અધર્મ સાધનારા જીવો એકઠા મળીને પણ ધર્મનાં અસ્તિત્વ તથા નિત્યત્વને અનિત્ય કરી શકતા નથી. આ પ્રસંગથી શ્રી પ્રભુ આપણને ધર્મનાં મહદ્ વીર્યનું, સામર્થ્યનું તથા વર્ચસ્વનું ભાન કરાવે છે. ૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવા અલ્પત્વપણામાં પણ ધર્મ જો આ લોકમાં સતત સનાતન અસ્તિત્વ ધરાવી શકે છે, તો એ ધર્મનાં બિંદુ જો જીવના આત્મપ્રદેશ પર નિત્યતા પામે તો એ જીવ કાળે કરીને પૂર્ણ ધર્મનું પ્રતિક બને એમાં નવાઈ શી? ધર્મની આ લાક્ષણિકતા ધર્મમાં આરૂઢ થયેલા જીવને – મહા આશ્રવ કે મહાસંવર માર્ગને આરાધતા જીવને એકાંત દુ:ખમય સંસારમાં રહેવા છતાં ધર્મમાર્ગમાં અકલ્પનીય પ્રગતિ કરાવે છે. શ્રી પ્રભુએ વર્ણવેલા એકાંત દુઃખમય સંસારમાં જીવ ધર્મના પ્રભાવથી ઉત્તમ પ્રકારની શાંતિ તથા સુખ વેદી શકે છે. આ સુખના અનુભવ તથા વેદનને વર્ણવવા માટે શ્રી પ્રભુની વાણી સત્યવ્રતમાં વિના અપવાદે વહે છે. એમની વાણી સર્વ અપેક્ષાથી પૂર્ણ જ છે. વળી, સરળતાથી ભરપૂર છે. વાણીના આ ગુણો શ્રી પ્રભુના ઉત્તમ કલ્યાણભાવના આધારે પ્રગટ થાય છે. આવી સર્વગુણસંપન્ન વાણી ધરાવનાર શ્રી તીર્થકર પ્રભુ આ સંસારને એકાંત દુઃખમય તરીકે ઓળખાવતા હોય તો તે સંસાર હકીકતમાં એવો જ હોવો જોઇએ. આ સંસારમાં જો સુખનાં નાનાં બિંદુઓ પણ હાજર હોત તો શ્રી પ્રભુ એમની સત્યથી ભરેલી વાણીમાં એ શક્યતાનો નિર્દેશ અને વર્ણન જરૂર કરત. જો એમ ન બને તો શ્રી પ્રભુની વાણી સત્ય, સરળ અને સર્વ અપેક્ષાએ પૂર્ણ કઈ રીતે કહી શકાય? આ વિચારતાં દઢ નિશ્ચય થાય છે કે આ સંસાર એકાંત દુ:ખનો જ દરિયો છે. સંસારનાં કોઈ પણ પુગલ પદાર્થ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ કે અન્ય જીવ, જીવને સુખ આપી શકતાં નથી. આથી જો જીવ સંસાર કે સંસારી પર્યાયોમાં સુખ માને અર્થાત્ સુખબુદ્ધિ રાખે તો એ માત્ર જીવનું અજ્ઞાન જ છે. આવા જીવની સ્થિતિ કેવી થાય? આ જગતમાં પ્રાણી રહે, દુઃખમાં ગળકાં ખાતો રહે, સુખનાં ઝાંવાં નાખતો રહે, હકીકતમાં રીબાતો રહે. આનાથી વિરુદ્ધમાં શ્રી પ્રભુ મોક્ષરૂપ સહજ સ્થિતિને એકાંતે સુખરૂપ વર્ણવે છે. તે બતાવે છે કે મોક્ષરૂપ સર્વ ધર્મનાં જીવાજીવરૂપ સર્વ દ્રવ્યો સુખનાં એકાંત Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કારણ તથા કાર્યરૂપ બને છે તે હકીકત છે. આ સ્થિતિ શ્રી રાજપ્રભુના શબ્દોમાં આ પ્રમાણે છે – “સુખધામ, અનંત સુસંત ચહી, દીનરાત રહે તે ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે, જય તે.” આમ એકબાજુ સંસાર અને સંસારી છ દ્રવ્યો દુઃખની ખાણ છે, તો બીજી બાજુ ધર્મ અને ધર્મનાં દ્રવ્યો સુખનો અબાધિત ખજાનો છે. તેથી સમજુ સવળો જીવ સહજતાએ સંસારને ત્યાગી ધર્મ તરફ વળે છે. આમ હોવા છતાં જીવને ધર્મ સાહજિકતાથી મળતો નથી, કારણ કે તેણે અજ્ઞાન અવસ્થામાં ધર્મને લગતી ઘણી ઘણી અંતરાયો બાંધી લીધી હોય છે. બાંધેલી અંતરાયોને હણવા તેને ઘણાં ઘણાં વીર્યની જરૂર પડે છે, અને આ વીર્યને ખીલવવામાં તો તેણે બાંધેલી અંતરાયની વણજાર વિદન કરતી જ રહે છે. તેથી વીર્ય ખીલવવા માટે તેની પાસે શ્રી પ્રભુને યાચના કરવા સિવાય બીજો કોઈ માર્ગ કે વિકલ્પ રહેતો જ નથી. - શ્રી પ્રભુ તો કરુણાના સાગર છે. તેથી તેઓ જીવની ભૂલો તથા દોષોને સમગ્રપણે જાણવા છતાં, પોતાના ગંભીરતાના ગુણના આધારે તથા સહુ જીવ કલ્યાણ પામે એ ભાવનાના આધારે, જીવની વર્તમાન ઇચ્છાને પ્રાધાન્ય આપી, પૂર્વની ભૂલોનો ક્ષય કરાવવા શ્રી પ્રભુ એ જીવમાં પરમ કૃપા સાથે વીર્યને ફોરવે છે. વીર્ય પ્રગટતાં જીવ પોતામાં જણાતા અરૂપી ગુણોને આત્મા તરીકે ઓળખવા લાગે છે, અને તેને લીધે તે જીવ સંસારી છ દ્રવ્યનું સંકોચન ધર્મરૂપી દ્રવ્યથી કરી શકે છે, અને પોતાનાં અરૂપી સ્વરૂપને ઓળખવા તરફ વિકાસ કરે છે. આ પ્રક્રિયા સમજાતાં સ્પષ્ટ થશે કે સ્વતંત્રપણે ધર્મને પામવો અને ધર્મને સ્વમાં પરિણમાવવો એ દુર્લભ જ નહિ પણ અસંભવરૂપ છે. તેમ છતાં એ અસંભવિતતા શ્રી પ્રભુના સાથથી સંભવિત થાય છે, એટલું જ નહિ પણ સરળ અને સુગમ પણ બને છે. આ કારણે ધર્મનાં દ્રવ્યને પામવા માટે જીવે શ્રી પ્રભુના વીતરાગ ધર્મનાં દ્રવ્ય પ્રતિ આજ્ઞાધીન બનવું જોઈએ. પ્રભુજીને આજ્ઞાધીન થવાથી પ્રાપ્તિની અસંભવતાને ૨૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સરળતા તથા સુગમતામાં પલટાવવાની જવાબદારી શ્રી પ્રભુની થઈ જાય છે, કારણ કે પ્રભુજી જો યાચકને તેની યોગ્યતા અનુસાર પ્રાપ્તિ ન કરાવે તો તેઓ અંતરાય કર્મના ભાગીદાર થઈ જાય, અને તેમની અક્ષય, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ તથા સુખધામરૂપ અવસ્થાની અંતરાય બાંધે; તે ટાળવા કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ચારિત્ર અને અનંત વીર્યના ધારક એવા શ્રી પ્રભુ સમય સમયના ભાગ માત્ર માટે પણ એ કૃત્ય થવા જ ન દે. આથી જો આપણે શ્રી પ્રભુના વશમાં – આજ્ઞામાં રહીએ તો અન્ય કોઈ વસ્તુ, દ્રવ્ય, પદાર્થ કે જીવના તાબામાં રહેવાનું જરૂરી થતું નથી. આ ભાવ આપણે નીચે જેવાં, રાજપ્રભુનાં વચન દ્વારા જાણી શકીએ છીએ – “બીજું કંઈ શોધ મા! એક સપુરુષને શોધી, તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આવાં વચનોને ઊંડાણથી વિચારતાં, ઉપરનાં કથનની સિદ્ધિ સમજાય છે. આ રીતે આજ્ઞાધીન થવાથી, જીવ ઉત્તમ પ્રકારનું યાચકપણું અનુભવે છે. તેનાં અનુસંધાનમાં તેને પોતાની અસમર્થતા તથા સિદ્ધિ મેળવવામાં શ્રી પ્રભુ તરફથી મળતી સહાય લક્ષગત થાય છે. પરિણામે તે જીવ શ્રી પ્રભુ પ્રતિ તથા સદ્ધર્મ પ્રતિ વિનિત બને છે. વિનિત થવાથી તે ધર્મરૂપી જડીબુટ્ટી પામે છે, અને કંટકમય સંસારમાં પણ પોતાનાં આત્મધર્મરૂપ સંજીવની ગ્રહણ કરી, રૂપી નિમિત્તોની વચ્ચે અરૂપી આત્માને પ્રગટાવતો જાય છે. આ સમજાતાં શ્રી રાજપ્રભુની નીચેની પંક્તિઓનું હાર્દ સમજાશે – “હે અરૂપી રૂપીને એ અચરજની વાત” “પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” જીવ સ્વરૂપે આત્મા સતત રૂપી પદાર્થોને ગ્રહણ કરતો રહે છે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી આત્મા દેહરૂપ ભાસે છે. દેહથી છૂટી આત્મા તરફ દૃષ્ટિ Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા વળતાં, દેહ ભણીનો રાગ તૂટતો જાય છે. શ્રી પ્રભુજીનું મુખ્ય કર્તવ્ય એ જ છે કે જીવની દેહદૃષ્ટિને આત્મદૃષ્ટિમાં પલટાવવી, એટલું જ નહિ પણ અનાદિ કાળથી ચાલતી આવતી કુટેવને ભૂલાવી જીવને સન્માર્ગમાં લઈ જવો, આજ્ઞાધીન જીવ માટે આ કાર્ય ટૂંકા ગાળામાં થઈ જાય છે. “પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” - શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રમાણે ધર્મદ્રવ્યની આજ્ઞામાં રહેવાથી અસાર અને દુ:ખમય સંસારમાં પણ જીવ સુખમય અને મોક્ષનાં પ્રતિકરૂપ સમ્યક સમાધિને મેળવે છે. શ્રી પ્રભુએ આ પ્રકારે આપણને મહાસંવર માર્ગ તથા મહાશ્રવ માર્ગના અનન્ય ગુણો જણાવી, મોક્ષમાર્ગને ટૂંકો કરનારા ગુપ્ત, ગંભીર તથા અસીમિત કારણો સહજ, સુલભ તથા સુગમપણે આપણી સમક્ષ રજૂ કર્યા છે. શ્રી પ્રભુના આ અકથ્ય ઉપકારનો યોગ્ય માપદંડ કરવો, કોઈ અપેક્ષાથી અતિ દુર્લભ અને મુખ્યત્વે છદ્મસ્થ અવસ્થામાં અસંભવ જણાય છે. જે માર્ગનું મૂલ્યાંકન કરવું આટલું કઠિન છે, તે માર્ગને પ્રભુએ આપણા જેવા છદ્મસ્થ, દીન, મંદ વીર્યવાળા શિષ્યો માટે, તેના ગૂઢ રહસ્યો સહિત છતાં સરળ અને સુગમ વાણીમાં, આપણી અલ્પ સમજણને ઠેસ ન વાગે એ રીતે પૂર્ણાતિપૂર્ણ સિધ્ધાંતને વાણીગમ્ય બનાવી રજૂ કર્યો છે – પ્રકાશિત કર્યો છે. પ્રભુજી તો પૂર્ણ છે. તેમની વાણીની કેવી અદ્ભુતતા છે! તે વાણી પૂર્ણ હોવા છતાં છબસ્થ જીવોની સમજણને લગતા અંતરાયને છેદીભેદી, ઇચ્છુક છદ્મસ્થ સાધકને સમજાવી શકે એવા સામર્થ્યવાળી હોય છે. આ વાણી પંડિત ઇચ્છુકના જ્ઞાનને વધારનારી તો છે જ, પણ સાથે સાથે મંદ બુદ્ધિવાળા ઇચ્છુકને પણ તેનું જ્ઞાન વધારે એવા સામર્થ્યવાળી હોય છે. આ વાણી પંડિતજનો માટે હળવી નથી, તેમ જ મંદબુદ્ધિવાળા માટે ભારે પણ નથી. આમ આ વાણીમાં અગુરુલઘુ ગુણ સમાયેલો છે. આ ગુણ ૨૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વાણીને સમસ્ત લોકનું કલ્યાણ કરવા માટે જરૂરી શક્તિ આપી રહે છે. પુદ્ગલરૂપ વાણીમાં આવો ગુણ ત્યારે જ ઉદ્ભવી શકે જ્યારે એ વાણીના ધારક આત્મામાં એ ગુણની વિશેષતા હોય. આ ઉપરાંત એ વાણીમાં અનંત વીર્ય સમાયેલું હોય છે, તે વીર્ય લોક સમસ્તના જીવોના અનંત પ્રકારની સમજણનાં અંતરાય છેદી શકે છે. જે વખતે એ વાણીના ધારકમાં અનંત વીર્યની અનંતતા, સમયના ભેદ વગર વેદાતી હોય તે વખતે જ આમ બની શકે. આ વેદન, એ આત્માનાં આજ્ઞાધીનપણાની અરૂપી કક્ષાના ઉત્કૃષ્ટ સ્વરૂપમાં સ્થાન પામે છે. તે પરથી ખબર પડે છે કે શ્રી પ્રભુની અંતરંગ ચર્યા કેટલી વિશુધ્ધ તથા પવિત્ર હોવી જોઇએ! કે જેથી એ આત્માના પૌગલિક દેહમાંથી નિપજતી પુદ્ગલ વાણી છદ્મસ્થ શ્રોતાના કાનમાં પડતાં જ તેનાં ચેતનને જાગૃત કરે છે. એટલું જ નહિ પણ, એ વાણીનું સ્થૂળ રૂપ શાસ્ત્રની શાબ્દિક મર્યાદામાં બંધાયેલું હોવા છતાં, કાળ જતાં એ વાણી વાચકના કે શ્રોતાના આત્મામાં પોતાના અરૂપીપણાને પામવાની લાગણી તથા પુરુષાર્થ જગાડી શકે છે. આવી અદ્ભુત વાણીને અનુભવી, સ્વસ્વરૂપને પામવાની તમન્નાને ઉત્કૃષ્ટ કરી, આજ્ઞામાર્ગમાં ચાલી પોતાનાં આજ્ઞાધીનપણાને જીવ ઉત્કૃષ્ટ કરતો જાય છે. અને તે મહાસંવર માર્ગમાં આજ્ઞાની પૂર્ણતા પામવા પુરુષાર્થી થાય છે. મહાસંવર માર્ગમાં જીવ જ્યારે આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના કરે છે અર્થાત્ પોતાની ચેતન પર્યાયમાં જ્યારે પુગલની નિર્જરા આજ્ઞાંકિતપણે કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે છે. જેને આપણે “આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ'ના નામથી ઓળખીએ છીએ. આ જ માર્ગને આપણે જુદી અપેક્ષાથી વિચારીએ ત્યારે સમજાય છે કે મહાસંવર માર્ગમાં જીવ અજીવનાં માધ્યમથી આજ્ઞારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયાને શ્રી પ્રભુ ટૂંકાણમાં પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ પર્યાય તરીકે ઓળખાવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા આ માર્ગમાં અપ્રમત્ત થઈ જીવ જ્યારે આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ કરે છે, ત્યારે એ જીવને પુદ્ગલની અપેક્ષાએ આજ્ઞારસનો સંચય કરવામાં અસમર્થતા વેદાય છે. પરિણામે તે જીવને શેષ પુગલોનો યોગ્ય નિહાર કરવામાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરવો પડે છે. જે તેને માટે સ્વરૂપમાંથી બહાર નીકળવાનું નિમિત્ત થાય છે. આ કારણે તેને પોતાનાં સામર્થ્યરૂપ આજ્ઞા આરાધનની પૂર્ણતા જોવા જાણવા છતાં, વેદવામાં ન્યૂનપણું લાગવાથી એ જીવને અંદરમાં તીવ્ર પશ્ચાત્તાપરૂપ પ્રાર્થના થાય છે. અને તે પોતાના પૂર્ણ પરમાત્માને અરજ કરે છે કે, “અહો! જગતપિતા! તમે આ જગતમાં ભાવિક ભાવોની વચ્ચે પણ આજ્ઞાના પરમ આશ્રયથી સ્વભાવની સિદ્ધિને પામ્યા છો. આ આજ્ઞાસિદ્ધિની પૂર્ણતા એવી વિશુધ્ધ છે કે તે તમારા વિભાવને સદાકાળ માટે સફળતાથી સ્વભાવમાં પલટાવે છે; વળી, આપે કરેલો આજ્ઞારસ સંચય એટલો વિપુલ છે કે આપના શાંત થયેલા આત્મામાં તે આજ્ઞારૂપ પૂર્ણ ૐ ધ્વનિ બની, અમારા જેવા અબુઝ, અલ્પમતિ તથા અજ્ઞાની જીવોને માટે સ્વભાવ મેળવવા ટૂંકામાં ટૂંકા તથા સરળ, સુગમ અને સીધા ધોરીમાર્ગની રચના કરે છે. એ બોધવાણીની લાક્ષણિકતા એવી છે કે વધતી આજ્ઞાથી જન્મેલી માર્ગની પ્રરૂપણાને આ લોકમાં સનાતન તથા સર્વોત્કૃષ્ટ મંગલપણે સતત રાખે છે. જો વધતી આજ્ઞાનું મહાભ્ય તથા ઉચ્ચતા આ સંસારમાં આવાં અભુત હોય, તો એ મૂળ આજ્ઞાની વિશુદ્ધિ તથા સ્પર્શ કેટલો રૂડો, અપૂર્વ તથા અનન્ય હોવો જોઇએ? પ્રભુ! અમને ગુણોનો આશ્રવ કરાવી આ કથનનો અનુભવ કરાવો. આજ્ઞાની પૂર્ણતા જે ચેતનમાં છે, તેનો અનંતમો ભાગ પણ પુદ્ગલમાં સમાવો દુર્લભ લાગે છે; તેથી પુગલમાંથી જન્મેલો આજ્ઞામાર્ગ જો આવો અપૂર્વ જણાય છે તો ચેતનમાંથી જન્મેલો આજ્ઞામાર્ગ તેનાથી અનંતગમે વિશેષ અપૂર્વ, રૂડો અને કલ્પનાતીત હોય તે સમજાય તેમ છે. તો પ્રભુજી! અમને તમે આ ચેતન પ્રેરિત આજ્ઞારસનાં ભોક્તા બનાવો કે જેથી પુગલના સંસર્ગથી મળેલા રોગીપણાથી મુક્ત થઈ, સદાકાળ માટે Page #57 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિરોગીપણાને માણી શકીએ. અમને સમજાય છે કે ચેતન પ્રેરિત આજ્ઞારસ વચનાતીત, પુદ્ગલાતીત અને માત્ર અનુભવગમ્ય છે, તેથી એ બોધદુર્લભ તત્ત્વની પ્રાપ્તિ સામાન્યપણે અસંભવિત છે. માટે એ માર્ગની પ્રાપ્તિનું મૂળ તમારા બોધેલા પુદ્ગલ પ્રેરિત આન્નારસની પૂર્ણતાના સતત આરાધનમાં જ અનુભવાય એ પ્રસિદ્ધ છે.” જે પદ શ્રી સર્વન્ને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, એ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ આ પ્રકારની પ્રાર્થનારૂપ યાચનાથી જીવને શ્રી પ્રભુ પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસની પૂર્ણતા કરવા માટે બોધરૂપ સમજણ આપે છે. આ સમજણ આપવાનો મૂળ હેતુ એ છે કે જીવ એ માર્ગ આરાધતાં આરાધતાં આનંદ તથા પ્રસન્નતાનો અનુભવ કરી શકે. પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસથી જીવ અમુક માત્રા સુધી આનંદ તથા પ્રસન્નતા અનુભવી શકે છે, પણ તેનાથી ઉચ્ચ અવસ્થાએ એ રસ જીવને પૂરતો આનંદ કે પ્રસન્નતા આપી શકતો નથી, તે બંનેમાં મંદતા વેદે છે. આવા કાળે આજ્ઞાંકિત સાધક શ્રી પ્રભુ તથા શ્રી ગુરુ પાસે સમજણ મેળવી, પોતાના આનંદની અધુરપને પૂરવા, પ્રભુની પ્રસન્નતા તથા તેમના સંપર્કમાં રહેતા ઉત્તમતાએ આરાધન કરતા જીવોને ઓળખી, સમજી, ભાવ કરી રહણ કરવા પુરુષાર્થી થાય છે. આવા ગુણગ્રાહીપણાથી શ્રી પ્રભુ તરફથી અકથ્ય એવો ચેતન પ્રેરિત આજ્ઞારસ પામવાનો અતિ ગુપ્ત માર્ગ તેને પ્રાપ્ત થાય છે. ચેતન પ્રેરિત આજ્ઞારસ પામવાનો આ એક જ માર્ગ છેઃ સર્વ આત્મા માટે સરળતા, ભક્તિ, વિનય, તથા આજ્ઞાના માધ્યમથી પ્રભુના ગુણોને ઓળખવા, સમજવા, ભાવવા તથા ગ્રહણ કરવા. આ પુરુષાર્થની જ્યારે ઉત્કૃષ્ટતા થાય છે ત્યારે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ ચેતન પ્રેરિત આજ્ઞારસમાં પૂર્ણપણે પરિણમે છે, જેને શ્રી પ્રભુ “મહા-આશ્રવના માર્ગ' તરીકે ઓળખાવે છે. મહાસંવર માર્ગમાં પુદ્ગલની નિર્જરા (અજીવની) પૂર્ણ આજ્ઞાંકિતપણે થાય છે, મહા આશ્રવ માર્ગમાં ગુણોનો આશ્રવ જીવ આજ્ઞાંકિતપણે Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કરે છે. આને ઊંડાણથી વિચારતાં સમજાય છે કે આ મહામાર્ગના મુખ્યત્વે ચાર વિભાગ અને અનંત પેટાવિભાગ થાય છે. ચાર વિભાગ શ્રી પ્રભુ આ પ્રમાણે સમજાવે છે – ગુણ અવસ્થા આહાર | વિહાર | | નિહાર ગ્રહણ – Acquire છદ્મસ્થ પુદ્ગલ પુદ્ગલ પુદ્ગલ | પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ (મહાસંવર માર્ગ, છદ્મસ્થ ગુણ ગુણ ગુણ | ગુણ પ્રેરિત આજ્ઞારસ (મહાઆશ્રવ માર્ગ) કેવળી પર્યાય પુદ્ગલ ગુણ પુદ્ગલ કેવળી સમુદ્યાત પછી ગુણ પુદ્ગલ પુદ્ગલ ગુણ અને સિધ્ધ થતી વખતે આમ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા એ મહામાર્ગ પર આવવા માટે, ચાલવા માટે, રહેવા માટે તથા તેની ઉત્કૃષ્ટતા પામવા માટે મૂળ તથા ધ્રુવ કારણો છે. પ્રાથમિક સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞાથી શરૂ કરી મધ્યમ, અને ઉત્કૃષ્ટથી પૂર્ણ તથા પૂર્ણાતિપૂર્ણ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા પામવા માટે શ્રી પ્રભુ મુખ્યત્વે બે ભાવનું અપ્રમત્ત આરાધન કરવા બોધે છે – ૧. શ્રી ગુરુ, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તથા શ્રી આરાધ્ય પ્રભુ પ્રતિ પૂજ્યભાવ, ઉપકાર બુદ્ધિ તથા અહોભાવ ભાવવા. ૨. લોકકલ્યાણના હેતુથી ધર્મનો અબાધક ફેલાવો થાય એવી ભાવના સતત ભાવવી, જેથી ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું તથા સનાતનપણું ઉત્કૃષ્ટ કક્ષાએ સજીવન રહે. આ બંને ભાવનાના ભાવન કરવા માટે શ્રી પ્રભુ બોધે છે કે, “હે આયુષ્યનો! તમે બૂઝો! સમ્યક્ પ્રકારે બૂઝો! તમને અતિ દુર્લભ છતાં અતિ સુગમ, સરળ અને સચોટ એવો ધર્મનો માર્ગ મળ્યો છે. આ માર્ગનાં પેટાળમાં રહેલા અતિગૂઢ એવા મહાસંવર તથા મહા આશ્રવના માર્ગ મળ્યા છે. આ મહામાર્ગને તમે વિના ર( Page #59 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિલંબે પૂર્ણ ઉપયોગ સહિત, અપ્રમત્તપણે રોમેરોમ તથા પ્રદેશેપ્રદેશથી અબાધક ભૂમિકાની પૂર્ણતા સાથે ભજો. આવા અપૂર્વ ભજનમાં શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત પંચ-પરમેષ્ટિની પૂર્ણ ચરણસેવાથી તથા પુરુષાર્થથી આ સૂક્ષ્મ, ગંભીર તથા ગૂઢ માર્ગ અતિ સહજતાએ, વિના અંતરાયે તમારા દરેક પ્રદેશમાં ક્રમિક ભૂમિકાથી વિકાસ પામતો જશે.” આ માટે શ્રી પ્રભુનો ઉપદેશ છે કે, “આણાએ ધમ્મો, આણાએ તવોને ‘સમય ગોયં મા પમાયએથી “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિમાં ફલિત કરતાં કરતાં ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ' સુધી પહોંચી, અકંપ અને અડોલ સ્વરૂપ પામવા માટે સતત સાથ આપનાર એવા ‘ૐ ગમય આણાય, આણાયું ગમય ૐ” થી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણથી પ્રેરિત એવી પૂર્ણ આજ્ઞાસિદ્ધિને પામો, જેથી તમે પૂર્ણ કલંકરહિત અડોલ દશા'ના કર્તાભોક્તા થઈ શકો. આ દશાથી તમે લોકકલ્યાણનાં અતિશૂળ તથા અતિસૂક્ષ્મ રૂપને દવા તથા માણવા સમર્થ થશો; એટલું જ નહિ પણ ‘શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી આવતી બહ્મસમાધિ પામી ‘શ્રી કેવળીપ્રભુના સાથ’ને સતત સાદિ અનંત કાળને માટે “સિદ્ધપદ'માં અનુભવી શકશો; અન્ય ને અનુભવાવી શકશો તથા તેનો અનુભવ કરતાને અનુમોદી શકશો. આ દ્રવ્ય ઉત્તમ છે, ક્ષેત્ર ઉત્તમ છે, કાળ ઉત્તમ છે, ભવ ઉત્તમ છે; માટે ભાવને ઉત્તમોત્તમ કરી અપૂર્વ તથા અતિ દુર્લભ સંયોગની સફળતાની ટોચે પહોંચો.” શ્રી અરિહંત પ્રભુ ધર્મનું પ્રરૂપણ તથા સ્થાપન નિયમપૂર્વક સમૂહગત તથા મોટા પાયે કરે છે. કોઈ પણ અરિહંત ભગવાન વ્યક્તિગત તથા અંગત ધર્મપ્રરૂપણ કરતા નથી. આ વાત ઊંડાણથી સમજતાં એમના પુરુષાર્થની એક અતિ અગત્યની છતાં અતિ ગુપ્ત લાક્ષણિકતા પ્રગટ થાય છે. શ્રી પ્રભુ તથા શ્રી ગુરુની આજ્ઞાથી આ ગંભીર રહસ્યને શબ્દદેહ આપવાનો પુરુષાર્થ કર્યો છે. જેથી ભેદજ્ઞાનથી પરિપૂર્ણ એવી અભેદદશા મેળવવાના અંતરાયો સમૂહગત પુરુષાર્થથી પ્રદેશોદયથી ક્ષય થાય. આપણે બધા જાણીએ છીએ કે શ્રી અરિહંત પ્રભુ છેલ્લા આવર્તનમાં લગભગ ૨૫૦ થી ૩૫૦ ભવમાં સૂક્ષ્મ સ્થૂળ રૂપે જીવ સમસ્તના કલ્યાણના ભાવ કરતા ૩૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા હોય છે. લાંબા ગાળાના આ શુભ ભાવના પરિણામ રૂપે એમનો આત્મા આગલા મનુષ્ય જન્મમાં અતિ દુર્લભ છતાં અતિ કલ્યાણકારી એવું તીર્થકર નામકર્મ બાંધે છે. આ બંધ કર્યા પછી એમની કલ્યાણભાવના ધ્રુવબંધી થાય છે. અને એ ધ્રુવબંધનો અંત ૧૪માં ગુણસ્થાને આવે છે; કે જ્યારે એમનો આત્મા યોગનું રુંધન કરે છે. તે પરથી સમજાય છે અને એક ગુપ્ત રહસ્ય પ્રગટ થાય છે કે કેવળી પર્યાયમાં પણ જ્યારે શ્રી અરિહંત પ્રભુનો આત્મા યોગ સાથે જોડાય છે ત્યારે તે શાતા વેદનીય આશ્રવવા સાથે તીર્થકર નામકર્મના – કલ્યાણભાવનાં પરમાણુઓ પણ મોટી માત્રામાં આશ્રયે છે. જો આ ખેંચાણ ન હોય તો કલ્યાણરૂપ શાતા વેદનીયની તીવ્રતા કે તીણતા વધી શકે નહિ અને ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ મેળવવાના અંતરાયના ક્ષય માટે યોગ્ય આચરણ થઈ શકે નહિ, અને ધર્મના સનાતનપણા તથા મંગલપણાના ભારથી તે તીક્ષ્ણતા ઘણી ઘટી જાય. આ પ્રક્રિયા વિશેષ ઊંડાણથી વિચારીએ. શ્રી અરિહંત પ્રભુને નિયમપૂર્વક ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુસાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકાના પંચપરમેષ્ટિના પુરુષાર્થમાં સ્થાન પામે એવા કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ હોય છે. આ ગૂઢતા જાણવાનો આપણે પ્રયત્ન કરતાં નથી, પરંતુ શ્રી પ્રભુ તો આમ કલ્યાણ જ કરે એવું માની લઇએ છીએ. ઉપરનો નિયમ થવા પાછળ શ્રી પ્રભુનો કેવો પુરુષાર્થ તથા ફાળો રહેલો છે તેનો તો વિચાર પણ આપણે કરતા નથી. અને “આમ તો હોય જ’ – ‘તેઓ આમ કરે જ' એમ પ્રભુજીને પ્રભુ રૂપે સ્વીકારી લઈ, તેમના પુરુષાર્થને ગૌણ કરી દઇએ છીએ – ગૌણ સમજીએ છીએ. પરંતુ આપણા પર અસીમ કૃપા કરી શ્રી પ્રભુ આપણને શ્રી અરિહંત પ્રભુનો પુરુષાર્થ જણાવે છે. શ્રી અરિહંત પ્રભુના પુરુષાર્થમાં લોકકલ્યાણના ભાવ સાથે સહુ જીવ ધર્મની પ્રાપ્તિ કરે અને ધર્મની શાંતિ મેળવે એ ભાવ ભળેલા હોય છે. આ કારણસર એમનો આત્મા ધર્મની પ્રાપ્તિ, તેમાંથી જન્મતી શાંતિ તથા જે જે ગૂઢ રહસ્યોને મેળવે છે, તેનું તેઓ વિના સંકોચે, વિના પ્રમાદે અમુક યથાયોગ્ય પાત્ર જીવોને દાન કરી સ્વરૂપ સિદ્ધિ મેળવવામાં તેઓને સહભાગી કરે છે. એમનો ૩૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મા છદ્મસ્થપણામાં પણ ધર્મની પ્રાપ્તિને ગુપ્તપણે આચરતો નથી, પરંતુ પાત્ર જીવોને તેનું દાન કરતો જાય છે. જો તેઓમાં આ જાતનો પુરુષાર્થ હોત નહિ તો શ્રી અરિહંત પ્રભુને નિયમપૂર્વક પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સમૂહનો સાથ મળવો કઈ રીતે શક્ય બનત? વળી, શ્રી તીર્થંકર પ્રભુના નિમિત્તથી નિત્ય નિગોદમાંથી નીકળનાર જીવ ભાવિમાં તીર્થંકર થવાના જ છે એ જ સૂચવે છે કે તે જીવ ભાવિમાં નિયમપૂર્વક લોકકલ્યાણની ભાવના કરવાનો છે, અને તે ભાવનાનું દાન પણ ક૨વાનો છે; જેથી તે દાન સ્વીકારી એમના સાનિધ્યમાં શ્રી ગણધર પ્રભુના આત્મા પણ લોકકલ્યાણની ભાવના કરવામાં જોડાવાના છે. આ પરથી શ્રી અરિહંત પ્રભુની એ લાક્ષણિકતા પ્રગટ થાય છે કે, જે ભાવ એમને સ્વયંભૂ છે, એ ભાવ પણ તેઓ પોતા પૂરતા સિમિત ન રાખતાં, સર્વ જીવ એ ભાવ કરી શકે એવા ગુપ્ત આશયથી દાન આપતાં રહે છે. જે જીવો આ દાન સ્વીકારી ૧૦૦ ભવ સુધી તેમની સાથે શુભ સંબંધમાં રહી લોકકલ્યાણની ભાવના તેમના આધારે કરતા રહે છે તેઓ છેવટમાં અતિ કલ્યાણકારી એવા ગણધરપદને પ્રાપ્ત કરે છે. ગણધર પ્રભુના જીવ કક્ષાનુસાર વિનય, ભક્તિ તથા આજ્ઞાપાલન સહિત એ ભાવને ગ્રહણ કરતા જઈ, વધારતા જઈ, એ ભાવને વ્યક્તિગત મૂર્તરૂપ આપી, કલ્યાણની સ્પૃહારૂપ સંસારીભાવને એ ભાવમાં ભેળવી દે છે, જેથી તેમનો એ ઉચ્ચ ભાવ સંસારી જીવો સ્થૂળરૂપે સંસારીપણામાં પણ ઓળખી શકે. ૧૫૦ = શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુ સિવાયના કોઈ પણ જીવ માટે નિત્યનિગોદમાંથી નીકળતી વખતે નક્કી થઈ શકતું નથી કે એ જીવ લોકના સમસ્ત જીવો માટે કલ્યાણભાવના કરી શકવાના છે. આ કથન સત્ય હોવા સાથે આપણે સહુ જાણીએ છીએ કે શ્રી તીર્થંકર પ્રભુના સંગમાં નિયમ પૂર્વક ગણધર પ્રભુ સાથે પંચપરમેષ્ટિ આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી કલ્યાણભાવ કરે જ છે. આ ત્રણ કક્ષાના જીવો (આ. ઉ. સા.) શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુથી પ્રેરાઈને લોકકલ્યાણની ભાવના કરે છે. અને તેમની આ ભાવનાની શરૂઆત આત્મદશામાં અમુક માત્રામાં આગળ વધ્યા પછી જ થાય છે, અજ્ઞાનાવસ્થામાં આ ભાવના ૩૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા ભાવવાનો તેમને સંભવ હોતો નથી. તેમ છતાં આ ભાવનાને ઉત્કૃષ્ટતાએ લઈ ગયા વિના તેઓ કેવળજ્ઞાન લેતા નથી કે સિધ્ધ થતા નથી. એ પરથી સાબિત થાય છે કે તેઓ ત્રણે શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુના નામકર્મ બંધનથી શરૂ કરી સિધ્ધ થતા સુધીની અવસ્થામાં તેમની પ્રેરણાથી આ ભાવના શરૂ કરી ઉત્તમતા સુધી પહોંચાડે છે. શ્રી તીર્થંકર પ્રભુ જો ધર્મપ્રાપ્તિનું દાન, શાંતિનું દાન અને સિદ્ધિનું દાન ગણધર પ્રભુ સહિત અન્ય જીવોને આપતા ન હોત તો અન્ય જીવો તેમની પાસેથી પ્રેરણા લઈ પાત્ર થઈ શકત નહિ તે નિર્વિવાદ છે. આ દાન મેળવી, પાત્ર થઈ સર્વ પંચપરમેષ્ટિ જીવો લોકકલ્યાણની ભાવના કરી, પોતાના વર્તમાન તથા ભાવિને મંગલમય કરે છે. મંગલ કઈ રીતે? જીવ જ્યારે લોક કલ્યાણની ભાવના કરે છે ત્યારે તે પોતાના શાતા તથા શાંતિની પ્રાપ્તિને લગતા અંતરાયનો ક્ષય કરે છે, અને તેથી તેમનું જીવન મંગલમય થતું જાય છે. સર્વ છદ્મસ્થ પરમેષ્ટિ માત્ર વર્તમાનના મંગલપણાના હેતુથી લોકકલ્યાણની ભાવના કરે છે. પરંતુ એ મંગલપણામાં શ્રી તીર્થંકર પ્રભુ એમનામાં સનાતનપણાની ભાવનાનું ગુપ્તતાએ રોપણ કરે છે. શ્રી તીર્થંકર પ્રભુની લોકકલ્યાણની ભાવના સ્વયંભૂ હોવાથી તે મંગલપણાના સ્વાર્થી આશયવાળી હોતી નથી, તેથી તેમનો આત્મા એ ભાવનાથી સહેજે સુખ, શાંતિ અને શાતા અનુભવે છે. આ સર્વ જોઈ શ્રી ગણધરાદિ છદ્મસ્થ પરમેષ્ટિ લોકકલ્યાણની ભાવના પ્રભુ જેવા સુખ, શાંતિ, શાતા મેળવવા માટે કરે છે. આ રીતે શ્રી તીર્થંકર પ્રભુ ધર્મના સનાતનપણાના નિઃસ્વાર્થી સ્થાપન અર્થે ભાવના કરે છે અને શ્રી ગણધરાદિ વર્તમાન તથા ભાવિની ઉજ્જવળતા અર્થે “સહુ જીવ ધર્મ પામે” એવી ભાવના કરે છે. આ પ્રકારે શ્રી ગણધરાદિ પરમેષ્ટિ મૂળમાં મંગલપણાના હેતુથી ભાવ કરે છે, અને શ્રી તીર્થકર પ્રભુની પ્રેરણાથી સહાયક તત્ત્વરૂપે ધર્મનાં સનાતનપણાને પોતાના ભાવમાં ઉમેરે છે; ત્યારે શ્રી તીર્થંકર પ્રભુ એમના કલ્યાણભાવ મૂળ ધર્મનાં સનાતનપણાના આશયથી ભાવે છે; અને તેમાં મંગલપણાને સહાયક તત્ત્વ (By product) તરીકે ભેળવે છે. ૩૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ બંનેના સરવાળાથી ધર્મનું સનાતનપણું અને મંગલપણું અનાદિ અનંત બને છે. આ હાર્દ પકડાતાં હ્રદય પોકારે છે કે, “અહો! શ્રી તીર્થંકર પ્રભુ! તમારો સનાતનપણા સહિતનો કલ્યાણભાવ અન્ય પરમેષ્ટિના મંગલપણાના ભાવને યોગ્ય સમતોલન આપે છે. તે પરથી તમારા પુરુષાર્થની તીક્ષ્ણતા અને ઊંડાણનો ખ્યાલ આવે છે. હે પ્રભુ! તમારા જેવા અપૂર્વ પુરુષાર્થને પ્રાપ્ત કરી અમારાં મન, વચન, કાયા તથા આત્માના પ્રદેશે પ્રદેશ સર્વકાળ માટે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ પામો. આ સનાતન અને મંગળ ધર્મના હેતુની અપેક્ષામાં પરમ ઇષ્ટ એવો પૂર્ણ આજ્ઞામાર્ગ નિરુપાયો છે, તેથી સમજાય છે કે જો શ્રી અરિહંતપ્રભુ તીર્થંક૨૫ણામાં ધર્મનું સનાતનપણું ભાવત નહિ કે આચરત નહિ તો ધર્મનું મંગલપણું વિસરાઈ જાત, અને આજ્ઞામાર્ગ ઉપસ્થિત ન રહેત. પ્રભુ! તમારા ઉપકાર માટે અહો! અહો! વારંવાર અહો !” શ્રી પ્રભુએ આપેલા આ આજ્ઞામાર્ગને ઓળખવામાં, સમજવામાં, તથા આચરવામાં વિઘ્ન કરનાર મૂળ કર્મ છે અંતરાય કર્મ. આ કર્મનું સામ્રાજ્ય કર્મરૂપી શત્રુમાં છવાયેલું અનુભવાય છે. મોહરાજાના શાસનને જીવિત રાખનાર અંતરાય અપ્રમત્તપણે સતત સક્રિય રહે છે; એટલું જ નહિ પણ વિભાવની પૂર્ણ આજ્ઞામાં રહી, પોતે જ કર્મરૂપી અજીવ પદાર્થને જીવ જેવા ચેતન પદાર્થ ૫૨, અક્રિય રૂપ હોવા છતાં સક્રિય કરે છે. અંતરાય કર્મ મૂળભૂત ઘાતીકર્મ છે. અને આત્માનાં અનંત વીર્યને હણે છે. આ કર્મ જીવનાં ભૂતકાળનાં વિભાવનાં કર્તાપણાને અને ભાવિનાં તથા વર્તમાનનાં ભોક્તાપણાને અનિવાર્યતા આપે છે. આ કાર્ય માટે અંતરાય પોતે જ કર્તા બને છે. તે અન્ય ભાવ, પદાર્થ કે વસ્તુ પર વિશ્વાસ રાખતું નથી, તેથી તે આઠે કર્મની સર્વ પ્રકૃતિ સાથે જોડાયેલું રહે છે. અર્થાત્ તે ઘાતી કે અઘાતી સર્વ કર્મ સાથે સંબંધિત રહે છે. આને લીધે ઘાતી અઘાતી કર્મ પ્રકૃતિથી સાવ જુદાં હોવા છતાં એક પરિવારની જેમ જીવના પ્રદેશો પર બિરાજે છે. આમ કર્મ પરિવારને એકત્રિત કરનાર અને રાખનાર સદસ્ય છે અંતરાય કર્મ. ૩૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા અંતરાય કર્મની બીજી લાક્ષણિકતા એ છે કે તે કોઈ પણ વાર એકલું આવતું નથી, તેની નજીકમાં નજીકના સાથીદાર છે વેદનીય કર્મ. અંતરાય અને વેદનીય સદાકાળ માટે દાંપત્ય જીવન ભોગવે છે. બંનેને અવિનાભાવિ સંબંધ છે. અહીં નવાઈની વાત તો એ છે કે શ્રી પ્રભુએ કર્મના ઘાતી અઘાતી એવા બે વિભાગ બતાવ્યા છે. જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ જુદાં પ્રકારે છે; તો અંતરાય કર્મ જે મૂળથી ઘાતી છે અને વેદનીય છે મૂળથી અઘાતી છે તે બંને એક સાથે અનંતાનંત કાળ માટે અનાદિ અનંત સ્વરૂપે કેવી રીતે રહે છે? જ્યાં આપણી મતિ અલ્પ જ છે, ત્યાં પ્રભુના આશ્રયથી જ આવા ગૂઢ, રહસ્યમય અને અટપટા સવાલોનો ખુલાસો આપણે સમજી શકીએ તેવી ભાષામાં મળે તેમ છે, તેથી જ આપણે પ્રભુને પ્રાર્થીએ કે – અહો! અંતરાયરૂપી કાલિનાગના શરીર પર બિરાજમાન નંદગોપાલ! અસહ્ય વેદના દેનાર વેદનીય કર્મને સ્વસ્વરૂપનાં વેદનમાં સદાકાળ માટે પલટાવનાર, અનંત જ્ઞાનદર્શન તથા યથાપ્યાત ચારિત્રને ખીલવનાર અને સર્વ સિદ્ધિને પૂર્ણરૂપે પ્રગટાવનાર હોવા છતાં પૂર્ણાતિપૂર્ણ એવા સર્વ પંચપરમેષ્ટિની પૂર્ણ આજ્ઞામાં રહી, વીતરાગી શુકુલ સ્વરૂપને માણનાર શ્રી સિદ્ધ પ્રભુ ! તમારા આ અવર્ણનીય પુરુષાર્થને અમારા વંદન હો. અંતરાય કર્મના ગર્વને તોડવા ઉત્તમ માર્ગ આપી અમારા પર અપરંપાર ઉદારતા અને કરુણાનો ધોધ વરસાવી તમે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ માટે આપને ખૂબ ભાવથી વંદન કરી, પ્રાર્થીએ છીએ કે અમારે તમારી આજ્ઞામાં જ રહેવું છે, જેની સહાયથી આ ભયંકર સર્પનાં ઝેરને અમે સિદ્ધભૂમિનાં અમૃતમાં પરિણમાવીએ. વિચાર કરતાં આ કાર્ય કરવું દુષ્કર લાગે છે, પણ પ્રભુ! તમે તો પૂર્ણ છો, તેથી અમને આ માર્ગ કૃપા કરી સમજાવો, અને એ સમજણ અમને અમારા પ્રદેશ પ્રદેશમાં વેદાવો, જેથી એ સમય માત્રના અનુભવથી સર્વકાળ માટે જીવને શિવમાં પલટાવી દઈ શકીએ.” શ્રી પ્રભુની કરુણાનો સ્વીકાર કરી, જીવ જ્યારે પ્રભુને સંબોધી યાચના કરે છે ત્યારે સહજતાએ જીવમાં સમજણ આવતી જાય છે. પ્રભુની આવી પ્રભુતામાં ૩૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સરળતા, ભક્તિ, વિનય અને આજ્ઞા જોવા મળે છે. પ્રભુ કેવા રૂડા છે? જે જીવ વર્તમાનમાં એમના કરતાં ઘણો નબળો છે, તે તેમને સહૃદયતાથી પ્રાર્થે છે ત્યારે પ્રભુ એ સમર્પણભાવ સ્વીકારી સરળતાથી, ભક્તિભાવથી, વિનયથી તથા પૂર્ણ આજ્ઞાથી એ જ્ઞાનને વિના વિલંબે એના તરફ વહાવે છે. પૂર્ણતાવાળા પ્રભુ પણ આ ગુણોના દાસ છે, અને આપણે એ પ્રભુના દાસ છીએ, તેથી આપણે આ ગુણોના દાસાનુદાસ બનીએ છીએ. પરિણામે પ્રભુના ગુણોને ભાવપૂર્વક વિચારતાં પ્રશ્નોનું સમાધાન મળી જ જાય. ભૂતકાળમાં સેવેલા વિભાવથી બંધાયેલા અંતરાયને લીધે જીવને વર્તમાનમાં એ અંતરાયનો ઉદય ભોગવવો પડે છે. આ અંતરાય વેદતાં જીવ વળી વિભાવનો સહારો લઈ નવી અંતરાય બાંધે છે, અનાદિકાળથી આ કાર્ય પરંપરાએ ચાલતું આવ્યું છે. કર્મસિદ્ધાંતથી આ પ્રક્રિયા સમજવી હોય તો આ પ્રકારે સમજાય. વર્તમાનમાં જીવને સંસારના પરપદાર્થો પ્રતિ પ્રીતિ અપ્રીતિ થયા કરે છે. જ્યાં એનું વીર્ય ઇચ્છાગત ભાવને પૂરા કરે છે ત્યાં તેને પ્રીતિ થાય છે, અને જ્યાં ઇચ્છાગત ભાવ પૂરા કરવામાં વીર્ય ઓછું પડે છે ત્યાં તેને અપ્રીતિ થાય છે. એમાં અંતરાય કર્મનો ફાળો આવે છે. જીવ મોહરાજાનો બંદી બન્યો છે; માટે એને અંતરાયકર્મ રૂપ સેનાપતિ તથા સેનાગણના તાબામાં રહેવું પડે છે. આ અંતરાય કર્મ તેને બે રૂપે પરિણમે છે (૧) કર્તાપણે (૨) ભોક્તાપણે. પૂર્વભૂલ તથા વિભાવને કારણે જીવને વર્તમાનમાં અંતરાય વેદવી પડે છે. આ અંતરાય વેદતી વખતે જીવ જો મોહરૂપી વિષનું પાન કરતો હોય તો એ વેદનમાં આર્ત તથા રૌદ્ર પરિણામ થતા હોવાથી જીવ નવી અંતરાયનો કર્તા થાય છે, અને તેનાં ફળરૂપે ભાવિમાં તેણે અંતરાયના ભોક્તા થવું પડે છે. જીવ જ્યારે અંતરાય કર્મનો ભોક્તા થાય છે ત્યારે તેની સાથે તે વેદનીય કર્મ પણ ભોગવે છે. પરંતુ આ વેદન વેદનીય કર્મના તાબાનો વિષય છે. અહીં પ્રભુ આપણને એ ગુપ્ત સિદ્ધાંત સમજાવે છે કે કર્મનાં ભોક્તાપણામાં વેદનીય કર્મ અનિવાર્ય છે; અને કર્તાપણામાં અંતરાયકર્મ અનિવાર્ય છે. આ કર્તાપણું તથા ભોક્તાપણું એટલે આત્માનાં છે પદમાંના બે પદ, ૩૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા તે બંને આત્મા સતત અનુભવતો રહે છે. તે કર્તાપણું તથા ભોક્તાપણું બે વિભાગમાં વિભાજિત થાય છે (૧) છદ્મસ્થ અવસ્થામાં (૨) પૂર્ણ અવસ્થામાં. છદ્મસ્થ સ્થિતિમાં જીવ કર્મનાં પરમાણુઓને સતત ગ્રહે છે તથા છોડે છે. કર્મ પરમાણુને છોડતી વખતે જીવ એ પરમાણુઓને વિપાકરૂપે અથવા પ્રદેશોદયથી વેદે છે. કર્મ વિપાકરૂપે વેદાય છે ત્યારે જીવ શરીર દ્વારા પ્રદેશથી વેદન કરે છે, આથી વેદનીય કર્મ તેને ઘાતી-અઘાતી કર્મરૂપે પરિણમે છે. જ્યાં વેદનીય કર્મ આકરું હોય અર્થાત્ વેદનનાં દ્વાર વધારે હોય ત્યારે કર્માશ્રવ વિશેષ થાય તેવું ભયસ્થાનક રહે છે. અહીં એ જીવ પ્રદેશોદયથી કર્મને ભોગવવાનાં અંતરાય વેઠે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જે વિપાક ઉદયને જીવ વેદે છે તે એનું વેદનીય કર્મ છે; અને પ્રદેશોદયથી તે કર્મને વેદવાનું તેનાથી બનતું નથી તે એનું અંતરાય કર્મ છે. આમ છદ્મસ્થ અવસ્થામાં વેદનીય તથા અંતરાય કર્મ જોડીદારની જેમ આત્મા પર રાજ કરે છે. આ જ પ્રમાણે જ્યારે જીવ પ્રદેશોદયથી કર્મ વેદે છે ત્યારે તેનું પ્રદેશોદયનું વેદનીય ભોગવાય છે (માત્ર થાતી વેદનીય છે) અને વિપાક ઉદયનું અંતરાય વેદાય છે. આમ વેદનીય કર્મ એ અંતરાય કર્મને પરિણમાવવાની પરિભાષા છે. નીચેનાં વચનો જુઓ ૧. પૂર્વની અંતરાય પાંચ સમવાયથી વર્તમાનમાં ઉદિત થાય છે. ૨. અંતરાયનો ભોકતા બની વેદનીય કર્મનો કર્તા તથા ભોક્તા થાય છે. ૩. વેદનીયના કર્તા-ભોક્તા થવાના કારણે વિભાવ કરી જીવ અંતરાય કર્મનો કર્તા થાય છે. ૪. અંતરાય ભાવિમાં નિકાચીતપણે આવતું હોવાથી તે અંતરાયના કર્તા સાથે વેદનીયનો ભોક્તા થાય છે. ૫. વેદનીય અને અંતરાય અન્યોન્યપણે સત્તાગત બને છે. આમ અંતરાય કર્મ અને વેદનીય કર્મ અવિનાભાવી સંબંધ ધરાવે છે. પૂર્ણ પ્રભુની અપેક્ષાએ આ સિદ્ધાંત કેમ છે ? ૩૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પૂર્ણની અપેક્ષાએ સમજીએ તો જણાય છે કે પૂર્ણ આત્મા અંતરાય તથા વેદનીયના સતત કર્તાભોક્તા હોતા નથી. સયોગી કેવળી જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે કર્તાભોક્તા બને છે; અન્ય સમયે નહિ. અયોગી કેવળી ૧૪મા ગુણસ્થાને પૂર્વ પર્યાયને ભોગવતા નવા બંધ કરતા નથી. એમનો ભોગવટો સ્વરૂપના કર્તાપણે અને પૂર્વકર્મના ભોક્તાપણે થતો જાય છે. ત્યારે સિદ્ધ પર્યાયમાં સ્વરૂપનું જ કર્તાભોક્તાપણું રહેતું હોવાથી અને સંસારી શાતા અશાતારૂપ કર્તાભોક્તાપણાનો ક્ષય હોવાથી સંસારના અંતરાય અને સ્વશાતાનું વેદન કરે છે. જીવને સંસારનાં કર્તાભોક્તાપણામાંથી છૂટી સ્વરૂપનાં કર્તાભોક્તાપણામાં જવા જતાં કેવી અંતરાયો નડે છે, અને તેને તોડવા માટે શ્રી પ્રભુનો સાથ આપણને કેટલો ઉપકારી થાય છે એ ખૂબ વિચારણીય છે. વળી, અંતરાય તૂટતાં જીવનું કાર્ય પૂરું થતું નથી. ચારિત્રમોહના ચાર કષાયો – ક્રોધ, માન, માયા તથા લોભ જીવને અતિ અતિ પરેશાન કરતા રહે છે. આ પરેશાની ક્ષીણ ક૨વા શ્રી વીતરાગ પ્રભુ રાગદ્વેષનાં ઘટકને છૂટા પાડી પરમાર્થ શુદ્ધિની ટોચે પહોંચવા સુધી દોરતા રહે છે. શ્રી વીતરાગ પ્રભુનું આ કાર્ય કેવું છે? શ્રી વીતરાગી મહાત્મા રાગદ્વેષનાં ઘટકને સંપૂર્ણપણે ઉદયમાં આવવા દેતાં નથી, ત્યાંથી શરૂ કરી એ મહાત્મા ઉદયગત તથા સત્તાગત રાગદ્વેષનાં પરિણામને, પુદ્ગલ તથા વિભાવને આજ્ઞાના મહાસાગરમાં ડૂબાડી, એ જ રાગદ્વેષનાં પુદ્ગલને આજ્ઞારૂપ સાગરનાં મોજાં બનાવી, તેનાં કિનારા પર માટી રૂપ સંસારમાં કલ્યાણરૂપી મિનારામાં પરિવર્તિત કરી જગતને ધર્મનો મંગલમાર્ગ સનાતનરૂપે આપે છે. મહાત્માનો આ કેવો પુરુષાર્થ છે? તેઓ વિભાવથી સંચિત કરેલા પુદ્ગલને પણ ધર્મલાભના કલ્યાણરૂપ હેતુમાં રૂપાંતિરત કરી વ્યવહાર તથા પરમાર્થ શુદ્ધિની ટોચને લોકો સમક્ષ રજૂ કરે છે. આવા વીતરાગી મહાત્માનાં ચરણરજનાં કણને પણ ગ્રહણ કરવાથી ધર્મનું ઉત્કૃષ્ટપણું ગ્રહાય છે, તો એ આત્માને જો પ્રભુકૃપાથી સમસ્તરૂપે ગ્રહણ કરવામાં ૩૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા આવે તો તે જીવ ધર્મની ઉત્કૃષ્ટતા અનંતાનંતપણે વેદી શકે અને માણી શકે એમાં કોઈ નવાઈ નથી. શ્રી વીતરાગ પરમ નીરાગી છે, એમણે રાગને બનાવનાર દ્વિતીય કષાયરૂપ માયા અને લોભને સરળતા તથા ભક્તિમાં રૂપાંતરિત કર્યા છે. તેઓ ભક્તિને વિશુદ્ધ બનાવી, વિનયગુણને પ્રગટાવી લોભને પરમાર્થ લોભમાં પલટાવી, માન કષાયને હણે છે, અને એ ભક્તિપ્રેરિત વિનયને પરમ આજ્ઞામાં લઈ જા, આજ્ઞારૂપ બનાવે છે, જેથી ક્રોધ કષાયનું ફળ મૂળ કારણથી નિવૃત્ત થાય છે. આવા અકથ્ય, દુરારાધ્ય અને અસીમિત પુરુષાર્થી આત્માની વીતરાગતા નિહાળી, સમજી, જગતપિતાને હૃદયથી અરજી થાય છે કે, “હે પિતા! તમે ઉત્તમ વીતરાગી આત્મા માટે માર્ગસૂચક સ્થંભો મૂકીને ધર્મરૂપી જાદુને સજીવન કર્યું છે. એમનાં શાંતિ, સમતા, સત્ય, નિરાકુળતા તથા પરમ મધ્યસ્થતા અમને એ મહાત્મા જેવા બનવા પ્રેરણા અને પુરુષાર્થની લગની આપે છે. પરંતુ હે પિતા! આ સંસારનું રૂપ અતિ ભયાનક તથા લપસણું હોવાથી અમારી છદ્મસ્થતાને કારણે અમે આ ભાવ સતત રાખી શકતા નથી, અને ભાવની મંદતા થતાં કર્મ વિભાવ પરિણામી થઈ અપ્રમત્તતાથી અમારા પર હુમલો કરી વિજયી બને છે. કર્મના વિજયથી અમે ફરીથી દુ:ખી અને દરિદ્રી બની, સંસારી જેલના કેદી થવાનું નિકાચીત કર્મ બાંધી બેસીએ છીએ. પ્રભુ! તમે તો આ કેદથી છૂટી મોક્ષનાં સુખને સદાયને માટે માણો છો, કારણ કે તમે શુધ્ધભાવને સતત રાખી શકો છો. તો હે પ્રભુ! અમારા જેવા સરાગી જીવોને વીતરાગીપણું સાચવવા કંઈક સાધન આપો કે જેથી અમારી છદ્મસ્થતાને કારણે ભાવમાં મંદપણું આવે ત્યારે તમારા આપેલા સાધનનો સદુપયોગ કરી અમે ઉપર સ્વીકારેલા ધ્યેયને મજબૂત બનાવી કર્મના જયને પરાજયમાં પલટાવી શકીએ, અને આત્માને જાળવી લઈએ.” શ્રી કરુણાવંત પ્રભુ યાચકના સાચા ભાવને નિહાળી બોધ આપે છે કે, “તું વીતરાગીનો રાગ પામ.” “પ્રભુ! આપના બોધ માટે અહોભાવ તો વેદાય છે પણ ગૂઢાર્થ સમજાતો નથી.” એ માટે શ્રી પ્રભુ ખુલાસો આપે છે કે, “હે વત્સ! આ જગતમાં રાગ સંસારને સંસારરૂપે પરિણમાવે છે; તેથી સંસાર અનાદિ અનંત બને છે. બીજી બાજુ મોક્ષ પણ અનાદિ અનંત છે. તેથી ઊંડાણથી વિચારશો તો મોક્ષના અનાદિઅનંતપણામાં Page #69 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ‘રાગ’નો ફાળો કઇ અપેક્ષાએ છે તે જણાશે. તે જાણી સંસારના મુખ્ય કારણરૂપ રાગને તું વિશુદ્ધ કરી સંસારમાં રહીને પણ મોક્ષસુખને પામી શકીશ.” “હે પ્રભુ! અમારી મંદબુદ્ધિને કારણે તમારી અમૃતવાણીનો સ્પષ્ટાર્થ થતો નથી, તો કૃપા કરી એ અમૃતધારાને અમારી સમજણમાં આવે એવી બનાવો.” મંદબુદ્ધિના છતાં વફાદાર વિદ્યાર્થીને માટે શ્રી પ્રભુ પ્રેમની અપૂર્વ ધારાથી નીરાગીપણે ઉત્તરને વધારે સુગમ કરી શબ્દરૂપી પુદ્ગલને વહાવતાં કહે છે કે, “હે મોક્ષસુખના ચાહક! હે આયુષ્યમનો ! તમે વિચારો કે જે મહાત્માને આ સંસારના એક પણ પદાર્થ, પુદ્ગલ કે વસ્તુ માટે રાગ નથી, અને જે માત્ર વીતરાગતાના તાણેવાણે સ્થિર જ રહે છે, એવા મહાત્માનો જો તમે રાગ પામો તો તમારા રાગનાં બંધન તોડવા તેઓ તેમની વીતરાગતા તમને આપવાના જ છે. તે વીતરાગતાની સહાયથી તમે સંસારમાં રહીને પણ મોક્ષસુખ વેદી શકશો. એ વેદન તમને સાદિ અનંતકાળ માટે મોક્ષસુખમાં લઈ જશે. આ મહાત્મા રાગરૂપી સર્પ માટે નોળિયા સમાન છે.” “અહો પ્રભુજી! એ મહાત્મામાં અમારા માટે રાગ જગાડવો શી રીતે ? તેઓ તો રાગને દેશવટો આપી ચૂકયા છે. તો પછી અમે એવું ક્યું વર્તન કરીએ કે જેથી તેઓ અમારા માટે વીતરાગતાનું દાન કરવાનો રાગ ગ્રહણ કરે ?” આ સવાલનો જવાબ આપવા શ્રી પ્રભુ મુખમુદ્રા પર અતિ શાંત છતાં ગંભીર સ્મિત રેલાવી ના માધ્યમથી અતિ અતિ દુર્લભ અને ગૂઢ રહસ્યને પ્રગટ કરતાં શબ્દદેહ આપે છે કે, “હે વત્સ! વીતરાગી મહાત્મા વ્યવહાર શુદ્ધિના નેતા છે, તેમને લક્ષ છે કે તેઓ પણ સંસારરૂપી સર્પના પંજામાં એક સમયે સાયેલા હતા. અને ત્યારે તેમને ધર્મરૂપી નોળિયાએ સર્પના પંજામાંથી બચાવ્યા હતા. આમ એ વીતરાગી મહાત્મા પર ધર્મનું ૠણ ચડયું હતું. આ ઋણમુક્તિ માટે પૂર્ણ વીતરાગતા મૂકી, રાગી થઈ આ બંધન વેદે તો નિવૃત્તિ મળે. આ રાગબંધન તેઓ એવા જ જીવ માટે સ્વીકારે ૪૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કે જે જીવ આ ધર્મરૂપી નોળિયાને સજીવ રાખવામાં ફાળો આપી શકે. અર્થાતુ જે જીવ ધર્મની મંગલતા કાયમ રાખવા ધર્મનાં સનતાનપણાના ભાવ વેદે છે, તે જીવ તે મહાત્માની ઋણમુક્તિનું સહાયભૂત સાધન થાય છે. જ્યારે આવો જીવ ઋણમુક્તિનું સાધન થાય છે ત્યારે એ મહાત્મા એ જીવના ઋણી બને છે, તેથી તે મહાત્માએ જો આ ઋણથી મુક્ત થવું હોય તો તે જીવને સમજાય તેવી ભાષાથી જ જણાવવું ઘટે. છદ્મસ્થ હોવાથી જીવ તો રાગી જ છે, તેથી પોતાની ઋણમુક્તિ માટે મહાત્માએ પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. મહાત્મા દ્વારા સેવાતા રાગભાવથી એ જીવને આ લોકનો સહુથી ઉચ્ચ પુરસ્કાર મળે છે, તે છે “વીતરાગીનો રાગ”. જેને આ પુરસ્કાર મળે છે તેને જીવત્વ છોડી પરમાત્મત્વ પામવાનું નિકાચીત કર્મ બંધાય છે. આ કર્મની નિકાચીતતા જેટલી ઘટ્ટ તેટલા પ્રમાણમાં એ જીવને પાંચ સમવાય તથા પંચાસ્તિકાયનાં ધ્યેયને સફળ કરવાની પ્રવૃત્તિ વિશેષ થાય છે. માટે હે જીવો! તમે ધર્મને વેદો, એ વખતે ધર્મનાં સનાતનપણાના ભાવ ઉગ્રતાથી કરો, તો આ જ સંસારમાં, કષાય તેમ જ કર્મનાં દુનિમિત્તોમાં રહીને પણ તમે મોક્ષસુખને માણી શકશો.” અહો પ્રભુ ! તમારી અપરંપાર કરુણાને વંદન હો. તમે જ અમને તમારી આજ્ઞામાં રાખી, ધર્મનાં સનાતનપણા માટે ઉગ્ન ભાવ કરાવો, એ જ તમારા દાસાનુદાસની રોમેરોમ તથા પ્રદેશેપ્રદેશથી સર્વકાલીન ચાલે એવી વિનંતિ છે.” “હું પામી છું ખૂબ મારા વીતરાગીનું હેત રે, તમો તે પામીને છૂટો, એ મારી મહેચ્છા રે “આજે હું તો પ્રભુ આજ્ઞાએ ઘણું ઘણું પામી રે.” શ્રી વીતરાગીનો રાગ પામવાથી જીવને આજ્ઞાધીન થયા પછી ઘણા ઘણા કોયડાના ખુલાસા થતા જાય છે. અને કર્મ સંબંધી કેટલીયે ઊંડાણભરી સમજ એવી સરસ રીતે મળે છે કે જીવને પોતાનાં શેષ કર્મો ક્ષીણ કરવા અને અન્યને કર્મો ક્ષીણ કરાવવામાં સહાય કરવી સહજ થઈ જાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મોહ સહિતનાં સર્વ ઘાતી કર્મો આત્માના ગુણને હણે છે, અને વેદનીય આદિ સર્વ અઘાતી કર્મો આત્માના ગુણને હણતા નથી, ઘાતી અઘાતી વચ્ચેના આ મૂળ તફાવતને લીધે આત્મપ્રદેશ પરના કર્મનાં આકાર અને સ્થાનમાં ફરક રહે છે. ઘાતકર્મ આત્માના પ્રદેશ પર સીધા પુદ્ગલરૂપે ચીટકે છે, આત્માના વિભાવને કારણે એમનું સ્થાન અનાદિકાળથી સચવાયેલું રહે છે. જીવ જ્યારે વિભાવમાંથી નીકળી સ્વભાવ તરફ વળતો જાય છે, ત્યારે જીવના આત્મપ્રદેશ અને ઘાતકર્મનાં પુદ્ગલ વચ્ચેનું અંતર વધતું જાય છે. તે અંતરની માત્રા અમુક હદ સુધી આવે છે ત્યારે ઘાતકર્મનો ક્ષય કરવો વધુ ને વધુ સહેલો થતો જાય છે. કારણ કે જીવ અને અજીવનો મૂળભૂત સ્વભાવ એકબીજામાં એકરૂપ થઈને રહેવાનો નથી. પરંતુ બીજી બાજુ અઘાતી કર્મની ખાસિયત જીવને ઘાતી કર્મનો ક્ષય કરતાં અટકાવે છે. ઘાતી કર્મનાં સ્વરૂપ કરતાં અઘાતી કર્મનું સ્વરૂપ જુદું હોય છે. તેનું ચિત્ર આ પ્રમાણે હોય છે – અઘાતિ કર્મ આત્મપ્રદેશ બાહ્ય અંતરાય કર્મ - બાહ્ય અંતરાય કર્મ અંતરંગ અંતરાય કર્મ અઘાતિ કર્મ આત્મગુણ કરતાં શરીર સાથે વિશેષ સંબંધ ધરાવે છે. જીવ ઘાતિ કર્મ આત્માથી વેદે છે. અર્થાત્ તેનાથી આત્માના ગુણો અવરાય છે, ત્યારે અઘાતિ કર્મ મુખ્યતાએ શરીરનાં સાધન દ્વારા વેદે છે. આ ભેદને કારણે જીવ સ્વભાવથી વિમુખ બની, શરીર સાથેની એકરૂપતા વધારે તે માટે જીવના આત્મપ્રદેશ પર ગાઢ અંતરાય કર્મનો પટ્ટો બને છે. આ પટ્ટા પર અઘાતિ કર્મ બેસે છે; અને અઘાતિ કર્મ ઉપર બાહ્ય અંતરાય કર્મનો પટ્ટો બંધાય છે, જે અન્ય શુભ આત્માના શુભ કલ્યાણમય ભાવોથી અઘાતિ કર્મનું રક્ષણ કરે છે. આવું બાહ્ય અંતરાય કર્મનું પડ ઘાતિ કર્મ Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા પર છવાતું નથી, તેથી જ્યારે જીવ વિભાવ ત્યાગી સ્વભાવ તરફ વળે છે ત્યારે તેનાં ઘાતિ કર્મ જીવના પુરુષાર્થ અનુસાર, તથા છ દ્રવ્યના લક્ષણાનુસાર વિખરાઈ જાય છે, પરંતુ અઘાતિ કર્મની બાબતમાં આમ થતું નથી. ત્યાં અંદરનું ગાઢ અંતરાય કર્મ અઘાતિ કર્મને આત્મપ્રદેશથી દૂર રાખે છે, અને તે કર્મને વેદવામાં બાધાકારક થાય છે કેમકે પુદ્ગલ પુદ્ગલ એકબીજાને ચીટકીને રહે છે. બે અંતરાયના પડની વચ્ચે રહેલા અઘાતિ કર્મને ભોગવવા માટે જીવે તેના વિપાકોદય માટે રાહ જોવી પડે છે. પરંતુ જીવને જો અઘાતિ કર્મનો ક્ષય વેગથી કરવો હોય તો તેણે એક અતિગુપ્ત અને ગંભીર પ્રક્રિયાનો આશ્રય લેવો પડે છે; જે પ્રક્રિયા મુખ્યત્વે સયોગી તથા અયોગી કેવળીપ્રભુ વાપરે છે. છદ્મસ્થ અવસ્થા જેમનાં નામકર્મ બંધાઈ ગયા હોય તેવા ભાવિ તીર્થકર અને ગણધર પ્રભુ, કે જેમના આત્માનુબંધી યોગ અથવા આત્માનુયોગ સક્રિય થયા હોય તથા જેમને આજ્ઞાનો ધુવબંધ કે તેથી આગળના ધુવબંધુ સક્રિય થયા હોય તેઓને જ આ પ્રક્રિયાની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત તે જીવના ઓછામાં ઓછા પાંચ કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થયા હોવા જોઇએ. શ્રી પ્રભુની પરમ કૃપાથી તે પ્રક્રિયા આમ જણાય છે. લોકના પ્રદેશો અસંખ્યાત અને સર્વવ્યાપી છે. જ્યાં જ્યાં પુદ્ગલ છે ત્યાં ત્યાં લોકના પ્રદેશો તો હોય જ છે. માટે જ્યાં અઘાતિ કર્મનું અસ્તિત્વ છે ત્યાં જીવના પ્રદેશો કદાચ ન હોય તો પણ લોકના પ્રદેશો તો હોય જ છે. ઉપર જણાવેલી શરતો પૂરી કરનાર ભાવિ તીર્થકર કે ગણધરને એક ગુપ્ત સિદ્ધિ આવે છે. શરીરના જે ભાગમાં શ્રી પ્રભુની આજ્ઞા હોય તે ભાગમાં તે પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓને ફોરવી શકે છે. જે ભાગમાં વેદનીય કર્મની મુખ્યતાવાળું અઘાતિ કર્મ રહે છે, તેના નીચેના ભાગમાં રહેલા લોકપ્રદેશ પર જીવ શ્રી પ્રભુની આજ્ઞાથી પંચપરમેષ્ટિનાં ગ્રહણ કરેલા કલ્યાણનાં પરમાણુઓનો સંચય કરે છે. આ સંચય કરવા તેને વિભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પંચપરમેષ્ટિનાં પરમાણુઓની જરૂરિયાત થાય છે. આજ્ઞાંકિત જીવ પોતાના સક્રિય કેવળીગમ્ય પ્રદેશની સહાયથી આખા લોકમાં પર્યટન કરી, પંચપરમેષ્ટિના યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ ૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગ્રહણ કરી એ અઘાતિ કર્મના નીચેના ભાગમાં તે પરમાણુઓને રોપે છે. યોગ્ય સંખ્યામાં પરમાણુઓ એકત્રિત થાય ત્યારે તેનો વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટમાં એકત્રિત થયેલા અઘાતિ કર્મનાં પરમાણુઓનો જથ્થો પણ બળતો જાય છે. શ્રી પંચપરમેષ્ટિના અને અઘાતિ કર્મનાં પરમાણુઓના પ્રકારમાં ઘણો તફાવત હોવાથી બંને જુદાં જ રહે છે. આ વિસ્ફોટ વખતે જીવ પંચપરમેષ્ટિનાં પરમાણુઓના સાથથી લોક સમસ્તના જીવોની ક્ષમા યાચના કરે છે. અને તેને લીધે બંને પ્રકારનાં પરમાણુઓ એકત્રિત થઈ વિસ્ફોટ પામે છે. આમ થવાનું કારણ એ છે કે ક્ષમાપના કરવાથી જીવ ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને – ઉરિણા કરીને વર્તમાનમાં વિપાક ઉદય રૂપે ભોગવે છે – જેને શ્રી પ્રભુ વિપાક પ્રદેશોદય’ તરીકે ઓળખાવે છે. આ જીવ આજ્ઞાધીનપણાના ધુવબંધની સહાયથી પોતાનાં અંતરાય તોડતો જાય છે, એટલે અંદરમાં જીવના પ્રદેશો પ્રભુને કરેલા સમર્પણભાવથી ઘાતિકર્મની અંતરાય તોડે છે અને બહારમાં શેષ રહેલા પંચપરમેષ્ટિના પરમાણુઓ અઘાતિ કર્મનાં અંતરાયનો ક્ષય કરે છે. આમ બંને બાજુથી અંતરાય કર્મનો ક્ષય થતો હોવાથી, જીવની અંતરંગ અંતરાયનો પટ્ટો ક્રમે ક્રમે ક્ષીણ થઈ જાય છે. આ ક્ષય થતાં જ આત્મપ્રદેશો અઘાતિ કર્મના સીધા સંપર્કમાં આવે છે અને જીવ પ્રદેશોદયથી અઘાતિ કર્મને ભોગવી શકે છે. આ જ સિધ્ધાંતથી કેવળી સમુદ્ધાતમાં શ્રી કેવળ પ્રભુ માત્ર ચાર (કુલ આઠ સમયના સમુદ્યામાં) સમયમાં સર્વ અઘાતિ કર્મને સમ કરે છે. ઘાતિ કર્મની બાબતમાં પહેલાં કાળ ઓછો થાય છે, અને તીવ્રતા (intensity) પછીથી ઘટે છે, અને અઘાતિ કર્મમાં પહેલાં તીવ્રતા તૂટે છે અને પછીથી કાળ ઘટતો જાય છે. આવા પુરુષાર્થનાં ફળરૂપે આત્મા જીવમાંથી શિવ બની સર્વકાળને માટે સિદ્ધભૂમિનો નિવાસી થાય છે. સિદ્ધભૂમિમાં નિવાસ કરવા માટે જીવે એ માટેની યોગ્યતા મેળવવી પડે છે, અને સિધ્ધાત્મા સાથેનું ઋણ પણ બાંધવું જોઇએ એ સમજણ પણ વિચારતાં સ્પષ્ટ થાય છે. એ કેવી રીતે તે જાણવા આપણે પ્રયત્નવાન થઈએ. સંસારી સર્વ સંબંધ તથા ઋણાનુબંધમાં માત્ર પરમાર્થિક આજ્ઞાથી પરમાત્મા પ્રત્યે ઋણ વધારી, એ ઋણથી સંસારી ઋણાનુબંધને સર્વકાળ માટે નિ:શેષ કરી, પરમાત્મ ४४ Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સ્વરૂપને સતત સર્વકાળ માટે માણનાર સર્વ શ્રી સિદ્ધપ્રભુને વારંવાર કોટિ કોટિ વંદન કરી, એ ઋણ મેળવવાની ચાવી વર્તમાન તથા ભાવિના શ્રી અરિહંત પ્રભુ આદિ સર્વ પંચપરમેષ્ટિ ભગવંત પાસે માગીએ છીએ તથા તેની સહાયથી સર્વ કર્મ સામે વિજયી થવાના આશીર્વાદ માગીએ છીએ. - જિન સિદ્ધાંત કહે છે કે જ્યાં જ્યાં જીવને ઋણાનુબંધ હોય છે ત્યાં ત્યાં તે જીવે ઋણમુક્તિ માટે જવું પડે છે. આ જ સિદ્ધાંતને આપણે શ્રી પંચપરમેષ્ટિની કૃપાથી અને શ્રી ગુરુના હેતના બળથી વિચારીએ. જે જે આત્મા પૂર્ણ થાય છે, તે તે આત્મા નિયમથી ક્યારેક ને ક્યારેક પૂર્ણ શુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં સાદિ અનંતકાળ માટે બિરાજમાન થાય છે. પૂર્ણતા પામેલા આત્મા વીતરાગતાને વેદે છે. તે આત્મા જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે તેઓ મુખ્યતાએ કલ્યાણભાવમાં રત રહે છે. તે વખતે તેઓ પોતાની સિદ્ધિની ભાવના કરતા નથી. આ આત્મા પૂર્ણતાએ શુધ્ધ થયા પછી સાદિ અનંતકાળ માટે સિદ્ધભૂમિમાં જાય છે, તેથી તે આત્મા પાસે ત્યાં જઈ ઋણમુક્ત થવાની અપેક્ષાએ એટલું ઋણ એકત્રિત હોવું જોઇએ, અને તે પણ શ્રી સિદ્ધપ્રભુ સંબંધી હોવું જોઇએ. વળી, એ ઋણ એવા પ્રકારનું હોવું જોઇએ કે એક વખત તે ઋણ ચૂકવવાનું શરૂ થયા પછી ક્યારેય અટકે નહિ. આપણી અલ્પ મતિથી આ સમજવું ઘણું કઠણ છે. પરંતુ શ્રી પ્રભુ અને શ્રી ગુરુનાં પરમેષ્ટિ યોગબળથી આ કઠિનતા સુલભતામાં પલટાઈ જાય છે. એમની આજ્ઞામાં પૂર્ણતાએ રહેવાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે. આપણે સમજ્યા તે પ્રમાણે સિધ્ધપ્રભુ પ્રતિનું ઋણ આત્મા તેરમા કે ચૌદમાં ગુણસ્થાને મેળવી શકતો નથી; એટલે કે આ ઋણ જીવે છદ્મસ્થ અવસ્થામાં જ મેળવવું પડે છે. આ કારણે આ કાર્ય જીવ મુખ્યતાએ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કરે છે. જીવ જ્યારે છઠ્ઠા સાતમાં ગુણસ્થાને ક્ષપક શ્રેણિ માટે તૈયારી કરે છે ત્યારે તેને સ્પષ્ટ બોધ મળે છે કે તેને માટે ચારિત્રની ખીલવણી કરવી અનિવાર્ય છે. ચારિત્ર એટલે શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિઃશેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં ૪૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આજ્ઞાને વણી લે છે. સંવરમાં આજ્ઞા વણાવાથી જીવનાં કર્મના આશ્રવમાં મંદતા થાય છે, અને નિર્જરામાં આજ્ઞા વણાવાથી, આજ્ઞા પ્રેરિત સંવરમાં મળતી ધ્યાન તથા સમાધિ દશામાં પૂર્વ સંચિત કર્મોને જીવ પ્રદેશોદયથી બાળે છે. આ પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી શ્રી પ્રભુ આપણને બોધ આપે છે કે, અહો! સપુરુષની અવસ્થાને પામેલા આયુષ્યનો! તમે શ્રી સિધ્ધ ભગવાન પાસે એમની ઉત્તમ આજ્ઞારાધનનું વરદાન માગશો તો તે પ્રભુ તમારા ભાવ પૂરા કરવા અને પોતાની ઉત્તમ દાતાની પદવી સાર્થક કરવા, તમારા ભાવ અનુસાર અને યોગ્યતા અનુસાર તમને વરદાન આપશે. આ વરદાન જો તમે સ્વીકારશો તો તમે સિધ્ધપ્રભુનું ઋણ લેશો, અને નિયમાનુસાર તમે ગ્રહણ કરેલા ઋણથી તમારે મુક્ત થવું જ જોઈએ. આ ઋણની મુક્તિ તો જ્યાં સિધ્ધપ્રભુ બિરાજમાન હોય ત્યાં જ થઈ શકે. સિધ્ધપ્રભુ તો સિધ્ધભૂમિમાં જ રહે છે. તેથી તે વરદાન ઋણથી મુક્ત થવા માટે તમને સિધ્ધભૂમિમાં લઈ જશે. આ ભાવનો વિસ્તાર કરવાથી એક ઉત્તમ પ્રક્રિયા તમને જાણવા મળશે.” “વિચારો, તમે આ સંસારમાં શા માટે છો? તમે અનેક સંસારી જીવો સાથે ઋણાનુબંધ બાંધ્યાં છે, તે પૂરાં કરવાં તમારે સંસારમાં રહેવું પડે છે, અને દુ:ખી પણ થવું પડે છે. આ સંસારી ઋણને તમે જો સિદ્ધનાં ઋણમાં ફેરવી શકો તો સહજતાએ સંસારથી મુક્ત થઈ સિદ્ધભૂમિને મેળવી શકશો. આ ઇચ્છિત કાર્ય તમે કરશો કેવી રીતે? આ કાર્ય કરવા માટે જીવે વર્તમાનના વિભાવિક વર્તનને સ્વભાવમાં લાવવા માટે સિદ્ધપ્રભુની આજ્ઞામાં રહેવાનો નિયમ લેવો જોઈએ. તે ઉપરાંત પૂર્વકૃત સંચિત વિભાવિક પરિણામ વિપાક ઉદયમાં ન જતાં પ્રદેશોદયમાં જાય અને સમાધિરૂપ ધ્યાનદશાને સ્કૂલના ન પહોંચે એ કારણથી શ્રી સિદ્ધપ્રભુને આજ્ઞા આપવાની વિનંતિ કરવી જોઇએ. આ માર્ગ સુગમ લાગવા છતાં ઘણો ઊંડો છે. ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” માટે આ આરાધન કરવા તમે જેટલા વહેલા Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા પ્રેરાશો એટલું વિશેષ સિદ્ધપ્રભુનું ઋણ એકત્રિત થશે. આ ભાવથી જીવ સહજતાએ રાગદ્વેષને તોડી શકે છે, અને પરમ વીતરાગતામાં સરી શકે છે. તેથી જ્યારે વિષમ પરિણામ થાય ત્યારે વિચારવું કે શ્રી સિધ્ધપ્રભુએ મને સંસારી ઋણને સિદ્ધ પ્રત્યેના ઋણમાં લઈ જવાની સુંદર તક આપી છે. વળી, સાનુકૂળ સંજોગોમાં વિચારવું કે સંસારના ક્ષણિક સુખને સિધ્ધના શાશ્વત સુખ પ્રતિ વાળવાની મને અમૂલ્ય તક મળી છે. આ ભાવ જ્યારે વેગવાન થાય છે ત્યારે જીવ એના પ્રત્યેક પ્રદેશમાં વિષમ પરિણામનાં સંસારી ઋણને સિદ્ધના ઋણમાં લઈ જવાનો હકાર અનુભવી, સિદ્ધ પ્રત્યેના ઋણને આજ્ઞા સહિત એકત્રિત કરતો જાય છે. આ ઋણ અમુક માત્રાએ પહોંચતા તેને આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે.” “આજ્ઞાના ધુવબંધની સિદ્ધિ જીવે નિયમપૂર્વક મોડામાં મોડી ક્ષપક શ્રેણિના આઠમા ગુણસ્થાને મેળવવી પડે છે, જેના થકી એ અપૂર્વકરણ અને અધઃકરણ કરી શકે છે. જે વિરલા આત્માઓ આ સિદ્ધિને વહેલી અર્થાતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાને મેળવે છે, તેઓ શ્રી સિધ્ધનું ઋણ સંજ્ઞાના સ્થળ ઉપયોગથી મેળવે છે. પરિણામે તે જીવે સ્વપરના કલ્યાણભાવમાં વધારે સ્પષ્ટતાથી અને વિશદતાથી જઈ શકે છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી જીવ માત્ર વિષમ પરિણામ વખતે જ આ ભાવમાં રહી શકે છે. સાનુકૂળ સંજોગોમાં કેટલીકવાર તે સંસારી ભાવમાં પણ સરી જાય છે.” “આજ્ઞાના ધુવબંધની આ અધુરપને ત્યાગીને જ્યારે તે જીવ આજ્ઞાના ધુવબંધથી આગળ વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને શ્રી પ્રભુ તરફથી પૂર્ણ આશાના ધુવબંધની પ્રાપ્તિ થાય છે. સામાન્યપણે જીવને પૂર્ણ આજ્ઞાના ધુવબંધની પ્રાપ્તિ મોડામાં મોડી ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને થાય છે. જીવ જ્યારે સફળતા પૂર્વક અનિવૃત્તિકરણ કરી શકે છે ત્યારે તેને પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ થાય છે.” ४७ Page #77 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ “તેમ છતાં પૂર્ણ આશાના ધ્રુવબંધની સિદ્ધિ માત્ર ભાવિ તીર્થંકર કે જેઓએ છદ્મસ્થ અવસ્થામાં સિદ્ધ સિવાયનાં સર્વ પરમેષ્ટિ પદને સ્પર્શીને તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય, વ્યવહારશુદ્ધિ સહિતની વીતરાગતા મેળવી હોય અને જેમની શુક્લધ્યાનની છેંતાલીસ મિનિટ પૂરી થઈ હોય તેમને જ છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે છે. આવા પૂર્ણ આશાના ધ્રુવબંધને બાંધનાર ભાવિ તીર્થંકર પ્રભુના કોઈક વિરલા ગણધર પ્રભુને આ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જેમનું ગણધર નામકર્મ બંધાઈ ગયું હોય, શુક્લધ્યાનની છેંતાલીસ મિનિટ પૂરી થઈ હોય, જેઓ આજ્ઞાના ધ્રુવબંધમાં લોકકલ્યાણનો ભાવ માનભાવથી નહિ, પણ શ્રી તીર્થંકર પ્રભુના દાસભાવથી, એમના થકી સર્વ જીવ પ્રભુનું શરણું પામે એવા ભાવમાં રહેતા હોય, તેમને જ આ સિદ્ધિ ક્ષપક શ્રેણિ માંડતાં પહેલાં કે ગણધર પદના ઉદય પહેલાં આવી શકે છે. આમ આજ્ઞાનો જે કક્ષાનો ધ્રુવબંધ ભાવિ તીર્થંકર છદ્મસ્થપણામાં પામ્યા હોય તે કક્ષા સુધીનો આજ્ઞાનો ધ્રુવબંધ ગણધરજી છદ્મસ્થ અવસ્થામાં મેળવી શકે છે, પણ તેથી આગળની કક્ષાના બંધ સુધી જઈ શકતા નથી. વળી, જે જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાને અન્ય પાત્ર જીવને આજ્ઞાનો ધ્રુવબંધ દાનમાં આપે છે તે જ જીવ પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ મેળવી શકે છે. જે જીવને આ સિદ્ધિ છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે છે, તે જીવને ઘણા લાંબા ગાળાનું કેવળીપણું અનુભવાય છે, તેમની ક્ષપક શ્રેણિ નવ સમય જેટલી નાની થઈ શકે છે. અને તે શુદ્ધાત્મા સિદ્ધભૂમિના સૌથી પહોળા મધ્યભાગમાં સ્થાન પામે છે.” મળેલા પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધને જીવ જ્યારે એવી કક્ષાએ પહોંચાડે છે કે એનું પૂર્ણ આજ્ઞામાં રહેવું કોઈ પણ સમયે મંદ થાય નહિ, અને ક્રમે ક્રમે વધતું જ જાય, ત્યારે તેને પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ થાય છે. સર્વ જીવોને આવો બંધ સામાન્યપણે બારમા ગુણસ્થાને નિયમથી થાય છે. પરંતુ કોઈ વિરલા ભાવિ તીર્થંકર કે અતિ અતિ વિરલા ભાવિ ગણધરને છઠ્ઠા સાતમા ગુણસ્થાને પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ મળે છે. આવી સિદ્ધિ મેળવવા માટે શુક્લધ્યાનની સુડતાલીસ મિનિટ પૂરી થવી જરૂરી છે, સાથે ૪૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સાથે અન્ય પાત્ર જીવને પૂર્ણ આલ્લાના ધ્રુવબંધનું દાન આપવું અનિવાર્ય છે. ઓછામાં ઓછા એક પાત્ર જીવને દાન આપ્યા વિના પ્રભુ તરફથી આ ઉત્તમ સિદ્ધિની ભેટ મળતી નથી. પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ પાડનાર વિરલા આત્માને અંતિમ ભવમાં શ્રેણિ પહેલાં કે શ્રેણિમાં કોઈ ઉપસર્ગ કે પરિષહ આવતા નથી. શ્રી તીર્થંકર પ્રભુની બાબતમાં તેમની ક્ષપક શ્રેણિ પંદર વર્ષથી લઘુ વયે લગભગ નવ સમયની આસપાસમાં પૂરી થાય છે. અને તેમને લાંબા ગાળાનું કેવળીપણું અનુભવાય છે. તેની સાથમાં કેવળીપર્યાયમાં તેમનું યોગ સાથેનું જોડાણ શરૂઆતથી જ વધારે ગાળાનું હોય છે. ત્યારે ગણધરપદના ઉદય પહેલાં જ પૂર્ણ આજ્ઞાનો શુકૂલબંધ બાંધનાર શ્રી ગણધર પ્રભુને પંદર વર્ષની વય સુધીમાં સર્વસંગ પરિત્યાગ તથા ગણધરપદનો ઉદય થાય છે. કોઈક કિસ્સામાં ગણધરપદના ઉદય પછી, પણ છદ્મસ્થ દશામાં પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ થયો હોય તો તે બંધ થયા પછી તેમનાં કલ્યાણકાર્યની માત્રા ઘણી વધી જાય છે. એટલું જ નહિ પણ નાના ગાળામાં ઘણી સંખ્યાના જીવો અલ્પ પ્રયાસથી આત્મવિકાસ સાધી શકે છે. પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ પાડનાર ગણધરજીનું ગણધરપદ સામાન્યપણે નાના કાળનું હોય છે. તેમ છતાં તે પદ ઉદયમાં હોય ત્યારે તે કાળમાં તેમના થકી ઘણા વધારે જીવો સન્માર્ગને પામી આત્મસન્મુખ થાય છે. તેમ થવામાં મુખ્ય કારણ તેમનો બળવાન પ્રકારનો કલ્યાણભાવ કાર્યકારી થતો હોય છે. તેમની ક્ષપક શ્રેણિ પણ નાના કાળની હોય છે. વળી, આવા ગણધર કેવળી કેવળજ્ઞાન લીધા પછી પણ અન્ય ગણધર કેવળી કરતાં ઘણી વધારે સંખ્યાના જીવોને તારે છે. આમ આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ તથા પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ મેળવનાર જીવનાં સ્વપર કલ્યાણના કાર્યમાં ઘણી વિશેષતા તથા ઊંડાણ રહેલાં હોય છે. આ બંધ થવા માટે આત્મામાં કેવી પ્રક્રિયા થતી હોય છે તે જાણવું રસપ્રદ અને આનંદદાયક લાગશે. જે જીવને આજ્ઞાનો ધુવબંધ થાય છે, તે જીવના આઠમા ચક પ્રદેશની બાજુના કેવળીગમ્ય પ્રદેશને સ્પર્શીને જે અશુધ્ધ પ્રદેશ રહેલો હોય તે અશુધ્ધ ૪૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રદેશ કેવળીગમ્ય પ્રદેશને આજ્ઞાધીન થાય છે અને વધારે ને વધારે શુભભાવ ભાવતો થાય છે. આ રીતે શુભ થયેલા અશુધ્ધ પ્રદેશની અસર, અન્ય અશુદ્ધ પ્રદેશો પર વધારે થાય છે; અને તેના થકી એક પછી એક કેવળીગમ્ય પ્રદેશોની બાજુના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશને આજ્ઞાધીન થતા જઈ, શુભ થતા જાય છે. આ પ્રક્રિયામાં જે પ્રદેશો આજ્ઞાધીન થાય તે પ્રદેશો ફરીથી સ્વચ્છંદી થતા નથી; બલ્ક અન્ય અશુધ્ધ પ્રદેશોને આજ્ઞાધીન થવા પ્રેરણા આપ્યા કરે છે. આવું આજ્ઞાધીનપણું જ્યારે મોટાભાગના પ્રદેશો સ્વીકારે છે ત્યારે તે જીવ પૂર્ણ આશાના ધ્રુવબંધ પ્રતિ જાય છે. આજ્ઞાનો ધ્રુવબંધ કરવા માટે જે પ્રદેશ સૌથી પહેલો આજ્ઞાધીન થયો હોય છે, તે પ્રદેશ તેણે અન્ય અશુધ્ધ પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના પ્રભાવથી પૂર્ણ આજ્ઞાના ધુવબંધમાં પ્રવેશ પામે છે. તે સમયથી તે પ્રદેશ શુભાશુભ એમ બંને પ્રકારના ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાર્થ થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ વેદી અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને રહેવા પ્રેરણા આપે છે. આથી આજ્ઞાના ધુવબંધવાળા પ્રદેશો ક્રમે ક્રમે પૂર્ણ આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે, અને બાકી રહેલા ગણ્યાગાંઠયા સ્વચ્છંદી પ્રદેશોમાંના અમુક આજ્ઞાના ધુવબંધની દશાએ આવે છે. આમ કરતાં કરતાં જ્યારે મોટા ભાગના આત્મપ્રદેશો પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ સ્વીકારે છે અને આજ્ઞાનો ધુવબંધ પામ્યા વિનાના પ્રદેશો અતિ અતિ અલ્પ સંખ્યામાં બાકી રહે છે ત્યારે તે જીવ પૂર્ણ આશાના શુક્લબંધ માટે પાત્રતા મેળવે છે. તે પાત્રતા બરાબર ખીલે ત્યારે જે પ્રદેશે આજ્ઞાનો ધુવબંધ અને પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ પ્રથમમાં રહ્યો હોય, તે પ્રદેશ પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ મેળવે છે. તે સમયથી તે પ્રદેશનું આજ્ઞાધીનપણું સતત વધતું રહે છે, ઘટતું નથી, અને તેનાં કલ્યાણનાં પરમાણુઓનું દાન અન્ય અશુદ્ધ પ્રદેશોને સતત મળતું થાય છે. આને લીધે તે જીવના સર્વ આત્મપ્રદેશો આજ્ઞાધીનપણામાં ક્રમથી આગળ ને આગળ ધપતા જાય છે. આ રીતે તે જીવની પૂર્વ સંચિત કર્મોની નિર્જરા અનેકગણી થઈ જાય છે અને આશ્રવ ઘણો અલ્પ થતો જાય છે. પરિણામે અતિ અતિ અલ્પ સંખ્યાનાં કર્મો જ તેણે ટાળવાના રહ્યા હોવાથી તેની ક્ષપક શ્રેણિ નવ સમયમાં પૂરી થઈ જાય છે, તેમજ તેને શ્રેણિમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કોઈ ઉપસર્ગ સંભવતા નથી. સર્વ પ્રદેશ પૂર્ણ આન્નાના શુકુલબંધમાં આવી જાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આવી અપૂર્વ સિદ્ધિનો લાભ અતિ અતિ વિરલા જીવોને જ છદ્મસ્થપણામાં પ્રાપ્ત થાય છે કારણ કે મોટા ભાગના મહાત્માઓ શુકુલધ્યાનની એટલી મિનિટે પહોંચ્યા પહેલાં જ ક્ષપક શ્રેણિ માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જીવ શુકુલધ્યાનની પંદર મિનિટે પહોંચ્યા પછી શ્રેણિની તૈયારી કરી શકે છે અને ૨૫ કે ૩૦ મિનિટે પહોંચતા ક્ષપક શ્રેણિનો લાભ લઈ કેવળી પર્યાય અનુભવે છે. આ બધા તત્ત્વોનો વિચાર કરતાં સમજાય છે કે પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જીવ ઘણા ટૂંકા ગાળામાં શિવ થઈ શકે છે, અને અન્યને શુદ્ધ થવા માટે સહાય પણ સારી રીતે કરી શકે છે. આજ્ઞા માર્ગની સિદ્ધિ પામી જીવ પૂર્ણ કલંક રહિત અડોલ દશાને ત્વરાથી મેળવી શકે છે. આજ્ઞા એ ધર્મરૂપી સનાતન તથા મંગલરૂપ માર્ગને પોષણ આપનાર મહત્ત્વનું ઈધન છે. જ્યાં સુધી ધર્મ છે, ત્યાં સુધી આજ્ઞા છે; અને જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી ધર્મ છે. તેથી ધર્મ અનાદિ અનંત હોવાને લીધે આજ્ઞા પણ અનાદિ અનંત છે. આજ્ઞામાં પાંચ સમવાયની અગુરુલઘુતા છે, જેનાથી આજ્ઞાનાં મહાભ્ય, તીક્ષ્ણતા તથા સામર્થ્ય ત્રણે કાળમાં સમાન રહે છે. આજ્ઞા દ્રવ્યરૂપે માર્ગ તથા કલ્યાણનાં પરમાણુનું રૂપ ધારણ કરે છે; ક્ષેત્રરૂપે કર્મભૂમિ, ભોગભૂમિ, તથા મરુભૂમિના પર્યાયનું રૂપ ધારણ કરે છે; કાળરૂપે આજ્ઞા કાળની અસમાનતાને સમાન બનાવે છે, ભાવની અપેક્ષાએ સ્વભાવનું રૂપ ધારણ કરે છે; અને ભવરૂપે ચરમ શરીર કે અન્ય શરીરની પર્યાયો ધારણ કરે છે. આ પાંચ સમવાયના જુદા જુદા સ્થિતિ સંજોગના સંમેલનથી આજ્ઞાની અનંત પર્યાયો થાય છે. આવી અનંત પર્યાયો હોવા છતાં આજ્ઞાનું મૂળ માત્ર એક જ છે; ભાવાર્થ એક જ છે, ધ્યેય એક જ છે. વિચારતાં દ્વિધા થાય કે અનંત પર્યાયોનું મૂળ એક કેમ થઈ શકે? શ્રી પ્રભુ અનંતાનંત ઉપકાર કરી ખુલાસો આપે છે કે, “વત્સ! આજ્ઞાનું મૂળ બે વિભાગે છેઃ “આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ.” આજ્ઞારૂપી ધર્મ તે નિજ ૫૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્વભાવની પરમ ઈષ્ટ, સમાધિમય, સ્થિર, વીતરાગમય દશા છે. એ સ્વરૂપ આનંદમય તથા ગુણગ્રહણ સંપન્ન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થિતિ જીવના તથા આત્માના પરમ પુરુષાર્થની પ્રસાદીરૂપ પુરસ્કાર છે. આજ્ઞારૂપી તપ એ જીવના પુરુષાર્થમય પુરુષાર્થ સાથે આત્માનો સહજરૂપ પુરુષાર્થ છે. આજ્ઞારૂપી તપ પાંચ સમવાયની ભિન્નતાને સ્વીકારી તેને એકરૂપ બનાવવાનો ઉદ્યમ છે. જીવ જ્યારે પ્રાથમિક અવસ્થામાં પુરુષાર્થ માંડે છે ત્યારે આજ્ઞારૂપી તપ મૂળ કારણ (cause) છે. અને આજ્ઞારૂપી ધર્મ એ કાર્ય કે પરિણામ (effect) હોય છે. આત્મશુદ્ધિમાં થોડું આગળ વધ્યા પછી ધર્મ કારણ અને તપ કાર્ય બને છે. તેથી વિશેષ વિકાસ થતાં ક્યારેક ધર્મ તો ક્યારેક તપ કારણ હોય છે અને બીજું કાર્ય બને છે. અર્થાત્ તપ કે ધર્મ કાર્ય હોય છે. શ્રી સિદ્ધપ્રભુ માટે બંને કાર્ય તથા કા૨ણ સાથે રહે છે. આજ્ઞાની આવી અપૂર્વ સ્થિતિને જ્ઞાનીઓ “પૂર્ણ કલંક રહિત અડોલ દશા” રૂપે ઓળખાવે છે.' આવી પૂર્ણ કલંકરહિત અડોલ દશાને શ્રી સિદ્ધપ્રભુ સતત માણે છે, શ્રી કેવળીપ્રભુ મુખ્યતાએ વેદે છે અને માણે છે; અને છદ્મસ્થ આત્મા માટે તેના પુરુષાર્થ પર આધાર રાખે છે. પુરુષાર્થ અનુસાર તે જીવ અમુક અમુક કાળના અંતરે તેનું વેદન કરી શકે છે. આવી પૂર્ણ કલંકરહિત અડોલ દશાને જ્ઞાની મહાત્માઓ કેટલીકવાર “આજ્ઞારસ” રૂપે પણ ઓળખાવે છે. “આજ્ઞારસ” નો સ્થૂળ અર્થ થાય છે ‘સુધારસ’. પરંતુ તેનો સૂક્ષ્મ અર્થ છે ‘આજ્ઞારૂપી ધર્મ’ તથા “આજ્ઞારૂપી તપને” એક જ સમયે ઉત્કૃષ્ટતાએ માણી અથવા વેદી એકબીજા માટે કાર્યકારણ બનવું. આ આજ્ઞારસ માણવા તેનો ત્રિકોણ બનવો જરૂરી છે. તે કેવી રીતે બને છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો ખુલાસો આપણને શ્રી પ્રભુ પાસેથી વિનંતિ કરતાં મળે છે. છદ્મસ્થ અવસ્થામાં આત્મા આરાધન કરે છે ત્યારે પ્રભુકૃપાથી તે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એક સાથે આરાધી મહાસંવર માર્ગમાં ત્વરાથી પ્રયાણ કરવા ઇચ્છે છે. પરંતુ થાતી અઘાતી કર્મનાં સંયુક્ત ઉદયને કારણે એ બે વચ્ચે સમાનતા ન રહેતાં તરતમપણું સર્જાયા જ કરે છે, અને યથાર્થ આરાધન સંભવતું નથી. બેમાંથી ૫૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા એકનું ઉત્કૃષ્ટપણું થાય છે અને બીજાનું મંદપણું રહે છે. આ બે પુરુષાર્થ વચ્ચેનું તરતમપણે તોડવામાં પોતે રહેલા સિધ્ધપ્રભુનાં પરમાણુઓમાંથી મળતો આજ્ઞારસ મદદે આવે છે. આ રસની સહાયથી આત્મા આજ્ઞારૂપી ધર્મની ઉત્કૃષ્ટતા કે આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા સુધી એ બીજા ભાગને ઉત્કૃષ્ટ બનાવે છે, અર્થાત્ એ રસની મદદથી આજ્ઞારૂપી ધર્મની ઉત્કૃષ્ટતા આજ્ઞારૂપી તપને ઉત્કૃષ્ટ કરે છે અને એ જ રીતે આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા આજ્ઞારૂપી ધર્મને ઉત્કૃષ્ટ કરે છે. આમ બંને પુરુષાર્થની સમાન સ્થિતિ થવાથી તે બંને વચ્ચેનું અંતર ઘટતાં ત્રિકોણના મધ્યબિંદુ (mid-point) પર તે બંને મળે છે, અને એનો સમભુજ ત્રિકોણ (equilateral triangle) સર્જાય છે. સિધ્ધ પ્રભુનાં પરમાણુઓ આજ્ઞારસ આજ્ઞારૂપી ધર્મ આજ્ઞારૂપી તપ Cause and Effect આ ત્રિકોણના મધ્યબિંદુ ઉપર સિધ્ધભગવાન જે આજ્ઞારસને માણે છે, તેના પરમાણુઓની અમુક નિર્ધારિત સંખ્યા એકઠી થાય છે ત્યારે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપના સમાન (identical) ઉત્કૃષ્ટ મિશ્રણમાં (નં. ૨) પંચ પરમેષ્ટિના પરમાણુઓનું ત્રિકોણ આવે છે. અને એમાં કઈ પ્રક્રિયા થાય છે તે જાણવાથી આજ્ઞારસની મદદ આત્માને કેવી રીતે મળે છે, અને છેવટનો વિકાસ કરી પૂર્ણ શુદ્ધ ૫૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થવાની તૈયારી શ્રી પ્રભુ આત્મા પાસે કેવી રીતે કરાવે છે તેની જાણકારી આપણને આવે છે. આજ્ઞારસનું ત્રિકોણ આવું હોય છે. અરિહંત સિધ્ધ અરિહંત' >ગણધર સિધ્ધ સિધ્ધ ૧ આચાર્ય | | આચાર્ય સિધ્ધ ઉપાધ્યાય સિધ્ધ ઉપાધ્યાય Aસાધુસાધ્વી સિધ્ધ સાધુસાધ્વી શ્રાવક શ્રાવિકા આજ્ઞારૂપી ધર્મ | આજ્ઞારૂપી તપ | | \ આવા આજ્ઞારસરૂપી પંચપરમેષ્ટિના ત્રિકોણમાં જે જીવ આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનાં પરમાણુ સાથે રહેલા સિધ્ધનાં પરમાણુઓને સઘન (condense) કરે છે, તેનું આજ્ઞારસ ત્રિકોણ પહેલા તપના ત્રિકોણના પાયા (base) પર આવે છે. મૂળ ત્રિકોણના પાયા પર આ પંચપરમેષ્ટિનું ત્રિકોણ બેસતાં જ, આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપની તીવ્રતાની અસમાનતાને લીધે આવેલા આજ્ઞારસ ત્રિકોણનો વિસ્ફોટ થાય છે અને તેનાં – તે આજ્ઞારસનાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એમ બે વિભાગ થાય છે. આ આજ્ઞારસનો આજ્ઞારૂપી ધર્મ વિભાગ જીવના – આત્માના આજ્ઞારૂપી તપ પાસે જાય છે અને આજ્ઞારસનો આજ્ઞારૂપી તપ વિભાગ જીવના આજ્ઞારૂપી ધર્મની પાસે જાય છે. આ પ્રક્રિયા આજ્ઞારસનાં માધ્યમથી થતી હોવાથી એ જીવના – આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ વચ્ચેની અસમાનતા ઓછી થતી જાય છે, અને Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા તે બંને એકબીજાનાં કાર્યકારણરૂપ થતા જાય છે. તે બંને જ્યારે પૂર્ણતાએ સમાન બને છે ત્યારે તે પૂર્ણતાની અવસ્થાએ બંને એક સાથે એકબીજાનાં કાર્યકારણરૂપ થઈ જાય છે. આ સ્થિતિને શ્રી પ્રભુ પૂર્ણાતિપૂર્ણ આશા તરીકે ઓળખાવે છે. વિચાર આવે છે કે સિધ્ધનાં જે પરમાણુઓ જીવનાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ માટે આજ્ઞારસ બનાવે છે તે પરમાણુઓનું મૂળ અન્ય સિધ્ધના પરમાણુઓ જેવું છે કે જુદું હોય છે? એ પરમાણુઓમાં એવી કઈ શક્તિ રહેલી છે કે જે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને સમાન બનાવી શકે છે? આવા પરમાણુઓ ઉત્પન્ન કઈ રીતે થાય છે? પ્રભુના પરમ અનુગ્રહથી અને પરમ બોધદાનથી આનો ખુલાસો મળે છે. આ આજ્ઞારસ અનંત ભેટવાળા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને સમાન આજ્ઞારસવાળો બનાવે છે. આજ્ઞારસ બને છે શ્રી સિદ્ધના પરમાણુની સહાયથી, તેથી સિધ્ધના એ પરમાણુઓમાં પાંચ સમવાયની અનંત પર્યાયને એક કરવાનું સામર્થ્ય હોવું જોઇએ. શ્રી અરિહંત પ્રભુએ સર્વ જીવ સાથે છદ્મસ્થ અવસ્થાથી જ મૈત્રીભાવ કેળવ્યો હોય છે, જે અન્ય કેવળી પ્રભુએ એ પ્રકારનો ભાવ કેળવ્યો હોતો નથી, તેથી આ સામર્થ્ય કેવળી પર્યાયમાં માત્ર શ્રી અરિહંત પ્રભુ પાસે જ હોય છે. તેથી જિજ્ઞાસા થાય છે કે આ ભાવથી એવી તે કઈ પ્રક્રિયા શ્રી અરિહંત પ્રભુ કરે છે કે જેનાથી અનંત પર્યાયની જનની પાંચ સમવાયને તે એકમાગી બનાવે છે ! શ્રી પ્રભુની અસીમ કૃપાથી સમજાય છે કે શ્રી અરિહંત પ્રભુ, કેવળી પર્યાયમાં આવ્યા પછી, અમુક અમુક સમયના અંતરે યોગ સાથે જોડાય છે. બાકીના સમયમાં તેઓ અપેક્ષાએ સિધ્ધપ્રભુ સમાન વર્તે છે. જ્યારે તેઓ યોગ સાથે જોડાયેલા હોતા નથી, ત્યારે તેઓ સિધ્ધના પરમાણુનો આકાર પોતાના આત્મા પાસે બનાવડાવે છે. ત્યાં બને છે એવું કે યોગના જોડાણ વખતે તેમનો આત્મા જે કલ્યાણનાં અનંત પરમાણુઓ સ્વીકારે છે તેને અન્ય સમયે જગતજીવોને ભેટરૂપે આપે છે ત્યારે તેમના આત્મામાં અવકાશ (vacuum) થાય છે. એ અવકાશમાં સિધ્ધનાં પરમાણુઓ સ્થાન પામે છે. સિધ્ધનાં પરમાણુઓ આત્મા પર આવતાં પ્રભુએ કરેલા ઉપકારથી લોક ઋણમુક્ત થાય છે. બીજી અપેક્ષાએ પ્રભુનો આત્મા યોગ સાથે જોડાયેલો ન હોવા છતાં દૈહિક પપ Page #85 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હલનચલન, વાચા આદિ સંભવિત છે, તેથી શ્રી સિધ્ધપ્રભુની સરખામણીમાં તેમની સ્થિતિ અક્ષયરૂપ નથી. આ સૂક્ષ્મ ભેદના પ્રભાવથી સિધ્ધનાં પરમાણુઓ તેમના પ્રતિ ખેંચાય છે. વળી, એમનો આત્મા યોગ સાથે જોડાય છે ત્યારે એ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓને ખેંચે છે. એ આપણે ‘ૐ ગમય આણાય, આણાય ગમય ' ની વિચારણા વખતે જાણ્યું હતું. તેમાં શું પ્રક્રિયા થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ – સિધ્ધનાં પરમાણુ પંચપરમેષ્ટિનાં પરમાણુ અરિહંત સિધ્ધ અરિહંત ગણધર સિધ્ધ સિધ્ધ આચાર્ય સિધ્ધ આચાર્ય અરિહંત પ્રભુનો આત્મ પ્રદેશ ઉપાધ્યાય સિધ્ધ ઉપાધ્યાય સાધુસાધ્વી સિધ્ધ સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકા અન્ય સિધ્ધ અહીં બતાવ્યા પ્રમાણેની સ્થિતિ થાય છે ત્યારે શ્રી અરિહંત પ્રભુના આત્મામાંથી આજ્ઞારસ ૐ ધ્વનિનું રૂપ ધારણ કરી, મૈત્રીરૂપ સાધનથી સિધ્ધ પરમાણુના પ્રત્યેક ભાગ તથા પંચપરમેષ્ટિના પ્રત્યેક ભાગ સાથે એમને સમજાય એવી અપૂર્વ શૈલીથી વાર્તાલાપ (communication) કરે છે. આ વાર્તાલાપ પ્રત્યેક ભાગ સાથે વિશેષ પ્રકારનો હોય છે, તેથી એ આજ્ઞારસ એ એક જ ભાગ સાથે વાર્તાલાપ કરે છે. બીજા ભાગ સાથે તેનો વાર્તાલાપ જુદા પ્રકારનો હોય છે. મૈત્રીની પરમ ભાવનાને લીધે આ દરેક ભાગ પૌલિક આકર્ષણનો ત્યાગ કરી, અરિહંતના ૐ ધ્વનિ સાથેનો સંબંધ વધારે છે. જેથી તે ભાગ પૌદ્ગલિક આકારથી જુદો પડે છે. તે પછી શ્રી અરિહંત પ્રભુ તે બધામાં પૂરતા પ્રમાણમાં, દરેક ભાગને પૂરું પડે તેટલું પાંચ સમવાયનું અગુરુલઘુપણું ભરે છે. આટલું થયા પછી અરિહંત સિધ્ધનો વિભાગ, પંચપરમેષ્ટિના અરિહંત પરમાણુ સાથે એક બને છે. શ્રી ગણધર સિધ્ધનો વિભાગ પંચપરમેષ્ટિ પરમાણુના ૫૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સિધ્ધના ભાગ સાથે એક બને છે. આચાર્ય સિધ્ધનો વિભાગ પંચપરમેષ્ટિ પરમાણુના આચાર્યના ભાગ સાથે એકરૂપ થાય છે. શ્રી ઉપાધ્યાય સિધ્ધનો ભાગ પંચપરમેષ્ટિ પરમાણુના ઉપાધ્યાયના ભાગ સાથે એક થાય છે. સાધુસાધ્વી સિધ્ધ પંચપરમેષ્ટિ પરમાણુના સાધુ સાધ્વી ભાગ સાથે એક બને છે. અને સામાન્ય સિદ્ધનાં પરમાણુઓ શ્રાવક શ્રાવિકાના ભાગ સાથે એક બને છે. આમ થવાથી જુદા સમવાયના સિધ્ધનાં પરમાણુઓ તથા જુદા સમવાયનાં પંચપરમેષ્ટિનાં પરમાણુઓ શ્રી અરિહંત પ્રભુનાં કૃપા તથા મહિમાને કારણે પાંચ સમવાયના આગ્રહનો ત્યાગ કરી એક બને છે. આમ છતાં પ્રત્યેક વિભાગમાં પાંચ સમવાયની આગ્રહ નિવૃત્તિ પોતાના પુરુષાર્થ પ્રમાણે અલગ અલગ હોય છે. આમ દરેક વિભાગ પોતાને યોગ્ય વિભાગ સાથે એકરૂપ બની, આજ્ઞારસ નિષ્પન્ન કરી આજ્ઞારસ ત્રિકોણનું નિર્માણ કરતા જાય છે. આ રીતે બનેલા આજ્ઞારસ ત્રિકોણની સહાયથી આત્મામાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા તથા તીવ્રતા સમાન થાય છે, અને તેના ઉપયોગથી “પૂર્ણ આજ્ઞાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, જેમાં આજ્ઞારસનો અનુભવ કરવાનું ભાગ્ય નિર્માણ થાય છે. જે સિધ્ધ પરમાણુઓનો વિભાગ છે, તે પરમાણુઓ પોતાથી નીચેના છદ્મસ્થ ભાગમાં એકરૂપ થવાથી ગ્રહણ કરેલા ઋણથી મુક્ત થતા જાય છે; અને મૈત્રીભાવને પાંચ સમવાયની મર્યાદાથી પર કરી અસીમિત બનાવે છે, આ રીતે ધર્મનું યોગ્ય મંગલપણું સર્જવાથી, તે અરિહંતનો આત્મા કેવળી સમુઘાત માટે સર્વ જીવ તથા સર્વ સમવાય સાથે પરમ મૈત્રી ઉપાર્જન કરવાનું ભાગ્ય બાંધે છે. આ પ્રકારે ધર્મની પ્રત્યેક પ્રવૃત્તિમાં માત્ર લાભ, લાભ અને લાભ જ થાય છે. “અહો પરમાત્મા! તમારા આ ચેતનના અનુભવ જે અરૂપીપણે અનુભવાય છે, તેને રૂપી શબ્દદેહ આપવા માટે અને અમને સમજાવવા માટે તમારા અને અનંત પ્રકારે ઋણી છીએ. આજ્ઞારસની આ સમજણને ધૂળ રૂપ આપવા માટે જે વચનાતીત અહોભાવ વેદાય છે, તેનું આત્મામાં જે વેદના થાય છે તે પણ યોગ્ય પ્રત્યુપકાર (પ્રતિ ઉપકાર)રૂપ લાગતું નથી.” પ૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ “તમારા શરણમાં રહી સકિત મેળવતાં પ્રાપ્ત કરેલ પ્રત્યક્ષ સદ્ગુરુના આજ્ઞાકવચને, ક્ષાયિક સમકિત વખતે મળેલા સર્વ સદ્ગુરુ આજ્ઞાકવચને, છઠ્ઠા ગુણસ્થાને આવતાં ગ્રહણ કરેલાં સર્વ સત્પુરુષનાં આજ્ઞાકવચને, અપ્રમત્ત એવા સાતમા ગુણસ્થાને પ્રાપ્ત કરેલ છદ્મસ્થ પરમેષ્ટિનાં આજ્ઞાકવચને, આ આજ્ઞારસથી એવાં તરબોળ બનાવો કે એમાં અત્યારથી જ ધર્મનું સનાતનપણું, મંગલપણું, પરમ મૈત્રીભાવ, પાંચ સમવાયની આગ્રહ નિવૃત્તિ સહજ અને સુલભ થઈ જાય; સાથે સાથે પૂર્ણ કલંક રહિત અડોલપણાની પ્રાપ્તિ સહિત ક્ષપક શ્રેણિનાં પંચ પરમેષ્ટિનાં આજ્ઞાકવચ તથા તેરમા અને ચૌદમા ગુણસ્થાને આવતા પૂર્ણ પરમેષ્ટિનાં આજ્ઞાકવચમાં, આજ્ઞાનાં ન્યૂનાધિકપણાને અગુરુલઘુગુણથી, પંચ પરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિમાં સાદિ અનંતકાળ માટે અડોલ સ્થિર ચેતનમૂર્તિ બનાવો.” “આ દરેક આજ્ઞાકવચમાં જે આજ્ઞારસની પ્રાપ્તિ થાય છે તેને હે રાજપ્રભુ! તમે અપૂર્વ અવસરની કડીઓમાં અતિ સુંદર રીતે ક્ષપક શ્રેણિને ઉત્તમોત્તમ બનાવવા વર્ણવેલ છે, તે રસને તમારી કૃપા અને આજ્ઞાથી અમને તમારા ચરણોમાં સ્થાપી અમારાં રોમેરોમ અને સર્વ પ્રદેશોના અણુએ અણુમાં ગંભીર રૂપે તે રસને સ્થિર બનાવો એ ભાવના સાથે તમને ખૂબ ખૂબ ભાવ સહિત વંદન કરીએ છીએ.” હવે અપૂર્વ અવસરની રચના વિચારીએ. અપૂર્વ અવસર શ્રી રાજપ્રભુએ વિ. સં. ૧૯૫૩માં વવાણિયામાં “અપૂર્વ અવસર” કાવ્યની રચના કરી હતી. આ રચનામાં ચોથાથી ચૌદમા ગુણસ્થાને પહોંચી સિદ્ધભૂમિમાં સાદિ અનંતકાળ માટે અડોલ સ્થિતિએ પહોંચવા માટેના પુરુષાર્થનું ક્રમપૂર્વક વર્ણન કર્યું છે, પોતે કેવો પુરુષાર્થ કરી હાલમાં ગજા બહાર અને મનોરથરૂપ લાગતાં સિધ્ધપદને મેળવવા ધાર્યું છે, તે અને તેમ કરતાં પ્રત્યેક અવસ્થાએ જીવને કેવું આજ્ઞાકવચ મળે છે, એ કવચથી કેવો આજ્ઞારસ મળે છે, અને તે આજ્ઞારસનો ઉપયોગ કરવાથી ક્ષપક શ્રેણિ કેવી અદ્ભુત બને છે, તથા તેનું કેવું અદ્ભુત પિરણામ આવે છે તેનું રહસ્ય ૫૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા આ કાવ્યમાં ગુપ્ત રીતે પ્રકાશિત કર્યું છે, આ કાવ્ય દ્વારા આજ્ઞામાર્ગે જઈ, આજ્ઞારસ મેળવી તેનો ઉપયોગ કરવાની રીત પ્રછન્ન રીતે દર્શાવી, રહસ્ય મૂકી આપણા પર ખૂબ ખૂબ ઉપકાર તેમણે કર્યો છે. આ સર્વ વિશે આપણે સંક્ષેપે વિચારીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો ... અપૂર્વ. ૧. આ પહેલી કડીમાં શ્રી રાજપ્રભુએ પૂર્વમાં ક્યારેય વેદ્યો ન હતો, એવો સર્વ સંબંધના તીક્ષ્ણ બંધનને તોડીને, બાહ્યથી તેમજ અંતરંગથી નિગ્રંથ – ગ્રંથિરહિત થઈને અર્થાત્ કર્મનાં બંધનથી છૂટીને મહાપુરુષના માર્ગે ચાલવાનો અભિલાષ મુખ્યપણે સેવ્યો છે. વ્યવહારનયથી વિચારતાં આ કડીમાં તેઓએ સર્વસંગ પરિત્યાગી મુનિ થઈ મહાપુરુષને અંતરંગથી અનુસરવાનો અભિલાષ રાખ્યો જણાય છે. ત્યારે આ જ કડીને નિશ્ચયનયથી વિચારીએ તો તેમાં સર્વ પ્રકારનાં પુગલ પરમાણુ તથા અન્ય દ્રવ્યના સંપર્કથી મુક્ત થઈ, મહા ઉત્તમ આત્માનાં અર્થાત્ સિદ્ધાત્માનાં પગલે ચાલી, સિદ્ધભૂમિમાં સર્વકાળને માટે સ્થિર રહેવાની મનોકામના રજૂ થયેલી છે. સંસાર પરિભ્રમણથી છૂટવા માટે, કલ્યાણમાર્ગમાં પ્રવેશ કરવા માટે બે તત્ત્વની ખૂબ અગત્યતા છે. પ્રથમ અનિવાર્યતા છે “મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા” અને બીજી અનિવાર્યતા છે “આ ઇચ્છાને યોગ્ય વળાંક આપી સફળ કરાવી શકે તેવા સમર્થ આત્માનું માર્ગદર્શન”. કાવ્યની પહેલી પંક્તિ, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?”માં “મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા” સહજતાએ આપણે અનુભવી શકીએ છીએ. સાથે સાથે આ ઇચ્છા પૂરી કરનાર “માર્ગદર્શક ગુરુ’નો નિર્દેશ આપણને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો?' એ પંક્તિમાં અતિ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. મહતુ પુરુષ તો એ જ કહેવાય કે જેમણે પોતાની આત્મશુદ્ધિ કરી છે એટલું જ નહિ પણ બીજાને ય આત્મશુદ્ધિ કરવામાં મદદ કરી શકે એવી શક્તિ પ્રાપ્ત કરી છે. પ૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ રીતે, મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે જીવે જે બે સ્થિતિની સાનુકૂળતા મેળવવાની છે તેનું નિરૂપણ કરી, સર્વ પ્રકારનાં સંબંધના – પરિચયના તીક્ષ્ણ બંધનને છેદવાની વૃત્તિમાં ભાવની બળવત્તરતા કરી છે. સર્વ સંબંધથી છૂટી જવાની પોતાની ભાવનાને પૂરી કરવા પોતે જે પુરુષાર્થ કરવા ધાર્યો છે તેનું નિરૂપણ બીજી કડીથી શરૂ કર્યું છે. સર્વ ભાવથી ઓદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો ... અપૂર્વ. ૨ અનાદિકાળથી જીવ સંસારનાં શાતાનાં જ નિમિત્તામાં રહેવાના ભાવ ઘૂંટતો આવ્યો છે, વળી જે કંઈ અશાતાનાં નિમિત્તો આવે તેનાં પ્રતિ દ્વેષ કરી, ક્લેશિત થઈ નવાં કર્મ ઉપાર્જી આત્માને પોતાનાં શુધ્ધ સ્વરૂપથી વંચિત જ રાખતો રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સર્વ કર્મથી છૂટી શુધ્ધ થવાનો અપૂર્વ અવસર મેળવવા માટે જીવે પોતાની સંસાર ભાવના મૂકવી ઘટે અર્થાત્ પૂર્વ કર્મના પરિપાક અનુસાર જે કંઈ શાતા કે અશાતાના ઉદયો આવે તેને કોરાણે રાખી, તેના પ્રતિ ઉદાસીન થવું જોઇએ. તે અનુસાર બીજી કડીની પહેલી પંક્તિમાં જ “સર્વ ભાવથી ઉદાસીન થવાની વર્તન માગી છે, એટલે કે સાનુકૂળ સંજોગમાં રાગ અને પ્રતિકૂળ સંજોગમાં ઠેષ કરવાની જે ટેવ અનાદિકાળથી ચાલતી આવી છે તેને પૂર્ણતાએ છોડી દેવા ઇચ્છે છે. એટલું જ નહિ પણ જેના માટે અતિ અતિ આસક્તિ પરાપૂર્વથી જીવ સેવતો આવ્યો છે તે દેહને પણ માત્ર સંયમ કેળવવાનું સાધન બનાવવા માગે છે. જ્યાં જીવ દેહરૂપ બની તેની શાતા અશાતાને જ પોતાની શાતા અશાતારૂપ માની વર્યા કરે છે ત્યાં આ આસક્તિનો ત્યાગ કરી, તે દેહને પૂરેપૂરો પરરૂપ જાણી, આત્માને શુધ્ધ કરવાના સાધન તરીકે જ ગણ્યો છે. દેહ સાથેના એકપણાના ભાવને છોડવા, દેહથી ભિન્ન બનવા, આત્મસંયમ કેળવવામાં બાધા કરે એવા એક પણ પદાર્થનો સંસર્ગ Page #90 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા તેમને સ્વીકાર્ય નથી. સાથે સાથે કોઈ પણ શુભાશુભ સ્થિતિમાં દેહ માટે કિંચિત માત્ર પણ રાગ ન રહે એ સ્થિતિ ભાવી છે. જેણે ત્વરાથી પૂર્ણતાએ આત્મશુદ્ધિ મેળવવી છે તેણે સંવેગને (મોક્ષ મેળવવાની ભાવનાને) કેટલો ઉત્કૃષ્ટ કરવો જોઇએ તે અહીં સમજાવ્યું છે. આ ઉપરાંત મહતુ પુરુષના માર્ગે જવું હોય તો તેમનું શરણ રહવું જોઈએ એ સહેલાઈથી સમજાય તેવી બાબત છે. તેમ કરવાથી તેમના તરફથી રક્ષાના કવચની રચના કેવી રીતે થાય છે, અને જીવ મહત્ પુરુષ પ્રતિ આજ્ઞાધીનપણું વધારતાં વધારતાં ઉત્તરોત્તર કેવા રક્ષાકવચને મેળવતો જાય છે તેની જાણકારી, તથા તે આજ્ઞા કવચથી આત્મવિકાસ કેવો થાય છે, તથા જીવની દેહ પ્રતિની આસક્તિ તોડવામાં તે કેવી રીતે મદદરૂપ થાય છે તેની જાણકારી આપણને ત્રીજી કડીથી મળતી જાય છે. જેના પરથી સકામપણે આજ્ઞામાં ઘૂસવાનું કાર્ય જીવ કરી શકે છે. આ પ્રકારે પોતાની પૂર્ણ શુધ્ધ થવાની કામના પૂરી કરવા માટે પોતાને દેહની મૂછ ત્યાગવાનો કેટલો બળવાન પ્રયત્ન આદરવો છે તેનું સુંદર ચિત્ર જોવા મળે છે. સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી, જીવના પુરુષાર્થથી અને સદ્ગુરુના રક્ષણની સહાયથી તેનાં મિથ્યાત્વનો નાશ શરૂ થાય છે. તે જ માર્ગ ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી આગળ વધી સદ્ગુરુની પરમ કૃપા થકી જીવ ક્ષાયિક સમકિત પણ મેળવે છે. પોતાની અંગત સ્થિતિને રજૂ કરતાં આ કાવ્યમાં રાજપ્રભુએ પોતાને મળેલા ક્ષાયિક સમકિતની જાણકારી આપી, દર્શનમોહ વ્યતીત કર્યા પછી ચારિત્રમોહનો નાશ કરવા ક્યા ઉપાય વિચાર્યા છે તેની ક્રમબધ્ધ વિચારણા મૂકેલ છે; તેનું વર્ણન ત્રીજી કડીથી શરૂ થાય છે. આ કાવ્યની વિશેષતા એ છે કે તે અંગત ભાવના રજૂ કરતું હોવા છતાં તે માર્ગની તથા સિધ્ધાંતોની રસભરી વાતોથી ભરપૂર છે, અને કોઈ પણ આત્માર્થી જીવને વિકાસ કરવા માટે અત્યંત ઉપયોગી થઈ શકે તેવું છે. દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ... ૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મોહનીય કર્મના પ્રભાવથી જીવ અનંતકાળથી સંસારમાં રખડતો આવ્યો છે, તે કર્મનાં કારણે જ અન્ય કર્મો બંધાય છે તેથી તે “મોહરાજા” કહેવાય છે. આ કર્મના મુખ્ય બે ભાગ છે: દર્શનમોહ અને ચારિત્રમોહ. જીવને પોતાનાં સ્વરૂપનું ભાન જ થવા ન દે તે દર્શનમોહ અને સ્વરૂપનું ભાન થયા છતાં સ્વરૂપમાં ટકવા જ ન દે તે ચારિત્રમોહ. આ બંને પ્રકારનાં મોહનો ક્ષય થયા પછી જ આત્મા પૂર્ણ શુધ્ધ થઈ શકે છે. તેથી તો મોહનીયના ક્ષયોપશમની માત્રાને આધારે શ્રી પ્રભુએ ચૌદ ગુણસ્થાન વર્ણવ્યા છે. જ્યારે દર્શનમોહને દબાવીને સ્વાનુભૂતિ જીવ કરે છે ત્યારે તે ચોથા ગુણસ્થાને આવે છે, અને એ જ ગુણસ્થાને જીવ દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય પણ કરી શકે છે. અને વિકાસ કરતાં કરતાં ચૌદમા ગુણસ્થાને મન, વચન, કાયાના યોગને ત્યાગી પૂર્ણતાએ પરપદાર્થના સંસર્ગથી આત્મા રહિત બને છે. આ ચોથાથી ચૌદમાં ગુણસ્થાન સુધી વિકાસ કરવા માટેના ઉત્તમોત્તમ પુરુષાર્થને શ્રી રાજપ્રભુએ આ કાવ્યમાં ગાયો છે. જે એમનો પોતાનો અભિલાષ હોવા છતાં કોઈ પણ આત્માથી જીવને ઉપયોગી અને ઉપકારી થઈ શકે એમ છે. પોતાનો દર્શનમોહ (મિથ્યાત્વ) વ્યતીત થવાથી – નાશ પામવાથી કેવો આત્મબોધ મળ્યો છે તેનું વર્ણન આ ત્રીજી કડીમાં કર્યું છે. દર્શનમોહ નાશ પામવાથી આત્મા દેહથી સર્વથા ભિન્ન છે – ન્યારો છે, તે ચૈતન્યરૂપ છે એવી અનુભવ સહિતની સમજણ આવી છે અને આત્મા દેહથી ભિન્ન છે તેની પ્રતીતિ સતત રહે છે. આ પ્રતીતિના આધારે સ્પષ્ટ જણાયું છે કે દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ (કષાય તથા નોકષાયનો ઉપદ્રવ) જલદીથી તોડી શકાય છે. આ જાણકારીનું તેમણે એવું ફળ ઇચ્છયું છે કે ચારિત્રમોહનો ત્વરાથી નાશ કરી, વહેલામાં વહેલી તકે શુધ્ધ સ્વરૂપને મેળવવાની તાલાવેલીમાં ડૂબી જવું. જીવનો દર્શનમોહ દબાય ત્યારથી તેને પ્રત્યક્ષ સગુરુનું આજ્ઞાકવચ મળે છે. આ કવચના પ્રભાવથી દબાયેલું મિથ્યાત્વ ઉદયમાં આવી શકતું નથી, અને તે જીવના સગુરુ પ્રતિના અહોભાવ તથા પૂજ્યભાવ વધારવામાં મદદરૂપ થાય છે. જેમ જેમ જીવનું આરાધન વધતું જાય છે તેમ તેમ તેનું મિથ્યાત્વ ક્ષીણ થતું જાય છે – નાનું Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા અને નાનું થતું જાય છે. આગળ વધતાં વધતાં દર્શનમોહનો સંપૂર્ણ નાશ થાય છે, અને ત્યારે તેને સર્વ સદ્ગુરુના આજ્ઞાકવચની પ્રાપ્તિ થાય છે. ક્ષાયિક સમકિત મેળવ્યા પહેલાં જીવને પોતાને મોક્ષમાર્ગે દોરનાર સદ્ગુરુ પ્રતિ ઘણો અહોભાવ તથા પૂજ્યભાવ વેદાતો હોય છે, તે પ્રકારનો અહોભાવ તથા પૂજ્યભાવ અન્ય ઉચ્ચ આત્માઓ પ્રતિ પણ કેળવતો જાય છે; સહુ સદ્ગુરુ જીવોને આગળ વધારવા પુરુષાર્થી રહે છે એ સમજણ આવતાં તેનો સદ્ભાવ સર્વ રૂડા આત્મા પ્રત્યે સમાનતા ધારણ કરતો જાય છે. પરિણામે ક્ષાયિક સમકિત મળ્યા પછી જીવને ‘સર્વ સદ્ગુરુનું આજ્ઞાકવચ' મળે છે. જેનાં ફળરૂપે તેને ક્યારેય સમ્યક્ત્વ વમવાનો પ્રસંગ આવતો નથી, એટલું જ નહિ પણ તે જીવ પુરુષાર્થી થઈ વધુમાં વધુ ત્રણ ભવમાં સંસારથી મુક્ત થઈ જાય છે. કારણ કે તે દરેક ઉત્તમ પુરુષના ગુણોનો લાભ લેતાં શીખતો જાય છે. તેમાં પણ જેને માત્ર એક જ ભવમાં મુક્ત થવાની તાલાવેલી લાગી હોય તેની છૂટવાની ભાવના કેટલી બળવાન હોય તે તીવ્રતા ‘વર્તે એવું શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જો' એ પંક્તિમાં જોવા મળે છે. આ તાલાવેલી રાજપ્રભુને સતત વર્તતી હતી તે સમજાય છે. દર્શનમોહનો ક્ષય થયા પછી ચારિત્રમોહનો નાશ ક૨વા માટે જીવમાં મન, વચન તથા કાયાનું અર્પણપણું શ્રી સદ્ગુરુ અને શ્રી પ્રભુ પ્રતિ થતું જવું જોઇએ અને તેની વર્ધમાનતા પણ થવી જોઈએ. જ્યારે સ્વરૂપ સ્થિરતા મેળવવામાં બાધાકા૨ક થાય એવા તત્ત્વોનો ત્યાગ કરવાની શરૂઆત જીવ કરે છે ત્યારે તે પાંચમા ગુણસ્થાને આવે છે. અને જ્યારે તે ત્રણે યોગની અર્પણતા શ્રી પ્રભુ તથા શ્રી ગુરુને કરે છે ત્યારે તે છઠ્ઠા ગુણસ્થાને આવે છે, એ વખતથી જીવને પ્રભુની આજ્ઞાએ સતત રહેવાના ભાવ શરૂ થઈ વર્ધમાન થતા જાય છે. આ અવસ્થામાં તેનો સત્પુરુષ પ્રતિનો અહોભાવ તથા વિનયભાવ વધે છે, નિત્યનિગોદથી બહાર કાઢવાથી શરૂ કરી, વર્તમાન અવસ્થાએ પહોંચાડવામાં ઉત્તમ પુરુષોનો કેટલો મોટો ફાળો છે તે સમજાય છે, અને આવા ઉપકારી આત્માઓ પ્રતિ પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવની લાગણી તે વેદે છે, અને વધારે છે. આમ છઠ્ઠા ગુણસ્થાને બુદ્ધિ તથા લાગણીનું એકપણું થવાની શરૂઆત થતાં જે પરમેષ્ટિ જીવ કલ્યાણભાવ વેદે તેનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરવાની ૬૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વૃત્તિ વધતાં જીવને “સર્વ પુરુષનું આજ્ઞાકવચ' બંધાવા લાગે છે. અને જેમ જેમ ભાવની ઉત્કૃષ્ટતા આવે છે તેમ તેમ તે કવચ વધારે ને વધારે મજબૂત થતું જાય છે. આવી તીવ્રતાવાળા ભાવ થતાં, ચારિત્રમોહ તોડવા માટે જીવે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તેની સ્પષ્ટતા શ્રી સદ્ગુરુની કૃપાથી અને સહાયથી જીવને થતી જાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્યા પછી ત્વરિત ગતિએ વિકાસ કરવા જીવે કેવા ભાવ સેવવા જોઈએ તથા કેવો પુરુષાર્થ આદરવો જોઇએ; જેનાં ફળરૂપે ઉત્તમ ક્ષપક શ્રેણિ અને પૂર્ણ આજ્ઞાસિદ્ધિ પ્રાપ્ત થાય તેનું યથાર્થ ચિત્ર શ્રી રાજપ્રભુ ચોથીથી ચૌદમી કડી સુધીમાં પોતાની અંગત ભાવના રૂપે રજૂ કરે છે; અલબત્ત, આ પુરુષાર્થ કોઈ પણ સન્માર્ગી જીવને માટે ખૂબ ખૂબ માર્ગદર્શક બને તેમ છે તે નિર્વિવાદ હકીકત છે, અર્થાતુ વ્યક્તિની ભાવના સમષ્ટિ માટે કેટલી ઉપકારી છે તે આપણને સમજાય છે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.અપૂર્વ ... ૪ સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ ... ૫ પ્રત્યેક સંજ્ઞી પંચેન્દ્રિય જીવને મન, વચન અને કાયા એ ત્રણ યોગ હોય છે, અને કર્મબંધના પાંચ કારણ છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તેમાં યોગ એ એવું કારણ છે કે જે જીવને સહુ પહેલાં સક્રિય થાય છે, અને સૌથી છેલ્લે અક્રિય થાય છે અર્થાતુ જાય છે. જીવની સૌથી નીચી અવસ્થા પૃથ્વીકાયમાં અને સર્વ એકેંદ્રિયપણામાં વચનયોગ અને મનોયોગ સક્રિય હોતા નથી, ત્યારે એક કાયયોગ જ કર્મબંધ માટે સક્રિય થઈ અન્ય ચાર કર્મબંધનાં કારણોને પરોક્ષરૂપ બનાવે છે. બેઇન્દ્રિયપણાથી વચનયોગ સક્રિય થાય છે, અને ત્યારથી જેમ જેમ ઇન્દ્રિય વધતી Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા જાય છે તેમ તેમ અન્ય એક એક કારણ કર્મબંધ કરવા માટે પરોક્ષપણું છોડી સક્રિય થતું જાય છે, અને જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં આવે છે ત્યારે કર્મબંધનાં પાંચ કારણો ફૂલીફાલી પૂર્ણરૂપે જીવને આવરી લેવા તૈયાર થઈ જાય છે. પરંતુ આ જીવ જો સપુરુષના શરણે જઈ ત્રણે યોગને આજ્ઞાધીન બનાવતો જાય છે તો ક્રમથી કર્મબંધનાં પાંચ કારણો નિવૃત્ત થતા જાય છે અને યોગને કર્મકટિનું કારણ બનાવી શકે છે. આ ભાવ શ્રી રાજપ્રભુએ ચોથી કડીમાં ગૂંથ્યો છે. મન, વચન અને કાયાના ત્રણે યોગને તેઓ એવી રીતે પ્રવર્તાવવા માગે છે કે જેથી તેમની આત્મસ્થિરતા – આત્મપ્રદેશોનું અકંપન અખંડપણે રહ્યા કરે. જ્યારે આત્મપ્રદેશોનું કંપન નહિવત્ થઈ જાય છે ત્યારે કર્ણાશ્રવ અતિ અતિ અલ્પ અને શુભ પરમાણુમય બની જાય છે. કદાચિત્ આવો આત્મા યોગ સાથે જોડાય તો પણ એ જોડાણ એકાદ સમય જેવું સંક્ષેપી શકાય છે, કે જેથી વિશેષ કર્માશ્રવ થઈ શકે નહિ. આ સ્વરૂપ સ્થિરતા માટે તેમણે એવી અદ્ભુત સ્થિતિની ભાવના ભાવી છે કે ભયંકરમાં ભયંકર પરિષહ કે ઉપસર્ગ આવે, અથવા તો તે આવવાનો ભય પ્રવર્તતો હોય તો પણ આત્મસ્થિરતામાં લેશ માત્ર ખામી સર્જાય નહિ. જ્યાં સુધી દેહમાં આત્માને રહેવાનું હોય ત્યાં સુધીની આવી સ્થિરતાની માગણી તેમની છે. આ આદર્શને સફળ કરવા તેમણે કેવી વર્તન કરવાનું નક્કી કર્યું છે તેની સમજણ પાંચમી કડીથી આપણને મળે છે. આ કડીમાં મહાસંવરના માર્ગમાં ચાલતા મુનિ તરીકેના ભાવ અને વર્તના શરૂ થાય છે અને તે વિકાસ કરી આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ સુધી કેવી રીતે પ્રગતિ કરે છે તેનો ચિતાર આપણને તે પછીની કડીઓમાં જોવા મળે છે. ચોથી તથા પાંચમી કડીમાં આત્માને ક્યા આદર્શની સ્થિતિએ સ્થિર કરવો છે, તેનું વર્ણન છે. આવી સ્થિરતા મેળવવા માટે પુરુષ કે તેનાથી પણ ઉચ્ચ કક્ષાએ વિરાજતા આત્માનું આજ્ઞાકવચ અનિવાર્ય છે. વળી આ આજ્ઞાકવચ અને તેમાંથી ટપકતા આજ્ઞારસનો ઉપયોગ કરીને જ આગળ વધાય છે તેની સ્પષ્ટતા રાજપ્રભુએ “સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો એ પંક્તિમાં મૂકી છે. તેઓએ તો શ્રી જિનેશ્વર પ્રભુનું જ આજ્ઞા કવચ માગ્યું છે, તે પણ આત્માને પૂર્ણ ૬૫. Page #95 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શુધ્ધ કરવાના લક્ષને સફળ કરવા માટે જ માગેલ છે તે અહીં સમજાય છે. જિનેશ્વરની આજ્ઞારૂપ કવચની સહાયથી તેઓ વિશેષ શુધ્ધ અને ઊંચા પ્રકારનાં પરમાણુઓ ગ્રહણ કરવા ઇચ્છે છે, જેની મદદ થકી તેઓ પૂર્ણ શુધ્ધ થવા થકીનો વિકાસ ‘અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો’ અનુભવી શકે. જે યોગ સંસાર પરિભ્રમણના આરંભકાળથી કર્મ બંધનનું એક કારણ છે; તે યોગને પ્રભુ આજ્ઞાએ પ્રવર્તાવી સંયમના સાધનરૂપ બનાવવાના ભાવ આ કડીની પહેલી બે પંક્તિમાં જોવા મળે છે. જીવમાં પ્રવર્તતા વિભાવને કારણે તે યોગ સાથે જોડાઈ, કર્મબંધનાં કોઈક અન્ય કારણને સક્રિય બનાવી આત્મપ્રદેશોને કંપાવે છે, આ કંપનને કારણે જીવ લેશ્યાનુસાર કર્મને ગ્રહણ કરે છે. આ કર્મબંધનથી બચવા માટે શ્રી રાજપ્રભુ જિન આજ્ઞાનુસાર વર્તવા એટલે કે શ્રી પ્રભુના ચરણમાં યોગની સોંપણી વિશેષ ઉત્કૃષ્ટતાથી કરવા ધારે છે. અને આ સોંપણી સ્વસ્વરૂપની યથાર્થ શુદ્ધિ મેળવવા માટે જ કરવી છે તે તેમનો નિર્ણય છે એ “સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો વચનથી સ્પષ્ટ થાય છે. જે યોગની પ્રક્રિયા થયા કરે છે તેને કર્મવૃદ્ધિમાંથી કર્મકટિ કરનાર બનાવવી છે તેની સ્પષ્ટતા આપણને “સંયમના હેતુથી યોગ પ્રવર્તના” એ પંક્તિથી જણાય છે. જ્યાં સુધી યોગનું કર્તાપણું આજ્ઞાધીન થઈ પ્રભુને સોંપવામાં આવતું નથી ત્યાં સુધી આત્મસંયમ પ્રવર્તતો નથી, અને આ સંયમપાલન વિના કર્મબંધનાં કારણોનો નાશ થઈ શકતો નથી. આ કારણે પોતાનું કર્મબંધનનું કર્તાપણું તથા કર્મ ભોગવવાનું પણ કર્તાપણું પૂર્ણતાએ ત્યાગવા જિનાજ્ઞાને આધીન બનવા ઇચ્છયું છે. પણ હકીકત એ છે કે ઇચ્છા થતાં જ કાર્યસિદ્ધિ થતી નથી, તે માટે સતત પુરુષાર્થની અનિવાર્યતા છે. આ પુરુષાર્થનું સાતત્ય કેવું જાળવવું છે તે “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં બતાવી સમજાવ્યું છે કે યોગ પ્રવર્તનનો સ્વછંદ પ્રત્યેક ક્ષણે ઘટતો જાય અને તેની અંતિમ ક્ષણોમાં પૂર્ણ પણે સ્વસ્વરૂપમાં લીન થવું છે, જે સિદ્ધાવસ્થાનો અનુભવ છે તેની માગણી મૂકાયેલી છે. આમ આ કડીમાં સંયમની વર્ધમાનતા માટે જિનાજ્ઞાનુસાર યોગને પ્રવર્તાવી શ્રેણિ સુધી વિકાસ કરી, કેવળજ્ઞાન કેવળદર્શનના ભોક્તા બની એટલે કે કર્મબંધનાં પહેલાં ચાર કારણોનો ત્યાગ કરી, Page #96 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા યોગ સાથેનું જોડાણ પણ ક્રમથી ઘટાડતા જઈ ‘નિજસ્વરૂપ’માં લીન થવા સુધીનો અભિલાષ નિરૂપ્યો છે. આ અભિલાષને સફળ કરવા યોગને કેવી રીતે પ્રવર્તાવવા છે તેનું વિસ્તરણ તેમણે છઠ્ઠી કડીમાં કર્યું છે. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય, ક્ષેત્ર, ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ ... ૬૭ ૬ છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ તરીકે વર્તતી વખતે પાંચપ્રકારની ઇન્દ્રિયોના વિષય સુખમાં રાગદ્વેષ રહિતપણું માગી, સર્વ પ્રકારના પ્રમાદથી રહિત બનવાનું વિચાર્યું છે. સામાન્ય રીતે જીવની સર્વ ઇન્દ્રિયો શાતાની શોધમાં ચોતરફ ભટકતી હોય છે, અને સાનૂકુળ સ્થિતિમાં રાગ અને પ્રતિકુળ સ્થિતિમાં દ્વેષનું વેદન જીવ કર્યા કરી, કર્મ વધારતો ફરે છે. આ દશાનું મૂળ સમજી સ્વસ્વરૂપમાં જવા માટે પાંચે ઇન્દ્રિયોના જે શાતા અશાતાના નિમિત્તો છે તેને માટે રાગદ્વેષ રહિત સ્થિતિ માગી છે, આમ ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમભાવ આવી જાય તો ઇન્દ્રિયસંયમ સહજ થઈ જાય; એટલે કે ઇન્દ્રિયોને શાતાની શોધમાં આજુબાજુ ભટકવાનું છૂટી જાય. આ તો જ શક્ય બને જો જીવનું મન સ્વસ્વરૂપ માટે ઉદ્યમી બની, પ્રમાદરહિત સ્થિતિમાં પ્રવર્તે. તેથી ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો' એમ કહી મનને સર્વથા અપ્રમાદી કરવાનો નિર્ણય સૂચવ્યો છે. ત્રણે યોગમાં મનોયોગ સહુથી બળવાન છે. મુખ્યતાએ તેની આજ્ઞાએ જીવનાં વાચા અને કાયા પ્રવર્તે છે, આથી મન વશ થાય તો વાણી અને કાયા અને તેના અનુસંધાનમાં ઇન્દ્રિયો પણ વશ થઈ જાય. આ હેતુથી તેમણે મનને પૂર્ણ વશ કરવાનું માગ્યું છે. જ્યારે આત્મસ્થિરતામાંથી મન ચલિત થાય છે ત્યારે મન પ્રમાદી થતાં જીવ પ્રમાદી થાય છે, કોઈ પણ પ્રકારના પ્રમાદમાં ન રહેતા જીવ સતત સ્વરૂપલીનતામાં Page #97 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વર્તે તો જ મન અપ્રમાદી બન્યું કહેવાય. આ દશામાં જ આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના પ્રતિબંધથી – કર્મ બંધનથી છૂટી, માત્ર ઉદયાનુસાર વીતલોભ બની વિચારી શકે છે. આ પરિસ્થિતિ તો માત્ર કેવળી પર્યાયમાં જ શક્ય છે જ્યારે આત્મા સર્વ ઘાતિ કર્મોથી મુક્ત થઈ સતત સ્વરૂપલીનતા માણે છે. આ કાળમાં આત્માની સ્વરૂપસ્થિરતા એવી હોય છે કે અમુક અમુક સમયના આંતરે માત્ર એક જ સમય માટે યોગ સાથે તે જોડાય છે, ત્યારે અઢળક કલ્યાણભાવ આશ્રવવા છતાં, પૂર્વ સંચિત અઘાતિકર્મોની સતત નિર્જરા પણ તે પ્રત્યેક સમયે કરતો જાય છે. આ રીતે વીતલોભ થઈ – જગતને કલ્યાણનાં પરમાણુની સતત ભેટ આપતા જઈ, પૂર્વકર્મના ઉદયાનુસાર તેની નિર્જરા માટે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવથી અબંધ બની વિચરવાનો આદર્શ સેવ્યો છે. આ પ્રમાણે પાંચમી તથા છઠ્ઠી કડીમાં પૂર્ણ શુધ્ધ થવાનો પોતાનો આદર્શ પૂરો કરવા પૂર્ણ ચારિત્રશુદ્ધિ મેળવવાની ભાવના વ્યક્ત કરી છે. આ ધ્યેયને પહોંચી વળવા કષાય જય કેવી રીતે કરવા ધાર્યો છે તે અને તે જયની માત્રાની કઈ હદ ઇચ્છી છે તે રાજપ્રભુએ સાતમી તથા આઠમી કડીમાં વર્ણવ્યું છે. આ કષાય જયને પામવા માટે કેવું આદર્શ આંતરબાહ્ય ચારિત્ર પાળવું છે તેની ભાવના ૯મીથી બારમી કડી સુધીમાં વર્ણવી, ક્ષપક શ્રેણિ માંડવાની ઉત્તમ તૈયારી કરવાનો તેમણે આદર્શ સેવ્યો છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો. અપૂર્વ .. ૭. બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહિ જો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ... ૮ ક્ષપક શ્રેણિમાં પાર ઉતરવા માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાને છદ્મસ્થ આત્માએ કષાય જય પરત્વે પૂરેપૂરું ધ્યાન આપવું ઘટે છે, કેમકે જો શ્રેણિ માટે પૂરતી તૈયારી ન થઈ ૬૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા હોય તો તે જીવ ક્ષેપકને બદલે ઉપશમ શ્રેણિમાં જઈ, ભૂલ કરી પાછો નીચે ઊતરી આવે છે, અને તેની કરેલી મહેનત નિષ્ફળ થાય છે. શ્રેણિમાં આવી કોઈ ભૂલ ન થાય તેની તકેદારી માટે સંસાર પરિભ્રમણનાં મૂળ નિમિત્ત રૂપ કષાય જય કરવાનો પુરુષાર્થ તેમણે વર્ણવ્યો છે. અહીં ક્ષાયિક સમકિત મેળવ્યા પછીનો ચારિત્રમોહ નાશ કરવાનો પુરુષાર્થ હોવાથી, મિથ્યાત્વ તોડયા પછી જે ચારિત્રપાલન કરવાનું છે તે માટેનો આદર્શ સેવ્યો છે. ક્ષાયિક સમકિત લીધા પછી – દર્શનમોહ વ્યતીત થતા ચારિત્રમોહની પ્રકૃતિ તોડવાની રહે છે. ચારિત્રમોહના ચાર કષાય ક્રોધ, માન, માયા તથા લોભ છે, તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એવા ચાર વિભાગ છે; આમાંનો અનંતાનુબંધી પ્રકાર તો મિથ્યાત્વના ક્ષય સાથે જ ક્ષય થઈ જાય છે એટલે બાકીના ત્રણ પ્રકારના પ્રત્યેક કષાય અને નોકષાયનો નાશ જીવે શ્રેણિમાં કરી આત્મસ્વરૂપ પ્રગટાવવાનું રહે છે. નોકષાય મૂળ કષાયને ઉદ્દીપ્ત કરવામાં સહાયકારી તત્ત્વ છે, તેથી મૂળ કષાય જતાં તે સહજતાએ નાશ પામી જતા હોવાથી, તેના માટે સ્વતંત્ર પુરુષાર્થની જરૂર રહેતી નથી. આથી અહીં ચાર મૂળ કષાયને કઈ રીતે અને કેટલી હદે છદ્મસ્થ અવસ્થામાં ક્ષીણ કરવા છે તેની ભાવના મૂકી છે. શ્રેણિ શરૂ કરતાં પહેલાં આ કષાયો જેટલા વિશેષ ઉપશમ થાય તેટલી શ્રેણિ નજીક આવે તથા નાની થતી જાય છે, તેથી કષાય ઉપશમની ઉત્કૃષ્ટતા શ્રી રાજપ્રભુએ ઇચ્છા છે. આ ભાવનાને કારણે છઠ્ઠા ગુણસ્થાને મળેલું સર્વ સપુરુષનું કવચ, સાતમાં ગુણસ્થાનમાં આગળ વધતાં છબસ્થ પરમેષ્ટિના કવચમાં પલટાય છે. જેમ જેમ જીવનો કષાય જય થતો જાય છે તેમ તેમ અન્ય જીવો પ્રતિનો પ્રેમભાવ, મૈત્રીભાવ અને કલ્યાણભાવ વધતા જાય છે. આમ થવાથી પંચપરમેષ્ટિ ભગવંત, જેઓ સર્વ જીવના કલ્યાણની ભાવના ભાવે છે તેમના છદ્મસ્થ અવસ્થાનાં (જેમણે પરમેષ્ટિ પદ નિકાચીત કર્યું છે પણ તે પદનો ઉદય થયો નથી તે દશાના) કલ્યાણનાં પરમાણુઓ વિશેષતાએ આકર્ષાઈને આવે છે. અને તેનાં આજ્ઞાકવચને મજબૂત કરતા જઈ ચારિત્રશુદ્ધિ વધારતાં જાય છે. આમ થતાં મુનિનું મહાસંવર માર્ગમાં વિચરવું સહજ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાતમી કડીમાં ચારે કષાયને કેવો પુરુષાર્થ કરી નાથવા છે તે શ્રી રાજપ્રભુએ વર્ણવ્યું છે. ક્રોધ ઉપર ક્રોધ કરીને, માન સામે પ્રભુપ્રતિનું દીનપણું વેદીને, માયા સાથે સાક્ષીભાવની (જ્ઞાતાદ્રષ્ટા રૂપ) માયા કરીને અને લોભને તેનો જ લોભ કરી ટાળવા વિચાર્યું છે. આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો સમજાય છે કે કષાયના સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપનો પણ ક્ષય કરવા આ ઉપાય સક્ષમ છે. આ ચારે કષાયને કઈ હદ સુધી ક્ષીણ કરી શ્રેણિએ ચડવું છે તે તેમણે આઠમી કડીમાં વર્ણવ્યું છે. દેહાત્મા છૂટા થઈ જાય એવા ભયંકર ઉપસર્ગ કરનાર પ્રતિ પણ ક્રોધ ન આવે, બલ્ક તેના પ્રતિ પણ કલ્યાણભાવ વરસે; સંસારના સર્વોત્તમ ઋદ્ધિધારી ચક્રવર્તિ જેવા સમર્થ મનુષ્ય પૂજ્યભાવથી વંદન કરવા આવે તો પણ અંશમાત્ર માનભાવ ન થાય, નિસ્પૃહતા જ અનુભવાય; જગતમાં જેના પ્રતિ સર્વોત્કૃષ્ટ આસક્તિ છે એવા દેહના ત્યાગના પ્રસંગે પણ અંશ માત્ર માયા રોમમાં થાય નહિ, દેહ પ્રતિ પણ ઉત્તમ અનાસક્તિ વર્ત, અને મોટામાં મોટી અષ્ટમહાસિદ્ધિ આત્માની શુદ્ધિ થતાં પ્રગટ થાય તો પણ તે સિદ્ધિઓનો અંશ માત્ર લોભ ન રહે, એટલી માત્રા સુધી કષાયોને ઉપશાંત કરવાની ભાવના વ્યક્ત કરી છે. આ બતાવે છે કે બળવાનમાં બળવાન અશાતા કે શાતાના ઉદયની વચ્ચે પણ ‘આત્મશુદ્ધિનું લક્ષ તેમને મંદ થવા દેવું નથી. આ વર્તન કરવામાં મહાસંવરના માર્ગમાં કલ્યાણભાવ તથા આજ્ઞા સહિતનો કલ્યાણભાવ અનુભવવો કેવો સહજ થઈ જાય છે તે આ બે કડીની વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. ઉપસર્ગ કરનાર પ્રતિ દ્વેષ ન થાય, ચક્રવર્તિ વાંદે છતાં માન ના થાય, દેહના ત્યાગમાં માયા ન થાય અને મહાન સિદ્ધિઓ પ્રગટવા છતાં લોભ ન થાય એવી સ્થિતિ ક્યારે સંભવી શકે? આત્મા જ્યારે આજ્ઞાધીનપણે સ્વરૂપમયતા અનુભવે ત્યારે જ આવા પ્રબળ નિમિત્તોને ગૌણ કરી કષાયને જીતી શકે. આ સૂચવે છે કે સ્વરૂપસિદ્ધિ કરવાનું અનુપમ લક્ષ જ્યારે નિકાચીત થાય ત્યારે જ આવો પુરુષાર્થ કરવો શક્ય છે. જગતના સર્વ પદાર્થો પ્રતિ અનાસક્ત રહી વીતરાગી બની સ્વરૂપસ્થિતિના એક માત્ર ધ્યેયથી જીવ પ્રવર્તે ત્યારે જ આવા અપૂર્વ અવસરની પ્રાપ્તિ થઈ શકે છે. O Page #100 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સ્વરૂપસિદ્ધિ કરવાનું અનુપમ લક્ષ નિકાચીત કરવા માટે તેમણે જે ચારિત્ર પાલન માગ્યું છે તેનું નિરૂપણ નવમીથી બારમી કડીમાં, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશાએ વર્તન રૂપ દેખાડ્યું છે. નવમી કડીમાં આ લક્ષને પહોંચવા કેવા બાહ્યચારિત્રની – દ્રવ્ય ચારિત્રની જરૂરિયાત છે તે વર્ણવ્યું છે. જ્યાં સુધી આત્માને આંતરલક્ષ – શુદ્ધ થવાનું લક્ષ અંતરથી દઢ થતું નથી ત્યાં સુધી આ બાહ્યચારિત્રનું પાલન લગભગ અશક્ય કે અતિ અતિ કઠિન બને છે. પણ આંતરલક્ષ એકદમ દેઢ થતાં નવમી કડીમાં વર્ણવેલું બાહ્યચારિત્ર સહજ થતું જાય છે. આ બાહ્યચારિત્રનાં પાલનથી સ્વરૂપસિદ્ધિ કરવા માટે જે આંતરચારિત્ર પ્રગટ થાય છે તેનો પરિચય દશમી કડીમાં થાય છે. પ્રત્યેક વિભિન્ન સ્થિતિમાં આત્મા કેવા સમભાવથી વર્તી શકે છે તે આપણને અહીં સમજાય છે, એટલું જ નહિ કલ્યાણ ભરિત મહાસંવર માર્ગની ઉપયોગીતા અનુભવાય છે. નગ્નભાવ, મુંડભાવ, સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિધ્ધ જો, કેશરોમ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્ય, ભાવ સંયમમય નિગ્રંથ સિધ્ધ જો . અપૂર્વ .. ૯. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિ જૂનાધિકતા, ભવમોક્ષે પણ શુધ્ધ વર્ત સમભાવ જો. અપૂર્વ ... ૧૦ નવમી કડીમાં સર્વસંગ પરિત્યાગી મુનિની આચરણામાં તેમણે દિગબર અવસ્થા (જે દેહને માટે ટાઢ, તડકો, વર્ષાદિ સમભાવથી રહેવા માટે પરિષહરૂપ થાય છે), કેશ લુંચન (વાળનો લોચ કરતાં બળવાન અશાતા સમભાવે વેદવાની રહે છે), અસ્નાન (શરીર પ્રતિ ઘણો નિસ્પૃહભાવ ખીલે તો જ શરીરની મેલસહિતની દશામાં સમભાવ આવી શકે) અને અદંતધાવન (મુખ કે દાંત પણ સાફ ન કરવા, જેથી શરીરનું અશુચિપણું સતત પ્રત્યક્ષપણે અનુભવવું પડે) જેવી અનેક પ્રસિધ્ધ ક્રિયાઓને કોઈ પણ પ્રકારના વિભાવ રહિત પાળવાનો આદર્શ સેવ્યો છે. સાથે સાથે શરીરના ૭૬. Page #101 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ લાલનપાલન કે શોભા માટે કોઈ પણ પદાર્થ અંગીકાર ન કરવાની નેમ તેમણે સેવી છે, જેથી આત્મશુદ્ધિના લક્ષવેધમાં અંશ પણ ખામી આવી શકે નહિ. કેશ, રોમ, નખ કે શરીરના કોઈપણ અંગનું આકર્ષણ વધે – વધારે એવા કોઈ જ પદાર્થનો ઉપયોગ ન કરવાની તેમની ધારણા છે. જેમકે વાળને આકર્ષક બનાવનાર તેલ, દાંતિયો, અરિસો આદિનો ઉપયોગ ન કરવો, વસ્ત્રો પરિધાન કરી દેહની શોભાને જાળવવાનો પ્રયત્ન ન કરવો, શરીરની સાફસફાઈ કરી માયાભાવમાં ન જવું; શરીરને આકર્ષક કરનાર સુગંધી પદાર્થોનો સર્વથા ત્યાગ કરી વિભાવભાવનું પોષણ છોડવું વગેરે કરી; તે ન કરવાના કારણે ધારણ કરવા પડતા પરિગ્રહથી અને તેની સારસંભાળથી છૂટી જવું. વળી, એ પદાર્થો ખૂટે ત્યારે નવા મેળવવા માટે યાચના કરવામાંથી પણ બચી જવું. જે બધું જીવ અનાદિકાળથી દેહ માટે કરતો આવ્યો છે અને પરવશપણાની વેદના ભોગવતો આવ્યો છે, તે બધાનો ઇચ્છાપૂર્વક ત્યાગ થતાં અનાદિકાળથી ચાલી આવતી દેહની મમતા છૂટતી જાય છે. દેહશોભાના અને મમત વધારનારા આ બધાં સાધનો આત્મ આરાધનમાં સતત ખલેલ પહોંચાડનારા છે, તેના ત્યાગથી આત્મારાધનનું સાતત્ય પોતે વધારી શકે એવા ભાવથી આ આદર્શ તેમણે જાળવ્યો છે. આ ઉપરાંત આ બધાનો ત્યાગ આત્મ આરાધનના ઊંડાણમાં તથા સ્વરૂપ સ્થિરતા વધારવામાં મદદરૂપ થાય છે તેનું સભાનપણે જે તેમને આવ્યું હતું તે “દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો” એ પંક્તિમાં વિશેષતાએ ફૂટ થાય છે. યથાર્થ વ્યવહાર શુદ્ધિ સાથેનું આચરણ કરી તેઓ દ્રવ્યથી તેમજ ભાવથી “સંયમમય સ્થિતિ” આજ્ઞાધીનપણે વર્તવાની વૃત્તિને બળવાનપણું આપે છે. આ કડીનો જરા વિસ્તારથી વિચાર કરીએ તો, સમજાય છે કે આજ્ઞારૂપી તપનું યથાર્થ આચરણ જ્યારે મુનિ અવસ્થામાં કરવામાં આવે છે ત્યારે કર્મની નિર્જરા અને સંવર ખૂબ બળવાનપણે થાય છે. મુનિ દિગંબર દશા, કેશ લુંચન, અજ્ઞાનતા, અદંતધોવન, શૃંગાર માત્રનો સર્વથા ત્યાગ આદિનું ઉત્તમ ભાવ સહિત પાલન કરી, આશ્રવના સર્વ દ્વારો બંધ કરી સંવરની બળવાન આરાધના કરે છે, સાથે સાથે જે આજ્ઞાસહિત આ બધાનું પાલન થાય છે તેમાં થતા આજ્ઞારૂપી તપના આરાધનથી પૂર્વ Page #102 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા સંચિત કર્મો અસંખ્યગમે નિર્જરી જઈ, આત્માની શુદ્ધિ ઝડપથી વધારવામાં મદદરૂપ થાય છે. આવી અભુત નિર્જરા તપના આરાધનથી કરી, સંવરને વધારી આત્મા આજ્ઞારૂપી ધર્મમાં કેવો સ્થિર થાય છે તેનું વર્ણન દશમી કડીમાં જોવા મળે છે. નવમી કડીમાં દ્રવ્યથી અને ભાવથી ચારિત્રપાલન સેવી સંયમ સહિતના નિર્ગથ મુનિપણે વિચારવાનો આદર્શ શ્રી રાજપ્રભુએ વ્યક્ત કર્યો છે. આ ચારિત્ર પાલનથી આત્મા શુભભાવ અને કલ્યાણભાવમાં પ્રવર્તી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓને બહોળા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે, આ પરમાણુઓની સહાયથી સ્વરૂપ સ્થિરતામાં જઈ આત્મા બાહ્ય નિમિત્તોમાં કેવી ઉદાસીનતાથી રહી શકે છે અને તે ઉદાસીનતાને વીતરાગતા તરફ દોરી શકે છે તેનું સ્વરૂપ આપણને દશમી કડીમાં જાણવા મળે છે. ઉદાસીનતા અને વીતરાગતાની વચ્ચે છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતો આત્મા જે પ્રકારના સમભાવમાં રહે છે તેની જાણકારી આપણને અહીં મળે છે. સંસારમાં શત્રુ હો કે મિત્ર હો – બંને પ્રતિ સમદર્શિતા માગી છે, અર્થાત્ આત્માનુભવની એવી સ્થિતિ રાખવી છે કે જેમાં બંને પ્રતિ એક સરખો કલ્યાણભાવ વરસ્યા કરે, તરતમપણું કે ક્રોધ આવે નહિ; રાગદ્વેષની માત્રા કેટલી કેટલી હદે તૂટી હોય ત્યારે આ સંભવિત બને! એ જ રીતે જગતજીવો તરફથી માન મળે કે અપમાન મળે, તેમાંની કોઈ પણ પરિસ્થિતિમાં એવો જ સ્વભાવ રહે, એટલે કે નિસ્પૃહતાની ચરમ સીમા ઇચ્છી છે જ્યાં માનકષાય પ્રવર્તી શકે નહિ. જીવન અને મરણ વચ્ચે અન્યૂનાધિકપણું ઈચ્છી માયાભાવથી અલિપ્તપણું રાખવું છે. સામાન્ય રીતે આ જગતમાં જીવ મૃત્યુથી ડરી તેની અનિચ્છા અને જન્મથી આનંદી તેની માયા વેદે છે. મુનિ આ બંને દશામાં કર્મનું નિર્જરવાપણું સમજી સમભાવી થઈ આત્મરમણતામાં ખાંચ ન આવે તેની કાળજી કરે છે. આ ત્રણે કષાય જયના પુરુષાર્થના પરિપાક રૂપે આત્મા ભવ તેમજ મોક્ષનો ભેદ ભૂલી, મોક્ષનો પણ લોભ ત્યાગી સતત આત્મસુખ વેદી શકે એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે. આમ આ કડીમાં ચડતા ક્રમમાં કષાય જય યથાર્થતાએ વર્ણવાયો છે. શત્રુ અને મિત્ર વ્યક્તિઓ છે, તેમાં ક્રોધ કષાય ત્વરાથી ડોકિયા કરી જાય છે, માન અને અપમાન ૭૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરિસ્થિતિ છે જે માન કષાયને પોષણ આપે છે, જીવન અને મરણ વચ્ચે માયા પોતાનું રૂપ બતાવે છે. આમ આ ત્રણે ઘટના સંસારની છે, તેથી તેમાં સ્વરૂપને સાચવવા સમભાવ રાખી શકાય. કારણકે તે બે વચ્ચેનો ભેદ ભાંતિગત છે. પણ ભવ તથા મોક્ષ વચ્ચેનો ભેદ તો સદાસર્વદા સ્વયં વિરોધી જ છે, તેમાં સમભાવ ઘટે નહિ, તે વચ્ચેનો ભેદ તો શુધ્ધ સ્વભાવથી જ ભૂંસી શકાય. આ શુધ્ધ સ્વભાવ ક્રોધ, માન,માયા અને લોભ એ ચારે કષાયથી અલિપ્ત છે. આ રીતે આ કડીમાં ચડતા ક્રમમાં અનુભવાતું આજ્ઞારૂપી ધર્મનું પાલન વર્ણવ્યું છે. શત્રુ કે મિત્રરૂપ વ્યક્તિ કષાય કરવા માટે બાહ્ય કે સ્થૂળ નિમિત્ત છે, તેના પ્રસંગમાં ક્રોધ પર જય કરવાથી સ્થિરતા પ્રગટે છે, તે પછી તેમના પ્રતિથી સર્જાતી માન કે અપમાનની સ્થિતિ જે વિશેષ સૂક્ષ્મ તેમ જ અંતરને સ્પર્શનારી છે તેમાં પણ આજ્ઞારૂપી ધર્મનું પાલન કરી માનનો જય કરવા મુનિ ભાગ્યશાળી બને છે. તેનાથી આજ્ઞારૂપી ધર્મનાં પાલનમાં આગળ વધી આખા જીવનને આવરી લેતી જીવન મરણની સ્થિતમાં માયાનો જય કરી સ્વરૂપ સ્થિરતા માણવા મુનિ ભાગ્યશાળી થાય છે. આ એક ભવથી વિસ્તરી સમસ્ત પરિભ્રમણનું અનુસંધાન કરી ભવ તથા મોક્ષની બાબતમાં શુધ્ધ સ્વભાવ પ્રવર્તાવી લોભ કષાય સહિત ચારે કષાયનો સંપૂર્ણ જય કરી આજ્ઞારૂપી ધર્મના પાલનની ઉત્કૃષ્ટતા અભિલાષી છે. આ નવમી તથા દશમી કડીમાં મુનિ અવસ્થાને યોગ્ય સહજ આચારના અનુસંધાનમાં કષાય જય કેવી રીતે થાય છે, ઉત્તમ શ્રેણિની તૈયારી કેમ થતી જાય છે તે દર્શાવ્યું છે, એટલે કે મુનિ અવસ્થામાં આજ્ઞારૂપી તપના પાલનથી અસંખ્યગમે નિર્જરા કરી આજ્ઞારૂપી ધર્મમાં સ્થિર રહેવા આત્મા સતત પ્રયત્નવાન રહે છે. તેમ છતાં કેટલાંક અર્ધ નિકાચીત કર્મો એવાં હોય છે કે જે અમુક ગાળા પછી જ ઉદયમાં આવે, તે ઉદયમાં આવી ભોગવાય ત્યાં સુધી રાહ જોવાથી મુનિનો સંસારકાળ લંબાઈ જાય છે. આવા સંજોગોમાં મુનિ આદરેલા મહાસંવરના માર્ગમાં આજ્ઞાપાલન સાથે ઉત્તમ કલ્યાણભાવ ભેળવી સંસારનો અંત ઝડપથી લાવવાનો પુરુષાર્થ કરે છે. તે પુરુષાર્થ શ્રી રાજપ્રભુએ ૧૧મી અને ૧૨મી કડીમાં વર્ણવ્યો છે. ૭૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન, ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ... ૧૧. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો . અપૂર્વ . ૧૨. અગ્યારમી કડીમાં, સ્મશાનમાં, જંગલમાં, પર્વતોમાં જ્યાં અશાતાના અનેક ઉદયોની સંભાવના છે, તેવાં સ્થળોમાં મુનિ એકાકીપણે વિચરી ભાવિમાં ઉદયમાં આવનાર અશુભ કર્મોને વર્તમાનમાં ઉદેરી આણવા આહ્વાન આપે છે. જ્યાં સુધી અશાતાના ઉદયો બાકી રહે છે ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી આત્માને અશાતા બાકી રહેતી નથી. તેથી શ્રેણિને ઝડપથી આંબવા મુનિ ભાવિકાળના અશુભ ઉદયોને વર્તમાનમાં ઉદેરી આણી પ્રદેશોદય કે વિપાકોદયથી ભોગવી નિવૃત્ત થતા જાય છે. અને આ કર્મો ભોગવતી વખતે પોતાનાં મનને અંશ માત્ર ચલિત ન થવા દેવાની, વિભાવમાં ન જવા દેવાની તકેદારી રાખી, પોતાના ઉત્તમ કલ્યાણભાવને વીરતાથી ફેલાવતા રહેવાનો અભિલાષ સેવે છે; તે વ્યક્ત કર્યું છે. જો વેદનાના ઉદયમાં જીવ વિભાવભાવમાં જાય તો નવાં અશુભ કર્મ બંધાતા હોવાથી આદરેલો પુરુષાર્થ નિષ્ફળ થાય છે, વળી અન્ય જીવો સાથે મૈત્રીભાવનો ફેલાવો ન કરી શકે તો શ્રેણિ ધૂંધળી બની જાય છે. તે સમજણથી, અને પોતે સાધેલા આત્મવિકાસના આધારથી, સ્મશાનની ભૂતાવળની જાળ હોય કે જંગલના વાઘસિંહાદિ હિંસક પશુઓ મુનિને ફાડી ખાવા તલસતા હોય તેવા સંજોગોમાં પણ મુનિ પોતાના આત્માને જરા પણ ચલિત થવા ન દઈ, પોતાના પરમ કલ્યાણભાવને (મૈત્રીભાવને) વીરતાથી ફેલાવતા રહેવાની મનીષા કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આત્મા પોતાના પરમ (ઉત્તમ) મિત્ર સાથે જે કલ્યાણભાવથી વર્તે એ ૭૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ ભાવ સહિત સર્વ જીવ પ્રત્યે વર્તવું છે એવો નિર્ણય “પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો” એ પંક્તિ વ્યક્ત કરે છે. આ વર્તનાની સમજણ લેતાં સ્પષ્ટ થાય છે કે શ્રેણિની પૂર્વ તૈયારી બળવાનપણે કરતો આત્મા, આજ્ઞારૂપી તપનું ઉત્તમ પાલન કરી આજ્ઞારૂપી ધર્મમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કેવી રીતે કરી શકે છે. અને આ આરાધનથી આજ્ઞારૂપી તપ અને આજ્ઞારૂપી ધર્મને એકબીજા સાથે કાર્યકારણ સંબંધ કેવો સ્થપાતો જાય છે તેની સમજણ મળે છે. આમ “અપૂર્વ અવસર”ની ૧૧મી કડી આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપની સહવિદ્યમાનતાની પ્રાથમિક અવસ્થા વર્ણવી જાય છે. તે પછીની એટલે કે બારમી કડીમાં મુનિની આગળની દશાનું ચિત્ર આપ્યું છે. સ્મશાન, જંગલ, પર્વતાદિમાં એકાકિ વિચરવા છતાં જો કોઈ અશુભ કર્મ બાકી રહી જાય તો તેને દળી નાખવા મુનિ તરીકે ઘોર તપશ્ચર્યા કરવા રાજપ્રભુ ઇચ્છે છે; જેથી કોઈ પણ રહ્યું સહ્યું કર્મ આત્મા પર સવાર થઈ શકે નહિ. જ્યાં દેહ અને આત્મા છૂટા પડી જાય તેવી બળવાન તપશ્ચર્યા કરતી વખતે પણ મનમાં લેશ માત્ર ઉચાટ કે ગરમી આવે નહિ, સ્થિર પરિણામ સ્થિર જ રહે, અસ્થિર બને નહિ. વળી એટલા જ બળવાન શાતાના ઉદયો આવે તો પણ અંશ માત્ર રાગ વેદે નહિ એવી અપૂર્વ સ્થિરતાની ભાવના રાખી છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રસના ઇન્દ્રિયને જીતવી ભગવાને કઠિન બતાવી છે, તેનો જય પણ “સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો” એ પંક્તિ દ્વારા સૂચવ્યો છે. શાતા અશાતા બંનેના ઉદયને કર્મફળ ગણી, સમચિત્ત રહી, મુનિશે તે ઉદય પ્રતિ પરમ નિસ્પૃહી રહી સ્વભાવની અનુભૂતિમાં લીન રહેવા તેમણે ઇચ્છયું છે, અને આ સ્વરૂપલીનતા એટલી ગાઢી વિચારી છે કે ધૂળની રજકણ કે વૈમાનિક દેવની ઋદ્ધિ એ બંને તેમને માત્ર પુદ્ગલરૂપે જ અનુભવાય. આમ આજ્ઞારૂપી તપના ઊંડા અને બળવાન આરાધનથી આત્મા આજ્ઞારૂપી ધર્મનાં પાલનમાં સ્થિર થતો જાય છે, અને આજ્ઞારૂપી ધર્મની અનુભૂતિ વધતાં મુનિનું આજ્ઞારૂપી તપ કેવું ઉત્કૃષ્ટ થઈ બંને એકબીજામાં કેવા ભળી જાય છે તે બારમી કડીમાં જોવા મળે છે. અને તેથી શ્રેણિમાં ચડતાં પહેલાં રાજપ્રભુ કેવા પ્રકારની આત્માનુભૂતિમાં રહેવા માગે છે તેનું તાદશ ચિત્ર આપણને અહીં મળે છે. આ ૭૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા દશા સર્વ જીવને ઉત્તમ શ્રેણિ પ્રતિ દોરનાર છે તે સહેલાઈથી સમજી શકાય એવી બાબત છે. આવા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપના પ્રભાવથી મુનિના આત્મપ્રદેશો પરથી સતત કલ્યાણભાવ વહેતા જ રહે છે, જે તેમને આત્મસુખની લીનતામાં વધારે એકાગ્ર કરે છે; કારણ કે જ્યારે સહુ જીવ માટે તેમના આત્મપ્રદેશો પરથી કલ્યાણભાવના પરમાણુઓ છૂટે છે ત્યારે તે જગ્યાએ અવકાશ સર્જાય છે, અને એ વખતે કષાય નહિવત્ હોવાથી મુનિને પોતે વહાવ્યા છે તેથી વિશેષ ઉચ્ચ પ્રકારનાં કલ્યાણનાં ૫૨માણુઓ એ અવકાશ પૂરવા પ્રાપ્ત થાય છે. આમ બાહ્યથી અને અંતરથી આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું પાલન કરવાથી મુનિની ક્ષપક શ્રેણિએ ચડવાની તૈયારી થતી જાય છે. આ શ્રેણિને યોગ્ય શુભ અને શુદ્ધ કલ્યાણનાં પરમાણુઓ આત્મપ્રદેશ પર એકઠાં થાય છે. તેના સાથથી આત્મા સંવર પ્રેરિત મહાસંવરને ઓળંગી, કલ્યાણ પ્રેરિત મહાસંવરથી આગળ વધી આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની આરાધના કરે છે, જેમાં તેનો કલ્યાણભાવ પણ આજ્ઞાધીનપણે પ્રસરે છે. જે પુરુષાર્થ મોટા ભાગના આત્માઓ શ્રેણિ દરમ્યાન કરે છે, તે પુરુષાર્થ જે આત્મા શ્રેણિ પહેલાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરે છે તેની શ્રેણિ વધારે શુધ્ધ અને નાના ગાળાની થતી જાય છે. તેથી શ્રેણિને ઉત્તમોત્તમ કરવા રાજપ્રભુ આ આરાધન શ્રેણિ પહેલાં જ કરવા ઇચ્છે છે. આવી વિશિષ્ટ ઝડપથી આરાધન કરી, આગળ શ્રેણિએ જવાનું કાર્ય તેરમી ચૌદમી કડીમાં તેમણે મૂક્યું છે. બાર કડી સુધી ૬-૭ ગુણસ્થાનની વર્તના તથા કર્તવ્ય ફ્રૂટ કરી શ્રેણિની મનીષા જણાવી છે. એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો, શ્રેણિ ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો. અપૂર્વ ... ૧૩ ૭૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મોહસ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહ ગુણસ્થાન જો , અંતસમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ... ૧૪ આ કાવ્યની સાતમી તથા આઠમી કડીમાં કરવા ધારેલા કષાયજયને સફળ કરવા માટેનો પુરુષાર્થ નવમીથી બારમી કડીમાં વર્ણવ્યો છે, તે આપણે જોયું. આ પુરુષાર્થમાં જીવ વિશેષ વિશેષ શુધ્ધ કલ્યાણનાં પરમાણુઓ ગ્રહતો જાય તેમ જ છોડતો જાય છે અને કષાયને અલ્પ અલ્પ કરતાં જઈ અંતિમ કષાય જય માટે - શ્રેણિએ જવાની તૈયારી કરતો જાય છે. આમ કરતાં કરતાં તે પંચપરમેષ્ટિનાં આજ્ઞાકવચને ધારી શ્રેણિના ગુણસ્થાનો એક સપાટે ચડવામાં સફળતા મેળવે છે. આ સમયમાં તે એટલો બળવાનપણે ગુણાશ્રવ કરે છે કે ઘણા નાના ગાળામાં (૯ સમયથી બે ઘડી સુધીના કાળમાં) પૂર્ણતાએ અપ્રમાદી રહી સર્વ ઘાતી કર્મોનો ત્વરાથી ક્ષય કરી, તેમાથી બારમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શકે છે. પૂર્વ વર્ણિત પુરુષાર્થના આધારે આત્મા પૂર્ણ અપ્રમાદી થઈ ચારિત્રમોહનો બાહ્યથી નાશ કરી, અંતરંગમાં પ્રવર્તતા ઉદયગત કે સત્તાગત, સૂક્ષ્મથી લઈને અતિ અતિ સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા પ્રતિ વળે છે. આ ક્ષેપક શ્રેણિના આઠમા ગુણસ્થાનની શરૂઆત છે. આ ગુણસ્થાન ‘અપૂર્વ કરણ” તરીકે ઓળખાય છે, કારણ કે આવો અદ્ભુત ગુણાશ્રવ અને કર્મ નિર્જરા જીવે આ પૂર્વે કદી પણ અનુભવ્યા હોતાં નથી; જે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપની એકતાની શરૂઆત કહી શકાય. ક્ષપક શ્રેણિના આ ગુણસ્થાનને જે અનુભવે, તેનો પુરુષાર્થ એટલો ઉગ્ર થાય છે કે તે આત્મા દશમાથી બારમાં ગુણસ્થાને જઈ તેરમાં ‘સયોગી કેવળી’ ગુણસ્થાને પહોંચીને જ રહે છે. તેરમા ગુણસ્થાને પહોંચવા માટેની – શ્રેણિ પસાર કરવા માટેની પ્રક્રિયા ચોથી “અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો’ પંક્તિમાં જણાવી છે. ૭૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા શ્રેણિમાં આત્મા પ્રત્યેક સમયે સ્વરૂપ લીનતા વધારતો જાય છે. તે માટે તે ઉત્તમોત્તમ સ્વરૂપ ચિંતવન કરે છે, પોતાનાં મૂળ શુધ્ધ સ્વરૂપના અનુભવને વધારવા માટે ગુણાશ્રવ કરતાં કરતાં, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જેઓ આ દશાના અનુભવી છે અને જેમણે સહુ જીવો માટે કલ્યાણભાવ વેદ્યો છે, તેમનાં કલ્યાણનાં પરમાણુ રહી, તેની સહાયથી પોતાનું વીર્ય વર્ધમાન કરતાં જઈ, એક પછી એક શુદ્ધિ અને સિદ્ધિનાં સોપાન સર કરતો જાય છે. આ ગાળામાં આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું ઐક્ય થતું જાય છે અને બંને એકરૂપ થઈ જાય ત્યારે તેરમું ગુણસ્થાન પ્રગટ થાય છે. આજ્ઞારૂપી ધર્મ અને તપના ઐક્યપણાની ઉત્કૃષ્ટતાને આધારે આઠમાથી તેરમાં ગુણસ્થાનની રચના શ્રી પ્રભુએ કરી છે. આ પ્રકારે આજ્ઞામાર્ગમાં અત્યંતપણે સ્થિર થઈ, મોહરૂપી મોટામાં મોટો દરિયો જેને લોકના સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપવામાં આવી છે, જેમાં મહા ભયંકર જીવો પુરુષાર્થીને પાડવા સતત પ્રયત્નવાન રહે છે તેવા વિશાળ અને ઊંડા મહાસાગરને આત્મા પંચપરમેષ્ટિના આજ્ઞારસની સહાયથી સ્વપુરુષાથી બની તરી જાય છે, અને “ક્ષીણમોહ’ નામના બારમાં ગુણસ્થાને આવે છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી..” આ પંક્તિ વિચારતાં સમજાય છે કે જીવ આજ્ઞાધીન બની ક્ષપક શ્રેણિના ૮, ૯, ૧૦ ગુણસ્થાને થઈ, ૧૧મા ગુણસ્થાનને ટપી જઈ બારમા ગુણસ્થાને – “ક્ષીણમોહ” નામના ગુણસ્થાને આવે છે. ૧૦માં ગુણસ્થાનના અંત સમયે આત્માના મોહનો – કષાય માત્રનો પૂર્ણતાએ ક્ષય થાય છે અને અન્ય ઘાતિ કર્મના બંધ પડવા અટકી જાય છે, તેથી પ્રગટેલાં અપૂર્વ વીર્યની સહાયથી આત્મા ૧૧મું ગુણસ્થાન ઓળંગી બારમા ગુણસ્થાને આવી શકે છે. આ ગુણસ્થાને આત્મા બાકી રહેલાં ત્રણ ઘાતિ કર્મોના અવશેષો બાળી, તેના અંતસમયે પોતાના “કેવળજ્ઞાન કેવળદર્શન” રૂપ ખજાનાને પ્રગટાવે છે. એટલે કે કર્મબંધનાં પાંચ કારણોમાંથી પહેલાં ચાર કારણો નિક્ળ થાય છે અને એક માત્ર યોગ જ કારણરૂપ રહે છે. તેથી આત્મા “સયોગી કેવળી” ની દશા મેળવે છે. ૭૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ ક્ષપક શ્રેણિમાં આત્માની ઉત્તમોત્તમ ગુણશ્રેણિ રહેલી છે, ત્યાં આત્મા પ્રત્યેક સમયે અનંતગુણો આશ્રવતો જાય છે, અને પૂર્વ સંચિત ઘાતિ કર્મો તથા શેષ અશુભ અઘાતિકર્મ ત્વરાથી નિર્જરાવતો જાય છે. આઠમા ગુણસ્થાનથી સત્તાગત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયને સંજ્વલનરૂપ કરી નિર્જરાવે છે અને અતિઅલ્પ માત્રામાં સંજ્વલન મોહ આશ્રવે છે. અમુક માત્રામાં તે કર્મોનો ક્ષય કરી નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાને આવે છે જ્યાં પૂર્વ પ્રક્રિયાને સઘન કરી, ગુણાશ્રવ વધારી અનેક ઘાતિ તથા અઘાતિ કર્મનાં બંધનનો પણ છેદ કરે છે. અને આ ગુણસ્થાનના મધ્યભાગથી સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ક્રમથી ક્ષય કરવાનો પુરુષાર્થ ઉપાડે છે; એ પુરુષાર્થમાં સફળ થઈ દશમાં ગુણસ્થાનના અંત ભાગમાં સર્વ પ્રકારના મોહનો નાશ કરી, અન્ય ઘાતિકર્મના બંધનો છેદ કરી, શેષ રહેલાં અત્યંત અલ્પ સંજ્વલન લોભને જ્ઞાનાવરણમાં રૂપાંતરિત કરી, બારમા ગુણસ્થાને આવી શેષ રહેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો પૂર્ણ ક્ષય કરી તેરમા “સયોગી કેવળી” ગુણસ્થાને આવે છે. આ સયોગી કેવળી અવસ્થામાં આત્મા ક્યા રૂપને ભજે છે તેનું વર્ણન ૧૫મી તથા ૧૬મી કડીમાં કર્યું છે. ચાર કર્મ ઘનઘાતિ તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો, સર્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુધ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ .. ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્વે મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ .. ૧૬ “સયોગી કેવળી” દશામાં ચાર ઘાતિ અને ચાર અઘાતિ કર્મની સ્થિતિ કેવી હોય છે, અને આત્મા સ્વસ્વભાવનું વેદન કેવું કરે છે તેનો ચિતાર શ્રી રાજપ્રભુએ આ બે કડીમાં આપ્યો છે. ચારે ઘાતિકર્મનો પૂર્ણતાએ ક્ષય થયો હોવાથી, નવો ભવ ધારણ / O Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા કરવા માટે જે ઘાતિ કર્મની જરૂરિયાત છે તે તૂટી જવાથી કેવળી અવસ્થાવાળો ભવ આત્મા માટે ચરમ ભવ બની જાય છે. એક માત્ર મોહના કારણે અન્ય સાત કર્મો બંધાતા હોવાથી, તેનો ક્ષય થતાં જ જન્મ ધારણ કરવા માટેના મૂળ બીજ – કારણનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. છદ્મસ્થ અવસ્થામાં મોહના ઉદયને કારણે જીવ કષાય વેદી, પ્રત્યેક કર્મોદયના પ્રત્યાઘાત અનુભવી નવાં કર્મ ઉપાર્જન કરતો હતો, તેમાં કેવળીદશા પ્રગટતાં ધરખમ ફેરફાર થઈ જાય છે. મોહક્ષયને કારણે કોઈ પણ ઉદય સાથે આત્મા જોડાતો નથી, આત્માના પ્રદેશો મુખ્યતાએ અકંપિત રહેતા હોવાથી કર્મબંધ થતા નથી, એટલે મોહને કારણે થતું કર્મોપાર્જન અટકી જાય છે. એટલું જ નહિ જ્યારે અમુક સમયના આંતરે કેવળ પ્રભુનો આત્મા યોગ સાથે જોડાઈ કંપિત થાય છે ત્યારે પણ તેમાં કષાયનો અંશ માત્ર ન હોવાથી, પ્રભુને માત્ર શાતાવેદનીય અને તેમાં પણ કલ્યાણભાવના પરમાણુઓનો આશ્રવ મુખ્યતાએ થાય છે. આમ જગતમાં પ્રવર્તતા સર્વ પ્રકારના ભાવને માટે શ્રી પ્રભુનો આત્મા જ્ઞાતાદ્રષ્ટા બની, અલિપ્ત ભાવે રહી પોતાની શુધ્ધતા સતત જાળવતો રહે છે. આ સ્થિતિ છે તે આત્મા માટે મેળવવા યોગ્ય ઉત્કૃષ્ટ અવસ્થા છે. તેથી આત્માએ જે કંઈ મેળવવા યોગ્ય છે તે મેળવી લીધું હોવાથી તે “કૃતકૃત્ય” બને છે. આ કૃતકૃત્ય સ્થિતિમાં તેમનું અનંત વીર્ય, સર્વજ્ઞ અને સર્વદર્શીપણું તથા યથાપ્યાત ચારિત્ર ઉત્કૃષ્ટતાએ પહોંચે છે. ઘાતિકર્મના ક્ષયવાળી કેવળી દશાની વિચારણામાં આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ઉત્કૃષ્ટતા અને સાર્થકતા આપણને જોવા મળે છે. ઘાતિકર્મના અભાવમાં કેવળી પ્રભુ એક સમયના યોગના જોડાણ વખતે માત્ર કલ્યાણમિશ્રિત શતાવેદનીયનાં પરમાણુઓ જ આશ્રવે છે, જેનો એક જ સમયમાં ભોગવટો કરી, પોતાના પૂર્વ સંચિત કલ્યાણભાવ તેમાં ઉમેરી તે પરમાણુઓની જગતને ભેટ આપે છે, અને બાકીના સમયમાં શેષ રહેલા કર્મબંધના કારણરૂપ યોગથી પણ અલગ રહી સિધ્ધસમાન આત્માનુભવમાં નિમગ્ન રહી એક પણ નવા કર્મનો આશ્રવ કરતા નથી. આ કાળનું તેમનું આજ્ઞાપાલન સિધ્ધ સદશ રહે છે. વળી યોગના જોડાણના સમયે આશ્રવની સામે અઘાતિ કર્મની બળવાન નિર્જરા કરતી વખતે એમનું આજ્ઞાધીનપણું ૮૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એવું અદ્ભુત હોય છે કે તેમના થકી કલ્યાણભાવ બળવાનપણે પ્રસરે છે. જે આજ્ઞાપ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ઘાતિ કર્મનો નાશ કરી, કૃતકૃત્ય બની, અનંત કાળનાં પરિભ્રમણમાં જગતનું જે જે ઋણ સ્વીકાર્યું હતું તેની ચૂકવણી કલ્યાણનાં ઉત્તમ પરમાણુઓની જગતને ભેટ આપીને કરે છે. આ કલ્યાણકાર્યમાં તેમનું ઉત્કૃષ્ટ વીર્ય પ્રકાશિત થાય છે. આ પ્રકારે ચારે ઘાતિ કર્મના નાશથી આત્મા જે અદ્ભુત અવસ્થા મેળવે છે તેનું વર્ણન ૧પમી કડીમાં થયેલું છે. આ જ કેવળી પર્યાયમાં ચારે અઘાતિ કર્મની અવસ્થા કેવી હોય છે તેનું વર્ણન ૧૬મી કડીમાં થયેલું છે; સાથે સાથે સિધ્ધપર્યાય મેળવવા માટે આત્મા કેવી ભવ્ય તૈયારી કરે છે તેનો ચિતાર પણ અપાયો છે. ચારે અઘાતિ કર્મમાં જીવને પરેશાન કરનાર વેદનીય કર્મ છે, અને શુધ્ધાત્માને પણ આ વેદનીય કર્મનો ઉદય વેદવો જ પડે છે, ઘાતિ કર્મની જેમ એક સાથે તેને ક્ષીણ કરી શકાતું નથી. અન્ય ત્રણ અઘાતિ કર્મ કરતાં વેદનીય કર્મ વિશેષ પરમાણુઓના જથ્થાવાળું અને બળવાન હોવાથી તે કર્મને વર્ણવી આદિ શબ્દથી અન્ય કર્મોની સ્થિતિ સૂચવી છે. તેમાં “વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં” એમ કહી તે કર્મો “બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો” જેવા છે અર્થાત્ ઘાતિ કર્મો ગયા પછી અઘાતિ કર્મની સ્થિતિ, સીંદરી બળી ગયા પછી જેમ તેની માત્ર આકૃતિ જ રહે છે પણ તેનામાંથી અન્યને બાંધવાની, આદિ શક્તિનો હ્રાસ થઈ જાય છે, તેવી થઈ જાય છે. જ્યાં સુધી ઘાતિ કર્મનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી જ અઘાતિ કર્મો નવાં ઘાતિ કર્મોનો બંધ કરાવી શકે છે, ઘાતિ કર્મ જતાં અઘાતિ કર્મની નવાં કર્મો બંધાવવાની શક્તિનો હ્રાસ થઈ જાય છે. તેથી પૂર્વ સંચિત અઘાતિ કર્મ ભોગવતાં આત્મા યોગના જોડાણના સમય સિવાય એક પણ નવું કર્મ બાંધતો નથી. અને યોગના જોડાણ વખતે માત્ર એક શાતા વેદનીય કર્મ અને તેમાંય મુખ્યત્વે કલ્યાણનાં પરમાણુઓનો જ આશ્રવ કરે છે; અને તે આશ્રવ પણ માત્ર એક સમયની મર્યાદા પૂરતો જ રહે છે. શાતાવેદનીય કર્મ એક સમયમાં બંધાઈ, બીજા સમયે ભોગવાઈ ત્રીજા સમયે તો ખરી પણ જાય છે. આમ આ કર્મો જીવનાં જન્મમરણને વધારવામાં અંશ માત્ર સફળ થઈ શકતાં નથી, તેથી આ કર્મોની હાલત બળેલી સિંદરી જેવી નિષ્ક્રિય કહી શકાય. નવો Page #112 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા દેહ ધારણ કરવાની પીડા તો છૂટી જાય છે, પણ પૂર્વ કર્મને કારણે જે દેહ બાંધ્યો છે તે પણ આયુષ્ય કાળ સુધી જ ટકે છે, એટલે કે તે આત્મા આયુષ્ય કાળ પૂરો થતાં ચરમ દેહ ત્યાગી સિદ્ધ થાય છે. અઘાતિ કર્મની પણ આવી નિર્બળ સ્થિતિ થવાથી, ઘાતિકર્મ રહિતની અવસ્થામાં પૂર્ણ શુધ્ધ થવાનો આત્માનો પુરુષાર્થ વિશેષ આકાર ધારણ કરતો જાય છે. આવી સયોગી કેવળી અવસ્થામાં અઘાતિ કર્મની માત્રા ઓછી ઓછી કરતાં જ્યારે આયુષ્ય કર્મ ઘણું નાનું બાકી રહે છે ત્યારે તે આત્મા કેવળી સમુઘાત કરી ત્યારે અઘાતિ કર્મની સમસ્થિતિ કરી, મન, વચન, કાયાના યોગને સંધવાની – છોડવાની તૈયારી કરે છે; અને એક પણ નવું અઘાતિ કર્મ બંધાતું નથી. આ અયોગી કેવળી અવસ્થા – ૧૪મા ગુણસ્થાનનું વર્ણન સત્તરમી કડીમાં થયું છે. મન, વચન, કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ... ૧૭ કેવળી સમઘાતમાં ચારે અઘાતિ કર્મની સ્થિતિ સમ કર્યા પછી, આત્મા મન, વચન અને કાયા સાથેના અનુસંધાનનો ત્યાગ કરવા તે ત્રણે યોગનું રુંધન શરૂ કરે છે; જે ચૌદમું ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને બચેલા ચારે અઘાતિ કર્મની પૂર્ણતાએ નિર્જરા થાય છે, અને એક પણ નવું કર્મ બંધાતું નથી કારણ કે આત્મા કર્મબંધના પાંચે કારણોથી છૂટી જાય છે. કેવળજ્ઞાન લીધા પછી જે એક “યોગ” કર્મબંધના કારણરૂપ હતો તે પણ નીકળી જાય છે. આમ નવાં કર્મનો સંવર અને જૂનાં કર્મની નિર્જરા પૂર્ણતાએ પહોંચતા આત્મા સર્વ પુદ્ગલ સાથેના સંબંધથી વ્યાવૃત્ત એવી મુક્ત અયોગી કેવળી દશા માણે છે. આ દશા મહા મહા ભાગ્યવાળી છે; આત્માને સ્વસુખમાં સતત રાખનાર છે, અને પૂરેપૂરી અબંધ સ્થિતિવાળી છે. એટલે કે સયોગી કેવળી દશામાં આત્મા અમુક સમયના અંતરે યોગ સાથે જોડાઈ કર્માશ્રવ કરતો હતો તે પણ અયોગી કેવળી દશામાં છૂટી જાય છે. ૮૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચોદમાં અયોગી કેવળી ગુણસ્થાને આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ચરમ સીમા આવે છે, કારણ કે ત્યારે આત્મા પોતે એકત્રિત કરેલા સર્વ પ્રકારનાં કલ્યાણનાં પરમાણુઓ પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞાથી આખા લોકમાં પાથરી દઈ, લોકનાં લીધેલાં ઋણથી મુક્ત થાય છે, અને પૂર્ણ અબંધ થઈ જાય છે. આ દશાએ આવ્યા પછી માત્ર એક જ સમયમાં લોકના મધ્યભાગનો ત્યાગ કરી, સિધ્ધભૂમિમાં સ્થિર થાય છે. આત્માની સિધ્ધાવસ્થાનું વર્ણન શ્રી રાજપ્રભુએ અઢારમી કડીમાં કર્યું છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જો. અપૂર્વ ... ૧૮ સિદ્ધાવસ્થામાં આત્મા લોકના અગ્રભાગે રહેલી સિધ્ધભૂમિમાં બિરાજમાન થાય છે. એ વખતે આત્માને પુદ્ગલનાં એક પણ પરમાણુનો સ્પર્શ રહેતો નથી. અને એ સ્થિતિમાં આત્મા “પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ” મેળવી પૂર્ણ આજ્ઞાસિધ્ધિ કરે છે; જે આ પ્રકરણનો વિષય છે. પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ” એટલે આત્માની એવી શુધ્ધ અવસ્થા કે જેમાં કોઈ પણ સ્થળ કે સૂમ પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો નથી, વળી, આત્માની સ્વરૂપ સ્થિરતા એટલી બળવાન થાય છે કે ભાવિમાં પણ ક્યારેય એવો સંપર્ક થવો પણ સંભવતો નથી. આનું રહસ્ય એ છે કે આ દશામાં આત્મા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું પાલન એવી ઉત્કૃષ્ટતાએ કરે છે કે તેના પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા સ્વસ્વરૂપથી શ્રુત થતો નથી. શ્રુતિના અભાવમાં અડોલપણું આવે જ. આત્મા સ્વસ્વરૂપથી ખસે ત્યારે આત્મપ્રદેશો કંપાયમાન થઈ કર્મ ગ્રહણ કરે; પણ જ્યાં સ્વરૂપથી ખસવાપણું નથી ત્યાં પ્રદેશોને કંપવાનો સંભવ રહેતો નથી; અને આત્મપ્રદેશનાં કંપન વિના તો Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા કોઈ પુદ્ગલ પરમાણુ આત્મા પાસે આવી શકતું જ નથી, આથી સિદ્ધ દશા “પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ” છે. જે આત્માની સહજ સ્થિતિ છે. આત્માની સહજ સ્થિતિમાં આત્મા શુદ્ધ છે, પોતાના મૂળ સ્વરૂપમય છે, નિરંજન છે (અંજન એટલે મેલ પોતાના કોઈ પણ પ્રકારના મેલ વગરનો તે નિરંજન); ચૈતન્યમૂર્તિ ચેતનસ્વરૂપને પૂર્ણપણે પ્રકાશનાર છે; અનન્યમય આવી સુંદર અદ્ભુત આત્મદશા બીજી કોઈ પણ અવસ્થામાં વર્તતી ન હોવાથી તે અનન્યમય છે; અગુરુલઘુ આત્મા શુધ્ધાવસ્થામાં ભારે પણ નથી, હલકો પણ નથી, સર્વને જાળવી શકે તેવો છે, આત્મા અમૂર્ત છે કર્મ સહિતની અવસ્થામાં દેહનું મૂર્તરૂપ ધારણ કરનાર આત્મા છે, તે શુધ્ધ થયા પછી પોતાના અમૂર્ત રૂપને - ચર્મચક્ષુથી જોઈ ન શકાય એવા રૂપને પ્રગટ કરે છે. આ બધા ગુણો સહિત રહેવું તે આત્માનું “સહજપદ” છે. આ સહજપદ મૂળપદ એવું છે કે જે એક વખત પ્રાપ્ત કર્યા પછી ક્યારેય વિલિન થતું નથી. — — - — — ૮૫ — આવી પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિએ જવાનો સૌ પ્રથમ પુરુષાર્થ જીવ અંતવૃત્તિસ્પર્શ કરતાં કરે છે, તે પછી આવો પુરુષાર્થ નિશ્ચયથી વ્યવહાર સમિકત મેળવતાં, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતાં, છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતાં, શ્રેણિની તૈયારી કરતાં, શ્રેણિએ ચડતાં, સયોગી અયોગી કેવળીરૂપે ઉત્તરોત્તર ચડતા ક્રમમાં કલંક રહિત બનતાં બનતાં, છેવટે સિધ્ધભૂમિમાં પૂર્ણ કલંક રહિત અડોલ દશા મેળવતાં પૂર્ણ આજ્ઞાસિદ્ધિનું આરાધન કરે છે. આ આખો વિકાસક્રમ આપણને “અપૂર્વ અવસર”ની પ્રથમ ૧૮ કડીમાં વર્ણવાયેલો જોવા મળે છે. તેનું વિસ્તૃત વિશ્લેષણ કરવાથી આખો આજ્ઞામાર્ગ, સેવવાયોગ્ય કલ્યાણભાવ તથા મહાસંવર માર્ગની અપૂર્વતા આપણને સમજાય છે. કોઈને સવાલ થાય કે અયોગી ગુણસ્થાને આવી અડોલ દશાએ પહોંચ્યા પછી આત્મા સિધ્ધભૂમિમાં કઈ પ્રક્રિયાથી પહોંચી શકતો હશે! તેનો જવાબ આપણને ૧૯મી કડીમાં મળે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ . ૧૯ પૂર્ણ આજ્ઞાધીન થવા માટે જે બધો પુરુષાર્થ કર્યો હતો તેનું ફળ આત્માને સિધ્ધભૂમિમાં સ્થાયી થતી વખતે મળે છે. આત્માનો મૂળભૂત સ્વભાવ ઉર્ધ્વગામી – ઊંચે જવાનો છે. અત્યાર સુધી કર્મનાં દબાણને કારણે તે આખા લોકમાં કર્મોદય પ્રમાણે વસતો હતો, પરંતુ જેવું તેના પરથી કર્મનું દબાણ ઓછું થાય ત્યારે તે ઊંચે જતો; દબાણ વધતાં તે નીચે ઊતરતો. આ પ્રકૃતિના કારણે જ્યારે તે પૂરેપૂરો કર્મ રહિત બની અગુરુલઘુ થાય છે કે તરત જ તે ઠેઠ સિધ્ધાલયમાં લોકના ઊંચામાં ઊંચા ભાગમાં એક જ સમયમાં પહોંચી જાય છે, અને તેથી ઊંચે ગતિ કરવા ધર્માસ્તિકાયની સહાય ન હોવાથી ત્યાં જ સ્થિર થઈ જાય છે. આ ક્ષેત્રે શુધ્ધ આત્મા સાદિ અનંતકાળ માટે અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિ સુખમાં રહે છે. આ સુખ કેવું છે તેનું પૂરું વર્ણન શ્રી અરિહંત ભગવંત જે સર્વ અપેક્ષાએ પૂર્ણ છે તે પણ કરી શકતા નથી; તો તેનાથી નબળી કક્ષાએ રહેનાર અન્ય કોઈ પણ આત્મા કરી શકવા સમર્થ નથી, એવું આ પદનું અનન્યપણું તથા અવર્ણનીયપણું વીસમી કડીમાં વર્ણવ્યું છે. જે પદ શ્રી સર્વન્ને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ... ૨૦ સિધ્ધભૂમિમાં વસતા પરમ શુધ્ધ આત્મા જે સુખનો અનુભવ કરે છે તે પદનું વર્ણન કરવા શ્રી અરિહંતપ્રભુ કે કેવળીપ્રભુ પણ સમર્થ નથી, તો પછી અન્ય છદ્મસ્થ જીવની વાણી તો કઈ રીતે સમર્થ હોય? આ પદનું સુખવર્ણન કરવું પુદ્ગલવાણીની મર્યાદા બહારનું છે, કારણ કે આ પદ માત્ર અનુભવીને જ સમજી શકાય એવું છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ચેતન જે સ્થિતિનો અનુભવ કરે છે તે પુદ્ગલના અનુભવથી પર છે, અને પુદ્ગલની આ મર્યાદા સિધ્ધદશાના અનુભવનું વર્ણન કરવામાં ખૂબ આડી આવે છે. આ અનંત સુખનાં ધામરૂપ આ પદનો આવિષ્કાર તો માત્ર તેના અનુભવથી જ થઈ શકે એવો છે. તેથી તે પરમપદને પામવાની પરમ ઇચ્છા શ્રી રાજપ્રભુએ અંતિમ ૨૧મી કડીમાં સ્પષ્ટપણે મૂકી છે. એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગ૨ને હાલ મનોરથ રૂપ જો, પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧ ૮૭ .... પૂર્ણ શુધ્ધ આત્મા સિધ્ધભૂમિમાં જે સુખને માણે છે, તે સુખનું વર્ણન કરવા માટે શ્રી સર્વજ્ઞપ્રભુની અનેક ગુણોથી ભરેલી કલ્યાણમય વાણી પણ પૂરી સફળ થતી નથી, એવા આ “પરમપદ” ને હાંસલ કરવાનું ધ્યેય શ્રી રાજપ્રભુએ રાખ્યું છે. વર્તમાન અવસ્થામાં આ પદની પ્રાપ્તિ કરવી તેમને ‘ગજા વગર’ શક્તિ વિના કાર્ય સિદ્ધિ કરવા જેવું લાગે છે, તેથી તે તમન્ના માત્ર મનોરથરૂપ – શેખચલ્લીના વિચાર જેવી અસંભવ દેખાય છે. તેમ છતાં તેમણે જે આજ્ઞામાર્ગ ગ્રહણ કર્યો છે, અને તેનાં ફળનો જે અનુભવ થયો છે તેના આધારે તેમનાં મનમાં અચળ શ્રધ્ધા છે કે આ આજ્ઞામાર્ગનું નિશ્ચયથી આરાધન કરવાથી, પ્રભુની સતત અખંડિત આજ્ઞામાં પ્રવર્તવાથી જરૂર આ મનોરથ પૂર્ણ થવાનો છે. આ કડી આપણને આજ્ઞામાર્ગનું અપૂર્વપણું નિશ્ચયથી સમજાવી જાય છે. વર્તમાનમાં આ પદને મેળવવા જે પાંચ સમવાયની સાનુકૂળતા મળી નથી, તે પ્રભુની આજ્ઞાએ સતત વર્તવાથી સાનુકૂળતા થવાની જ છે અને પૂર્ણ શુધ્ધ થઈ એ મહાપદના અનુભવી થવાનો અપૂર્વ અવસર આવવાનો જ છે એવું શ્રધ્ધાન આ કાવ્યની અંતિમ કડીમાં વ્યક્ત થતાં મંદિર ઉપરના કળશ જેવી શોભા આપે છે. આમ આ અદ્ભુત કાવ્ય ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીનો આજ્ઞામાર્ગે શ્રી રાજપ્રભુએ વિકાસ કરવા ધાર્યો છે તેનું સુંદર, સાનુભવ વર્ણન કરે છે. ૐ શાંતિઃ Page #117 -------------------------------------------------------------------------- ________________ णारतिं सहते वीरे, वीरे नो सहते रतिं; जम्हा अविमणे वीरे, तम्हा वीरे न रज्जति ।।१४६।। પરાક્રમી સાધક સંયમમાં ઉત્પન્ન થયેલી અરુચિને સહન કરતો નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ-રુચિને પણ સહન કરતો નથી. કારણ કે વીર સાધુ અન્યમનસ્ક થતા નથી, અર્થાત્ શાંત હોય છે. માટે વીર સાધક, કોઈ પદાર્થ પર રાગવૃત્તિ થવા દેતા નથી. – શ્રી અચરાગ સૂત્ર અધ્યયન ૨, ઉદ્દેશ ૬ શ્લોક ૧૪૬. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ “શ્રી” એટલે પોતાના અપૂર્વ ભાવને કારણે તથા આચરણને કારણે પૂજ્યતા પામી જગતગુરુના સનાતન પદને પામ્યા છે તેઓ. પંચ એટલે પાંચની સંખ્યા. જેમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી એ પાંચનો સમાવેશ કરાયો છે. “પરમેષ્ટિ” એટલે પરમ ઇષ્ટ કરનારા. જેઓ જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ કરવા માટે ઊંચામાં ઊંચું પદ પામ્યા હતા, પામે છે અને પામશે તેઓ – તેવા આત્માઓ. “પંચામૃત” એટલે પાંચ પ્રકારના પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐ’ પ્રકાશિત થાય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમય અમૃતથી જીવને સિધ્ધભૂમિના અમરત્વને આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. આ ‘ૐ’રૂપ અમૃત જે જીવ ગ્રહણ કરે છે તે સર્વોત્તમ અમરત્વની સિદ્ધિ મેળવે છે. બ્રહ્મરસ' એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના સહજાનંદને કારણે છલકતો પૌગલિક સુધારસ. “સમાધિ” એટલે આત્માની અમુક અપેક્ષાથી અકંપિત સહજ સ્થિતિ. ૐની આકૃતિ એ સનાતન, નિરાકારરૂપ શુધ્ધ, શુધ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ એવા સિધ્ધાત્માનું મંગલમય પ્રતિક છે. ૐનું આ પ્રતિક અનાદિ અનંત છે. અને તે આકૃતિ સાકાર તથા નિરાકાર વચ્ચેનો ધર્મસેતુ છે. આ ૐનું સર્જન થાય છે નિરાકાર આત્માનાં નિરાકાર વેદનથી, પરંતુ એ જ નિરાકારતાને આકાર આપવા માટે તે નિરાકારતા દ્રવ્ય ૐનું બંધારણ પામી, સાકારને નિરાકાર થવાની પ્રેરણા આપે છે. અહો! આ કેવી વિચિત્રતા છે! જે અરૂપી આત્મા રૂપી પદાર્થને ગ્રહણ કરી, પોતાનાં અરૂપીપણાને રૂપી માને છે, તે જ રૂપી દ્રવ્ય જ્યારે ૐના નિરાકાર ૮૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુંજનનું રૂપ ધારણ કરે છે, ત્યારે તે રૂપી પદાર્થ અરૂપી પદાર્થને પોતાનાં અરૂપીપણાનું ભાન કરાવી, સ્વરૂપપ્રાપ્તિની ઊંચી પાયરીએ જવા પ્રોત્સાહિત કરે છે. અહો! અદ્ભુત સામર્થ્યવાન વિભુ! અમને અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે, કે આ ૐ આકારમાં એવી તે કઈ વિશિષ્ટ લાક્ષણિકતા છે કે તે પોતે રૂપી હોવા છતાં અરૂપી પદાર્થનાં અરૂપીપણાને વર્તમાન સ્થિતિ કરતાં વિશેષ ઊંચે લઈ જાય છે? શ્રી પ્રભુ આ પ્રશ્નનો ઉત્તર ૐ ધ્વનિથી સમજાવે છે. આ ૐૐ ધ્વનિને આ દીન, અલ્પજ્ઞ જીવ યથાર્થ રૂપે સમજે તે માટે, શ્રી ગુરુ સાથેના આત્માનુબંધી યોગના ઉદયને કારણે તથા તેમની પૂર્ણ આન્નાસિદ્ધિને લીધે, એ ધ્વનિ પોતાના નિરાકાર ભાવમાંથી નીકળી, યોગ્ય શબ્દદેહ ધારણ કરી, પ્રભુના ૐ ભાવની આજ્ઞા લઈ, શ્રી ગુરુરૂપે ઉત્તર આપે છે. તે હવે આપણે સમજવા પ્રયત્ની થઈએ. ૐ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પૂર્ણ આજ્ઞાધીન કલ્યાણભાવનો પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાધીન આકાર છે. ૐનો આ પૌદ્ગલિક વિભાગ લોકકલ્યાણનાં આજ્ઞાધીનપણાથી ઉત્પન્ન થાય છે, તેથી જેમના અપૂર્વ સાથથી આ ૐની આકૃતિ બંધાય છે તે સર્વ પંચપરમેષ્ટિ ભગવંત કાં તો સ્વભાવ તરફના અને કાં તો સ્વભાવની નજીક લાવે તેવા ભાવમાં નિમગ્ન હોય છે. જ્યારે એમના ભાવ સ્વભાવમાં હોય છે કે સ્વભાવની નજીક લાવે તેવા ભાવમાં હોય છે ત્યારે એ ભાવના પુદ્ગલોમાં અંતરાય ગુણ ચડતા ક્રમમાં આરૂઢ થયો હોય છે. આવા અંતરાય ગુણથી આરૂઢ થયેલા અનંત પુદ્ગલના સ્કંધો જ્યારે વિવિધ સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત અને સિદ્ધ દ્વારા પ્રસારિત થાય છે, ત્યારે તે સ્કંધો એકબીજા સાથે રસાયણિક પ્રક્રિયા પામી એ જાતનો નો આકાર બનાવે છે કે જે અંતરાયગુણની અપરિમિત સીમા બને છે. ૐના આ કલ્યાણમય પુદ્ગલ સ્કંધો જે જીવ પોતા તરફ ખેંચે છે તેને પહેલવહેલી વાર આ અંતરાય ગુણનો પરિચય થાય છે. જે ગુણ તેને વેદાતા અમુક અંતરાય કર્મને આત્માના કર્તાગુણ દ્વારા અકામ ભોક્તાપણું પમાડી, એ અંતરાય કર્મને અંતરાય ગુણમાં રૂપાંતિરત કરી, અકામ ભોક્તાને સકામ ભોક્તા બનાવી, સકામ કર્તાને નહિવત્ ૯૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ એવા અકામ કરૂપ કરે છે. આને લીધે જીવ જે પોતાનાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ આત્માને કર્તારૂપે પ્રવર્તાવવામાં કરતો હતો તેને સુલટાવી અનભિસંધિજ વીર્યના ઉપયોગમાં લઈ જાય છે. અને બચેલા અભિસંધિજ વીર્યને અંતરાય ગુણરૂપ આત્માનાં ભોક્તાપણામાં પરિણમાવે છે. આ રીતે ઉત્પન્ન થયેલો અંતરાય ગુણ અન્ય પુરુષાર્થ કે પુદ્ગલથી પમાયેલા અંતરાય ગુણ કરતાં જુદા પ્રકારનો હોય છે. આ અંતરાય ગુણમાં ચડતો ક્રમ નિર્મિત થયેલો જોવા મળે છે. શ્રી સાધુસાધ્વીના અંતરાય ગુણમાંથી શ્રી ઉપાધ્યાયજીનો અંતરાય ગુણ જન્મ પામે છે, ઉપાધ્યાયજીના અંતરાય ગુણમાંથી આચાર્યજીનો અંતરાય ગુણ જન્મે છે, આચાર્યના અંતરાયગુણથી ગણધરનો અંતરાયગુણ પ્રગટ થાય છે. એ જ રીતે ગણધરમાંથી અરિહંતનો, અને અરિહંતમાંથી સિધ્ધનો અંતરાય ગુણ પ્રગટ થાય છે. અહીં એ સવાલ ઊઠે છે કે જો “ૐ માં આટલી બધી શક્તિ હોય તો તેનાથી જીવ ત્વરાથી પૂર્ણ શુધ્ધ થઈ જવો જોઈએ, તો આમ કેમ બનતું નથી? શ્રી ગુરુ પ્રતાપે પ્રભુની વાણીથી ઉત્તર મળે છે. ૐના એક પુગલ સ્કંધમાં અનંત વીર્ય તથા શક્તિ ભરેલાં છે, જે યોગ્ય સંજોગો સર્જાતા જીવને પૂર્ણતા પમાડી શકે, પરંતુ જીવને પૂર્ણતા પામવા માટે પાંચ સમવાયનું એકઠા થવું એટલું જ જરૂરી છે. ૐરૂપ પુદ્ગલ માત્ર દ્રવ્યને જ સંતોષે છે. તે સિવાયના ચાર સમવાય જો પૂર્ણતા લેવા સાનુકૂળ ન હોય તો દ્રવ્યમાં અનંત શક્તિ હોવા છતાં જીવથી પૂર્ણતા પમાતી નથી. આ ૐ દ્રવ્યનું બંધારણ પૂર્ણ આજ્ઞાથી થયું હોય છે, અને એનું જીવ તરફનું ખેંચાણ પણ પૂર્ણ આજ્ઞાથી થતું હોવાથી ૐની પૂર્ણતા આપવાની શક્તિ નકામી વેડફાઈ જતી નથી. આ શક્તિ જીવના પ્રદેશો પર જળવાઈ રહે છે, અને જમાવ કરે છે, જેથી જીવને બહ્મરસ સમાધિનો અનુભવ અમુક અમુક સમયના આંતરે થતો રહે છે. આ બહ્મરસ સમાધિ જીવના અંતરાય ગુણને મજબૂત કરે છે; અને તે સમાધિ જીવને મુક્તિ તરફ દોરતી જાય છે. ૯૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અહો! પ્રભુની ૐમય અમૃતવાણી કેટલી પૂર્ણ છે તેનો અનુભવ શ્રી ગુરુ પ્રતાપે થયો. પ્રભુ! આ વાણી નિરંતર વહ્યા કરે અને અમને તેનો લાભ મળ્યા જ કરે એ આશીર્વાદ તમારી પાસે આજ્ઞાભક્તિના માધ્યમથી માગું છું અને વંદન કરું છું. સનાતન ધર્મને શાશ્વત રાખનાર, શ્રી જિનપ્રભુના કલ્યાણમય ધર્મના ધારક શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને વારંવાર ભક્તિવિનયથી વંદન કરીએ છીએ. શ્રી અરિહંત પ્રભુ પણ જેમની આજ્ઞામાં પ્રવર્તે છે તે પંચપરમેષ્ટિના ઉપકારથી ધર્મનું સનાતનપણે સર્જાય છે. કર્મ પુગલના અપ્રમત્ત સ્વભાવ સામે પોતાનાં ચેતનત્વનું અખૂટ વીર્ય દર્શાવી, કર્મના અપ્રમત્ત સ્વભાવને પોતાના અપ્રમત્ત પુરુષાર્થથી પ્રમાદી દર્શાવનાર શ્રી અરિહંત પ્રભુ! તમારા ગુણદર્શનમાં, સહુને અચંબો પમાડે એવાં તમારાં શુદ્ધ ચારિત્ર તથા વીતરાગતામાં અને ત્રિજગની પ્રભુતા પરમ નિસ્પૃહભાવથી સહન કરતાં આપના ચરણમાં જ મારી સર્વ ઇચ્છાઓ, અને અભિલાષાઓ પૂર્ણ થાય છે. તમે આટલા બધા ગુણો હોવા છતાં, એ ગુણોને પૂર્ણ વીતરાગતા સાથે માણતા હોવા છતાં તમે એની સુખબુદ્ધિથી પર છો! અહો! તમારા પુરુષાર્થની કેવી અપૂર્વતા છે? જે ગુણો અમારા જેવા સરાગી જીવોને દર્શન કરતાં જ સુખબુદ્ધિ કરવાની લાગણી આપે છે, એ જ ગુણો તમારા આત્મામાં સદાય માટે વસતા હોવા છતાં, તે ગુણો માટે તમને એક સમયનો પણ અંશ માત્ર રાગ થતો નથી, સ્પૃહા થતી નથી, કે સુખબુદ્ધિ જાગતી નથી. હે પ્રભુ! મારામાં એક જ ભાવ ઊઠે છે કે, “મને તમારા ચરણોનું એક સમયની બાધા વગરનું અવિચ્છિન્ન ઉપાસના કરવાનું વરદાન આપો. આપનાં ચરણની ઉપાસનામાં મને સર્વ કલ્પનીય અને અકલ્પનીય સુખ અનુભવાશે, એવી નિશ્ચયપૂર્વકની ખાતરી તથા શ્રદ્ધા છે. અહો જિન! જે રીતે તમે સ્વભાવસુખને સુખબુદ્ધિ વિના માણો છો, એ જ લક્ષની તીક્ષ્ણતા મને આપો કે જેથી હું મારું સમગ્ર વીર્ય તમારા ચરણની સેવાનાં લક્ષથી જ સર્વ કાર્યમાં વાપરી શકું. હે હૃદયસ્વામી! મારામાં વાણીની મંદતા છે, મનના વિચારોની શુદ્ધિની મંદતા છે, ચારિત્રમાં શિથિલતા છે, પરંતુ તમે મારા પરમ પિતા છો. હે પરમ પિતા! તમે ( ૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ તમારા બાળકના ભાવ જાણી એ ભાવને યોગ્ય વિચારમાં, યોગ્ય વાણીમાં અને યોગ્ય ચારિત્રરૂપે પરિણાવવામાં સહાય કરો, કે જેથી હું તમારા ચરણની સેવા કોઈ પણ પ્રકારની બાધા વગર, સ્વચ્છ તથા સચોટ રીતે, સુખબુદ્ધિનાં વમળમાં ફસાયા વગર, માત્ર સેવા કરવાના પ્રેમભાવથી આદરી શકું.' આ ભાવને બળવાન કરતાંની સાથે જ તમારી એક ગુપ્ત, ગંભીર આજ્ઞાના આરાધનનું પાન થાય છે. એ અમૃતપાનથી મન, વાણી તથા વર્તન શૂન્ય થઈ જાય છે. એ શૂન્યભાવને વાણી આપે એવો એક જ શબ્દ તમારા રોમેરોમમાંથી નીકળે છે. અને તે છે ‘ૐ’. હે પ્રભુ! તમારી આજ્ઞા થતાં, તમારી આજ્ઞાએ આ અનુભવને શબ્દદેહ આપવા પુરુષાર્થ થાઉં . ૐ ધ્વનિ નિરાકારમાં નિરાકાર અનુભવને શબ્દદેહ આપે છે. એ ૐનું ગુંજન જાણે મહાસમુદ્રના પેટાળમાંથી ધ્વનિત (echo) થતું હોય એવી રીતે તમારી નાભિમાંથી ઉપજે છે. આ ૐનો સ્વર સર્વ ઇચ્છાઓને સ્તબ્ધ કરી દે છે. લોહચુંબક નજીક આવતાં, લોઢું જેમ અન્ય સર્વ આકર્ષણનો ત્યાગ કરી માત્ર લોહચુંબકે જ ચીટકી જાય છે, પોતાનું સર્વસ્વ તે ચુંબકને જ સમર્પી દે છે, તેમ ૐ ધ્વનિ સાંભળતાં જ સર્વ વીર્ય અન્ય ઇચ્છાઓનો ત્યાગ કરી, માત્ર એક ૐમાં સમાઈ જાય છે. “અહો કૃપાનાથ! આ દાસાનુદાસ પર પરમ કૃપા કરી આ ૐ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનાં સ્પષ્ટ દર્શન કરાવો છો તે માટે હૃદયપૂર્વક આભાર માનું છું.' તે દર્શન આ પ્રમાણે થયાં છે. “શ્રી પ્રભુના શિરોભાગમાં સૂર્યથી પણ તેજસ્વી, ચંદ્રથી પણ શીતળ, સમુદ્રથી વિશાળ અને ગંભીર એવું વર્તુળ હતું. એ વખતે પ્રભુને વચન વર્ગણાઓ છોડવાનો ઉદય હતો, માટે એમનાં હૃદયના ભાગમાંથી તેમના કેવળીગમ્ય પ્રદેશની આજ્ઞા થવાથી, વીજળીના ઝબકારાથી અનંતગણો તેજસ્વી (તીક્ષ્ણ) તથા વેગવાન એવો આજ્ઞાનો ઝબકારો એમના શિરોભાગ તરફ ગયો. તે વિજળી સમાન તેજસ્વી આજ્ઞામાં, એમના અભિસંધિજ વીર્યમાં અનભિસંધિજ વીર્ય ઉમેરાયું. આજ્ઞાપાલન ૯૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માટે તથા તેનાં આરાધન માટે અભિસંધિજ વીર્ય જરૂરી છે, ત્યારે વાણીરૂપ ૐ ધ્વનિ પ્રસરાવવા માટે, અનભિસંધિજ વીર્ય ચાલે છે, તેથી તે બંનેનું મિશ્રણ થયું. આમ થવાનું રહસ્ય શ્રી પ્રભુએ એ રીતે સમજાવ્યું કે આજ્ઞાનું આરાધન કરવા માટે તેમની ઇચ્છા છે, પણ વાણી ખોલવા માટે તેઓ નિસ્પૃહ છે, તે કારણે આજ્ઞા આરાધનમાં અભિસંધિજ વીર્ય વપરાય છે અને ૐ ધ્વનિ માટે અનભિસંધિજ વીર્ય ઉપયોગમાં લેવાય છે. આ રીતે બંને પ્રકારનાં વીર્યનાં સંમિશ્રણથી કાર્યસિદ્ધિ થાય છે. એવો વીજળી સમાન તેજસ્વી આજ્ઞા તથા વીર્યનો સ્કંધ એમનાં શિર પાસેનાં વર્તુળ નજીક પહોંચ્યો, તે વખતે આજ્ઞા આરાધન માટેનાં અભિસંધિજ વીયે, તે વર્તુળમાં રહેલી આજ્ઞાને વર્તમાન સ્થિતિથી વિશેષ કરવા, વીર્યના સ્કંધ દ્વારા ગ્રહણ કરાવી. અને અનભિસંધિજ વીર્ય દ્વારા તેમના આજ્ઞામાં વિશેષ રત થવાના ભાવને પૂરા કરવા માટે યોગ્ય વચનવર્ગણાનાં પરમાણુઓ ગ્રહણ થયાં. આ રીતે થયેલાં વાણીયોગનાં આજ્ઞાવર્તુળ શિરમાંના અરિહંત કવચના આશીર્વાદ લીધાં, ત્યાર પછી તે વર્તુળ મુખની પાછળના ભાગમાં રહેલા શ્રી સિદ્ધકવચના આશીર્વાદ લીધા. ત્યાર બાદ આગળ વધી એ વચન વર્તુળ હૃદયના પાછળના ભાગથી શ્રી ગણધર અને શ્રી આચાર્યનાં કવચના આશીર્વાદ લીધા. તેના પછી પાંસળી પાસેથી ઉપાધ્યાયનાં કવચના આશીર્વાદ મેળવ્યા. અને છેવટે કરોડરજ્જુના છેલ્લા ભાગથી સાધુસાધ્વીનાં કવચના આશીર્વાદ ગ્રહણ કર્યા. આ રીતે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞાકવચથી સુરક્ષિત બનેલું એવું વચનનું વર્તુળ નાભિના ભાગ પાસે આવ્યું. ત્યાં પ્રભુનાં વચનવર્ગણારૂપ અભિસંધિજ વીર્ય દ્વારા પૂર્વના મોહજનિત અઘાતીકર્મો નિર્જરા અર્થે એમના પેટના ભાગ પાસેથી તે વર્તુળમાં ભળ્યાં. અને તે વર્તુળ ઉપરના ભાગ તરફ જવા લાગ્યું. તે વખતે ચૌદમાં ગુણસ્થાન અને મોક્ષનાં જે અંતરાય (૮૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ આ ઋણમુક્તિથી ક્ષય થવાના હોય તે આ વર્તુળમાં ભળ્યા. ઊંચે ચડી આ વર્તુળ પ્રભુનાં મુખમાં પહોંચ્યું, ત્યારથી એ કવચનો વિનય કરી તે વર્તુળ પ્રભુના રોમેરોમમાંથી ૐ ધ્વનિરૂપે વિસ્તરવા લાગ્યું. અહીં શ્રી પ્રભુએ સમજાવ્યું કે જે વર્તુળ એમનાં શિર ઉપર હતું તે પંચપરમેષ્ટિનું પંચામૃત હતું. આ પંચામૃતની આજ્ઞામાં રહેવાથી શ્રી અરિહંત જેવા પરમ વીતરાગ, નિસ્પૃહ આત્મા પણ અઘાતી કર્મ તથા અંતરાય કર્મથી નિવૃત્ત થઈ બહ્મરસ સમાધિની શુદ્ધિ વધારી શકે છે, તો છદ્મસ્થ જીવોને એ પંચામૃત કેટલું વિશેષ ઉપયોગી થાય તે સમજાય તેવી બાબત છે. આ ઉપરાંત શ્રી પ્રભુએ એ પણ સમજાવ્યું કે શ્રી અરિહંત કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર તથા અનંતવીર્યના સ્વામી હોવા છતાં તેઓ કોઈ પણ સંસારી કે અસંસારી કાર્ય (જેવાં કે વિહાર, બોધ, ઉત્તર આપવો આદિ કોઈ પણ ક્રિયા) માટે શ્રી પંચપરમેષ્ટિની આજ્ઞા લે છે, જેથી સ્વચ્છંદ દોષ સંભવી શકે નહિ, એમનાં પંચામૃતથી એ કાર્ય કરવાની શક્તિ મેળવે છે, અર્થાત્ તેઓ પંચપરમેષ્ટિની આજ્ઞા મેળવ્યા પછી જ કાર્ય કરે છે, એમનાં આજ્ઞાકવચમાં રહીને જ કાર્યની પ્રવૃત્તિ કરે છે, તો છદ્મસ્થ જીવે તો સ્વચ્છેદથી બચવા કેટલું બધું સંભાળવું જોઇએ! સ્વચ્છંદ જીવને કેટલો પરેશાન કરે છે, કેટલું કષ્ટ આપે છે તેનાં ઉદાહરણ સર્વ સંસારી જીવો છે, અને તેના ત્યાગથી આત્માને કેવાં અભુત શાંતિ અને સુખ મળે છે તેનાં ઉદાહરણ ચડતા ક્રમના સર્વ સત્પરુષો છે. પંચમજ્ઞાન, પંચમગતિ તથા પંચામૃતને એક સમૂહરૂપે સતત માણનાર શ્રી સિધ્ધ ભગવાનને કોટિ કોટિ વંદન હો. “હે સિધ્ધ ભગવાન! તમારા ભેદજ્ઞાનની પરિપૂર્ણતા તથા સમયની મર્યાદા વગરનું અપૂર્વ આજ્ઞાનું આરાધન તથા પાલન તમને અભેદ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ તથા સહજાનંદ સ્વરૂપની અનંતાનંત કાળ સુધીની અનુભૂતિ મણાવે છે. તમારો પુરુષાર્થ સર્વશ્રેષ્ઠ હોવા છતાં તમે એને વ્યક્તિગત અને સમૂહગત યશનામમાં રૂપાંતરિત કરો છો. સમજવા જતાં અચરજ થાય છે કે પરિપૂર્ણ આત્મામાં એક સમય માટે પણ વિભાવ નથી તો આ ૯૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરિણમન ક્યા કારણથી થાય છે?' શ્રી પ્રભુ સિદ્ધસદશ કેવળજ્ઞાન તથા કેવળદર્શનનાં પેટાળમાંથી પૂર્ણ આન્નાના શબ્દદેહ તથા ચિત્રથી આનું સમાધાન આપે છે. “શ્રી સિધ્ધ ભગવાન જુદી જુદી પર્યાયથી સિધ્ધ થયા હોય છે. જો તેઓ સંસાર પર્યાયમાં છદ્મસ્થ અવસ્થામાં પણ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય તો તેમની કક્ષા ઊંચી ગણાય છે. તે જ રીતે સિદ્ધભૂમિમાં જ્યાં વિચાર કે ભાવની નાની સરખી પરિભાષા પણ સંભવતી નથી, ત્યાં પણ સંસાર પર્યાયનો આ તફાવત ચાલુ રહે છે. તેથી આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે સિદ્ધભૂમિની રચના સમજવી જરૂરી છે. સિદ્ધભૂમિ પીસ્તાલીસ લાખ જોજન લાંબી તથા પહોળી છે. તે વચમાં આઠ જોજન જાડી તથા અંતમાં માખીની પાંખ થકી પણ અધિક પાતળી છે. આ ભૂમિનાં મધ્યના ભાગમાં, લોકના અંતભાગમાં, તેના ઉપરના છેડા પાસે શ્રી સિદ્ધપ્રભુ બિરાજી રહ્યા છે.” સિધ્ધભૂમિનો મધ્ય દેખાવ (Lateral View) શ્રી મહાવીર પ્રભુએ આપેલું સિદ્ધભૂમિનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહિત થયેલું છે. આ ભૂમિનું વર્ણન સર્વ તીર્થંકર પ્રભુ કોઈકને કોઇક રીતે એમનાં Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ તીર્થનાં શાસ્ત્રો દ્વારા લોકસમુદાય પાસે કરે છે. સર્વ તીર્થકરોનો એ જ મત છે કે સિદ્ધભૂમિ વચમાંથી પહોળી અને અંતમાં માખીની પાંખ થકી અધિક પાતળી, દૂરથી જોતાં જીવને – આત્માને દેખાય છે. આ સિદ્ધભૂમિમાં સ્થાયી થયેલા આત્માઓની ગોઠવણી અમુક ગુપ્ત છતાં નિશ્ચિત સિદ્ધાંતના આધારે થાય છે. આ ગોઠવણીની સમજણ લેવી તે આપણા પ્રશ્નના યથાર્થ સમાધન માટે જરૂરી છે. સંસારમાં જેમ પંચપરમેષ્ટિ ભગવંતનું સ્થાન અન્ય સામાન્ય જીવો કરતાં ઘણું ઊંચું છે તેમ સિદ્ધભૂમિમાં પણ પંચપરમેષ્ટિનું સ્થાન ઘણું ઊંચું રહે છે. જે જીવો છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે જેમકે ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી વગેરે. અને જે જીવો કે આત્માઓ બે કે બેથી વધારે પદને સ્પર્શીને પંચપરમેષ્ટિપદ પામે છે જેમકે અરિહંતાદિ પ્રભુ. તેઓ બધા સિધ્ધભૂમિના વચ્ચેના ભાગમાં સમાવેશ પામે છે. ટૂંકમાં કહીએ તો સિદ્ધ પદ ઉપરાંતના એક કે વધારે પદમાં જે પરમેષ્ટિ થાય છે તેઓ બધા સિધ્ધભૂમિના મધ્યભાગમાં રહે છે. એમનું સ્થાન ચિત્રમાં x' થી બતાવ્યું છે. આ x વિભાગ સંપૂર્ણ ઘન આકારમાં હોય છે, એટલે કે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. આ ઘનાકાર X ની બહારના ભાગમાં જે આત્માઓ છદ્મસ્થપણે પરમેષ્ટિપદમાં સ્થાન પામ્યા ન હોય, પણ સિદ્ધ થતાંની સાથે એ પદમાં આવ્યા હોય તેવા શુદ્ધાત્મા રહે છે. આવા આત્માઓનાં સ્થાનને ચિત્રમાં 'D' વિભાગ તરીકે બતાવેલ છે. વચલા ઘનાકારના મુખ્ય ત્રણ વિભાગ થાય છે. તેને A, B, C, તરીકે જણાવ્યા છે. સહુની મધ્યમાં A ભાગ, તેને ફરતો B ભાગ અને તેને ફરતો C ભાગ જોઈ શકાય છે. A ભાગની પટ્ટી સહુથી પાતળી છે, B ભાગનો પટ્ટો તેનાથી પહોળો છે, અને C ભાગ તેનાથી પણ વિશેષ પહોળો છે. જે આત્મા છદ્મસ્થ અવસ્થાથી શરૂ કરી કેવળજ્ઞાન લેવાના પુરુષાર્થ સુધી મુખ્યતાએ આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગના આધારે પુરુષાર્થ કરી સિદ્ધ થાય છે તેઓ “A' વિભાગમાં સ્થાન પામે છે. આ A વિભાગના બીજા ત્રણ પેટાવિભાગ થાય છે. સૌથી મધ્યમાં જે આત્મા છદ્મસ્થપણે પૂર્ણ આજ્ઞાનો Page #127 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શુક્લબંધ પામ્યા હોય એવા અતિ વિરલ સિદ્ધાત્મા બિરાજે છે. એમની બાજુમાં જે આત્માઓ છદ્મસ્થ સ્થિતિમાં પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ પામ્યા હોય તેવા વિરલ આત્માઓ સ્થાયી થાય છે. અને તેના છેલ્લા ભાગમાં જેમણે છદ્મસ્થ દશામાં આજ્ઞાનો ધ્રુવબંધ કર્યો હોય તેવા વિરલા જીવો વિરાજે છે. B વિભાગમાં જે પંચપરમેષ્ટિ જીવોએ છબસ્થ દશામાં કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ આરાધ્યો હોય અને તે જ માર્ગે કેવળજ્ઞાન લીધું હોય તેઓ આવે છે. અને C વિભાગમાં જે પંચપરમેષ્ટિએ સંવરપ્રેરિત મહાસંવર માર્ગના આરાધનથી મુનિ અવસ્થાથી કેવળજ્ઞાન પામવા સુધીની પ્રગતિ કરી હોય તેઓ રહે છે. આ પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે છબસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિ પદમાં સમાવિષ્ટ થનાર સર્વ આત્માઓ સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ અથવા તો આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન કેવળજ્ઞાન મેળવતા પહેલાં કરતા હોય છે. જે આત્માઓ આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું આરાધન કરી કેવળજ્ઞાન લે છે તેઓ કેવળી પર્યાયમાં સહુથી લાંબા ગાળે યોગ સાથે જોડાય છે. વચમાના કાળમાં તેઓ સિદ્ધ સદશ રહે છે. એ જ રીતે કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગને આરાધી કેવળજ્ઞાન પામેલા ભગવંત થોડા ઓછા સમય માટે યોગથી જુદા રહે છે, અને સંવરપ્રેરિત મહાસંવર માર્ગથી કેવળજ્ઞાન સુધી વિકસેલા આત્માઓ તેનાથી પણ અલ્પ સમય માટે યોગથી છૂટા રહી શકે છે. મહાસંવર માર્ગથી કેવળજ્ઞાન પામેલા આત્માઓ તેનાથી પણ ઓછા સમયમાં યોગ સાથે જોડાઈ જાય છે. આમ તેઓની સિદ્ધ સદશ દશા તેમના માર્ગના આરાધનની તરતમતાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટતી જાય છે. આ અપેક્ષાએ સમાન્ય કેવળીપ્રભુ માટે પરમેષ્ટિ સિદ્ધાત્મા સદાય પૂજનીય છે. તેથી તેમના વિનય માટે તથા તેમની પાસેથી બોધનું જે ઋણ એમણે છદ્મસ્થદશામાં લીધું છે તે ઋણથી મુક્ત થવા માટે આવા ઉત્તમ પરમેષ્ટિને તેઓ સિદ્ધભૂમિમાં પોતાની આગલી હરોળમાં સ્થાન આપે છે. એમનામાં રહેલા આ ઉત્તમ વિનયભાવને કારણે એમની સિદ્ધ સદશ દશા ક્રમથી વિશેષ વધતી ૯૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ જાય છે, અર્થાત્ તે આત્મા વધારે સમય માટે યોગથી જુદો રહી શકવા સમર્થ થતો જાય છે. અને એ જ રીતે આગળ વધી, આઠ સમય સુધી યોગથી જુદા રહી, કેવળી સમુદ્ધાત કરી, યોગને રુંધી તેઓ મોક્ષભૂમિમાં જાય છે. આ વિનય દ્વારા સિદ્ધ પ્રભુને અને તેમની કેવળી પર્યાયની સિદ્ધ સદશ દશામાં સતત પંચામૃતરૂપ પૂર્ણ કલંકરહિત આજ્ઞારસ એમના શુધ્ધ આત્મામાં ચૈતન્યઘનના માધ્યમથી ઝરે છે. જેની સહાયથી તે પૂર્ણાત્મા અનંતાનંત કાળ સુધી પૂર્ણ આજ્ઞા પ્રેરિત પૂર્ણ સહજાનંદને માણી શકે છે. અહો પ્રભુ! તમારી કરુણા અપરંપાર છે. અમારા જેવા દીન, મંદબુદ્ધિવાળા જીવને આવું તીક્ષ્ણ, અઘરું અને અટપટું જ્ઞાન સાદા, સરળ શબ્દોથી સમજાવી તમે મહાન ઉપકાર કર્યો છે. આ માટે અમારા દેહના રોમેરોમથી તથા આત્માના પ્રદેશ પ્રદેશથી એ જ ભાવ ગુંજે છે ‘તમારી ચરણસેવારૂપ પૂર્ણ આજ્ઞાથી અમે ‘થાશું તેજ સ્વરૂપ જો.” પ્રેમ પ્રેરિત લાગણી ભક્તિની જનની છે. ભક્તિ પ્રેરિત નિરપેક્ષ ભક્તિ આજ્ઞાની જનની છે. આજ્ઞા એ પરમ વિનય, પરમ આભાર અને પરમ ભક્તિની જનની છે. પરમેષ્ટિ ભક્તિના ભાવથી અને લોક વિનય તથા લોક આભારના માધ્યમથી લોકભક્તિ ઉપાર્જન થાય છે. લોકભક્તિ લોકઆજ્ઞાને ઉપજાવે છે, જે પરાભક્તિ તથા આજ્ઞાની ઉત્કૃષ્ટતાવાળા આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું ચારિત્ર રૂપે રોમેરોમ તથા પ્રદેશ પ્રદેશમાં સિંચન કરે છે. “અહો ! કેવી અપૂર્વતા છે! જ્યાં ભક્તિ છે ત્યાં વિનય છે, જ્યાં વિનય છે ત્યાં આભાર છે, જ્યાં આભાર છે ત્યાં આજ્ઞા છે, જ્યાં આજ્ઞા છે ત્યાં નિર્ભયતા છે, જ્યાં નિર્ભયતા છે ત્યાં આત્માની અજંપરૂપ સ્થિરતા છે. જ્યાં સ્થિરતા છે ત્યાં શૂન્યતા અને શુકૂલતામય સહજ બ્રહ્મસમાધિ છે. જ્યાં બહ્મરસ સમાધિ છે ત્યાં નિજસ્વરૂપ પ્રેરિત આજ્ઞામય સહજાનંદ સહિતની અડોલ દશા છે. પ્રભુ! તમારો આ અલૌકિક માર્ગ મને રોમેરોમમાં, પ્રદેશ પ્રદેશમાં, સર્વ દ્રવ્યથી પરમ આજ્ઞાનો, સર્વ ક્ષેત્રથી પરમ આજ્ઞાનો, સર્વ કાળથી પરમ આજ્ઞાનો, સર્વ ભાવથી પરમ ૯૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આજ્ઞાનો અને સર્વ ભવથી પરમ આજ્ઞાનો સંચય થાઓ; કે જેથી સર્વ પુદ્ગલાસ્તિકાય, સર્વ ધર્માસ્તિકાય, સર્વ અધર્માસ્તિકાય, સર્વ આકાશાસ્તિકાય અને સર્વ કાળ તથા જીવાસ્તિકાયનો કોઈ પણ સંપર્ક આજ્ઞામાં, આજ્ઞાના તાબામાં રહી આજ્ઞાને વર્ધમાન કરે.” શ્રી ગણધર પ્રભુ આ પ્રકારના ભાવો એમના ત્રિકરણ યોગ તથા સર્વ અધ્યવસાયથી અનુભવે છે. એમનો પુરુષાર્થ મુખ્યત્વે ગુણગ્રાહીપણાથી પ્રેરિત આજ્ઞાના ચારિત્ર વલણમાં રમતો હોય છે. શ્રી ગણધર પ્રભુને એમનાં હૃદય, પેટ તથા પીઠના ભાગ પાસે શ્રી પંચામૃત પરમેષ્ટિ પરમાણુઓ સતત વહ્યા કરતા હોય છે. એ પંચામૃતથી શ્રી ગણધર પ્રભુમાં એક અપૂર્વ પ્રક્રિયા થાય છે, જેનું ભાન શ્રી પ્રભુ આપણને કૃપા કરી કરાવે છે. શ્રી ગણધરપ્રભુ પહેલાં ચાર જ્ઞાન વિપુલતાએ ધરાવતા હોય છે. એમાંથી મતિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાન (જે મતિજ્ઞાનનું વિશુધ્ધ રૂપ છે)નો ઉપયોગ તેઓ પોતાના પુરુષાર્થ માટે કરતા હોય છે. જ્યારે તેઓ પોતાના આરાધ્યદેવ, ગુરુ શ્રી તીર્થંકર પાસે હોય છે ત્યારે તેઓ મુખ્યતાએ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે તેઓ લોકસમુદાયને બોધ આપવાનું કાર્ય કરતા હોય છે ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે, અને વ્યક્તિગત માર્ગદર્શન આપતી વખતે તેઓ મન:પર્યવજ્ઞાન વાપરે છે. તેમને પોતાનાં વિવિધ જ્ઞાન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવા માટે અન્ય જીવોના જેવો સમય કે અવકાશ મળતો હોતો નથી, કારણ કે આખા ગણ-સમૂહને દોરતા રહેવાના કામમાં તેમનો ઘણોખરો સમય વપરાઈ જતો હોય છે. આવા કલ્યાણકાર્યમાં વ્યસ્ત બનેલા ગણધરનો અંગત પુરુષાર્થ અને પ્રગતિ ક્યાંય પણ મંદતા ન પામે એ માટે શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમને અપૂર્વ સાથ આપી પ્રગતિ કરાવે છે. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનો ચિતાર શ્રી પ્રભુ આપણને વિસ્તારથી આપે છે. શ્રી ગણધર પ્રભુને શ્રુતજ્ઞાનની વિશેષતા હોવાથી તેમને વિશેષ શ્રુતિ શ્રી અરિહંત પ્રભુ પાસેથી મળે છે. જ્યારે શ્રી પ્રભુ દેશના આપતા હોય છે, બોધ ૧OO Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ પ્રસારિત કરતા હોય છે ત્યારે શ્રી ગણધર એમની વિશેષ તીણ સંજ્ઞાના આધારે પોતાનાં શ્રુતિ તથા શ્રદ્ધાને અતિ સૂમ કરી, મતિજ્ઞાનની વિશેષતાનો ઉપયોગ કરી, એ બોધને તેઓ અંતર્ગત પૂર્ણતાએ કે મહદ્ અંશની પૂર્ણતાએ અવધારે છે. આ બોધને ઉત્કૃષ્ટતાએ ગ્રહણ કરી તેઓ પાંચ મહાવ્રતનું સૂક્ષ્માતિસૂક્ષ્મ પાલન કરી, બોધ માટે આભાર વ્યક્ત કરતો તથા લોક સમુદાયને એ બોધ લાભદાયી થાય એ હેતુથી અને ભાવથી તેઓ લોક સમક્ષ અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનની સહાયથી બોધ વ્યક્ત કરતા હોય છે. આ પ્રમાણે શ્રી ગણધર પ્રભુ પરના કલ્યાણ માટે ચારે જ્ઞાનનો જરૂર પ્રમાણેનો ઉપયોગ કરતા રહે છે. આવા અપૂર્વ જ્ઞાનના નિઃસ્વાર્થ ઉપયોગથી તેમને શ્રી પ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિનાં પંચામૃતથી એક અપૂર્વ સિદ્ધિ આવે છે. જ્યારે તેઓ શ્રી પ્રભુનો જ્ઞાનસભર બોધ સાંભળે છે અને એ બોધને જનસમુદાયના કલ્યાણાર્થે તેમના પ્રતિ વહાવે છે ત્યારે તેમને શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતના આધારથી સર્વ શ્રુત તથા સર્વ બોધના સારરૂપ ગુણગ્રહણ કરવાનો યોગ પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. તેમનું ગુણગ્રાહીપણું ત્યાં અટકી જતું નથી, પણ એ ગુણના મૂળમાં જે આજ્ઞા રહેલી છે, એ આજ્ઞાની ગુપ્ત જાણકારી તેમને આવે છે. આજ્ઞાનું સ્થળ આરાધન જીવ સંજ્ઞાના આધારે કરે છે તેથી ભિન્ન ભિન્ન આત્મામાં ભિન્ન ભિન્ન ગુણો ઉત્પન્ન થાય છે, અને ખીલે છે. આ સર્વ આત્માઓના પાંચ સમવાય તથા પંચાસ્તિકાય પણ અલગ અલગ હોય છે. જ્યારે શ્રી ગણધરપ્રભુ, શ્રી પ્રભુના કે જનસમુદાયરૂપ શિષ્યગણના ગુણો જુએ છે ત્યારે તેઓ એ ગુણોને ધારણ કરવા માટે પોતાનાં મન:પર્યવ જ્ઞાનની સહાયથી એ ગુણોને મેળવવા માટે કઈ આજ્ઞાનું પાલન કરવું ઘટે, પાંચ સમવાય તથા પંચાસ્તિકાયની કેવી આજ્ઞા પાળવી જોઈએ, વગેરે બાબતની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજણ લેતા જાય છે. આમ થવાથી તેમનું શ્રુતકેવળીપણું વિસ્તૃત તથા વિપુલ થતું જાય છે. શ્રુતકેવળીપણાની આવી વિપુલતા સામાન્યપણે શ્રી તીર્થંકર પ્રભુ સિવાય અન્ય કોઈ પણ જીવને આવતી નથી. પણ તેમના આ ભવ્ય પુરુષાર્થને અનુલક્ષીને શ્રી ગણધરને શ્રી તીર્થંકર પ્રભુની માફક ક્ષપક શ્રેણિનું વરદાન ૧૦૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મળે છે; અને ગણધર નામકર્મ ઉદયમાં આવ્યા પછી પુરુષાર્થની શુક્લતાનું વરદાન પણ મળે છે. પુરુષાર્થની શુક્લતા એટલે પૂર્વે કર્યો હોય તેટલો જ પુરુષાર્થ રહે, વધે પણ ક્યારેય ઘટે નહિ કે મંદ થાય નહિ. આવા શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતના અપૂર્વ સાથને કારણે શ્રી ગણધર પ્રભુને અતિ ગાઢ તથા વિપુલ બ્રહ્મરસ સમાધિ મળે છે. આમ તેઓ આત્માના અનંત ગુણો વિકસાવવા ઉપરાંત એ ગુણો માટે જરૂરી એવી અપૂર્વ આજ્ઞાને જાણી શકે છે, તથા પાળી શકે છે. ધન્ય છે તેમના ભવ્યાતિભવ્ય પુરુષાર્થને! તેમનો પુરુષાર્થ છદ્મસ્થ આત્માઓના પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ છે. શ્રી જિન વીતરાગના ધર્મમાં ગણધરનો પુરુષાર્થ સદાય જયવંત વર્તો! અહો શ્રી સિદ્ધ ભગવાન! અહો શ્રી કેવળી ભગવાન! તમારી વીતરાગતા, કરુણા અને નિસ્પૃહતાને અમારા કોટિ કોટિ વંદન હો, તમે આ લોકમાં કે જ્યાં નિત્યનિગોદ, ઇતર નિગોદ, સાત નરક, આંતરદ્વીપ ઇત્યાદિ અતિ દુ:ખથી ભરેલાં અનેક ક્ષેત્રો રહેલાં છે ત્યાં મુખ્યતાએ દુ:ખમાં સબડતા જીવોનાં ક્ષેત્રોમાં તમે તમારી વીતરાગતા, તમારો કલ્યાણભાવ, તમારી શાંતિ, તમારું આજ્ઞાધીનપણું, તમારી નિસ્પૃહતા આદિને દિનપ્રતિદિન, સમયે સમયે સમૂહરૂપે વધારો છો! અનંતકાળ પહેલાં જેટલા જ્ઞાનીઓ હતા તેનાં કરતાં અત્યારે અનંત જ્ઞાનીઓ વધ્યા છે, કારણ કે એ સર્વેએ કેવળજ્ઞાન લઈ સિદ્ધભૂમિની સિદ્ધિ હાંસલ કરી છે. હજુ પણ આ સંખ્યા વધતી જ જવાની છે. સંસારનાં દુ:ખ, અશાતા, ક્લેશ આદિ આ સંખ્યા ઘટાડી શકનાર તો નથી જ, પણ વધતી અટકાવવા પણ સમર્થ થઈ શકે તેમ નથી. ધર્મ તથા ધર્મ જીવોનો સિદ્ધ આત્મારૂપે સતત વધારો થયા જ કરવાનો છે. આવી આશ્ચર્યકારક હકીકતની જાણ થવાથી, ધર્મ અને ધર્મ જીવો પ્રતિ પ્રેમ, શ્રદ્ધા, વિનય, અહોભાવ તથા ભક્તિ કેમ તથા કોને ન થાય? અહો! આ કેવી વિચિત્રતા છે? આ સંસારમાં સર્વકાળ માટે અધર્મનું જ વર્ચસ્વ રહેલું જોવા મળે છે, ધર્મ જીવો કરતાં અધર્મ જીવો સદાયને માટે અનંતગણા છે. આવા અધર્મ અને અધર્મીનું બળ ધર્મ સેવતા આત્માની સંખ્યાને ૧૦૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ વધતી અટકાવી શકતા નથી કે ઓછી કરી શકતા નથી. આવા ધર્મી જીવોની સંખ્યામાં સતત વધારો થયા જ કરે છે. અરે! બહારની આ જેવી સ્થિતિ છે તેવી જ અંદરની સ્થિતિ પણ છે. શ્રી તીર્થંકર પ્રભુની અનન્ય કૃપા અને કરુણાના આધારે જીવને મિથ્યાત્વ આદિ ચાર કર્મના ગોળાની વચ્ચે પણ રૌદ્રધ્યાનની શરણાગતિ હોવા છતાં આઠ રુચક પ્રદેશ મળે છે. સમય જતાં જીવ પ્રગતિ કરી આ ચક પ્રદેશની સહાયથી અંતરવૃત્તિસ્પર્શ, તથા ગ્રંથિભેદરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશની ભેટ પણ મેળવે છે. જીવના અન્ય અસંખ્ય અશુદ્ધ અજ્ઞાની પ્રદેશો એ આઠ પ્રદેશનાં શુદ્ધિકાર્યને, ધર્મનો સંચાર કરતા અટકાવી શકતા નથી. વળી, રુચક પ્રદેશો ધર્મનો ફેલાવો વીતરાગતા, નિસ્પૃહતા તથા આજ્ઞાધીનપણા સાથે કરે છે, અને આ કાર્ય કરવા માટે જ્યાં સુધી પાંચ સમવાય ભેગા થતાં નથી ત્યાં સુધી એ પ્રદેશો અતિ વીતરાગતા તથા નિસ્પૃહતામાં આ અજ્ઞાની પ્રદેશોની વચ્ચે પણ ટસથી મસ થતા નથી. પરંતુ પાંચે સમવાય જેવા એકઠા થાય છે અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના માધ્યમથી જ્યારે એમને પૂર્ણ પરમેષ્ટિની આજ્ઞા મળે છે ત્યારે તેઓ એક પણ સમયના પ્રમાદ વિના આજ્ઞાનુસાર કાર્ય કરે છે. એ કાર્યમાં અસફળતાનો તો અવકાશ જ નથી. તો પણ કાર્યસિદ્ધિ થયા પછી સમય માત્રના વિલંબ વિના તે પોતાની વીતરાગતા તથા નિસ્પૃહતામાં લીન થઈ જાય છે. કરેલી કાર્યસિદ્ધિનો યશ લેવા એક સમયની પણ રાહ જોતા નથી. આ રુચક પ્રદેશો પોતા પર શ્રી તીર્થંકર પ્રભુએ કરેલા અપૂર્વ તથા અકથ્ય દાનની ઋણમુક્તિ કરવા એમની આજ્ઞાનુસાર વર્તે છે. તેમ કરવામાં તેમને નથી થતા કર્તાપણાના ભાવ કે નથી આવતા ભોક્તાપણાના ભાવ. એમાં તો છે માત્ર ૐ ગમય આણાય, આણાય ગમય 3થી ઉપજતી પૂર્ણ આજ્ઞાસિદ્ધિરૂપ પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ. અહો! પૂર્ણાતિપૂર્ણ જ્ઞાન, દર્શન, વીર્ય અને સ્વરૂપનો અનુભવ હોવા છતાં જો એ પ્રદેશો આજ્ઞા વિના કાર્ય કરતાં નથી અને માત્ર મૌન રહે છે. તો છદ્મસ્થ જીવ માટે એવું મૌનપણું કેટલું કર્તવ્યરૂપ તથા ઉપકારી છે, તે વિચારવા યોગ્ય છે. ૧૦૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ આઠ પ્રદેશો પોતાનો પુરુષાર્થ, મૌન રહી પોતાનાં આંતરચારિત્ર દ્વારા અન્ય પ્રદેશોને આજ્ઞારૂપે બોધે છે. તે પોતાનો કલ્યાણભાવ તથા કરુણાભાવ અરૂપી માધ્યમમાં જ રાખે છે, જ્યારે તેને પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા મળે છે ત્યારે જ તે પોતાના અરૂપી કલ્યાણભાવ તથા કરુણાને રૂપી કરે છે. તે ઉદાહરણથી શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત નિયમ સમજાવે છે કે પ્રભુની આજ્ઞા વિના જો બોધ આપવામાં આવે તો બોધક અરૂપી કલ્યાણભાવની અસીમિત વિશાળતાને સ્વચ્છંદના કારણે રૂપી આકાર આપી, કલ્યાણની અપરંપાર અને અસીમિત ભવ્યતાને નાનું રૂપ આપવાનો દોષ કરે છે, અને એ રીતે તે પંચપરમેષ્ટિ ભગવંતનો ગુનેગાર થાય છે. આમ તે કલ્યાણકાર્યમાં પાપશ્રમણીય થાય છે. આ નિયમાનુસાર શ્રી આચાર્યજી છદ્મસ્થ દશામાં વર્તન કરતા હોય છે. આઠ રુચક પ્રદેશની ગુપ્ત, મૌન તથા ગંભીર આચરણા કલ્યાણમાર્ગને અરૂપી આકાર આપી સનાતન બનાવે છે. રુચક પ્રદેશની આ જાતની આચરણા તેના પુરુષાર્થની લાક્ષણિકતા બતાવે છે; જે છમસ્થ જીવને કલ્યાણમાર્ગમાં સતત રહેવાનો ધોરીમાર્ગ જણાવે છે. શ્રી પ્રભુના ૩ૐ ગુંજનથી આ માર્ગ સરળ બને છે. શ્રી પ્રભુ પરમેષ્ટિની આજ્ઞાનુસાર એ માર્ગને શબ્દદેહ આપવા આજ્ઞા આપે છે, એમની જ કૃપાદૃષ્ટિ તથા આજ્ઞાથી આ દુષ્કર કાર્યને સિદ્ધ કરવા પુરુષાર્થ આદર્યો છે. શ્રી આચાર્યજીનું ચારિત્ર મુખ્યત્વે અરૂપીપણાનો કંબલ ઓઢીને ઘડાય છે. અહીં કંબલ એટલે આજ્ઞારૂપ પાંચ પરમેષ્ટિ ભગવંતનો સાથ. આ સાથ છબસ્થ જીવને અરૂપીપણાનો લક્ષ કરાવી, તેનાં વર્તનને પણ એવું અરૂપી રૂપ આપવા તથા કલ્યાણભાવની શુદ્ધિ અને સિદ્ધિને અબાધિત રાખવા પ્રયત્નશીલ બનાવે છે. આચાર્યજી એમના શુધ્ધ આચારના માધ્યમથી જાણે છે કે કલ્યાણનાં પરમાણુઓ અપૂર્વ આજ્ઞાકવચમાં જોડાયેલાં છે, જેને માત્ર પાંચ સમવાય જ ભેદી શકે છે. આ આજ્ઞાકવચ પંચપરમેષ્ટિનાં ૐના માધ્યમથી વધારે ને વધારે ઘટ્ટ થતું જાય છે. જો આચાર્યજી પોતાના શક્તિશાળી યોગથી પાંચ સમવાયને એકત્રિત કરે તો, આજ્ઞાકવચના ઘટ્ટતામાં બાધારૂપ કે અંતરાયરૂપ બનવાનું દુર્ભાગ્યે જ ૧/૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ મેળવે છે. જે એમના પુરુષાર્થની શુદ્ધિમાં બંધનકારક થાય છે. આ કારણે તેઓ માત્ર પંચપરમેષ્ટિની આજ્ઞાથી જ અરૂપી કલ્યાણના આજ્ઞાકવચના ઘટ્ટપણાને રૂપી આકાર આપી, પાંચ સમવાયના સાથથી, એનો પ્રમાણિક ઉપયોગ પાંચ મહાવ્રતની પરમ શુદ્ધિ સાથે કરે છે. આમ કરવાથી એક બાજુ પંચ પરમેષ્ટિ પ્રભુની આજ્ઞાનો ભંગ તો થાય છે, પણ બીજી બાજુ પાંચ સમવાયને એકત્રિત કરવામાં તેનાં રૂપીપણામાં પંચપરમેષ્ટિની અંતર્ગત ભાવના પૂરી કરતા હોવાથી પંચપરમેષ્ટિને ઋણી બનાવે છે. આ ઋણથી મુક્ત થવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમને અરૂપી આજ્ઞાને રૂપી રૂપ આપ્યા પછી અરૂપી સ્પંદન માટે તૈયાર કરે છે. આમ અરૂપી સ્પંદન માટેની આદિને સફળ કરવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ એમનાં મસ્તકનાં પાછળનાં વર્તુળમાં મોટી સંખ્યામાં તથા ઘણી તીવ્રતાથી (એટલે કે intensityથી) આવે છે, જેને લીધે આચાર્યજી રૂપી કલ્યાણભાવમાં રાચતા હોવા છતાં આવી મોટી સંખ્યામાં આવતા પરમાણુઓને ઝીલવા સહજતાએ તૈયાર થવા મૌન થાય છે. તેઓ પહેલાં વચનયોગ તથા કાયયોગથી મૌન થાય છે, પણ એમનો મનોયોગ સાકાર રહે છે, તેથી તે યોગમાં તેઓ મન:પર્યવ જ્ઞાનના માધ્યમથી કલ્યાણનાં પરમાણુઓને તીર્ણરૂપે જોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યાં વચનયોગ તથા કાયયોગ મૌન છે, પણ મનોયોગ અમીન અર્થાત્ સક્રિય છે ત્યાં તેઓ કલ્યાણનાં પરમાણુઓને ગતિ તથા દિશા આપે છે. તેમની મન:પર્યવજ્ઞાનની શુદ્ધિનાં પ્રમાણમાં ગતિ તથા દિશા વધુ ને વધુ તીક્ષ્ણ તથા ઘેરાં થતાં જાય છે, જેથી એક સમય એવો આવે છે કે જ્યારે તેમનો મનોયોગ પણ મૌન થઈ જાય છે. આને લીધે એ રૂપી કલ્યાણનાં પરમાણુઓ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી અરૂપી થઈ જાય છે. આ અપૂર્વ ગુપ્ત તેમજ શુદ્ધ માર્ગનાં ઘટકો વિચારીએ તો તેને પાંચ વિભાગમાં વહેંચી શકાય છે. ૧. પ્રાર્થના ૨. ક્ષમાપના ૩. મંત્રસ્મરણ ૪. વિનય અને ૫. આભાર. આ પાંચે ઘટકોના સહકારથી અર્થાત્ પંચામૃતથી શ્રી આચાર્ય અપૂર્વ બ્રહ્મરસ સમાધિમય કલ્યાણભાવમાં સરે છે. શ્રી આચાર્ય આ બ્રહ્મરસ સમાધિ પામવા ૧૦૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પંચામૃતનો કેવો અને કેટલો સાથ કેવી રીતે પામે છે તેની વિચારણા કરવા તથા સમજણ લેવા આપણે શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી પ્રવૃત્ત થઈએ. શ્રી આચાર્યજીનાં અપૂર્વ મૌન તથા ગંભીર એવી કલ્યાણની ઉપાસના વિચારતાં જણાય છે કે તે ઉપાસના અતિ દુષ્કર તથા અસ્ખલિત અપ્રમત્તભાવથી ભરેલી છે. આવા ઉત્તમ પુરુષાર્થને છદ્મસ્થ દશામાં લાંબા ગાળા સુધી ટકાવી રાખવો એ એક આશ્ચર્યકારક બીના છે. તેથી સવાલ થાય છે કે શ્રી આચાર્યજી ક્યા ભાવને લીધે છદ્મસ્થ પર્યાયમાં આ પુરુષાર્થની સિદ્ધિ કરે છે ? શ્રી પ્રભુ એમના અંતરના જ્ઞાનના પેટાળમાંથી ૐૐ ધ્વનિના ગુંજનદ્વારા બોધદાન કરે છે. શ્રી આચાર્યજી ભલે પોતાના પૂર્વકાળમાં જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગને અનુસર્યા હોય, પરંતુ પંચપરમેષ્ઠિના આચાર્યપદને પામ્યા પછી તેઓ આજ્ઞામાર્ગે જ આગળ વધે છે. આ આજ્ઞામાર્ગમાં તેમને લોકકલ્યાણના ભાવની ઉત્કૃષ્ટતાના પ્રમાણમાં પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો અપૂર્વ સાથ મળે છે. આ સાથે આજ્ઞામાર્ગની મુખ્ય ભૂમિકાનો વિચાર કરીએ તો તેમાં દાતાર પાસે સિદ્ધિ મેળવવાના હેતુથી કરેલી બિનશરતી અર્પણતા છે. આજ્ઞામાર્ગ પૂર્વમાં સેવેલા જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગમાંથી આવતા જીવના દોષોને નિ:શેષ કરે છે; તે માર્ગ જીવમાં સમાન ગુણોને ખીલવી તરતમતા સાથે ધોરીમાર્ગ પર ચલાવે છે. આ ધોરીમાર્ગ જીવને અપૂર્વ સાધના આપે છે, અપૂર્વ પુરુષાર્થ આપે છે અને અપૂર્વ સિદ્ધિ પણ આપે છે. આજ્ઞામાર્ગની ભૂમિકામાં મુખ્યતાએ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, વિનય અને આભાર આવે છે. આ ઘટકો વિશે હવે વિચારીએ. પ્રાર્થના પ્રાર્થના એ ઇષ્ટદેવ કે ગુરુ પાસે ઇચ્છિત સિદ્ધિની પ્રાપ્તિ માટે અંતરની લાગણીથી ઉપાર્જિત સાધકની યાચના છે. તેમાં બુદ્ધિનો ઉપયોગ અતિ મર્યાદિત અથવા નહિવત્ છે; કારણ કે પ્રાર્થનામાં પોતાની શક્તિ, સમજણ તથા ગ્રહણશક્તિને ૧૦૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ ગૌણ કરી, દાતાની શક્તિ તથા વિશાળતામાં અહોભાવભીના ભાવથી ઉપજતી ભક્તની લાગણી ભરેલી રાગદાયી લબ્ધિ તથા સિદ્ધિની પ્રાપ્તિના લોભથી ભરેલી વિનંતિ છે. જો આપણે અહીં એમ વિચારીએ કે પ્રાર્થનામાં દાતાર પાસે સિદ્ધિ માટે સ્પષ્ટ માંગણી છે, તો જ્યારે આચાર્યજી પ્રાર્થના કરે છે ત્યારે એમનો અરૂપી કલ્યાણભાવને વધારવાનો અતિદુષ્કર પુરુષાર્થ કેવી રીતે જળવાય છે? શ્રી પ્રભુ એમની અવર્ણનીય કરુણાથી આ દાસને અતિ સ્પષ્ટ સમજાય તેવો છતાં સરળ અને સચોટ ઉત્તર આપે છે. “પ્રાર્થના એ ઇચ્છિત વસ્તુની સિદ્ધિ કે પ્રાપ્તિ અર્થે દાતાર પાસે કરેલી માંગણી છે. શ્રી આચાર્યજી એ મોન અરૂપી પુરુષાર્થમાં જે અપૂર્વ શાંતિ તથા સુખ અનુભવે છે તે સુખ અને શાંતિ અકથ્ય તથા શબ્દાતીત છે. આવું માત્ર અનુભવગમ્ય સુખ એમને સહજ પ્રકારે મૌન કરે છે, જેથી એમનાં આજ્ઞાપાલનના વેગમાં ખાંચ આવે નહિ. તે માટે તેઓ યાચના કરે છે, માંગણી કરે છે, પણ પૂર્ણ આજ્ઞામાં રહીને. આ આજ્ઞા એમને રૂપી ગુરુ કે વ્યક્તિગત પ્રભુ પાસે માંગણી ન કરાવતાં આજ્ઞા પાસે જ માંગણી કરાવે છે. આ આજ્ઞા એ કોઈ રૂપી, મર્યાદિત આકાર નથી, પણ તે છે ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિ અનંત શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતનો આજ્ઞારસ, પંચપરમેષ્ટિ ભગવંતનો આ આજ્ઞારસ ભલે પુદ્ગલથી સર્જાયો હોય છે, પણ એ પુદ્ગલની અવગાહના ચેતનસ્વરૂપ તથા ચેતનભાવને રહેવા માટે જગ્યા આપે છે. આ ચેતન પુદ્ગલ આજ્ઞાને જીવંત-જીવિત રાખવા પાંચ અસ્તિકાય તથા પાંચ સમવાય અપાત્ર જીવ પાસે ગુપ્ત રીતે અને સુપાત્ર જીવ પાસે અબાધિતપણે ખુલાસો કરે છે. આચાર્યજી અને તેમાં પણ ખાસ કરીને શ્રી ગણધરજી પ્રથમનાં ચાર જ્ઞાન વિપુલતાથી ધરાવનાર હોય છે, ચૌદ પૂર્વધારી તથા શ્રુતકેવળી પણ હોય છે. આવા અપૂર્વ જ્ઞાનને ધરાવનાર હોવા છતાં તેમની યાચના બાળક જેવી સરળ, સ્પષ્ટ તથા નિર્માની હોય છે. આ સમજણથી ૧૦૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્પષ્ટ થશે કે શ્રી પંચપરમેષ્ટિની આજ્ઞાનો અનુભવ, તેમાંય જ્યારે તે અનુભવ અરૂપી રૂપ ધારણ કરે છે ત્યારે તે કેવો અલૌકિક, શબ્દાતીત અને અવર્ણનીય હોતો હશે! જેનું વર્ણન શાસ્ત્રોથી થઈ જ ન શકે. આ અનુભવની પરાકાષ્ટા દેશનામાં શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી વેદે છે.” આપણે જાણીએ છીએ કે શ્રી ગણધરપ્રભુ જ્યારે શ્રી તીર્થકર પ્રભુને પ્રશ્ન પૂછે છે ત્યારે તેના ઉત્તરરૂપે શ્રી પ્રભુ ૐ ધ્વનિથી સમાધાન આપે છે. આપણને તેમાં પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે જ્યાં ઉત્તર અરૂપી ૐ દ્વારા અપાય છે, ત્યાં પ્રશ્ન કેમ અરૂપી દ્વારા થતો નથી? વિચારતાં સમજાય છે કે છદ્મસ્થ અવસ્થામાં પ્રત્યેક સમયનું જ્ઞાન ન હોવાને કારણે ગણધરને રૂપી શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તેમના શબ્દનાં પેટાળમાં તો એ જ અરૂપી ૐની ભાવના જ રહેલી છે. કેમકે જો આ ભાવના ન હોય તો શ્રી તીર્થંકર પ્રભુ જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને સતત માણે છે તેમને ઉત્તર આપવા માટે શબ્દો ફીકા અને અધૂરા લાગે છે. તેથી તેઓ યોગ્ય ઉત્તર આપવા માટે અરૂપી ૐની સહાય લઈ શ્રી ગણધરના યાચનારૂપ પ્રશ્નનું સમાધાન આપે છે. આ જ પુરુષાર્થને ગણધર ગુપ્તપણે છતાં સ્પષ્ટતાથી યોગ્ય પાત્ર જીવોને બોધે છે, અને આચાર્યજી એ બોધને ગ્રહણ કરી એ પુરુષાર્થને આત્મીયપણું અર્પે છે. પ્રાર્થનાને અરૂપીપણું આપવા માટે, તે એક રૂપી ગુરુ કે પ્રભુ પાસે પ્રાર્થના કરવાને બદલે જો પંચપરમેષ્ટિના સ્કંધને કરવામાં આવે તો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ અતિ અતિ અરૂપી શુદ્ધિ સાથે સહજપણે પળાય છે. કેમકે તેમ ન કરતાં એક રૂપી વ્યક્તિગત દાતાર પાસે જ મને સમાધાન મળશે એવા ભાવમાં જવાથી અન્ય સિદ્ધ ભગવાન, અરિહંત પ્રભુ, કેવળીભગવાન તથા સર્વ છદ્મસ્થ આપ્ત આત્મા પાસે આ પ્રશ્નનું સમાધાન કે નિરાકરણ હોવાનો નકાર જીવ અજાણપણે કરે છે. આ નકારને કારણે તે જીવ પરમાર્થ અંતરાય બાંધે છે, પરિણામે તે જીવ ઉત્તરની યથાર્થ સમજણ તથા પૂર્ણ સમજણથી વંચિત રહે છે. માટે, સર્વ શ્રી આચાર્યની અતિ પવિત્ર અરૂપી પ્રાર્થનાને સમય સમયના વંદન હો. ૧૦૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ ક્ષમાપના શ્રી પ્રભુએ ક્ષમાપનાને પૂર્વકૃત દોષોની આલોચના કરવા માટે આત્માથી ઉપજતી દુઃખ તથા વેદનાની લાગણી તરીકે ઓળખાવી છે. ક્ષમાપનામાં દાતા પાસે પોતાની ભૂલોનો એકરાર કરી, એ દોષના વિપાક ઉદયને નિર્મૂળ કરવા માટે પશ્ચત્તાપ વેદી, વિપાક ઉદયની ઉણા કરી શ્રી પ્રભુના સાથથી એ કર્મને નિષ્ફળ કરવાનો પ્રયત્ન છે. ક્ષમાપના જ્યારે પ્રાર્થનાના માધ્યમથી થાય છે ત્યારે તેમાં ક્ષમાપના સાથે વિનય તથા અહોભાવ ભળે છે. આ બંને ભળવાથી ક્ષમાપનામાં આજ્ઞારૂપી ધોરીમાર્ગનું નિરૂપણ ક્ષમાપના રૂપી વાહનને મળે છે. આ ધોરી માર્ગ પર ક્ષમાપનારૂપ વાહન સીધી સરળ તથા અતિ તેજ ગતિ સાથે આગળ વધી શકે છે. ભળેલા અહોભાવ તથા વિનયને કારણે, માર્ગમાં બાધા કરનાર અંતરાય તેનું વિપાકરૂપ ધારણ કર્યા પહેલાં જ નાશ પામે છે. જે રીતે યુદ્ધમાં રથી પોતાની ગતિને બાધા પહોંચાડનાર સૈનિકોને બાણથી નિર્મૂળ કરી પોતાની ગતિને અબાધિત બનાવે છે તે જ રીતે જીવ ક્ષમાપનારૂપી વાહનમાં પોતાનાં જ્ઞાન તથા દર્શનગુણને વર્તમાન દશા કરતાં વધમાન કરી વિકસાવે છે. જીવ ક્ષમાપના દ્વારા પોતાના પૂર્વના દોષોને જાણી, એને પ્રાર્થનાના માધ્યમ દ્વારા દાતાર પાસે રજૂ કરી, દાતાર પાસેથી એ દોષોને નિર્મૂળ કરવાનું સમાધાન જાણી, એ સમાધાનને વર્તમાનમાં આદરવા માટે પોતાનું યોગ્ય વીર્ય ઉપજાવી, કાર્યસિદ્ધિ કરવા સર્વ અંતરાયો દૂર કરે છે. ક્ષમાપનાની ઉત્તમતા મેળવવા માટે બે તત્ત્વો અગત્યનાં છે. ૧. દાતારની શુદ્ધિ તથા વીર્ય ૨. દોષી આત્મા માટે ઉત્તમ ક્ષમાભાવ. આ બંને પદાર્થની ઉત્તમતા જાણવા શ્રી પ્રભુ સમજાવે છે કે જેમ શ્વેત રંગની ઉત્તમતા માટે સપ્તરંગનું યોગ્ય સંમેલન થવું અનિવાર્ય છે, તેમ ઉત્તમ દાતાર માત્ર અરૂપી પંચપરમેષ્ટિના ઉત્તમ સંમેલનથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે એ અરૂપી પંચપરમેષ્ટિએ લોકની વિશાળતાને સહજ રૂપે માત્ર ચાર સમયમાં ૧૦૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ માપી છે; અને જઘન્ય અવસ્થામાં શબ્દદેહથી કલ્યાણ કર્યું છે. આ જીવ અનાદિકાળથી જગતમાં રખડ્યો તથા રઝળ્યો છે. તેમાં તેણે લોકના સર્વ જીવો સાથે વધતા ઓછા પ્રમાણમાં વેરબંધ બાંધ્યા છે. એ વેરની ઉત્તમ ક્ષમા કરવા માટે સિદ્ધ થતાં પહેલાં કેવળી સમુઘાત કરી, રૂપી આત્માની વિશાળતા દ્વારા આખા લોકને સ્પશી સર્વ પુગલ, રોમ તથા પ્રદેશમાં અરિહંત પ્રભુનું મૈત્રીપણું, આચાર્યજીનું સ્પૃહારહિતનું વીતરાગ મૌન, ઉપાધ્યાયજીની કલ્યાણમયી રાગભીની વાણી તથા સાધુસાધ્વીનો કલ્યાણમાર્ગમાં ચાલવાનો વેગ જ્યારે પ્રત્યેક અણુમાં આવે છે, ત્યારે એ મૈત્રીભાવ અરૂપી આકારને ધારણ કરી યોગ્ય વીર્ય આપે છે. આ અરૂપી આકારને અનુભવવા માટે અરૂપી ક્ષમાભાવ, અરૂપી કલ્યાણભાવના માધ્યમથી ઉપજે છે. એ ક્ષમાભાવ આચાર્યજીને મૌનપણે સમુદ્રની ગંભીરતા, વિશાળતા, ઊંડાણ તથા ઇષ્ટ, મિષ્ટ તથા શિષ્ટ ક્ષમાનું દાન આપી ચારિત્રની બાંધણી કરાવે છે. આ લોકમાં અનંતાનંત જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાય રૂપે પરિભ્રમણ કરી રહ્યા છે. તે સહુનો સમાગમ જીવને ક્યારેય એકસાથે થતો નથી, પણ દરેક કાળે અમુક જીવોના સમાગમમાં તે રહ્યા કરે છે. તેમ છતાં જીવે પોતાના અનાદિકાળનાં પરિભ્રમણમાં એટલા જીવોની ધૂળ તથા સૂમ હિંસા કરી છે કે તેનો સરવાળો કરવામાં આવે તો તે સંખ્યા લોકમાં પરિભ્રમણ કરતાં સર્વ જીવો જેટલી થઈ જાય. અત્યાર સુધીમાં જે જે આત્માઓ સિદ્ધ થયા છે, તે સહુએ લોકના તમામ જીવો સાથેનું વેર પોતા તરફથી છોડી દીધું છે. પરંતુ એ વેરનું મૂળ કર્મકારણ જીવના આત્મા પર કર્મપુદ્ગલ રૂપે લદાયેલું છે; તેનો વિચાર કરતાં લક્ષમાં આવે છે કે આપણને જો પંચપરમેષ્ટિ પ્રેરિત અરૂપી ક્ષમાનો સાથ ન હોત તો આટલા અનંતાનંત જીવોની ક્ષમા જીવ કેવી રીતે માગી શકત? અને ક્ષમા પામી શકત? જ્યાં દૂભાવેલા આત્માની સંખ્યા અગણિત તથા અનંત છે. ત્યાં એ જીવોની ક્ષમા માગવાનું સાધન કેવી રીતે માપવારૂપ કે મર્યાદિત હોય તો, પૂરતું થઈ શકે ? એ ૧૧૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ માટે તો જીવે માત્ર અરૂપી ક્ષમાનો સાથ લઈ વેરમુક્ત તથા કર્મમુક્ત થવું પડે, એ જ માર્ગ જણાય છે. મંત્રસ્મરણ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસે અવિરત અરૂપી પ્રાર્થના તથા ક્ષમાપના કરવાથી જીવને, શ્રી આચાર્યજીનાં મૌન તથા ગંભીર ચારિત્રથી ભરપૂર આજ્ઞાપાલનના ધોરી માર્ગ દ્વારા અપૂર્વ સિદ્ધિ તથા શુદ્ધિને મેળવવા અકથ્ય ગુણોની પ્રાપ્તિ કરવા જીવ મંત્રસ્મરણમાં લીન થઈ જાય છે. તે વખતે આજ્ઞારૂપી દોરો પ્રાપ્ત થયેલા સર્વ ગુણોને પંચપરમેષ્ટિની કલ્યાણમય આજ્ઞામાં ગૂંથે છે, જેનાથી જીવમાં વાયુવેગે ગુણગ્રાહીપણું વધતું જાય છે. આ ગુણગ્રાહીપણાના લોભ અને આજ્ઞાની પૂર્ણતા સાથે જ્યારે પ્રાર્થના તથા ક્ષમાપના કરવામાં આવે છે ત્યારે જીવ તેનાં અંતરાયકર્મને બાળે છે, જેવી રીતે અગ્નિ વૃક્ષોને બાળે છે તેમ. અંતરાય કર્મનો ક્ષય થવાથી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ ગુણોથી મઘમઘતા જીવ પ્રતિ મંત્રના પ્રભાવથી ખેંચાય છે. તે જીવ પંચપરમેષ્ટિનાં એ પરમાણુઓને આજ્ઞામાર્ગની સહાયથી આજ્ઞારસમાં પરિણમાવે છે. એ આજ્ઞારસ તેની ભાવિની સ્થિતિ પ્રમાણે તેનાં શિર, આજ્ઞાચક્ર, નયનો, જીભ કે કાન દ્વારા અંતરમાં ઉતરે છે. તેના કેવળીગમ્ય પ્રદેશો એ આજ્ઞારસને ઝીલી, તેમાં પોતામાં રહેલા શ્રી અરિહંતના ચેતનમય, કલ્યાણમય, તથા મૈત્રીમય આજ્ઞારસને ભેળવી, એ મિશ્રરસને તેના રુચક પ્રદેશ તરફ વહાવે છે. આ રુચક પ્રદેશો પૂર્ણતાથી પૂર્ણ વીતરાગ છે, માટે જ્યારે એ આજ્ઞારસમાં કેવળીગમ્ય પ્રદેશનો આજ્ઞારસ પ્રાધાન્ય લઈ, આજ્ઞારસના સ્કંધને ગતિ આપે છે ત્યારે, અરિહંત દ્વારા એ રુચક પ્રદેશ માટે પૂર્વકાળે જે ઋણ લીધું હતું તેની મુક્તિ માટે રુચકપ્રદેશો પોતે જે માણે છે એ અરૂપી સિદ્ધ પર્યાયના અલૌકિક ચેતનગુણને એ આજ્ઞારસમાં ઝરાવે છે. આ અપૂર્વ ગુણની પ્રાપ્તિ થતાં આન્નારસનો એ સ્કંધ પૂર્ણ થાય છે. પરંતુ આ રુચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોનો વિનય જાળવવા એ સ્કંધને વિતરણ (distribution) કરવા ૧૧૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માટે કેવળીગમ્ય પ્રદેશ પાસે મોકલે છે. કેવળીગમ્ય પ્રદેશો એ સ્કંધમાંથી પોતાને યોગ્ય એવા સિદ્ધપર્યાયના ગુણો શ્રી પંચપરમેષ્ટિની અરૂપી આજ્ઞા દ્વારા ગ્રહણ કરે છે. આ આજ્ઞારસ ગ્રહણ થવાથી, કેવળીગમ્ય પ્રદેશો પોતાના યોગ સાથેના જોડાણને ક્ષીણ કરવા, સુખબુદ્ધિના ત્યાગ અર્થે અતિંદ્રિય ગુણો સિદ્ધપર્યાયના અનુભવથી થનગની ગ્રહણ કરે છે. એ કેવળીગમ્ય પ્રદેશો કલ્યાણનાં પરમાણુનાં જોરથી ઋણની અપૂર્વ મુક્તિ કરવા એ અરૂપી આજ્ઞારસનો શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી વિસ્ફોટ કરે છે. આ વિસ્ફોટ પણ અપૂર્વ રીતે થાય છે. આપણે તે સમજવા પુરુષાર્થ કરીએ. આજ્ઞારસના મિશ્રણમાં અમુકભાગ સાધુસાધ્વીના રસનો હોય છે, અમુક ભાગ ઉપાધ્યાયજીના રસનો હોય છે, અમુકભાગ આચાર્યજીના રસનો હોય છે, અમુકભાગ ગણધરજીના રસનો હોય છે, અમુકભાગ શ્રી કેવળી ભગવંત અને શ્રી અરિહંતનો હોય છે અને અમુકભાગ શ્રી સિદ્ધભગવંતના રસનો હોય છે. વળી, જીવના જે અશુધ્ધ પ્રદેશો હોય છે તે પણ પોતાની શુદ્ધિ તથા પુરુષાર્થની અપેક્ષાએ જુદી જુદી કક્ષાના હોય છે. કેટલાક પ્રદેશો શ્રાવકશ્રાવિકા સમાન, કેટલાક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષા સમાન હોય છે. એ જ રીતે કેટલાક પ્રદેશો ઉપાધ્યાય સમાન, આચાર્ય સમાન, તથા ગણધર સમાન હોય છે. જ્યારે જીવ અરૂપી પરમેષ્ટિની આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરે છે ત્યારે, ‘લખવામાં ન આવે, સાંભળવામાં ન આવે છતાં અનુભવવામાં આવે એવું જેનું વર્તન છે' એ પ્રકારે અકથ્ય તથા અરૂપીપણે એ આજ્ઞારસની ગોઠવણી જીવના અશુધ્ધ પ્રદેશની કક્ષાનુસાર થાય છે. આથી જ્યારે જીવના કેવળીગમ્ય પ્રદેશો આજ્ઞારસનો વિસ્ફોટ કરે છે ત્યારે જીવના શ્રાવકશ્રાવિકા સદેશ પ્રદેશો પર સાધુસાધ્વીનો આજ્ઞારસ રેલાય છે. સાધુસાધ્વીની કક્ષાના પ્રદેશો પર ઉપાધ્યાયનો આજ્ઞારસ રેલાય છે, શ્રી ઉપાધ્યાય સમાન પ્રદેશો પર આચાર્યજીનો આજ્ઞારસ ફેલાય છે, આચાર્યરૂપ પ્રદેશો પ૨ ગણધરજીનો આજ્ઞારસ રેલાય છે, ગણધર સદેશ પ્રદેશો ૫૨ શ્રી અરિહંત તથા શ્રી સિદ્ધનો આજ્ઞારસ, જે કેવળીગમ્ય પ્રદેશોએ ગ્રહણ ન કર્યો હોય તે ૧૧૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ પ્રસરે છે. જીવમાં છઠ્ઠા ગુણસ્થાનથી શ્રાવક શ્રાવિકા જેવા અશુદ્ધ પ્રદેશો હોતા નથી, માટે આ પ્રક્રિયા માટે પ્રાથમિક કક્ષાના સાધુસાધ્વી જેવા પ્રદેશો શ્રાવકશ્રાવિકા સમાન ગણાય છે. અને છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાન સુધી આગળ વધેલા જેવા પ્રદેશો સાધુસાધ્વી સમાન પ્રદેશો ગણાય છે. આમ સાધુસાધ્વીની પ્રાથમિક અને દ્વિતીય એમ બે કક્ષા જોવા મળે છે. આ આજ્ઞારસ જ્યારે અશુધ્ધ પ્રદેશો પર ઝરે છે ત્યારે તે પ્રદેશો અરૂપી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના માધ્યમથી અપૂર્વ ભક્તિને વેદે છે. આ અપૂર્વ ભક્તિના વેદનને કારણે, એ અશુધ્ધ પ્રદેશોની દશા તથા સ્થિતિ ભિન્ન ભિન્ન હોવા છતાં તેઓ એકપણું તથા ભક્તિરૂપ આજ્ઞાનું વેદન કરે છે. આ ભક્તિરૂપ આજ્ઞાને કારણે તે જીવ પ્રદેશોની સમાન કક્ષા લાવે તેવો ૐ ધ્વનિનો નાદ સૂક્ષ્મતાએ અનુભવે છે. એ ૐ ધ્વનિ તથા ૐ નાદથી અને એ અશુધ્ધ પ્રદેશો પર પોતાની કક્ષા કરતાં એક ઊંચી કક્ષાનો આજ્ઞારસ રેલાયો હોવાથી તે પ્રદેશો પ્રતિ સર્વ આજ્ઞારસનું ખેંચાણ થાય છે. આ સર્વ આજ્ઞારસના ખેંચાણથી એ અશુધ્ધ પ્રદેશોને આજ્ઞારસનાં પરમાણુ સાથે પોતાથી ઊંચી કક્ષાના પ્રદેશોનો સ્પર્શ પણ થાય છે, જેનાં પરિણામે એ ગુણો ચેતનરૂપ ધારણ કરી એમને વધારે શુધ્ધ થવા પ્રેરણા કરે છે, ઉદા. ત. સાધુસાધ્વીના પ્રદેશો પર માત્ર ઉપાધ્યાયજીનો જ આજ્ઞારસ હોય છે, પણ એના પર જો ઉપાધ્યાયજી, આચાર્યજી કે ગણધરનો ચેતનસ્પર્શ થાય તો તે પ્રદેશો ઘણા વધારે આજ્ઞાધીન થઈ શકે, એ સમજવા યોગ્ય છે. આ અનુભવ જ્યારે સ્થૂળરૂપ ધારણ કરે છે ત્યારે શ્રી તીર્થકર પ્રભુનો દેશનાનો ૐ ધ્વનિ બહાર નીકળે છે. વિનય અરૂપી અપૂર્વ આરાધનારૂપ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરવાથી જીવ અલૌકિક ધ્યાન તથા સમાધિમાં સ્થિર થાય છે. આવી સમાધિ જીવને અલૌકિક શાંતિ તથા સુખ આપે છે. આ સમાધિસુખમાં તે જીવને સુખબુદ્ધિ ન થાય તે માટે, ૧૧૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે ધોરીમાર્ગે એને આ સુખ આપ્યું હતું એ જ આજ્ઞા એની પાસે અપ્રમત્તપણે પુરુષાર્થ કરાવી, એ જ ધ્યાનરૂપી પ્રવૃત્તિની નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરાવી, એ સુખના અનુભવની સુખબુદ્ધિ કરાવનાર પ્રમાદમાં જીવને જવા દેતી નથી. આજ્ઞામાર્ગથી ઉપજેલાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તેને પંચપરમેષ્ટિ પ્રભુના અપૂર્વ સાથથી મળ્યાં હતાં એવું ભાન તે જીવને આજ્ઞામાર્ગમાં સતત રખાવે છે. તેથી તે પંચપરમેષ્ટિ પ્રભુનાં અરૂપી સાથના ઋણની નિવૃત્તિ અર્થે કાર્યકારી થાય છે. એ પ્રવૃત્તિમાં જીવ એ સાથને ઓળખી, એ સાથનો યથાર્થ વિનય કરવા પુરુષાર્થ કરે છે. એ વિનયને યથાર્થ વિનયરૂપે ઓળખવા તથા અનુભવવા તે જીવ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસે અરૂપી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનાં માધ્યમથી વીર્ય માગીને વીર્યને ફોરવે છે. આવો વિનય કેળવવાની પ્રવૃત્તિમાં એક ગુપ્ત ક્રિયા જીવ કરે છે. અતિસૂક્ષ્મ અનુભવને શબ્દદેહ આપી શ્રી પ્રભુએ અતિ અતિ અલૌકિક કરુણા કરી આ દાસાનુદાસને કૃતાર્થ કર્યા છે. વિનયગુણમાં ગુણગ્રાહીપણા સાથે નિર્માનીપણું પણ રહેલું છે. વિનયગુણને યથાર્થતાએ કેળવવા માટે જીવે અરૂપી અપૂર્વ આરાધન (પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના) વિશેષ પ્રકારે કરવું જરૂરી છે. તે માટે પંચપરમેષ્ટિના પ્રત્યેક વિભાગનો સ્પષ્ટ ફાળો તેણે જાણવો અગત્યનો છે. સાધુસાધ્વીના સાથથી એ જીવ સાધુસાધ્વીના ગુણોને ઓળખી, અતિ દીન ભાવથી તે ગુણોની પ્રાપ્તિ માટે યાચનારૂપ પરમાર્થ લોભ વેદે છે. આવો પરમાર્થ લોભ થવાથી, શ્રી પંચપરમેષ્ટિનાં અરૂપી કલ્યાણનાં પરમાણુમાંથી સાધુસાધ્વીના અરૂપી ગુણો અલગ થાય છે અને જીવના પ્રદેશો પર અમુક કાળ સુધી અક્રિય રહે છે. આ જ પ્રમાણે સાધુસાધ્વીના આ ગુણોરૂપ અરૂપી કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ કરાવી તે આજ્ઞામાર્ગ તેને ઉપાધ્યાયજી, આચાર્યજી, ગણધરજી, અરિહંત તથા સિધ્ધના અરૂપી ગુણોનો પરમાર્થ લોભ કરાવી, એમનાં પદ અનુસાર અપૂર્વ ગુણોના ગ્રહણ અર્થે યાચના રૂપે તે જીવને પરમાર્થ લોભ કરાવે છે. પરિણામે તેમને યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ જુદાં થઈ, એ જીવના પ્રદેશો પર અક્રિય રહી ૧૧૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ ચિટકે છે. આ પ્રક્રિયામાં જીવ શ્રી પ્રભુનાં જ્ઞાન પ્રમાણે ઉત્તમ વિનય સેવે છે કારણ કે તે વખતે આ પહેલાં કદી ન અનુભવેલી અલૌકિક અપૂર્વ શાંતિ અને સુખમાં ન લપટાતાં તે જીવ આજ્ઞા પ્રેરિત પુરુષાર્થથી નિર્માની થઈ ગુણગ્રહણ કરવામાં નિમગ્ન બની જાય છે. એટલું જ નહિ પણ તે એ સુખનાં માયા કે લોભમાં પ્રવર્તતો નથી. આવો જ પુરુષાર્થ શ્રી આચાર્યજી ધૂળપણે લાંબા કાળ સુધી સેવે છે. એમના પુરુષાર્થની આ લાક્ષણિકતા એમને આચાર્યપદ અપાવે છે. આ પ્રક્રિયા જ્યારે જીવ પૂર્ણપણે કરે છે ત્યારે આજ્ઞા તેને અક્રિયા પરમાણુને સક્રિય કરવા માટે દોરે છે, અને પુરુષાર્થ કરાવે છે. આભાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં ગુણગ્રહણનાં પરમાણુઓ જીવના પ્રદેશો પર અક્રિયપણે સ્થિર હોય છે. આ સ્થિરતાનો કાળ પૂરો થવા આવે ત્યારે આજ્ઞા જીવમાં ગુણગ્રહણ કરવાની ભાવના વધારે છે. આ ભાવના ક્રમે ક્રમે એટલી બધી વધે છે કે જીવનું એ વેદન શબ્દાતીત થઈ જાય છે, તે વેદન માત્ર વેદનરૂપ જ રહે છે. જેમ વિમાન ઊડતાં પહેલાં જમીન પર હોય ત્યારે જ તેનાં એંજીનને જોરથી ફેરવી ગરમ કરવામાં આવે છે કે જેથી વિમાનને હવામાં ઉંચકવું સહેલું થઈ જાય. તેમ શબ્દાતીત વેદનથી જીવના જુદા જુદા પ્રદેશો પર, જુદી જુદી જગ્યાએ સ્થિર રહેલાં પંચપરમેષ્ટિનાં ગુણગ્રહણનાં પરમાણુઓમાં ગતિ પામવા માટે યોગ્ય વિહારની પ્રક્રિયા થાય છે. આ ગતિ કરવાની તેમની તૈયારી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તે પરમાણુઓ ઘનસ્વરૂપ (solid form) માંથી પ્રવાહીરૂપ (liquid form) બનતા જાય છે. જ્યારે આ પરમાણુઓ પૂર્ણતાએ પ્રવાહી થઈ જાય છે ત્યારે તે પ્રવાહીમાંથી પૂર્વના પરમાર્થ લોભ તથા વર્તમાનના ગુણગ્રહણના અનુભવનાં વેદનના લીધે તે ગુણો સરકી નીચેના ભાગમાં વિહાર કરે છે. આ પ્રક્રિયા જ્યારે પૂર્ણતાએ થાય છે ત્યારે આજ્ઞા એનામાં એક એવો ભાવ ઉપજાવે છે કે જેમાં વિનય (નિર્માની ગુણગ્રહણ) અને આભારની લાગણી ૧૧૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એક સાથે વેદાય છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની નિષ્કારણ કરુણા માટે અહોભાવ વેદવો તે આભાર છે. જીવ પંચપરમેષ્ટિનાં પરમાણુનાં ગ્રહણ દ્વારા પૂર્વમાં જે પરમાણુઓ ઓછા કર્યા હતા તે પૂરવાના ભાવ કરે છે. આ ભાવ જ્યારે ખૂબ ઉગ્ર રૂપ ધારણ કરે છે ત્યારે એ પ્રવાહીમાંથી ગુણો જુદા પડી આત્માના પ્રદેશમાં ભળી જાય છે, અને તેની સાથે આભારભાવ વેદી, તે ગુણોની જગ્યામાં પોતાનો આજ્ઞારસ ઉમેરી પ્રવાહીને ફરીથી ઉપર જવા ગતિ આપે છે. આ ગતિ આજ્ઞા પ્રેરિત હોવાને લીધે સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત તથા સિધ્ધના પ્રવાહીઓ એકરૂપ બની, તેનું ઘનસ્વરૂપ થઈ એ પરમાણુ લોકના પ્રદેશ ૫૨ ગતિ કરે છે. આમ આ પ્રક્રિયા દ્વારા જીવ ગુણગ્રહણ કરતો જાય છે, તેની સાથે સાથે પંચપરમેષ્ટિનાં ઉત્તમ કલ્યાણનાં પરમાણુઓને લોકમાં વહેવડાવી, એ ગુણોને ગ્રહણ કરવાના અંતરાયનો ક્ષય કરી, પોતે ઋણથી મુક્ત પણ થતો જાય છે. આ પ્રક્રિયા કરતાં જીવ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, તથા ત્રણ ગુપ્તિનું પાલન ઉત્તમતાએ તથા સૂક્ષ્મતાએ કરી આચાર્યજીના ચારિત્રાચારનું પાલન શ્રેષ્ઠતાથી કરે છે. શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આપણે જાણી શક્યા છીએ કે શ્રી આચાર્યજીનો પુરુષાર્થ જીવની બ્રહ્મરસ સમાધિને કેવી રીતે વિકસાવે છે, અને પ્રગતિ કરાવે છે. હવે આપણે શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતા શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજીએ. આ પુરુષાર્થ કેવી રીતે જીવના પુરુષાર્થને જગાડી, તેને બ્રહ્મરસ સમાધિમાં વધારે ઉગ્રતાથી લઈ જાય છે, તે જાણીએ. અહો શ્રી પ્રભુ! તમારી અનંત કૃપા, અનંતાનંત આજ્ઞારૂપ ઠંડક, સર્વ જીવો પર લોકના સમસ્ત ભાગમાં એક રૂપે, સમાન ભાવથી અને સમાન ઉત્કૃષ્ટતાથી વરસે એ જ અમારી પ્રદેશેપ્રદેશની ભાવના છે. શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતાનો વિચાર કરતાં સ્પષ્ટતા થાય છે કે તેઓ અરૂપી પંચપરમેષ્ટિના સાથને, પોતે ગ્રહણ કરી, રૂપી બનાવી, શબ્દદેહ આપી, સુંદર, સરળ, મધુર, સત્ય અને કલ્યાણકારી વાણી દ્વારા ૧૧૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ વહાવે છે. આ કાર્ય કરવા માટે ગુણની અપેક્ષાએ વિચારીએ તો એમની કલ્યાણ કરવાની અને પંચપરમેષ્ટિ દ્વારા કલ્યાણ કરાવવાની સ્પૃહા પોતાના પુરુષાર્થ કરતાં વધારે છે. એમના એ ગુણને આપણે સાદી ભાષામાં તેમની નિઃસ્વાર્થ ભાવના કહી શકીએ. પરંતુ સૂક્ષ્મ અપેક્ષાએ સ્પૃહાને લીધે શ્રી પ્રભુ એ ગુણને ‘નિ:સ્વાર્થ સ્વાર્થ' તરીકે ઓળખાવે છે. આ ગુણને વિશેષતાએ વિચારવાથી શ્રી પ્રભુ જ્ઞાનદાન કરી આપણને કૃતાર્થ કરે છે. શ્રી પ્રભુની પરમેષ્ટિ આજ્ઞાથી આ કાર્યની સિદ્ધિ થઈ છે. શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની મુખ્ય લાક્ષણિકતા ઉપર કહ્યું તેમ અરૂપીને રૂપી આકાર આપવાની છે. આ કાર્યની સિદ્ધિ કરવા માટે ભાષાજ્ઞાન તથા અરૂપીને રૂપી કરનાર જ્ઞાનદર્શનનો વિશેષ ઉઘાડ જરૂરી છે. આ કાર્યની સિદ્ધિ કરાવવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પરમાણુઓ એમને રૂપી આકાર આપવાની સિદ્ધિ આપે છે. આમ કઈ રીતે થાય છે તે જાણવા શ્રી પ્રભુની કૃપાથી પ્રયત્ન કરીએ. શ્રી ઉપાધ્યાયજી મુખ્યતાએ આજ્ઞામાર્ગથી આગળ વધ્યા હોય છે. તેથી જ્યારે જ્યારે તેઓ કલ્યાણનું કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તેમના બધા જ પ્રયત્નો આજ્ઞામાં રહીને થતા હોય છે. આ આજ્ઞાનું મહાભ્ય એ છે કે એ સર્વનાં કલ્યાણનાં કાર્યમાં એમને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આજ્ઞારસ તેમનાં કલ્યાણનાં પરમાણુ દ્વારા રસરૂપે મળે છે. આ પરમાણુઓ સામાન્ય રીતે અર્ધપ્રવાહી સ્થિતિનાં (semi solid viscous form) હોય છે. કારણ કે આ પરમાણુઓ તેમને શ્રી આચાર્યજી પાસેથી તૈયાર શેરડીના રસની જેમ આજ્ઞારસમાં પરિણમેલા મળે છે. આ આજ્ઞારસ સર્વ પંચપરમેષ્ટિ ભગવંતનો હોય છે. તેથી તેમાં લગભગ સમાન સ્પૃહા તથા નિસ્પૃહતા રહેલાં હોય છે. બીજી અપેક્ષાએ કહીએ તો તેમાં લગભગ સમાન અરૂપીપણું તથા રૂપીપણું હોય છે. શ્રી આચાર્યજીને લગભગ આવો જ આજ્ઞારસ મળે છે, પણ તેઓ એમના પુરુષાર્થથી રૂપી ભાગને અરૂપી કરે છે. શ્રી ઉપાધ્યાયજીને એમના પુરુષાર્થથી અરૂપી ભાગને રૂપી બનાવવા સર્વ સપુરુષોનો આજ્ઞારસ શ્રી પંચપરમેષ્ટિના આજ્ઞારસ સાથે ભેળવવો પડે છે. શ્રી સરુષોના આજ્ઞારસની ૧૧૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એમને એટલા માટે જરૂર પડે છે કે સર્વ સત્પરુષો છદ્મસ્થ અવસ્થામાં નિયમથી પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામતા નથી. કારણ કે જે સત્પરુષો છદ્મસ્થ અવસ્થામાં પચપરમેષ્ટિ પદમાં આવતા નથી તેઓ પોતાનાં દેવ, ગુરુ, ધર્મ તથા શાસ્ત્રને અન્ય દેવ, ગુરુ, ધર્મ તથા શાસ્ત્ર કરતાં વિશેષ પ્રાધાન્ય આપતા હોય છે. એટલે કે તેમના ધર્મનું મંગલપણું માત્ર પોતાનાં દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રના મંગલપણામાં સમાઈ જાય છે, એમની મંગલપણાની સ્થિતિ મર્યાદિત થઈ જાય છે. આવા સપુરુષો ભલે નિશ્ચયનયથી સર્વ પંચપરમેષ્ટિ પાસેથી વીર્ય લેતા હોય છે, પણ તેઓ એ પરમાણુઓનો નિહાર માત્ર પોતાનાં દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રના માધ્યમથી જ કરતા રહે છે. આવા સર્વ સપુરુષોના આજ્ઞારસનો સંચય કરવામાં આવે તો એ આજ્ઞારસની મુખ્ય લાક્ષણિકતા એ થાય છે કે તે અરૂપી આજ્ઞારસને રૂપી આજ્ઞારસમાં રૂપાંતરિત કરી શકે છે. આ ગુણનો ઉપયોગ કરી શ્રી ઉપાધ્યાયજી પંચપરમેષ્ટિના આજ્ઞારસના અરૂપી ભાગનું રૂપીપણું સહજતાએ આજ્ઞામાર્ગથી કરી શકે છે. આ પુરુષાર્થથી થતો લાભ વિચારવા યોગ્ય છે. કલ્યાણભાવના આજ્ઞારસનાં રૂપી પરમાણુઓ અરૂપી પરમાણુ કરતાં વર્તમાન કાળમાં ગ્રહણ કરવા વધારે સહેલાં છે. કલ્યાણભાવના આજ્ઞારસનાં રૂપી પરમાણુઓનું તેજ તથા વીર્ય મર્યાદિત કાળ માટે હોય છે, પરંતુ એ મર્યાદિત કાળમાં એ પરમાણુઓના રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ ગુણો વધારે સ્થૂળરૂપે હોવાને લીધે તેને ઓળખવાનું કાર્ય અજ્ઞાની કરતાં જ્ઞાનીને ઘણું સહેલું બને છે. પણ આ પ્રક્રિયા વિચારતાં સવાલ થાય છે કે, આપણી સમજ પ્રમાણે કલ્યાણનાં અરૂપી પરમાણુઓ વધારે શુદ્ધ, લાંબા સમય સુધી ટકનારા, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું વધારે શુદ્ધિથી પાલન કરવામાં સહાય કરનારા છે. તો આવા અરૂપી પરમાણુને રૂપી બનાવવાથી ઉપાધ્યાયજી પાપશ્રમણીય થતા નથી? શ્રી પ્રભુની અમૃતમય તથા ઇષ્ટ, મિષ્ટ અને શિષ્ટ વાણીમય ૐના અપૂર્વ ગૂંજનથી આનો ખુલાસો મળે છે, તથા એ જવાબ બરાબર સમજાય પણ છે. પ્રભુકૃપાથી આ જવાબને શબ્દદેહ આપવાનો પુરુષાર્થ કર્યો છે. ૧૧૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ શ્રી આચાર્યજીનો પુરુષાર્થ અરૂપીની પૂર્ણતા કરવા માટે ઘણો જ પ્રશંસનીય છે, તેનાથી ધર્મનું સનાતનપણું અરૂપી આકાર લે છે. તેમાં વર્તમાનના પાંચ સમવાયમાં ધર્મનું મંગલપણું મેળવવા માટે યોગ્ય વીર્યબળ હોતું નથી; વળી, ધર્મના મંગલપણાને મેળવવા માટે પાંચ સમવાયની અપેક્ષાએ રૂપીપણું અનિવાર્ય છે. આથી આચાર્યજીના પુરુષાર્થની સૂક્ષ્મતાને લીધે ફળમાં જ્યાં ખામી રહે છે ત્યાં તે ખામી ઉપાધ્યાયજી આજ્ઞામાર્ગથી દૂર કરે છે. બીજી રીતે કહીએ તો નિત્યનિગોદથી શરૂ કરી વર્તમાન સ્થિતિ સુધી પહોંચવા સુધીમાં જીવે અનંત સપુરુષોનો ઉપકાર રહ્યો હોય છે, તે સર્વ પંચપરમેષ્ટિમાં સ્થાન પામ્યા જ હોય તેમ થતું નથી, તેથી ધર્મનાં સનાતનપણા અને મંગલપણાનાં પ્રતિક એવા કલ્યાણના આજ્ઞારસમાં જો એ પુરુષોનો આજ્ઞારસ ન હોય તો એમના પ્રતિ અવિનય તથા અનુપકારબુદ્ધિ થઈ ગણાય, અને તેનાં થકી બળવાન પરમાર્થ અંતરાય બંધાય, અને તે પંચપરમેષ્ટિનાં કલ્યાણના પરમાણુ માટે પાપનું કારણ થઈ જાય. વળી, આ પ્રક્રિયા આજ્ઞાથી થઇ હોવાને કારણે એમાં બંધન વધારવાનો અવકાશ હોઈ શકે નહિ. આ કારણથી આ કાર્ય શ્રી ઉપાધ્યાયજી પંચપરમેષ્ટિનાં પરમાણુઓમાં કરે છે. આ પરમાણુઓને પંચપરમેષ્ટિનાં પરમાણુરૂપે આચાર્ય, ગણધર, અરિહંત તથા સિદ્ધ થતા પ્રભુ ગ્રહણ કરી સર્વ સપુરુષોનો યોગ્ય વિનય કરે છે, તથા આભાર માને છે. વળી, આ પરમાણુઓ જો અરૂપી જ રહ્યા હોત તો બાળજીવોમાં અરૂપી પરમાણુ ગ્રહણ કરવાની કે ઉત્પન્ન કરવાની શક્તિ જ ન હોવાથી તેમને માટે આ પરમાણુઓ અગ્રાહ્ય થઈ જાય, પરિણામે માર્ગ અનાદિ સાંત થઈ જાય; જેનાં કારણે સર્વ સિદ્ધ પ્રભુને પરમાર્થ અંતરાયનાં મોટા પહાડ જેવાં બંધન થઈ જાય. આવા પરિણામની અસંભવિતતા કરનાર શ્રી ઉપાધ્યાયજીનું આ કાર્ય તથા પુરુષાર્થ અતિ પ્રશંસનીય અને અનિવાર્ય બને છે. આ સર્વ કારણથી આવું શુભ કાર્ય શ્રી ઉપાધ્યાયજી કરે છે તેને લીધે તેમને જે અરૂપીને રૂપી કરવાનો દોષ લાગે છે તે આજ્ઞામાર્ગથી તથા ગણધર અને આચાર્યના સાથથી ઘટતો જાય છે. અને ઉપાધ્યાયજી પ્રગતિ કરતાં કરતાં અરૂપીપણાની માત્રા વધારતા જાય છે. ૧૧૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી ઉપાધ્યાયજી લાક્ષણિક પુરુષાર્થને યોગ્ય વિનય તથા આભારની લાગણીથી સુશોભિત કરી શ્રી આચાર્યજી, ગણધરજી, અરિહંત પ્રભુ તથા સિદ્ધ થતા પરમાત્મા આજ્ઞા અનુસાર અરૂપી પુરુષાર્થને રૂપીપણું આપે છે. આચાર્ય તથા ગણધર યોગ્ય યોગ્ય સમયે ધર્મનો બોધ વાણી દ્વારા આપે છે. શ્રી અરિહંતપ્રભુ પૂર્ણ વીતરાગ હોવા છતાં તેઓ આજ્ઞાનુસાર દેશના પ્રકાશવા દ્વારા ધર્મબોધ કરે છે. અને સિદ્ધ થતા પરમાત્મા કેવળી સમુદ્ધાતમાં કલ્યાણનાં પરમાણુઓને ઉત્કૃષ્ટ આકાર આપી ધર્મબોધ કરે છે. શ્રી સિદ્ધ ભગવાન અરૂપી ગુણોને સતત માણતા હોવા છતાં, કેવળી સમુદ્ધાતના પુરુષાર્થને લીધે સિદ્ધ ભૂમિમાં ચરમદેહના બે તૃતિયાંશ ભાગમાં રૂપીપણે આકાર ધારણ કરે છે. અહો! પ્રભુની કૃપા અપરંપાર છે કે દીન, મંદબુદ્ધિ છતાં આજ્ઞાધીન દાસને અતિ સરળ, સુગમ તથા સચોટ ભાષાથી આવા સૂક્ષ્મ ભેદ રહસ્યોની સમજણ આપી છે. હવે તેમની કૃપાથી અને આજ્ઞાથી પંચપરમેષ્ટિના અંતિમ ઇષ્ટદેવ સાધુસાધ્વીજીનો આ કાર્યમાંનો ફાળો સમજીએ. - શ્રી સાધુસાધ્વીજીની મુખ્ય લાક્ષણિકતા એ છે કે મળતા જ્ઞાનબોધને યથાર્થ રીતે સાંભળવો, અપ્રમત્ત બની એ બોધને પોતાની પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞાનો સદુપયોગ કરી, તેના શબ્દો તથા ભાવ સહિત યથાર્થરૂપે આરાધનમાં વણી લેવો. આ ગુણનો યથાર્થ વિચાર કરવાથી તેમાં આખો મોક્ષમાર્ગ સમાઈ ગયેલો જોવા મળે છે. તેમના આ ગુણમાં ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ, આજ્ઞામાર્ગ, નિર્ગથમાર્ગ, નિર્વાણમાર્ગ તથા પરિનિર્વાણમાર્ગ સમાઈ જાય છે. આ વિશે ઊંડાણમાં જતાં સ્પષ્ટ થાય છે કે જેટલા ઓછા સમયમાં જીવ આ બોધને આત્મસાત કરી પોતાના પુરુષાર્થમાં વણી લે છે, તેટલી ઝડપથી તે જીવ બોધનાં ભેદરહસ્યોને પામવાના અંતરાય તોડી શકે છે. બોધ મળ્યા પછી અંતરમુહૂર્ત કાળમાં જ જો જીવ એને પુરુષાર્થમાં પરિણમાવી શકે તો તે બોધના પંચાસ્તિકાય સક્રિય હોવાને લીધે તેની આહાર, વિહાર તથા નિહારની પ્રવૃત્તિ બોધના સમવાયની સહાયથી થાય છે, જે આજ્ઞાની પરમ વિશુદ્ધિ તથા પાંચ ૧૨) Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની ઘણી ઘણી શુધ્ધતા આપે છે. આમ થવાનું કારણ એ સમજાય છે કે બોધ સાથે બોધ પરિણમાવવાનાં સાધનો જેવાં કે પાંચ સમવાય તથા પંચાસ્તિકાય પણ જીવ બોધનાં જ વાપરે તો નવાં પાંચ સમવાય તથા પંચાસ્તિકાય મેળવીને વાપરવાનો સમય બચી જાય છે. એ દ્વારા તે અન્ય જીવને પાંચ સમવાય તથા પંચાસ્તિકાયના ઉપયોગની અટકાયત કરતો નથી. પરિણામે તે બળવાન પરમાર્થ પુણ્ય ઉપાર્જન કરે છે, અને પરમાર્થ અંતરાયનો ક્ષય કરે છે. તેથી તે જીવ આજ્ઞામાર્ગમાં યથાર્થતાએ સહજતાથી ચાલી શકે છે. આજ્ઞામાર્ગમાં ચાલવાથી તેની મોહબુદ્ધિ તથા સુખબુદ્ધિ એક સાથે સમાન ઉત્કૃષ્ટતાથી નાશ પામતાં જાય છે. તેથી તેને દશાના ભાન સાથેની દશા વધતી જાય છે. આથી તેનાં ચારિત્રની વિશુદ્ધિ અને ખીલવણી વધે છે, અને તે માર્ગમાં વાયુવેગે આગળ વધી શકે છે, એટલું જ નહિ પણ, બીજાને ય આગળ વધવા માટે ખૂબ બળવાન નિમિત્ત થઈ શકે છે. આમ જીવ જેટલો વિશેષ પુરુષાર્થ કરે છે એટલા વિશેષ કર્મના આશ્રવને તોડે છે, અને ગુણોને ગ્રહણ કરે છે. પરિણામે તે જીવ જે પરમાણુઓનો નિહાર કરે છે તેમાં પુરુષાર્થની ઉત્કૃષ્ટતાવાળા રૂપી કલ્યાણનાં પરમાણુઓ હોય છે. જેટલા પુરુષાર્થની ઉત્કૃષ્ટતાવાળા પરમાણુઓ વધારે એટલા વિશેષ પ્રમાણમાં પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ વધારે મજબૂત થાય છે. આ પરથી શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત સિદ્ધાંતની સમજણ આપે છે કે શ્રી સાધુસાધ્વીનાં કલ્યાણનાં પરમાણુઓની તીણતા, સૂક્ષ્મતા, તથા આજ્ઞાધીનપણાની માત્રાનાં તરતમપણાના આધારે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનાં બંધારણનો વેગ, તીક્ષ્ણતા, ઘટ્ટપણું તથા આજ્ઞાધીનપણું નિર્ધારિત થાય છે. આના આધારે શ્રી પ્રભુ એક બીજું રહસ્ય ખોલે છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતમાં અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુસાધ્વી સમાવેશ પામે છે. તેમાં સર્વ' વિશેષણ માત્ર સાધુસાધ્વીને અનુલક્ષીને જ વપરાયું છે. તેથી તેમાં કંઈક અદ્ભત રહસ્ય હોવું જોઇએ. ૧૨૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત કે સિદ્ધ પદમાં આવનાર અન્ય કોઈ પદવીને જેમકે ઉપાધ્યાય, આચાર્યાદિને સ્પર્શે કે ન પણ સ્પર્શે, પણ તેઓ સહુ નિત્યનિગોદમાં પહેલા રુચક પ્રદેશની પ્રાપ્તિથી સાધુસાધ્વીપણાને તો જરૂર ભજે છે. જરા વિસ્તારથી વિચારતાં સ્પષ્ટતા વધે છે. ઉપાધ્યાયજી અન્ય પદવીધારી હોય અથવા ન પણ હોય એમ બને, આચાર્યજી પણ અન્ય પદવીધારી હોય વા ન હોય એમ થાય, ગણધર પણ પંચપરમેષ્ટિ પદમાં અન્ય પદવી પામે કે ન પામે એ સંભવિત છે. એવું જ શ્રી અરિહંત પ્રભુની બાબતમાં પણ બની શકે છે, આમ સર્વ પંચપરમેષ્ટિ માત્ર પોતાને મળેલી પદવી અને સિધ્ધપદ માણે, કોઈક માત્ર સિધ્ધપદમાં જ આવે એમ બને છે, અને ક્યારેક પંચપરમેષ્ટિની એક કરતાં વધારે પદવી અનુભવે એવું પણ થાય છે, તો કોઈક અપવાદરૂપ આત્મા પાંચે પદવીની અનુભૂતિ માણનાર પણ થાય છે. સિદ્ધ સિવાયની પદવી ધરનાર ઓછામાં ઓછી બે પદવીના ધરનાર થાય છે. તેમને સિધ્ધપદની પ્રાપ્તિ અવશ્ય થતી હોવાથી બે પદવીનો લાભ મળે છે. અને કેટલાંકને બેથી પણ વધારે પદવીનો લાભ મળે છે. જેમાંથી એક મુખ્ય અને બીજી ગૌણ હોય છે. જે પદવી મુખ્યપણે હોય તેની એકની ગણતરી સામાન્ય રીતે થાય છે, પણ તે આત્માને કલ્યાણભાવની અનુભૂતિ તો જેટલી પદવીનો સ્પર્શ પામ્યા હોય તે સર્વની થાય છે. આમ છતાં પ્રત્યેક પરમેષ્ટિ પદના ધર્તા નિત્યનિગોદથી શરૂ કરી સિધ્ધભૂમિના નિવાસના અનંતકાળ સુધી સાધુસાધ્વીપણાને તો ભજે જ છે. સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભર્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ નિશ્ચિત કહી શકાય. સર્વ સમૂહગત આત્માની અપેક્ષાએ આજ્ઞાધીનપણાનો સર્વ સમય તથા કાળ સાધુસાધ્વીપણાની ભજનાનો ગણાય છે. આ રહસ્યને શ્રી પ્રભુએ “સર્વ શબ્દના ઉપયોગમાં ગૂંથી લીધું છે. જ્યારે આ આજ્ઞાધીનપણી સાથે પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ ૧૨૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ થાય છે, ત્યારે સાધુસાધ્વીનાં સાધુસાધ્વીપણાનાં (તેમનાં આજ્ઞાધીનપણાનાં), ઉપાધ્યાયજીનાં સાધુસાધ્વીપણાનાં અર્થાત્ તેમનાં આજ્ઞાધીનપણાનાં, આચાર્ય અને ગણધરનાં સાધુસાધ્વીપણાનાં એટલે કે તેમનાં આજ્ઞાધીનપણાનાં, અરિહંત તથા સિધ્ધપ્રભુનાં સાધુસાધ્વીપણાનાં બબ્બે તેમનાં આજ્ઞાધીનપણાનાં પરમાણુઓ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનાં બંધારણમાં પાયારૂપ (base) થાય છે. આ નિયમ સમજાવવા “સર્વ' શબ્દનો ઉપયોગ મહામંત્રમાં થયેલો જોવા મળે છે. અહીં શ્રી પ્રભુ સર્વ પરમેષ્ટિને આ શબ્દથી ચેતવણી આપે છે કે જો તમે પ્રમાદી થશો તો પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ યથાયોગ્ય થઈ શકશે નહિ, કારણ કે એક પણ પરમેષ્ટિની અનુપસ્થિતિ ઇચ્છિત કાર્યસિદ્ધિને લંબાવી નાખશે; જે પ્રમાદી આત્માને પરમાર્થની અંતરાય બંધાવાનું બળવાન કારણ થશે. માટે સાધુસાધ્વીનો આજ્ઞાપાલનનો ગુણ વિના અપવાદે સર્વ પરમેષ્ટિને લાગુ પડે છે. તેમાં પણ ખાસ કરીને જે પરમેષ્ટિ છદ્મસ્થ છે તેવા ઉપાધ્યાય, આચાર્ય તથા ગણધરાદિને જેમને પ્રમાદનો સંભવ છે તેમના માટે આ ખાસ ચેતવણી છે. તે સહુએ છદ્મસ્થ દશામાં કલ્યાણનું કાર્ય કરવાનું હોવાથી, તેઓમાંનો કોઈ પણ જીવ એમ વિચારે કે, “હું કલ્યાણકાર્ય કરું છું તેના બદલામાં આજ્ઞાધીનપણામાં થોડા નબળો રહીશ તો ચાલશે” – આવા ભાવમાં જીવ ચાલ્યો ન જાય તે માટે પ્રભુજી ચેતાવે છે કે, “કલ્યાણકાર્ય કરતાં જો તારા સાધુસાધ્વીપણામાં – આજ્ઞાધીનપણામાં ખાંચ આવશે તો પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનાં બંધારણમાં વાંધા પડવાથી, આ કલ્યાણકાર્ય કરતી વખતે તું પાપશ્રમણીય બની જઈશ. તેથી કલ્યાણકાર્યના વિલંબને તો હજુ પણ પહોંચી શકાશે, પરંતુ સાધુસાધ્વીપણાનાં પાલનમાં એક સમયનો પણ વિલંબ સહી શકાશે નહિ.' આવા જ ઉત્તમ હેતુથી શ્રી મહાવીર પ્રભુએ સાધુસાધ્વીના છત્રીશ ગુણો કેળવવાની શિખામણ આપતાં છત્રીશ વખત તેમના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમ સ્વામીને “એક સમયનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એવો બોધ આપ્યો હતો. આ સિદ્ધાંત પૂર્ણાત્મા શ્રી અરિહંત, કેવળી તથા સિદ્ધાત્મા માટે એટલા જ મહાભ્યથી લાગુ પડે છે. અરિહંત કે કેવળી પરમાત્માનું એમની ૧૨૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અપેક્ષાએ સાધુસાધ્વીપણું જેટલું વિશુદ્ધ એટલું એમનું યોગ સાથેનું જોડાણ વધારે કાળે થાય છે. આ વાત ખૂબ જ ઊંડાણથી વિચારણીય છે. અને સિદ્ધપ્રભુએ તો અબાધિતપણે કાળની મર્યાદા વિના સાધુસાધ્વીપણાને ભજવાનું જ છે. આ છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોને પંચામૃતરૂપ આપી અરૂપી એવી બ્રહ્મરસ સમાધિની સાદિ અનંત અનુભૂતિ. અહો! શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આવો અપૂર્વ પુરુષાર્થ સદાસર્વદા વંદનીય છે. તેઓ પોતાનાં સ્વકલ્યાણનાં આરાધનમાં નિઃસ્વાર્થ પરકલ્યાણની તરતમતા સાથે (જુદા જુદા પરમેષ્ટિની નિઃસ્વાર્થતા તરતમતાવાળી હોય છે) તેમજ સમાન નિઃસ્વાર્થ સ્વકલ્યાણની ભાવના સાથે સ્વકલ્યાણમાં પ્રાપ્ત થયેલાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રનાં આરાધનના અપૂર્વ માર્ગને જગતનાં કલ્યાણને માટે બોધે છે. અહો ! પંચપરમેષ્ટિનું એ પંચામૃત જીવને સંપ્રાપ્ત થાય તો તે અપૂર્વ પ્રક્રિયા દ્વારા સમ્યક્દર્શનનાં પાંચે લક્ષણોને અપૂર્વ માર્ગથી એકત્રિત કરી બ્રહ્મરસ સમાધિરૂપે સ્વરૂપ દર્શનમાં સરાવે છે. આ પ્રક્રિયાને યથાર્થતાએ સમજવા માટે સમ્યક્દર્શનનાં પાંચે લક્ષણોનો ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી છે. તેમાં પણ પંચપરમેષ્ટિ પ્રભુના વ્યક્તિગત ભાવો કેવી રીતે સમાય છે એ સમજવું ખૂબ અગત્યનું છે. શ્રી પરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી એ ભેદજ્ઞાન મેળવવા માટે આત્માને પુરુષાર્થ બનાવીએ, અને ભક્તિભાવથી આજ્ઞામાર્ગથી આવતા જ્ઞાનધોધને ઝીલવા પ્રયત્ન કરીએ. સમ્યક્દર્શનનાં પાંચ લક્ષણો છેઃ શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના સ્થાપક અને ધારક એવા શ્રી અરિહંત પ્રભુ! અમને પ્રશ્ન થાય છે કે ‘આત્માના ચૈતન્ય પદાર્થ અને પુદ્ગલનાં પૌદ્ગલિક લક્ષણો વચ્ચે એવો તો શું ફરક છે કે જેથી તે બંને નિશ્ચય નયથી સર્વ કાળને માટે જુદા રહે છે?' શ્રી દેવના ઇશ્વર એવા અરિહંત પ્રભુ એમની રૂપ મીઠી ઈષ્ટ, મિષ્ટ અને શિષ્ટ વાણીથી સૂક્ષ્મ અનુભવને સ્થૂળરૂપ કરી આજ્ઞામાર્ગથી ઉત્તર આપે છે તે સમજીએ. ૧૨૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ “હે ભવ્ય આત્માઓ!' તમે જાણો છો કે જ્યારે આત્મા સમ્યક્દર્શનનો અનુભવ કરે છે ત્યારે આત્માના અનંતે ગુણોના અંશોનો અનુભવ કરે છે. એ અનુભવ ભલે પૂર્ણ આત્માની અપેક્ષાએ માત્ર અંશ જ છે, પણ ત્યાં એકે ય ગુણનો અભાવ નથી. આત્મા સર્વ ગુણોના અંશને સમ્યક્દર્શનમાં અનુભવે છે. વળી, તમને ખ્યાલ છે કે સમ્યક્દર્શનનાં સર્વ લક્ષણોને શ્રી અરિહંત પ્રભુએ પરંપરાથી ચૂળરૂપે મુખ્ય પાંચ લક્ષણોમાં સમાવ્યાં છે. એ છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. જો આ બે વિધાનને એક સાથે મૂકીએ તો તારણ નીકળે છે કે આત્માના આ અનંતે ગુણો પાંચ લક્ષણમાં આવી જાય છે - સમાઈ જાય છે. આ પાંચ લક્ષણોની જેટલી પવિત્રતા હોય તેટલી આત્માના ગુણોના અનુભવની પૂર્ણતા આવે છે. આ પાંચે લક્ષણો જીવના આત્મવિકાસનાં દરેક પગથિયે ચડતા ક્રમમાં અનુભવાય છે. નિત્યનિગોદમાં રુચક પ્રદેશની પ્રાપ્તિ કરવાની શરૂઆતથી સિદ્ધભૂમિમાં અનંતકાળ માટે સ્થિર થવાની ભૂમિકા સુધી આ લક્ષણો આત્મા ચડતા ક્રમમાં અનુભવે છે. આ પરથી આ લક્ષણોની અપૂર્વતા આપણને આશ્ચર્ય ઉપજાવે છે! નિત્યનિગોદમાં રહેલા સર્વથી નિકૃષ્ટ વીર્યવાળા આત્માથી શરૂ કરી પૂર્ણાતિપૂર્ણ વીર્યવાળા સિદ્ધ આત્મામાં આ પાંચે લક્ષણો પોતાનું સ્થાન જાળવી શકે છે. તે આપણને સમજાવે છે કે આ પાંચે લક્ષણો અવગાહના (આકાશાસ્તિકાય), ગતિ કરવાની શક્તિ (ધર્માસ્તિકાય), સ્થિતિ કરવાની શક્તિ (અધર્માસ્તિકાય) તથા કાળની પાબંધી વગર (કાળના બંધન વિના) કાર્યકારી થાય છે. આ લક્ષણો નથી પુદ્ગલ કે નથી એમાં સ્પર્શ, રસ, ગંધ, કે રૂપ કે સ્વર, છતાં એ લક્ષણો હીનવીર્ય જીવ સાથે પણ બોધદાન દ્વારા વાર્તાલાપ કરી શકે છે. આ લક્ષણો પુદ્ગલમાં કોઈ કાળે પ્રગટ થતાં નથી, પછી ભલે એ પુદ્ગલો મિથ્યાત્વ કે અનંતાનુબંધી કર્મનાં હોય કે પૂર્ણ પંચપરમેષ્ટિનાં કલ્યાણના પરમાણુ હોય. પુગલ તથા આત્માનો આ તફાવત સદાકાળ રહેવાને લીધે કોઈ કાળે આત્મા કે પુદ્ગલ એકમય થતા નથી. ૧૨૫. Page #155 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્માનો શમ ગુણ શમ એટલે શાંતિ. શાંતિ સ્વરૂપની સ્થિરતા કરવાથી આવે છે. સ્વરૂપની સ્થિરતા આત્માની અકંપિત દશાથી ઉપજે છે. આત્માની અકંપિત દશા સુરક્ષિત (secured), સચોટ, સનાતન શરણદાતા ધર્મના આજ્ઞાંકિત અપૂર્વ આરાધનથી આત્મા પામે છે. એ ધર્મનું અપૂર્વ આરાધન ચાર પુરુષાર્થનાં લક્ષણથી થાય છે. તે છે સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ પુરુષાર્થનો ક્રમ પણ ઉત્તરોત્તર સંબંધિત છે. સંવેગની તીણતા નિર્વેદની તીક્ષ્ણતાને સર્જે છે, સંવેગ નિર્વેદ અથવા તો નિર્વેદ સંવેગ આસ્થાને જોર આપે છે, જે અનુકંપારૂપ કલ્યાણબિંદુમાં પરિણમે છે. આ જ કલ્યાણબિંદુ સ્વાર કલ્યાણબિંદુમાં રૂપાંતરિત થાય છે, જેના આધારે જીવ બહ્મરસ સમાધિરૂપ શાંતિમાં સરી શકે છે. અને આ બહ્મરસ સમાધિ જીવને સાચા શમની અનુભૂતિ આપે છે. શમના મુખ્યતાએ પાંચ પ્રકાર કહ્યા છે, તેને બે વિભાગરૂપ પણ કરી શકાય છે. એક ઘાતકર્મ રહિત આત્માનો શમ અને બીજો છદ્મસ્થ વીતરાગનો શમ, એ બે પ્રકાર ગણી શકાય. જો શમના પાંચ પ્રકાર ગણીએ તો તેના આ પ્રમાણે ભાગ પાડી શકાય. ૧. સિદ્ધપ્રભુનો શમ. ૨. અરિહંત પ્રભુનો શમ ૩. શ્રી ગણધર પ્રભુ અને આચાર્યજીનો શમ ૪. ઉપાધ્યાયજીનો શમ અને ૫. સાધુસાધ્વીજીનો શમ. આ પાંચે પરમેષ્ટિ શમથી જે કષાયની શાંતિ વેદે છે તેમાં ભિન્નતા રહેલી છે. ૧. શ્રી સિદ્ધપ્રભુનો શમ શ્રી સિદ્ધપ્રભુ પોતાનાં સ્વરૂપને એક સમયની પણ બાધા વિના સતત માણે છે. તેઓ સ્વરૂપની વેદકતા સાથે પરમ વીતરાગતાનો સક્રિય અનુભવ પણ કરતા રહે છે. જેથી તેઓ “આણાએ ધમ્મો અને આણાએ તવો'ના યથાર્થ અર્થ તથા તેની સિદ્ધિને અનુસરે છે. શ્રી સિદ્ધપ્રભુનો શમ પંચાસ્તિકાયની બાધાથી પર છે, કારણ કે કાળની પર્યાય જે સમયની અપેક્ષાએ સાદિસાંત છે તેને ધર્માસ્તિકાયના વેગથી અધર્માસ્તિકાયની સ્થિરતા પમાડે છે. આ શમ આકાશાસ્તિકાયની જેમ વિશાળ ૧૨૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ અને ગંભીરતા સાથે આત્માનાં સ્વરૂપની વેદકતા તથા વીતરાગતાને અવગાહના આપે છે. સિદ્ધપ્રભુના શમમાં અન્ય સિદ્ધાત્મા સાથેનું ઘનસ્વરૂપ હોવા છતાં, તે પોતાના સ્વતંત્ર આકારને એ જ રૂપે રાખે છે. શ્રી પ્રભુ આ બાબત વિશેષ ગૂઢ ખુલાસો આપે છે કે સમય વીતવાની સાથે એક સિદ્ધ આત્માની આસપાસમાં અન્ય સિદ્ધાત્માઓ ઘનરૂપે સ્થિર થતા જાય છે, તો પણ મૂળ સિદ્ધાત્મા જરા પણ દબાતા નથી કે નાના થતા નથી, એનો એ જ આકાર તથા કદ એ જ પૂર્વની સ્થિતિમાં અનંતકાળ માટે ટકી રહે છે. એ પરથી સમજાય છે કે શમ એ કાળની પર્યાયથી પર બની, તેને ઓળંગી, પંચાસ્તિકાયના ગુણોનો એક સાથે ઉપયોગ કરી, પંચાસ્તિકાયની મર્યાદાને શમના પુરુષાર્થથી અમર્યાદિત કરે છે. શમનો આ પુરુષાર્થ સર્વોત્તમ તથા સર્વશ્રેષ્ઠ છે તેથી તેને અહીં પ્રથમ સ્થાન આપ્યું છે. ૨. શ્રી અરિહંતપ્રભુનો શમ શ્રી અરિહંત પ્રભુ ચાર ઘનઘાતકર્મના ક્ષયને કારણે કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત હોય છે. એમનામાં અનંતવીર્ય સાથે પૂર્ણતાએ લબ્લિસિદ્ધિ હોવા છતાં તેઓ પરમ વીતરાગમય યથાખ્યાત ચારિત્રથી જન્મતાં સુખની સુખબુદ્ધિમાં ન જતાં, માત્ર શ્રી સિદ્ધપ્રભુનાં ચરણમાં, તેમનાં આજ્ઞાધીનપણામાં તથા તેમની પરમેષ્ટિ ભક્તિમાં એ સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિને સમર્પિત કરીને, એમની આજ્ઞાને પંચપરમેષ્ટિના કલ્યાણભાવનાં પરમાણુઓથી જાણીને એકબે સમયના પણ પ્રમાદ વિના એ આજ્ઞાનું પાલન પૂર્ણતાથી કરે છે. તેમના આવા અલૌકિક અપૂર્વ પુરુષાર્થને જનસમુદાય અણસમજથી તેમને “પ્રભુ”નું બિરુદ આપી, સહજતાએ લઈ સમાન્ય કરી લે છે. પણ આ પર વિચાર કેંદ્રિત કરતાં સ્પષ્ટતાથી સમજાશે કે તેઓ પણ એક આત્મા છે જેને હજુ ચાર અઘાતી કર્મ નિવૃત્ત કરવાનાં બાકી છે, તેમને તે કર્મ ઉદયમાં પણ છે અને સત્તામાં પણ રહેલાં છે; એટલે કે એમના આત્માએ પુરુષાર્થની સમયવર્તી તીક્ષ્ણતાને આધારે આ સ્થિતિ જાળવી સત્તાગત કર્મો નિવૃત્ત કરવાનાં છે. આ સ્થિતિની વિચારણા સૂક્ષ્મતાએ કરવામાં ૧૨૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવે ત્યારે જ સમજાય છે કે કેવળીપ્રભુ હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી શકતાં નથી, તે તેમના આત્માને પુરુષાર્થથી મળેલી શમની અપૂર્વ પ્રસાદી છે. ૩. શ્રી ગણધર તથા આચાર્યનો શમ શ્રી ગણધરજી શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય છે. તેઓ શ્રી પ્રભુને પ્રશ્ન પૂછીને દેશના પ્રકાશવા માટે યોગ્ય નિમિત્ત પ્રદાન કરે છે. એ ઉપરાંત તેઓ પ્રભુની દેશનાને યથાર્થતાએ ઝીલી, પ્રભુની આજ્ઞાથી છદ્મસ્થ ગુરુના બિરુદ સાથે એ દેશનામાં નિરૂપિત બોધને લોકોને સંબોધી ફરીથી સમજાવે છે. ઊંડાણથી વિચારતાં સમજાય છે કે શ્રી તીર્થકર પ્રભુતો સમયવર્તી જ્ઞાન સહિત સમયવર્તી પાંચ મહાવ્રતના પાલન સાથે પ્રશ્નના ઉત્તર રૂપે ઉત્તમ બોધ આપે છે, પણ ગણધરને તો પ્રભુ જેવું સમય સમયનું જ્ઞાનદર્શન હોતું નથી, તેમ છતાં તેઓ શ્રી તીર્થંકર પ્રભુ જે સમયવર્તી ઉત્તર ૩ૐ ધ્વનિ દ્વારા આપી શકે એવો લોકકલ્યાણકારી પ્રશ્ન પૂછી શકે છે. આ ઉપરાંત, પ્રભુનો ઉત્તર જે સમય સમયની અપૂર્વ તીક્ષ્ણતાવાળો હોય છે તેને, એક સમયવતી જ્ઞાન પોતામાં ન હોવા છતાં પોતાના અપૂર્વ પુરુષાર્થથી ઝીલી, પોતાનાં આંતરબાહ્ય ચારિત્રમાં પરિણમાવી એ જ બોધને ઉપદેશરૂપે પ્રકાશવાની ક્ષમતા મેળવી લે છે. તેઓ આ બોધ શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાથી આપે છે. શ્રી સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ ગણધરને બોધ કરવા આજ્ઞા આપે છે ત્યારે તેમની યથાર્થ યોગ્યતા અને ચારિત્રનું યોગ્ય પરિણમન જોઇને જ આજ્ઞા આપે છે. આ યોગ્યતા મેળવવી અને જાળવવી એ જ શ્રી ગણધરનો શમ ગુણ છે. પોતામાં સમયવર્તી જ્ઞાન ન હોવા છતાં, પ્રભુના પરમ વીતરાગમય આત્મામાંથી સમયવર્તી જ્ઞાનને ઝરાવે છે અને એ જ બોધને યથાર્થતાએ ઝીલી અન્ય પાત્ર જીવોને તેનું દાન બોધ દ્વારા કરે છે. ૧૨૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ અહીં એક બીજી વાત ફૂટ થતી જોઈ શકાય છે. પોતાની દેશના પૂરી થયા પછી લગભગ તરતમાં જ શ્રી પ્રભુ ગણધરને બોધ આપવા માટે આજ્ઞા કરે છે. આ સ્થિતિ આપણને સમજાવે છે કે ગણધરજી પ્રભુના બોધને કેટલા વેગથી ગ્રહણ કરી પોતાનાં ચારિત્રમાં પરિણમાવતા હોવા જોઇએ કે તેમને તરતમાં જ અન્યને ઉપદેશ આપવાની પાત્રતા તથા આજ્ઞા મળી શકે છે. ગણધર પ્રભુ તેમના બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે ચેતનમય કરી શકે, આ છે ગણધર તથા આચાર્યનો શમ ગુણ. ૪. શ્રી ઉપાધ્યાયજીનો શમ શ્રી આચાર્યજી એમનાં વર્તન તથા પરમ ચારિત્ર વિશુદ્ધિનાં ગુપ્ત માધ્યમથી શ્રી અરિહંત પ્રણીત વીતરાગ ધર્મ માટે વિનય તથા આભાર સેવે છે. આ માધ્યમથી સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ કરવાનો ધોરી માર્ગ ઇચ્છુક મુમુક્ષુ માટે તેઓ કોતરે છે. આ માર્ગ સર્વ મુમુક્ષુ જનો માટે અપૂર્વ જ છે, કારણ કે આ માર્ગની યથાર્થતાએ આચરણા પૂર્વકાળમાં તે જીવે મુખ્યતાએ કરી હોતી નથી. તે આચરણામાં જઈ શકવા માટે, જીવને ચતુરંગીય પુરુષાર્થમાં સરકાવવા માટે શ્રી આચાર્યજી એમનાં કલ્યાણનાં સૂક્ષ્મ પરમાણુઓ દ્વારા એ માર્ગની શ્રુતિ તથા શ્રદ્ધા જગાવવા અને વધારવા, પોતાના શ્રમના માધ્યમથી અન્ય જીવોને બોધે છે. આ સર્વ વ્યવસ્થા મુખ્યત્વે સૂમ હોય છે, તેથી તેને યોગ્યરૂપે સમજવા માટે બાળ મુમુક્ષુએ એનું ધૂળરૂપ જાણવું જરૂરી થાય છે. આ સ્થૂળતા પ્રગટાવવા, સાકાર કરવા માટે માર્ગ પ્રકાશવાના ભાવમાં અભિસંધિજ વીર્ય સાથે અનભિસંધિજ વીર્યની પણ આવશ્યકતા રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શ્રી પ્રભુ આપણા રોજિંદા જીવનમાં બનતા ૧૨૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉદાહરણનો સહારો લઈ આપણને અપૂર્વ લક્ષ કરાવે છે. પાણી પ્રવાહી છે, તેને પોતાનો કોઈ આકાર નથી. તે જે સાધનમાં રહે છે તેને જ પોતાનો આકાર બનાવે છે. એ જ પ્રમાણે અભિસંધિજ વીર્ય પણ મુખ્યતાએ પ્રવાહીરૂપમાં હોય છે, કારણ કે એમાં અનેકાંતવાદની લાક્ષણિકતા ભરેલી છે. આ લાક્ષણિકતાને લીધે એ પાંચ સમવાયની ગોઠવણી મુજબ પોતાનો આકાર બદલ્યા કરે છે. જ્યારે આચાર્યજી કલ્યાણમાર્ગનો બોધ કરે છે ત્યારે તે અભિસંધિજ વીર્ય સ્વાર કલ્યાણરૂપ થાય છે. આમ આચાર્યાદિની દશાનુસાર અભિસંધિજ વીર્ય લદાયેલું રહે છે. જ્યારે એ પરમાણુ જીવના આત્મપ્રદેશને સ્પર્શે છે ત્યારે તેમાં પ્રવાહીની લાક્ષણિકતા હોવાને લીધે એ જીવનાં આત્મપ્રદેશ, પ્રકૃતિ અને પાંચ સમવાય અનુસાર પાણી અને ઘડાના દાખલા પ્રમાણે આકાર ધારણ કરે છે. પરિણામે જીવને એમ લાગે છે કે મને આચાર્યજીનો બોધ ઘણી સહજતાથી સમજાઈ ગયો છે. તેનાથી તે જીવની શ્રુતિ અને શ્રદ્ધા ઘણાં સહજ થઈ જાય છે. શ્રદ્ધા આવવાથી, તેને વધારવા માટે જીવને પુરુષાર્થ કરવાની ઇચ્છા થાય છે. ધર્મનો માર્ગ તો એક જ છે, અને જીવને શ્રમ કરવા માટે સામૂહિક માર્ગની સમાનતા મળતી નથી, તે સમાનતા અનુભવવા માટે જીવને માર્ગની થોડી સ્થિરતા (Stability) ની જરૂર પડે છે, જેથી પોતાનો શ્રમ મંદ હોય ત્યારે પણ તે માર્ગ પરથી લપસી ન જાય. આ સ્થિરતા મેળવવા માટે કલ્યાણનાં એ પ્રકારનાં પરમાણુઓ જોઇએ કે જેમાં અભિસંધિજ વીર્ય સાથે અનભિસંધિજ વીર્ય પણ એ જ કક્ષા તથા તીવ્રતાવાળું હોય. અભિસંધિજ વીર્ય માર્ગને ગતિ આપે છે, અને અનભિસંધિજ વીર્ય માર્ગનું સ્થિરપણું (stability) આપે છે. માર્ગની રચના કરતાં પરમાણુઓમાં આ અભિસંધિજ વીર્ય પૂરવા માટે પરકલ્યાણનો રાગભાવ, કર્તાપણું તથા તેનો સ્થૂળ લોભ અનિવાર્ય છે. આવી ભાવના ઉપાધ્યાયજીમાં એમના ધર્મની પ્રરૂપણાના ધૂળ રાગભાવને કારણે થાય છે. તેનાથી શ્રી ઉપાધ્યાયજીનો શમ એક અતિ ગુપ્ત અપેક્ષા ધારે છે. - શ્રી આચાર્યજી ઉચ્ચ ચારિત્રના પાલક હોવા છતાં છદ્મસ્થ છે, તેથી તેમના બોધમાં અમૂક સૂમ અપેક્ષાએ ખામી રહે તે સહજ છે. તે ખામી એમના ૧૩) Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ અભિસંધિજ વીર્ય પ્રરૂપિત કલ્યાણનાં પરમાણુઓમાં ઊતરી આવે તે સ્વાભાવિક છે. વળી, ઉપાધ્યાયજી જે આચાર્યના શિષ્ય થયા હોય તેમના માટે અન્ય આચાર્યની સરખામણીમાં વિશિષ્ટ પ્રેમભાવ ધરાવે છે તે આપણે સહુ જાણીએ છીએ. તે માટે શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત વાત સમજાવે છે કે ઉપાધ્યાયજીને પોતાના ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પ્રરૂપણા કરવાનો રાગ વિશેષ હોય છે. આ ભાવને લીધે ‘ધર્મનો માર્ગ સહુ જીવો પામે તથા તેમાં ક્ષતિ ન રહે' એવી ભાવનાને સમર્થ કરનાર અભિસંધિજ વીર્ય તેમને જોઇતા પ્રમાણમાં તેમના ગુરુ પાસેથી મળી શકતું નથી. તેથી તેઓ સહજતાએ અન્ય આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે છે તેને આકાર અને સ્થિરતા (stability) આપવા તેઓ પોતાનું અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. માર્ગ પ્રવર્તાવવાનો રાગ ગુરુના રાગ કરતાં ઉપાધ્યાયજીમાં વધારે રહેતો હોવાને કારણે ઉપાધ્યાયજીની સંખ્યા ઘણી હોવા છતાં, તેમના થકી એકસરખો માર્ગ જ બોધાય છે. જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ સમાન જ રહે છે. આ છે ઉપાધ્યાયજીનો શમ ગુણ. ૫. શ્રી સાધુસાધ્વીજીનો શમ અપૂર્વ અને પૂર્ણ સાધકતાના પ્રણેતા તથા શ્રમણપણાના ઉત્તમોત્તમ ઉદાહરણ શ્રી અરિહંત પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સાધુપણાનો શમ આરાધવા, એમના વેદનને એમની જ કૃપાથી અને આજ્ઞાથી સ્થૂળરૂપથી શબ્દદેહ આપવા પ્રયત્ન કર્યો છે. સાધુસાધ્વી શ્રમપણાની પહેલી કડી છે. તેઓ અરિહંતના બોધને સાંભળીને, ગણધરના બોધને સાંભળીને, આચાર્યના બોધને સાંભળીને તથા ઉપાધ્યાયના બોધને ગ્રહણ કરી પોતાની શ્રુતિ તથા શ્રદ્ધાનાં કારણ તથા કાર્યને ખૂબ વિનિત બનાવે છે. સાથે સાથે શ્રમને લગતી પોતાની સર્વ અંતરાયો પ્રદેશોદયથી ભોગવી ક્ષીણ કરવા પ્રયત્નવાન રહે છે. આને લીધે એમનો શ્રમ એવો સહજ બને છે ૧૩૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કે શ્રમ કરતી વખતે તેમણે બચાવેલું અભિસંધિજ વીર્ય તેઓ ભાવિનાં શ્રુતિ તથા શ્રદ્ધાની અંતરાયને ક્ષય કરવામાં અને પરમાર્થ લોભને અતિ તીક્ષ્ણ વેગથી વધારવામાં વાપરી શકે છે. પરિણામે તેઓ મળેલી સિદ્ધિના માનભાવમાં ન જતાં વિનાયાભારના પુરુષાર્થમાં નિમગ્ન રહી શકે છે. જેમ જેમ તેમની શ્રુતિની અંતરાયો તૂટતી જાય છે તેમ તેમ એમની અરિહંત, ગણધર, આચાર્ય, ઉપાધ્યાયજીનાં બોધ વખતના વર્તનથી તથા એમની દિનચર્યાનાં અવલોકનથી પાંચ મહાવ્રતની ધાર પર પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સાથે કેવી રીતે વર્તન કરવું તે બાબતની સૂક્ષ્મ શ્રુતિ વધતી જાય છે. તેનાં ફળરૂપે તેમની આંતર ઇન્દ્રિયો ખીલતી જાય છે અને તેઓ નિસ્પૃહતા તથા વીતરાગતાના ધુરંધર માર્ગને ધ્યાનરૂપી તપ દ્વારા વેગવાન તથા ગતિવાન કરતા જાય છે. આ જાતનું સતત વેદન કરતા રહી તેઓ સપુરુષની દશા સુધી પહોંચે છે અને પોતાનાં કલ્યાણના ભાવને શ્રમમાં ગૂંથી ક્ષપકશ્રેણિની તૈયારી કરવી શરૂ કરે છે. આ પુરુષાર્થને પરમેષ્ટિ શ્રમ રૂપે ઓળખાવવા માટે તેઓ જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગને આજ્ઞામાર્ગમાં જ લઈ જાય છે, જેથી એ માર્ગોની ખામી તેમને પજવી શકે નહિ પણ એ માર્ગની લાક્ષણિકતાઓ એમના શ્રમને તીક્ષ્ણ બનાવી શમના આરાધનમાં સ્થિર કરી શકે. અહો! શ્રી પ્રભુના આ અદ્ભુત બોધને સર્વ અપેક્ષાએ આરાધવા માટે હે પ્રભુ! અમે તમારી પાસે જ વીર્ય, કૃપા તથા આજ્ઞા માગીએ છીએ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આ જ શમ ગુણ છે. પંચપરમેષ્ટિ ભગવંતના સંવેગ તથા નિર્વેદ શમ પછીનાં સમ્યક્ત્વનાં બે મુખ્ય લક્ષણો છે, સંવેગ તથા નિર્વેદ, સંવેગ એટલે મોક્ષમાં જવાની ઇચ્છા તથા તાલાવેલી, અને નિર્વેદ એટલે સંસારની શાતા ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા. સંવેગ અને નિર્વેદ એ મોક્ષલક્ષ્મીને સાદિ અનંતપણું આપવા માટેની અપૂર્વ ચાવી છે. સંવેગ અને નિર્વેદ એ એક જ ૧૩૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ સિક્કાની બે બાજુ છે. જ્યાં સંવેગ છે ત્યાં વધતા ઓછા પ્રમાણમાં નિર્વેદ હોય જ છે, અને જ્યાં નિર્વેદ છે ત્યાં તરતમપણા સહિતનો સંવેગ હોય છે. સંવેગ નિર્વેદ વચ્ચે આવો અન્યોન્ય ઋણાનુબંધનો સંબંધ હોવા છતાં, કાર્યકારણની તરતમતા અનુસાર તે બંનેના મુખ્યતાએ પાંચ ભાગ થાય છે, અમુખ્યનો હિસાબ નથી. આ કથનને જો સૂમતાએ સમજીએ તો પ્રભુના અનુગ્રહથી લક્ષ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની ભિન્નતાથી સિદ્ધ થતા આત્માઓ સિદ્ધભૂમિમાં સમાન કઈ રીતે થઈ જાય છે. ભાવાનુસાર સંવેગ અને નિર્વેદ એક જ સિક્કાની બે બાજુ હોવાથી તેના અનંતાનંત પ્રકાર થઈ મૂળમાં એકરૂપ થઈ જાય છે. આ એક ભાવની અનંત પર્યાય થાય છે. એવી જ રીતે આત્મા એ એક દ્રવ્ય હોવા છતાં એમાં અનંતાનંત પાંચ સમવાયની પર્યાય રહેલી છે, તેમ છતાં આત્મા પૂર્ણતા પામે છે ત્યારે સર્વ પર્યાયો એ એક આત્મદ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ જ સિદ્ધાંતને વિસ્તૃત કરી શ્રી પ્રભુ સંવેગ, નિર્વેદની ભાવનામાં આશ્રવ, સંવર અને નિર્જરાને અર્થાત્ આહાર, વિહાર અને નિહારને જોડે છે. આ સંવેગ નિર્વેદને આશ્રવ સાથે, સંવર સાથે તથા નિર્જરા સાથે વિચારવાથી સંવેગ નિર્વેદના મુખ્ય પાંચ વિભાગ થાય છે. આ બંને એક સિક્કાની બે બાજુ હોવા છતાં તેની પ્રાપ્તિની પ્રેરણામાં સંવેગ કે નિર્વેદ હોઈ શકે છે. આ પ્રેરણાને સમજવા માટે શ્રી પ્રભુ એને સંવેગ પ્રેરિત નિર્વેદ અને નિર્વેદ પ્રેરિત સંવેગ તરીકે ઓળખાવે છે. આ પાંચ વિભાગ આ પ્રકારે થાય છે – ૧. જ્યારે સંવેગ પ્રેરિત નિર્વેદ અને નિર્વેદ પ્રેરિત સંવેગ એક સરખી પૂર્ણ તીર્ણતાથી પ્રવર્તે છે ત્યારે આત્મા પૂર્ણતાએ શૂન્ય થાય છે, અને આશ્રવ, સંવર તથા નિર્જરાને તીક્ષ્ણતાથી પ્રવર્તાવે છે. જેનાથી એ આત્મા પૂર્ણાતિપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. આ પુરુષાર્થથી શ્રી સિદ્ધભગવાન અનંતાનંત પર્યાયથી સિદ્ધ થયા હોવા છતાં પાંચ સમવાયની ભિન્ન પરિભાષા અનુસાર એક જ સ્થિતિમાં અનંતાનંત કાળ માટે રહે છે. તે પ્રથમ વિભાગ છે. ૧૩૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૨. એકથી આઠ સમયના અંતરે તથા આઠથી અસંખ્યાત સમયના આંતરા સુધી સિદ્ધ સમાન સ્થિતિમાં રહેવું અને એક સમયના જોડાણ વખતે સંવેગ પ્રેરિત નિર્વેદ દ્વારા આશ્રવ, સંવર અને નિર્જરાની અનંતાનંત પ્રકૃતિને એક કરી દેવી તે શ્રી યોગી કેવળી તથા અયોગી કેવળીનો બીજો વિભાગ છે. ૩. મુખ્યતાએ યોગના જોડાણ સહિત હોવા છતાં, સંવેગ પ્રેરિત નિર્જરાના માધ્યમથી આશ્રવ અને મહાસંવરને (સંવર નિર્જરાના જોડાણને) ગુણાશ્રવ તથા સંવર પ્રેરિત મહાસંવર, કલ્યાણ પ્રેરિત મહાસંવર કે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગમાં સતત સમાન તીક્ષ્ણતાથી (શૂળપણે) વ્યાવૃત રાખે તે શ્રી ગણધર તથા આચાર્ય સેવે છે તે ત્રીજો વિભાગ છે. ૪. આશ્રવ, સંવર, નિર્જરાને જુદી જુદી તીક્ષ્ણતા તથા પવિત્રતાના કારણે એ ત્રણેને એકરૂપે સમાન કરવા માટે નિર્વેદ પ્રેરિત સંવેગના માધ્યમથી આશ્રવ અને સંવર નિર્જરાને ગુણાશ્રવ, ઉપદેશ તથા મહાસંવર માર્ગ તરફ લઈ જવાનો પુરુષાર્થ તે શ્રી ઉપાધ્યાયજીનો ચોથો વિભાગ છે. ૫. આશ્રવમાં સંવેગ નિર્વેદની ન્યૂનાધિક પર્યાય, સંવરમાં સંવેગ નિર્વેદની ચૂનાધિક પર્યાય તથા નિર્જરામાં સંવેગ નિર્વેદની ન્યૂનાધિક પર્યાય એ શ્રી સાધુસાધ્વીએ સેવેલો પાંચમો વિભાગ છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં આસ્થા અને અનુકંપા અપરંપાર આસ્થા તથા અનુકંપાના દાતા શ્રી સિદ્ધપ્રભુને અહોભાવ તથા વિનયાભારથી સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. ૐરૂપી મૌનના અરૂપી વિસ્તારને ધરી, પૂર્ણ આજ્ઞાથી રૂપી શબ્દદેહ રૂપ ૐનાદ દ્વારા ધર્મરૂપી સનાતન સુખનો પ્રસાર કરનાર શ્રી અરિહંત પ્રભુને અહોઅહો વિનયાભારથી વંદન કરીએ છીએ. નાદ જે અરૂપીરૂપી અનુભવ છે, તેને યોગ્ય તથા યથાર્થ ચારિત્ર આજ્ઞાપાલનથી ૧૩૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ પૂર્ણાતિપૂર્ણ રૂપે કાયયોગ, વચનયોગ અને મનોયોગને એક અપૂર્વ અખ્ખલિત ધારાથી વહાવનાર શ્રી ગણધરપ્રભુ આદિ આચાર્યજીને અપૂર્વ વંદના કરવાના ભાવથી કોટિ કોટિ વંદન કરીએ છીએ. અરૂપીરૂપી અનુભવને ત્રણે યોગથી ધારી, અનુભવી, રૂપી ધારાને પ્રબળરૂપે વહાવનાર તથા અરૂપી ધારાને સર્વ જનસમુદાય જાણી શકે તથા ઓળખી શકે એવી લોકકલ્યાણની ભાવના સાથે, અરૂપી યોગને રૂપીયોગ દ્વારા વચનયોગથી જ્ઞાનસરિતાને વહાવનાર શ્રી ઉપાધ્યાયજીને ઉપકાર બુદ્ધિથી તન, મન, ધનથી વંદન કરીએ છીએ. રૂપી વાણીને અપૂર્વ ધ્યાન તથા લક્ષથી ઝીલી, એ રૂપી વાણીના પેટાળમાં રહેલા ધર્મના મર્મને અરૂપી વાણીમાં પ્રગટ કરી, રૂપી વાણીને એના લક્ષગત ધુવકાંટામાં પહોંચાડનાર સર્વશ્રી સાધુસાધ્વીજીના વ્યક્તિગત પુરુષાર્થને વારંવાર સ્મરી એ પુરુષાર્થની સદાકાળની પ્રાપ્તિ અર્થે સવિનય વંદન કરીએ છીએ. જેમ વૃક્ષને ફૂલવા તથા ફાલવા માટે પ્રકૃતિના પાંચ પદાર્થની જરૂર પડે છે – પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ (earth, water, light, air & space), એવી જ રીતે ધર્મરૂપી વૃક્ષને ફૂલવા તથા ફાલવા માટે પાંચ પુરુષાર્થરૂપ પંચપરમેષ્ટિની જરૂર પડે છે. આ પંચપરમેષ્ટિ પ્રભુના સનાતન તથા અખ્ખલિત પુરુષાર્થથી જ ધર્મનું સનાતનપણું તથા મંગલપણું જળવાય છે. શ્રી પંચપરમેષ્ટિના પુરુષાર્થમાં બે તત્ત્વની અપૂર્વતા રહેલી છે, જેથી એ પુરુષાર્થમાં ધર્મને સનાતન બનાવવાની લાક્ષણિકતા સમાય છે. શ્રી પ્રભુ એમના જ્ઞાનના પેટાળમાંથી અમૃત વાણીરૂપ ૐનો બોધ આપી ભેદ રહસ્ય ખોલે છે. આ બે તત્ત્વ છે આસ્થા અને અનુકંપા. આસ્થા તેમજ અનુકંપાને સમજવા માટે શ્રી પ્રભુ શ્રી પંચપરમેષ્ટિની આસ્થા અને અનુકંપાનું ભાન કરાવે છે. આસ્થા અને અનુકંપા પણ એક સિક્કાની બે બાજુ જ છે. જીવ પહેલાં સ્વની અનુકંપા કરે છે, તેને આધારે ધર્મ પ્રત્યેની તેની આસ્થા સંવેગ તથા નિર્વેદના જોરથી વધતી જાય છે. આસ્થા વધતાં જીવને ધર્મલાભ વધતો જાય છે. જેને લીધે પર આત્મા પ્રત્યેની એની અનુકંપા પણ વધે છે. પર પ્રત્યેની અનુકંપાને ૧૩૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સફળ કરવા માટે તે પોતાના સંવેગ અને નિર્વેદ વધારે છે, અને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનાં સાધનથી અને ધર્મની આસ્થાથી પરની અનુકંપાને સફળ કરે છે. આ હકીકતને વિસ્તારથી વિચારતાં લક્ષ આવે છે કે આસ્થા તથા અનુકંપામાં આખો મોક્ષમાર્ગ સમાય છે. તેનાં ઊંડાણમાં જતાં સમજણ આવે છે કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આસ્થા તથા અનુકંપાને મુખ્યત્વે બે રીતે સેવે છે. આસ્થા પ્રેરિત અનુકંપા અને અનુકંપા પ્રેરિત આસ્થા. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી તેમના આ ભાવને આપણે વિચારીએ. શ્રી સિદ્ધપ્રભુનાં આસ્થા તથા અનુકંપા શ્રી સિદ્ધ ભગવાન મોક્ષમાં સાદિ અનંત કાળ માટે સ્થાયી રહે છે અને ત્યારે તેઓ પાંચ સમવાયની સર્વ પર્યાયથી અલિપ્ત રહી, પૂર્ણાતિપૂર્ણ પરમ વીતરાગમય ચેતનઘનરૂપ સહજાનંદને માણે છે. આ સ્વાધીન સુખને માણવા માટે પૂર્ણ વિર્ય હોવા છતાં તેઓ સિદ્ધભૂમિમાં અન્ય સિદ્ધ આત્માઓ સાથે જ રહે છે. આમ થવા પાછળ એમનો આસ્થા તથા અનુકંપાનો ભાવ રહેલો છે. શ્રી સિદ્ધપ્રભુ ઘન સ્વરૂપે સ્થિર થાય છે તેની પાછળ એમની ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધારૂપ આસ્થા છે, કારણ કે તેઓ પોતાનાં પૂર્ણ વીર્ય કરતાં ધર્મનાં સામૂહિક વીર્યને પ્રધાનતા આપે છે, અને તેથી તેઓ ધર્મનાં સર્વોત્કૃષ્ટ મંગલપણાના ભાવને સાધ્ય કરનાર ઉત્તમ ઉદાહરણ થાય છે. અહો! સર્વ પ્રદેશથી મોન સેવવા છતાં તેઓ છએ દિશાથી અન્ય પર્યાયથી સિધ્ધ થયેલા આત્મા સાથે પોતાનાં સ્વાધીન સુખને જોડે છે. અને તે દ્વારા એ ઉત્તમ વિનયભાવ રૂપ આસ્થા સાથે ઉત્તમોત્તમ અનુકંપા પણ સેવે છે. આ ચેતનાનના માધ્યમ દ્વારા પાંચ સમવાયની ભિન્નતા મોક્ષમાં એક થઈ જાય છે. ભિન્નતા ટળી જાય છે, જેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કે ભવનું ન્યૂનાધિકપણું સ્વરૂપ અનુભૂતિ રાખવામાં બાધારૂપ બનતું નથી. વિચારતાં સમજાય છે કે કેવળી પર્યાયમાં જે ભેદ છે એ સિધ્ધ પર્યાયમાં ક્યા પુરુષાર્થને કારણે સમ થાય છે. ૧૩૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ ઉત્તમોત્તમ આસ્થા પ્રેરિત અનુકંપા અને એ જ સમયની અનુકંપા પ્રેરિત આસ્થા એકબીજાના ભાવ પિરણામને શૂન્ય કરી રૂપી સહજાનંદને અરૂપી સહજ સામૂહિક આનંદમાં પરિણમાવવાથી આનંદના અંતરાય કાળના દરેક સમયવર્તી પુરુષાર્થથી ક્ષય થતા જાય છે. આવા અપૂર્વ પુરુષાર્થને અમારા સમય સમયના વંદન હો. શ્રી અરિહંત પ્રભુનાં આસ્થા અને અનુકંપા જેમણે અરિ-શત્રુને અ૨રૂપે હણી નાખી માત્ર મિત્રપણું કેળવ્યું છે એવા સર્વ ભૂત, વર્તમાન તથા ભાવિના અરિહંત પ્રભુને વારંવાર સમય સમયના વંદન હો. શ્રી અરિહંત પ્રભુનાં આસ્થા અને અનુકંપા અપૂર્વ આકાર ધારણ કરે છે. એને સમજવા, સમજાવવા તથા આચરણમાં મૂકવા માટે શ્રી અરિહંત પ્રભુનો સાથ અનિવાર્ય બને છે. શ્રી પ્રભુ એમની અલૌકિક બોધધારા દ્વારા આ અતિ દુર્ગમ શરતને અતિ સહજપણે એક જ સમયમાં પળાવે છે. પ્રભુની આવી વાણી લોકના સહુ જીવોને એક ધારાએ વહેલામાં વહેલી તકે મળ્યા જ કરો કે જેથી એ ધારા દ્વારા સર્વ જીવ એકબીજા સાથેનું અરિપણું છોડી અપૂર્વ, શાંત તથા આનંદમય મૈત્રીને ભજે. શ્રી અર્હત પ્રભુની વર્તના એક જ હોય છે, “સર્વ જીવ કરું શાસનરસિ”. આ ભાવમાં તેમને અનુકંપા પ્રેરિત અનુકંપા અને અનુકંપા પ્રેરિત આસ્થા એક જ સમયે વેદાય છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે શ્રી અરિહંત પ્રભુ અનુકંપાને વકાંટો બનાવી આસ્થા તથા અનુકંપાને ભજે છે. આ વર્તના કરવા પાછળ એક અપૂર્વ ગુપ્ત રહસ્ય રહેલું છે. શ્રી પ્રભુ પોતાનું અંતર ખોલી આ રહસ્ય છતું કરે છે. શ્રી અરિહંત પ્રભુ પૂર્વના ૨૦૦-૨૫૦ ભવથી લોકકલ્યાણના ભાવને વેદી અનુકંપાનાં પરમાણુઓ એકત્રિત કરતા ગયા હોય છે. આ ભાવની શરૂઆત કરતી વખતે શ્રી અરિહંત પ્રભુ મિથ્યાત્વી હોવા છતાં તેઓ લોકકલ્યાણનાં અનુકંપારૂપ બીજ પોતાનાં આત્મા પર પરમાણુરૂપે ગ્રહ્યા કરે છે. આ પ્રક્રિયા ઉર્ધ્વગતિથી વધે છે. એટલે કે એક ભવમાં જેટલાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહ્યા હોય તેનાથી વિશેષ પરમાણુ જીવ તેના પછીના ૧૩૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભવમાં ગ્રહે છે. તે પછીના ભવમાં જ્યારે તે પરમાણુ સ્વીકારે ત્યારે તેની સંખ્યામાં વધારો થાય છે. ધારોકે કોઈ ભાવિ તીર્થંકરનો જીવ પૂર્વના ૨૫૦ ભવ પહેલાં લોકકલ્યાણના ભાવ કરે અને એ ભવમાં લગભગ બે કરોડ પરમાણુ સ્વીકારે છે, તો તે પછીના જે ભવમાં એ જીવ આવા લોકકલ્યાણના ભાવ કરે ત્યારે એ ભવમાં બે કરોડથી વિશેષ પરમાણુ ગ્રહણ કરે જ છે. આમ એ તીર્થંકર પ્રભુનો આત્મા પૂર્વ કાળમાં અનુકંપાના જોરથી ધર્મની આસ્થા તથા કલ્યાણની અનુકંપા સેવે છે. આમ કરતાં કરતાં જ્યારે તેઓ જે જન્મમાં નામકર્મ બાંધવાનું હોય છે તે જન્મમાં આવે છે ત્યારે નામકર્મ બાંધતાં પહેલાં અનુકંપાને એટલા મોટા પ્રમાણમાં વેદે છે કે તે અનુકંપા શ્વાસોશ્વાસની ગતિથી શરૂ કરી, મનના વિચારની ગતિ સુધી સૂક્ષ્મ થઈ આત્માના દરેક ભાવમાં પ્રવર્તે છે. આ ક્રિયા એટલું જોર પકડે છે કે એ જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનો ઉપયોગ કરી આત્મામાં લોકકલ્યાણની ભાવના પૂરવા ખાલી સમય નિર્માણ કરે છે. આવું આચરણ કરી તેઓ સત્તાગત અકલ્યાણમય ભાવવાળા સમયોને પ્રદેશોદય દ્વારા ખેંચીને ક્ષય કરતા જાય છે. જ્યારે આવા સર્વ સમય ઉદ્દીરણા દ્વારા ખેંચાઈ ક્ષય થાય છે ત્યારે એ જીવને સર્વ સમયે લોકવર્તી અનુકંપાનું વરદાન વર્તમાનના કોઈ અરિહંત પ્રભુ પાસેથી મળે છે. આ સમયે તે જીવનું તીર્થંકર નામકર્મ નિકાચીત થાય છે. અને ત્યારથી અર્થાત્ તે સમયથી સર્વ સમય માટે તે જીવ અબાધિત રીતે લોકની અનુકંપાને ભજે છે. બીજી રીતે કહીએ તો નામકર્મ નિકાચીત થયા પછી ધ્રુવબંધી થઈ જાય છે અને તે ક્રિયા ચડતા-ઉતરતા ક્રમમાં થયા જ કરે છે. પરંતુ જ્યારથી ભાવિ તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી, તે સમયથી, એની તીક્ષ્ણતાની માત્રા વધતી જ જાય છે. આ કારણથી શ્રી તીર્થંકર પ્રભુનાં ગર્ભકલ્યાણકથી શરૂ કરી પાંચ કલ્યાણક ઉજવાય છે. આવી અતિગુપ્ત પ્રક્રિયા સહિત શ્રી તીર્થંકર પ્રભુ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્યતાએ મૌન જ રહે છે. આને લીધે એમની આસ્થા (ધર્મની પ્રરૂપણા પોતા દ્વારા થાય એ ભાવ) અનુકંપા કરતાં મંદ રહે છે. જ્યારે શ્રી તીર્થંકર પ્રભુ શ્રેણિ માંડી કેવળજ્ઞાન પ્રગટાવી, તીર્થ ૧૩૮ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ પ્રવર્તાવે છે ત્યારથી એમની આસ્થા અંતરના ગુપ્ત પેટાળમાંથી બહાર નીકળી ધ્વનિ રૂપ અનુકંપાની નૈયા પર સંસાર સાગર પર વહે છે. અનુકંપાની પૂર્ણતા પછી વહેતી આસ્થામાં પરમ પૂર્ણ વીતરાગતા ભળે છે, જેથી એ આત્માની અપૂર્વ વાણી અરિહંતપણાની લાક્ષણિકતા સાથે પ્રવહે છે. સિદ્ધાંત જણાવે છે કે જેમ કોઈ બે આત્માનાં કર્મ ક્યારે, કોઈ કાળે સમાન હોતા નથી, તેમ જ બે તીર્થંકરની વાણી ક્યારે કોઈ કાળે સમાન હોતી નથી; તેમ છતાં એ વાણીનો સાર ક્યારેય, કોઈ કાળે પણ જુદો હોતો નથી. આ પરથી લક્ષ થશે કે સર્વ તીર્થંકરની અનુકંપા ઉત્કૃષ્ટ હોવા છતાં એમની આસ્થાનું પ્રસારણ અપૂર્વ (unique) હોય છે. અહો! ધન્ય છે આવો લોક કે જેમાં આવા આત્માઓ સદાકાળ માટે વાસ કરતા રહ્યા છે. શ્રી ગણધરાદિ આચાર્યજીનાં આસ્થા અને અનુકંપા શ્રી ગણધર પ્રભુનો જીવ શ્રી તીર્થંકર પ્રભુના આત્મા સાથે શુભ સંબંધના કારણથી એમની પ્રેરણાથી છેલ્લા લગભગ ૧૫૦ ભવમાં કલ્યાણની ભાવના કરતો હોય છે. તેમનો આ ભાવ સ્વાયત્ત નથી. તેઓ આ અનુકંપાનો ભાવ કલ્યાણનો ભાવ શ્રી તીર્થંકર પ્રભુ પ્રત્યેની આસ્થાના કારણથી કરે છે માટે એ અનુકંપા આસ્થાની પ્રેરણાથી થાય છે. આ જ પ્રક્રિયા તેઓ ગણધર નામકર્મ બાંધતી વખતે ઉત્કૃષ્ટતાએ કરે છે. પરંતુ એમનું નામકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ આસ્થામાં આજ્ઞારૂપી અનુકંપા એવી અપૂર્વ સહજતાથી ભળી જાય છે કે આસ્થા અને અનુકંપાનું આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણતામાં પરિણમન થાય છે. (આ છદ્મસ્થની શક્યતાના આધારે કહ્યું છે.) શ્રી ગણધર પ્રભુની અપૂર્વ લાક્ષણિકતા એ છે કે ૧૦૦-૧૫૦ ભવના આસ્થાના પુરુષાર્થને તેઓ નામકર્મનો ઉદય થતાંની સાથે અતિ સહજતાથી આજ્ઞાના ધ્રુવકાંટા પર સરાવી શકે છે. તેઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેમનો આત્મા છદ્મસ્થ અવસ્થામાં પણ આસ્થા અને અનુકંપાને સમાનપણે આજ્ઞારૂપી મહામાર્ગ દ્વારા પાળી અને પળાવી શકે છે. એમની પ્રેરણા થકી શ્રી આચાર્યજી આજ્ઞામાર્ગમાં ચાલી ચારિત્રની વિશુદ્ધિ કરી, આસ્થા તથા અનુકંપાને ૧૩૯ — Page #169 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ધારણ કરી, અન્ય શિષ્યગણ પાસે એ પુરુષાર્થ કરાવવામાં પ્રેરણારૂપ બને છે. શ્રી ગણધર અને આચાર્યજીનાં આસ્થા અને અનુકંપામાં એક તફાવત છે. ગણધર પ્રભુ પૂર્ણ આત્માની આજ્ઞા લે છે, અને એ પૂર્ણ આજ્ઞાને છદ્મસ્થ જીવો સમક્ષ આસ્થા તથા અનુકંપા રૂપે પરિણમાવે છે. આચાર્યજી એ જ પ્રક્રિયાને છગ્નસ્થ એવા ગણધર પાસેથી ગ્રહણ કરે છે. અને અન્ય છદ્મસ્થ આત્માને બોધે છે. શ્રી ઉપાધ્યાયજીનાં આસ્થા અને અનુકંપા શ્રી સિદ્ધપ્રભુ, અરિહંતપ્રભુ, ગણધર અને આચાર્યજીનાં પુરુષાર્થ, વર્તના તથા કલ્યાણભાવ સ્વાર કલ્યાણકારી નીવડે છે. આ કલ્યાણકાર્યમાં મુખ્ય ફાળો એમનાં આસ્થા, અનુકંપા તથા શમ ગુણ પર આધારિત હોય છે. શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે સંવેગ અને નિર્વેદ જીવ મુખ્યતાએ સ્વકલ્યાણ અર્થે વેદે છે અને આસ્થા તથા અનુકંપાથી પરકલ્યાણનો તેમનો હેતુ સચવાય છે. પણ આસ્થા તથા શમ એ સંવેગ, નિર્વેદ અને અનુકંપાને સ્વકલ્યાણ, પરકલ્યાણ કે સ્વપકલ્યાણનો આકાર આપી શકે છે. આ વિધાનને વિશેષતાએ વિચારતાં લક્ષ થાય છે કે શ્રી સિદ્ધ, અરિહંત, ગણધર તથા આચાર્યનાં આસ્થા તથા અનુકંપા સ્વપર કલ્યાણકારી થવા માટે, તેમાં સ્વાર કલ્યાણનો પુરુષાર્થ સમાયેલો હોવાથી એમની અનુકંપા એ રૂપ ધારણ કરે છે. શ્રી ઉપાધ્યાયજીને પરમાર્થ લોભમાં પરકલ્યાણના ભાવનું જોર વિશેષ હોય છે. આ કારણથી તેઓ પોતાની સ્વકલ્યાણની વીતરાગતાની ધારામાં એ રાગપ્રેરિત પરકલ્યાણની ભાવનાને ઠોકી બેસાડે છે. પરિણામે એમનાં આસ્થા અને અનુકંપા જે જોડકાંની જેમ ચાલતાં હતાં તેમાં ફાંટ પડે છે. એમની અનુકંપામાં વીતરાગી સ્વકલ્યાણ તથા સરાગી પરકલ્યાણની ભાવના રોપાય છે. તેનાથી એમની આસ્થા પર જે પ્રત્યાઘાત થાય છે તેમાં ફરક એ આવે છે કે જ્યાં તેમને રાગ પ્રેરિત અનુકંપા વેદાય છે ત્યાં એ પરિણામ આસ્થા પર વર્ચસ્વ સ્થાપી શકતું નથી. તેથી ધર્મનાં પ્રતિકરૂપ આસ્થા આજ્ઞાધીન રહે છે અને અનુકંપા અમુક અંશે – અમુક ૧૪) Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ માત્રામાં આજ્ઞાધીન રહે છે; બાકીની માત્રામાં સ્વચ્છંદી બને છે. આવી મિશ્ર સ્થિતિ પૂર્ણની અપેક્ષાએ તથા ગણધર અને આચાર્યની અપેક્ષાએ અપૂર્ણ છે, પરંતુ જનસમુદાય તથા બાળજીવોને મધ્યસ્થતા તથા શ્રદ્ધા ઉપજાવવા માટે એટલી જ જરૂરી છે. જો શ્રી ઉપાધ્યાયજીનો આ ફાળો ન હોત તો, શ્રી અરિહંત પ્રભુનો વીતરાગ ધર્મ જનસમુદાયને ખૂબ રુચિકર તો જરૂર થાત, પણ એ ધર્મપાલન કરવાનો માર્ગ તેમના માટે કદાચિત અસંભવ થઈ જાત. વળી, તેનાથી વીતરાગ ધર્મના છેડા સુધી પહોંચવામાં અનંતા અનંત ફાંટા ઉપસ્થિત થઈ જાત. એટલું જ નહિ પણ ધર્મની સુગમતા દુર્ગમતામાં પલટાઈ જાત. ઉપાધ્યાયજીના આ અદ્ભુત ફાળાને લક્ષમાં લઈ શ્રી અરિહંત પ્રભુ ગણધરને પ્રેરણા આપે છે, અને ગણધરજી આચાર્યને પ્રેરણા આપે છે, તેનાથી શ્રી ઉપાધ્યાયજીની ખામી એમના વ્યક્તિગત પુરુષાર્થમાં વિઘ્નરૂપ થતી નથી; બલ્કે એમનાથી બંધાતું પરમાર્થ પુણ્ય એમને સ્વરૂપની અનુભૂતિમાં તરબોળ કરવા પરમ અરૂપી વીતરાગતામાં સરાવે છે. અહીં શ્રી પ્રભુ આપણને ઉપાધ્યાયજી, ગણધરજી તથા આચાર્યનો ગુપ્ત ફાળો બતાવે છે. જો આ પ્રક્રિયા થતી ન હોત તો કોઇ પણ જીવ ઉપાધ્યાય થવા તૈયાર જ થાત નહિ અને ધર્મ જનસમુદાય સુધી કદી પહોંચી શકત પણ નહિ. સર્વ શ્રી સાધુસાધ્વીનાં આસ્થા અને અનુકંપા શ્રી સાધુસાધ્વીજી સ્વકલ્યાણની અને શ્રી ઉપાધ્યાયજી પ્રેરિત પરકલ્યાણની ભાવનામાં રત રહે છે. સર્વ સાધુસાધ્વીઓના ભાવનો સરવાળો કરી તારણ કાઢીએ તો તેમનાં આસ્થા તથા અનુકંપા બંને સ્વકલ્યાણ અર્થે જ હોય છે. એની સાથે એમનો ઉપાધ્યાયજી માટેનો વિનયભાવ એમનામાં પરકલ્યાણનાં છાંટણાં છાંટી એમની અનુકંપામાં ઉમેરો કરે છે, તેનાથી તેઓ સત્પુરુષપણું પ્રગટાવી, પરકલ્યાણની ભૂમિકા રચવાની શરૂઆત કરે છે. સહુ સાધુસાધ્વીજી જનસમુદાય માટે ઉત્તમ વિદ્યાર્થીનું ઉદાહરણ પૂરું પાડી, પરોક્ષ રીતે એમની સ્વકલ્યાણ પ્રેરિત ૧૪૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આસ્થા તથા અનુકંપામાં પરકલ્યાણના ભાવનું રોપણ કરે છે. અહો! આવું સાધુસાધ્વીપણું સર્વ જીવોને પ્રાપ્ત થાય કે જેથી તેઓ સર્વ ઉત્તમ વિદ્યાર્થીનું બિરુદ મેળવી, વહેલામાં વહેલી તકે મોક્ષ લક્ષ્મીને વરી શકે. આમ સમ્યક્ત્વનાં પાંચે લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા પ્રત્યેક પંચપરમેષ્ટિમાં વિશિષ્ટ રીતે ખીલેલાં આપણને જોવા મળે છે. સમ્યક્ત્વ એટલે સત્ય. સત્ય એટલે ધર્મ. ધર્મ છે શ્રી વીતરાગ પ્રેરિત આજ્ઞામાર્ગ, જેનાં મુખ્ય પ્રતિક, કર્તા તથા ભોક્તા છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત. આ શ્રેણિથી વિચારતાં જણાય છે કે સમ્યક્ત્વનાં પાંચે લક્ષણોમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો પુરુષાર્થ તથા તેમનો વકાંટો અંકિત થયેલો છે. શ્રી પ્રભુ પરમ પરમ કરુણાથી આ ભેદરહસ્યને આપણા જેવા દાસ પાસે સરળતાથી તથા સુગમનયથી ખૂલ્લું કરે છે, અને તેમાં રહેલા તેમના પરમ પવિત્ર કલ્યાણભાવને આપણે સારી રીતે અનુભવી શકીએ છીએ. સંવેગ અર્થાત્ મોક્ષમાં જવાની અભિલાષા એ જીવને માટે ધર્મની શરૂઆત કરવા માટે તથા સ્વપુરુષાર્થ ઉપાડી તેને વેગ આપવા માટે મુખ્ય કારણ બને છે. આથી સંવેગ એ સાધુસાધ્વીના પુરુષાર્થનો મુખ્ય વકાંટો ગણાયો છે. પ્રભુની પાઠશાળાના ઉત્તમ વિદ્યાર્થીઓ એ સાધુસાધ્વીજી છે, તેઓ આ માર્ગના પ્રાથમિક કક્ષાના આરાધકો છે, જેઓ સંવેગના આધારથી જ મોક્ષમાર્ગમાં ચાલવાની પ્રેરણા લઈ પુરુષાર્થ આદરે છે. સંવેગના આરાધનથી અમુક માત્રામાં જીવને સફળતા મળે છે, ત્યારે પૂર્વકૃત ભૂલોની - પૂર્વ નિબંધિત કર્મોની આલોચના કરવામાં જીવને નિર્વેદ મુખ્ય સાધન થાય છે. નિર્વેદ એટલે સંસારની શાતા ભોગવવાની ઇચ્છાની મંદતા. સંવેગથી આત્મસુખ મેળવવાની તીવ્રતા વધે છે અને તેના અનુસંધાનમાં જીવને સંસારસુખ માણવાની અભિલાષા ઘટતી જાય છે. પરિણામે પૂર્વે સેવેલી સંસારની તીવ્ર વાસનાનાં કારણે બંધાયેલાં કર્મની આલોચના કરવા તરફ જીવ વળે છે. કર્મ એ આત્માથી ભિન્ન પદાર્થ છે, માટે આ આલોચના કરવા, નિર્વેદને યથાર્થરૂપે ૧૪૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ આચરવા માટે જીવને ૫૨કલ્યાણરૂપ પુરુષાર્થની લાક્ષણિકતા મેળવવી અનિવાર્ય બને છે. તેથી સાધુસાધ્વીપણાથી આગળ વધી અન્યને સહાય કરવા માટે શિક્ષક સ્વરૂપ સ્વીકારનાર ઉપાધ્યાયજીના પુરુષાર્થનો વકાંટો પ૨કલ્યાણ થતો હોવાથી, નિર્વેદનું આચરણ તેમનું પ્રતિક બને છે. બીજી રીતે કહીએ તો નિર્વેદ વિકાસ પામતાં તેમની પરકલ્યાણની ભાવના ક્રમથી સાકાર થતી જાય છે. આત્માર્થે આગળ વધતો જીવ જ્યારે સંવેગ તથા નિર્વેદને યોગ્ય સમતુલનથી પોતાના પુરુષાર્થમાં ગૂંથે છે ત્યારે તેની ધર્મ પ્રત્યેની આસ્થા તેના પુરુષાર્થનો વકાંટો બની જાય છે. આવો જીવ અમુક સમયે સંવેગ પ્રેરિત સહજાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય છે, તથા અમુક સમયે પૂર્વે નિબંધન કરેલાં પોતાનાં સ્વરૂપના અનુભવની અંતરાયની પીડાથી છૂટવા તે આલોચના કરતો હોય છે. આ બંને પ્રક્રિયા કરવા પાછળ જીવનો મુખ્ય ભાવ તો આસ્થાનો જ છે તે વિચારવાથી સ્પષ્ટ થશે. સ્વરૂપની અનુભૂતિમાં જવા માટેનું મુખ્ય કારણ ધર્મ છે, અને આલોચનાની પ્રવૃત્તિ કરવા પાછળ પણ એ જ ધર્મ કારણરૂપ છે. વળી, આસ્થા એ આજ્ઞા માટે પરમ બાંધવરૂપ છે એટલું જ નહિ પણ આસ્થા આજ્ઞા માટે કારણરૂપ તથા તેના પાલનહારરૂપ પણ છે. માટે સ્વપર કલ્યાણમાં નિમગ્ન જીવ જ્યારે વીતરાગતાની કેડી ઉપર એટલો બધો ગૂંથાઈ જાય છે કે ત્યારે તે એવા ભાવમાં રમવા લાગે છે કે સ્વકલ્યાણ અને પરકલ્યાણ બંને માત્ર આસ્થારૂપ આજ્ઞાની છત્રછાયામાં જ થાઓ. આમ તેમને પોતાના પુરુષાર્થ કરતાં ધર્મનાં શરણાંની મહત્તા ઘણી વધારે થાય છે, પરિણામે તેમનાં રોમેરોમમાં ધર્મની આસ્થાનો ધ્વનિ રમ્યા કરે છે. આવો પુરુષાર્થ કરવો તે શ્રી ગણધર તથા શ્રી આચાર્યજીનો વકાંટો બને છે. જીવનો ધર્મરૂપી રથ, આસ્થા જેવા સારથિ તથા સંવેગ અને નિર્વેદરૂપ ઘોડા સાથે અતિ તેજ ગતિથી દોડી શકે છે. તેથી જીવ કેવળજ્ઞાન અર્થાત્ શિવરૂપ મુક્તિને સહજતાએ વરી શકે છે. આવી શીઘ્રતાથી આગળ વધતા જીવને સતત એ લક્ષ રહેતો હોય છે કે સંસારના આરંભથી શરૂ કરી મોક્ષ પ્રાપ્તિ સુધીની ૧૪૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ યાત્રા કરવામાં તેને અનંત સપુરુષોની સહાય મળી છે, તથા તેણે તે સર્વની સહાયનો સ્વીકાર પણ કર્યો છે, તે સર્વ આત્માઓએ નિસ્પૃહતાથી, બદલાની કોઈ પણ આશા વિના સહાય કરેલી છે. તેમાંના સર્વ મોટા પુરુષોની ભાવના ‘સર્વ જીવ કરું શાસનરસિ' હજુ સુધી પૂર્ણ થઈ નથી કેમકે સહુ જીવ મુક્ત થઈ ગયા નથી. આથી તેમની અધૂરી રહેલી ભાવના પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પૂર્ણતાએ ઋણમુક્ત થઈ શકે નહિ. તે સહુ ઉત્તમ આત્માઓને આ પ્રકારનાં ઋણથી મુક્તિ અપાવવા આગળ વધતો જીવ કલ્યાણકાર્યમાં સરે છે. અને તે પણ પૂર્ણ થયા પછી. આ કાર્યને શ્રી પ્રભુ અનુકંપારૂપ પુરુષાર્થ તરીકે ઓળખાવે છે. પરકલ્યાણના ભાવ તથા અનુકંપાના ભાવમાં એક મોટો તફાવત રહેલો છે. પરકલ્યાણનો ભાવ રાગસહિત થાય છે. અન્ય જીવને ધર્મરુચિ કરાવવાના રાગભરિત યત્નથી પરકલ્યાણનો ભાવ જીવમાં ઉપજે છે. તો અનુકંપા આત્માને પૂર્ણતા મળ્યા પછી, સહજ ભાવથી ઉત્પન્ન થાય છે. આ ભાવમાં પરમ વીતરાગતા, નિર્વિકલ્પતા અને પૂર્ણ આજ્ઞાધીનપણું જોડાયેલાં હોય છે. આવો કલ્યાણકાર્યનો પુરુષાર્થ શ્રી અરિહંત પ્રભુ તથા કેવળીપ્રભુ અનુકંપાને ધુવકાંટો બનાવીને કરે છે. આ બધા પુરુષાર્થનું ફળ અથવા પરિણામ છે શાંતિ તથા સહજાનંદ. જીવ છદ્મસ્થરૂપે તથા પૂર્ણરૂપે આ શાંતિ તથા સહજાનંદને ધર્મનાં સત્ આરાધનથી અમુક કાળે વેદતો આવે છે. આ સિદ્ધિ જ્યારે પૂર્ણરૂપ ધારણ કરે છે ત્યારે આત્મા એ પરિણામને સમયની અબાધિત સ્થિતિથી પોતાના પુરુષાર્થને નિરંતર કરે છે. જેના થકી એ સ્થિતિને તે સાદિ અનંત કાળ સુધી માણી શકે છે. આ છે શ્રી સિદ્ધ પ્રભુનો ‘શમ' પુરુષાર્થ, જે એમનો ધુવકાંટો છે. ‘શમ” એ બાકીના ચાર પુરુષાર્થના સરવાળાનું પરિણામ છે. આ રીતે સમ્યક્ત્વનાં પાંચ લક્ષણોમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના પ્રત્યેક પ્રભુનો ધુવકાંટો રહેલો છે, આ લક્ષણોને શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પોતાના પુરુષાર્થમાં પંચામૃતપણે વણે છે, જેનાથી બહ્મરસ સમાધિરૂપ અનંતસુખને તેઓ પામે છે. ૧૪૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને આપણે શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજીએ. શ્રી સાધુસાધ્વીનું પંચામૃત શ્રી સાધુસાધ્વીજી પોતાના સંવેગના ભાવને પોતાના પુરુષાર્થમાં વણે છે. તેની સાથે સમૂહગત લોકકલ્યાણની ભાવનાને ઉત્કૃષ્ટ રૂપે દીપાવે છે. આ બંને ભાવનો અપૂર્વ સંગમ એક અપૂર્વ પ્રક્રિયાની આદિ કરાવે છે. સંવેગભાવ એ એમનો લક્ષગત પુરુષાર્થ છે, તેથી એમના આજ્ઞારસમાં સંવેગનો ભાવ ભળે છે. તેમની લોકકલ્યાણની ભાવનાને લીધે તેઓ શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનો આશ્રવ કરે છે. શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાં સમ્યક્ત્વનાં બધાં લક્ષણો સમાયેલાં છે કેમકે શ્રી પંચપરમેષ્ટિના પ્રત્યેક પ્રભુનો પુરુષાર્થ સમ્યક્ત્વનાં એકએક લક્ષણનાં લક્ષથી વિભૂષિત થયો હોય છે. તેથી પાંચેના લક્ષગત પુરુષાર્થનો સ૨વાળો કરીએ તો બધાં જ લક્ષણો તેમાં આવી જાય છે. એ પરમાણુઓમાં સંવેગરૂપ આજ્ઞારસ પુદ્ગલરૂપ બરફમાં કેદ થયેલ હોય છે, ત્યારે શ્રી સાધુસાધ્વીનો લક્ષગત પુરુષાર્થ તાજા સંવેગરૂપી આજ્ઞારસને પંચપરમેષ્ટિનાં પરમાણુ સાથે મેળાપ કરાવે છે. આ મેળાપથી પરમાણુના સંવેગરૂપ આજ્ઞારસને તાજો સંવેગરૂપ આજ્ઞારસ ઓગાળે છે, પરિણામે એ સંવેગરૂપ પરમાણુઓ, અન્ય પંચપરમેષ્ટિનાં પરમાણુના સંવેગ આજ્ઞારસથી પ્રેરાઈ સંવેગ પ્રેરિત સંવેગ, સંવેગ પ્રેરિત નિર્વેદ, સંવેગ પ્રેરિત આસ્થા, સંવેગ પ્રેરિત અનુકંપા તથા સંવેગ પ્રેરિત શમમાં પરિણામે છે; અને તેનાથી સંવેગ પ્રેરિત પંચપરમેષ્ટિ પરમાણુનું સર્જન થાય છે. આ અપૂર્વ કાર્યથી સાધુસાધ્વીનો શમ વધે છે અને તેઓ સંવેગ પ્રેરિત માર્ગથી અપૂર્વ બ્રહ્મરસ સમાધિના કર્તા તથા ભોક્તા બને છે. શ્રી ઉપાધ્યાયજીનું પંચામૃત શ્રી ઉપાધ્યાયજી નિર્વેદ પ્રેરિત આજ્ઞારસ સાથે લોકકલ્યાણની ભાવના કરે છે. અને સાધુસાધ્વી માટે જે પ્રક્રિયા થાય છે એ જ પ્રક્રિયા પ્રમાણે તેઓ ૧૪૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિર્વેદરૂપ આજ્ઞારસ દ્વારા નિર્વેદ પ્રેરિત સંવેગ, નિર્વેદ પ્રેરિત નિર્વેદ, નિર્વેદ પ્રેરિત આસ્થા, નિર્વેદ પ્રેરિત અનુકંપા તથા નિર્વેદ પ્રેરિત શમથી સભર પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે. આ કાર્યથી ઉપાધ્યાયજીનો શમ વધતાં તેઓ નિર્વેદ પ્રેરિત માર્ગથી અપૂર્વ બ્રહ્મરસ સમાધિના કર્તા તથા ભોક્તા બને છે. અન્ય પરમેષ્ટિનાં પંચામૃત એ જ પ્રમાણે શ્રી આચાર્યજી આસ્થા પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે, શ્રી અરિહંત પ્રભુ અનુકંપા પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુ સર્જે છે અને શ્રી સિદ્ધ ભગવાન શમ પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે. આ પંચપરમેષ્ટિ પ્રભુની વ્યક્તિગત પ્રક્રિયાથી આચાર્યજી આસ્થા પ્રેરિત બ્રહ્મરસ સમાધિ, અરિહંતપ્રભુ અનુકંપા પ્રેરિત બ્રહ્મરસ સમાધિ તથા સિદ્ધપ્રભુ શમ પ્રેરિત બ્રહ્મરસ સમાધિ અનુભવે છે. આ સર્વ બ્રહ્મરસ સમાધિ મુખ્યપણે લોકનાં કર્મભૂમિનાં સ્થાનમાં આજ્ઞારસ પ્રેરિત સમ્યક્ ૐ ધ્વનિના પુદ્ગલ આજ્ઞારસને રચે છે. જેને શ્રી તીર્થંકર પ્રભુ અને અપવાદરૂપ કેવળીપ્રભુ ધારણ કરી (ગણધર કેવળી થયા પછી પ્રભુ સાથેના અમુક ભવ્ય ઋણાનુબંધને કારણે આ કાર્ય કરે છે) સ્થૂળરૂપથી ૐ ધ્વનિ રૂપે જગતજીવોને તેનું પાન કરાવે છે. આ ૐૐ ધ્વનિના પુદ્ગલ આજ્ઞારસની રચના કેવી હોય છે તે આપણે શ્રી પ્રભુના આશ્રયથી જાણવા પ્રયત્ન કરીએ. શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે ૐની રચના પાછળ એક અતિ ગુપ્ત રહસ્ય સમાયેલું છે. ૐની આકૃતિમાં ૩ ત્રણના મધ્યભાગમાંથી એક લાંબી પૂંછડી નીકળે છે અને તેના ઉપર અર્ધચંદ્ર જેવું બિંદુ રહેલું છે. આ આકારનો ભેદ સમજવા યોગ્ય છે. ૧૪૬ - Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ એનું કમી મરિન - - આસ્થા આચાર્ય નિર્વેદ (ઉપાધ્યાય થાત્રિ સાધુસાધી મુદોમ આ આકૃતિમાં ત્રણ એ રત્નત્રયની આરાધનાનું પ્રતિક છે. સર્વ પંચપરમેષ્ટિ ભગવંત જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણ રત્નનું આરાધન પોતપોતાની કક્ષા પ્રમાણે સતત કરતા રહે છે. અને સાથે સાથે તે પાંચે ભગવંતના હૃદયમાં સહુ જીવોનું કલ્યાણ થાઓ એ ભાવ તેમની કક્ષાની તરતમતા અનુસાર વેદાતો હોય છે, આ ભાવ જ્યારે તેમના હૈયામાં ઉત્કૃષ્ટપણે વેદાય છે ત્યારે તેમના દેહમાંથી કલ્યાણભાવનાં પરમાણુનો ધોધ અન્ય જીવો પ્રતિ વરસે છે. તેમાં શ્રી અરિહંત પ્રભુએ આ ભાવ છદ્મસ્થ અવસ્થામાં ખૂબ ઘૂંટેલો હોવા છતાં ખૂબ વહાવ્યો હોતો નથી. તેથી તેઓ પૂર્ણ થાય તે પછી તેમનો એ ભાવ ધોધરૂપે સતત વહ્યા કરે છે. ગણધરે પણ એ ભાવ પૂર્વ જન્મોમાં ખૂબ ઘૂટયો હોવાથી, અને સંઘર્યો હોવાથી તેમનું ગણધરપદ ઉદયમાં આવે ત્યારે શ્રી પ્રભુની આજ્ઞાથી તેમનામાંથી પણ એ ધોધ ખૂબ પ્રવહે છે અને તેમને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તેનો પ્રવાહ અટકતો નથી કે મંદ થતો નથી. બાકીના ત્રણ પરમેષ્ટિને તેમની કક્ષા તથા ભાવ અનુસાર આ કલ્યાણભાવનો પ્રવાહ તેમના પદના ઉદયથી શરૂ કરી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી સતત વહેતો રહે છે. આમ પાંચે પરમેષ્ટિનાં હૃદયમાંથી મુખ્યતાએ અને દેહના અન્ય ભાગોમાંથી ગૌણતાએ, તેમને તે પદનો ઉદય હોય ત્યાં ૧૪૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સુધી ‘સર્વ જીવનું કલ્યાણ થાઓ' એ ભાવથી ભરેલાં કલ્યાણનાં પરમાણુઓનો પ્રવાહ નીકળ્યા કરતો હોય છે અને તેનો લાભ જગતના સર્વ ઇચ્છુક પાત્ર જીવોને મળતો રહે છે. આ રહસ્યને ગુપ્તતાથી, ત્રણના આંકના મધ્યભાગમાંથી નીકળતી પૂંછડી દ્વારા ફ્રૂટ કર્યું છે. આ પૂંછડીનો વણાંક નીચે તરફ જાય છે એવું સૂચવન કરે છે કે આ પ્રવાહનો રસ સહુ પાત્ર જીવો ઝીલવા, અમૃતવર્ષા રૂપે માણવા સમર્થ બનશે. તેની સાથે પૂંછડી ઉપર સર્જાયેલું ચંદ્રબિંદુ એ સૂચવે છે કે સર્વ પંચપરમેષ્ટિ આત્માઓ તેમના આ કલ્યાણભાવને લીધે તથા રત્નત્રયની આરાધનાના કારણથી ઉર્ધ્વગામી થવાય, તેમને ઉચ્ચ દશામાં લઈ જાય એવી બ્રહ્મરસ સમાધિ પ્રાપ્ત કરે છે. આવી બ્રહ્મરસ સમાધિ તેમને સતત વર્તે તથા એમની રત્નત્રયની આરાધનાથી તથા કલ્યાણકાર્યથી એ સમાધિને સતત ઉદિપ્ત રાખે એવું પૂર્ણ પંચપરમેષ્ટિનું આજ્ઞાકવચ તેમને મળે છે. આ ભેદરહસ્યનો વિસ્તાર થતાં રત્નત્રયની આરાધનાનું પરિમાણ આપણને જાણવા મળે છે. ૐની આકૃતિનો વિશેષ અભ્યાસ કરીએ ત્યારે સમજાય છે કે રત્નત્રયની આરાધનામાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સિદ્ધિ કરવામાં ક્યા પરમેષ્ટિનો કેટલો ફાળો રહેલો છે. ૐ માં ત્રણની આકૃતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પુરુષાર્થ સમાયેલો છે. ઉપરમાં જે અર્ધ ચંદ્રમા જેવી આકૃતિ છે તે પૂર્ણ પરમેષ્ટિનું આજ્ઞાકવચ છે, અને વચમાનું બિંદુ સર્વની એકતારૂપ શમ ગુણનું પ્રતિક છે. ૐની ત્રણની આકૃતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રણ ભાગ પડે છે; ઉપરનો શમનો ભાગ (અર્ધચંદ્રાકાર ભાગ) જ્ઞાન, દર્શન, ચારિત્રથી પર હોવાથી તેની ગણતરી કરવાની રહેતી નથી. તેની નીચેના ભાગથી જ્ઞાનનો ભાગ શરૂ થાય છે. આ જ્ઞાનના વિભાગમાં થોડો અંશ સિદ્ધ ભગવાનના શમ ગુણનો, અને મુખ્ય અંશ અરિહંત પ્રભુના અનુકંપા ગુણનો બનેલો છે. એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં શમનો નાનો હિસ્સો અને અનુકંપાનો મુખ્ય હિસ્સો હોય છે. એ પછી દર્શનગુણનો વિભાગ આવે છે. દર્શન અમુક અંશે અરિહંત પ્રભુની અનુકંપાથી અને મુખ્યતાએ આચાર્યજીના આસ્થાના ઉપયોગથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને દર્શનના વિભાગ કદમાં લગભગ સરખા જોવા મળે છે, એટલે કે તેની ૧૪૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ ખીલવણીમાં લગભગ સમાન વીર્યનો ઉપયોગ થાય છે. અને પછીનો ચારિત્રનો વિભાગ કદમાં સૌથી મોટો છે. તે વિભાગ આચાર્યજીની આસ્થાથી શરૂ કરી, ઉપાધ્યાયજીના નિર્વેદને તથા સાધુસાધ્વીના સંવેગને કાર્યાન્વિત કરવાથી સર્જાય છે. આવા ચારિત્રની ખીલવણી માટે વિશેષ વીર્ય વપરાય છે, માટે તેનો વિભાગ વધુ જગ્યા રોકે છે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયના ત્રિવેણી સંગમમાં, ત્રણના મધ્ય ભાગમાંથી, જે કલ્યાણની પ્રક્રિયા દર્શાવનાર પૂંછડી નીકળે છે તે આચાર્યજીની આસ્થાથી શરૂ થઈ, અરિહંત પ્રભુની અનુકંપામાંથી યોગબળ તથા આજ્ઞાબળ લઈ તે આસ્થા નિર્વેદ અને સંવેગમાં સરે છે. આ પ્રકારે વિચારતાં ૐની આકૃતિમાંથી નિષ્પન્ન થતું શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું સ્વરૂપ આપણને સમજાય છે. અહો ! શ્રી જિનપ્રભુની અમૃતમય વાણી, શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ મેળવવા માટે (કાર્યકારી કરવા માટે) અમૃતબોધ તથા અમૃતસાગર સમાન છે. હે પ્રભુ! તમારી કૃપાથી અને આજ્ઞાથી આ વાણીને ઝીલી, એને રત્નત્રયની આરાધના માટે પ્રવૃત્ત કરી, કલ્યાણમય અમૃતધારામાં સરી, અમારો આત્મા અતિ દુર્ગમ એવા પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુનાં આજ્ઞાકવચને મેળવવા સુભાગી થાય એવી કૃપા કરો. સાથે સાથે આ સિદ્ધિને પ્રાપ્ત કરી, સાદિ અનંત કાળ માટે અબાધિત અયોગી બ્રહ્મરૂપ સિદ્ધ દશાને માણીએ એવી ભાવના ભાવીએ છીએ. તમારા આ અવર્ણનીય ઉપકારનો બદલો અમે એક જ રીતે વાળી શકીએ એમ છીએ, અને તે છે તમને પૂર્ણ સંતોષ થાય એવી શુદ્ધ અને નિર્દોષ આચરણા કરીને. તો હે પ્રભુ! આવી ઉત્તમ આચરણા અમને આપો, અને આપના આ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા અમને યોગ્ય સામર્થ્ય, શક્તિ તથા સિદ્ધિ આપો. આ પ્રાર્થના સાથે અમે આપને ભાવથી વંદન કરીએ છીએ. ૧૪૯ ૐ શાંતિઃ Page #179 -------------------------------------------------------------------------- ________________ किं मोदसे पण्डितनाममात्रत्, शास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधाष्य कुरुष्व चाशु, न ते भवेद्येन ભવાબ્ધિપતિઃ || ૬૮દ્દા લોકરંજન કરનારાં શાસ્ત્રોનો અભ્યાસી થઈને તું પંડિત નામમાત્રથી કેમ રાજી થઈ જાય છે? તું કાંઈ એવો અભ્યાસ કર અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસાર - સમુદ્રમાં પડવું પડે જ નહિ. (૫) – અધ્યાત્મકલ્પદ્રુમ, અધિકાર ૮, શ્લોક ૫. अधीतिमात्रेण फलन्ति नागमाः, सभीहितैर्जीच सुखैर्भवान्तरे । स्वनुष्टितैः किं तु तदीरितैः रवरो, न यत्सिताया वहनश्रमात्सूखी ।। માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગમો ફળતા નથી, પરંતુ તેમાં બતાવેલા શુભ અનુષ્ઠાનો કરવાથી, આગમો ફળે છે; જેવી રીતે સાકરનો બોજો ઉપાડવાના શ્રમથી ગધેડો કાંઈ સુખી નથી. – મુનિસુંદરસૂરિ કૃત અધ્યાત્મ કલ્પદ્રુમ, અધિકાર ૮, શ્લોક ૯. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ શ્રી કેવળ પ્રભુનો સાથ નાદના ધરનાર, ૐનાદને ૐધર્મરૂપે પ્રકાશનાર, એ ૐધર્મને સર્વોત્કૃષ્ટ મંગલ ધર્મરૂપે વર્તમાનમાં પલટાવનાર, વર્તમાનનાં ધર્મરૂપ મંગલપણાને સનાતન, અનાદિ અનંત તથા શાશ્વત ધર્મરૂપ કરનાર શ્રી અરિહંતપ્રભુ તથા તેમના સાથીદાર સર્વ પંચપરમેષ્ટિ ભગવંતના અકથ્ય સાથ, પરમોત્કૃષ્ટ ઉપકાર તથા અપ્રમત્ત પુરુષાર્થને આત્માના પ્રદેશેપ્રદેશે, પ્રત્યેક પ્રદેશનાં અણુએ અણુમાં અને દેહના રોમેરોમમાં ‘તેઓ સદાય જયવંત રહો' એવા ઉપકારના ધ્વનિને ૐના આકાર સાથે ઉૐધ્વનિરૂપે વેદીએ છીએ; જેનું વદન હે પ્રભુ! તમે સતત કરી રહ્યા છો. તમારા આ શાશ્વત વેદનને શબ્દદેહ આપવાની દુષ્કર આજ્ઞા તમે અમને આપી છે. એ અરૂપી અનુભવને રૂપી આકાર આપવા તમારા આત્માના વેદનની ભાષા સિવાયની અન્ય કોઈ પણ ભાષા સમર્થ થઈ શકતી નથી. આવા દુષ્કર કાર્યને સિદ્ધ કરવા તમે અમને આજ્ઞા આપી છે, તો એ કાર્યની સિદ્ધિ માટે અમે તમારો પળેપળનો સાથ, સમયની લક્ષગત જાગૃતિવાળું આજ્ઞાનું આરાધન તથા ભક્તિવિનયની પરાકાષ્ટારૂપ તમારાં કલ્યાણનાં પરમાણુઓનું સતત બોધરૂપ દાન માગીએ છીએ. અહો! પંચપરમેષ્ટિ મહાત્મા! તમારી ધર્મ પ્રરૂપણાની અપૂર્વતા જાણ્યા પછી આશ્ચર્યની અસીમિત લાગણી અમને અનુભવાય છે, કે તમે લોકના પ્રત્યેક પ્રદેશમાં વિદ્યમાન ન હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ કરતાં તમારાં કલ્યાણનાં પરમાણુઓ આખા લોકમાં વ્યાપી રહ્યાં છે. વિચાર કરતાં અમને ૧૫૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમજાય છે કે તમારાં કલ્યાણનાં પરમાણુઓ આકાશ અસ્તિકામાં લોકનું તેમજ અલોકનું નિર્માણ કરે છે. આકાશ નિરંતર છે, લોક નિરંતર છે, તે જ રીતે અલોક પણ નિરંતર છે. તેથી તેની જનેતારૂપ પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓ નિરંતર જ હોય એ નિયમ સહજતા તથા સરળતાથી સમજાય તેવો છે. આવા નિત્ય થયેલા અનુશાસનને ગુરુપદ આપતાં ૐનિ સમજાવે છે કે રૂપી ગુરુ અરૂપી બને છે, અને રૂપી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવ અરૂપી અવસ્થાના પ્રમાણિક સમતોલનમાં પોતાનું વર્ચસ્વ ધારણ કરે છે. જેના થકી દ્રવ્યની મર્યાદા અપરિમિત બને છે, ક્ષેત્રની મર્યાદા અપરિમિત બને છે, કાળની મર્યાદા અપરિમિત બને છે, ભાવની મર્યાદા અપરિમિત બને છે અને ભવની મર્યાદા પણ અપરિમિત બને છે. જો પાંચ સમવાયની બાધા આપના કલ્યાણરસને બાંધી શકતી નથી, અપૂર્ણ આત્માનો મિથ્યાત્વરસ એના આત્મરસ તથા આજ્ઞારસને ઝાંખો કરી શકતો નથી, તો આ કલ્યાણરસને આવું અરૂપી ધૂરંધરપણું આપનાર પ્રક્રિયા કઈ છે? શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપાથી તથા આજ્ઞાથી આ પ્રક્રિયા અહીં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવળીપ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રક્રિયા અરિહંત કેવળી આત્મા સિધ્ધાત્મા છદ્મસ્થ પંચપરમેષ્ટિ આત્મા આજ્ઞાસમાધિરૂપ - બોધરસ આજ્ઞાની પૂર્ણતારૂપ બોધરસ આજ્ઞાસેતુ પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુ ૧૫૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ છદ્મસ્થ પંચપરમેષ્ટિ આત્મા પૂર્ણ પંચપરમેષ્ટિની આજ્ઞાથી તથા કૃપાથી વર્તે છે. એ પૂર્ણ પંચપરમેષ્ટિની કૃપાથી એ આત્માના અસંખ્યાત પ્રદેશો જ્યારે એમની આજ્ઞામાં વર્તવા માંડે છે ત્યારે જ શ્રી પ્રભુ એ આત્માને આંતરરૂપથી પંચપરમેષ્ટિ પ્રભુ તરીકે સ્થાન અપાવે છે. પૂર્ણ પંચપરમેષ્ટિની આજ્ઞામાં રહેવા માટે એ જીવે સંસારની સુખબુદ્ધિ તથા મોહથી અલિપ્ત રહેવું જરૂરી બને છે. આમ થવા માટે જ્યારે તે જીવ પુરુષાર્થ કરી પોતાના અડધાથી વધારે પ્રદેશોમાં એવી અલિપ્તતાનો અનુભવ કરી શકે છે ત્યારે તેને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન મળે છે. આ પ્રકારની અલિપ્તતા તથા ભક્તિવિનયના માધ્યમથી એ પંચપરમેષ્ટિ આત્માને પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુ પાસેથી એક અપૂર્વ કવચ મળે છે. આ કવચ ઉત્પન થવામાં મુખ્યતાએ છ પ્રક્રિયાઓ થાય છે. આ પ્રક્રિયાઓને આપણે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રક્રિયાઓ સમજતી વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે પ્રક્રિયા આપણને બહાર જોવામાં આવે છે તે જ પ્રક્રિયા હકીકતમાં આત્માના અંતરંગ પ્રદેશો પર થતી હોય છે. આ છએ પ્રક્રિયાઓને આપણે હવે સમજીએ. ૧. શ્રી સિદ્ધ પ્રભુનો આત્મા પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞા સમાધિરૂપ બોધરસ ખેંચે છે. ૨. શ્રી અરિહંતપ્રભુ, કેવળ પ્રભુનો આત્મા પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞાની પૂર્ણતારૂપ બોધરસ ખેંચે છે. ૩. આજ્ઞાસમાધિ (આજ્ઞામય શમ) તથા આજ્ઞાની પૂર્ણતા (આજ્ઞામય સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા) વચ્ચે શ્રી કેવળી પ્રભુ પ્રેરિત શ્રી સિદ્ધપ્રભુથી શરૂ કરી શ્રી કેવળીપ્રભુ સુધીની આજ્ઞાસેતુ બંધાય છે. ૪. પંચપરમેષ્ટિ સાધક ઉપકારબુદ્ધિ તથા અહોભાવના પરમ સાથ દ્વારા શ્રી કેવળ પ્રભુ સાથે આજ્ઞાની પૂર્ણતાનો સેતુ બાંધે છે. ૧૫૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૫. શ્રી પંચપરમેષ્ટિ સાધક શ્રી કેવળીપ્રભુની પૂર્ણતાના માધ્યમથી સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના સાધનથી શ્રી સિદ્ધપ્રભુની આજ્ઞામય સમાધિ સાથે સેતુ બાંધે છે. ૬. આ પાંચ અપૂર્વ, ગુપ્ત તથા ગંભીર પ્રક્રિયા થયા પછી તે સાધકના આત્મામાંથી કલ્યાણનાં પ૨મ બિંદુઓ ઊછળી ઊછળીને વિસ્ફોટ પામી આકાશ અસ્તિકાયમાં પુદ્ગલરૂપે સ્થપાય છે, જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા કાળની મર્યાદામાં રહી પંચપરમેષ્ટિનાં સમૂહગત પરમાણુઓમાં સ્થાન પામે છે. સાધક શ્રી સિદ્ધપ્રભુ પાસેથી આજ્ઞામય શમરૂપ સાદિ અનંત સમાધિનો રસ ધારણ કરી ધર્મનાં સનાતનપણાને અનુભવે છે, અને શ્રી કેવળીપ્રભુ પાસેથી આજ્ઞામય સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપાનો રસ ધારણ કરી ધર્મનાં મંગલપણાને અનુભવે છે. આ અનુભવ દ્વારા સાધક ધર્મનાં સનાતનપણાને તથા ધર્મનાં મંગલપણાને આજ્ઞાનાં માધ્યમ દ્વારા એવી અપૂર્વ રીતે એકરૂપ કરે છે કે તે બંને એક સિક્કાની બે બાજુ સમાન બની જાય છે. આજ્ઞાની અપૂર્વતા એવી છે કે સનાતનપણું અને મંગલપણું એ બંને ભિન્ન ભિન્ન માધ્યમથી ઉત્પન્ન થતાં હોવાં છતાં બંને જોડકાંરૂપ બની જાય છે. આ રીતે ધર્મનું અભયપણું જ્યારે કલ્યાણનાં પરમાણુઓમાં કવચ બને છે ત્યારે તેમાં ધર્મનાં સનાતનપણાની તથા ધર્મનાં મંગલપણાની લાક્ષણિકતા આવે છે, તેનાં કારણે એ પરમાણુઓ ગમે તે દ્રવ્યમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે કાળમાં, ગમે તે ભાવમાં કે ગમે તે ભવમાં કલ્યાણરૂપે જ પરિણમે છે. આ કાર્ય કરવા માટે તેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ સાનુકૂળ રીતે જ વર્તે છે, અને આકાશ એ સર્વને યોગ્ય અવગાહના આપે છે. જે સાધક આવી સુંદર પ્રક્રિયા દ્વારા કલ્યાણનાં કાર્યને આદરે છે અને આચરે છે, તેને શમસ્વરૂપ સનાતન શાંતિ, અને એ ઉપરાંત સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપારૂપ પુરુષાર્થનાં અંતરાય તૂટતાં જાય છે. આમ અંતરાય તૂટવાથી ૧૫૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ એ સાધકને શ્રી પંચપરમેષ્ટિનું શિષ્યપણું પ્રાપ્ત થાય છે, અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તેના ગુરુરૂપે નિમાય છે. આવી અભુત છતાં અતિગુપ્ત પ્રક્રિયા થવાને લીધે એ સાધક પાંચ સમવાયના કોઈ પણ ગુણાંકમાં (permutation and combination માં) હોય તો પણ એને માર્ગદર્શન તથા યોગબળ મેળવવા માટે અનભિસંધિજ વીર્ય કે અતિ અલ્પ અભિસંધિજ વીર્ય વાપરવું પડે છે. અર્થાત્ તે સાધક અનભિસંધિજ વીર્ય કે અલ્પ અભિસંધિજ વીર્યના ઉપયોગથી આ કલ્યાણનાં પરમાણુઓ તથા માર્ગદર્શન અને યોગબળ મેળવી શકે છે. કેમકે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ લોકવ્યાપી છે. જો એ સાધક કોઈ એક જ ગુરુ માટે તાદાસ્યભાવ રાખતો હોય તો તેને યોગબળ ખેંચવા માટે વધારે પ્રમાણમાં પોતાનું અભિસંધિજ વીર્ય વાપરવું પડે છે; કારણ કે એ સાધક તેમજ ગુરુએ પોતપોતાના પાંચ સમવાયને યોગ્ય રીતે એકબીજાને અનુકૂળ કરવાનાં રહે છે. જે સાધકનું અભિસંધિજ વીર્ય આ બંનેની વચ્ચે હોય છે, અર્થાત્ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને ગુરુ માનવાથી ખેંચાતાં વીર્ય અને ગુરુ પાસેથી યોગબળ ખેંચવાથી મળતાં વીર્યની વચ્ચે છે, તે સાધક આ વીર્યને કેવળીપ્રભુ પ્રેરિત પંચપરમેષ્ટિની પ્રક્રિયામાં વાપરી શકે છે. આ અધિક વીર્યને આ પ્રક્રિયા કરવામાં વાપરવાથી તે સાધકનાં કલ્યાણના પરમાણુઓ વધારે તીક્ષ્ણ થાય છે, એટલું જ નહિ પણ, તેની સંખ્યા તથા જથ્થો પણ વિસ્તૃત રૂપ ધારણ કરે છે, પરિણામે તેની પરમાર્થની અંતરાયો વિશેષતાએ તૂટે છે, આથી એ સાધકને પૂર્ણતા તથા સિદ્ધિ સહજતાઓ, ટૂંકા ગાળામાં તથા પ્રમાણમાં અલ્પ અભિસંધિજ વીર્યના ઉપયોગ કરવાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે શ્રી મલ્લિનાથ પ્રભુની ક્ષપક શ્રેણિ, શ્રી દેવેશ્વર પ્રભુની કૃપક શ્રેણિ તથા તેઓની કેવળી પર્યાયની સિદ્ધિ લઈ શકાય. આ રીતે આવું ઉત્તમ કલ્યાણકાર્ય કરવાથી સાધકની વીતરાગતા તથા નિસ્પૃહતા એટલાં વિશેષ પ્રમાણમાં વર્ધમાન થતાં જાય છે, ખીલતાં જાય છે કે તેમનાં કલ્યાણાદિ સર્વ કાર્યો પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ દ્વારા જ થતાં જાય છે. તેથી તેમનું કલ્યાણકાર્ય પણ સમૂહગત તથા પૂર્ણ અજ્ઞાની આજ્ઞાથી જ થાય છે. આવી ઉત્તમ દશાએ પહોંચવા માટે ૧૫૫. Page #185 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાધકે શું પુરુષાર્થ કરવો જોઈએ? તે દશા મેળવવામાં શ્રી પ્રભુનો સાથ કેવી રીતે અને ક્યા પ્રકારે મળે છે? આ સર્વનો વિચાર કરવો તથા અભ્યાસ કરવો ખૂબ જ ઉપકારી છે, જરૂરી પણ છે. તેથી શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી તથા આજ્ઞાથી આ વિચારણા તથા અભ્યાસ કરવાનો આપણે પુરુષાર્થ કરીએ. સાધકનો આત્મા જ્યારે ક્ષાયિક સમકિત લીધા પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની વચ્ચે રમતો હોય છે ત્યારે તેના અશુધ્ધ પ્રદેશો અમુક આત્મસ્થિરતા મેળવ્યા પછીથી ઓછામાં ઓછા સાધુસાધ્વીજીની કક્ષાએ પહોંચ્યા હોય છે. આ અશુધ્ધ પ્રદેશોમાંના અમુક પ્રદેશોની કક્ષા ઉપાધ્યાયજી જેવી હોય છે, અમુક પ્રદેશોની દશા આચાર્યજી જેવી હોય છે અને કેટલાક સાધકોની બાબતમાં અમુક પ્રદેશોની કક્ષા શ્રી ગણધર કે શ્રી અરિહંત પ્રભુની કક્ષા સુધી પણ વિકસી હોય છે, કે જેઓ ભાવિમાં ગણધર કે તીર્થકરપદની પ્રાપ્તિ કરવાના હોય. આવા સાધકના આત્મા પાસે આઠ રુચક પ્રદેશો શ્રી સિદ્ધ ભગવાન જેવા પૂર્ણ શુદ્ધ હોય છે, આઠ કેવળીગમ્ય પ્રદેશો શ્રી અરિહંતપ્રભુ કે કેવળીપ્રભુના આત્મપ્રદેશોની માફક ઘાતકર્મ તથા અશુભ અઘાતી કર્મથી રહિત હોય છે, અને શુભ અઘાતી કર્મો સહિત હોય છે. આવા સાધકનો આત્મા જેમ જેમ પોતાનાં ચારિત્રની ખીલવણી કરતો કરતો આગળ વધતો જાય છે, તેમ તેમ તેના અશુદ્ધ પ્રદેશો ક્રમપૂર્વક વિશેષ વિશેષ આજ્ઞાધીન થતા જાય છે, અને દશામાં ઉચ્ચ સ્થિતિ પામતા જાય છે. જ્યારે આ અશુધ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું અમુક માત્રાએ પહોંચે છે ત્યારે તેના કેવળીગમ્ય પ્રદેશોને સક્રિય થવાનાં અંતરાય નિવૃત્ત થઈ ઘટતાં જાય છે. આમ તેનાં અશુધ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું વધવા સાથે તેના કેવળીગમ્ય પ્રદેશોમાં સક્રિયપણું આવતું જાય છે. આમ એક પછી એક કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ, જ્યારે આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ જાય છે ત્યારે તેનામાં તેજસ્ તથા કાર્મણ શરીર સાથેનું ભિન્નપણું આવતું જાય છે અને વધતું જાય છે. આનાં ફળરૂપે તેને કેવળીગમ્ય પ્રદેશોમાં આહારક શરીરને જન્મ આપવાની, કાર્ય કરવાની તથા અન્ય પૂર્ણ આત્માની નિસ્પૃહતા તથા વીતરાગતાનો અનુભવ ૧૫૬ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ પ્રત્યક્ષપણે વેદવાની શક્તિ આવતી જાય છે. તેની સાથોસાથ એ કેવળીગમ્ય પ્રદેશો આ વેદનને અન્ય અશુધ્ધ પ્રદેશોને દાનરૂપે આપતા જાય છે. મળેલા આ દાનના પ્રભાવથી એ અશુધ્ધ પ્રદેશો પોતાનાં અભિસંધિજ વીર્યને પરમાર્થ ચારિત્રની ખીલવણી કરવામાં વાપરતા થાય છે, અને એ રીતે કેવળીગમ્ય પ્રદેશો શુધ્ધનો સ્પર્શ કરવાની પોતાની અંતરાયો ક્ષીણ કરતા જાય છે. આ પ્રક્રિયા વારંવાર થતી રહે તો અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બનતા જાય છે. આ આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને જ્ઞાની મહાત્માઓ ધૂળરૂપે અથવા તો વ્યવહારથી “આજ્ઞાન ધુવબંધ' તરીકે ઓળખાવે છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન જ રહે છે. પરંતુ શાતાનાં નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું થઈ જાય છે, અથવા તો નહિવત્ પણ થઈ જાય છે. આજ્ઞાધીનપણાનો ધુવબંધ થયા પછીની સ્થિતિ જ્યારે વર્ધમાન થાય છે, અને સાધકના કેવળીગમ્ય પ્રદેશો આહારક શરીરના માધ્યમથી જેમ જેમ વીતરાગી સપુરુષ કે કેવળી ભગવાનનો સમાગમ અન્ય અશુધ્ધ પ્રદેશોને વધતી માત્રામાં આપતા જાય છે, તેમ તેમ એ અશુધ્ધ પ્રદેશો વીતરાગતા તથા નિસ્પૃહતાની કેડીએ ચડતા જાય છે, અર્થાત્ પોતાની ચારિત્રની વિશુદ્ધિ વધારતા જાય છે. આ અશુધ્ધ પ્રદેશો જેમ જેમ ચારિત્રની વિશુદ્ધિ કેળવતા જાય છે, તેમ તેમ તે કેવળીગમ્ય પ્રદેશોની અઘાતી અંતરાયો ક્રમથી ક્ષીણ થતી જાય છે. આવા વિકસતા ક્રમમાં જ્યારે અશુદ્ધ પ્રદેશો વ્યવહાર (સ્થૂળતા)થી શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો વ્યવહારનયથી શાતા અને અશાતાના સંજોગોમાં આજ્ઞાધીન રહે છે, જેને જ્ઞાની મહાત્માઓ ‘પૂર્ણ આશાના ધ્રુવબંધ' તરીકે ઓળખાવે છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી તે સાધકનું આજ્ઞાધીનપણું અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું હોતું નથી. બલ્ક આજ્ઞાધીનપણાની તેની નીચેની માત્રા નક્કી થઈ જાય છે. ૧૫૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ સ્થિતિ જ્યારે ઉપર જણાવેલી પ્રક્રિયા દ્વારા પ્રગતિ પામે છે ત્યારે એ પૂર્ણ આજ્ઞાધીનપણામાં તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્ક વૃદ્ધિ થતી જાય છે, આ દશાને જ્ઞાની પુરુષો ‘પૂર્ણ આન્નાના શુક્લબંધ' તરીકે ઓળખાવે છે. આ પ્રકારે થતી પ્રગતિનાં પ્રત્યેક પગલે કેવળીગમ્ય પ્રદેશો કેટલો અગત્યનો અને અમૂલ્ય ભાગ ભજવે છે તે આપણને સમજાય છે. જ્યારે પૂર્ણ આન્નાના શુક્લબંધમાં વ્યવહારનયથી સાધકના ઉપયોગની તીક્ષ્ણતા ખૂબ વધે છે ત્યારે તેનો આત્મા સાતમા ગુણસ્થાને શુક્લધ્યાનમાં વ્યવહારથી પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ સાથે નિશ્ચયનયથી આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ કે પૂર્ણ આન્નાના શુક્લબંધનો અનુભવ કરે છે. આ દશા આવતાં તેના કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો સાથે આજ્ઞાના ધુવબંધનું અનુસંધાન કરી એ ભૂમિકાને પૂર્ણ આજ્ઞાના ધુવબંધ અને પૂર્ણ આજ્ઞાના શુક્લબંધ સુધી લઈ જાય છે. જ્યારે કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશ સાથે પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ કરે છે ત્યારે ચિત્રમાંનું ત્રીજું પગથિયું બને છે. કેવળીગમ્ય પ્રદેશો આ અનુભવને પોતામાં જ રાખતા નથી, પરંતુ તેઓ આ અનુભવને અન્ય અશુદ્ધ પ્રદેશોને દાનરૂપે આપે છે. જેના થકી તેમનો પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ ઘટ્ટ કે વર્ધમાન થતો જાય છે. એટલું જ નહિ પણ, એ ઉપરાંત તે અશુધ્ધ પ્રદેશો પણ કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરતાં શીખતા જાય છે. જ્યારે કેવળીગમ્ય પ્રદેશોએ કરેલું દાન ચારિત્રની વિશુદ્ધિમાં પરિણમે છે, ત્યારે એ અશુધ્ધ પ્રદેશો આ કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞા લઈને એમની(કેવળીગમ્ય પ્રદેશ) સાથે અનુસંધાન કરે છે. અનુસંધાન થયા પછી કેવળીગમ્ય પ્રદેશો એ અનુભવની લહાણી અન્ય પ્રદેશોને અનુભવ આપવા દ્વારા કરે છે. (આ છે ચિત્રમાંનું ચોથું પગથિયું). આ અનુભવ અનુભવરૂપે મળતો હોવાથી તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા અતિ અતિ પવિત્ર હોય છે. (અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ - શ્રી રાજચંદ્ર) આ પવિત્ર બંધન સાથે પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ પ્રાપ્ત ૧૫૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ થયો હોવાથી, અશુદ્ધ પ્રદેશો પોતાને મળેલા અનુભવદાનને ચારિત્રની વિશુદ્ધિમાં પરિણમાવી શકે છે. તેથી કેવળીગમ્ય પ્રદેશના આદેશ દ્વારા તથા તેમની આજ્ઞાથી અશુદ્ધ પ્રદેશો આ ઋણાનુબંધને પૂર્ણ કરવા પોતામાંથી કેવળ પ્રેરિત આજ્ઞારસ કલ્યાણનાં પરમાણુ દ્વારા રુચક પ્રદેશ પાસે મોકલે છે. કેવળીગમ્ય પ્રદેશો એમનાં બંધનને લીધે (પગથિયું ૩) રુચક પ્રદેશને ગતિ આપવાની તથા અશુદ્ધ પ્રદેશને તેને સ્વીકારવાની (પગથિયું ૪) તૈયારી કરાવે છે. તેમાં તે અશુધ્ધ પ્રદેશની ઓળખાણ દ્વારા રુચક પ્રદેશના આકાર જેવો આકાર તથા તેનું અંતરંગ તૈયાર કરાવે છે. જ્યારે રુચક પ્રદેશ તથા અશુદ્ધ પ્રદેશોની તૈયારી થઈ જાય છે, ત્યારે કેવળીગમ્ય પ્રદેશો અશુદ્ધ પ્રદેશોને આજ્ઞા આપી રુચક પ્રદેશ સાથે તેનું સીધું અનુસંધાન કરાવે છે. (પગથિયું ૫) આ પરથી લક્ષ આવે છે કે જે અનુભવ પહેલા ચિત્રદ્વારા વર્ણવ્યો હતો, તેની સફળતા પાછળ કેવળીપ્રભુનો સાથ કેટલો બધો કાર્યકારી થયો હોય છે. આ પ્રક્રિયાના સંચાલન પછી, જ્યારે જ્યારે છબી પંચપરમેષ્ટિના આત્માના અશુદ્ધ પ્રદેશોને (પગથિયું ૬) યોગબળની જરૂર પડે છે, ત્યારે ત્યારે તે પહેલાં પોતાના ગુરુ કેવળીગમ્ય પ્રદેશો પાસે માંગણી કરે છે. કેવળીગમ્ય પ્રદેશો તેઓ બંનેના આરાધ્યદેવ પંચપરમેષ્ટિ પાસે માંગણી કરવા અશુદ્ધ પ્રદેશોને આજ્ઞા આપે છે. આ માંગણી થયા પછી, તેઓ બંને (અશુદ્ધ તેમજ કેવળીગમ્ય પ્રદેશો) એ કલ્યાણની માંગણીની પૂર્તિ અર્થે પંચપરમેષ્ટિના કલ્યાણરસમાંથી યોગબળ ખેંચી કેવળીગમ્ય પ્રદેશો પૂર્વે લીધેલા ઋણથી મુક્ત થાય છે, તથા ભગવંત માટેનો યોગ્ય વિનય તથા આભાર વ્યક્ત કરે છે. આ પછીથી ચિત્રમાં દાખવેલી એકથી પાંચ સુધીની પ્રક્રિયા ફરીથી થાય છે. આ પ્રમાણે જીવના કેવળીગમ્ય પ્રદેશો આત્માના અન્ય અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ખૂબ અગત્યનો અને અગ્રેસરનો ભાગ ભજવે છે તે સમજાય તેવું છે. કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી જીવના અન્ય અશુદ્ધ પ્રદેશો ક્રમે કરીને ૧પ૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શુદ્ધ થતા જાય છે, તે વખતે તેમને પોતાના ઉધ્ધારક એવા કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ ભાવ વર્તે છે કે – “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” - શ્રી રાજચંદ્ર. આત્મસિદ્ધિશાસ્ત્ર ગા. ૧ આત્માનાં શુદ્ધ સ્વરૂપને સમજ્યા વિના, જીવ મિથ્યાત્વરૂપી મહાસાગરના અંધકારમાં સુખનાં ઝાંવાં નાખતાં નાખતાં, હકીકતમાં અનંત કાળથી દુ:ખમાં રીબાતો જ રહ્યો છે. પરમ સગુરુ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની પરમ કૃપાથી એ જીવ શિવસ્થાન સુધી પહોંચવાના પર્યટન માટે, નિત્યનિગોદની મહામહા અંધકારમય સ્થિતિમાંથી શ્રી અરિહંત પ્રભુની અવર્ણનીય કૃપાથી તથા શ્રી કેવળીપ્રભુના પરમ ઉપકારી તેમજ અગત્યના સાથથી તે ત્યાંથી બહાર નીકળી શક્યો, અને તેનું સંસારનું પરિભ્રમણ શરૂ થયું. સંસારી દુ:ખના એ મહાસાગરમાં મિથ્યાત્વનાં ઉગ્ર વમળ તથા ભીંસને કારણે તે અનંતવાર સંસારસમુદ્રના પેટાળરૂપ ઇતરનિગોદમાં નપુંસકવેદે માત્ર સૂક્ષ્મ એક જ ઇન્દ્રિય સાથે દુઃખમાં સબડ્યો. ત્યાં શ્રી કેવળ પ્રભુએ સાથ આપી એ અતિ નિર્બળ અને સાધનહીન જીવને પોતાનાં પવિત્ર શરણમાં લઈ, માતા જેમ ગર્ભનાં બાળકનું સંભાળપૂર્વક જતન કરી, પોતે દુઃખ વેઠીને શિશુને જન્મ આપે છે, તેમ જ સંભાળ લઈ એ જીવને ત્રસનાડીમાં રમતો કર્યો. ત્રસનાડીમાં એ દુર્બળ જીવને સબળો બનાવવા, તેની ઈન્દ્રિયો વધારવા પોતે તીર્થસ્થાન બની, એ જીવને કલ્યાણભાવનું તથા શુભભાવનું દાન આપી શ્રી કેવળીપ્રભુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સાથ આપતા ગયા. ઘણીવાર સપુરુષના માધ્યમ દ્વારા શ્રી પ્રભુ પરોક્ષ રીતે સાથ આપતા રહ્યા. આ સાથથી આગળ વધી, તે જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે, અને શ્રી કેવળીપ્રભુનો સાથ મેળવી શ્રી અરિહંતપ્રભુ માટે સૂક્ષ્મ તથા સ્થૂળતાએ પૂજ્યભાવ વેદે છે ત્યારે શ્રી અરિહંતપ્રભુ એ જીવને પહેલીવાર મહાશત્રુ એવા મિથ્યાત્વથી એક સમય માટે ૧૬O Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ બચાવે છે. જ્યારે એ જીવ વિકાસ કરી, મિથ્યાત્વના ઉદયથી આઠ સમય માટે બચી શકે છે. તે પછીથી, શ્રી અરિહંતપ્રભુ એ જીવને પોતાનાં પ્રતિકરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશોની ભેટરૂપ શુદ્ધિ આપે છે. આ ભેટ અતિ અતિ અગત્યની અને અતિ અતિ મૂલ્યવાન છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત આ ભેટની સવિસ્તાર સમજણ આપી, તેનું મૂળ સ્વરૂપ તથા તેનો અન્ય પ્રદેશો પર કરાતો ઉપકાર તેમજ અન્ય પ્રદેશોની અશુદ્ધિ ટાળવામાં તેનો ફાળો, આદિ સૂક્ષ્મતાએ અને વિસ્તારથી સમજાવવા અમને આજ્ઞા કરે છે. તેથી તેમની કૃપાથી અને આજ્ઞાથી આ વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ ક્ષેત્રે ઉપસ્થિત શાસ્ત્રોમાં એનો આ પ્રકારનો વિસ્તાર જોવા કે જાણવા મળતો નથી, કેમકે તેની પ્રરૂપણા અતિ ગુપ્ત રીતે કરાયેલી છે. જ્યાં કર્મબંધન છે ત્યાં આત્મપ્રદેશના ફરતી તેજસ્ તેમજ કાર્પણ શરીરની ઉપસ્થિતિ છે, જે એ પ્રદેશનાં બંધન તથા ભાવનું પ્રતિબિંબ છે. જીવ જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી તેને તેજ અને કાશ્મણ શરીર રહે છે. જ્યારે તે જીવ પૂર્ણાત્મા થઈ, કેવળી સમુદ્યાતથી લોકમાં વિસ્તરી, લોકકલ્યાણનું ઉત્કૃષ્ટપણું વેદી, ચૌદમાં ગુણસ્થાનને સ્પશી, યોગ સંધી, સિદ્ધભૂમિમાં અડોલ, અકંપ, શુધ્ધ, બુધ્ધ અને ચૈતન્યઘન થવા જાય છે ત્યારે તેનાં તેજસ્ અને કાર્પણ શરીર આત્માથી છૂટાં પડે છે. આમ થવાનું ગુપ્ત કારણ શ્રી પ્રભુ સમજાવે છે કે એ તેજસ્ અને કાશ્મણ શરીરમાં જીવનાં અઘાતી અંતરાય કર્મ રહેલાં છે. એમાંની મોક્ષની અંતરાય, ચૈતન્યઘન બનવાની અંતરાય, વગેરે એ જીવને શિવ બનવા માટે બાધારૂપ થાય છે. શાસ્ત્રોમાં જે આઠ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં અંતરાય કર્મને ક્રમમાં સૌથી છેલ્લે મૂકવામાં આવ્યું છે; કેમકે મોક્ષની અંતરાય સૌથી છેલ્લે જાય છે. આ ઉપરાંત, શ્રી પ્રભુ આપણને એ સમજાવે છે કે જીવ જે ભાવ કરે છે તે ભાવની સૌથી પહેલી અસર આ તેજસુ અને કાશ્મણ શરીર પર થાય છે; કારણ કે તેમની ઉપસ્થિતિ આત્માના પ્રદેશથી સૌથી નજીક હોય છે. આ તેજસ્ તથા કામણ શરીરનાં પરમાણુઓ આત્માના કેવળીગમ્ય પ્રદેશો ઉપર પણ રહેલાં હોય છે. જેમ આત્મા એક જ હોવા છતાં, આત્માને યથાર્થ ૧૬૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્વરૂપે સમજવા માટે તથા સમજાવવા માટે તેના અસંખ્ય પ્રદેશોનું નિરૂપણ શ્રી પ્રભુએ કર્યું છે, સાથે સાથે તે સર્વ પ્રદેશો પર કર્મનાં પરમાણુઓની તરતમતા પણ રહેલી છે તે સમજાવ્યું છે; એ જ રીતે તેજસ્ તથા કાર્મણ શરીરનાં પરમાણુઓની તરતમતા પણ આત્મપ્રદેશો પર રહેલી જોવા મળે છે. અને તેના આધારે તેજસ્ તથા કાર્મણ શરીરની ખાસિયતો આપણને જાણવા મળે છે. જે તેજસુ અને કાશ્મણ શરીરનાં પરમાણુ કેવળીગમ્ય પ્રદેશો પર રહેલાં છે તેની શુદ્ધિ તથા શુચિ, અન્ય પ્રદેશો પર રહેલાં તેજસ્ તથા કામણ શરીરનાં પરમાણુઓની શુદ્ધિ તથા શુચિ કરતાં અપેક્ષાએ ઘણાં વધારે હોય છે. એ પ્રદેશોમાં મુખ્યતાએ શુભ અઘાતી કર્મનાં પરમાણુઓ રહેલાં હોય છે, અને ગૌણતાએ અઘાતી અંતરાયકર્મ પણ છૂપાઈને રહેલું હોય છે. આ કેવળીગમ્ય પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી તથા સહાયથી જન્મ પામેલા હોવાથી તેમાં શ્રી તીર્થંકર પ્રભુના આત્માનાં લક્ષણો સહજપણે રોપાયાં હોય છે. વળી, આ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો એક જ તીર્થકર પ્રભુનાં માધ્યમથી, માત્ર આઠ સમયના ગાળામાં જ એ તીર્થંકર પ્રભુની આંતરિક પરમાર્થિક સિદ્ધિના આધારે થાય છે. તે પ્રદેશો રુચક પ્રદેશોની જેમ તીર્થંકરદેવની તરતમતાવાળી સ્થિતિના કાળે જન્મતા નથી, પરંતુ તે પ્રદેશો પ્રભુની એક જ ઉત્તમ દશાએ ઉત્પન્ન થાય છે. પરિણામે એ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો પર તેજસ્ તથા કાર્પણ શરીરનાં બંધારણ તથા પ્રકૃતિ સમાન જ હોય છે. આ પ્રદેશોનાં ઉત્પન્ન થતી વખતનાં બંધારણ તથા પ્રકૃતિ સમાન હોવાને લીધે તેમાં આવતાં અંતરાયકર્મ તથા અંતરાયગુણ પણ સમાન રહે છે. આત્માની ઉચ્ચ દશાએ જ્યારે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થાય છે ત્યારે જ તેમાં અઘાતી કર્મોનું તરતમપણું પ્રવેશે છે, ત્યાર પહેલાં અઘાતી કર્મનું તરતમપણું આવી શકતું નથી. આ કેવળીગમ્ય પ્રદેશો જીવને, શ્રી તીર્થકર પ્રભુનાં તીર્થકર નામકર્મનો ઉદય થયા પછી જ મળતા હોવાથી, એ પ્રદેશોમાં લોકસમસ્તના જીવ માટેના કલ્યાણભાવ સહજરૂપે જ વ્યાપેલા રહે છે. ૧૬૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ અહીં કોઈને સવાલ સતાવે કે જો સર્વ આત્માના કેવળીગમ્ય પ્રદેશો પર લોકસમસ્તના જીવો માટે કલ્યાણભાવ વ્યાપેલા હોય છે તો સર્વ જીવો શા માટે તીર્થંકર થઈ શકતા નથી? આ માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અદ્ભુત રીતે માર્ગદર્શન આપી સમાધાન કરે છે કે, કેવળીગમ્ય પ્રદેશો લોકકલ્યાણની ભાવના સ્વચ્છંદથી નહિ પણ આજ્ઞાધીન રહીને કરે છે. એમના ગુરુ તથા આજ્ઞાના દાતા રુચક પ્રદેશો છે. આ ન્યાયથી સમજાય છે કે આ રુચક પ્રદેશો જે આઠમા પ્રદેશ દ્વારા રુચકપણું પામ્યા છે તેની પ્રકૃતિ અનુસાર આઠેઆઠ રૂચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞા આપતા હોય છે. માટે જે જીવ શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યો હોય તેનો આઠમો પ્રદેશ તીર્થંકરૂપ હોવાથી તેના આઠેઆઠ પ્રદેશો તીર્થંકરરૂપ રહે છે, અને તેથી એ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને, શ્રી તીર્થંકર પ્રભુને અનુસરે એ પ્રકારની લોકકલ્યાણની ભાવના કરવાની આજ્ઞા એ જીવની છદ્મસ્થ દશામાં પણ આપે છે. જ્યારે એક જીવ ગણધર કેવળીનાં નિમિત્તથી નિત્યનિગોદની બહાર નીકળ્યો હોય ત્યારે તેના આઠમા પ્રદેશની શક્તિને લીધે બાકીના સાત રુચક પ્રદેશ ગણધરરૂપ બની એ પ્રકારની લોકકલ્યાણની ભાવના કરવાની આજ્ઞા જીવની છદ્મસ્થ દશામાં આપતા હોય છે. એ જ પ્રમાણે જે જીવ સામાન્ય કેવળીપ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર આવ્યો હોય તે જીવના પહેલા સાત રુચક પ્રદેશો તે કેવળીપ્રભુને અનુરૂપ બની, આઠમા પ્રદેશની કક્ષાને અનુસરી, એ પ્રકારના ભાવ કરવાની આજ્ઞા તેના કેવળીગમ્ય પ્રદેશોને કરતા રહે છે. આ સમજણથી શ્રી તીર્થંકર પ્રભુથી નીકળેલો જીવ શા માટે તીર્થંકર થાય છે, ગણધરથી નીકળેલો જીવ શા માટે ગણધર થાય છે અને સામાન્ય કેવળીથી નીકળેલો જીવ શા માટે સામાન્ય કેવળી થાય છે તેની સ્પષ્ટતા મળે છે, અને આ નિયમનું પ્રવર્તન કેવી રીતે થાય છે તેનો ખુલાસો સમજાય છે. આ ઉપરાંત, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત આપણને બીજો એક સિદ્ધાંત સમજાવે છે. કેવળીગમ્ય પ્રદેશો પર સ્થપાયેલાં લોકકલ્યાણનાં પરમાણુના ભાવના બળથી ૧૬૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ સર્વ આત્મા ક્ષપક શ્રેણિ માંડતા પહેલાં કે શ્રેણિ માંડયા પછી પણ લોકના સર્વ જીવો માટે કલ્યાણના ભાવ કરી શકે છે, કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પહેલા સાત ચક પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તે ખૂલ્યા હોવા છતાં, આઠમા રુચક પ્રદેશને ખોલનારા સિદ્ધ આત્માના પૂર્વ ભાવો તથા કક્ષાનુસાર પહેલા સાત પ્રદેશો કેવી રીતે વર્તતા થાય છે. શ્રી કેવળીપ્રભુના સાથરૂપ, આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશ અનુસાર, પંચપરમેષ્ટિ ભગવંતની યોગ્ય આજ્ઞામાં રહી, પોતાની કક્ષા પ્રમાણે રૂપ પંચપરમેષ્ટિ પરમાણુઓમાંથી એ ભાગને જાગૃત કરી, એમાંથી યોગ્ય આજ્ઞારસને સક્રિય કરી, તે રસને યોગ્ય અભિસંધીજ વીર્યમાં પરિણમાવી, કેવળીગમ્ય પ્રદેશ પરનાં તેજસ્ તથા કામણ શરીરને જરૂરી કક્ષાના બનાવે છે. ઉદાહરણ લઈએ. કોઈ સાધુસાધ્વીરૂપ કેવળીથી નિત્યનિગોદમાંથી બહાર નીકળેલા જીવનો આઠમો રુચક પ્રદેશ સાધુસાધ્વીની કક્ષાનો હોવાથી એને પહેલા મળેલા સાતે રુચક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષાના થઈ જાય છે. આઠે રુચક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષાના બનતા હોવાથી, તેની બાજુના અશુધ્ધ પ્રદેશોને તે પ્રકારની અને તેવા ભાવ કરવાની આજ્ઞા મળતી રહે છે. રુચક પ્રદેશોની બાજુમાં રહેલા આ અશુધ્ધ પ્રદેશો ભાવિમાં શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી કેવળીગમ્યપણું પામે છે. શ્રી તીર્થંકરપ્રભુ એમનું કાર્ય પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞામાં રહીને કરે છે, માટે જે સાધુસાધ્વીજી વર્તમાનમાં સિદ્ધ થયા છે તેઓ કેવળીગમ્ય પ્રદેશોની ભેટ આપનાર તીર્થંકર પ્રભુ માટે ગુરુરૂપ હોવાથી, તેઓ તીર્થંકર પ્રભુના આત્માનો યોગ્ય વિનય કરી આઠે કેવળીગમ્ય પ્રદેશોને સાધુસાધ્વીજીની કક્ષા અનુસાર નિર્માણ કરે છે. શ્રી સાધુસાધ્વીરૂપ કેવળીગમ્ય પ્રદેશો સાધુસાધ્વીરૂપ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી સાધુસાધ્વીના ભાગને સક્રિય કરે છે. સાધુસાધ્વીનો સક્રિય થયેલો આજ્ઞારસ કેવળીગમ્ય પ્રદેશો પર સાધુસાધ્વીરૂપ અભિસંધિજ વીર્ય ઉપજાવે છે; એ અભિસંધિજ વીર્ય કેવળીગમ્ય પ્રદેશો પરના તેજસ્ તથા કામણ શરીર પર સાધુસાધ્વીરૂપ પરમાણુઓનું નિર્માણ કરે છે. આ જ પ્રમાણે રુચક પ્રદેશોની ૧૬૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ કક્ષાનુસાર તેની બાજુના કેવળીગમ્ય પ્રદેશો ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, તીર્થકર આદિની કક્ષાના થાય છે. આજ્ઞારૂપી ધ્રુવતાની પરાકાષ્ટાના ધરનાર તથા એ પૂર્ણ પરાકાષ્ટાને ગુરુપદ આપી, તે અવસ્થાએ પહોંચવા માટે સતત પુરુષાર્થી રહેનાર તથા લોકના સર્વ જીવો આ કક્ષાએ પહોંચે એવા ભાવને ભાવનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને તેમનાં કલ્યાણકાર્યનાં અનુમોદન અર્થે સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. આ કાર્ય અતિ સૂક્ષ્મપણે તથા અતિ વિશદતાથી કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પુરુષાર્થને કોટિ કોટિ વંદન હો. આઠમા રુચક પ્રદેશની કક્ષા અનુસાર, 3ૐરૂપી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી યોગ્ય આજ્ઞારસ ખેંચી, એ આજ્ઞારસને અભિસંધીજ વીર્યમાં પરિણમાવી તેમાંથી યોગ્ય તેજસ્ તથા કામણ શરીરનું બંધારણ કરી શ્રી કેવળીપ્રભુરૂપ કેવળીગમ્ય પ્રદેશો આત્માના અન્ય અસંખ્યાત અશુધ્ધ પ્રદેશોને અતિગુપ્ત, ગંભીર, અગમ્ય, અગોચર, અનન્ય તથા રૂપી અરૂપી સાથ આપી, શ્રી કેવળ પ્રભુના સાથ’ને “આત્માની સિદ્ધિ'રૂપ શુદ્ધિમાં અલૌકિક તથા અપૂર્વ માધ્યમથી પરિણમાવે છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ડૅના આજ્ઞાપાલનના આદેશથી આ અતિ અતિ ગુપ્ત કાર્ય તથા સાથને, અરૂપી અનુભવને રૂપી આકાર આપવા અમે પ્રયત્ન કરીએ છીએ. શબ્દદોષ, રૂપી ભાવદોષ કે ગૂઢાર્થદોષ જણાય તો તેને છદ્મસ્થ વીર્યની અપૂર્ણતા સમજી ક્ષમા કરશો. પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ' નામના આગલા પ્રકરણમાં, ઉૐના આકારમાં શ્રી પંચપરમેષ્ટિમાં ગુપ્તપણે સમાવેશ પામેલા રત્નત્રયની આરાધનાનો આપણે શ્રી પંચપરમેષ્ટિની કૃપાથી તથા આજ્ઞાથી અભ્યાસ કર્યો હતો. ૐના આ આકારમાં તથા બંધારણમાં અનંતાનંત કર્મની પ્રકૃતિ, પર્યાય તથા પ્રત્યેક આત્માના અસંખ્ય અશુદ્ધ પ્રદેશો પર રહેલ અનંતાનંત કર્મ પ્રકૃતિની પર્યાયોનો ક્ષય કરી, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાની અપૂર્વ ચાવી તથા માર્ગ ૧૬૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમાયેલાં છે. એમાં ત્રણે કાળનાં રહસ્યો, તેમજ પર્યાયો, સર્વ દ્રવ્યની સર્વ પર્યાયો, સર્વ ક્ષેત્રની સર્વ પર્યાયો, સર્વ ભાવની સમગ્ર પર્યાયો, અને એ ઉપરાંત એ બે, ત્રણ, ચાર કે પાંચ સમવાયના અનંત અનંત પેટાવિભાગોમાં આત્મદ્રવ્યને પ્રકૃષ્ટ શુદ્ધતાની કેડી પર કેવી રીતે ચડાવવું એનો માર્ગ તથા રહસ્ય સમાયેલાં છે. ૐ શબ્દની કેવી અપૂર્વતા છે? અરૂપી દ્રવ્યની શુદ્ધતા કરવા માટે, રૂપી પદાર્થની અનંતાનંત પ્રકૃતિઓ તથા એ બંનેના પરસ્પર સંબંધને છૂટા કરવાનો અપૂર્વ માર્ગ એક જ શબ્દમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે સમાવ્યો છે. એ પરથી યથાર્થ રીતે સમજાય છે કે ધર્મનો માર્ગ શા કારણથી સરળ, સુગમ અને સચોટ કહ્યો છે. ૐનું બંધારણ ‘શ્રી કેવળીપ્રભુના સાથ'રૂપ બની કેવી રીતે જીવમાં શિવપણું પ્રગટાવે છે તેનું સમાધાન હવે આપણે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપા તથા આજ્ઞાથી વિચારીને તથા મંથન કરીને લેવા પ્રયત્ન કરીએ. છદ્મસ્થ શ્રોતાજન સમજી શકે અને આચરી શકે એવી અનેકાંત તેમજ સ્યાદ્વાદ શૈલી દ્વારા, પૂર્ણ આજ્ઞામાં રહી, જ્ઞાનના અમૃતરૂપ ધોધને પ્રગટાવી, આજ્ઞારૂપી પુરુષાર્થને કલ્યાણના સાગરમાં પરિણમાવનાર, તથા એ કલ્યાણના પ્રવાહને સતત સનાતન તથા શાશ્વત રાખનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને અનન્ય ભક્તિ તથા અપૂર્વ અહોભાવથી પરમ પરમ નમસ્કાર કરીએ છીએ. કેવળીગમ્ય પ્રદેશો પૂર્ણ આજ્ઞાધીન તથા સર્વ ઘાતીકર્મોથી નિવૃત્ત હોવા છતાં, એ પ્રદેશો પર અઘાતી કર્મોનું સત્તાગતપણું તથા શાતાવેદનીય કર્મનું વેદકપણું રહેલું છે; અને તે વેદકપણું તે પ્રદેશ પર તેજસ્ તથા કાર્મણ શરીરને આત્મા પૂર્ણ શુદ્ધ થાય, સિદ્ધ થાય ત્યાં સુધી જીવંત તથા કાર્યકારી રાખે છે. આને સ્પષ્ટ સમજવા વ્યવહારનું ઉદાહરણ લઈએ. મનુષ્યના દેહમાં વિવિધ અંગો તથા ઉપાંગો પોતપોતાનું કાર્ય કરતા રહે છે. એ સૌનું કાર્ય એકબીજાથી અલગ અલગ હોય છે. જેમકે આંખો જોવાનું કાર્ય કરે છે, કાનો સાંભળવાનું કાર્ય કરે છે, ૧૬૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ નાક સુંઘવાનું કાર્ય કરે છે, મુખ સ્વાદ લેવાનું તથા બોલવાનું કાર્ય કરે છે, પેટ ખોરાક પચાવવાનું કાર્ય કરે છે, કીડનીનું કાર્ય છે નકામા ખાદ્યપદાર્થોનો નિહાર કરવા મળમૂત્રનું સંચારણ કરવાનું, હૃદય લોહીનું પરિભ્રમણ કરાવવાનું તથા સતત શ્વાસોશ્વાસ ચલાવતા રહેવાનું કાર્ય કરે છે વગેરે વગેરે. આ બધાને યોગ્ય સમયે તથા વ્યવસ્થિત ક્રમથી કાર્ય કરવાનો આદેશ મગજ આપતું રહે છે. મગજ રહેલું છે શિરના ભાગમાં, ત્યાંથી એ મનુષ્યના પ્રત્યેક અંગના સંચાલનનો આદેશ આપી શકે છે. આનું રહસ્ય શું હોઈ શકે? બીજી અપેક્ષાએ વિચારીએ તો જણાય છે કે મગજ જોતું નથી, સાંભળતું નથી, સુંઘતું નથી, ખાતું નથી, પાચન કરતું નથી, મળમૂત્રનું સંચારણ પણ કરતું નથી, ઇત્યાદિ હોવા છતાં પણ એ સર્વ પ્રવૃત્તિઓનું સંચાલન કર્યા જ કરે છે. - શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ મગજનાં આ કાર્યનું રહસ્ય આપણી પાસે ખૂલ્લું કરે છે. મગજ આત્માનાં અભિસંધિજ કે અનભિસંધિજ વીર્યના આધારે યોગ્ય અંગોને ક્રમાનુસાર તથા યોગ્ય સમયે આદેશ આપે છે. આ આદેશ શિરના ભાગમાંથી લોહીના માધ્યમ દ્વારા યોગ્ય અંગોને પહોંચી જાય છે. લોહીનું બંધારણ સ્થૂળરૂપથી સમાન છે, પરંતુ સૂક્ષ્મરૂપથી તે પાંચ સમવાયના પર્યાયના આધારથી અનંત વિભાગમાં વિભાજિત થાય છે. જેમકે આંખને જોવા માટેનો આદેશ જે લોહી લઈ જાય છે તેનું બંધારણ, ખાદ્ય પદાર્થોનું પાચન કરવા માટે પેટને આદેશ આપનાર લોહીનું બંધારણ, એ જ રીતે અન્ય અંગોને વિવિધ આદેશ આપનાર લોહીના બંધારણમાં ધૂળરૂપથી સમાનતા હોવા છતાં, સૂક્ષ્મરૂપથી અમુક ફેરફાર હોવા આવશ્યક છે. કારણ કે એક અંગ દ્વારા રૂપી પદાર્થને જોવાની પ્રવૃત્તિ થાય છે, બીજા અંગ દ્વારા ખાદ્ય પદાર્થનું પાચન થાય છે, ત્રીજા અંગ દ્વારા પદાર્થની સુગંધદુર્ગધ પરખાય છે વગેરે વગેરે. આ પરથી સમજાય છે કે આદેશ આપનાર મગજ એક જ હોવા છતાં, એ આદેશને યોગ્ય અંગ પાસે લઈ જનાર લોહી જ હોવા છતાં વિવિધ અંગોની પ્રવૃત્તિમાં જે ફેરફાર જોવા મળે છે તેનું કારણ લોહીનાં બંધારણમાં સૂક્ષ્મતાએ ફેરફાર હોવો ૧૬૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનિવાર્ય છે. આ જ નિયમને આત્માના ભિન્ન ભિન્ન પ્રદેશ તથા અનંત કર્મ પ્રકૃતિનું બંધારણ સમજવામાં લાગુ પાડીએ તો સમજાય છે કે રુચક પ્રદેશ, કેવળીગમ્ય પ્રદેશ તથા અશુધ્ધ પ્રદેશો વચ્ચે મગજ, લોહી અને અંગોપાંગ જેવી જ પ્રક્રિયા થાય છે. મગજ જેમ આદેશ આપી લોહી દ્વારા અંગોપાંગને વીર્ય પહોંચાડી તેની પાસે વિવિધ કાર્ય કરાવે છે તેવું જ આત્મપ્રદેશોમાં બનતું જોવા મળે છે. કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશ પાસેથી વીર્ય ગ્રહણ કરી અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા પ્રેરણા પહોંચાડે છે. આમ મગજ એ વીર્ય આપનાર આઠ રુચક પ્રદેશ સમાન છે, લોહી એ કેવળીગમ્ય પ્રદેશ પરનાં તેજસ્ તથા કાર્પણ શરીરનું કાર્ય કરનાર છે, અને અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશ પાસેથી પ્રેરણા લઈ અંગોપાંગના કાર્યની માફક પોતાની શુદ્ધિ વધારવાનું કાર્ય કરનાર છે. આ રીતે આ સિદ્ધાંતને પ્રાથમિક કક્ષાએ સમજ્યા પછી આપણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાથી અને આજ્ઞાથી વિશેષ ઊંડી જાણકારી મેળવવા પુરુષાર્થ કરીએ. પ્રત્યેક સમજણને આપણે શરીરના આધારે સમજ્યા પછી, તેનું આત્માર્થે અનુસંધાન કરી સમજશું તો સમજવામાં સુગમતા રહેશે. ઉત્તરોત્તર ચડતા ક્રમમાં ૐરૂપી મહાગંભીર છતાં સનાતન જ્ઞાનસાગરમાંથી જ્ઞાન આપનાર, મહામણા રહસ્યોના ભેદ ખોલી, તેના કર્તા તથા ભોક્તા બની, જ્ઞાનામૃતને ધારણ કરનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને આત્માના પ્રદેશ પ્રદેશથી અહોઅહો વિનયભાવથી વંદન કરી જ્ઞાનામૃતનું આચમન લેવા આપણે પ્રવૃત્ત થઈએ. આ કેવું અદ્ભુત આશ્ચર્ય છે! કે કેવળીગમ્ય પ્રદેશો કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત વીર્ય તથા અવ્યાબાધ સુખના કર્તાભોક્તા હોવા છતાં, એક બાજુથી સિદ્ધપ્રભુ જેવા પૂર્ણ વીતરાગ અને પૂર્ણતાની દરેક કેડીએ સંપૂર્ણતામાં નિમગ્ન એવા ચક પ્રદેશો અને બીજી બાજુથી અનંતાનંત કાળથી અબૂઝ, અજ્ઞાની, મિથ્યાત્વી, ૧૬૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ આર્ટરૌદ્ર ધ્યાનના કર્તાભોક્તા એવા અસંખ્ય અશુદ્ધ પ્રદેશોની વચ્ચે સેતુ બનવાનું મહાદુષ્કર કાર્ય કરીને બેવડી ફરજ બજાવે છે! એક તરફથી પૂર્ણ વીતરાગ અને બીજી તરફથી પૂર્ણ અજ્ઞાની વચ્ચે સંબંધ સ્થપાવી, અશુદ્ધને શુદ્ધ થવા, અશુદ્ધિને વિદાય કરવા પ્રેરણા આપનાર કેવળીગમ્ય પ્રદેશો દ્વારા જે કેવળીપ્રભુનો સાથ મળે છે તેની સ્મૃતિ આપણે જેટલી વધારીએ તેટલો વિશેષતાએ તેનો સાથ અનુભવાય છે. સમજણની રિસીમાથી વધારે વિસ્તાર પામતો આ અનુભવ એમના પ્રતિ (કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ) પરમ વિનય તથા ઉત્તમ અહોભાવની લાગણી આપણામાં ઉપજાવે છે. રુચક પ્રદેશો આત્માના મળરૂપ કષાયની વચ્ચે રહેવા છતાં, એક સમયની પણ ચૂક વગર પૂર્ણાતિપૂર્ણ વીતરાગતા જાળવી શકે છે. એમનો આ સર્વોત્તમ પુરુષાર્થ આશ્ચર્ય તથા અહોભાવની લાગણી ઉપજાવી હર્ષાશ્રુ વહાવે છે. કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશોનો સંયોગિક ફાળો જ્યારે વિસ્તારથી વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે ‘આત્માની સિદ્ધિ' અર્થે ચૌદ પૂર્વના સારરૂપ ‘ઠરી અવરને ઠાર એ છે ચૌદ પૂર્વનો સાર'ને સ્વપર કલ્યાણની કેડીથી શરૂ કરી ‘સર્વ જીવ કરું શાસનરિસ' સુધીની ભવ્ય ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી પહોંચાડે છે. આનાં ભેદરહસ્યોને ઉત્તમતાએ સમજવા માટે શ્રી કેવળીપ્રભુ તથા શ્રી સિદ્ધપ્રભુના (કેવળીગમ્ય તથા રુચકપ્રદેશોના) અન્યોન્ય ફાળાને સમજવા અતિ જરૂરી બને છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અતિગુપ્ત તથા ગંભીર ભેદરહસ્યોને ઉકેલવા પુરુષાર્થ કરીએ. રુચકપ્રદેશો તથા કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવને ક્યારે અને કેવી રીતે થાય છે તેની જાણકારી આપણે આગળનાં પ્રકરણોમાં લીધેલી છે, તેથી તે વિશે અહીં પુનરાવર્તન ન કરતાં વાચકને સ્મૃતિ ન હોય તો આગળનાં પ્રકરણોમાં જોવા વિનંતિ કરું છું. જીવને કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી અને સહાયથી થાય છે, તેથી એ પ્રદેશોમાં શ્રી તીર્થંકર પ્રભુનાં વીર્ય, મૈત્રીભાવ ૧૯૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ (અરિહંતપણું), કલ્યાણભાવ તથા રત્નત્રયપણાનો સમાવેશ થયેલો હોય છે. આ આઠે પ્રદેશો એક જ તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી, માત્ર આઠ સમયમાં ઉપજ્યા હોવાથી, તેમાં ઉપર જણાવેલા બધા ગુણોની એકરૂપતા (identical) સમાનતા આવી હોય છે. આ આઠ કેવળીગમ્ય પ્રદેશોથી અમુક ભિન્નતા સાથે આઠ રુચક પ્રદેશો ઉપજ્યા હોય છે. તેમાં પહેલા સાત સુચક પ્રદેશો એક જ તીર્થકરના આત્મા દ્વારા તેમના આત્માની જુદી જુદી અવસ્થાએ ઉત્પન્ન થયા હોય છે, તેથી તેમાં અમુક નિમિત્તાધીન અસમાનતા આવી હોય છે. એ જીવનો આઠમો ચક પ્રદેશ સિદ્ધ થતા કેવળીપ્રભુના નિમિત્તથી, અર્થાત્ જુદા આત્માથી અને જુદા સમયે ઉપજ્યો હોય છે. તેમાં શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા અપવાદરૂપ હોય છે. તેમને સાતમો તથા આઠમો રુચક પ્રદેશ સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી પ્રાપ્ત થયો હોય છે, તેથી તે બંને પ્રદેશો એકરૂપતા ધરાવે છે. આવા સુચક પ્રદેશોને અરૂપીપણે જાણવા, સમજવા તથા કાર્યકારી બનાવવા માટે કેવળીગમ્ય પ્રદેશો એક પ્રક્રિયા કરે છે. કેવળીગમ્ય પ્રદેશોને જાણકારી હોય છે કે આ જ રુચક પ્રદેશોએ પોતાના જીવને નિત્યનિગોદની ભયંકરતામાંથી સદાકાળ માટે છોડાવ્યો છે, એટલું જ નહિ પણ, એ આઠે રુચક પ્રદેશોમાં પોતાના જીવને મુક્તિ સુંદરીને વરવાનો મહામાર્ગ પણ ગુપ્ત રીતે મૂકાયેલો છે. જેમ કોઈ પણ બે વ્યક્તિની આંગળીની છાપ એકસરખી હોતી નથી, તેમ કોઈ પણ બે જીવના રુચક પ્રદેશોમાં મૂકાયેલા ગુપ્ત રહસ્યો સમાન હોતા નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે એ જીવને નિત્યનિગોદમાંથી કાઢવા માટેના પાંચ સમવાય અપૂર્વ તથા અસમાન હોય છે. હવે કેવળીગમ્ય પ્રદેશો જે પ્રક્રિયા કરે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. આઠે કેવળીગમ્ય પ્રદેશો સહુથી પહેલાં, તીર્થકર પ્રભુનાં નામકર્મનાં બંધન વખતે જે પ્રદેશ ખૂલ્યો હોય છે તે પ્રદેશ પાસે સમૂહમાં જાય છે. આઠે કેવળીગમ્ય પ્રદેશો એ પહેલા રુચક પ્રદેશની પ્રદક્ષિણા કરે છે, અને ૐ ધ્વનિના માધ્યમથી તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓની સહાયથી એ પહેલા ચક પ્રદેશની લાક્ષણિકતાને ઓળખે છે. આ ઓળખને કેવળીગમ્ય પ્રદેશો પોતાનાં ૧૭) Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ તેજસ્ તથા કાર્મણ શરીરમાં ઊતારે છે; અને સંચિત કરે છે. આ જ રીતથી આઠે કેવળીગમ્ય પ્રદેશો ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા રુચક પ્રદેશની પ્રદક્ષિણા કરી, ૐ ધ્વનિના માધ્યમથી તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણના પરમાણુઓના સાથથી સાતે રુચક પ્રદેશોની ઓળખ લઈ, ઓળખને તેજસ્ તથા કાર્મણ શરીરમાં લાક્ષણિકતા સાથે સંગ્રહિત કરી, તે આઠમા ચક પ્રદેશ પાસે જાય છે. આઠમા રુચક પ્રદેશ પાસે જઈ કેવળીગમ્ય પ્રદેશો પહેલાં સાત પ્રદેશો કરતાં જુદા પ્રકારની પ્રક્રિયા કરે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અતિગુપ્ત પ્રક્રિયાનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશ પાસે પહોંચતા પહેલાં, તેમનાં તેજસ્ અને કાશ્મણ શરીરમાં પહેલા સાત સુચક પ્રદેશની જે ઓળખ સંગ્રહિત થયેલી છે, તેને તેઓ ફરીથી કાર્યકારી કરી, આઠે કેવળીગમ્ય પ્રદેશોમાં તેને સક્રિય કરે છે. તે ઓળખને સક્રિય કર્યા પછી આઠ કેવળીગમ્ય પ્રદેશો આઠમા ચક પ્રદેશ પાસે આવી, તેના ફરતી ઊંધી પ્રદક્ષિણા કરે છે, તેનાથી સાત ચક પ્રદેશની ઓળખ કેવળીગમ્ય પ્રદેશમાંથી નિવૃત્ત થાય છે, અને તે ઓળખ તેઓ બંનેના વચ્ચેના ભાગમાં સ્થપાય છે. તે પછી એ આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશની સવળી પ્રદક્ષિણા કરી એની ઓળખને ગ્રહણ કરે છે. પછી આ ઓળખને તેજસ્ તથા કાર્મણ શરીર તરફ આ પ્રદેશો ગતિ કરાવે છે, ત્યારે તેમના માર્ગમાં પહેલા સાત સુચક પ્રદેશની ઓળખનો ગોળો આવે છે; તે વખતે આઠમા પ્રદેશની ઓળખ વચમાં આવતાં તે ગોળાની આસપાસ સ્તર (layer) બનાવે છે. ત્યાર પછી ૩ૐધ્વનિ તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ દ્વારા એ ગોળાનો વિસ્ફોટ થાય છે, અને એમ થવાથી સાત ચક પ્રદેશની ઓળખ આઠમા સુચક પ્રદેશની ઓળખરૂપ બની જાય છે. આમ આ બંને ઓળખનું મિશ્રણ (homogenous mixture) તૈયાર થાય છે. આ મિશ્રણને આઠે કેવળીગમ્ય પ્રદેશો પોતા તરફ ખેંચે છે; અને ૧૭૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એને શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ રૂપે ગ્રહણ કરી પોતાના પ્રદેશ પર સમાન સંખ્યામાં આશ્રવે છે. આ રીતે એ આઠે કેવળીગમ્ય પ્રદેશ પર જીવને પરિભ્રમણથી છોડાવવા માટેનું શાતાવેદનીય કર્મ બંધાવાનું શરૂ થાય છે. ભાવિ તીર્થંકર પ્રભુની બાબતમાં આ પ્રક્રિયામાં થોડો ફેરફાર થાય છે કેમકે તેમનો સાતમો અને આઠમો પ્રદેશ એક સાથે એક જ તીર્થંકર પ્રભુથી ખૂલ્યા હોય છે, એટલે કે તેમના આઠે રુચક પ્રદેશો એક જ તીર્થંકર પ્રભુથી ચકપણું પામ્યા હોય છે. આથી તેમના કેવળીગમ્ય પ્રદેશો છ સૂચક પ્રદેશની પ્રદક્ષિણા કર્યા પછી સાતમા તથા આઠમા સુચક પ્રદેશની એક સાથે સવળી પ્રદક્ષિણા કરે છે. બંનેની ઓળખ એક સાથે ગ્રહણ કરી આગળની છ પ્રદેશની ઓળખમાં અંતર્ગત કરે છે, ભેળવે છે, અને એ ઓળખને કેવળીગમ્ય પ્રદેશોમાંથી બહાર કાઢી, તેનું મિશ્રણ બનાવી તેનો વિસ્ફોટ કરી તેને ફરીથી શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ રૂપે ગ્રહણ કરી પોતાના પ્રદેશ પર સમાન સંખ્યામાં આશ્રવે છે. અને તેના આઠે પ્રદેશો પર જીવને પરિભ્રમણથી છોડાવવા માટેનું શાતાવેદનીય કર્મ બંધાવાનું શરૂ થાય છે. કેવળીગમ્ય પ્રદેશો દ્વારા થતી રુચકપ્રદેશની ઓળખની પ્રક્રિયામાં આ ફેરફાર હોવાનું કારણ એ છે કે ભાવિ તીર્થકરના આઠે રુચક પ્રદેશો એક જ કક્ષાના હોય છે, ત્યારે અન્યની બાબતમાં આઠમો પ્રદેશ અન્ય સિદ્ધાત્માથી થયેલો હોવાથી જુદા પ્રકારનો હોય છે. બંધાયેલા શાતાવેદનીય કર્મની નિવૃત્તિ અર્થે આઠે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થાય છે. તેની સહાયથી તે જીવ પાંચ મિનિટ સુધીનું ઉપશમ સમ્યક્ત્વ મેળવવા સદ્ભાગી થાય છે, અને અન્ય સપુરુષોનો સાથ લેવાનું સામર્થ્ય મેળવી પોતાના સદ્ભાગ્યમાં તે જીવ વૃદ્ધિ કરે છે. આમ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવને આત્મશુદ્ધિ કરવા માટે અનિવાર્ય છે તે સમજાય તેવી હકીકત છે. આઠે કેવળીગમ્ય પ્રદેશો પોતે ગ્રહણ કરેલાં શતાવેદનીય કર્મનાં પરમાણુઓની નિવૃત્તિ કરવા યોગ્ય પુરુષાર્થ આદરે છે; જેના થકી તે જીવના અશુદ્ધ પ્રદેશો ૧૭૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ અશુદ્ધતાને છોડતા જઈ શુદ્ધિ પ્રતિ દોટ મૂકી શકે છે, અને છેવટમાં તે જીવ સર્વ ઘાતીકર્મોની નિવૃત્તિ કર્યા પછી સર્વ અઘાતી કર્મોનો કેડો મૂકાવી, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ થઈ શાશ્વત સિદ્ધિને માણે છે. અહો કલ્યાણમય પ્રભુ! તમારા આ ઉપકાર તથા આપેલી સમજણને વાંદી, તમારાં પરમેષ્ટિ સ્વરૂપને વંદન કરી, વિનંતિ કરીએ છીએ કે તમારા જ શરણમાં રહેવાના અમારા વબંધને ઘટ્ટ તથા ગાઢ કરાવો. શ્રી કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશોના ક્ષાયિક ચારિત્રના અનુભવથી રંગાઈને અપૂર્વ તથા દુષ્કર કાર્ય કરવા માટેનું સામર્થ્ય મેળવે છે. કેવળીગમ્ય પ્રદેશો આ અપૂર્વ અનુભવ મેળવ્યા પછી રુચક પ્રદેશો પાસેથી વીર્ય, આજ્ઞા તથા જ્ઞાનચારિત્ર, દર્શનચારિત્ર તથા ચારિત્રચારિત્રનો બોધ મેળવે છે. જ્ઞાનચારિત્ર એટલે જે જ્ઞાન મેળવવાથી જીવ ક્ષાયિક ચારિત્ર તરફ વળે. દર્શનચારિત્ર એટલે જે દર્શન પ્રાપ્ત કરીને જીવ ક્ષાયિક ચારિત્ર તરફ વિકાસ કરે. અને ચારિત્રચારિત્ર એટલે એવું ચારિત્ર કે જેનાથી જીવની ક્ષાયિક ચારિત્રની પૂર્ણતા પ્રતિની વિશુદ્ધિ વધતી જાય. જેના પરિણામે જીવના અઘાતી કર્મોનો ક્ષય થતો જાય અને સિદ્ધપર્યાય ઉપજાવે એવા અપૂર્વ ગુણોની પૂર્ણતા થતી જાય. આવા કેવળીગમ્ય પ્રદેશો જીવને શ્રી તીર્થંકરપ્રભુ તીર્થ પ્રવર્તાવતા હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે, તેથી તેમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં પરમાણુઓને આકર્ષવાની શક્તિ તથા ક્ષમતા આવે છે, અને વધે પણ છે. આ સાથે આ પ્રક્રિયાઓનો સમાગમ થાય છે ત્યારે જીવની આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ એવી રીતે આવતી જાય છે કે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ સુધી આત્મદ્રવ્યને પહોંચાડે છે. આ પ્રક્રિયાઓને સમજવા માટે તથા અનુભવવા માટે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો પરમ સાથ તથા તેમની પરમ આજ્ઞા મળવી અનિવાર્ય છે; કેમકે આ પ્રક્રિયાઓ અતિ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેને શબ્દદેહ આપી, મુખ્યતાએ અરૂપી આકારને રૂપી માધ્યમથી સમજવાની છે. ‘ૐ આજ્ઞા, ૐ સિદ્ધિ' એ મહામંત્રના ઘૂંટણથી અને સાથથી આ કાર્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આનું વર્ણન અતિ સૂક્ષ્મ તથા ઊંડું છે. તેને શાસ્ત્રોમાં અતિ ૧૭૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અતિ ગુપ્તપણે સમાવ્યું છે, માટે, જો આ પ્રક્રિયા માટે તમને વિશ્વાસ ન આવે તો એની નિંદા ન કરશો, પણ તેને કેવળીગમ્ય સમજી તેના પ્રતિ નિસ્પૃહ બનજો . કેવળ મૈત્રીરૂપ મહાસાગરમાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ વિશુદ્ધ રત્નત્રયરૂપ રત્નોને એ મહાસાગરનાં પેટાળમાં ગંભીરપણે વધારનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને એમની કૃપા થકી વંદન કરીએ છીએ. અપૂર્વ સાધ્ય તથા સાધનના અપૂર્વ મિલનથી થતા, લોકના અગ્રભાગ સુધી પહોંચવાના સરળ તથા ધોરી માર્ગને સદા જીવંત રાખનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને વિનયભક્તિ સહિત સાષ્ટાંગ વંદન કરીએ છીએ. શ્રી કેવળ પ્રભુનો સાથ જીવને શિવ બનવા માટે પરમ સુલભ તથા સહજ નિમિત્ત થાય છે. આ નિમિત્ત દ્વારા જીવ કલ્યાણની કેડી પર ચાલી, પરમાત્માની સ્થિતિ સુધી પહોંચવા તથા જગતનો નાથ થવા માટે ભાગ્યશાળી બને છે. અહો! એ સાથની જાણકારી કરાવનાર તથા સ્વનું ભાન કરાવનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો ઉપકાર આપણને એમના સદાકાળ માટેના ઋણી બનાવે છે. આ ભાવને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિની પહેલી કડીમાં ગૂંચ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” આપણે ઉપર જાયું તે પ્રમાણે જ્યારે કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરી સક્રિય થાય છે, ત્યારે તેમનાં અરિહંતપણાની લાક્ષણિકતા તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ દ્વારા એક અપૂર્વ પ્રક્રિયા સર્જાય છે. આ પ્રક્રિયાનો યથાર્થ વિચાર કરી શકવા માટે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આપણને અમુક ગુપ્ત સિદ્ધાંતોની જાણકારી, તેને અનિવાર્ય સમજી કરાવે છે. રુચક પ્રદેશ બાબત વિચાર કરતાં આપણી સ્મૃતિ સતેજ થઈ યાદ અપાવે છે કે આઠ રુચક પ્રદેશમાંના માત્ર છો અને સાતમો પ્રદેશ જ જીવને શ્રી અરિહંતપ્રભુ પૂર્ણ અરિહંતપણું પામે તે પછી પ્રાપ્ત થાય છે, અને તે પહેલાં પ્રાપ્ત થયેલા પ્રદેશો ૧૭૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ તેમના છદ્મસ્થપણામાં ઉદિત થયેલા બળવાન કલ્યાણભાવના કારણથી પ્રાપ્ત થયા હોય છે. પરંતુ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો પ્રભુનું તીર્થકરપણું પ્રગટ થયા પછી જ, અર્થાત્ બાંધેલા તીર્થકર નામકર્મનો ઉદય હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. આમ થવા પાછળ જરૂર કંઈક ઊંડું રહસ્ય હોવું જોઈએ. આ વિશે મંથન કરતાં, જ્ઞાનનાં આવરણ હળવા થવાથી શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ સમજણ આપે છે કે જીવના રુચક પ્રદેશો પૂર્ણ વીતરાગરૂપે સ્થિર પરિણામ સાથે રહે છે. એમણે અન્ય અશુદ્ધ પ્રદેશો સાથે મૈત્રી કેળવી એમને શુદ્ધ કરવાનું કાર્ય પ્રત્યક્ષપણે કરવાનું હોતું નથી, પણ કેવળી પ્રભુના સાથ દ્વારા પરોક્ષપણે કરવાનું હોય છે. એનાથી વિરુધ્ધ, કેવળીગમ્ય પ્રદેશો પોતે કેવળી વીતરાગતાની ભૂમિકામાં નિમગ્ન હોવા છતાં, અઘાતી કર્મોની નિવૃત્તિના કારણથી અન્ય અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ કરવાની જવાબદારી પોતા ઉપર સ્વીકારે છે. સ્વીકારેલું કાર્ય સિદ્ધ કરવા માટે સર્વ જીવ પ્રતિ મૈત્રીભાવના ભાવવી અનિવાર્ય બને છે, કારણ કે અશુદ્ધ પ્રદેશો પર વિવિધ કર્મનાં અનંતાનંત પરમાણુઓ ચીટકેલાં હોય છે, જેને કોઈક કાળે સર્વ જીવે વિભાવભાવમાં રહીને આશ્રવ્યાં હોય છે. આત્માના અશુદ્ધ પ્રદેશોનો આ પરમાણુઓ પ્રતિનો રાગ તોડાવવા માટે તથા તેના ઉપર ધર્મરૂપી સર્વોત્કૃષ્ટ મંગલપણું સ્થાપવા માટે જગતમૈત્રી અનિવાર્ય બને છે. આ કારણસર કેવળીગમ્ય પ્રદેશો શ્રી અરિહંતપ્રભુ અરિહંતપણું પામે તે પછી જ પ્રાપ્ત થાય છે. આ સાથે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ એક બીજા ગુપ્ત સિદ્ધાંત વિશે પ્રકાશ કરે છે. છઠ્ઠો રુચક પ્રદેશ જીવને કેવળીગમ્ય પ્રદેશના દાતારની સમાનકક્ષાના આત્માથી (પ્રભુને કેવળજ્ઞાન થાય ત્યારે) પ્રાપ્ત થયો હોય છે, અને સાતમો પ્રદેશ અયોગી અરિહંત દશાથી (અરિહંત પ્રભુ નિર્વાણ પામે ત્યારે) પ્રાપ્ત થયો હોય છે. આ સિદ્ધાંત સાથેના અનુસંધાનથી કેવળીગમ્ય પ્રદેશો પોતાની શુદ્ધિ અર્થે રુચક પ્રદેશ પાસેથી જોઈતું વીર્ય ખેંચી પોતાનાં શેષ અઘાતી કર્મોનો ક્ષય કરતાં કરતાં અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ કરતા જઈ પૂર્ણ શુદ્ધ બનાવે છે. આ સમજણને શ્રી કૃપાળુ રાજચંદ્ર આત્મસિદ્ધિ' શાસ્ત્રની નીચે જણાવેલી ૧૧મી કડીમાં ગુપ્તપણે રજુ કરી છે. ૧૭૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ “પ્રત્યક્ષ સગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર.” હવે આપણે આનું રહસ્ય પામવા પ્રતિ વળીએ. કેવળીગમ્ય પ્રદેશો સક્રિયપણું પામ્યા પછી, આઠમા રુચક પ્રદેશ પાસેથી એ જીવ માટે મુક્તિ મેળવવાનો માર્ગ જાણી, એની કાર્યસિદ્ધિ માટે છઠ્ઠા તથા સાતમા રુચક પ્રદેશ પાસેથી યોગબળ, આજ્ઞા તથા અરિહંતપણા અને સિદ્ધપણાનું કવચ મેળવી, એમની અરિહંતની લાક્ષણિકતા દ્વારા શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં પૂર્ણ કલ્યાણનાં પરમાણુઓને ખેંચી, તેમાંથી પૂર્ણ પંચપરમેષ્ટિ (અરિહંત તથા સિદ્ધ) પ્રભુનો ભાગ અલગ તારવી પોતે ગ્રહણ કરે છે. પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના ભાગમાંથી એ પૂર્ણ પરમેષ્ટિ ભગવંતનો ભાગ ગ્રહણ કરવાથી જે ઋણ એકઠું થયું છે, તેને ચૂકવવા બાકીના છદ્મસ્થ પરમાણુવાળા ભાગમાં તે પોતાનો આજ્ઞારસ ઉમેરે છે. આ આજ્ઞારસમાં આઠમા રુચક પ્રદેશ પાસેથી મળેલી જાણકારી, છઠ્ઠા તથા સાતમાં પ્રદેશ પાસેથી મળેલું મૈત્રીપણું તથા એકથી પાંચમા પ્રદેશ પાસેથી મળેલા વિનયાભાર સાથે તે પોતાનો મૈત્રીભાવ તથા પૂર્ણ પંચપરમેષ્ટિના મૈત્રીભાવનું સમાંતર મિશ્રણ ઉમેરે છે. અને આ રીતે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ રૂપ આજ્ઞારસનું નિર્માણ થાય છે. આ આજ્ઞારસમાં પૂર્ણ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનો ભાગ, એના જ છદ્મસ્થ પરમેષ્ટિ પરમાણુઓના ભાગ તરફ આજ્ઞા વિનયના માર્ગથી આકર્ષણ પામે છે. તે એ છદ્મસ્થ પરમેષ્ટિ પરમાણુ પર સવાર થઈ, એમનો પૂર્ણ પરમેષ્ટિનો ભાગ બની, આજ્ઞારસથી ભરપૂર થયેલાં પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ બની, આજ્ઞામાર્ગથી અશુદ્ધ પ્રદેશો પર બિરાજી મુક્તિનાં કાર્યને આગળ વધારે છે. આ ગુપ્ત પ્રક્રિયાનું નિરૂપણ “આત્મસિદ્ધિ' શાસ્ત્રની નીચેની કડીઓમાં કૃપાળુદેવે લાક્ષણિક શૈલીથી કરેલું જણાય છે. “એવો માર્ગ વિનયતણો, ભાખ્યો શ્રી વીતરાગ મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (૨૦) ૧૭૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (૩૬) શ્રી કેવળીપ્રભુનો સાથ આજ્ઞાથી અરૂપી સિદ્ધ અવસ્થા, રૂપી સાધકને કેવળ બોધરૂપ નીવડી, કેવળીપ્રભુના પરમ સાથરૂપે ઓળખાય છે, એવી રુચક પ્રદેશની, કેવળીગમ્ય પ્રદેશની તથા પંચપરમેષ્ટિની આજ્ઞાને ત્રણે કાળે, ત્રણે યોગથી તથા આત્માના પ્રદેશે પ્રદેશથી અને અણુએ અણુથી પરમ પરમ નમસ્કાર. કેવળીગમ્ય પ્રદેશો પરમ વીતરાગતાથી પરિપૂર્ણ એવા રુચક પ્રદેશો પાસેથી આજ્ઞાભક્તિના માધ્યમથી એમના ચારિત્રમય આજ્ઞાવીર્યને ખેંચે છે, અને તેમાં શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનો તથા એમનો પોતાનો આજ્ઞારસ ભેળવે છે. કેવળીગમ્ય પ્રદેશો ઘાતીકર્મોની અપેક્ષાએ નિર્વાણનું વેદન કરે છે, અને અઘાતી કર્મોની અપેક્ષાએ સંસારનું વેદન કરે છે. તે વખતે તેઓ સંસારની અસારતાને અસારરૂપે વેદી, સહજાનંદ પ્રેરિત સંસારના નકારને જન્માવે છે, જેના પ્રતાપથી તેઓ રુચક પ્રદેશની આજ્ઞાને સહજ સમાધિમાં વધારે જોરથી આશ્રવે છે. પરિણામે તેમની અયોગી રહેવાની દશા વર્ધમાન થતી જાય છે. અરૂપી આજ્ઞાના આવા આશ્રવથી એ કેવળીગમ્ય પ્રદેશોનાં તેજસ્ તથા કાર્મણ શ૨ી૨ પર એ અરૂપી આજ્ઞાના અપૂર્વ પ્રત્યાઘાત પડતા જાય છે, અને એના આધારે એ તેજસ્ તથા કાર્મણ શરીર અન્ય અશુધ્ધ પ્રદેશો પર રહેલાં તેજસ્ તથા કાર્મણ શરી૨ પર ધર્મનાં મંગલરૂપ નિમિત્તનું સર્જન કરતાં જાય છે. જેમ આહારમાં પૌષ્ટિક વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે તો જીવની ચક્ષુ આદિ ઈન્દ્રિયો અને શરીરની તેજસ્વીતા તથા શક્તિમાં તેમજ તેનાં બંધારણમાં સુધારો થતો જાય છે તેમ, આ મંગલરૂપ નિમિત્ત તેજસ્ તથા કાર્મણ શરીર પર શુભ અને શાતામય અસર ઉપજાવતું જાય છે. જેમ ધનાઢય પરિવારમાં જન્મ લેતાં બાળકને ખાવાની, પીવાની, પહેરવા ઓઢવાની, હરવાફરવાની સારી સુવિધા મળે છે, શુભ નિમિત્તો મળે છે જેનો ઉપયોગ બાળક પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે. ૧૭૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આથી આવું બાળક મળેલી સુવિધાનો સદુપયોગ કે દુરુપયોગ કરી શકે છે. જો તે બાળક આ સુવિધાઓનો સદુપયોગ કરે તો સારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરી સફળતા મેળવે છે, વેપારધંધાનો યોગ્ય અને ફાયદાકારક અનુભવ લઈ નિપૂણ થવાનો લહાવો પણ લઈ શકે છે, અને મળેલી સુવિધાઓનો દુરુપયોગ કરી તે બાળક ખરાબ સોબતે ચડી, વ્યસની બની પોતાનાં જીવનને વેડફી પણ શકે છે. એ જ પ્રમાણે અશુદ્ધ પ્રદેશો મળેલા શુભ નિમિત્તનો સદુપયોગ કરી સંસારથી છૂટવાની ઉત્તમ પ્રવૃત્તિ કરી શકે છે, તેમ જ તેનો દુરુપયોગ કરી અશુભ પ્રવૃત્તિ તથા અશુભ તત્ત્વોના મોહમાં ફસાઈને સનિમિત્તને વેડફી પણ નાખે છે. આ રીતે અશુદ્ધ પ્રદેશોને શુભ એવાં તેજસ્ તથા કાર્મણ શરીરનું નિમિત્ત હોવા છતાં તે જીવ તેનો દુરુપયોગ કરી ઘણા લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. આવો જીવ જો સવળો ચાલે તો ઘણા નાના કાળમાં મુક્તિ સુંદરીને વરવાનો અદ્ભુત લહાવો લઈ અનંતકાળ માટે સિદ્ધભૂમિમાં સ્થિર થઈ જાય છે. આ પ્રક્રિયા ઉપર વિચાર કરતાં મનમાં પ્રશ્ન ઊઠે છે કે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ થયા પછી જીવને મુક્તિ મેળવવામાં લાંબો ગાળો કેમ પસાર થઈ જાય છે? અશુદ્ધ પ્રદેશોને તો શુભ નિમિત્તોનો સાથ સતત મળતો હોવા છતાં લંબાણ કેમ થાય છે? વિચારણા કરવાથી સમજણ ફૂરે છે કે અશુદ્ધ પ્રદેશોને જે શુભ નિમિત્તનો સાથ મળે છે તે તેજસ્ અને કામણ શરીરરૂપ પુદ્ગલ દ્વારા મળે છે, ત્યારે અશુદ્ધ પ્રદેશો જે વિભાવ કરે છે તે ચેતન દ્વારા કરે છે. ચેતન દ્વારા થતા વિભાવ વધારે શક્તિશાળી હોવાથી એ શુભ નિમિત્તોને અક્રિય બનાવી દે છે. જેમ સમૃદ્ધ પરિવારનો બાળક ઘણી ઘણી સમૃદ્ધિ વચ્ચે ઊછરતો હોવા છતાં જ્યારે તે દુષ્કૃતમાં દોરાય છે ત્યારે તેને જેલ આદિ દુર્નિમિત્તમાં જવું પડે છે અને દુ:ખી થવું પડે છે, તેમ અશુદ્ધ પ્રદેશે કરેલા વિભાવ એજ તેજસ્ અને કાર્પણ શરીર પર વિભાવ અનુસાર અશુભ પુગલના જમાવરૂપ પ્રત્યાઘાતનો અનુભવ કરાવી, કેવળ પ્રભુના સાથરૂપ પુદ્ગલને દબાવી દે છે. આમ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આપણને ગુપ્ત સમજણ આપે છે. ૧૭૮ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ આ રીતે કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશોના સાથથી તથા સંગમથી જીવને શુભ નિમિત્ત મળે છે, અને તેનો સદુપયોગ થાય છે ત્યારે એ અશુધ્ધ પ્રદેશોની અશુદ્ધિ નીકળતી જાય છે. એમ થવાથી જીવની સ્વતંત્રતા ઉપર ક્યાંય કાપ મૂકાતો નથી, પણ જીવને તેનાથી શુભ નિમિત્ત મળે છે અને શુભ કાર્યની સફળતા વધારવા માટેના સંજોગો ઊભા થાય છે. જીવ જ્યારે અવળો ચાલે છે ત્યારે એ રુચક પ્રદેશો તથા કેવળીગમ્ય પ્રદેશો પોતાની સત્તા અશુધ્ધ પ્રદેશો પર ચલાવતા નથી, પણ તેઓ વીતરાગતાના તાણેવાણે ચડતા ક્રમમાં સ્થિર થઈ જાય છે. જીવ જ્યારે સવળો ચાલે છે ત્યારે કેવી રીતે સફળતાની પ્રક્રિયા થાય છે તે પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી સમજતાં પહેલાં એ સમજવું જરૂરી લાગ્યું છે કે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવ આઠ સમય સુધીની દેહાત્માની ભિન્નતાના અનુભવ પછી જ કેમ પ્રભુકૃપાથી પ્રાપ્ત કરી શકે છે? તે પહેલાં કેવળીગમ્ય પ્રદેશો શા કારણથી પ્રાપ્ત થઈ શકતા નથી? આ આઠ સમયનો ગાળો રાખવામાં શ્રી પ્રભુનો ક્યો ગૂઢ સંકેત કે હેતુ રહેલો છે? શ્રી પ્રભુને સાષ્ટાંગ વંદન કરી, તેમનાં ચરણમાં માથું મૂકી પ્રાર્થના કરતાં કરતાં સહજતાએ આનો ઉત્તર પ્રાપ્ત થયો છે. પ્રાર્થના આ પ્રકારે હતી, “હે પરમ પિતા! હે જગતના નાથ! હે વીતરાગતાની પૂર્ણતાના વેદક! અહો! કેવળજ્ઞાન તથા કેવળદર્શનને અતૂટરૂપે માણનાર પરમાત્મા! છકાય જીવના પરમ રક્ષક, સદ્ધર્મના દાતા, સુખ અનુભવનાર તથા સુખ આપનાર, તેજસ્વી, અડોલ તથા અકંપ પ્રભુ! તમારા અંતરમાં જે અનુભવ સત્યરૂપે નીતરે છે તેને પરમ કરુણા કરી આ બાળકના શિર પર ધરાવો. એ શિર પર આજ્ઞાના અતૂટ તથા કદી અફળ ન થનાર એવા સનાતન સફળ માર્ગથી એ અનુભવને સંજ્ઞામાં યોગ્ય આકાર આપી, તમારા જ પંચપરમેષ્ટિ કલ્યાણનાં પરમાણુ દ્વારા શબ્દદેહથી એને લખાણમાં વ્યક્ત કરાવો કે જેથી મારી અપૂર્ણતાની અધુરપ તમારા આ અલૌકિક અનુભવના પ્રગટીકરણને મંદ કરી શકે નહિ.” ૧૭૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી પ્રભુના દૈનાદમાં ગજા બહારનું દેખાતું આ કાર્ય સહજમાર્ગે સફળ થતું દેખાતાં આભારનાં આસું સરી પડયાં. અને સ્વાભાવિક રીતે શબ્દો હુર્યો, “જે આજ્ઞાથી તથા જે વાટેથી શ્રી કેવળીગમ્ય પ્રદેશો કેવળીગમ્યપણું પામ્યા એ જ આજ્ઞાથી અને એ જ વાટેથી સર્વ પ્રદેશો કેવળીપણું પામે એ જ ઈચ્છા અને આકાંક્ષા સાથે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના દાસ બની, એમની કૃપા અને આજ્ઞાથી એમની સનાતન સર્વોત્કૃષ્ટ મંગલમય ધર્મરૂપી આજ્ઞાને આરાધવી છે. હે પ્રભુ! અતિ નિર્ભયપણું ઉપજાવે એવી ‘દાસાનુદાસ થવાની આજ્ઞા અમને દાનમાં આપો.” - શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી એમણે આપેલો ઉત્તર અહીં ઊતારવા પ્રયત્ન કર્યો છે. કેવળીગમ્ય પ્રદેશો જીવને શ્રી તીર્થંકર પ્રભુ દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર પ્રભુ આ સિદ્ધિ જીવને આઠ સમયના મિથ્યાત્વના ઉદયને ટાળ્યા પહેલા આપતા નથી. આ આઠ સમયનો ગાળો હોવા પાછળ એક અતિ ગૂઢ તથા ગંભીર ભેદરહસ્ય રહેલું છે. શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા ઘાતી કર્મોથી નિવૃત્ત થયો હોવાથી કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત છે, તેમ છતાં પોતાના પુરુષાર્થ અનુસાર તેઓ બેથી સાત સમયના અંતરે યોગ સાથે જોડાય છે. જ્યારે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા કોઈ જીવને આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ કરાવવાનો હોય છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો એ જીવના આત્મપ્રદેશોને સ્પર્શે છે,અને આઠ સમય સુધી એ સ્પર્શ ચાલુ રહે છે, અર્થાત્ એ પ્રદેશો જીવના આત્મામાં સ્થાન પામે છે. આઠ સમયના ગ્રંથિભેદને અંતે એક સમયમાં આઠ કેવળીગમ્ય પ્રદેશો તથા અન્ય આઠ પૂર્ણ પ્રદેશો એ જીવના આઠ પ્રદેશો પરથી ઘાતકર્મનો વિહાર કરાવી અને તેનાથી મુક્ત કરે છે, સાથે સાથે અશુભ અઘાતી કર્મના પાશથી પણ તેને છોડાવે છે. આ ઉત્તરને યથાર્થતાએ સમજવા માટે આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ વખતની પ્રક્રિયા થોડા વિસ્તારથી સમજવી જરૂરી બને છે. ૧૮૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ શ્રી તીર્થંકર પ્રભુના આઠ કેવળીગમ્ય પ્રદેશો તથા તેમના અન્ય આઠ શુધ્ધ પ્રદેશોમાંથી બે બે પ્રદેશનાં આઠ જોડકાં બને છે; જેમાં એક કેવળીગમ્ય પ્રદેશ અને એક શુધ્ધ પ્રદેશ સાથે રહી જોડકું બનાવે છે. જીવના જે આઠ પ્રદેશો કેવળીગમ્યપણું પામવાના હોય છે તે, જીવના નિત્યનિગોદમાંથી નીકળતી વખતના રુચક પ્રદેશની આકૃતિની સમાન આકૃતિના બને છે. આ ભાવિ કેવળીગમ્ય પ્રદેશોના વાતાવરણમાં શ્રી તીર્થંકર પ્રભુના પ્રદેશોના જોડકાં સ્થાન પામે છે. એ વખતનું ચિત્ર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી દોરવા પ્રયત્ન કર્યો છે. આઠ સમય માટે અહીં દોરેલા ચિત્ર પ્રમાણે જીવના આઠ ભાવિ કેવળીગમ્ય પ્રદેશો પર, શ્રી તીર્થંકર પ્રભુના બે બે પ્રદેશો વીંટળાઈને સ્થાન ગ્રહે છે. આઠ સમય જીવનો ભાવિ કેવળીગમ્ય પ્રદેશ ૐ નાદ તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ ૐ નાદ ૐ ધ્વનિ ઉપરનું છેદક દશ્ય ૧૮૧ ૐ ધ્વનિ તીર્થંકર પ્રભુનો અન્ય શુધ્ધ પ્રદેશ તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ જીવનો ભાવિ કેવળીગમ્ય પ્રદેશ તીર્થંકર પ્રભુનો અન્ય શુધ્ધ પ્રદેશ Page #211 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માટે જ્યારે તે જીવનો આત્મા મિથ્યાત્વના ઉદયથી નિવૃત્ત થાય છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ જીવના ભાવિ કેવળીગમ્ય પ્રદેશ પર ૐનાદ વરસાવે છે. જીવનો એ પ્રદેશ પોતાના ભાવિ અનુસાર ૐનાદને અમુક માત્રામાં ગ્રહણ કરે છે, અને નાદના અન્ય ભાગને ૐધ્વનિરૂપે શ્રી તીર્થંકર પ્રભુનો અન્ય પ્રદેશ ગ્રહણ કરે છે. આ આઠ સમયમાં તીર્થકર પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો એમના અન્ય પ્રદેશોને રુચક પ્રદેશ પાસેથી મળેલા જ્ઞાન અનુભવને શ્રુતરૂપે આપે છે. આ પ્રક્રિયા આઠ સમયની હોવાનું કારણ એ સમજાય છે કે, આત્મા જ્યારે આઠ સમય માટે યોગથી ભિન્ન રહે છે ત્યારે તે કેવળી સમુદ્ધાત કરી, યોગને સંધી, ચોદમા ગુણસ્થાનથી આગળ વધી, મોક્ષને પામે છે; આ જાણકારી પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો પ્રભુના આત્માના અન્ય શુદ્ધ પ્રદેશોને આપી આઠ સમય માટે યોગથી છૂટા રહેવાની પૂર્વ તૈયારી તેમની પાસે કરાવે છે. આ પ્રક્રિયા કરવા માટે અનુભવની ભૂમિકા હોવી અનિવાર્ય છે, તેથી કોઇ અન્ય જીવ આઠ સમય માટે મિથ્યાત્વના ઉદયથી નિવૃત્ત થાય છે, ત્યારે જ પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો તેમના અન્ય શુદ્ધ પ્રદેશોને આ પ્રક્રિયાની જાણકારી અનુભવ તથા ધૃતરૂપે આપી શકે છે. આ રીતે શ્રી પ્રભુ પોતાના સર્વ પ્રદેશોને આ પ્રક્રિયાની જાણકારી આપવા માટે એક અજ્ઞાની જીવનો માધ્યમ રૂપે ઉપયોગ કરી તે અજ્ઞાની જીવનું ઋણ સ્વીકારે છે. અને તે ઋણની ચૂકવણી શ્રી પ્રભુ એ અજ્ઞાની જીવના આઠ પ્રદેશને કેવળીગમ્યપણું આપી, જીવમાંથી શિવ થવાનું વરદાન આપીને કરે છે. આ પ્રક્રિયા ત્યારે જ સફળ થાય છે જ્યારે શ્રી પ્રભુનાં આઠે આઠ જોડકાં એક સાથે આ પ્રક્રિયા કરી શકે છે. આઠે આઠ જોડકાંને આ પ્રક્રિયા એક સાથે કરવા માટે, એ અજ્ઞાની જીવના આઠ પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુની સત્તા તથા આજ્ઞામાં રહેવા તૈયાર હોવા જોઈએ, અને તેની સાથે પાંચે સમવાયનું સમપણું જીવના આ આઠે પ્રદેશો પર રહેવું જોઈએ. જો આમાંની એક પણ શરત પૂરી ન થાય તો કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. શ્રી તીર્થંકર પ્રભુની પૂર્ણતા હોવાને કારણે ૧૮૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ પ્રભુના પ્રદેશોનાં જોડકાં તો બને જ છે, પણ જીવના પ્રદેશોની આજ્ઞાધીનતા ન હોવાને કારણે કે પાંચ સમવાયનું સમપણું ન થયું હોવાના કારણે ૐનાદ તથા ૐધ્વનિ પ્રગટતા નથી. અને કાર્ય અધૂરું રહે છે. ફરીથી યોગ આવતાં આ પ્રક્રિયા થાય છે, તે વખતે પણ અધૂરપ રહે તો ફરી ફેરો કરવાનો રહે છે. તેથી તો પ્રભુએ કહ્યું છે કે જીવ અનંતવાર ગ્રંથિભેદ સુધી આવી પાછો વળ્યો હોય છે. કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ થતાં મુખ્ય ગ્રંથિભેદ થાય છે. આટલી પ્રક્રિયા થયા પછી શ્રી તીર્થંકર પ્રભુના એ સોળ પ્રદેશો તેમના પોતાના આત્મામાં સમાઈ જાય છે, અને કેવળીગમ્ય પ્રદેશો સિવાયના આઠ પ્રદેશો એમના અસંખ્ય અન્ય પ્રદેશોમાં (તેમની સાથે સમાન સ્થિતિ હોવાના કારણે) એ જાણકારીને પોતાનાં અનંતવીર્યના સાથથી પ્રસરાવે છે. શ્રી તીર્થંકર પ્રભુ એમનો આ અનુભવ દેશના વખતે ૐનાદ દ્વારા પર્ષદામાં શ્રી કેવળ પ્રભુને અનુભવ તથા ધૃતરૂપે દાન આપે છે, અને કેવળીપ્રભુએ આપેલા દેશના વખતના સાથથી લીધેલા ઋણથી મુક્ત થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર પ્રભુ “જગતપિતા’ના બિરુદને સાર્થક કરી નમસ્કારમંત્રમાં અગ્રસ્થાન ગ્રહણ કરે છે. આવી પ્રક્રિયા શ્રી તીર્થંકર પ્રભુ દ્વારા અનેક વખત થાય છે, જેનાથી અનુભવશ્રુત અનુભવજ્ઞાન રૂપે કેવળીગમ્ય પ્રદેશમાંથી અન્ય શુધ્ધ પ્રદેશોને પ્રાપ્ત થાય છે. તેની સાથોસાથ દેશનાના દાનરૂપ આ જ્ઞાનની લહાણી થતી હોવાથી, જે અનુભવ વીર્યની જરૂરિયાત ઊભી થાય છે તે અન્ય જીવોના કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ વખતે શ્રી તીર્થંકરપ્રભુ મેળવી લે છે. આમ થવાનું બીજું કારણ એ પણ છે કે શ્રી તીર્થંકર પ્રભુનું યોગ સાથેનું જોડાણ જુદી જુદી ભૂમિકાનું હોય છે, કોઈ બે સમયના અંતરે, કોઈ ત્રણ સમયના આંતરે તો કોઈ એથી વિશેષ સમયના આંતરે યોગ સાથે જોડાતા હોય છે. આ બધી અલગ અલગ ભૂમિકામાંથી પસાર થઈ આઠ સમય સુધી યોગથી જુદા રહેવાની સ્થિતિ સુધી પહોંચવા માટે, વિભિન્ન સમવાયની જરૂરિયાતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રક્રિયા પ્રભુ તરફથી વારંવાર થતી હોય છે. આ પરથી લક્ષ થશે કે કેવળ પ્રભુના સાથથી શ્રી તીર્થંકર ૧૮૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રભુને તથા જીવને ઘણો ઘણો લાભ થાય છે, અને સ્વાર કલ્યાણની પરાકાષ્ટાનું ઉદાહરણ સિધ્ધ થાય છે. દેહ હોવા છતાં પરમ સિદ્ધની શાંતિ અને સુખનું વેદન કરતા તથા પરમ કલ્યાણમય મૈત્રીના પૂર્વભાવની નિર્જરારૂપ બોધના દાતા તથા આજ્ઞાના મહાસાગરમાં નહાતા શ્રી અરિહંતપ્રભુ તથા તેમના વીતરાગ ધર્મથી રંગાયેલા શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને સાષ્ટાંગ વંદન તથા આજ્ઞાભક્તિથી નમન કરીએ છીએ. અહો! શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ! તમારું આજ્ઞાધીનપણું તથા કલ્યાણધારાનો અસ્મલિત ભાવનો પ્રવાહ અમને ખૂબ પ્રિય છે. હે પ્રભુ! આ જ પુરુષાર્થને અમારા દેહના રોમેરોમમાં તથા રોમને ધરનાર આત્માના પ્રદેશ પ્રદેશમાં ગૂંથવા, આરાધવા તથા સિદ્ધ કરવા માટે, તમારા અલૌકિક પુરુષાર્થને જાણવા, આદરવા તથા પાળવા માટે અમે પરમ વિનયી થઈ આજ્ઞા માગીએ છીએ. કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ તથા કાર્ય સમજવા આપણે પુરુષાર્થ કર્યો. શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે આ પ્રદેશોના બંધારણમાં એક અપૂર્વ પુરુષાર્થની ભૂમિકા સમાયેલી છે. જો આ પુરુષાર્થને અન્ય અશુધ્ધ પ્રદેશો સંજ્ઞાના માધ્યમથી પોતામાં સિદ્ધ કરે તો તેમને પૂર્ણ ભૂમિકા સુધી પહોંચવાનો માર્ગ અતિ સુગમ અને સરળ બનવા સાથે અતિ સહજ થઈ ટૂંકા ગાળામાં સફળતા અપાવે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અપૂર્વ આરાધનનો વિચાર કરવા તથા તેનું પાલન કરવા વીર્ય માગી કાર્યસિદ્ધિ કરવા આપણે પુરુષાર્થી બનીએ. વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે કેવળીગમ્ય પ્રદેશો કેવળીગમ્યપણું પામ્યા પહેલા અન્ય અશુધ્ધ પ્રદેશોની જેમજ અશુધ્ધ હોય છે. આઠ સમયના અતિ અતિ અલ્પ કાળમાં એ પ્રદેશો એવો તે કેવો ઉદ્યમ કરે છે કે જેથી તેઓ અરિહંત સમાન કેવળીપ્રભુની ભૂમિકા પ્રાપ્ત કરે છે! વળી, આ કેવળીપ્રભુ (કેવળીગમ્ય પ્રદેશો) એની સાથોસાથ એમના જ બંધુરૂપ અસંખ્ય પ્રદેશો માટે અરિહંતપણું ૧૮૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ પામે છે, કેમકે એ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને કેવળીપ્રભુની આજ્ઞા અનુસાર અવગાહન આપે છે. આ કાર્ય થવા પાછળ જે ભાવ તથા કારણ રહેલાં છે તે વિચારીએ. આપણે જાણીએ છીએ કે રુચક પ્રદેશોની બાજુના જ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો થાય છે. આ અશુદ્ધ પ્રદેશો રુચક પ્રદેશોની શુદ્ધિને લીધે તે પ્રદેશોનું ચકપણું અવલોકે છે. તેઓ જુએ છે કે શ્રી તીર્થકર પ્રભુનાં વીર્યબળથી તે પ્રદેશો ઠરતા જાય છે. અને એના વિકાસની પૂર્ણતા થાય છે ત્યારે તે પ્રદેશો સિદ્ધપ્રભુ જેવી પરમ પરમ વીતરાગી અવસ્થાએ પહોંચે છે. આ અલૌકિક અનુભવ થવાથી એ પ્રદેશો અનુભવે છે કે આવો અનુભવ માત્ર મારા પ્રદેશ માટે સિમિત ન રહેતાં સર્વ પ્રદેશને પ્રાપ્ત થાઓ. આ પ્રક્રિયા સમજીએ તો જણાય છે કે રુચક પ્રદેશો મુખ્યત્વે મહાસંવરના માર્ગથી રુચકપણું પ્રાપ્ત કરે છે, પણ કેવળીગમ્ય પ્રદેશો કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગથી શરૂ કરી, આજ્ઞાધીનપણે પુરુષાર્થ કરી, આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવરના માર્ગથી કેવળીગમ્યપણું પ્રાપ્ત કરે છે. આ ભેદરહસ્યને સમજાવી શ્રી પ્રભુ આપણને બોધ આપે છે કે, જેમ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ સ્વાર કલ્યાણના માધ્યમથી પુરુષાર્થ કરે છે અને કરાવે છે, એમ કેવળીગમ્ય પ્રદેશો પણ કેવળીગમ્યપણું પામ્યા પછી પોતા પર રહેલાં અઘાતી કર્મોમાં પરકલ્યાણનું નિકાચીતપણું ધારણ કરે છે. જેનાં વેદન તથા નિર્જરાના પ્રભાવથી અન્ય પ્રદેશો કર્મથી છૂટતા જાય છે. આ ઉપરાંત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ એક અન્ય ગુપ્ત માધ્યમથી આરાધન કરે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના આરાધ્યદેવ, ગુરુ તથા શાસ્ત્ર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ જ હોય છે (કલ્યાણભાવ અનુસાર) તથા તેમનો શિષ્યગણ પણ પંચપરમેષ્ટિ જ હોય છે, (દ્રવ્ય અનુસાર, અને અમુક પરમેષ્ટિને દ્રવ્ય તથા કલ્યાણભાવ અનુસાર). આ પુરુષાર્થની પ્રાપ્તિ થવા પાછળની ભૂમિકા એ છે કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ મળતાં જ ૧૮૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રહે છે. તેઓ તેનો યોગ્ય પ્રમાણથી ઉપયોગ કરી, બાકી વધેલાં શેષ પરમાણુઓમાં પોતાનો નવો સ્વતંત્ર ભાવ ઉમેરી પોતાના શિષ્યગણ એવા શ્રી પંચપરમેષ્ટિને એ પરમાણુઓ વેદવા માટે ભેટ આપતા જાય છે. આમ આ મોક્ષમાર્ગનાં સાધનો તથા ભેદરહસ્યોથી ભરેલાં ઉત્તમ પરમાણુઓનો ઉત્તમતાએ ઉપયોગ થતો જતો હોવાથી, એ પરમાણુઓનો રસ ક્યાંય વેડફાતો હોતો નથી. આ ગુણવત્તાવાળી વ્યવહારશુદ્ધિ એ પુરુષાર્થ કરનાર પંચપરમેષ્ટિને પરમાર્થશુદ્ધિની શ્રેષ્ઠ કેડી સુધી પહોંચાડી શકે છે, પહોંચાડે છે. પરિણામે તેઓની સ્વપરકલ્યાણ કરવાની પાત્રતા તથા શક્તિ ક્રમથી વધતાં જ જાય છે. આ ગુપ્ત રહસ્ય સમજાતાં, અંતરમાં એ ભાવ સ્પષ્ટ આકાર ધારણ કરે છે કે રૂપ મહાસંવરના માર્ગે જવાના મંત્રને, ધ્વનિ રૂપમાં એકાકાર કરી, નાદના અપૂર્વ કથનમાં તેનું નિરૂપણ કરી, આજ્ઞાપ્રેરિત, કલ્યાણપ્રેરિત મહાસંવરમાર્ગના દાતાર બની મોક્ષમાર્ગના નેતાનું બિરુદ પામનાર એવા શ્રી અરિહંત પદના ધારક પંચપરમેષ્ટિ પ્રભુનું વારંવાર સ્મરણ કરી, ઘડીઘડી અને પલ પલ વંદનરૂપ એવા આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગના શિષ્ય બનવા અમને વરદાન આપો. “લીધું જેણે શરણ તુજ તો, હાર હોયે જ શાની ?” · શ્રી ભક્તામર સ્તોત્ર. માનતુંગાચાર્ય. શ્રી અરિહંત પ્રભુની અનુપમ તેમજ અપૂર્વ વીતરાગતા સાથે પરમમૈત્રીમય અરિહંતપણાના વેદનમાં રહેલા ઉત્કૃષ્ટ પુરુષાર્થને ભાળી, અહોભાવ તથા આશ્ચર્યરૂપ લાગણી સહજતાએ આત્માના પ્રદેશેપ્રદેશમાં ફરીવળી દેહનાં રોમેરોમમાં પ્રસરે છે. આ ભાવને લીધે આત્માના પ્રત્યેક પ્રદેશ શિશ નમાવી, તેમનાં ચરણમાં સર્વસ્વ સમર્પવાના ભાવ કરે છે. અહો! આશ્ચર્યકારક અરિહંતપદ શ્રી અરિહંતપ્રભુમાં જન્મ ધારણ કરે છે, પરંતુ ત્યાં સિમિત ન રહેતાં, દેશનાના ધ્વનિમાં મહાકલ્યાણમય વૃષ્ટિની જેમ શાંતિ, મૈત્રી તથા શીતળતાની લહાણી કરે છે. ૧૮૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ “હે પ્રભુ! તમારો આ પુરુષાર્થ અમને ખૂબ જ પ્રિય છે. તમે જે પુરુષાર્થ પામ્યા છો, તેને પામીને અમારે જગતનાં કલ્યાણાર્થે લુંટાવી દેવો છે. એટલું જ નહિ પણ, જેઓ આ કલ્યાણ પામવા પુરુષાર્થી થયા નથી, તેમને પણ તેની પ્રાપ્તિ થાય તથા સિદ્ધિ મળે એવી લાગણીભરી પ્રાર્થના શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને કરી, માર્ગની પૂર્ણતાને અમારે પ્રસિદ્ધ કરવી છે. અમારી અપૂર્ણતાથી એ પૂર્ણતાને લજાવા દેવી નથી. પરમ કલ્યાણમય પરમાર્થ લોભના અપૂર્વ વેદનને માટે તમે સ્વાર્થમયી વેદનનો જે ત્યાગ કરો છો, તે પરકલ્યાણની લાગણીને સમયે સમયે, ત્રણે કાળે, ત્રણે યોગથી વારંવાર વંદન કરીએ છીએ. આ સર્વ ભાવનામાં એક પણ સરાગી ભૂમિકાને ન ભજવાનો તમારો અદ્વિતીય અનુપમ પુરુષાર્થ શબ્દાતીત આશ્ચર્ય તથા અહોભાવનું અમને વેદન કરાવે છે. જ્યાં કલ્યાણ કરવાની ભાવના છે ત્યાં કર્તાપણાના ભાવ સામાન્યપણે રહેલા હોય છે, એવો નિયમ આ જગતમાં જોવા મળે છે. પરંતુ તમે એ જ નિયમના નિયમિતપણે અપવાદ બની શ્રી સિદ્ધપ્રભુને તમારા ઋણી બનાવી, એકધારા વેગથી એ જ સમયે એમની પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહી તમારા સ્વકલ્યાણના પુરુષાર્થને જાળવી રાખો છો. આવા સ્વકલ્યાણને યથાર્થ રીતે જાળવવાના અપૂર્વ પુરુષાર્થને શ્રી પ્રભુ ‘અરિહંતની વીતરાગતા' તરીકે ઓળખાવે છે. શ્રી અરિહંતપ્રભુને અરિહંતની વીતરાગતા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટયા પછી નિયમપૂર્વક આવે છે, અને વિરલા ભાવિ તીર્થકર તથા અતિ અતિ વિરલા છમસ્થ ગણધરને અપવાદરૂપે છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને અપેક્ષાથી સ્થૂળરૂપે પ્રાપ્ત થાય છે. આવી અરિહંત વીતરાગતા મળવાથી અંતરમાં શું પ્રક્રિયા થાય છે તેની સમજણ તથા બોધ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના નેતા શ્રી અરિહંતપ્રભુ પાસેથી દાનરૂપે મળે છે.” આવું દાન મેળવવા માટે પૂર્ણ વીતરાગજ્ઞાન તથા દર્શનને પ્રેમરૂપી પૂર્ણ આજ્ઞામાં પરિણમાવનાર શ્રી અરિહંતપ્રભુ તથા તે માધ્યમને યથાર્થ સિદ્ધિ આપનાર પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુને વારંવાર પૂર્ણ વિનય તથા આજ્ઞામાં રહેવાની ભાવના સાથે શુકુલબંધની શુદ્ધતામાં રમણતા કરી વંદના તથા નમસ્કાર કરીએ છીએ.” ૧૮૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી અરિહંત પ્રભુની કેવળી પર્યાયમાં વર્તતો પુરુષાર્થ જોઈ તેમની સિદ્ધિ માટે વિચારણા ચાલ્યા કરે છે. આ જ તીર્થંકર પ્રભુ થકી જીવને શિવ બનવા માટે વરદાનરૂપે આઠ કેવળીગમ્ય પ્રદેશો લભ્ય થાય છે. શ્રી અરિહંત પ્રભુ પોતાની પૂર્ણાતિપૂર્ણ અરિહંત વીતરાગની અવસ્થા પ્રાપ્ત કરે છે તે પછીથી જીવને તેમના થકી આ કેવળીગમ્ય પ્રદેશોની ઉપલબ્ધિ થાય છે તેથી સહેજે જ એ પ્રદેશોમાં અરિહંત વીતરાગતાની પ્રભુ જેટલી જ તીક્ષ્ણતા તથા પૂર્ણતા સમાયેલી હોય, તે સમજાય તેવી બાબત છે. આ કેવળીગમ્ય પ્રદેશો જીવનાં અંતરમાં કઈ પ્રક્રિયા કરે છે તેની વિચારણા તથા મનોમંથન શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી કરીએ. કેવળીગમ્ય પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુની જેમ જ એકીસાથે વીતરાગતા તથા પ્રેમની ભૂમિકાને ઉત્કૃષ્ટપણે ભજે છે તથા વેદે છે. ઉપરાંતમાં કેવળીગમ્ય પ્રદેશો આ અપૂર્વ પુરુષાર્થ દ્વારા રુચક પ્રદેશોની અવસ્થાને અન્ય સર્વ પ્રદેશોને ભણાવી એ રૂપ બનાવે છે. તે કઈ રીતે થાય છે તે વિચારીએ. શ્રી તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પહેલાં પ્રગટે છે અને તે પછીથી તેમણે બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ પ્રકારે તેમને પ્રથમ વીતરાગતા પ્રગટે છે અને પછી પ્રેમની ભાવના ઉદયમાં આવે છે. આ ક્રમ અનુસાર કેવળીગમ્ય પ્રદેશોમાં વીતરાગતાના થર ઉપર પ્રેમની ભૂમિકા પૂર્ણતાએ રહેલી હોય છે. કેવળીગમ્ય પ્રદેશોની વીતરાગતા સ્થૂળરૂપે તથા સ્થૂળસૂક્ષ્મરૂપે સિદ્ધ ભગવાન જેવી છે. આ જ માધ્યમ દ્વારા કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો પાસેથી સિદ્ધરૂપ આજ્ઞાનો બોધ વીતરાગ માર્ગથી ખેંચે છે. એ બોધને પોતામાં અવધારી તેમાં પોતે ઘૂંટેલા તથા પંચપરમેષ્ટિના આજ્ઞારસના પરમાણુને રૂપ બનાવી પ્રેમમાર્ગથી અન્ય અશુદ્ધ પ્રદેશોને નાદ દ્વારા દાન આપે છે. પ્રભુની દેશનામાં જેમ અનેક જીવો પોતપોતાની કક્ષા અનુસાર નાદમાંથી ધર્મનો બોધ ગ્રહણ કરી સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તથા સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ૧૮૮ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ માર્ગે પ્રયાણ કરે છે તેમ અશુદ્ધ પ્રદેશો આ પ્રેમની વાટે મળેલા ૐનાદમાંથી ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ગ્રહણ કરી આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિને પ્રાપ્ત કરતા જાય છે. અહો! વારંવાર અહો! શ્રી તીર્થંકર પ્રભુના આ અપૂર્વ તથા ઉત્કૃષ્ટ અને અદ્વિતીય પુરુષાર્થનું નિર્માણ ન હોત તો કોઈ કાળે રુચક પ્રદેશોની અંતરમોન આજ્ઞા અશુદ્ધ પ્રદેશો સુધી પહોંચી શકત નહિ, અને ધર્મનું સનાતનપણું તથા મંગલપણું સિદ્ધ થઈ શકત નહિ. શ્રી તીર્થંકર પ્રભુના આ ઉપકાર પ્રતિ યોગ્ય વિનય તથા અહોભાવ દર્શાવવા માટે નમસ્કાર મહામંત્રમાં યોગ્ય રીતે જ શ્રી અરિહંતપ્રભુનું સ્થાન અગ્રતાએ રહ્યું છે, અર્થાત્ પ્રથમ જ મૂકાયું છે. શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત કેવળીગમ્ય પ્રદેશોનાં આજ્ઞાભાવ તથા પુરુષાર્થ આપણે જાણ્યાં, તથા સમજ્યા. એવા કૃપાળુ પંચપરમેષ્ટિ પ્રભુના ઉપકાર માટે આપણે તેમના સદાકાળના ઋણી બનતા હોવાથી તેમની પાસે મસ્તક ઝૂકી પડે છે. તેમના તે પુરુષાર્થ તથા આજ્ઞાભાવમાં એક અતિગુપ્ત તથા આશ્ચર્યકારક અન્ય ભાવ સમાયેલો છે, જે ભાવ અન્ય અશુદ્ધ પ્રદેશોને કેવળીગમ્ય સમાન શુદ્ધ બનાવે છે અને છેવટમાં રુચકપ્રદેશ સમાન બનાવી સાદિ અનંતકાળ માટે સ્થિર બનાવે છે. આ પુરુષાર્થ તથા આજ્ઞાભાવને સમજવા માટે શ્રી તીર્થંકર પ્રભુ નામકર્મ બાંધ્યાં પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાને છદ્મસ્થ અવસ્થામાં જે પુરુષાર્થ કરે છે તેનો વિચાર કરવાથી આ અતિ રહસ્યમય ગુફામાં પ્રવેશ કરવાનું કાર આપણને મળી જાય છે. તીર્થકર નામકર્મ બાંધ્યા પછી તે ધ્રુવબંધી થાય છે; તેથી શ્રી પ્રભુનો જીવ નામકર્મ બાંધ્યાં પછી લોકકલ્યાણની ભાવના સતત નિર્માનીપણે તથા આજ્ઞાધીનપણે તરતમતાથી કરતો રહે છે. લોકકલ્યાણની તેમની ભાવના તરતમતાવાળી હોવા છતાં સતત રહેનારી હોય છે. આ દશાનો વિચાર કરતાં પ્રશ્ન આવી જાય છે કે એ કાળમાં પ્રભુના જીવને માન સહિતના સર્વ કષાયો ઉદયગત તથા સત્તાગત ૧૮૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રૂપે રહેલા હોવા છતાં તે કષાયો એમની આ ધુવબંધી ભાવનામાં કલ્યાણભાવને શા કારણથી દૂષિત કરી શકતા નથી? આવી સિદ્ધિ આવવા પાછળ એમના પુરુષાર્થમાં એવું તે કયું અપૂર્વપણું સમાયેલું છે? શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમના જ્ઞાનથી સભર આજ્ઞાના મહાસાગરમાંથી સ્પષ્ટ સમજણ આપણને આપે છે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી શ્રી તીર્થકર ભગવાનના જીવને છેલ્લા જન્મમાં કોઈ પ્રત્યક્ષ સગુરુ હોતા નથી. તેમ છતાં નામકર્મ બાંધ્યા પહેલાના અમુક સમયથી શરૂ કરી, નામકર્મ બાંધ્યાં પછી સતત રહેવાવાળો એમનો એ ભાવ હોય છે કે પંચપરમેષ્ટિ પ્રભુ મારા ગુરુ છે અને એમની આજ્ઞાનું પાલન કરવું એ મારા જીવનનો ધુવકાંટો છે. આવા ભાવને કારણે તેમના પુરુષાર્થમાં સહજતાએ ધર્મનાં સનાતનપણાનાં અને ધર્મનાં મંગલપણાના ભાવ સમાનપણે વણાય છે. વળી, આ ભાવનું વેદન કરવાથી એમની વર્તના તથા કલ્યાણભાવમાં વીતરાગતા સાથે મંગલપ્રેમની ભાવના પણ ગૂંથાય છે. આ અપૂર્વ તેમજ અલૌકિક મિશ્રણને શ્રી પ્રભુ ‘અરિહંત વીતરાગતા” તરીકે ઓળખાવે છે. આ મિશ્રણ એમને ધર્મનાં સનાતનપણાના ભાવથી વીતરાગતાનું પાન કરાવે છે, અને ધર્મનાં મંગલપણાના ભાવથી મંગલ પ્રેમની ભાવનાનું પાન કરાવે છે. આવી ભાવના તથા આવો પુરુષાર્થ કેવળીગમ્ય પ્રદેશો સતત રાખે છે. અશુદ્ધ પ્રદેશો જ્યારે કલ્યાણભાવ કરતી વખતે આવો ભાવ વેદે છે ત્યારે રુચક પ્રદેશો તરફથી કેવળીગમ્ય પ્રદેશોને માનરહિતપણું આપે એવું કવચ અશુદ્ધ પ્રદેશો માટે મળે છે. આ અશુદ્ધ પ્રદેશો જેમ જેમ ધર્મનાં સનાતનપણા તથા મંગલપણાની ભાવના વધારતા જાય છે તેમ તેમ કેવળીગમ્ય પ્રદેશો ક્ષપક શ્રેણિનાં સુચક પ્રદેશોનાં સ્થાન પ્રમાણે થતા જાય છે. આ કાર્ય જ્યારે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે અશુદ્ધ પ્રદેશો એ ભાવને અતિ ઉત્કૃષ્ટપણે વેદે છે. જેથી એમનાં વર્તુળમાં ઊંડો ખાલીપો (vacuum) સર્જાય છે, અને એ વખતે કેવળીગમ્ય પ્રદેશોમાંથી એ કવચ જોરથી છૂટે છે અને અશુદ્ધ પ્રદેશો પર ધ્રુવપણે છવાઈ જાય છે. અશુદ્ધ પ્રદેશો એમના ભાવની ઉત્કૃષ્ટતાને કારણે જે કવચની ભાવના છે તેને લોકમાં પ્રસરાવે છે. પરિણામે લોકનાં સર્વ ૧૯O Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ જીવોને એક સમયની શાતા મળે છે. આવી જ અભુત પ્રક્રિયા બીજી છ વખત પ્રભુનાં જીવનમાં થાય છે, જેમાના પાંચ વખત કલ્યાણક રૂપે ઓળખાય છે. આ વાત વિચારવા યોગ્ય છે. અશુદ્ધ પ્રદેશો આ પ્રક્રિયા થયા પછી કેવળીગમ્ય પ્રદેશો સાથે સેતુ બાંધે છે. તેથી તેઓ જેટલા અંશે ધર્મનું સનાતનપણું વેદે છે તેટલા અંશે એમને ધર્મનાં મંગલપણાની ભેટ કેવળીગમ્ય પ્રદેશો પાસેથી મળે છે. અને જેટલા અંશે તેઓ ધર્મનાં મંગલપણાની ભાવના વેદે છે એટલા અંશે એમને ધર્મનાં સનાતનપણાની ભાવના ભેટરૂપે મળે છે. અને જ્યારે તેઓ બંને ભાવને ઉત્કૃષ્ટપણે વેદે છે ત્યારે તેમને બંનેની ભેટ એકીસાથે કેવળીગમ્ય પ્રદેશો પાસેથી મળે છે. આ ભાવનાને કેવી રીતે અશુદ્ધ પ્રદેશોમાં ઉપજાવવી તેનું રહસ્ય આનંદઘન ચોવીશીના પ્રત્યેક પદની છેલ્લી કડીમાં ક્રમથી મૂકાયેલ છે. તેનો ઊંડાણથી વિચાર કરી, શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસેથી તેની સમજણ આપણે લઈએ. પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ કરતી વખતે શ્રી આનંદઘનજીએ છેલ્લી કડી આ પ્રમાણે મૂકી છે, – ચિત્ત પ્રસને રે, પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. ઋષભ (૧) આ પહેલા સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે દુન્યવી પ્રેમ અને પ્રભુપ્રેમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો છે. દુન્યવી પ્રેમની ક્ષણિકતા તથા નિરર્થકતા સમજાવી, તેઓએ જણાવ્યું છે કે શ્રી તીર્થંકર પ્રભુમાં પ્રીતિ કરવાથી, તેમના અલૌકિક ગુણોથી આકર્ષાઈ જીવ તેમની પૂજા કરવા પ્રેરાય છે, અને તેનાં ફળરૂપે કાળ વહેતાં શાશ્વત, નિરંતર, અવિનાશી પ્રેમની પ્રાપ્તિ કરી શકે છે. અહોભાવથી કરેલી પ્રભુની પૂજા જીવનાં ચિત્તને પ્રસન્નતા આપી જાય છે, અને ૧૯૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચિત્તપ્રસન્નતાવાળી પૂજા એ જ સાચી, ખંડરહિત, વિભાગ રહિતની સાચી પૂજા છે. છળકપટ આદિથી રહિત થઈ અર્થાત્ સંસારીભાવ ત્યાગી પ્રભુના કલ્યાણભાવને જે જીવ સ્વીકારે છે, એટલે કે પ્રભુને પોતાનો આત્મા શુદ્ધ કરવાની ઇચ્છાથી સોંપે છે તેને આનંદઘનપદ (આત્માનું આનંદમય સ્થાન) મેળવવા માટેની રેખા (પ્રાથમિક કારણ) મળી જાય છે. બીજી રીતે કહીએ તો વર્તતા મિથ્યાત્વને દબાવી પ્રભુને અર્પણતા કરવામાં આવે તો જીવને મોક્ષ મેળવવાનો સાચો અને ઉત્તમ ઉપાય પ્રાપ્ત થાય છે. અને તે પછી મોક્ષ માટેનાં એક પછી એક સોપાન તે મેળવી શકે છે. મોક્ષ મેળવવા માટેની સૌથી પહેલી આધ્યત્મિક સિદ્ધિ તે જીવ માટે અંતરવૃત્તિસ્પર્શ છે. તેમાં એક સમય માટે જીવ શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણભાવનાં પરમાણુનો આશ્રય કરી પોતાનાં મિથ્યાત્વના ઉદયને તોડી આત્મસ્વરૂપની શાંતિનું વેદન કરે છે. આ સમય માટે જીવ પોતાના સંસારીભાવ તથા સંસારની આસક્તિનો ત્યાગ કરી, સ્વસ્વભાવનું વેદન કરે છે. તેનાં ફળરૂપે જીવ આનંદઘનપદ અર્થાત્ મોક્ષ મેળવવાની પહેલી લકીર – રેખા મેળવી પોતાનું અભવીપણું ટાળી ભવીપણું પ્રગટ કરે છે. આ પ્રક્રિયા થવામાં શ્રી તીર્થકર પ્રભુનો સાથ કેવો અદ્ભુત હોય છે તેની જાણકારી આપણને આ કડીમાંથી પ્રાપ્ત થાય છે. જીવને જ્યારે ઉત્તમ સાથે જોડાવાની ભાવના જાગે છે ત્યારે પ્રભુનું સ્મરણ કરવામાં ખૂબ આનંદ આવે છે. અને મોક્ષ મેળવવા માટેની આ ગુપ્ત ચાવીની જાણકારી મળતાં જીવથી પ્રભુની સાચી પૂજા થાય છે. અને આ પૂજાથી તેને ઉત્તરોત્તર વિશેષ ચિત્તપ્રસન્નતા અર્થાત્ આત્માના આનંદની પ્રાપ્તિ થતી જાય છે. જીવ પ્રભુની પૂજા કરે છે, તેનાં ફળરૂપે તેને જે ચિત્તની પ્રસન્નતા આવે છે, તે ધર્મનું મંગલપણું સૂચવે છે, અને પ્રભુને આત્માની અર્પણતા કરવાના ભાવ તેનામાં પ્રસરે છે તે ધર્મનાં સનાતનપણાને બિરદાવે છે. જો ધર્મ સનાતન ન હોય તો, નિત્ય એવા આત્માનો અર્પણભાવ કેવી રીતે શક્ય બને? ૧૯૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ કાળલબ્ધિ લહી, પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી! જાણજો રે, આનંદઘન મત અંબ, પંથડો. (૨) બીજા શ્રી અજીતનાથ જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે ચર્મચક્ષુએ જે દેખાય તેને જ સાચું માની આખું જગત માર્ગ મેળવવામાં ભૂલાવામાં પડયું છે. તે માટે તો સાચી આંતરદષ્ટિની જરૂરિયાત છે. આ દૃષ્ટિ ખીલવાની શરૂઆત અંતરવૃત્તિસ્પર્શ થયા પછીથી થાય છે. અને તે માટે પ્રભુના સાથની ઘણી જરૂરિયાત રહે છે, તેથી આ સ્તવનની અંતિમ કડીમાં તેઓ કહે છે કે કાળલબ્ધિ લહી અર્થાતુ કાળ પાકવારૂપ પ્રાપ્તિ કર્યા પછી એટલે કે ઉદયકાળ આવશે ત્યારે અમે તમારો પંથ – સાચો મોક્ષમાર્ગ જરૂરથી જોઈ શકીશું એવી આશાનું અમને અવલંબન છે. આ અવલંબનના આધારથી જ અમને વિશ્વાસ છે કે આનંદના ઘનરૂપ આત્માને મેળવવાનો પ્રયત્ન કરવાથી જ આ જીવ સંસારમાં જીવી શકવાનો છે. તો હે પ્રભુ! અમારા માટેની આ સત્ય હકીકત તમે જાણજો. - શ્રી અજીતનાથ પ્રભુની સ્તુતિની આ છેલ્લી કડીમાં એક સુંદર સિદ્ધાંત શ્રી આનંદઘનજી મહારાજે મૂકેલો જણાય છે. એક સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવ્યા પછી જ્યારે જ્યારે કાળલબ્ધિ પાકે છે, અર્થાત્ ઉપાદાન અને નિમિત્તનો સુયોગ થાય છે, ત્યારે ત્યારે જીવ દેહાત્માની ભિન્નતા અનુભવવામાં વિકાસ કરે છે. અને એક સમયની દેહાત્માની ભિન્નતા તેથી વિશેષ સમયની ભિન્નતામાં પરિણમતિ જાય છે. આ ભિન્નતાના સમયમાં વર્ધમાનતા થવી તે જ સાચો મોક્ષમાર્ગ છે. આ સાચા માર્ગની જીવને અનુભૂતિ થવાની જ છે એ શ્રદ્ધાનાં અવલંબનથી તો તે જીવ પોતાની પાત્રતા વધારી યોગ્ય નિમિત્તને મેળવવા ભાગ્યશાળી થાય છે. મળેલા એ નિમિત્તનો સદુપયોગ કરી જીવ આઠ સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવી શકે છે ત્યારે તેને નિશ્ચયથી વ્યવહાર ૧૯૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમકિતની પ્રાપ્તિ થાય છે. અહીં સુધી વિકાસ કરવા શ્રી તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય હોવાથી આપણે સમજી શકીએ છીએ કે પ્રભુના સાથની આશાથી જ જીવ પ્રારંભિક વિકાસ કરવા જીવતો હોય છે. આ પદમાં જ્યારે કાળ પાકશે ત્યારે મને ધર્મમાર્ગ જોવા મળશે એ જીવનું શ્રદ્ધાન ધર્મનું સનાતનપણું દર્શાવે છે; કાળ નિરવધિ છે તો ધર્મ પણ નિરવધી અર્થાત્ સનાતન બને છે. આ ધર્મમાર્ગ મેળવવાની અદમ્ય ઇચ્છાથી જ જીવ જીવન જીવે છે એ હકીકત ધર્મનું મંગલપણું પ્રગટ કરે છે. મુગ્ધ “સુગમ” કરી સેવન આદરે, રે સેવન અગમ અનૂપ, દેજો કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસરૂપ. સંભવ. (૩) જે આશાનાં અવલંબનથી જીવ મોક્ષપંથમાં વિચરવાના ભાવ કરે છે, તેનાં ફળરૂપે તે જીવ પ્રભુની સેવા તો આદરે છે, શરૂ કરે છે, અને તે સેવાને સરળ તથા સુગમ માનીને શરૂ કરી હોવાને લીધે સેવાના ભેદ રહસ્યોની સાચી જાણકારી તેને હોતી નથી, તેનું સાચું મહત્ત્વ પણ તેની જાણમાં આવતું નથી, આથી સેવાનાં ફળરૂપે જીવમાં જે અભયપણું, અદ્વેષપણું તથા અખેદપણું આવવાં જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રગટતાં નથી. એટલે તેને ઘણીવાર પરિણામની ચિંચળતાને કારણે ભય અનુભવાય છે, અરુચિકર પ્રસંગ બનતાં દ્વેષભાવ જાગે છે અને પ્રભુને ભજતાં થાક લાગી જવાથી ખેદ વેદાય છે. તે ભય, દ્વેષ તથા ખેદ જીવને શરમાવર્તમાં, ચરમ યથાપ્રવૃત્તિકરણમાં અને ભવ્યતા પૂરી પાકે ત્યારે ઘટી ક્ષય થતાં જાય છે. આમ ત્રીજા સંભવજિન સ્તવનમાં સમજાવી શ્રી આનંદઘનજી મહારાજ અંતિમ કડીમાં સ્પષ્ટ કરે છે કે પ્રભુની સેવા તો અગમ અર્થાત્ સહેલાઈથી ન સમજાય તેવી અનૂપ એટલે જેને ઉપમા પણ આપી ન શકાય તેવી ઉત્તમ છે. તેથી ભવપરિપાક થયે જ તેનું મહત્ત્વ જીવને સમજાય છે. આ મહત્ત્વ પોતાને સમજાયું હોવાથી તેઓ શ્રી પ્રભુને વિનંતિ ૧૯૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ કરે છે કે, “પ્રભુ! આ સેવકની માંગણી છે કે કોઈક દિવસ આ સેવા આપી, મને આનંદના ઘટ્ટ રસરૂપ કરજો, એટલે કે આનંદના સાગરમાં મને મશગુલ બનાવજો.” જીવને આત્માર્થે વિકાસ કરવા માટે પ્રત્યેક પગલે શ્રી પ્રભુની કે પુરુષની સહાયની જરૂર પડે જ છે. પરંતુ અણસમજુ જીવને તેનો લક્ષ રહેતો ન હોવાથી, તે પોતાની સ્વચ્છંદી રીતે વર્તે પ્રભુની સેવા સ્વચ્છેદે જ શરૂ કરે છે, તેથી તે ક્યાંક ને ક્યાંક ભેખડે ભરાઈ પોતાનો સંસાર વધારી નાખે છે. આવી દુર્ઘટનાથી બચવા જીવે પ્રભુની યથાર્થ સહાય મેળવવી જરૂરી બને છે. આઠ સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવ્યા પછીથી, એટલે નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછીથી આગળ વધવા માટે જીવને અન્ય ઉત્તમ આત્માની સહાયની જરૂર રહે છે, અને તે માટે કેવળીગમ્ય પ્રદેશો મેળવવા આવશ્યક બને છે. કેવળીગમ્ય પ્રદેશો મેળવ્યા વિના જીવ કોઈ પણ સંજોગોમાં અસંખ્યાત સમયથી વધારે સમયની દેહાત્માની ભિન્નતા અનુભવી શકતો નથી, એટલું જ નહિ પણ, તે કેવળીપ્રભુ તથા અન્ય સપુરુષોની સહાય પણ પામી શકતો નથી. આ રહસ્યની જાણકારીને લીધે શ્રી આનંદઘનજી મહારાજ ત્રીજા સ્તવનની અંતિમ કડીમાં કેવળીગમ્ય પ્રદેશો મેળવવાની યાચના “અગમ અને અનૂપ સેવા મેળવવાની વિનંતિ દ્વારા પ્રભુ પાસે ગુપ્ત રીતે કરે છે. સાચી સેવા કરી, એ કાળ માટે આજ્ઞાધીન થઈ કેવળીગમ્ય પ્રદેશો મેળવ્યા પછીથી જ થતો વિકાસ માગી પૂર્ણ શુધ્ધ થવા સુધીની વિનંતિ તેઓ શ્રી પ્રભુને ખૂબ જ વિનમ્રતાથી કરે છે. ધર્મથી મળતા લાભોનો પરિચય થવાથી, અર્થાત્ ધર્મનું મંગલપણું સમજાતું જતું હોવાથી જીવ, પ્રભુની જે સેવા અગમ અને અનુપમ ગણાય છે તે સેવા સુગમ અને સહેલી અનુભવીને શરૂ કરે છે, આ પ્રતીતિ ધર્મનાં મંગલપણાને અભિવ્યક્તિ આપે છે. આ તો સામાન્ય સમજની વાત છે કે પોતાને જે અયોગ્ય લાગે તે કરવા જીવ તૈયાર હોતો નથી, તૈયાર થતો નથી. આથી જીવને જ્યારે પ્રભુની સેવા કરવામાં કલ્યાણ જણાય છે ત્યારે જ તે સેવાને સુગમ અનુભવી શરૂ ૧૯૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરે છે. વળી, જ્યારે જીવમાં પાત્રતા આવે ત્યારે આ સેવા કરવાની તક આપવા જીવ પ્રભુને વિનવે છે, તેમાં ધર્મનું સનાતનપણું સમાયેલું જોવા મળે છે. તરસ ન આવે તો મરણ જીવન તણો, સીઝે જો દરિસણ કાજ, દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિનંદન (૪) પ્રભુની સેવા કરવાના ભાવ વધ્યા પછી, જીવને તેમનાં દર્શન કરી પાવન થવાના ભાવ જાગે છે. અને તેનો પુરુષાર્થ કરતાં તેને સમજાય છે કે પ્રભુનાં દર્શન પામવા એ દુર્લભ કાર્ય છે. એમનાં દર્શન પામવામાં જીવનો માનભાવ, વાદવિવાદ, ઉત્તમ પુરુષનો સંગ નહિ આદિ ઘણાં વિઘ્નો નડતાં હોય છે. પરંતુ તે ઘાતિ ડુંગરો વટાવી જો કોઈ પ્રભુનાં દર્શન પામે તો પછી તેને જીવન કે મૃત્યુ ત્રાસરૂપ લાગતું નથી, બીજી રીતે કહીએ તો પ્રભુનાં દર્શન કરવાની ઇચ્છા પૂર્ણ થાય તો તેને જીવન કે મૃત્યુથી થતો ત્રાસ ભોગવવાનો રહેતો નથી; કેમકે અમુક કાળ પછી તે જીવનમૃત્યુનાં ચક્રમાંથી બહાર નીકળી જાય છે. જો કે પ્રભુનાં દર્શન થવાં ઘણાં ઘણાં દુર્લભ હોવા છતાં, આનંદના જથ્થારૂપ એવા તેમની કૃપા થાય તો એ દર્શન એટલાં જ સુલભ અને સહજ પણ છે. આમ શ્રી આનંદઘનજી ચોથા શ્રી અભિનંદન સ્વામીના સ્તવનની છેલ્લી કડીમાં જણાવે છે. સામાન્યપણે જીવ અસંખ્યાત સમયની દેહાત્માની ભિન્નતા અનુભવવા સુધીમાં કેવળીગમ્ય પ્રદેશો મેળવી લેતો હોય છે; અને તે પછીથી તે જીવ શ્રી કેવળીપ્રભુ ઉપરાંત ઉત્તમ સપુરુષોનો સાથ વિશેષ વિકાસ કરવા માટે પામી શકે છે. સપુરુષ સદેહે હોય છે, પણ તેમનાં છદ્મસ્થપણાને કારણે જીવને તેની ઓળખ સામાન્યપણે સહેલાઈથી થતી નથી. જો તેને પ્રભુની કૃપા હોય અને તેની છૂટવાની તાલાવેલી બળવાન હોય તો તે જીવ સત્પરુષને આંતરસૂઝથી ઓળખી ૧૯૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ લે છે; આમ તેની પ્રભુનાં તથા સપુરુષનાં દર્શન કરવાની ઝંખના સહેલાઈથી પૂરી થાય છે. આવા આપ્તપુરુષની સહાયથી પોતે જાણપણા સાથે આત્મસ્વરૂપને અનુભવે ત્યાં સુધીનો વિકાસ કરી શકે છે. જ્યારે જ્યારે તે જીવને શ્રી પ્રભુ તથા શ્રી સત્પરુષનો પ્રત્યક્ષ યોગ થાય ત્યારે ત્યારે તેમની સહાયથી તેની દેહાત્માની ભિન્નતા અનુભવવાનો સમય વધતો જાય છે. શ્રી પ્રભુ કે સત્પરુષના ઉત્તમ યોગમાં તે જીવના કેવળીગમ્ય પ્રદેશોને ખૂબ વીર્ય મળે છે, અને તે વીર્ય તે અશુધ્ધ પ્રદેશોને ફાળવી શુધ્ધ થવાની અત્યંત ઉપકારી પ્રેરણા આપી શકે છે, અશુધ્ધ પ્રદેશો એ મળેલા વીર્યનો લાભ લઈ પોતાની દેહાસક્તિ ઘટાડી શુદ્ધિ વધારે છે, અને એ જીવ પહેલા કરતા વિશેષ કાળ માટે દેહથી અલિપ્ત બની શકે છે. આ રીતે વિકાસ કરી જીવ પાંચ મિનિટ સુધી દેહથી અલિપ્ત રહી શકવાની સિદ્ધિ મેળવી શકે છે. પાંચ મિનિટની શૂન્યતા સુધી પહોંચે ત્યારે તે જીવને ઉપશમ સમકિત થયું કહેવાય છે, અને તેનું ઘણું મહત્ત્વ છે. પાંચ મિનિટની શૂન્યતા સુધી પહોંચવા માટે જીવને આપ્તપુરુષના પ્રત્યક્ષ સાથની જરૂર પડે છે, પણ ઉપશમ સમકિત થયા પછી જીવ આપ્તપુરુષના પરોક્ષ સાથથી પણ વિકાસ સાધી શકે તેવો સમર્થ થઈ જાય છે. આ ગૂઢ રહસ્યને શ્રી આનંદઘનજી મહારાજે ઉપરની કડીમાં ખૂબીથી ગૂંથી લીધેલું જોવા મળે છે. પાંચ મિનિટે પહોંચ્યા પછી શ્રી પ્રભુ સાધકના હૃદયમાં બિરાજી જાય છે એમ ગણીએ તો પ્રભુની કૃપાથી તેમનાં દર્શન કેટલાં સુલભ છે તેનું રહસ્ય સમજાઈ જાય. પ્રભુની ભાવથી સેવા કરવાનો અભિલાષ પૂર્ણ થાય છે તેને પ્રભુનાં દર્શનની ઇચ્છા પણ પૂરી થાય છે. પ્રભુનાં દર્શન કરવાથી તે જીવને જીવન કે મૃત્યુનો ત્રાસ લાગતો નથી; આ અનુભૂતિમાં ધર્મનાં મંગલપણાનો તથા સનાતનપણાનો સમાવેશ થઈ જાય છે, કેમકે પ્રભુનાં દર્શન કરવાં અતિ અતિ દુર્લભ હોવા છતાં તેમની જ કૃપાથી તે દર્શન સાવ સુલભ થઈ જાય છે. દર્શનની દુર્લભતામાં ધર્મનું સનાતનપણું વ્યક્ત થાય છે, અને કૃપાથી થતી દર્શનની સુલભતામાં ધર્મનું મંગલપણું અભિવ્યક્તિ પામે છે. ૧૯૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આતમ અરપણ વસ્તુ વિચારતાં ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાનિ! પરમ પદારથ સંપત્તિ સંપજે આનંદઘન રસ પોષ સુજ્ઞાનિ! સુમતિ (૫) ઉપશમ સમકિત પામ્યા પછી જીવનાં હૃદયમાં પ્રભુ પધાર્યા હોવાથી તેની મતિ સવળી થતી જાય છે, અને તે બહિરાત્મામાંથી અંતરાત્મા થતો જાય છે, જે છેવટમાં પરમાત્મા થાય છે. આ ત્રણ પ્રકારનાં આત્માનું સ્વરૂપ સમજાવી, શ્રી આનંદઘનજી મહારાજ પાંચમા સુમતિનાથ જિન સ્તવનમાં છેલ્લી કડીમાં જણાવે છે કે આત્મસમર્પણનાં રહસ્યનો વિચાર કરવાથી એટલે કે પ્રભુની ઇચ્છાને આધીન થવાની ઇચ્છા કરવાથી, બુદ્ધિની ભ્રમણા - જીવનો અજ્ઞાનરૂપી દોષ ટળી જાય છે, અને છેવટમાં પરમ પદાર્થની સંપત્તિ જેને મોક્ષ કહીએ છીએ તે પ્રાપ્ત થાય છે. આ સંપત્તિ આનંદના સમૂહથી ભરપૂર રસનું પોષણ કરનાર છે. આવો અદ્ભુત મહિમા છે પ્રભુના સાનિધ્યમાં રહી આત્માને શુધ્ધ કરતા જવાનો. ' ઉપશમ સમકિતનાં પડછામાં જીવને સ્વતંત્ર પુરુષાર્થ કરવાની શક્તિનો આરંભ થવાથી તે પોતાની ઇચ્છાએ પ્રભુની મરજીથી ચાલવાનો પ્રયત્ન શરૂ કરી શકે છે. આ હકીકતના અનુભવથી તે જીવને પ્રભુના કલ્યાણભાવ લેવાની ઇચ્છા થાય છે, અને તેમાંથી પ્રભુની ઇચ્છાનુસાર ચાલવાથી જીવને ક્યા અને કેટલા ફાયદા થાય છે તેની સમજ વધતી જાય છે. પ્રભુની ઇચ્છાને માન આપવું એટલે તેમને આત્માની અર્પણતા કરવી, આ અર્પણતા માટે જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવાથી જીવને “સંસારમાં સુખ છે એવો જે ભ્રમ વર્તતો હતો તે ટળવા લાગે છે, આત્માનું સ્વાધીન સુખ થોડા કાળ માટે પણ સમજપૂર્વક અનુભવાતું હોવાથી, સંસારસુખ કરતાં આત્મસુખની શ્રેષ્ઠતા છે તે તેને અનુભવગમ્ય બને છે. નિજસુખની અનુભૂતિના કારણે તેનામાં પ્રવર્તતો બુદ્ધિની વિપરીતતાનો દોષ ટળવા લાગે છે, સંસાર જ સુખનું નિમિત્ત છે એ ભ્રમ ભાંગતો જાય છે. ૧૯૮ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ પરિણામે એ માર્ગે વિશેષ આગળ વધતાં જીવને પરમપદાર્થની અર્થાત્ આત્માની સંપત્તિ-ધન પ્રાપ્ત થાય છે. આત્માની આ સંપદા આનંદના સમૂહથી ભરપૂર એવા રસનું પોષણ કરનાર છે એમ જણાવી શ્રી આનંદઘનજી મહારાજ પ્રભુ પ્રતિના ઉત્તમ પ્રેમને બિરદાવે છે. શ્રી તીર્થંકરપ્રભુ તથા કેવળીપ્રભુની સહાયથી જીવ અસંખ્યસમય સુધીની દેહાત્માની ભિન્નતા વેદે છે, તે પછીથી છદ્મસ્થ એવા સપુરુષની સહાય તેને વિકાસમાં ઉપકારી થાય છે; અને તે પ્રત્યક્ષ સહાયથી ઉપશમ સમકિત પામવા સુધીનો વિકાસ કરે છે. આ વિકાસ દરમ્યાન “સંસારમાં જ સુખ છે' તેવી તેની માન્યતાનું નિરસન થવા લાગે છે, મતિના અન્ય દોષો પણ ક્ષીણ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ દોષ ઘટતાં જાય તેમ તેમ તે જીવને આત્માર્થે પુરુષાર્થ વધારવા માટે શક્તિ અને મતિ વધતાં જાય છે. પરિણામે તે બાહ્ય સહાયના નિમિત્તનો આધાર ઘટાડતો જાય છે. આમ તે ધર્મધ્યાનની પાંચ મિનિટે પહોંચે ત્યારથી પોતાની અવળી મતિ સવળી કરતો જાય છે. તેની કુમતિ સુમતિમાં પલટાતી જાય છે, અને પરમપદાર્થ મોક્ષ પામવાની પાત્રતા તથા પુરુષાર્થ વધતાં જાય છે. પ્રભુનાં દર્શન કરી તેમને હૃદયમાં બિરાજમાન કરવાથી જીવની અવળી મતિ સવળી થતી જાય છે. અને તેનો “હું દેહ છું' એ ભમ ટળતો જાય છે. પોતે આત્મા છે તે સત્ય સમજણ જીવને ધર્મનું મંગલપણું બતાવે છે. અને સમજણની શુદ્ધિ કરતાં કરતાં પરમ પદાર્થ – મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ તો શાશ્વત છે, તેની પ્રાપ્તિ થતાં ધર્મનું સનાતનપણું ઊડીને આંખે આવે છે. તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર, જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. પદ્મપ્રભ જિન (૬) ૧૯૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉપશમ સમકિત પામ્યા પછી હૃદયસ્થ શ્રી પ્રભુની પ્રેરણાથી જીવને તેની અને પ્રભુની અવસ્થા વચ્ચે રહેલા અંતરનું સભાનપણું આવે છે. પોતાની સંસારીદશા તથા પ્રભુની પૂર્ણ વીતરાગી દશા વચ્ચેનો તફાવત તેને સ્પષ્ટ થતો જાય છે. અને તેનાં કારણમાં રહેલા કર્મોના ઉત્પાતને દૂર કરવાની ઇચ્છા જાગવા લાગે છે. તે માટે પ્રભુની ઇચ્છાનુસાર વર્તવાની સુમતિ તેને મદદગાર થાય છે, તેથી તે શ્રદ્ધાનપૂર્વક પ્રભુને કહે છે કે, “હે પ્રભુ! આ માર્ગે ચાલવાથી મારા અને તમારા અંતરંગ વચ્ચે રહેલું અંતર (જુદાપણું) જરૂર ભાંગી જશે. એ અંતર ક્ષીણ થઈ જતાં વિજયના માંગલિક વાજાં (તૂર) વાગવા લાગશે અને તે વખતે જીવરૂપી સરોવર પૂર્ણ સ્વચ્છ થઈ આનંદના ભંડારરૂપ રસના પૂરથી ભરાઈ જશે'. આમ શ્રી આનંદઘનજી મહારાજ છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ જિન સ્તવનની છેલ્લી કડીમાં આશાથી ભરપૂર ઉમંગ વ્યક્ત કરે છે. આ કડીનો ગૂઢાર્થ આપણે આ પ્રકારે વિચારી શકીએ. જીવને આઠ રુચક પ્રદેશના સાથમાં આઠ કેવળીગમ્ય પ્રદેશો મળે છે ત્યારથી તેનો આત્માર્થે વિકાસ જલદીથી થઈ શકે છે, કેમકે જીવને પૂર્ણ શુધ્ધ ચકપ્રદેશ અને અસંખ્ય અશુધ્ધ પ્રદેશોને સાંધનારી કડીરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશ આવતાં તેઓ બે છેવટની અવસ્થાના પ્રદેશોનું જોડાણ શક્ય બને છે. જીવનાં અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોનો સાથ લઈ, તેનો આદેશ માન્ય કરી, રુચકપ્રદેશની પૂર્ણ શુધ્ધતાના આદર્શને સ્વીકારી પોતાની શુધ્ધતા વધારવા લાગે છે. પરિણામે અશુધ્ધ પ્રદેશો પરનો મેલ ઓછો થવા લાગે છે, તેની શુધ્ધ થવાની પ્રક્રિયા સ્વતંત્ર રીતે થવા લાગે છે. આ છે કેવળીગમ્ય પ્રદેશોનો મુખ્ય ફાળો. આમ શ્રી પ્રભુના સાથ ઉપરાંત જીવનો પોતાનો પુરુષાર્થ સભાનપણે સક્રિય થવાથી તેનામાં વિશ્વાસ જાગે છે કે ભગવાન અને પોતા વચ્ચે જે ઘણું ઘણું અસમાનપણું હતું, બંને વચ્ચે ખૂબ મોટું અંતર હતું તે મળેલા માર્ગે ચાલવાથી ક્રમથી ઘટતું જવાનું છે. અને ક્રમે ક્રમે પ્રત્યેક પ્રદેશની શુદ્ધિ વધતી જવાની છે. જેમ જેમ શુદ્ધિ વધશે તેમ તેમ કલ્યાણ થવાનાં વાજાં વાગવાં લાગવાનાં છે. પરિણામે જીવરૂપી ૨OO Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ સરોવ૨ એ કલ્યાણનાં રસનાં પૂરથી ભરાઈ જઈ જીવને અંતમાં આનંદનો ઘન બનાવી દેશે. આમ આ કડીમાં કેવળીગમ્ય પ્રદેશના સાથથી જીવને કેવા ઉત્તમ સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે તેનું ચિત્ર શ્રી આનંદઘનજીએ સરળ શબ્દોમાં અંકિત કર્યું છે. જીવની અવળી તિ જેમ જેમ સવળી થતી જાય છે તેમ તેમ તેને પોતા અને પ્રભુ વચ્ચે રહેલાં મસમોટા અંતરનો લક્ષ આવે છે, સાથે સાથે તેને સમજાય છે કે પુરુષાર્થ કરવાથી આ અંતર ક્ષીણ થશે અને પ્રભુ સાથે તેની એકતા સધાઈ જશે. પ્રભુ સાથે એક થવાથી જે આનંદની ભરતી જીવને અનુભવવા મળે છે તેમાં ધર્મનું મંગલપણું અનુભવાય છે. વળી, પ્રભુ સાથે એકતા થવાથી જીવનાં પ્રેમસરોવરમાં પૂર્ણાનંદની ભરતી આવી તેને કાયમી બનાવે છે, એ બીનામાં ધર્મનું સનાતનપણું રહેલું જોવા મળે છે. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર, લલના તે જાણે તેહને કરે આનંદઘન અવતાર, લલના. શ્રી સુપાર્શ્વ (૭) સાતમા શ્રી સુપાર્શ્વ જિનની સ્તુતિ કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે આ પ્રભુ જગતમાં પ્રવર્તતા સાત મહાભયને ટાળનારા છે, આત્મિક સુખ તથા સંપત્તિ આપનારા છે. તેથી તેમની સાચા ભાવથી સેવા કરવાથી તેઓ ભવસાગર તરવા માટે ઉત્તમ સેતુ બની રહે છે. આમ જણાવી પ્રભુની સેવા કરવા જીવને ખૂબ ઉત્સાહીત કરે છે. સેવા કરતાં પ્રભુના અનેક ગુણોનો પરિચય જીવને થાય છે, અને તેને લીધે પ્રભુએ ધારણ કરેલાં અનેક નામોની સાર્થકતા પણ તેને સમજાતી જાય છે. પ્રભુ આ જગતમાં શિવ, શંકર, જગદીશ્વર, ચિદાનંદ, ભગવાન, જિન, અરિહા, તીર્થંકર, જ્યોતિસ્વરૂપ, અલખ નિરંજન, અભયદાન દાતા, પરમ પુરુષ, પરમાત્મા, વિધિ, વિરંચિ, વિધ્વંભર, હૃષિકેશ, ૨૦૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આદિ વિવિધ નામે ઓળખાય છે, જેમાં તેમના કોઈ ને કોઈ ગુણનું પ્રતિબિંબ જોવા મળે છે. આવા વિવિધ નામોનો ઉલ્લેખ કરી છેલ્લી કડીમાં તેઓ જણાવે છે કે અનેક ગુણોના ધારક પ્રભુ અનેક નામથી ઓળખાય છે; અર્થાત્ તેઓ અનેક નામો ધારણ કરનાર છે. આ બધા નામોના અર્થ જે જીવ અનુભવથી જાણે છે તે જીવને એ અર્થ આનંદઘનનો અવતાર (પ્રભુસ્વરૂપ) કરે છે. આ કડીમાં શ્રી આનંદઘનજીએ ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ' એ ઉક્તિ આડકતરી રીતે સમજાવી છે. જીવને જ્યારે ક્ષયોપશમ સમિત થાય છે ત્યારે તેને શુધ્ધાત્માના પ્રત્યેક ગુણોના અંશનો અનુભવ થાય છે. એ આંશિક અનુભવ કાળે કરીને પૂર્ણતામાં પરિણમે છે; કારણ કે જેને સમ્યક્ત્વ થાય તેનો અવશ્ય મોક્ષ થાય જ એવો નિયમ છે. આમ આ પંક્તિઓમાં, પ્રભુનાં અનેક નામોનો મહિમા જેને અનુભવથી સમજાય છે, તેને એ અનુભવ પૂર્ણતા સુધી લઈ જાય છે એવો નિશ્ચય દર્શાવી, સમ્યક્શાન પ્રાપ્ત કરવાનો મહિમા ગૂઢ રીતે સમજાવ્યો છે. બીજી રીતે વિચારીએ તો કહી શકાય કે જે જીવ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જીવને પ્રભુના સમગ્ન ગુણોનો આંશિક પરિચય પ્રગટ થાય છે. અંશે અનુભવાયેલા એ ગુણો તે જીવને પૂર્ણતાએ પહોંચાડવા સક્ષમ બની, જીવને એ માટે પુરુષાર્થ કરે છે. તેનાં ફળરૂપે જીવ છેવટમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ રીતે આ પંક્તિઓમાં કેવળીગમ્ય પ્રદેશોના સાથથી, જીવના અશુધ્ધ પ્રદેશો ઉપશમ સમિતમાંથી ક્ષયોપશમ સમકિત સુધી વિકાસ કરે છે ત્યારે કેવા કેવા અનુભવમાંથી પસાર થાય છે તેનું વર્ણન જોવા મળે છે. અશુધ્ધ પ્રદેશો પોતાની નજીકમાં રહેલા કેવળીગમ્ય પ્રદેશોનાં શાંતિ, આનંદ, સ્થિરતા આદિ જોઈ તેના જેવા થવાના ભાવ કરે છે. તેથી તેઓ પોતાની શક્તિ પ્રમાણે કેવળીગમ્ય પ્રદેશોનું માર્ગદર્શન સ્વીકારી આચરણ કરી શુધ્ધ થતા જાય છે, અને સમ્યજ્ઞાની થવા સુધીનો વિકાસ કરે છે. ૨૦૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ શ્રી પ્રભુ શિવ, શંકર, જગન્નાથ આદિ અનેક નામોથી ઓળખાય છે, અને તેમનાં પ્રત્યેક નામમાંથી તેમનો કોઈ ને કોઈ ગુણ જાણવામાં આવે છે. આ નામોના સવિસ્તાર અર્થ જાણવાથી જીવને ધર્મનાં વ્યાપકપણાની તથા મંગલપણાની પ્રતીતિ થવા લાગે છે. જ્યારે તે જીવ સમગ્ર નામોના અર્થનો નિચોડ અનુભવથી પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ધર્મનાં સનાતનપણાની અનુભૂતિ રહેવા લાગે છે, અને જીવ તેની મદદથી આનંદઘન સ્વરૂપ અર્થાત્ પ્રભુસ્વરૂપ બને છે. પ્રેરક અવસ૨ જિનવરુ, સખી. મોહનીય ક્ષય જાય, સખી કામિત પૂરણ સુરતરુ સખી, આનંદઘન પ્રભુ પાય, સખી. ચંદ્ર (૮) સમ્યક્શાન થવાની સાથે જ જીવને સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે તેને મુખ્યત્વે પ્રભુનાં આત્મદર્શન થતાં હોય છે. આ પ્રભુનાં દર્શન એવાં નિર્મળ, શાતાકારી અને નયનરમ્ય હોય છે કે અન્ય કોઈ જગ્યાએ એ વખતે જીવની દૃષ્ટિ સ્થિર થતી નથી. તેનામાં એવા ભાવ એ વખતે રમતા હોય છે કે એકેંદ્રિયથી શરૂ કરી અસંજ્ઞી પંચેન્દ્રિય દશામાં તો પ્રભુનાં દર્શન કરવાનો કોઈ જ અવકાશ હોતો નથી, કેમકે મન વિના જીવમાં પ્રભુને ઓળખવાની શક્તિ રહેતી નથી. વળી, દેવ, તિર્યંચ, અનાર્ય મનુષ્ય વચ્ચેના વાસમાં, અપર્યાપ્ત અવસ્થામાં પણ પ્રભુનાં દર્શન થવાં દુર્લભ દુર્લભ છે. આમ જિનપ્રભુનાં દર્શન વિના જીવને પસાર થવું પડયું છે, તો હવે પ્રભુની સેવા કરી દર્શનનો લાભ લીધા કરવો છે એવી ભાવના શ્રી આનંદઘનજી મહારાજે આઠમા શ્રી ચંદ્રપ્રભુનાં સ્તવનમાં ભાવી છે. સાથે સાથે દર્શન કરવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરી, છેલ્લી કડીમાં તેઓ જણાવે છે કે આનંદના ભંડારરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ જીવને આગળ વધવામાં ખરા અવસરે પ્રેરણા આપનારા બને છે; તેનાથી જીવના મોહનો નાશ થવા લાગે છે. આવા જિનેશ્વર પ્રભુનાં ચરણ કામિતપૂરણ ઇચ્છા પૂરી કરનાર દૈવી કલ્પવૃક્ષ સમાન છે, અને આનંદના ભંડારરૂપ છે. — ૨૦૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમ્યકજ્ઞાન તથા સમ્યક્દર્શન પ્રગટ થવાથી જીવનાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય અનુદિત રહી, સત્તાગત થઈ જાય છે. આ કષાયોના અનુદયને કારણે જીવની સાચી દષ્ટિ ખીલવા લાગે છે, એટલું જ નહિ પણ, પ્રભુનાં દર્શન કરવાથી જે શાંતિનું વદન થાય છે, તે શાંતિ અનુભવાતાં આવાં દર્શન વારંવાર કરવાની જિજ્ઞાસા જીવમાં જાગે છે. પરિણામે તેના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આગેવાની સ્વીકારી તેને અનુસરવા તૈયાર થતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશો અગ્રેસર બની અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા સતત પ્રેરણા આપતા રહે છે, તે પ્રેરણાથી અશુધ્ધ પ્રદેશો પોતાને વર્તતા મોહનો વિશેષ વિશેષ ક્ષય કરતા જાય છે, અને જેનો નાશ ન થઈ શકે તેને દબાવતા જાય છે. આમ કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને માટે આનંદનો ભંડાર આપનાર કલ્પવૃક્ષ સમાન સાબિત થાય છે. આ સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે ગુપ્ત રીતે, છતાં સ્પષ્ટપણે સમજાવ્યું છે કે કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોનાં જ્ઞાન તથા દર્શન વિશુદ્ધ કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આત્મ પ્રદેશોની વિશુદ્ધિ વધવાથી તેનામાં કેવળીગમ્ય પ્રદેશો માટેનો અહોભાવ અને આદરભાવ પણ વધતા જાય છે. અહીં છેલ્લી કડીમાં આનંદઘનજી મહારાજ જણાવે છે કે પ્રભુનાં ચરણો કલ્પવૃક્ષ સમાન સદાય ભક્તની ઇચ્છા પૂરી કરનાર છે, આમ જણાવી તેઓ ધર્મનાં સનાતનપણાને પ્રગટ કરે છે. સાથે સાથે જે મોહ જીવને અનાદિકાળથી કર્મની કેદમાં રાખી સંસારમાં ભમાવ્યા કરે છે, તે મોહના નાશની ઇચ્છા કરવામાં આવે તો તે ઇચ્છા પણ પ્રભુનાં ચરણ પૂરી કરે છે, એ હકીકત ધર્મનાં મંગલપણાના વ્યાપને પ્રકાશિત કરે છે. ઈમ પૂજા બહુ ભેદ સુણીને સુખદાયક શુભ કરણી રે, ભાવિક જીવ કરશે, તે લહેશે આનંદઘન પદ ધરણી રે. સુવિધિ (૯) ૨૦૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ મિથ્યાત્વ દબાતાં જીવની સાચી દૃષ્ટિ ખીલતી જાય છે, તેથી તેના પ્રભુ માટેના અહોભાવ તથા પૂજ્યભાવ, તેમનાં ગુણોનું આકર્ષણ વધતાં, વધતા જાય છે. ભગવાન પ્રતિ અહોભાવ વધવાના કારણે જીવ ચાર પ્રકારે તેમની પૂજા કરતો થાય છે. એ ચારે પ્રકારની પૂજાની વિધિ શ્રી આનંદઘનજી મહારાજ નવમા સુવિધિનાથ પ્રભુનાં જીવનમાં વર્ણવે છે. પ્રભુનાં અંગ પર કેસર, ચંદન, અક્ષત જેવાં દ્રવ્યો ચડાવીને અંગપૂજા કરે છે, પ્રભુનાં અંગ સમીપ ફૂલ, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ આદિ અપને અગપૂજા કરે છે, અને ચૈત્યવંદન, ચતુર્વિશતી સ્તવન આદિ દ્વારા ભાવપૂજા પણ કરે છે. આ ત્રણ જાતની પૂજા જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી કરતો રહે છે. અને તેનાથી આગળ વધે ત્યારે પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરવા રૂપ તે ચોથી પ્રતિપત્તિ નામની પૂજા પણ કરે છે. આ પૂજા જીવને મુખ્યતાએ અગ્યારમા, બારમા અને તેરમા ગુણસ્થાને વર્તે છે. આ ચારે પ્રકારની પૂજા કેવળજ્ઞાનને ભોગવનારા એવા સર્વજ્ઞપ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવી છે, એમ શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનમાં સ્પષ્ટ કરે છે. આ ચારે પ્રકારની પૂજાના ઘણા પેટાભેદો છે. તે બધાને સાંભળીને તથા સમજીને જે પોતાની કરણી, વર્તના શુભ કરે છે, તે ભવ્યજીવ આનંદઘનપદ - મોક્ષની ધરતી લઈ શકે છે, લે છે, પામે છે, એમ તેઓ આ સ્તવનની અંતિમ કડીમાં જણાવે છે. સ્થૂળતાથી પૂજાનું વર્ણન કરવા દ્વારા આનંદઘનજી મહારાજે આ નવમા સ્તવનમાં આગળ વિકાસ કરવા માટે જીવના અશુધ્ધ પ્રદેશોએ કેવળીગમ્ય પ્રદેશો પ્રતિનું વલણ કેવું રાખવું જોઈએ તે ગુપ્તપણે અને સૂક્ષ્મતાથી બતાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આઠ રચક પ્રદેશોની બાજુના આઠ અશુધ્ધ પ્રદેશો સમય પાકતાં કેવળીગમ્ય પ્રદેશપણું પામી કેવળ પ્રભુના પ્રદેશો સમાન શુધ્ધ થાય છે. અને તે કેવળીગમ્ય પ્રદેશો તેની આજુબાજુના પ્રદેશોને પ્રેરણા આપી શુધ્ધ કરતા જાય છે. આ અશુધ્ધ પ્રદેશો પહેલા કેવળીગમ્ય પ્રદેશોના શાંતિ, ૨૦૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમતા, વીતરાગતા આદિ ગુણોને ઓળખવા લાગે છે, અને કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ અહોભાવ ધરાવતા થાય છે. આ પ્રક્રિયા એ જીવથી કરાતી અંગપૂજારૂપ છે. શ્રી પ્રભુનાં અંગોને ભાવથી પૂજવા તે અંગપૂજા છે. એ જ રીતે શુધ્ધ પ્રદેશોના ગુણોને ઓળખી તે પ્રતિ અહોભાવ ધરાવતા થવું તે આંતરિક અંગપૂજા છે. પ્રભુ પ્રતિના ભાવ વધ્યા પછી પોતાના અહોભાવના પ્રતિકરૂપ ધૂપ, દીપ, અગરબત્તી, ફળ, ફૂલ આદિ પ્રભુ સમક્ષ ધરાવી, એ પદાર્થોના ઉત્તમ ગુણો પોતામાં આવે એવી ભાવના ભાવી જીવ પ્રભુની અઝપૂજા કરે છે. આ પ્રમાણે જીવના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોના જે ગુણો ઓળખાયા છે તે પોતામાં ક્રમે કરીને પ્રવેશતા જાય, અને વિશેષ વિશેષ ગુણોની ઓળખ થતી જાય તેવી ભાવના ભાવી મિથ્યાત્વ આદિ દોષોને અલ્પ કરતા જઈ અગપૂજા કરે છે. એથી આગળ વધે ત્યારે જીવને બાહ્ય અવલંબનની જરૂરિયાત ઓછી થાય છે તેથી તે સ્તુતિ, સ્તવન આદિ દ્વારા મનથી પ્રભુના ગુણોને તવી ભાવ પૂજા કરે છે. આ રીતને અનુસરી અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞામાં રહેવાના ભાવ કરી, આજ્ઞામાં રહેવાનો સ્તુત્ય પ્રયત્ન કરી, સ્વચ્છંદને ત્યાગતા જઈ ભાવપૂજા આંતરિક રીતે આદરે છે, અને વધારતા જાય છે. અંતમાં જીવ બધાં જ અવલંબનથી પર બની ૧૧, ૧૨ અને ૧૩માં ગુણસ્થાને પ્રતિપત્તિ પૂજા કરે છે, જ્યાં તે પ્રભુની આજ્ઞાનું યથાર્થપણે, એક સમયના પણ સ્વચ્છંદ વિના પાલન કરે છે. આ પ્રકારથી અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની પૂજામાં એકાકાર થઈ જાય છે, અન્ય વિચારાત્મક અવલંબનમાં જતા નથી, અને તેથી બાહ્ય તથા આંતર પૂજાનો ભેદ વિલિન થઈ જાય છે. આ હેતુ સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનની છેલ્લી કડીમાં કહે છે કે પૂજાના આવા વિવિધ ભેદો સાંભળીને, જે એક એકથી ચડિયાતી પૂજા કરતા થાય છે તે ભવ્ય જીવ છેવટમાં આનંદઘનપદ – મોક્ષ મેળવે છે. જીવ શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની પૂજા ચાર પ્રકારે કરે છે, અને તે દ્વારા તે ઉત્તરોત્તર પોતાના આત્માના ગુણો ખીલવતો જાય છે, તેમાંથી તેને ધર્મનાં ૨૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ મંગલપણાનાં સાનિધ્યનો અનુભવ મળે છે. આ મંગલપણામાં જીવનો વિકાસ થતાં ક્રમે ક્રમે ધર્મનું સનાતનપણું ઉમેરાતું જાય છે, અને જ્યારે જીવ પ્રતિપત્તિ પૂજામાં લીન થાય છે ત્યારે તેને ધર્મનાં સનાતનપણાનું સાચું સાનિધ્ય અનુભવાય છે, અને જીવ આનંદઘન પદનો ભોક્તા થાય છે. ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી, અરિજ કારી, ચિત્રવિચિત્રા આનંદઘન પદ લેતી, શીતલ જિન. (૧૦) દશમા શ્રી શીતલનાથ જિન સ્તવનમાં આનંદઘનજી મહારાજે પ્રભુમાં જણાતા અનેક વિરોધી ગુણો સ્યાદ્વાદશૈલીથી કેવું સમાધાન પામે છે તે વર્ણવ્યું છે. અને એ દ્વારા એકાંત ર્દષ્ટિ સેવવાથી જીવને કેવી મુંઝવણ અનુભવવી પડે તે સ્પષ્ટ કર્યું છે. આમ જીવ જો શરૂઆતથી જ સ્યાદવાદશૈલી સ્વીકારે અર્થાત્ અનેકાંત દૃષ્ટિનો આશ્રય કરે તો તેની સમજણ ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે, અને ભોગવવી પડતી અનેક મુશ્કેલીઓથી બચી જાય છે. સ્યાદવાદશૈલી કે અનેકાંત દૃષ્ટિ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો તે અનેકાંત દૃષ્ટિ. એકાંત દૃષ્ટિમાં જવાથી અન્ય અપેક્ષાએ જે સત્ય હોય તેનો નકાર થાય છે, અને જીવનાં જ્ઞાનની ખીલવણીમાં બાધા ઉત્પન્ન થાય છે. અહીં વિવિધ રીતે વિરોધી લાગતા ગુણો જુદી જુદી અપેક્ષાએ યથાર્થ જણાય છે તે સમજાવી, આ સ્તવનની અંતિમ કડીમાં તેમણે કહ્યું છે કે આવા બીજા પણ ઘણા ભાંગાવાળી ત્રિભંગીઓ જીવનાં મનમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તે વિવિધતાવાળી અને ચિત્રવિચિત્ર હોવાથી આશ્ચર્યકારક લાગે છે, પરંતુ તેનું સમાધાનકારક સ્યાદ્વાદશાન મોક્ષ મેળવવા માટે ખૂબ ઉપયોગી હોવાથી તે ત્રિભંગીઓનું સમાધાન મોક્ષ આપનાર થાય છે. ૨૦૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ કડીમાંથી ગુપ્ત ધ્વનિ આપણને એ મળે છે કે જેમ જેમ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતા જાય છે, તેમ તેમ તે પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશો પાસેથી આશ્ચર્ય ઉપજાવે તેવાં ઘણાં ઘણાં ભેદરહસ્યો ચમત્કારિક રીતે મળતાં જાય છે; અને એ ભેદરહસ્યોનો યથાર્થ ઉપયોગ કરી અશુધ્ધ પ્રદેશો પોતાની શુધ્ધતા વધારતા જાય છે; અને છેવટમાં આનંદઘનનું પદ - મોક્ષપદ મેળવે છે. સાથે સાથે આપણી સમજણને સ્પષ્ટતા આવે છે કે મોહનો નાશ શરૂ કરવા સાથે જીવે પોતાનાં જ્ઞાનનાં આવરણો દૂર કરવાનો, તેને હઠાવવાનો પ્રયત્ન કરતા રહેવો એ પણ એટલું જ જરૂરી છે. જ્ઞાનનાં આવરણો જો હળવા ન થાય તો સાચી સમજણ અને સમાધાનના અભાવના કારણે જીવ સાચો પુરુષાર્થ કરી કર્મકટિ કરવા સમર્થ થઈ શકતો નથી. દ્રવ્યથી કે બાહ્યથી જીવ શ્રી સદ્ગુરુ પાસેથી સાચી સમજણ અને જ્ઞાન મેળવે છે તો અંતરંગથી કે ભાવથી જીવનાં અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો પાસેથી સાચું અને યોગ્ય અનુભવમૂલક માર્ગદર્શન મેળવે છે; જેનો આધાર લઈ એ અશુધ્ધ પ્રદેશો પોતાની શુદ્ધિ વધારી શકે છે. આમ મોહનો નાશ કરવા માટે જ્ઞાનાવરણનો નાશ કરવો કેટલો ઉપકારી છે, તે આ સ્તવનમાં સમજાવ્યું છે. આ ઉપરાંત, શ્રી પ્રભુમાં જોવા મળતા વિવિધ વિરોધાભાસી ગુણો, સ્યાદવાદ શૈલીને અનુસરવાથી કેવી રીતે એકતા સાધે છે તે સમજણને વિચારવાથી આપણને ખ્યાલ આવે છે કે વિરોધાભાસી ગુણો ધર્મનાં મંગલપણાની પ્રતીતિ જીવને કરાવે છે, અને તે જ ગુણો સ્યાદવાદશૈલીથી વિરોધ ટાળી ધર્મનાં સનાતનપણાને સ્થાપે છે. બીજી રીતે કહીએ તો એકાંત દૃષ્ટિ માત્ર મંગલપણાને વ્યક્ત કરે છે, ત્યારે અનેકાંતદષ્ટિ તેની સાથે સનાતનપણાને પણ સ્થાપે છે. અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે, વસ્તુગતે તે વસ્તુ પ્રકાશે, આનંદઘનમત વાસી રે. શ્રી શ્રેયાંસ (૧૧) ૨૦૮ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ જે જીવ પોતાનાં જ્ઞાનનાં આવરણ ઘટાડી, આત્મશુદ્ધિ કરવા માટે જ ધર્મ આરાધન કરતો નથી, તે ઇન્દ્રિયસુખ મેળવવાના આશયથી ધર્મ આચરતો હોવાના કારણે દ્રવ્ય અધ્યાત્મી થાય છે. પરંતુ જે મુનિજન આત્મશુદ્ધિને જ અર્થે પોતાનાં જ્ઞાનનાં આવરણો ક્ષીણ કરતાં કરતાં ધર્મ આચરે છે તે નિષ્કામી જન ભાવ અધ્યાત્મી થાય છે. પ્રથમ પ્રકારનો આરાધક ચાર ગતિની વૃધ્ધિ પામે છે, દ્વિતીય પ્રકારનો આરાધક મોક્ષ સાધે છે, એવો સાર દશમા શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવનમાં સમજાવી, જીવને ભાવ અધ્યાત્મી થવા પ્રેરણા આપે છે, અને તે વિશે આ સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘનજી મહારાજ સ્પષ્ટ કરે છે કે, જે વસ્તુ વિચારી હોય છે. અર્થાત્ આત્મશુદ્ધિ કરવાનાં લક્ષથી વસ્તુનો (આત્માનો) વિચાર કરે છે તે અધ્યાત્મી કહેવાય છે. તે સિવાયના બીજા બધાને લેબાશી એટલે કે માત્ર વેશધારી ગણવાના છે. તેઓ આત્માર્થ સાચી પ્રગતિ કરી શકતા નથી. પણ જેઓ વાસ્તવિક રીતે વસ્તુનો - આત્માનો પ્રકાશ કરનારા છે, જાણકારી આપનારા છે, તેઓ અધ્યાત્મમાં સ્થિર હોય છે, અને અધ્યાત્મના જાણકાર હોય છે; તેઓ જ “આનંદઘનમત વાસી છે. પરિણામે તેઓ જ મોક્ષમાં વાસ કરવાના અધિકારી થાય છે, બીજા કોઈ આવી તાકાત ધરાવનાર થતા નથી. આ કથન દ્વારા શ્રી આનંદઘનજી મહારાજે એક સરસ સિધ્ધાંત આપણને આડકતરી રીતે સમજાવ્યો છે. જ્યાં સુધી જીવ સત્પાત્ર આત્માનું માર્ગદર્શન મેળવીને યોગ્ય માર્ગે ચાલતો નથી, પોતાના આત્મિક ગુણોની ખીલવણી કરી વિકસતો નથી, ત્યાં સુધી તે મોક્ષ મેળવવાનો અધિકારી થઈ શકતો નથી. અહીં, પોતાની પાત્રતા કેળવવી તે મુખ્ય બાબત છે, અને તેને સહાયકારી બાબત છે યોગ્ય નિમિત્ત મેળવવું. યોગ્ય ઉપાદાન તથા યોગ્ય નિમિત્ત કાર્યકારી થાય નહિ ત્યાં સુધી જીવમાંથી શિવ થવું સંભવતું નથી. અને જે જીવને આ બંનેની યથાર્થતાએ પ્રાપ્તિ થાય છે તે આનંદઘનમત વાસી બને છે. આ જ બાબત જીવના પ્રદેશો માટે પણ એટલી જ સત્ય છે. ૨૦૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અશુદ્ધ પ્રદેશો શુદ્ધ થવાની ભાવના સેવી, કેવળીગમ્ય પ્રદેશો પાસેથી કલ્યાણભાવના યોગ્ય પરમાણુઓ મેળવી તેને સક્રિય કરે નહિ ત્યાં સુધી એ અશુદ્ધ પ્રદેશો શુદ્ધિ તરફ આગળ વધી શકતા નથી. આત્મામાં રહેલા કેવળીગમ્ય પ્રદેશોનું મુખ્ય કાર્ય છે, રુચક પ્રદેશો પાસેથી પ્રેરણા મેળવી અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા માટે પ્રેરણા આપતા રહેવાનું. જીવ ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત ધારણ કરે ત્યાર પછીથી આ કાર્ય વિશેષતાએ થઈ શકે છે, કેમકે અશુધ્ધ પ્રદેશોને શુદ્ધિનું મહાભ્ય સમજાતું જતું હોય છે. કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાના પ્રભાવથી એ અશુધ્ધ પ્રદેશો, પોતા પર ચિટકેલા મિથ્યાત્વનાં દળોને ટાળવા સક્રિય થતા જાય છે. આ રીતે જીવને માટે શુધ્ધિ મેળવવા માટે કેવળીગમ્ય પ્રદેશોનો ફાળો અવર્ણનીય છે. અશુધ્ધ પ્રદેશોમાં વર્તતા આવરણને કારણે સત્ય ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, અને કેવળીગમ્ય પ્રદેશો ઘાતકર્મ રહિત હોવાના કારણે પ્રભુએ છોડેલાં કલ્યાણનાં પરમાણુઓ ઘણી મોટી માત્રામાં ગ્રહણ કરી શકે છે. એટલું જ નહિ પણ, જરૂરત પ્રમાણે એ પરમાણુઓને તેઓ અશુધ્ધ પ્રદેશોને દાનમાં આપતા જાય છે. આમ કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને સતત શુધ્ધ થવા માટે પ્રેરણા આપતા રહી તેમને સત્સંગનો મહિમા અનુભવાવતા રહે છે. જે ભાવ અધ્યાત્મી જીવ છે તે સાચા આરાધક છે, બાકીના બધા વેશધારી આરાધક છે. જેઓ વાસ્તવિક રીતે આત્માને પ્રકાશનારા છે તેઓ અધ્યાત્મમાં સ્થિર હોય છે; અર્થાત્ તેઓ ધર્મનાં સનાતનપણાને મંગલપણામાં ઉમેરનારા થાય છે, અન્ય આરાધકો ધર્મને બાહ્યથી આચરનારા હોય છે, તેઓ માત્ર ધર્મનાં મંગલપણાને જાણીને, બાહ્યથી વર્તે છે અને સંસારની વૃદ્ધિ પણ કરે છે, કારણ કે બાહ્યદૃષ્ટિથી વર્તવાથી જીવ સંસારની શાતા મેળવવાને ધર્મ માની લેતો હોય છે. પરંતુ જેઓ આંતરદૃષ્ટિ તરફ લક્ષ કરતા જાય છે તેઓ ધર્મનાં સનાતનપણાને અનુભવી મોક્ષનાં સુખને જ સાચું સુખ ગણે છે અને મોક્ષમાર્ગમાં ચાલનાર બને છે. ૨૧૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે આનંદઘન મત સંગી રે. વાસુ (૧૨) બારમા શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે જે આત્મજ્ઞાની છે – આત્માને સત્ય સ્વરૂપે અનુભવીને જાણનાર છે તે જ શ્રમણ અર્થાત્ મુનિ કહેવાય. બીજા બધા તો દ્રવ્યલિંગી એટલે કે બાહ્ય વેશધારી જ ગણાય. જે આત્માને યથાર્થ રીતે પ્રસિદ્ધ કરે, અર્થાત્ આત્મા જેમ છે તેમ તેના સ્વરૂપને અનુભવીને વર્ણવી શકે, બોધ આપી શકે તે જ આનંદઘનમત સંગી થાય છે; આત્મસ્વરૂપના જ્ઞાનના ધારક થાય છે. બાકી બીજા બધા તો માત્ર કહેવાતા મુનિઓ જ રહે છે, તેમના થકી કોઈ આત્માર્થે લાભ થઈ શકતો નથી. આ કડીમાં શ્રી આનંદઘનજી અગ્યારમી કડીમાં બતાવેલા ભાવનું વિસ્તૃતિકરણ તથા સૂક્ષ્મપણું રજૂ કરે છે, જેનું આચરણ કરી જીવ શુધ્ધ સમકિત મેળવવાનો સ્તુત્ય પ્રયત્ન આદરી સફળ થઈ શકે. આ સ્તવનમાં તેમણે જણાવ્યું છે કે મુનિ આત્મજ્ઞાની એટલે કે આત્માનાં સ્વરૂપને યથાર્થ જાણનારા હોવા જોઈએ. આત્માનું સ્વરૂપ નિત્ય હોવા છતાં તે પરિણામી – પરિણામ કરવાવાળો છે. પોતે પોતાનાં સ્વરૂપનાં પરિણામોનો કર્તા હોવાથી પરિણામી કહી શકાય. પરિણામ એટલે ભાવ અને પરિણામી એટલે ભાવ કરનાર. તે જ્યારે વિપરિણામ કરનાર થાય છે ત્યારે તેને કર્મરૂપ પરિણામ થાય જ, તેથી ત્યાં જીવ કર્તા બની કર્મ કરે છે. એટલે કે તે વખતે જીવથી બંધાતું કર્મ કર્મરૂપ પરિણામ બને છે. જીવનાં કર્તાકર્મપણાનાં કાર્યને લીધે આવતી આત્મસ્વરૂપ બાબતની વિવિધતા ચોક્કસ રીતે, ચોક્કસ નયવાદથી જ સમજી શકાય છે. વળી, કોઈ પણ પરિસ્થિતિમાં જીવ જડરૂપ કે શૂન્ય બનતો નથી, તે શુધ્ધરૂપે પણ ચેતનમય જ રહે છે. એટલે ચેતન પોતાનું ચેતનપણું અશુધ્ધ કે શુધ્ધ કોઈ પણ અવસ્થામાં ગુમાવતો નથી. જીવ સંસારમાં જે સુખદુઃખનું વેદન ૨૧૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરે છે તે કર્મનાં ફળની વેદના છે, અને તે પણ માત્ર વ્યવહારનયથી જ છે. નિશ્ચયથી તો આત્મા આનંદસ્વરૂપ જ છે. જીવને મળતી આ સમજણ પોતાના આત્મપ્રદેશો પર સત્તાગત રહેલાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરવા સતત પ્રેરણા આપે છે. એથી અશુધ્ધ પ્રદેશો પુરુષાર્થ કરી શુધ્ધ થતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશો પર ઉત્પન્ન થયા પછી કોઈ પણ કાળે ઘાતકર્મ કે અશુભ અઘાતી કર્મ ચીટકતાં નથી, તેનાં શુદ્ધિ તથા જ્ઞાનદર્શન અખંડ જ રહે છે, સાથે સાથે અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા આપવા દ્વારા પોતે શુદ્ધ થતી વખતે પ્રભુનું લીધેલું ઋણ ચૂકવતા જાય છે. અશુધ્ધ પ્રદેશો ભાવકર્મ તથા દ્રવ્યકર્મની અલ્પતા કરતા રહી, તેનાં ફળને ભોગવતાં ભોગવતાં કેવળીગમ્ય પ્રદેશોના માર્ગદર્શન નીચે પોતા પર રહેલાં કર્મના થરને ઓગાળતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશોનું આ જે કાર્ય છે તે સાચા મુનિનું કાર્ય છે. તેઓ આત્માના શુધ્ધ સ્વરૂપને જેમ છે તેમ બોધે છે, તેનો લાભ લઈ અશુધ્ધ પ્રદેશો પોતાની શુદ્ધિ વધારતા જાય છે. આ પદની અંતિમ કડીમાં આગળનાં પદનો જ વિસ્તાર છે. જ્યારે માર્ગદર્શક યથાર્થ રીતે આત્માનો અનુભવ કરનાર હોય ત્યારે તે શ્રમણ કહેવાય છે, બાકી દ્રવ્યલિંગી અથવા વેશધારી સાધુ જ છે. જેઓ મૂળ આત્મપદાર્થને સાચા સ્વરૂપે ઓળખીને અનુભવે છે તેઓ જ ધર્મનાં સનાતનપણાને અનુભવી શકે છે, અને આનંદના ઘનસ્વરૂપમાં લઈ જનાર માર્ગમાં ચાલનાર – પ્રગતિ કરનાર (સંગી) બને છે. એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ! કૃપા કરી મુજ દિજીએ, આનંદઘન પદ સેવ! વિમલ. (૧૩) તેરમા શ્રી વિમલ જિન સ્તવનમાં, આત્માની શુદ્ધિ વધતી જાય ત્યારે જીવના ભાવ કેવા વર્તે છે, અને તેનાં ફળરૂપે જીવને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ૨૧૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ થાય છે ત્યારની દશાનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે ગુપ્ત રીતે કર્યું છે. ક્ષાયિક સમકિત થવાથી જીવનું દેહ સાથેનું સ્થૂળ જોડાણ લગભગ નીકળી જાય છે, અને તે જીવને આત્માની પ્રતીતિ સતત વર્તતી થાય છે. ક્ષાયિક સમકિત થયા પછી જીવને મુક્ત થવા માટે ત્રણ ભવથી વધારે ભવ થતા નથી. એટલે આ દશાએ જીવને નિશ્ચય થઈ જાય છે કે પ્રભુની સાચા ભાવથી સેવા કરવાથી જીવનાં દુ:ખ તથા દુર્ભાગ્ય ટળી જાય છે, અને આત્મિક સુખની સંપત્તિ સતત વધતી જાય છે. તેને ધર્મપથના સત્યત્વ માટે કોઈ જાતની આશંકા રહેતી નથી, કેમકે તેના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થતો જાય છે. આવો નિર્ણય થયા પછી અંતિમ કડીમાં તેઓ શ્રી પ્રભુને વિનવે છે કે, “હે પ્રભુજી! આ સેવકની એક વિનંતિ તમે માન્ય કરો. હે જિનદેવ! મારી એ જ અરજ છે કે મારા પર કૃપા કરીને મને ‘આનંદઘન પદ સેવ' જ્યાં આનંદનો ઉત્કૃષ્ટ સમૂહ રહેલો છે એવા મોક્ષપદની સેવા આપો; એ સેવા કરવાનું કાર્ય મને સોંપો.” ક્ષાયિક સમકિત થયા પછી જીવનું દેહસાથેનું જે અવિનાભાવી જોડાણ હતું તે ક્ષીણ થતું જાય છે, અને તેથી તેને આત્માની વાસ્તવિક સ્થિતિનો લક્ષ આવતો જાય છે. પોતામાંથી નિષ્પન્ન થતું સુખ કેવા ઉત્તમ પ્રકારનું છે તેની અનુભવ સહિતની જાણકારી તેને આવવા લાગે છે, અને તે સુખ વધારવા પ્રભુની આજ્ઞાએ વર્તવું કેટલું ઉપકારી તથા જરૂરી છે તે સ્પષ્ટ થતું જાય છે. પરિણામે તે જીવ પ્રભુની આજ્ઞાએ એટલે કે ઇચ્છાએ વર્તવાના ભાવ બળવાન કરતો જાય છે. તેથી અંતિમ કડીમાં જીવ પ્રભુ પાસે માંગણી કરે છે કે તમે કૃપા કરીને મને તમારી સેવા કરવાનું વરદાન આપો, અર્થાત્ મારાં મન, વચન તથા કાયામાં જે કર્તાપણું પ્રવર્તે છે તેનાથી મને છોડાવો.' આ જે પ્રક્રિયા બાહ્યમાં થતી જોવા મળે છે, તે જ પ્રક્રિયા ગુપ્તપણે જીવનાં આત્મપ્રદેશોમાં પણ થતી જોવાય છે. તે પ્રદેશો આઠે કેવળીગમ્ય પ્રદેશની સલાહ તથા સૂચના અનુસાર વર્તા, અસંખ્ય અશુધ્ધ પ્રદેશો દેહ સાથેનાં સ્થળ જોડાણથી નિવર્તે છે. તે વખતે તે પ્રદેશો પહેલી વખત સ્વસ્વરૂપમાંથી ૨૧૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિષ્પન્ન થતાં અંતરંગ સુખને મુખ્યતાએ વેદે છે. અને આ સુખનું એવું બળવાનપણું હોય છે કે તેઓ એ અનુભવને પળ માટે પણ ભૂલી શકતા નથી. તેનાં પરિણામમાં આ અનુભવને પરમ વિશુધ્ધ કરવાની ભાવનાથી, આ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને વિશેષ આજ્ઞાધીન થવા પુરુષાર્થ શરૂ કરે છે, અને પોતાનું મન, વચન તથા કાયા સાથેનું તાદાભ્યપણું દૂર કરવા પ્રયત્નવાન થતા જાય છે. આ પ્રક્રિયા સફળ કરવા માટે અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞા માગે છે, જેનાથી તેના સ્વચ્છંદનો નિરોધ શરૂ થઈ જાય. ક્ષાયિક સમકિત લેતી વખતે જેટલી માત્રામાં સ્વચ્છંદનો નિરોધ થયો હોય છે, તેટલી માત્રામાં તે જીવને આત્મસુખની અનુભૂતિ તથા તેની સ્મૃતિ રહે છે. તેમાંથી સર્વકાળ માટે તે સુખમાં જ રહેવાની વૃત્તિ જન્મ પામી, વર્ધમાન થતી જાય છે. આ વૃત્તિ જીવના અશુધ્ધ પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞામાં સતત રહેવા માટેની દોરવણી આપ્યા કરે છે. આ પ્રકારે ધર્મનાં મંગલપણાની તથા સનાતનપણાની અગત્ય સમજાતાં, તે બંનેના ઉત્પાદક અને પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુ પ્રતિ સહજતાએ જીવનાં હૃદયમાં પ્રાર્થના ઊઠે છે કે પ્રભુ મને તમારા સર્વોત્તમ પદની સેવા કરવાનો અવસર જરૂરથી આપો; જેથી હું ધર્મનાં મંગલપણાને તથા સનાતનપણાને યથાર્થતાએ અનુભવી શકું, અને મારી વિમલતા અર્થાત્ શુદ્ધિ વધતી જાય. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે...ધાર તલવારની (૧૪) ચૌદમા શ્રી અનંતનાથ જિન સ્તવનમાં, જીવને પૂર્ણ આજ્ઞાધીન થવા જતાં વ્યવહારથી અને ધર્મમાં દેખાતા અનેક ભેદોને કારણે ઘણી મુશ્કેલી અનુભવવી પડે છે. આ મુશ્કેલીઓનું વર્ણન કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે માત્ર ક્રિયાકાંડ કરી પ્રભુની સેવા કરવાનું માનવાવાળા જીવ ભૂલાવો ખાઈ દેવાદિ ૨૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ ગતિનાં સુખ પામે છે, પણ મોક્ષ પામી શકતા નથી. વળી, ગચ્છના અનેક મતભેદોમાં અટવાઈ જઈ કેટલાય લોકો મોહને વશ થઈ અનુકૂળ એકાંતવાદમાં લપેટાઈ સંસારી રહ્યા કરે છે. આથી પરમાત્માની આજ્ઞાથી વિસંવાદી વર્તન કરનાર સંસાર વધારે છે, પણ પરમાત્માની આજ્ઞાનુસાર વર્તનાર મોક્ષ લાભ પામે છે. આથી પ્રભુમાં શુદ્ધ શ્રદ્ધાન કરી ક્રિયા કરનાર જ શુધ્ધ ચારિત્ર પાળી શુદ્ધ થઈ શકે છે. આ પ્રમાણેનો સાર, વિવિધતાવાળી સ્થિતિમાંથી ગ્રહણ કરી, જે જીવો આ સારને મનમાં રોજેરોજ વાગોળ્યા કરે છે, તે જીવો આ લોક (મનુષ્યલોક) અને પરલોક (દેવલોક)નાં ઘણા કાળ સુધી સુખ અનુભવી નિયમપૂર્વક આનંદઘન રાજ – મોક્ષને પામે છે. ક્ષાયિક સમકિત લીધા પછી પણ જીવ સંસારના મોહમાં અટવાતો હોય છે; જો કે તેને અંતરંગમાં આત્માની પ્રતીતિ તો જરૂર રહે છે. પરંતુ તેને ગુરુને આધીન થતાં મન, વચન, કાયાની પ્રભુને સોંપણી કરવામાં વર્તતા મોહને કારણે અનેક વિદ્ગો નડે છે. જ્યાં સુધી જીવ સંસારી શાતા કરતાં આત્મસુખને ઘણું વધારે મહત્ત્વ આપતાં શીખતો નથી, ત્યાં સુધી તેનો સ્વછંદ ટળતો નથી. તેને જેટલી જેટલી સંસારની આસક્તિ વધારે રહે છે, તેટલી તેટલી માત્રામાં તેનો સ્વછંદ જોર કરતો રહે છે, અને પરિણામે તે જીવ પ્રભુને આધીન થઈ સ્વકલ્યાણ કરવાનાં કાર્યમાં ઘણી મંદતા અનુભવે છે. આ મંદતાથી બચવા માટે પ્રભુ તથા સદ્ગુરુ પ્રતિ જીવને ઉત્તમ શ્રદ્ધાન થવું જરૂરી છે. શ્રદ્ધાન વધારવા માટે સંસારની પ્રીતિ ક્ષીણ કરવી ઘટે છે. આ સારરૂપ વાતને જે જીવ અંતરંગમાં સ્પષ્ટપણે સમજી લઇ, તે રીતનું વર્તન કરે છે, તે જીવ વ્યવહાર અને પરમાર્થે ઘણા કાળ સુધી શાતા વેદી, અંતમાં નિયમપૂર્વક આનંદઘનપદ રાજ અર્થાત્ આનંદના ઘનનું સામાન્ય બલ્ક મોક્ષ પામે છે. ગુરુ તથા પ્રભુને સમ્યપ્રકારે આજ્ઞાધીન થવાનો બોધ લીધા પછી, એ જ ધ્યેયથી જે જીવો વર્તે છે તેઓ પ્રથમ મનુષ્યલોકનું સુખ અનુભવે છે, પછીથી ઘણા કાળ સુધીનું દેવલોકનું સુખ અનુભવી છેવટમાં મોક્ષનાં સુખને માણે છે. ૨૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બાહ્યમાં થતી આ પ્રક્રિયા અંતરંગમાં, જીવનાં આત્મપ્રદેશોમાં પણ થાય છે. સર્વ આત્મપ્રદેશોમાંથી મિથ્યાત્વ નીકળી ગયા પછી, તે પ્રદેશોમાં આગળ વધવાનું લક્ષ બંધાય છે. તેમ છતાં પૂર્વનાં સંચિત ઘાતી અઘાતી કર્મો તેને સંસારસ્પૃહા પ્રતિ દોરી જાય છે અને તે પ્રદેશોને સ્વચ્છંદી બનાવી, કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતાં અટકાવે છે. તેમ છતાં કેવળીગમ્ય પ્રદેશો, પોતાનાં અઘાતી કર્મોથી નિવૃત્ત થવાના ઉદ્દેશથી અન્ય પ્રદેશોને તક મળતાં સબોધ આપ્યા કરે છે, અને તેમને આજ્ઞાધીન થવા માટે પ્રેરણાનાં પિયુષ પાયા કરે છે. આવું વારંવાર બન્યા પછી, એ પ્રદેશો આત્મસુખનાં અનુભવનું આકર્ષણ વધતાં આજ્ઞાધીન થાય છે, તથા આજ્ઞાધીનપણાનાં પ્રમાણમાં ઘાતી અઘાતી કર્મો ઘટાડે છે. અશુધ્ધ પ્રદેશો આ પ્રક્રિયાને વધુ ને વધુ સ્વીકારતા જાય, વારંવાર કરતા જાય તો તેઓ ઘણું શતાવેદનીય ઉપાર્જન કરે છે, અને છેવટમાં તેઓ પૂર્ણ શુધ્ધ પણ થાય છે. ક્ષાયિક સમકિત થયા પછી જીવનાં કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને ધર્મનાં સનાતનપણાનો તથા મંગલપણાનો બોધ વારંવાર આપતા રહેતા હોવાથી, અશુધ્ધ પ્રદેશો મળતા બોધને સ્વીકારતા જાય છે, અને પોતાની વર્તનામાં તેને ઊતારતા જાય છે. પરિણામે તે પ્રદેશો પરમાર્થ પુણ્ય બાંધી ધર્મનાં સનાતનપણાની તથા મંગલપણાની ટોચે પહોંચી, સંસારી શાતા ભોગવવાની સાથે સાથે આનંદઘનરાજ અર્થાત્ મોક્ષ મેળવે છે. મન મધુકર વર કર જોડી કહે, પદ કજ નિકટ નિવાસ જિનેશ્વર, ઘનનામિ! આનંદઘન! સાંભળો, એ સેવક અરદાસ જિનેશ્વર. ધર્મ (૧૫) પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુનું સ્તવન કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે હું ધર્મનાથ જિનનાં ગુણગાન ઉલ્લાસથી કરું છું. તેમની સાથેની અતૂટ પ્રીતિ બાંધવામાં કોઈ ખાંચ ન આવે તે માટે હું મારા મનમાં તેમનાં સ્થાને ૨૧૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ અન્ય કોઈને પણ સ્થાપિત થવા દઈશ નહિ. જગતના લોકો ધર્મનો સાચો મર્મ – ભેદ જાણતાં નથી, તેથી તેઓ ક્ષણિક લાલચમાં આવી જ્યાં ત્યાં ફર્યા કરે છે. પરંતુ એક વખત પ્રભુનું સાચું શરણ રહ્યા પછીથી જીવનું કર્મ બાંધવાનું કાર્ય દિનપ્રતિદિન અલ્પ ને અલ્પ થતું જાય છે. કેમકે સદ્ગ શિષ્યને સદ્ધોધરૂપી અંજન આંજે છે, તેથી શિષ્ય પ્રભુનાં ઉત્તમ જ્ઞાનના ભંડારને જોઈ શકે છે. આ જ્ઞાનનાં આકર્ષણથી શિષ્ય મનની દોડ જેવી ઝડપી દોડથી ગુરુનાં આંતરરૂપને પામવા પુરુષાર્થ થાય છે. તે પુરુષાર્થની માંગણી કરતાં અંતિમ કડીમાં તેઓ શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “હે ઘનનામિ (ઘનનામ – સઘનપણું પ્રાપ્ત કરનાર) આનંદઘન પ્રભુ! મારા મનરૂપી ભમરાને આપનાં ચરણમાં જ નિવાસ કરવા દ્યો કે જેથી હું તથા આપ એક થઈ જઈએ.' જે પ્રકારે શ્રી સદ્ગુરુ પોતાના શિષ્યને સબોધીરૂપી અંજન આંજી જ્ઞાનનો ઉત્તમોત્તમ ભંડાર બતાવે છે, અને તે દ્વારા શિષ્યને શુદ્ધિ મેળવવા ઉત્તમ પુરુષાર્થ થવા પ્રેરણા આપે છે, તે જ પ્રકારે કેવળીગમ્ય પ્રદેશો જીવનાં અન્ય અશુદ્ધ પ્રદેશોને પોતાની ઉત્તમ શાંત દશાનું સભાનપણું આપી, શુધ્ધ થવા માટે પ્રેરણા આપ્યા કરે છે, જેનાં બળથી આ અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન થતા જઈ, પૂર્ણ આજ્ઞાધીન થવાના ભાવ કરતાં શીખે છે. જ્યારે તેઓ સંપૂર્ણપણે આજ્ઞાધીન થાય છે ત્યારે તેઓ કેવળીગમ્ય પ્રદેશ સમાન શુધ્ધ થઈ, તેમની સાથે એકપણું પામી, આત્માને કેવળજ્ઞાની તથા કેવળદર્શી બનાવે છે. સંગુરુ પોતાના સુશિષ્યોને જે સબોધ આપે છે તે મુખ્યતાએ ધર્મનાં મંગલપણાને સૂચવનારો હોય છે, અને પછી તેમાં ધર્મનાં સનાતનપણાનો બોધ ઉમેરતા જાય છે. તે સમજણ મળતાં શિષ્યનું મન પ્રભુનાં ચરણમાં રહેવા તલપાપડ થતું જાય છે. આથી પોતાને પૂર્ણતાની પ્રાપ્તિ થાય તે માટે સદાય પ્રભુનાં ચરણમાં રાખવા વિનંતિ કરી, ધર્મારાધન સતત કરી શકાય એવી વિનંતિ અહીં કરવામાં આવી છે. ૨૧૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શાંતિસ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિજિન (૧૬) સોળમા શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં, શિષ્યના મુખમાં શ્રી શાંતિનાથ પ્રભુ પ્રતિ પ્રશ્ન મુકાવ્યો છે કે ‘શાંતિનું સ્વરૂપ કેવું છે? તે કેવી રીતે જાણી શકાય ? મનથી તેને કેવી રીતે ઓળખી શકાય!' અને શ્રી શાંતિનાથ પ્રભુ શિષ્યના આ પ્રશ્નનો સદ્બોધ આપી ઉત્તર આપતા હોય તેવી રચના શ્રી આનંદઘનજી મહારાજે આ સ્તવનમાં કરી છે. આ સોધમાં પ્રભુ શિષ્યને જણાવે છે કે શ્રી જિનેશ્વર દેવે જે અશુધ્ધ અને શુધ્ધ ભાવો જણાવ્યા છે, તેને તે જ પ્રમાણે યથાર્થ શ્રદ્ધે તે શાંતિ માટેનું પહેલું પગથિયું છે. એ પછી આગમ શાસ્ત્રોના પારગામી, આત્મજ્ઞાની, સંવરના સાધક તથા દંભ વગરના પવિત્ર ગુરુ શાંતિના સ્થાનક છે. તે ગુરુનો આધાર લઈ, બીજી જંજાળ છોડી, તામસી વૃત્તિ ત્યાગી સાત્ત્વિક વૃત્તિનું સેવન કરવું તે શાંતિ માટેનું સાધન છે. આગમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ પણ શાંતિનું સ્થાન છે. દુષ્ટ જનોનો સંગ ત્યાગી, સદ્ગુરુના સંગમાં રહે અને મોક્ષ મેળવવાના લક્ષથી વર્તન કરે તે પણ શાંતિ માટેનો ઉપાય છે. એ ઉપાય કરવાથી જીવમાં સમતા આવે છે, જેથી તે માનાપમાન, સોનું અને પથ્થર, વંદક તથા નિંદક આદિ વચ્ચેના ભેદને ત્યાગી સમભાવી થાય છે. આવા સમભાવને તે સંસાર તરવાની નાવ સમજી શકે છે. આવી દશા જેને પ્રાપ્ત થાય છે તે સ્વચ્છંદને ત્યાગી પ્રભુને આજ્ઞાધીન થઈ વર્તી શકે છે. અને આવા ‘શાંતિના આપનારા પ્રભુ' ભેટમાં મળતાં શિષ્યને પોતાની ધન્યતા અનુભવાય છે. આ રીતે જે જીવ શુધ્ધનું અવલંબન લઈ, શાંતિનાં સ્વરૂપથી ભાવિત થઈ તેનો આદર કરશે, તેનું આરાધન કરશે તે જીવ આનંદઘનપદ – મોક્ષ પ્રાપ્ત કરશે. – ૨૧૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ જ્યારે જીવના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની શાંત દશાનો લક્ષ પામે છે ત્યારે તે દશાથી આકર્ષાઈ, કેવળીગમ્ય પ્રદેશોના શરણમાં જવા ઉત્સાહીત થઈ પોતાનો સ્વચ્છંદ ત્યાગતા જાય છે. આ પ્રદેશો અન્ય અશુધ્ધ અવલંબનોનો ત્યાગ કરતા જઈ શુધ્ધ એવા કેવળીગમ્ય પ્રદેશોનું અવલંબન ધારણ કરતા જાય છે; અને તેમ કરતાં તેઓ શાંતિનાં સ્વરૂપને પામે છે, અને તેમની આજ્ઞાધીન થતા જવાની ક્રિયા શરૂ થાય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું પહેલું પગથિયું છે. આનું અંતિમ ફળ છે મોક્ષની પ્રાપ્તિ. આમ આ સ્તવનમાં છઠ્ઠા ગુણસ્થાનનું મહત્ત્વ સમજાવી જીવને શાંતસ્વરૂપ થવા માટેનો પાયો મજબૂત કર્યો છે, તેનું પ્રતિબિંબ છેલ્લી કડીમાં આપણને જોવા મળે છે. શ્રી પ્રભુ તરફથી મળતો બોધ રજૂ કરી, આ પદની અંતિમ કડીમાં ધર્મથી પ્રાપ્ત થતી શાંતિની અભિવ્યક્તિ શ્રી આનંદઘનજીએ કરી છે. જે શિષ્ય પોતાની આત્મશુદ્ધિ વધારી, તે શુદ્ધિનું અવલંબન લઇ પોતાની શાંતિ વધારે છે તે શિષ્ય નિયમથી આનંદઘનરૂપ થાય છે. તેને સહુ તરફ્થી માન મળે છે. આ શાંતિના અનુભવમાં જીવને ધર્મનાં મંગલપણાનો પરિચય થાય છે, અને જેમ જેમ એ પરિચય વધતો જાય છે તેમ તેમ તેને ધર્મનું સનાતનપણું અનુભવાતું જાય છે, જેનાં આરાધનથી આનંદઘનપદની પ્રાપ્તિ થાય છે. મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, તે આગમથી મિત આણું, આનંદઘન પ્રભુ! માહરું આણો, તો સાચું કરી જાણું. કુંજિન (૧૭) શ્રી પ્રભુને મન, વચન તથા કાયાની સોંપણી કરવાથી જીવને જે હળવાશ અનુભવાય છે તેનાં અનુસંધાનમાં તેને સતત પ્રભુના વશમાં રહેવાની ઇચ્છા થાય છે. તેમ છતાં પૂર્વકર્મની બળવત્તરતા તેને સ્વચ્છંદમાં લઈ જાય છે. આવા સમયે જો મન વશમાં રહે તો વચન અને કાયાને વશમાં રાખવા ઘણાં સહેલાં થઈ ૨૧૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જાય છે. તેથી સત્તરમા શ્રી કુંથુંજિન સ્તવનમાં આનંદઘનજી મહારાજ મનને વશ કરવામાં અર્થાત્ કષાયોનો ત્યાગ કરવામાં નડતી ઘણી ઘણી મુશ્કેલીઓનું વર્ણન કરે છે. જો મન, વચન અને કાયા ત્રણે એક સાથે વશમાં રહે તો આત્મસિદ્ધિ થાય. પરંતુ, તે ત્રણેમાં મન સહુથી વધારે સ્વચ્છેદે વર્તે છે એવો અનુભવ વર્ણવી, પોતાનાં મનને અંકુશમાં લાવી દેવા શ્રી પ્રભુને વિનંતિ કરતાં તેઓ કહે છે કે, “અહો ! આનંદના ઘન પ્રભુ! જે મન આટલું બધું દુરારાધ્ય છે તે મનને તમે વશમાં લઈ લીધું છે એવી સમજણ મને આગમ સૂત્રોમાંથી મળી છે. પણ તે જાણવા માત્રથી મને સંતોષ નથી. મને સંતોષ તો ત્યારે જ થશે કે જ્યારે તમે મારા મનને અંકુશમાં લાવી દેશો. ત્યારે જ મને લાગશે કે આગમમાં જે વાત કહી છે તે સાચી છે.' આ કડી દ્વારા આનંદઘનજી મહારાજ જીવની સાતમાં ગુણસ્થાને જવાની અને રહેવાની ભાવના વ્યક્ત કરે છે. છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી, મન, વચન અને કાયાની પ્રભુને સોંપણી થઈ, તેની અનુભૂતિમાં સતત રહેવાના ભાવ જીવને થાય છે. અને એ ભાવ પૂરા થવામાં મનની અવળી ચાલ જીવને ખૂબ જ આડી આવે છે. તે મનને સીધે રસ્તે ચલાવવા માટે પ્રભુને આજ્ઞાધીન થવું ખૂબ જરૂરી છે, અને તેમ કરવા માટે પ્રભુનો સાથ લેવો અનિવાર્ય છે તેમ અહીં જણાવ્યું છે. આમ સાતમા ગુણસ્થાને રહેવા માટે, શુદ્ધતાએ આત્માની અનુભૂતિ વેદવા માટે, ત્રણે યોગ આજ્ઞાધીન કરવા જોઈએ, અને તે પણ શ્રી પ્રભુના સાથથી, એવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શ્રી આનંદઘનજી મહારાજ સમજાવે છે કે પ્રભુને આજ્ઞાધીન રહેવાથી જ મોક્ષમાર્ગ સધાય છે. શ્રી તીર્થંકર પ્રભુ જે કાર્ય જીવ માટે કરે છે, તે જ કાર્ય કેવળીગમ્ય પ્રદેશો અન્ય અશુદ્ધ પ્રદેશો માટે કરે છે. અશુધ્ધ પ્રદેશો જ્યારે કેવળીગમ્ય પ્રદેશોની શાંતિથી આકર્ષાઈ તેને વશ થવા માટે પ્રયત્ન કરે છે ત્યારે મનમાં ઊઠતા વિભાવો તેને સતત વિજ્ઞ કરતા રહે છે. આ મન જેમ જેમ વશ થતું ૨૨૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ જાય છે, આજ્ઞાધીન બનતું જાય છે, તેમ તેમ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આણમાં આવતા જાય છે. અને તે પ્રદેશો સ્વચ્છંદ ત્યાગી શુદ્ધ થતા જાય છે. આત્મપ્રદેશોમાં થતી આ પ્રક્રિયા ગુપ્ત રીતે શ્રી આનંદઘનજીએ છેલ્લી કડીમાં ગૂંથી લીધી જણાય છે. શ્રી કેવળીપ્રભુનો સાથ કેવળીગમ્ય પ્રદેશો પાસેથી જીવના અશુધ્ધ પ્રદેશો જ્યારે શાંતિ મેળવે છે, ત્યારે તેને ધર્મનાં મંગલપણાનો અનુભવ થાય છે. મનનાં સાધનથી અશુધ્ધ પ્રદેશો જેમ જેમ કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતા જાય છે, તેમ તેમ તેની શાંતિ વધતી જાય છે, આ વધતી શાંતિ તે જીવને ધર્મનાં સનાતનપણાનો અનુભવ કરાવે છે; આવો ધ્વનિ આ પદની અંતિમ કડીમાં આપણને સંભળાય છે. ચક્રી ધરમ તીરથ તણો, તીરથ ફ્લ તત સાર રે, તીરથ સવે તે લહે, આનંદઘન નિરધાર રે, ધરમ પરમ. (૧૮) શ્રી કુંથુનાથ જિન સ્તવનમાં અવશ મનને વશ કરવાની માંગણી પ્રભુ પાસે કર્યા પછીથી અઢારમા શ્રી અરનાથ જિન સ્તવનમાં આત્માનો પરમ ધર્મ સમજવાની જિજ્ઞાસા તીવ્ર થઈ હોવાથી શ્રી આનંદઘનજી મહારાજ સ્વસમય તથા પરસમય સમજાવવાની વિનંતિ શ્રી પ્રભુને કરે છે. શુધ્ધાત્માનો અનુભવ સ્વસમય અને પ૨પદાર્થની આસક્તિની છાયાવાળો અનુભવ તે પરસમય, અથવા પરદ્રવ્યની કે પર્યાયાર્થિક નયની દૃષ્ટિની વિચારણા તે પરસમય. પર્યાયષ્ટિથી વિચારતાં જેમ સોનાનાં અનેક રૂપ દેખાય છે, પણ નિશ્ચયથી તો તે સોનું જ છે; એ રીતે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની અપેક્ષાથી આત્માનાં અનેક રૂપ જણાય છે પણ શુધ્ધ નયથી નિર્વિકલ્પ ધ્યાનનો અમૃતરસ પીતી વખતે આત્મા એકરૂપે, નિરંજન રૂપે જ હોય છે. માટે, વ્યવહારનયથી આત્માથી ૨૨૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાધના કરવી મુશ્કેલ છે, પરંતુ શુદ્ધ નયથી આત્માની સાધના કરનાર જલદીથી મોક્ષ પામે છે. આ સમજણ દઢ થવાથી શ્રી આનંદઘનજી પ્રભુજીને પોતાને નિશ્ચયનયમાં લઈ જવાની માંગણી કરી, અંતિમ કડીમાં કહે છે કે, ધર્મ તીર્થના ચક્રવર્તીપણાનું સારતત્ત્વ એ છે કે જે એ તીર્થની સેવા કરે છે, તે આત્મા સાથેની એકતાનું ઉત્તમ ફળ મેળવે છે. શ્રી અરનાથ પ્રભુ પહેલા સંસારના ચક્રવર્તી હતા, અને પછી સંસાર ત્યાગી ધર્મચક્રી થઈ તીર્થની સ્થાપના કરનાર હતા. આ તીર્થસ્થાપનાનું ફળ જગતમાં ઉત્તમ તત્ત્વનું અસ્તિત્વ આપે છે. એટલે કે હેય, ઉપાદેય અને ઉપેક્ષ્ય પદાર્થનો ત્યાગ, સ્વીકાર અને મહાઉપેક્ષારૂપ તત્ત્વસાર પ્રગટ થાય છે. આ શાસનની સેવા કરનારને આ સારભૂત તત્ત્વ પ્રાપ્ત થાય છે અને આત્માની એકતારૂપ અભેદતાવાળો આનંદનો ઘન મળે છે. આ કડીમાં ઘણો ગૂઢાર્થ સમાયેલો આપણને જોવા મળે છે. કેવળીગમ્ય પ્રદેશોની જ્યારે બધાજ અશુધ્ધ પ્રદેશો આણ સ્વીકારે છે ત્યારે તેમને પૂર્ણ શુદ્ધતા અવશ્ય પ્રાપ્ત થાય છે. કેવળીગમ્ય પ્રદેશો પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા કરવાની રીત અશુદ્ધ પ્રદેશોને જાણવા મળે છે, એ વખતે તેમનામાં ધર્મનું નિત્યત્ત્વ અને મંગલપણું સ્થપાય છે. આથી તે પ્રદેશો આ રીતનો ઉપયોગ કરી એ પ્રકારે વર્તવા માંડે છે ત્યારે ક્રમે ક્રમે મન, વચન તથા કાયાની એકતાવાળી જીવની સ્થિતિનો કાળ વધતો જાય છે. એટલે કે તે જીવ સાતમા ગુણસ્થાનમાં વિકાસ કરતો જાય છે, તેનું નિશ્ચયથી ફળ કેવળજ્ઞાન છે. આમ જે ધર્મતીર્થની આરાધના કરે છે તે નિયમપૂર્વક મોક્ષ મેળવે છે. ઇવિધ પરખી, મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે. મલ્લિજિન. (૧૯) ૨૨૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળ પ્રભુનો સાથ આત્મદશામાં જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પ્રભુના ઉત્તમ ગુણોનો તેનો પરિચય વધતો જાય છે, અને પોતામાં પણ આવા ગુણો પ્રગટી શકે, જો યથાર્થ પુરુષાર્થ કરવામાં આવે તો, એવો તેનો વિશ્વાસ પણ વધતો જાય છે. અનાદિકાળથી જે અવગુણો જીવને સંસારમાં ભમાવી રહ્યા છે, તે અવગુણોને પોતાના આત્મામાંથી સંપૂર્ણપણે દૂર કરી, સગુણોની અપૂર્વ સ્થાપના કરી, કેવું અપૂર્વ આત્મસ્વરૂપ પ્રભુએ પ્રગટ કર્યું છે તેની સમજણ જીવમાં વધતી જાય છે. વળી, તે માર્ગની ખૂબીઓ જાણી, આરાધક જીવ પણ પોતાનાં અઢારે દૂષણોનો ત્યાગ કરતાં કરતાં પૂર્ણ સ્વરૂપ પ્રગટાવી, આનંદઘનપદ પ્રાપ્ત કરે છે. આવી મતલબની વાત કરી, શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનની છેલ્લી કડીમાં પ્રભુમાં એકરૂપ થવાના ભાવ ઉલ્લસે એવી રીતે જણાવે છે કે, ભગવાન અઢારે. દૂષણોથી રહિત થયા છે તે પરીક્ષા કરી, મનને અપાર શાંતિ આપે એવા ઉચ્ચ ગુણોના ભંડારરૂપ જિનેશ્વર પ્રભુના ગુણોનું ગાન જે જીવો કરે છે, તે જીવો તે દયાળુ પ્રભુની અમીદષ્ટિ પામી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. અહીં ગુણોનું ગાન કરવું એટલે એ ગુણોમાં એકરૂપ થતાં જવું, અર્થાત્ પોતાનાં ગુણો ક્રમે ક્રમે વધારતા જવા. પ્રભુના ઉત્તમ ગુણોનો પરિચય જીવને જેમ જેમ મળતો જાય છે તેમ તેમ તેની પ્રાપ્તિ કરવા જીવ સહજતાએ પ્રભુની આજ્ઞામાં રહેવા, પ્રભુની ઇચ્છા પ્રમાણે વર્તવાની ઇચ્છા કરી દોરાતો જાય છે. આમ તે જીવ સ્વેચ્છાએ પ્રભુની ઇચ્છાનુસાર વર્તા, પોતાના આત્મગુણો ખીલવતો જાય છે. આવું જ કાર્ય જીવના અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની ઓળખ પામ્યા પછી કરતા થાય છે. તેઓ કેવળીગમ્ય પ્રદેશો પાસેથી માર્ગદર્શન લઈ પોતાની અશુદ્ધિ ઘટાડતા જાય છે. પરિણામે તે જીવ ચારિત્રની ખીલવણી કરી સાતમા ગુણસ્થાનમાં વિકાસ કરે છે. તે પ્રદેશો ચારિત્રની શુદ્ધિ કરતાં કરતાં રાગદ્વેષ, અવિરતિ, વેદોદય આદિથી મુક્ત થતા જઈ વીતરાગ પરિણતિ અને નિષ્કામતા વધારતા જાય છે. સહુને અભયદાન આપી શકે એવી સમર્થતા મેળવવા માટે ૨ ૨૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેઓ અઢારે દૂષણોના ત્યાગી થતા જાય છે. અને એ રીતે તેઓ વિશ્રાંતિ આપનાર કેવળીગમ્ય પ્રદેશોની સર્વોપરિતા સ્વીકારી રુચક પ્રદેશ જેવા શુદ્ધ થવાનો પુરુષાર્થ વધારે છે. જીવનાં અશુધ્ધ પ્રદેશો, કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જેમ જેમ દૂષણો ત્યાગતા જાય છે તેમ તેમ તેમને ધર્મનું મંગલપણું અનુભવાય છે, આથી તેઓ પોતાના કેવળીગમ્ય પ્રદેશોની આણમાં પ્રવર્તી ધર્મનાં સનાતનપણાને સ્વીકારતા જાય છે. આ રીતે મનને શાંત અને શાંત કરતા જવાથી, પ્રભુના ગુણગાન કરતાં કરતાં તેમની જ કૃપાથી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય છે. જેણે વિવેકધરી એ પખ રહિયો, તે તત્ત્વજ્ઞાની કહીએ, શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદઘન પદ લહિયે. શ્રી મુનિ (૨૦) આત્મદશામાં આગળ વધ્યા પછી પૂર્ણતા મેળવવા માટે જીવે બધા નયથી આત્માને સમજવાની અને ઓળખવાની જરૂર પડે છે, માત્ર એક જ નયથી સ્વરૂપને ઓળખવાથી પૂર્ણ થવાતું નથી. તેથી વીસમા શ્રી મુનિસુવ્રત જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ જીવ વતી પ્રશ્ન કરે છે કે, “મારે આત્મતત્ત્વને કેવી રીતે સમજવું? કેમકે આત્માને યથાર્થ રૂપે જાણ્યા વિના શુદ્ધ આત્મસમાધિ આવી શકતી નથી'. આમ જણાવી આત્મા વિશેની જગતમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતા વર્ણવી, આત્માની સ્પષ્ટતા થવામાં જે મુશ્કેલીઓ નડે છે તેનું ચિત્ર આપ્યું છે. અને તેનું સમાધાન માગ્યું છે. સમાધાન માટે શ્રી પ્રભુ જણાવે છે કે તમે બધા જ પક્ષપાત છોડી, રાગદ્વેષ મોહ રહિત જે આત્મા છે તેની લગની લગાડો, અને તેમાં એકાગ્ર થઈ જાઓ તો આત્મા શુદ્ધ થશે અને ફરીથી રાગદ્વેષ કે મોહની જાળમાં ફસાશે નહિ. શ્રી પ્રભુ તરફથી આ સમજણ મળતાં આ સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘન સ્વામી કહે છે ૨૨૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ કે, આવો વિવેક ધારણ કરી જે સત્ય પક્ષને, રાગદ્વેષ ત્યાગના પક્ષને ગ્રહણ કરે છે તે ફરીથી તેની જાળમાં આવતો નથી; પરંતુ તે સાચો તત્ત્વજ્ઞાની બની શ્રી મુનિસુવ્રત સ્વામીની કૃપાથી આનંદઘનપદ મોક્ષનો અનુભવ કરે છે. આ પ્રકારે જે જીવ રાગદ્વેષ રહિત થઈ નિર્વિકલ્પ સમાધિમાં જાય છે તે જીવ ફરીથી રાગદ્વેષાદિના પાશમાં ફસાતો નથી. રાગદ્વેષ રહિત થવું એ જ સાચું વ્રત છે, અન્ય સર્વ વિચારો, વર્ણનો આદિ શાસ્ત્રોનો વિસ્તાર જ છે, તે જાળરૂપ છે. આથી શ્રી મુનિસુવ્રત સ્વામીની કૃપા થાય તો જીવ સત્યવ્રત ધારણ કરી ક્ષપક શ્રેણિ માંડી શકે, જેમાં રાગદ્વેષ અને કષાયાદિનો સંપૂર્ણ ક્ષય થાય છે. આ સ્તવનમાં અને ખાસ કરીને છેલ્લી કડીમાં જીવને વ્યવહારનયમાંથી નીકળી નિશ્ચયનયમાં આવવાનું આમંત્રણ મળે છે. તેના અવલંબનથી જીવ ક્ષેપક શ્રેણિ માંડવા માટેની પાત્રતા તૈયાર કરતો જાય છે. — વિચારીએ તો જણાય છે કે કેવળજ્ઞાન લેવા માટે કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશો ઉ૫૨ અવર્ણનીય ઉપકાર કરે છે. તેઓએ જે પ્રભુદત્ત કલ્યાણનાં ૫૨માણુઓ ગ્રહણ કર્યાં છે તેને અશુદ્ધ પ્રદેશોની પાત્રતા થવાથી દાનરૂપે ભેટ આપે છે. મળેલા દાનની સહાયથી તે પ્રદેશો તત્ત્વસારરૂપ રાગદ્વેષથી છૂટવાનો પુરુષાર્થ કરી શકે છે. આમ સત્યવ્રત ગ્રહણ કરી, સર્વ અશુદ્ધ પ્રદેશો શુધ્ધ થવા માટેનો ભવ્ય પુરુષાર્થ કરવા ભાગ્યશાળી થાય છે. જીવ જેમ જેમ રાગદ્વેષ રહિત થતો જાય છે, તેમ તેમ તેને ધર્મનું મંગલપણું અનુભવાય છે. અને તત્ત્વની સાચી સમજ મળે છે. તત્ત્વની સાચી સમજણમાં જીવ ધર્મનાં સનાતનપણાનો અનુભવ કરે છે. તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુધ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે, ષટ (૨૧) ૨૨૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એકવીસમા શ્રી નમિનાથ જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ, જેમ જેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ છએ દર્શનમાં મોક્ષ મેળવવા જીવને માટે શું શ્રેષ્ઠ છે અને ઉપકારી છે તેનું વિશ્લેષણ કરવાની શક્તિ જીવમાં આવતી જાય છે, તે સમજાવે છે. તેમાં સર્વજ્ઞ વીતરાગ પ્રભુને પુરુષરૂપે બતાવ્યા છે, અને છએ દર્શનો પ્રભુના અંગરૂપ છે તેમ વર્ણવ્યું છે. તેઓએ સાંખ્ય તથા યોગ દર્શનને કલ્પવૃક્ષ સમાન જિનપ્રભુનાં બે પાદ (મૂળ) ચરણ તરીકે ઓળખાવ્યા છે, બૌદ્ધ ધર્મને અને મીમાંસાને પ્રભુના બે હાથરૂપ ગણાવ્યા છે, ચાર્વાક મતને પ્રભુનાં પેટનો એક ભાગ ગણાવ્યો છે, અને જિનદર્શનને પ્રભુનાં ઉત્તમ અંગ મસ્તકનું સ્થાન આપ્યું છે. આમ છએ દર્શનનું તલસ્પર્શી જ્ઞાન લઈ તેને અનુભવરૂપ કરવાનો યોગ હજુ આવ્યો નથી, અર્થાત્ ક્ષેપક શ્રેણિ માંડી શકાઈ નથી. તે શ્રેણિ માંડવાની આજ્ઞા મેળવવા અંતિમ કડીમાં શ્રી પ્રભુને વિનવે વિનવે છે કે, “સમયચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે.” સમય એટલે સ્વાત્મા. સમય ચરણ સેવા એટલે સ્વ આત્મ અનુભવરૂપ ચારિત્રની સેવા આપજો. પોતાના આત્માના અનુભવમાં સમયે સમયે વિશુદ્ધિ વધારનારી સેવા મને આપજો કે જેથી મને આનંદઘનની પ્રાપ્તિ થાય. આ બે પંક્તિઓમાં આજ્ઞાધીનપણે ક્ષપક શ્રેણિ માંડવા માટે પ્રભુની આજ્ઞા જીવ લેતો હોય તેવો ધ્વનિ ઊઠે છે. જ્યારે જીવના અશુદ્ધ પ્રદેશો ઉત્તમ ભાવનાથી કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થાય છે, ત્યારે તેમને કેવળીગમ્ય પ્રદેશો પાસેથી સ્વસ્વરૂપલીનતા કરવાની આજ્ઞા મળે છે; અને પ્રતિસમયે કર્મક્ષય વધારવાનું વીર્ય પ્રાપ્ત થાય છે, કેમકે તેને આજ્ઞા મળવાથી અને પાત્રતા ખીલવાથી જીવનું વીર્ય ફોરતું જાય છે. તે વીર્ય થકી જીવનાં અશુદ્ધ પ્રદેશો ક્ષપક શ્રેણિ માંડી શુદ્ધ થતા જાય છે અને અંતમાં ઘાતીકર્મોથી નિવૃત્ત થઈ જાય છે. ૨૨૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ ધર્મનાં મંગલપણાનો વાસ્તવિક અનુભવ થવાથી જીવમાં ક્ષપક શ્રેણિ માંડી પૂર્ણ શુદ્ધ થવાની ભાવના જોર કરતી જાય છે. એવા કાળે શ્રી પ્રભુ તરફથી શ્રેણિ માંડવાની આજ્ઞા મળે તો તેને પ્રભુ તરફથી ખૂબ વીર્યપ્રેરક કલ્યાણનાં પરમાણુઓ મળે છે, તેના સાથથી તે જીવ ધર્મનાં સનાતનપણાને અનુભવે છે. કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘનપદ રાજ, મનરાવાલા (૨૨) શ્રી નેમિનાથ પ્રભુનાં જીવનનો આધાર લઈ આનંદઘનજી મહારાજ બાવીસમાં શ્રી નેમિનાથ સ્તવનમાં રાજુલની વિચારણા દ્વિઅર્થી ભાષા દ્વારા મૂકી શ્રેણિના ઉપશમ તથા ક્ષપક વિભાગની રજુઆત કરે છે. જીવને એક સમયનો પણ પ્રમાદ કરવાથી સંસાર ઊભો થાય છે, આ એક સમયના પ્રમાદને કારણે જીવ દશમાથી અગ્યારમા ગુણસ્થાને જઈ નીચે ઊતરી આવે છે, અને પૂર્ણતાએ અપ્રમાદી રહે તો તેનો સંસાર પરિક્ષણ થાય છે અને તે જીવ મુક્તિસુંદરીને વરવા ભાગ્યશાળી થાય છે. આ સ્તવનમાં નેમપ્રભુનું રાજુલના ત્યાગનું વર્તન સંસાર અપેક્ષાથી વિચારતાં ભૂલભરેલું જણાય છે, અને પરમાર્થ અપેક્ષાથી જોતાં ઘણું યોગ્ય લાગે છે, આવી સમજણ સ્તવનની પ્રત્યેક કડીમાંથી લાધે છે. આ વર્ણન કર્યા પછી અંતિમ કડીમાં તેઓ જણાવે છે કે, હું સફળ થઈશ (કાજ) કે નિષ્ફળ જઈશ (અનાજ) એની ગણતરી કર્યા વિના જ મેં તો પ્રભુને પ્રબળ શુભ નિમિત્ત ગણીને એકાગ્રતાથી ભજ્યા છે; તેથી મને આનંદઘનપદનું રાજ્ય અર્થાત્ શાશ્વત સુખ આપનાર મોક્ષની પ્રાપ્તિ કૃપા કરીને કરાવો એ જ મારી વિનંતિ છે. આ પંક્તિઓનો સૂક્ષ્મતાએ વિચાર કરીએ તો સમજાય છે કે દશમા ગુણસ્થાને આવતાં, જીવ જો પરિપૂર્ણતાએ આજ્ઞાધીન રહે તો તેને અગ્યારમું ગુણસ્થાન કુદાવી જવા જેટલું વીર્ય શ્રી પ્રભુ તરફથી પ્રાપ્ત થઈ જાય છે. આમ અહીં ૨૨૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દશમાંથી બારમા ગુણસ્થાને જવા માટે જરૂરી ચાવી, અને તે ચાવી મેળવવાની માંગણી આ કડીમાં રહેલી જોઈ શકીએ છીએ. જે સ્થિતિ ક્ષપક શ્રેણિમાં જીવને માટે જરૂરી છે, તે જ સ્થિતિ અશુદ્ધ પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશો જેવા શુદ્ધ થવા માટે જરૂરી છે. કેમકે કેવળીગમ્ય પ્રદેશો પ્રભુના પ્રદેશો જેવા જ શુદ્ધ છે. તેથી તેમની આજ્ઞા માનવી એ પણ કેવળીપ્રભુની આજ્ઞા માનવા બરાબર જ છે. આ રીતે આજ્ઞાધીન થવાથી સર્વ અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો સમાન ઘાતીકર્મોથી અને અશુભ અઘાતી કર્મોથી રહિત થઈ જાય છે. આમ આત્મા આત્મા વડે આત્મામાં પરમાત્મભાવ પ્રાપ્ત કરે છે, એ નિર્વિકલ્પ દશાનો અંતિમ સિદ્ધાંત અહીં તરી આવે છે. ક્ષપક શ્રેણિમાં નિર્વિકલ્પ દશામાં રહેતી વખતે ધર્મનું મંગલપણું તથા સનાતનપણું એકીસાથે ઉપસી આવે છે. આત્મામાં જેમ જેમ ધર્મનું મંગલપણું સ્થિત થતું જાય છે તેમ તેમ શ્રેણિનાં એક એક ગુણસ્થાન ચડતાં ચડતાં ધર્મનું સનાતનપણું સ્પષ્ટપણે પ્રગટ થતું જાય છે. શ્રી પારસ જિન પારસ સમો, પણ હા પારસ નાહિં, પૂરણ રસિયો હો! નિજ ગુણ પરસન્નો, આનંદઘન મુજમાંહિ, સુન્નાની (૨૩) ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવનમાં આત્માનાં કેવળીસ્વરૂપના ગુણોનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે કર્યું છે. શ્રી કેવળીપ્રભુ ધ્રુવપદરામી એટલે કે શાશ્વત પદના ભોક્તા છે; ગુણોના રાજા છે; સ્વગુણના ઇચ્છુક છે; ઇત્યાદિ જણાવી કેવળજ્ઞાનને ધારણ કરનાર આત્મા કાયમી આરામ શાંતિને ભોગવનાર થાય છે; એમ કહ્યું છે. ત્યાર પછી, સ્વગુણમાં જ સતત રમનાર લોકાલોકનો જ્ઞાયક કઈ રીતે થઈ શકે તેનો ઉકેલ મેળવવા તેમણે પુરુષાર્થ કર્યો છે. અને તેના સમાધાનરૂપે અંતિમ કડીમાં તેમણે કહ્યું છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પારસમણિ ૨૨૮ - Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ જેવા છે. પારસમણિ જેમ લોઢાને સોનું બનાવે છે તેમ પાર્શ્વનાથ પ્રભુ શરણમાં આવના૨ જીવોને પોતા સમાન શુદ્ધ કરે છે. પારસમણિ તો જડ છે ત્યારે પાર્શ્વનાથ પ્રભુ તો પોતાના ગુણોમાં નિમગ્ન અને પ્રસન્નતામય છે. તેથી તેઓ પારસમિણ કરતાં ઘણા ઘણા વિશેષ છે. તેમનાં શરણમાં જવાથી જીવને પોતામાં જ આનંદના સમૂહમય પૂર્ણ રસિક આત્મા અનુભવાય છે, એટલે કે પોતાના ગુણોથી જ પ્રસન્ન થયેલો આત્મા અનુભવાય છે. આ રીતે સર્વજ્ઞપણું આવવાથી આત્મા પારસમણિ સમાન મૂલ્યવાન થાય છે. તે આત્મા પૂર્ણ આજ્ઞારસથી ભરેલો અને નિજગુણોનો ભોક્તા થાય છે, તેથી તેને પોતામાં જ આનંદઘનની પ્રાપ્તિ થઈ જાય છે. આત્માના અશુધ્ધ પ્રદેશો શુદ્ધ થઈ, કેવળીગમ્ય પ્રદેશ સમાન થઈ જાય છે. અને તે શુધ્ધ આજ્ઞારસ તથા આનંદરસના ભરપૂર ભોક્તા બને છે. તે વખતથી તેને માત્ર રુચક પ્રદેશો સાથેની સમાનતા મેળવવાની બાકી રહે છે. આત્માને કેવળજ્ઞાન પ્રગટ થવાથી ધર્મનું મંગલપણું તથા સનાતનપણું એકીસાથે અનુભવાય છે. કેમકે તેનાં બધા જ પ્રદેશો ઘાતિકર્મ તથા અશુભ અઘાતિ કર્મરહિત બન્યા હોય છે, તેથી સમાનકક્ષાના થાય છે. આવી શુધ્ધ દશાનો અનુભવ આત્મા પ્રત્યેક સમયે કરે છે. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્યે, આનંદઘન પ્રભુ જાગે રે. વીરજીને (૨૪) જે આત્માએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે આત્મા કેવી રીતે યોગથી છૂટી, ચૌદમા ગુણસ્થાને આવી, અયોગી બની શુધ્ધ જ્ઞાનદર્શન સાથે સંપૂર્ણ એકતા સાધે છે તે આનંદઘનજી મહારાજે ચોવીસમા મહાવીર પ્રભુનાં સ્તવનમાં વર્ણવ્યું છે. પૂર્ણ થયેલા આત્માના ખીલેલા પૂર્ણ વીર્યની માંગણી તેઓ તેમની પાસે વંદન ૨૨૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરીને કરે છે. આ વીર્યની મદદથી જીવનાં મિથ્યાત્વ, મોહ, અજ્ઞાન આદિનો ક્ષય થઈ વિજયડંકો વાગે છે. છદ્મસ્થ અવસ્થામાં જીવે પોતાને મળતાં નિમિત્તને આધીન થઈ, ભાવાભાવ વેદી યોગ સાથે જોડાઈ જે કર્મબંધ કર્યા હોય છે તેની અસરથી કેવળીપર્યાયમાં પણ તે આત્મા અમુક સમયના આંતરે યોગ સાથે જોડાય છે. તે વખતે આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશે વીર્યનાં જે અસંખ્ય અંશો હોય છે, તેની સહાયથી તે આત્મા શાતા વેદનીય કર્મનાં અનંત પરમાણુઓ ગ્રહણ કરે છે. પરંતુ જે સમયે તેમનું ઉત્કૃષ્ટ વીર્ય કાર્યકારી થાય છે તે સમયે તેઓ યોગથી અલિપ્ત રહી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિથી અલિપ્ત રહે છે. એટલે કે તેમના યોગ ધ્રુવ અર્થાત્ સ્થિર થઈ જવાથી તેમને કર્મબંધન સંભવતું નથી. સ્થિરતાના આ કાળમાં તેમનું વીર્ય કાર્યકારી રહેતું હોવાથી આત્માની સ્થિરતા લેશ પણ ડગતી નથી. આ સ્થિતિ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તે આત્મા યોગને રુંધી અયોગી થાય છે, યોગરહિત બને છે. આવું કાર્ય કરવાનું વીર્ય તો આત્મામાં જ રહેલું છે તે સત્ય પ્રભુના ઉપદેશથી સમજાયું છે. પ્રત્યેક જીવ પોતાની શક્તિ પ્રમાણે ધ્યાન તથા વિજ્ઞાનની સહાયથી નિજપદનો અનુભવ કરે છે. તેથી તો પ્રત્યેક કેવળી ભગવાન જુદા જુદા સમયના આંતરે યોગ સાથે જોડાય છે. આ પ્રકારનો વિકાસ કરી, જે આત્મા યોગના અવલંબનનો ટેકો લેવાનાં સાધનનો ત્યાગ કરે છે તે આત્મા યોગના જોડાણરૂપ ૫૨પરિણિતને ભગાડી દે છે. તેનાં ફળરૂપે તે એક સમય માટે પણ ભંગ ન થાય તેવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર (વૈરાગ્ય)ની પ્રાપ્તિ કરી અનંત વીર્યના આનંદના સમૂહરૂપ પ્રભુ સદા માટે જાગૃત રહે છે. બીજી રીતે કહીએ તો પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી બની, શૈલેશી અવસ્થારૂપ ચારિત્રપણે સદા જાગતા રહે છે. આ રીતે કેવળીગમ્ય પ્રદેશોની સમાન કક્ષાના થયેલા પૂર્વના અશુદ્ધ પ્રદેશો રુચક પ્રદેશો પાસેથી પ્રેરણા લઈ, પૂર્ણ શુધ્ધ થઈ, આત્માના સર્વ પ્રદેશો એક અખંડ આત્મારૂપ બની, સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. એથી કહી શકાય કે સર્વ અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી પૂર્ણ શુધ્ધ થવા સુધીનો વિકાસ કરે છે. ૨૩૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળીપ્રભુનો સાથ શ્રી આનંદઘનજી મહારાજે વર્તમાન ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ક્રમિક મોક્ષમાર્ગ સમજાવ્યો છે, સાથે સાથે તેમાં કેવળીગમ્ય પ્રદેશોનો ફાળો કેવો અમૂલ્ય છે તે ગુપ્તપણે સમાવી તેમની પ્રજ્ઞાની ટોચ આપણી પાસે ખુલ્લી કરેલ છે. ધન્ય છે તેમની જાણકારીને, જાણકારી પ્રગટ કરવાની શક્તિને અને તેમની બળવાન આત્માનુભૂતિને! જે કેવળીપ્રભુના સાથને બાહ્ય તેમજ અંતરથી વ્યક્ત કરે છે. આથી આ પદમાં ધર્મનાં મંગલપણાનો તથા સનાતનપણાનો ઉત્તમ સમન્વય, આપણને જોવા તથા અનુભવવા મળે છે. આત્માના બધા જ પ્રદેશો રુચક પ્રદેશ સમાન પૂર્ણ શુધ્ધ થઈ, સર્વ અવલંબનનો ત્યાગ કરી, સ્વમાં એકરૂપ બની સિધ્ધભૂમિમાં ચિરકાળ માટે સ્થાયી થાય છે. ત્યાં ધર્મનાં મંગલપણાની અસરથી આત્મા સહજાનંદ માણે છે, અને સનાતનપણાનાં કારણથી તે આનંદ શાશ્વત કાળ રહે છે. આ છે શ્રી કેવળ પ્રભુના સાથથી પ્રાપ્ત થતી અદ્ભુત અવસ્થા! ૐ શાંતિઃ ૨૩૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ जाके उर अंतर निरंतर अनंत दर्व, भाव भासी रहे पै सुभाव न टरतु है । निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके, घटमैं अघट-रस कौतुक करतु है ।। जागै मति श्रुत औधि मनपयै केवल सु, पंचधा तरंगनि उमंगि उछरतु है । सो है ग्यान उदधि उदार महिमा अपार, निराधार एकमैं अनेकता धरतु है ।। २०।। જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણપર્યાયો સહિત હંમેશાં ઝળકે છે, પણ તે, તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી. તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે, જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે, તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિજાશ્રિત છે તે જ્ઞાન એક છે તો પણ શેયોને જાણવાની અનેકતા સહિત છે. (૨૦) - સમયસાર નાટક - નિર્જરા દ્વાર શ્રી બનારસીદાસ. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ ઉપસંહાર “શ્રી કેવળીપ્રભુનો સાથ” નામનો ગ્રંથ મારે ભવિષ્યમાં લખવાનો છે એવી જાણકારી અને શ્રી પ્રભુ તરફથી ઇ. સ. ૧૯૬૮ના અંતભાગમાં મળી હતી. એ વખતે તો મને એટલો જ ખ્યાલ આવ્યો હતો કે આ ગ્રંથ દળદાર બનશે, અને તેમાં કેટલાંયે આત્માને લગતાં રહસ્યો ગૂંથાયેલા હશે; જેની જાણકારી એ વખતે લગભગ નહિવત્ જ હતી. મને એટલું તો સમજાયું હતું કે મારો પુરુષાર્થ જેમ જેમ વધતો જશે, અને મારામાં આ બધું જ્ઞાન ઝીલવાની પાત્રતા આવતી જશે તેમ તેમ પ્રભુ મારી પાસે મોક્ષમાર્ગનાં ઉત્તમ રહસ્યો ખોલતા જશે. આથી એ સમયે કોઈ પ્રકારની ઊંડાણભરી વિગતની જાણકારી ન હોવા છતાં, એક વિશેષ પ્રકારનો આનંદ આત્મામાં અનુભવાયો હતો. સાથે સાથે શ્રી રાજપ્રભુ ભાવિમાં મારા પર કેવી અદ્ભુત કૃપા વરસાવવાના છે તેનો લક્ષ આવવાથી, તેમના પ્રતિનો અહોભાવ તથા પૂજ્યભાવ આનંદના ફુવારા સાથે વેદનમાં આવતો હતો. આવા વેદનનાં અનુસંધાનમાં મારામાં એક એવો ભાવ સહજરીતે ઘૂંટાવા લાગ્યો હતો કે “શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે મને શ્રી રાજપ્રભુએ જે અવર્ણનીય સહાય કરી હતી, તેનાથી અનેકગણી ઉત્તમ સહાય તેઓ મને આ ગ્રંથ લખતી વખતે જરૂર કરશે, જો હું પૂર્ણપણે તેમની આજ્ઞાએ વાર્તા લખવાના ભાવ રાખીશ તો, લખાણ કરવામાં સ્વચ્છંદનો પૂર્ણ ત્યાગ રાખીશ તો. આથી મેં મનોમન નિર્ણય કર્યો હતો કે મારે આ ગ્રંથમાં કંઇ પણ સ્વચ્છેદથી લખવું નથી, જ્યારે, જે પ્રમાણે તથા જેમ લખવા પ્રભુ આજ્ઞા કરે ત્યારે, તે પ્રમાણે તથા તેમ જ મારે લખવું. ક્યાંય પણ સ્વચ્છંદ કે મતિકલ્પનાને મારે ભળવા દેવા નહિ. ૨૩૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આથી મારામાં સ્વચ્છેદ કે મતિકલ્પના લખાણ કરતી વખતે પ્રવેશે નહિ તે માટે, તથા પ્રભુની આજ્ઞા ન આવે ત્યાં સુધી મારું આજ્ઞાધીનપણું વધારવા, ચારિત્રની ખીલવણી કરાવવા તથા યોગ્ય સમયે યથાર્થ લખાણ કરાવવા માટે પ્રાર્થના કરવી શરૂ કરી. જ્યાં સુધી લખાણ કરવાનો યોગ ન આવે ત્યાં સુધી અંતરાયકર્મનો ઉદય છે એમ સમજી ક્ષમા માગવાનું ચાલુ કર્યું અને આત્મસ્થિરતા જાળવવા સ્મરણનો સથવારો લઈ, ધીરજથી સમય પસાર કરતી જતી હતી. હું વિચારતી હતી કે મારી પાત્રતા વધારવા તથા ધીરજગુણની ખીલવણી કરાવવા માટે પ્રભુએ મને આ અમૂલ્ય અવસર આપ્યો છે, તો તેનો માટે પૂરતો લાભ લેવો જોઇએ. જ્યારે જ્યારે મને કંઈ નવી સમજણ આવે ત્યારે હું પ્રભુકૃપાથી તેનું સંક્ષિપ્ત ટાંચણ કરી લેતી. આમ જીવનની સુધારણા કરી, વ્યવહારશુદ્ધિ વધારી ચારિત્રની ખીલવણી કરવાનો પુરુષાર્થ હું કરતી હતી, જે માટેનું માર્ગદર્શન અને શ્રી પ્રભુ તરફથી અવારનવાર મળ્યા કરતું હતું, અને જીવન વહે જતું હતું. મારા પૂ. બાપુજી શ્રી ભોગીલાલ શેઠ કેટલાંક વર્ષોથી કૃપાળુદેવના પત્રોનું વાંચન કરી સમજાવતા હતા. અને થોડા ચુનંદા જીવો તેમનો લાભ લેતાં હતાં. તેમનાં ફેફ્સાં ઘસાઈ જવાને કારણે તેમને શ્વાસની તકલીફ સારા પ્રમાણમાં થતી હતી, પરિણામે તેમને વાંચન બંધ કરવાની ફરજ પડી. ૧૯૭૫ના અંતભાગમાં તેમણે વાંચવું બંધ કર્યું હતું. આથી મુમુક્ષુઓને વાંચન વિના હાલાકી અનુભવાતી હતી. તેથી ઇ.સ.૧૯૭૬ના અંતભાગમાં મારા પૂ. બાપુજી તથા મુમુક્ષુઓ તરફથી મને વાંચન શરૂ કરવા સૂચના કરવામાં આવી. મને મારી કેટલીક મુશ્કેલીઓ એ બાબતમાં લાગતી હોવાથી વાંચન શરૂ કરવાની ઇચ્છા થતી ન હતી. મેં મારી મુશ્કેલીઓ શ્રી રાજપ્રભુ સમક્ષ મૂકી. પરંતુ તેમના તરફથી પણ વાંચન શરૂ કરવાની આજ્ઞા આવી, સાથે સાથે તેઓ મને વાંચન કરતી વખતે સતત સહાય કરશે એવી બાંહેધરી પણ આપી. આથી મારાં ઘરના સહુ સભ્યોની સંમતિ સાથે ઇ. સ. ૧૯૭૭ના એપ્રિલ માસથી વાંચવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. વાંચનનો સમય દર ગુરુવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ નો રાખવા વિચાર્યું. શ્રી રાજપ્રભુની ૨૩૪ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સંમતિથી તેમણે પૂ. સૌભાગભાઈ પર લખેલા લગભગ ૨૫૦ જેટલા પત્રો, જે “શ્રી સૌભાગ પ્રત્યે” નામના પુસ્તકમાં સંગ્રહિત થયા હતા, તે વાંચન માટે લેવાનું નક્કી કર્યું. આ નક્કી કરવા પાછળ એક રહસ્ય સમાયેલું હતું. ઇ. સ. ૧૯૬૯માં હું જ્યારે વકીલ એન્ડ સન્સમાં કામ કરતી હતી, ત્યારે લંચના સમયમાં વાંચવા માટે મેં “શ્રી સૌભાગ પ્રત્યે” પુસ્તક રાખ્યું હતું, અને અનુકૂળતાએ તેનું વાંચન કરતી હતી. તેમાંથી મુશ્કેલીના પ્રસંગોએ જીવે કેવી રીતે વર્તવું જોઈએ, મુશ્કેલીઓ પાર કરવા રાજપ્રભુએ કેવી શિખામણ આપી છે તે વિશે સમજવા પ્રયત્ન કરતી હતી, સાથે સાથે તેના સહારાથી મારા આત્મિક ગુણો ખીલવવા પ્રયત્નવાન બની હતી. એ વખતે મને આ ગ્રંથ ખૂબ ખૂબ ઉપકારી લાગ્યો હતો, કેમકે જીવન સુધારવા માટે તેમાંથી મને ઘણું ઘણું માર્ગદર્શન મળતું હતું. એક દિવસ મારું ઓફિસનું કામ પૂરું થવા આવ્યું હતું, ત્યારે અંદરમાંથી એકાએક ધ્વનિ આવ્યો કે આ કામ પૂરું થાય તે પછી “સૌભાગ પ્રત્યે” પુસ્તક લેજે. કામ પૂરું કરી એ પુસ્તક હાથમાં લીધું. ત્યાં ધ્વનિ ઊઠયો કે, ઘડિયાળ જો, અને પહેલા પત્રથી પુસ્તક વાંચવાનું શરૂ કર.” ઘડિયાળમાં સાંજના ૪:૪૫ થઈ હતી. મેં તે પુસ્તક આજ્ઞાનુસાર અક્ષરશ: વાંચવાનું શરૂ કર્યું. તે વખતે મારા હાથમાં પેન્સીલ હતી, તેનાથી પુસ્તકમાં આજ્ઞાનુસાર હું ટાંચણ કરતી ગઈ. નાની નાની નોંધ કરવા ઉપરાંત અગત્યનાં અને મુખ્ય જણાતાં વક્તવ્ય તેમજ લખાણ નીચે કહ્યા મુજબ લીટી દોરતી ગઈ. આખું પુસ્તક વંચાઈ ગયું ત્યારે અંદરમાંથી અવાજ આવ્યો કે “ઘડિયાળ જો.' કૃપાળુદેવની આજ્ઞા છે એમ સમજી મેં ઘડિયાળમાં જોયું તો માત્ર પંદર જ મિનિટ પસાર થઈ હતી, ઘડિયાળમાં માત્ર પાંચ જ થયા હતા. પહેલી ક્ષણે મને એમ જ લાગ્યું કે ઘડિયાળ બંધ પડી ગઈ છે, પરંતુ સેંકડ કાંટાથી સમજાયું કે ઘડિયાળ તો ચાલુ જ છે. મારાં આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર પંદર મિનિટમાં ૨૫૦ પાનાં વંચાય જ કઈ રીતે? છતાં, એટલાં પાનાં મેં નોંધ કરતાં કરતાં વાંચ્યા હતાં તે હકીકત હતી. આનું ૨૩૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રહસ્ય મને સમજાવવા મેં કૃપાળુદેવને મનોમન વિનંતિ કરી, તેમણે મને અદ્ભુત ખુલાસો આપ્યો. તેમણે કહ્યું. “હું ઝડપથી પાનાં ફેરવતો હોઉં એ રીતે વાંચતો હતો એવાં કેટલાય મુમુક્ષુનાં વિધાનો તને ખૂબ આશ્ચર્યમાં ગરકાવ કરી દેતાં હતાં ને? અને તેનો ખુલાસો તને મળતો ન હોવાથી તું મુંઝાતી હતી. અત્યારે તારું આજ્ઞાધીનપણું ઘણું વધ્યું છે, અને અંતરાયો ક્ષીણ થઈ છે, તેથી આવો અનુભવ કરવો તારા માટે શક્ય બન્યો છે. હવે, તને આ કેવી રીતે થાય છે તે વિગતે સમજાવું છું. સમજ.” જેવી રીતે કેમેરામાં સેકંડથી પણ ઘણા નાના કાળમાં આખું ચિત્ર કોરાઈ જાય છે, તેવી રીતે એકાગ્રતાવાળા આજ્ઞાધીન જીવને પુસ્તકમાં સામસામા રહેલાં બે પાનાં તેનાથી પણ નાના કાળમાં અંદરમાં કોરાઈ જાય છે, અને તેની સાથે સાથે જ્ઞાનાવરણ હળવું થયું હોવાથી તેના અર્થની સવિસ્તાર સમજણ પણ મળી જાય છે. આ રીતે મેં માત્ર પંદર મિનિટમાં તારી પાસે આ પુસ્તકનાં ૨૫૦ પાનાં મારી આત્મદશાની વર્ધમાનતાની સમજણ આપવા વંચાવી લીધાં, આનાં કારણે તને મારાં જીવનનાં કેટલાંય રહસ્યો સમજાયા છે. જે તને તારા ભાવિ વિકાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે.” અને ખરેખર! તેમનાં જીવનમાં થયેલા આત્મવિકાસની, તેમના તથા સૌભાગભાઈના ઉત્તમ સંબંધની ઘણી રહસ્યમય જાણકારી મને એ ગાળામાં મળી ચૂકી હતી. તે પરથી આજ્ઞાધીન થવાનું અને રહેવાનું મહાભ્ય શું છે, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે તો કેટલી ઝડપથી જીવની જાણકારી વધતી જાય, સમયનો સદુપયોગ કેવી રીતે કરી શકાય, નાના કાળમાં ઝાઝું કાર્ય કેવી રીતે થઈ શકે, એ આદિ વિશે મારી સમજણ ઊંડી થઈ હતી. મને પ્રભુકૃપાથી જે પુસ્તકનાં આવાં ઉત્તમ રહસ્યોની જાણકારી મળી હતી, તે પુસ્તકનાં, તે પત્રોનાં રહસ્યો સહુ કોઈ ઇચ્છુક તથા પાત્ર જીવોને જાણવા મળે, તેઓ તેને સમજે, માણે, અનુભવે અને પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં યથાર્થ રીતે આગળ વધે એવી ૨૩૬ Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મારાં અંતરંગમાં રમતી ભાવનાને સાકાર કરવાના આશયથી ગુરુવારનું વાંચન આ અમૂલ્ય પુસ્તકથી શરૂ કરવાના ભાવ કર્યા હતા. જેમાં મને રાજપ્રભુ સતત સાથ આપશે એવી બાંહેધરી પણ મળી હતી. એટલે પૂરા વિશ્વાસ સાથે પૂર્વમાં કદી ન કરેલું કાર્ય મેં ૧૯૭૦ના એપ્રિલ માસમાં શરૂ કર્યું. વાંચનના પહેલા ગુરુવારે બપોરે ૩:૩૦ વાગે પ્રભુની સ્તુતિ કરી. તેમાં સૌ પહેલા રાજપ્રભુ રચિત “જિનેશ્વરની વાણી’ એ પદ લીધું, તે પછી ભક્તામર સ્તોત્રનો ૨૬મો શ્લોક જેમાં જિન પ્રભુને વંદન કરાયાં છે તે, અને તે પછી “મોક્ષમાર્ગમ્ય નેતાર...' એ શ્લોક બોલી વાંચવાની મેં શરૂઆત કરી. છેલ્લો શ્લોક બોલતી હતી ત્યારે મારી ખુરશીના ડાબા હાથના ઉપરના સામેના ખૂણામાં મને શ્રી રાજપ્રભુનાં દર્શન થયાં, અને તેઓ મને સતત માર્ગદર્શન આપશે એમ જણાવ્યું. મારો રહ્યો સહ્યો ભય પણ નીકળી ગયો, અને મેં ખૂબ જ સ્વસ્થતાથી પહેલા પત્રનું વાંચન શરૂ કર્યું. પ્રત્યેક વચનોનું રહસ્ય તેઓ મને જણાવતા ગયા, અને હું તે પ્રમાણે બોલતી ગઈ. જાણે હું આ પત્રમાંથી તેમણે આપવા ધારેલો બોધ ગ્રહણ કરું છું, અને અન્યને પણ તેનો લાભ મળે એવા આશયથી તે બોધ મોટેથી વ્યક્ત કરું છું, એવો અનુભવ મને સતત આખા કલાક દરમ્યાન થયો. આ અલૌકિક અનુભવથી મને ખૂબ ખૂબ હળવાશ તથા આનંદ અનુભવાયાં હતાં. આ રીતે રાજપ્રભુએ મારામાં કર્તાપણાની વૃત્તિને બદલે બોધનાં ગ્રાહકપણાનું સુંદર રોપણ કર્યું હતું તે આજે સ્પષ્ટ રીતે મને સમજાય છે. આ કાર્યથી મારું જ્ઞાનાવરણ તોડવામાં, ચારિત્રની ખીલવણી કરવામાં તથા વ્યવહારશુદ્ધિ વધારવામાં મને ખૂબ સહાય મળી હતી. આ પ્રકારનો પ્રત્યેક ગુરુવારનો મારો અનુભવ અને વિકાસ કરવામાં નોંધનીય સાથ આપી રહ્યો હતો. વાંચન કરવા માટે ઘરનાં બધાંનો સાથ પણ એટલા જ પ્રેમપૂર્વક મળી રહ્યો હતો. એ વખતે ચિ. પ્રકાશ સાડા ત્રણ વર્ષનો હતો, તે પણ ઉલ્લાસથી વાંચનને આવકારતો હતો, અને જરાપણ ડખલ કે અંતરાય આપતો ન હતો, પ્રભુની એવી અસીમ કૃપા હતી. ૨૩૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આમ ૧૯૭૭ના એપ્રીલથી શરૂ થયેલું “શ્રી સૌભાગ પ્રત્યે”નું ગુરુવારનું વાંચન મને તથા મુમુક્ષુઓને લાભકારી થતું હતું. હું પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનતી હતી. થોડા સમયમાં જણાયું કે વાંચનમાં આવનારી બહેનોને સાડાચારે પાછા ફરતી વખતે વાહનો મેળવવામાં તકલીફ થતી હતી, તેથી તેમને સુવિધા કરવા વાંચનનો સમય બપોરના ત્રણથી ચારનો કર્યો. જે આજે ઇ.સ.૨૦૧૧માં પણ કાયમ જ છે. સમય વીતતાં પર્યુષણ નજીક આવ્યાં. પર્યુષણમાં ક્યો વિષય લેવો એ મુંઝવણ થવા લાગી. પ્રભુનું માર્ગદર્શન માગ્યું, અને તેમની કૃપાથી તથા માર્ગદર્શનથી ઇ.સ.૧૯૭૭નાં પર્યુષણ માટે શ્રી સિદ્ધસેન દિવાક૨ રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર' લેવાનું નક્કી થયું. આ સ્તોત્રનાં આરાધન સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કરતાં પર્યુષણ પર્વની ઉજવણી સારી રીતે થઈ. શ્રી રાજપ્રભુનું માર્ગદર્શન યથાવત્ મળ્યા કરતું હતું. તેનાથી મારાં મનમાં નક્કી થઈ ગયું કે પ્રત્યેક પર્યુષણ માટે પ્રભુજી સૂઝાડે તે જ વિષય મારે લેવો. તે વિષય પર મહેનત કરી, વિષયને યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કરવો, પરંતુ મતિકલ્પનાથી મારે કંઇ પણ નક્કી કરવું નહિ. પ્રભુકૃપાથી પર્યુષણ પહેલાં થોડા દિવસે પ્રત્યેક વર્ષે મને વિષય મળી જતો હતો. તે માટે આજ્ઞાધીન રહી પૂર્વ તૈયારી કરતી હતી. તેથી પર્યુષણ સારાં આરાધન સાથે પસાર થતાં હતાં. આરંભનાં વર્ષોમાં મને જરા પણ ખ્યાલ ન હતો કે પર્યુષણની તૈયારી કરાવવા દ્વારા પ્રભુ મારી પાસે ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ લખવા માટે પૂર્વ તૈયારી કરાવતા જતા હતા. સાથે સાથે મારામાં પાત્રતા આવતી જાય તેમ તે ગ્રંથનાં પ્રકરણોની પણ રચના કરાવતા જવાના હતા. હું તો માત્ર એ વર્ષનાં કાર્યને અનુલક્ષીને વર્તતી હતી. પ્રભુનાં જ્ઞાનની દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ તો મને ઘણા વર્ષો પછી આવ્યો હતો. ધન્ય છે તેમનાં જ્ઞાનને અને તેમની સમયસૂચકતાને! તેમના અનુગ્રહથી તો આ ગ્રંથ લખાયો, અને ઉપસંહાર પણ લખાય છે. ૨૩૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની ભૂમિકા તથા પ્રકરણો કેવી રીતે તૈયાર થયાં તેની જાણકારી મેળવવા માટે પ્રત્યેક વર્ષે મળેલા વિષયોની નોંધ, તેમાં ફ્રૂટ થતાં રહસ્યોની જાણકારી, તથા થયેલી ગૂંથણીની નોંધ ઉપકારી થાય તેમ છે. ગ્રંથની રચના જાણવા માટે ગુરુવારનાં વાંચનમાં શ્રી સૌભાગ પ્રત્યે, રાજપ્રભુનાં પદો, મુનિ પ્રત્યે, અંબાલાલભાઈ પરનાં પત્રો, આત્મસિદ્ધિ આદિ લેવાયેલાં તેની નોંધ ખાસ જરૂરી નથી; તેથી તેની અછડતી નોંધ જ લીધી છે. ઇ. સ. ૧૯૮૮ના ડીસેંબર માસમાં રાજપ્રભુનાં વચનામૃતનું વાંચન પહેલેથી શરૂ કર્યું, અને ઇ.સ. ૨૦૦૮ના માર્ચ મહિનામાં વચનામૃતનું વાંચન પૂરું કર્યું હતું. ત્યારથી શ્રી મહાવીર પ્રભુની છેલ્લી દેશના ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર ચાલે છે. તે માત્ર જાણ પૂરતું છે. ઇ. સ. ૧૯૭૭ની સાલથી પ્રત્યેક પર્યુષણમાં નીચે પ્રમાણે વિષયો મળ્યા હતા : ૧૯૭૭ શ્રી સિદ્ધસેન દિવાકર રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર'. ૧૯૭૮ શ્રી યશોવિજયજી કૃત ‘આઠ દૃષ્ટિની સજ્ઝાય’. શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘અપૂર્વ અવસર’. ૧૯૭૯ ૧૯૮૦ – જીવનો વિકાસક્રમ. - ૧૯૮૧ – શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'. ૧૯૮૨ – શ્રી માનતુંગાચાર્ય કૃત ‘ભક્તામર સ્તોત્ર’. ૧૯૮૩ શ્રી આનંદઘન ચોવીશી. - ઉપસંહાર ૧૯૮૪ – કૃપાળુદેવનો આત્મવિકાસ. – ૧૯૮૫ – ૭ આવશ્યક. ૧૯૮૬ – શ્રીમદ્ રાજચંદ્ર કૃત ‘અપૂર્વ અવસર’. – ૧૯૮૭ – સહજ સુખનાં સાધનો. ૨૩૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૯૮૮ – રત્નત્રયનું આરાધન. ૧૯૮૯ – બાર ભાવના. ૧૯૯૦ – શ્રી કુંદકુંદાચાર્ય રચિત ‘પંચાસ્તિકાય’. ૧૯૯૧ – ઉપદેશછાયા (કૃપાળુદેવના ઉપદેશની લેવાયેલી નોંધ). ૧૯૯૨ – પૂજ્યપાદસ્વામી કૃત ‘ઇષ્ટોપદેશ’. ૧૯૯૩ ૧૯૯૪ – સમ્યક્દર્શન ૧૯૯૫ – અષ્ટકર્મ ૧૯૯૬ – અઢાર પાપસ્થાનક ૧૯૯૭ – આત્માનો અપૂર્વ સ્વભાવ. ૧૯૯૮ – સમ્યક્ત્વ પરાક્રમ – ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૯મું અધ્યયન. ૧૯૯૯ - નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ કૃત ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’ - ૨૦૦૦ શ્રી અરિહંતનો મહિમા. ૨૦૦૧ – ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગળ છે. ૨૦૦૨ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું. ૨૦૦૩ – આણાઓ ધમ્મો, આણાએ તવો. ૨૦૦૪ સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી. - આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ. ૨૦૦૫ – આત્મિક શુદ્ધિથી ૫૨માર્થિક સિદ્ધિ. ૨૦૦૬ – સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ૨૦૦૭ - ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ. ૨૪૦ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૮ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ - પૂર્ણ કલંકરહિત અડોલ દશા. ૨૦૦૯ – શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ. ૨૦૧૦ શ્રી કેવળીપ્રભુનો સાથ. - - ઉપસંહાર ઈ. સ. ૧૯૭૮ની સાલથી જ્યાં સુધી પર્યુષણનો વિષય મને મળે નહિ, ત્યાં સુધી હું યોગ્ય વિષય મેળવવા માટે પ્રભુ પાસે ક્ષમાપના તથા પ્રાર્થના વિશેષતાએ કરતી. પ્રભુને હ્રદયથી વિનંતિ કરતી કે મને ત્વરાથી સહાય કરી પર્યુષણ માટે જલદીથી વિષય આપો. તે મેળવવામાં મારાં જે કોઈ પૂર્વકર્મ કે વિઘ્નો આડાં આવતાં હોય તેની ક્ષમા માગું છું, કૃપા કરી તેનો ક્ષય કરાવો. આ પ્રકારે વર્તવાથી જ્યારે મારું આજ્ઞાધીનપણું પ્રભુની ઇચ્છાની કક્ષાનું આવતું ત્યારે મને પર્યુષણ માટે વિષય સાંપડતો હતો આમ વ્યવહારિક જીવનમાં પણ મને ધી૨જ રાખવા માટે શ્રી પ્રભુ કેળવણી આપતા જતા હતા. વિષયની જાણકારી આવ્યા પછી, તેની પર્યુષણમાં યોગ્ય છણાવટ કરવા વાંચન, મનન, નિદિધ્યાસન, પ્રાર્થના આદિનો સથવારો લઈ તૈયારી કરવા લાગતી. યોગ્ય પુરુષાર્થ આકાર ધારણ કરે ત્યારે વિષયની પકડ આવતી, અને શ્રી પ્રભુની અસીમ કૃપાથી અને આજ્ઞાથી પર્યુષણમાં એ જાણકારીને યોગ્ય ન્યાય આપવા હું પુરુષાર્થ કરતી. સામાન્ય રીતે મને પર્યુષણ પહેલા પંદરથી વીસ દિવસે વિષય મળતો, એટલે ત્યારથી શરૂ કરી પર્યુષણ સુધીના મારા દિવસો પુરુષાર્થ તથા આરાધનમય રહેતા. એ દિવસોમાં હું વિશેષતાએ અંતરંગમાં સમાયેલી રહેતી, અને પર્યુષણ માટે સારી રીતે તૈયારી કરી શકતી. તેથી તે બધા દિવસો મારા આનંદના તથા આરાધનના દિવસો બની જતા. આમ ઈ. સ. ૧૯૮૨ સુધીનાં મારાં પર્યુષણો સામાન્ય રીતે પસાર થયા. તે સમય દરમ્યાન શ્રી રાજપ્રભુ પ્રતિનાં મારાં અહોભાવ, પૂજ્યભાવ, આજ્ઞાધીનપણું ક્રમે ક્રમે વધતાં જતાં હતાં, તેનાથી મને ખ્યાલ આવવા લાગ્યો કે આ વિષયો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તથા જીવોને માટે કેટલા ઉપકારી થાય તેમ છે. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં ૨૪૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેમ તેમ એકબીજાની સાથે ગૂંથાયેલી સાંકળ સ્પષ્ટ થતી ગઈ. અને મૂળ ગ્રંથરચના માટે પાયો કેવી રીતે નખાતો ગયો તેની સૂઝ પણ પાછળથી આવતી ગઈ હતી. ઇ.સ. ૧૯૭૭નાં પર્યુષણનો વિષય હતો શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર'. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્યથી ભરેલા ચતુર્ગતિરૂપ આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતો કરતો જીવ સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામી જ્યારે કોઈ આપ્ત પુરુષના આશ્રયે શાશ્વત સુખ પામવાના, સ્વકલ્યાણના ભાવ કરતો થાય છે, ત્યારે તે ભાવ તેનાં જીવનમાં સૂર્ય સમાન તેજ પાથરી, કલ્યાણનાં મંદિરમાં પ્રવેશ કરવાનો તેને અધિકાર આપે છે. આ રીતે દિવાકર જેવા સિદ્ધ પુરુષની કૃપાથી જીવને જ્યાં કલ્યાણ સમાયેલું છે એવા મંદિરમાં પ્રવેશવાનો પરવાનો પ્રાપ્ત થાય છે. મારે માટે સ્વ તથા પરકલ્યાણની ભાવના સાથે પર્યુષણમાં બોલવાનો આ પહેલો જ પ્રસંગ હતો, તે પરથી આ પર્યુષણ માટે મને એવો ગૂઢાર્થ સમજાયો હતો કે પ્રભુ મને સ્વપર કલ્યાણની યોગ્ય તૈયારી કરાવવા માટે નિર્મળ એવાં કલ્યાણનાં મંદિરમાં પ્રવેશ કરાવી ધન્યતા અનુભવાવી રહ્યા છે. આ પ્રવેશને યથાર્થતાએ સફળ કરવા માટે શ્રી સિદ્ધસેન દિવાકરે જેવા અહોભાવ તથા પૂજ્યભાવ શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે સેવ્યા છે, તેવા જ ભાવો મારે પણ સેવવા ઘટે છે. એટલું જ નહિ, પણ આવા ભાવ સેવ્યા વિનાનો જે જે કાળ ભૂતકાળમાં પસાર થયો છે, તે માટે મારે પણ શ્રી સિદ્ધસેન દિવાકરે સેવ્યો છે તેવો બળવાન પશ્ચાત્તાપનો ભાવ અનુભવવો જરૂરી છે. તે પરથી મને એટલા પ્રમાણમાં પ્રાર્થના તથા ક્ષમાપના કરતા રહેવા માટે બળ મળ્યું, મારામાં દઢત્વ આવ્યું. તે પછી ઈ. સ. ૧૯૭૮નાં પર્યુષણ માટે શ્રી યશોવિજયજી રચિત “આઠ દૃષ્ટિની સઝાય” વિચારવાનો પ્રસંગ આવ્યો શ્રી આનંદઘનજીના સંપર્ક પછી જે આત્મદષ્ટિ શ્રી યશોવિજયજીને પ્રાપ્ત થઈ હતી તેનું નિરૂપણ તેમણે આ આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કર્યું છે. સંસારનાં પરિભ્રમણથી છૂટી, જીવમાં જ્યારે સ્વમાં સ્થિર થવાની ઇચ્છાનો આરંભ થાય છે, અને આપ્ત પુરુષના આશ્રયે તેનો સાચો પુરુષાર્થ શરૂ થાય છે ત્યારે તે જીવની મહામોહથી મલિન થયેલી દૃષ્ટિ શુધ્ધ ૨૪૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર થવા લાગે છે. તેની દૃષ્ટિમાં – આત્મા પ્રતિના દૃષ્ટિકોણમાં સુધારો નોંધાતો જાય છે. તેને સમજણ લાધે છે કે ગુરૂઆશ્રયે તથા પ્રભઆશ્રયે રહીને પુરુષાર્થ કરવાથી મહામોહનીય કર્મની ચુંગાલમાંથી હું છૂટી શકીશ. ક્રમે કરીને મિત્રા, તારા, બલા, દીપ્તા, સ્થિરા, કાંતા, પ્રભા તથા પરા નામની દૃષ્ટિમાં આવી, હું સાચી યશપતાકા – વિજય પતાકા અર્થાત્ મોક્ષને મેળવી શકીશ. જ્યાં જીવનું કલ્યાણ સમાયું છે, આત્મશુદ્ધિ કરવાનાં બળવાન નિમિત્તો રહેલાં છે તે મંદિરમાં પ્રવેશ કરવાથી અનાદિકાળથી વિભ્રમિત થયેલી મારી મતિ સવળી થતી જવાની છે, અને મારું મુક્તિભણીનું પ્રયાણ આરંભાવાનું છે. આ પર્યુષણમાં મને એવી સમજ મળી હતી કે પ્રભુ મને કલ્યાણના માર્ગમાં આગળ વધારી, પ્રત્યેક દૃષ્ટિની ખૂબી સમજાવી, છેવટે અંતિમ પરા દૃષ્ટિમાં સ્થિર કરવા ઇચ્છે છે. મારે તે માટે યથાર્થ બળવાન પુરુષાર્થ કરવો અતિ આવશ્યક છે. પ્રભુકૃપાએ યથાર્થ પુરુષાર્થ આદરવાથી, જીવની દૃષ્ટિનું સવળાપણું વધતું જાય છે, પૂર્વની ભૂલો યથાતથ્ય સમજાવા લાગે છે, અને અનાદિકાળથી જે પરિભ્રમણ આ સંસારમાં જીવ કરતો રહ્યો છે તેનાં કારણો જીવને સ્પષ્ટપણે સમજાવા લાગે છે. આ સમજણનાં અનુસંધાનમાં જીવ ભૂલો ક્ષીણ કરવાના ઉપાયો વિચારતો થાય છે. આ સ્થિતિ મારામાં સર્જાતાં, ઈ.સ.૧૯૭૯ના પર્યુષણ માટે મને શ્રીમદ્ રાજચંદ્ર રચિત “અપૂર્વ અવસર” કાવ્ય વિષય તરીકે પ્રાપ્ત થયો હોય તેમ જણાય છે. સર્વોત્તમ પરાષ્ટિ પ્રાપ્ત કરવાના અભિલાષના અનુસંધાનમાં આ કાવ્ય ખૂબ જ યથાસ્થાન જણાય છે. શ્રી રાજપ્રભુએ પરમપદ – મોક્ષપદ મેળવવા માટે કેવો પુરુષાર્થ કરવાનો અભિલાષ સેવ્યો હતો, અને એવો પુરુષાર્થ જો કરવામાં આવે તો તેનું કેવું ફળ મળે તે આ કાવ્યમાં નિરૂપાયું છે. તે પદની સર્વોત્તમ કક્ષા, તેમાં જણાવાયેલા પુરુષાર્થની યથાર્થતા, તે પુરુષાર્થ કરવાનું ફળ આદિ સહુ કોઈ મુમુક્ષુને જાણવું અત્યંત ઉપકારી છે. બીજી રીતે વિચારીએ તો કહી શકાય કે પ્રગટેલી દૃષ્ટિમાં સવળાપણું વધવા લાગે તો જીવને મોક્ષમાર્ગ તથા સત્પરુષનું સાચું મહાભ્ય યોગ્ય રીતે સમજાતું જાય છે; અને પુરુષના આશ્રયે સાચો ૨૪૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કલ્યાણ પુરુષાર્થ કરવાથી જીવને અનાદિકાળથી અપ્રાપ્ત એવો અપૂર્વ અવસર મેળવવાનો યોગ આવે છે, તે સ્પષ્ટ થાય છે. અત્યાર સુધીમાં જે કલ્યાણ થયું નથી, તે આત્મશુદ્ધિ કરવાની શક્યતા મંદિરમાં પ્રવેશી સત્યદૃષ્ટિ ગ્રહણ કરવાથી થાય છે, તેવી સભાનતા આવવાથી જીવને ચંદ્રસમાન શીતળતા અને રાજવી જેવો વૈભવ અર્થાત્ આત્માર્થ મળે છે, તેવો અર્થ રાજચંદ્ર પ્રણીત ‘અપૂર્વ અવસર' માંથી ફલિત થાય છે. આ કાવ્યના હાર્દના અભ્યાસ દ્વારા શ્રી રાજપ્રભુ મને આવો બળવાન પુરુષાર્થ કરવાનો નિર્ણય કરવા પ્રેરતા હતા તેવું ભાસતું હતું. મારે માટે પર્યુષણની આરાધનાનું એ સત્ફળ હતું. — સંસારનાં બંધનથી છૂટવાની સઘન થતી ઇચ્છાનાં અનુસંધાનમાં જીવ આટલી બધી ચડતી પડતી શા માટે કરે છે! ક્યાં કારણો તેને મુક્ત થતાં અટકાવે છે? નીચેથી ઉ૫૨ જીવ કેવી રીતે ચડે છે, પાછા નીચે ગયા પછી તેને ઉપર ચડવામાં કોણ મદદ કરે છે? વગેરે વગેરે જાણવું મને ખૂબ જરૂરી લાગતું હતું. તેથી ઇ.સ.૧૯૮૦ના પર્યુષણ માટે મને જ્યારે ‘જીવનો વિકાસક્રમ' વિષય મળ્યો ત્યારે તે ખૂબ જ સાનુકૂળ લાગ્યો હતો. વ્યવહારિક પરમાર્થિક પ્રત્યેક સારી પ્રગતિ માટે જીવને સત્પુરુષનો સાથ અનિવાર્ય છે, તેની સહાય વિના સાચી પ્રગતિ થઈ શકતી જ નથી એ સમજણ ન આવે ત્યાં સુધી જીવ પોતાના માન કષાયને જરાય નબળો કરી શકતો નથી. એ પરથી સ્પષ્ટ થાય છે કે જીવના વિકાસ માટે સત્પુરુષ કે આપ્ત પુરુષનો યોગ થવો અનિવાર્ય છે. આત્મકલ્યાણ કરવાના શુભ આશયથી મંદિરમાં પ્રવેશી, વિષમ થયેલી દૃષ્ટિને સમ કરવા જીવ ઝંખે છે, ત્યારે તેને એ અપૂર્વ ઝંખનાનાં ફળરૂપે સમજાય છે કે સંસારમાં રખડતો જીવ કેવા ક્રમથી પ્રભુ સન્મુખ થતો જાય છે. સત્પુરુષનાં કલ્યાણભાવનાં ૫૨માણુના સ્પર્શથી એકેંદ્રિય જીવ કેવા પ્રકારે એક પછી એક ઇન્દ્રિય મેળવતો જાય છે, અને સંક્ષીપંચેન્દ્રિયપણા સુધી પહોંચી જાય છે; તેનો ચિતાર તેને મળે છે. સંશીપંચેન્દ્રિય થયા પછી તે જીવ સત્પુરુષનાં શરણમાં રહી આરાધન કરે તો તે કેવી રીતે અંતરવૃત્તિસ્પર્શ, ઉપશમ સમિત, ક્ષયોપશમ સમતિ, ક્ષાયિક સમકિત આદિ ગ્રહણ કરી આત્માર્થે ૨૪૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર વિકાસ કરે છે તે તેને સમજાય છે. સાથે સાથે તેને એ પણ સમજાય છે કે જો તે સ્વચ્છંદી બની, પુરુષનો આશ્રય છોડી, સંસારની શાતાનાં પ્રલોભનોમાં પડી વર્તે છે, તો તે ક્રમે કરી ફરીથી એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરી જાય છે. ત્યાંથી ફરીથી ઊંચે ચડવા માટે તેણે પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓ મેળવવા પ્રતીક્ષા કરવાની રહે છે. આ સમજણથી પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સપુરુષ જીવનાં કલ્યાણ માટે કેવા ઉપકારી અને અનિવાર્ય છે તેનો લક્ષ તેને આવે છે. પરિણામે જીવ સપુરુષની પ્રાપ્તિ તથા શરણને ઝંખતો થાય છે. આ પર્યુષણમાં મારામાં એવો દઢ નિર્ણય પ્રવર્યો હતો કે મારે તો હવે નીચે ઊતરવું જ નથી; પણ જે કોઈ મારાથી સમજે તેમને પણ નીચે ન ઊતરવા માટે નિર્ણય કરાવી, રાજપ્રભુ જેવા સપુરુષના આશ્રયે આરાધન કરતા કરવા છે. આ બધા ભાવના અનુસંધાનમાં જ્યારે ઈ. સ. ૧૯૮૧ના પર્યુષણ પહેલા થોડા દિવસે કૃપાળુદેવ રચિત “આત્મસિદ્ધિશાસ્ત્ર જ્યારે વિષય તરીકે આવ્યો, ત્યારે એક બાજુથી મને ખૂબ આનંદ થયો કે આત્માર્થે વિકાસ કરવા શું જરૂરી છે તે મારાથી સરસ રીતે ગ્રહણ કરી શકાશે, અને અત્યાર સુધીનાં પર્યુષણોમાં કરેલા ભાવોને સાકાર કરવા મને અવકાશ મળશે, તો બીજી બાજુ અનેક રહસ્યોથી ભરેલી આટલી મોટી “આત્મસિદ્ધિ' માત્ર સાત દિવસમાં કેવી રીતે પૂરી કરી શકાશે એ મોટી મુંઝવણ હતી. તેથી આત્મસિદ્ધિમાં ગૂંથાયેલા મુખ્ય મુખ્ય મુદ્દાઓની નોંધ કરી, ગુરુશિષ્યના સંવાદોના મુખ્ય રહસ્યો અને તેની ઉપયોગીતા વિશે વિચારણા કરી, કેટલાક મુદ્દાઓ તારવી લીધા. આગલા વર્ષનાં પર્યુષણના વિષય સાથે તેને સાંકળી લેવા મેં વિચાર્યું. શ્રી પુરુષના આધારે તથા આશ્રયે જીવ કેવી રીતે આત્મવિકાસ સાધે છે, અને સપુરુષથી વિમુખ થવાથી જીવ એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરવા જેવી મોટી પછડાટ ખાય છે, તે તો “જીવનો વિકાસક્રમ' વિચારતી વખતે સમજાયું હતું. જે જીવની આવી નીચે ઊતરવાની તૈયારી નથી, તેણે શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન જીવને “આત્મસિદ્ધિશાસ્ત્ર' માંથી મળી રહે તેમ છે તે સ્પષ્ટ થયું. જીવ જ્યારે પુરુષનાં અનન્ય શરણને ગ્રહણ કરી, લોકના ૨૪૫. Page #275 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તમામ વૈભવોમાં આત્મવૈભવને અગ્રસ્થાને સ્થાપી, સર્વોત્તમ આત્મશુદ્ધિ કરવાના નિર્ણય સુધી પહોંચે છે ત્યારે તેને સદ્ગુરુનું અવર્ણનીય મહાત્મ્ય સમજાય છે, એટલું જ નહિ પણ, પોતાની જાણકારી માટે જાગતા સર્વ પ્રશ્નોનું સમાધાન આત્મસિદ્ધિશાસ્ત્રને વિચારવાથી મળી રહે છે, એ લક્ષ તેને આવે છે. આ શાસ્ત્રમાં વર્તમાનમાં થયેલી ધર્મની સ્થિતિ, તારણહાર ગુરુનાં લક્ષણો, જે જીવને છૂટવાના ભાવ નથી તેવા મતાર્થી જીવનાં લક્ષણો, જેણે આત્માને પરિભ્રમણથી છોડાવવાનો નિર્ણય કર્યો છે તેવા આત્માર્થીનાં લક્ષણો, જીવને આત્મા સંબંધી મુંઝવતા વિવિધ પ્રશ્નો અને તેનું સમાધાન, વગેરે સરળ છતાં સંક્ષેપમાં ઘણું ઘણું સમજાવી જાય એ રીતે મૂકાયું છે. શિષ્ય જો ગુરુએ બતાવેલા માર્ગે ચાલે તો તે સમ્યક્ત્વથી શરૂ કરી મુક્તિ સુધીનો વિકાસ પામી શકે તેનું નિર્દેશન પણ અહીં થયું છે. આ સર્વ સાદી ભાષામાં સમજાવવાનો સભાન પ્રયત્ન મેં પર્યુષણમાં પ્રભુના સાથથી કર્યો હતો. આથી આ વર્ષનાં પર્યુષણમાં અત્યાર સુધીનાં વિષયોનો નિચોડ વ્યક્ત થયો હતો. સાથે સાથે મુક્તિસુંદરીને વરવાનો સભાન પુરુષાર્થ કરવાની સૂચના શ્રી પ્રભુ તરફથી સહુ જીવોને પ્રાપ્ત થઈ હતી. આત્માને શુદ્ધ કરવાનો નિર્ણય કર્યા પછી, એ દિશામાં જીવ એક પગલું આગળ માંડે છે. જીવનાં હ્રદયમાં સત્પુરુષનું મહાત્મ્ય યથાર્થ રીતે સ્થપાયું હોવાથી તે સત્પુરુષનો પૂજારી બને છે ભક્ત બને છે. સત્પુરુષની ઇચ્છાનુસાર અને આજ્ઞાએ ચાલવું જરૂરી છે તેવો નિર્ણય તેનાં મનમાં પ્રકાશિત થાય છે. આ રીતે ભક્તિભાવસહિત વર્તવાનું ફળ છે અમરત્વ. દેહાદિની ઉત્પત્તિ તથા લયથી પર સ્થિતિ લાવવી, એ સત્પુરુષનો આશ્રય દૃઢ કરી વર્તવાનું ફળ છે. આવી અનન્ય રીતે કઈ રીતે વર્તી શકાય તે જણાય છે શ્રી માનતુંગાચાર્ય રચિત શ્રી ‘ભક્તામર સ્તોત્ર'નો અભ્યાસ કરવાથી. બળવાન ઉપસર્ગમાં સપડાયેલા શ્રી માનતુંગાચાર્ય શ્રી આદિનાથ પ્રભુની અનન્ય ભક્તિ કરવા દ્વારા કેવી રીતે ઉપસર્ગને પાર કરી ગયા હતા તેનો ચિતાર આપણને આ સ્તોત્રમાંથી મળે છે. આથી ઈ. સ. ૧૯૮૨ના પર્યુષણ માટે જ્યારે ‘ભક્તામર સ્તોત્ર' લેવાનું આવ્યું ત્યારે — ૨૪૬ Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મને મનથી ખૂબ જ આનંદ વેદાયો હતો. કારણ કે તેનું હાર્દ આશ્ચર્યકારક રીતે મને ઈ. સ. ૧૯૭૦ની સાલમાં સમજાયું હતું. અને તેનું લખાણ પણ થયું હતું. શ્રી માનતુંગાચાર્યના એ ઉત્તમ ભાવોનું ઘૂંટણ કરવાનો મને સુંદર અવકાશ આ પર્યુષણમાં મળશે એ વિચારથી ખૂબ આનંદ વર્તાતો હતો. ઈ. સ. ૧૯૭૦નાં પર્યુષણ પહેલાં અમે ચાર છ જણાએ એવું નક્કી કર્યું હતું કે, પર્યુષણના દિવસોમાં સહુએ રોજ એક પ્રશ્ન ઉઠાવવો અને પુરુષાર્થ કરી તેનું સમાધાન પણ મેળવવું. આ પ્રશ્નોત્તરીની ચર્ચા રાતના નવથી દશના સમયમાં કરવી, જેથી સહુને જ્ઞાન વિકસાવવાનો તથા જ્ઞાનાવરણ કર્મ તોડવાનો અવકાશ મળે. આ નક્કી થયા પછી હું દરરોજ, મને પ્રશ્ન આપવા પ્રભુને પ્રાર્થના કરતી હતી, તેમ છતાં પર્યુષણના આગલા દિવસ સુધી મને એક પણ પ્રશ્ન ઉદ્ભવ્યો ન હતો. વળી, અમે એવું પણ નક્કી કર્યું હતું કે પ્રશ્ન તથા સમાધન મળે નહિ ત્યાં સુધી રાતના સૂવું નહિ, અને પુરુષાર્થ કર્યા જ કરવો. પર્યુષણના આગલા દિવસ સુધી પ્રશ્ન આવવાની કોઈ એંધાણી ન જણાતાં, મારી પ્રાર્થના તથા એકાગ્રતા ખૂબ વધી ગયાં. ખૂબ ઊંડાણથી પ્રાર્થના કરતાં કરતાં હું સૂઈ ગઈ. લગભગ મધ્યરાત્રિએ મને એક દિવ્ય પુરુષે દર્શન આપ્યા. તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, અને તેમને બે શ્વેત પાંખો હતી. તેમણે મને મારા પ્રશ્નની મુંઝવણ વિશે પૂછયું. મેં મારી કથની જણાવી અને માર્ગદર્શન આપવા વિનંતિ કરી. તેમણે મને પૂછયું, ‘તને શ્રી ભક્તામર સ્તોત્ર' આવડે છે?' મેં હા કહી. તેમણે મને આગળ પૂછયું કે પ્રભુનો મહિમા જણાવતી ૩૮ થી ૪૬ સુધીની ભક્તામરની જે નવ કડીઓ છે તે તને આવડે છે? તેની પણ મેં હા કહી. પછી તેમણે પ્રશ્ન કર્યો કે એ નવે કડીઓના અર્થ તને સમજાય છે?” મેં ઉત્તર આપ્યો, “મને વાચ્યાર્થ સમજાય છે, ગૂઢાર્થની પૂરી સમજણ નથી.' ત્યારે એ દિવ્યપુરુષે મને માર્ગદર્શન આપ્યું કે આ નવ કડીમાંની પહેલી કડી હું તને સમજાવું છું. બાકીની આઠે કડીના એ પ્રકારે ગૂઢાર્થ મેળવવા એ તારા માટે પર્યુષણના આઠે દિવસના પ્રશ્નોત્તરીનો પુરુષાર્થ ગણજે. તારે રોજ એક કડીનો ગૂઢાર્થ પામવા પુરુષાર્થ કરી રહસ્ય મેળવવું એ તારું પર્યુષણનું કાર્ય ગણજે. આટલું કહી તેમણે “જે કોપ્યો છે ભમરગણના ગુંજવાથી અતિશે...' એ ૩૦મી ૨૪૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કડીનું રહસ્ય સમજાવ્યું. આ કડીમાં પ્રભુના શરણે રહી, આરાધન કરી જીવ કેવી રીતે કષ્ટ પાર કરે છે, અને ક્રોધ કષાય તોડી નાખે છે તેનું રહસ્ય તેમણે મને બતાવ્યું. અને તેનાં ઉદાહરણ રૂપે માનતુંગાચાર્યના ઉપસર્ગનો પ્રસંગ સમજાવ્યો. હું તો ખૂબ ખુશ થઈ ગઈ, એ દિવ્ય પુરુષને વંદન કર્યા, અને તેમનો ખૂબ આભાર માન્યો. બાકીની કડીઓ આ અપેક્ષાથી સમજવા પુરુષાર્થ કરીશ એમ મેં તેમને જણાવ્યું. તેઓ આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા. મને પ્રશ્નો તો આઠે દિવસ માટે મળી ગયા, પણ ઉત્તર મેળવવાના બાકી હતા. બીજા દિવસની સવારથી જ તે પછીની કડી “જે હાથીનાં શિરમહીં રહ્યા, રક્તથી યુક્ત છે ને...' ગણગણવા અને વિચારવા લાગી. કોઈ પણ કામ કરતાં આ વિચારણા ચાલુ જ હતી. પણ કંઈ જ રહસ્ય સમજાતું ન હતું. આથી વચ્ચે વચ્ચે દોષની ક્ષમા માગી અંતરાય તથા જ્ઞાનાવરણ તોડાવવા પ્રભુને પ્રાર્થતી હતી. આમ કરતાં કરતાં સાંજ થવા આવી, પણ ઉકેલ મળતો ન હતો. સાંજે અમારા ઘરની નજીકમાં આવેલા શ્રી શાંતિનાથ પ્રભુનાં દેરાસરે અમે દર્શન કરવા ગયા. ત્યાં ખૂબ ભાવથી અને ઊંડાણથી (જેમાં થોડી ચિંતા પણ ભળેલી હતી) ઉકેલ મેળવવા પ્રાર્થના તથા ક્ષમાપના કરવા લાગી. આમ કરતાં હું ખૂબ શાંત થઈ ગઈ, જાણે બધું જ ભૂલી ગઈ. ત્યાં એકાએક ખૂબ પ્રકાશ થયો અને આગલા દિવસવાળા દિવ્ય પુરુષે ફરીથી દર્શન મને આપ્યા, માર્ગદર્શન પણ આપ્યું. મારી જ પાસે તેમણે એ કડીનો અર્થ કરાવ્યો, ગૂઢાર્થ પ્રગટ કરાવ્યો. મને પહેલા દિવસના પ્રશ્નનું સમાધન મળી ગયું. મેં એ દિવ્ય પુરુષનો ખૂબ આભાર માની વંદન કર્યા. તે પછીથી પુરુષાર્થ કરતાં કરતાં રોજ ને રોજ, કોઈ ને કોઈ પ્રકારે મને એક એક કડીના ગૂઢાર્થ મળતા ગયા. હું પ્રભુનો આભાર માનતી રહી. સંવત્સરીના દિવસે મને છેલ્લી કડીનો ગૂઢાર્થ સમજાયો, તે પછી તે દિવ્ય પુરુષે મને ફરીથી દર્શન આપ્યા, અને જણાવ્યું કે આખું ભક્તામર સ્તોત્ર આ પ્રકારનાં ગૂઢ રહસ્યોથી ભરેલું છે, તે વિશેષતાએ જાણવા પ્રયત્ન કરજે. મેં હા કહી. ત્યારથી મેં શ્રી પ્રભુની સહાયથી ભક્તામર સ્તોત્રના અંતરંગ ભેદો જાણવા ૨૪૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પુરુષાર્થ આદર્યો. સમજણનો પરિપાક થતાં આ સમજણ લખાણમાં મૂકવા આજ્ઞા આવી. તે પ્રમાણે કર્યું પણ ખરું. પર્યુષણમાં આ સમજણ વ્યક્ત કરવાનો લહાવો મને ઈ.સ. ૧૯૮૨માં મળ્યો તેનો મને ઘણો આનંદ હતો. ૧૯૮રનાં પર્યુષણમાં મુંબઈમાં કોમી રમખાણો થયાં હતાં, જાણે માનતુંગાચાર્યના ઉપસર્ગનું પુનરાવર્તન થતું ન હોય! પણ તે બધાં વિપ્નોને શ્રદ્ધા તેમજ પ્રભુકૃપાથી પાર કરી, વાસ્તવિક જીવનમાં પ્રભુનાં શરણે રહી કાર્ય કરવાથી કેવાં આશ્ચર્ય સર્જાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ અમે લીધો હતો. એ આશ્ચર્યકારક અનુભવ કદી વિસરાય તેમ નથી. - ઈ. સ. ૧૯૮૨નાં પર્યુષણ પૂરાં થયાં પછી, મારા મનમાં એક નવો ભાવ રમવા લાગ્યો. મને થતું કે આ પર્યુષણ તથા ચાતુર્માસમાં મેં પુરુષાર્થ કરીને મેળવ્યું શું? મેં તો જે મળ્યું હતું તેને જ સારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો હતો. મારા મનથી મને આ સ્થિતિ યોગ્ય લાગતી ન હતી. તેથી મારા મનમાં સહજતાએ પ્રાર્થના શરૂ થઈ કે, “પ્રભુ! મારે પુરુષાર્થ કરવો પડે, સરસ આરાધન થાય, મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સરસ ખીલવણી થાય, એવો વિષય મને પર્યુષણ માટે આપજો. જે મળ્યું છે તેને જ વ્યવસ્થિત કરી મૂકવું. એ મારા માટે મને પૂરતું લાગતું નથી. તેમ છતાં તમને જ યોગ્ય લાગે તે મારી પાસે કરાવજો હું તમારા જ શરણે છું.” આ પ્રકારના ભાવો મને વારંવાર થયા કરતા હતા. પ્રભુની આજ્ઞાએ ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં કરતાં જે ભાવ આપણે કરીએ છીએ, તે ભાવ સરસ રીતે પ્રભુ પૂરા કરતા હોય છે, તેવો અનુભવ આ પહેલા પણ મને ઘણીવાર થયો હતો. પરંતુ ઈ.સ.૧૯૮૩ના પર્યુષણમાં થયેલો અનુભવ તો ખાસ વિશિષ્ટ અને નોંધનીય કહી શકાય તેવો છે. આ વર્ષની ગુરુપૂર્ણિમા પહેલા દશેક દિવસે મને પર્યુષણ માટે વિષય આવ્યો. તે હતો “શ્રી આનંદઘન ચોવીશી”. આ પહેલા મેં આનંદઘન ચોવીશી અભ્યાસની દૃષ્ટિથી વાંચી ન હતી. એટલે એ વિશે મારી પાસે કોઈ યથાર્થ જાણકારી હતી નહિ. મારે માટે આ વિષય સાવ નવો જ હતો. પુસ્તક કાઢી ચોવીશી વાંચતા ખ્યાલ આવ્યો કે આમાં શ્રી આનંદઘનજી મહારાજે વર્તમાનના ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ ૨૪૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરી છે; પણ તેની ભાષા સમજવામાં ઘણી કઠણ છે. વળી માત્ર સાત દિવસમાં જ આવાં મોટાં ચોવીશ પદો સમજણ આપવા સાથે પૂરાં કરવાં તે ખૂબ મુશ્કેલ કામ મને લાગ્યું. બેત્રણ વખત તે પદો વાંચ્યાં ત્યાં સુધી તો તેમાં મારી ચાંચ જ ડૂબતી ન હોય એવું મને લાગ્યું. વિચારતાં મને સમજાયું કે ખૂબ પુરુષાર્થ કરવો પડે એવા વિષયની મેં માંગણી કરી છે, તે પૂરી કરવા ભગવાને આમ કર્યું જણાય છે. સાથે સાથે મને એ પણ સમજાયું કે પુરુષાર્થ કરવા પ્રભુએ મને પૂરતો સમય પણ આપ્યો છે. અત્યાર સુધી મને પર્યુષણના આઠથી પંદર દિવસ પહેલા જ વિષય મળતો હતો, તેને બદલે આ વખતે લગભગ બે મહિના પહેલાં પ્રભુએ વિષય આપી દીધો છે. પ્રભુની અસીમ મહેરબાનીનો આ સચોટ પૂરાવો ગણી શકાય. વિષયને યોગ્ય ન્યાય આપવા માટે બળવાન પુરુષાર્થ કરવો જરૂરી હતો. તેથી મેં ક્ષમાપના, પ્રાર્થના તથા પદોના અર્થ સારી રીતે સમજાવવા માટેની માંગણીનું જોર ઠીક ઠીક વધાર્યું. તે સાથે મેં નક્કી કર્યું કે દરરોજ રાત્રે મારે આખી ચોવીશી ધીરજથી વાંચવી અને પ્રાર્થના કરતાં સૂઈ જવું. આ ચોવીશ પદો વાંચતાં મને લગભગ દોઢ કલાક જેટલો સમય એ વખતે લાગતો હતો. તેમ છતાં થોડા દિવસ સુધી તો એમ જ લાગતું હતું કે મારી સમજણનું ઊંડાણ જાણે વધતું જ નથી. તેમ છતાં હિંમત હાર્યા વિના, સફળ થવા માટે મેં જોરદાર પુરુષાર્થ ચાલુ જ રાખ્યો હતો. પૂર્વકાળમાં દરેક કસોટીના પ્રસંગમાં શ્રી રાજપ્રભુએ મારી લાજ રાખી હતી, તેની સ્મૃતિ મને ખૂબ જ વિશ્વાસ અપાવતી હતી કે આ પ્રસંગે પણ પ્રભુ મારી લાજ જરૂર રાખશે. આ રીતે બીજા આઠેક દિવસ પસાર થયા પછી પ્રભુ તરફથી મને એક વચન આવ્યું કે, ‘આનંદઘન ચોવીશી'માં શ્રી આનંદઘનજી મહારાજે આખો મોક્ષમાર્ગ સમાવ્યો છે, તે વિશે વિચારજે. મારાં તો સાનંદાશ્ચર્યથી રૂવાં ઊભા થઈ ગયા. આશ્ચર્યની કોઈ સીમા જ ન હતી, કેમકે પ્રત્યેક સ્તવનમાં મને તો પ્રભુની સ્તુતિ જ દેખાતી હતી, આત્મવિકાસનાં પગથિયાં તેમાં ક્યાં છૂપાયેલાં છે તે તો જરાપણ પકડાતું ન હતું. પ્રભુની ભાવભરી કરેલી સ્તુતિમાં ૨૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મોક્ષમાર્ગનું નિરૂપણ કેવી રીતે શક્ય બને? પરંતુ પ્રભુનું જણાવેલું વચન યથાર્થ જ હોય એ શ્રદ્ધાના બળવાનપણાને લીધે આ વચનની યથાર્થતા પામવા હું પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ વિશેષતાએ કરવા લાગી. રોજબરોજના પ્રામાણિક પુરુષાર્થને કારણે રોજ રાત્રે ધીમે ધીમે જ્ઞાનનો ઉઘાડ થવા લાગ્યો. પદોના અર્થ મને સમજાવા લાગ્યા; એકબીજા પદો વચ્ચેનું અનુસંધાન કળાવા લાગ્યું; અને મનમાં સ્પષ્ટ થતું ગયું કે પ્રભુએ જણાવેલું વચન યથાર્થ જ છે. આ બધાં પદો પ્રભુની સ્તુતિ કરવા સાથે આખા મોક્ષમાર્ગનું નિરૂપણ કરનારાં પણ છે. રોજ રાત્રે ચોવીશી વાંચવાનો, વિચારવાનો તથા મનન કરવાનો ક્રમ જારી હતો. તેની સાથે જ્ઞાનનો ઉઘાડ કરવાની પ્રાર્થના, તથા નડતરરૂપ બનતા કર્મોનો ક્ષય કરવા ક્ષમાપના અચૂક થતી હતી. આ પુરુષાર્થથી સમજણ વધતી ગઈ અને પર્યુષણના આગલા દિવસ સુધીમાં ઓગણીસમા શ્રી મલ્લિનાથ જિનસ્તવન સિવાયનાં બધાં પદોના હાર્દ તથા એકબીજા સાથેનાં અનુસંધાન લગભગ સ્પષ્ટ થઈ ગયાં હતાં. પરંતુ મને ૧૯મા પદની ઘડ કોઈ રીતે બેસતી ન હતી, તેથી મને જેટલી સમજણ પ્રાપ્ત થઈ હતી, તે માટે શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માન્યો અને ૧૯મા સ્તવનનું અન્ય સ્તવનો સાથેનું અનુસંધાન તથા સાતત્ય સમજાવવા માટે વિનંતિ શરૂ કરી. પર્યુષણના પહેલા દિવસથી પ્રત્યેક પદ તથા તેમાં વ્યક્ત થતાં મોક્ષમાર્ગની સમજણ શ્રી પ્રભુની અસીમ કૃપાથી વ્યક્ત કરતી ગઈ, પ્રભુ તરફ્થી પણ સંતોષ વ્યક્ત થતો હોય તેમ અનુભવાતું હતું. પરંતુ ૧૯મા પદનો કોયડો હજુ અકબંધ જ હતો. એટલે રોજ રાત્રે તેનો મને ઉકેલ આપવા પ્રભુપાસે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરી વિનંતિ કરતી હતી. આમ કરતાં કરતાં જે દિવસે આ પદ લેવાનું હતું તે દિવસ આવી ગયો, પણ મને કોઈ ખુલાસો મળ્યો ન હતો. આમ છતાં મને અંતરંગમાં બળવાન શ્રદ્ધા હતી કે જે પ્રભુએ આટલું સાચવ્યું છે તે પ્રભુ હજુ પણ સાચવશે જ. અને મને નાસીપાસ થવા નહિ દે. શૂન્યમાંથી સર્જન કરાવનાર પ્રભુએ એક સિવાયનાં સર્વ પદ સમજાવ્યાં છે, તે પ્રભુ એક ૨૫૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પદ માટે કદી નિરાશ નહિ કરે, મારી શ્રદ્ધાની કસોટી ભલે કરે, પણ પાર તો ઉતારશેજ. હ્રદયમાં પ્રાર્થના સાથે બપોરના અઢી વાગે હું વાંચનના હોલમાં ગઈ. પ્રત્યેક પર્યુષણમાં ૨:૩૦ થી ૩ ચિ. સચીન તથા નેહલ ભક્તિ કરતા, ૩ થી ૪:૧૫ હું વાંચન કરતી અને ૪:૧૫ થી ૫ શ્રી શશીભાઈ ઝવેરી તથા અ. સૌ. મંજુબહેન ભક્તિપદો લેતાં. આ ક્રમ પ્રમાણે સચીન તથા નેહલે ભક્તિ શરૂ કરી. હું એકાએક સ્થિર થઈ ગઈ, મારી બંધ આંખે એક પડદો ખૂલ્યો અને ચારેબાજુ અવર્ણનીય પ્રકાશ ફેલાઈ ગયો. તેની સાથે જ, એક જ ક્ષણમાં ૧૮, ૧૯, ૨૦ એ ત્રણ પદોનું એકબીજા સાથેનું અનુસંધાન વિસ્તારથી સમજાઈ ગયું. તે ક્ષણે મેં પ્રભુનો ખૂબ ઉપકાર માન્યો. વાંચનનો સમય થતાં વાણી યથાર્થ રીતે વહી ગઈ. કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે મારી કેવી કસોટી થઈ હતી. બાકીના દિવસોમાં પણ વાંચનનો ક્રમિક પ્રવાહ ચાલ્યો. પર્યુષણ પૂરાં થયાં. પ્રભુની અપરંપાર કૃપાનો સ્પષ્ટ પરચો મળ્યો. પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કેવી રીતે થાય છે તેનો પ્રત્યક્ષ પદાર્થપાઠ અનુભવાયો. આ પછી થોડા જ દિવસોમાં પ્રભુએ મને ધ્વનિથી જણાવ્યું કે તું આનંદઘન ચોવીશી વિશે લખી લે, એનાથી ‘શ્રી કેવળીપ્રભુનો સાથ'ની શરૂઆત થવાની છે. મને એ મંગળરૂપ સ્તુતિઓ લખતાં ખૂબ પ્રસન્નતા વેદાઈ હતી. ઈ.સ. ૧૯૮૩માં લખાયેલી એ સ્તુતિઓ ઈ.સ.૨૦૦૭માં પ્રગટ થયેલા “શ્રી કેવળીપ્રભુનો સાથ ”નાં પહેલા પ્રકરણમાં મંગલસ્તુતિરૂપે મૂકવામાં આવી છે. ભાગ ૧ - ઇ.સ. ૧૯૮૩નાં પર્યુષણમાં લગભગ બધાંને એ ભાવનું ઘૂંટણ થયું કે સત્પુરુષનું દૃઢ શરણ ગ્રહવાથી, અમરત્વ પામવાની ચાવી જીવને પ્રાપ્ત થાય છે. આવું શરણ ગ્રહ્યા પછી સર્વ સત્પુરુષોમાં અગ્રેસર, ત્રિકાળ નમન કરવા યોગ્ય એવા શ્રી તીર્થંકર પ્રભુનું મહાત્મ્ય જીવને સમજાય છે. વર્તમાન ચોવીશી એટલે જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં થયેલા શ્રી આદિનાથ પ્રભુથી શરૂ કરી શ્રી મહાવીર પ્રભુ પર્યંતના સર્વ તીર્થંકર ભગવાન. તેમની યોગ્ય સ્તુતિ ૨૫૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કરી જીવ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકે છે. અજ્ઞાનાવસ્થાથી શરૂ કરી સિદ્ધાવસ્થા સુધીની આત્મદશા પામવાનો ક્રમ આ તીર્થંકર પ્રભુઓની નામાવલિમાં સમાયેલો જોવા મળે છે. આવો મોક્ષમાર્ગ મેળવી, જીવ પોતાનાં સહજાનંદ સ્વરૂપને અને ઘનસ્વરૂપને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. એ માર્ગમાં રહી જીવ અર્પણભાવ કરી, સમર્થનો સાથ મેળવી આગળ વધે છે અને તત્ત્વનાં અંત:સ્થળનાં ઊંડાણને પામવા સમર્થ થાય છે. આ પ્રકારે પ્રત્યેક વર્ષે મને એકબીજા સાથે અનુસંધાન ધરાવનાર ઉપયોગી વિષયો પ્રભુ તરફથી પર્યુષણ પર્વની ઉજવણી માટે મળતા હતા. તેની તૈયારી કરતાં કરતાં રાજપ્રભુ પ્રતિનું મારું આજ્ઞાધીનપણું, મારો અહોભાવ તથા પૂજ્યભાવ આદિ વ્યવહારશુદ્ધિ તથા આત્મશુદ્ધિ સાથે વધતાં જતાં હતાં. પાછળથી તેની વિચારણા કરવાથી મને સમજાયું કે ‘શ્રી કેવળ પ્રભુનો સાથ’ ગ્રંથ માટે શ્રી પ્રભુ મારી પાસે કેવી રીતે તૈયારી કરાવતા ગયા હતા. આ સમજણ લેવાથી મારા પર પ્રભુની કેવી અસીમ કૃપા વરસતી હતી તેનો કંઈક અંદાજ, તથા સહજતાએ થતી ગ્રંથરચનાની ભૂમિકા કેવી આસાનીથી બંધાતી હતી તેનો ખ્યાલ આવશે. આ બધાં વર્ષોના અનુભવની જાણકારી લેવાથી એ તો સમજાયું હશે કે મારા આરાધ્યદેવ કૃપાળુદેવ – શ્રીમદ્ રાજચંદ્ર હતા. તેમના આત્માનો વિકાસ અનુભવવાની મારી તાલાવેલી ઘણી વધી ગઈ હતી. જ્યારે ૧૯૬૩-૬૫ માં મેં જીવનસિદ્ધિનું લખાણ કર્યું ત્યારે તેમની જ સહાયથી મેં તેમનાં ‘આત્મવિકાસ'નું પ્રકરણ લખ્યું હતું. પરંતુ તે લખાણ કર્યા વર્ષો વીતી ગયા પછી, તેમાં ઘણું વિશેષ ઊંડાણ હોવું જોઈએ એવી લાગણી અંદરમાં વેદાતી હતી. તત્ત્વનાં ગહનતમ ઊંડાણ સુધી પહોંચી સપુરુષનાં હૃદયને સમજવાની અને માણવાની શક્તિ જીવમાં આવે તો તે પુરુષનાં અંતરંગ ચારિત્રને સમજી પોતામાં એવું ચારિત્ર ખીલવવા મળે છે. આ સ્થિતિ અને શ્રી રાજપ્રભુનાં જીવનમાં સતત ડોકિયાં કરતી જણાતી હતી. જ્યારે જ્યારે તેમના દ્વારા લખાયેલાં પત્રો, કાવ્યો આદિ વાંચું ત્યારે ત્યારે ઉપર જણાવેલી લાગણી જોર કરી જતી હતી. તેથી તેનો તાગ મેળવવા મારું ૨૫૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મન વધારે ને વધારે ઉત્સુક થતું જતું હતું. આથી જ્યારે મને ઈ.સ.૧૯૮૪નાં પર્યુષણ માટે ‘કૃપાળુદેવનો આત્મવિકાસ' વિષય મળ્યો, ત્યારે તેમનું જીવન તથા કવન નવેસરથી તપાસી, મરજીવા બની, રહસ્યો પામવાનો પુરુષાર્થ મેં આદર્યો. આ પુરુષાર્થ કરતી વખતે મને સમજાયું કે સત્પુરુષનાં ચારિત્રને યથાર્થતાએ અવલોકી પોતાનાં ચારિત્રની વિશુદ્ધિ કરતાં જીવ પર અનંત સત્પુરુષોની અપાર કૃપા અને દયા સમાયેલાં છે; જે પુરુષાર્થ કરતા જીવને લયબદ્ધ અને તાલબદ્ધ રીતે આત્મવિકાસનાં પગથિયાં ચડાવે છે. કૃપાળુદેવનાં પત્રે પત્ર, કાવ્યે કાવ્યે તથા પ્રત્યેક લખાણમાં જે અનુભવ ધબકતો મેં જોયો તે પરથી મને મારું ચારિત્ર તથા જીવન વધારે ને વધારે સુધારવાની પ્રેરણા મળી. અને તે માટે મારે શું કરવું જોઈએ તેની ગડમથલ મારા મનમાં શરૂ થઈ ગઈ. એમાંથી પ્રત્યેક તીર્થંકર ભગવાન તથા પંચપરમેષ્ટિ પ્રભુ આત્મવિકાસ કરવા માટે શું બોધ આપે છે તે જાણવાની ભાવના સ્પષ્ટ થઈ. અને મારું ઉત્તમ આત્માઓ વિશેનું ફ્લક વિસ્તૃત થવા લાગ્યું. એટલે કે મને આત્માર્થે આગળ વધેલા જીવો માટેનો પ્રેમભાવ તથા આત્મભાવ વધવા લાગ્યા. આ રીતે દૃષ્ટિની વિશાળતા કેળવવા માટે મને આ વર્ષનાં પર્યુષણ ખૂબ ફળ્યાં હતાં. જુદી જુદી અનેક ભાવનામાં રમતાં રમતાં ઈ.સ.૧૯૮૫નાં વર્ષ માટે મારું પ્રાર્થના કરવાનું ઘણું અલ્પ થઈ ગયું હતું. ઈ.સ.૧૯૮૫માં ગુરુપૂર્ણિમા પછી થોડા દિવસે પર્યુષણ માટેનો વિષય મેળવવા મેં પ્રાર્થના આદિ શરૂ કર્યાં, પણ તેમાં જોઈએ તેવું ઊંડાણ આવતું ન હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પ્રાર્થના, ક્ષમાપના આદિનું પ્રમાણ હું વધારતી ગઈ, તેમ છતાં હકીકત એ હતી કે પર્યુષણની શરૂઆતના આગલા દિવસ સુધી મને વિષયની જાણકારી મળી ન હતી. અને સ્વચ્છંદથી મારે વિષય નક્કી કરવો ન હતો, તેથી હું આધ્યાત્મિક ભીડમાં ફસાઈ હતી. મનમાં ઘણી ઘણી મુંઝવણ થતી હતી કે પર્યુષણ કેવાં પસાર થશે? પણ અંતરંગનો નિશ્ચય તો કાયમ હતો કે પ્રભુ તરફ્થી વિષય મળ્યા પછી જ વાંચન કરવું. આથી મેં મનોમન નક્કી કર્યું કે જ્યાં સુધી વિષય મળે નહિ ત્યાં સુધી પર્યુષણમાં વાંચનનો સમય ક્ષમાપના, ૨૫૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રાર્થના, સ્મરણ આદિ કરવામાં પસાર કરવો, અને તેમ કરવામાં મુક્ત મને મુમુક્ષુઓની સહાય લેવી. પ્રભુકૃપાથી જ વિષય મેળવવો, યોગ્ય માર્ગદર્શન મળે નહિ ત્યાં સુધી જંપવું નહિ. સમૂહનું બળ હશે તો પ્રભુકૃપાથી કાર્યસિદ્ધિ જલદીથી થશે એમ શ્રદ્ધાન પણ હતું. જો વિષય ન મળે તો સમજવું કે સ્મરણાદિના આરાધનથી જ પર્યુષણ પસાર કરાવવાની શ્રી પ્રભુની ઈચ્છા હશે, અમારે સહુએ એ ઈચ્છા માન્ય રાખવી. ઉપર જણાવેલા ભાવ સાથે શ્રી કૃપાળુદેવને પ્રાર્થના કરી સ્મરણ કરતાં કરતાં હું સૂઈ ગઈ. એકાએક લગભગ રાતના બાર વાગે મને ધ્વનિ સંભળાયો કે, ‘આ વખતે તારે મોટી અંતરાય હોવાથી તને હજુ સુધી પર્યુષણનો વિષય મળ્યો નથી. બીજા બેત્રણ દિવસ વિષય મેળવતાં નીકળી જાય તેવો તારે યોગ હતો. પરંતુ તારો અંતરાય તોડવાનો પુરુષાર્થ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં થયો હોવાથી તને અત્યારે જ પર્યુષણ માટેનો વિષય જણાવું છું. તે છે ‘છ આવશ્યક''. હું તરત જ પથારીમાંથી બેઠી થઈ ગઈ, અને અંતરાય તોડવા સાચો પુરુષાર્થ કરાવવા માટે તથા પર્યુષણનો વિષય આપવા માટે શ્રી રાજપ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનવા લાગી. એવામાં મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ‘છ આવશ્યક' એટલે શું? તે આવશ્યક કયા? પ્રાર્થના કરી માર્ગદર્શન માગતાં, પ્રશ્નના ખુલાસા માટે પ્રકાશ પથરાવા લાગ્યો. જીવની દશાની સુધારણા તથા ચારિત્રની ખીલવણી માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે જે જે કાર્ય અવશ્ય કરવા યોગ્ય જણાવ્યાં છે તેને ‘આવશ્યક’ એવી સંજ્ઞા આપવામાં આવી છે, એની સંખ્યા છની છે. મગજમાં આવ્યું તે પુસ્તક કબાટમાંથી કાઢી જોયું તો જણાયું કે આ છ આવશ્યક સામાયિક, ચોવિસંથ્થો (લોગસ્સ), વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને ચઉવિહાર છે. આ બધાંની ધર્મ આરાધન કરવા માટે શું અગત્ય છે, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે આવશ્યકને શા માટે આટલું બધું મહત્ત્વ આપ્યું છે, વગેરે પ્રશ્નો મારાં મનમાં ઘોળાવા લાગ્યા. અને પ્રભુની અસીમ કૃપાથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી તેના ખુલાસા આવતા ગયા. આ રીતે આખી રાત મંથન તથા આરાધનમાં ૨૫૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પસાર કરી, પણ તેમાંથી જે નવનીત મળ્યું તે માટે સવારે મેં પ્રભુનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન્યો, કે મને તમે સંભાળી લીધી. તેમાં આશ્ચર્યની વાત તો તે હતી કે રાતનાં એક મટકું પણ માર્યું ન હોવા છતાં સવારમાં અનુભવાતી તાજગી કોઈ જુદી જ હતી. થાકનું નામનિશાન ન હતું, બલ્ક પ્રભુએ જે અવર્ણનીય કૃપા કરી પર્યુષણ સાચવી લેવા માટે સાથ આપ્યો હતો, તે માટે તેમના પ્રતિ ખૂબ ખૂબ અહોભાવ વર્તતો હતો. એ રાત્રે સ્પષ્ટ સમજાયું કે જીવ જો સમપરિણામ કરે તો તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, આ છે સામાયિક. સમાયિક ધર્મમાર્ગનું પ્રથમ પગથિયું છે. કેમકે તેના સહારા વિના કોઈ જીવ આત્મમાર્ગે વિકસતો નથી. તેની અગત્ય પ્રભુએ અગાઉનાં પર્યુષણમાં સમજાવી હતી. સમપરિણામ કરવા માટે જીવને શ્રી તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય છે. તેથી વર્તમાન ચોવીશીના સર્વ તીર્થકર પાસે તેમની સ્તુતિ તથા ભક્તિ કરતાં કરતાં ‘સમ્યત્ત્વ'ની માંગણી કરવી તે પહેલા પગથિયાંને અનુસરનારું “લોગસ્સ' નામનું બીજું આવશ્યક છે. જ્યાં શ્રી તીર્થંકર પ્રભુની તથા પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાની અગત્ય સમજાય છે, ત્યાં તેમની મળતી નિર્ચાજ કૃપા માટે જીવનું મસ્તક આપોઆપ તેમનાં ચરણોમાં નમી પડે છે. એના થકી તે જીવ પ્રભુની કૃપાને અનેકગણી માત્રામાં સ્વીકારી શકે છે. આ છે ‘વંદના' નામના ત્રીજા આવશ્યકની મહત્તા. પ્રભુને સાચા ભાવથી નમન કરવાના લાભ જીવને સમજાય છે, ત્યારે પોતે પૂર્વકાળમાં આનાથી સાવ વિરુદ્ધ વર્તી પોતાને કેટલું નુકશાન કર્યું છે તેની સમજ આવે છે. આવી સમજણને કારણે તેના હૃદયમાં પૂર્વે કરેલી અવળી વર્તના તથા ભૂલો માટે પશ્ચાત્તાપનો સમુદ્ર ઉલટે છે, અને તેનાથી સર્જાય છે ‘પ્રતિક્રમણ’ નામનું ચોથું આવશ્યક. પ્રતિક્રમણમાં ભૂતકાળમાં જે જે ભૂલો કરી જીવ સંસારમાં રખડયો છે, તેની નોંધ લઈ, પશ્ચાત્તાપ કરી ક્ષમા માગવામાં આવે છે. જીવ જ્યારે હૃદયથી ક્ષમા આપી ક્ષમા માગે છે ત્યારે તેનો કર્યભાર ઘણો હળવો થાય છે. આવી હળવાશની પળોમાં જીવ દેહાદિ પરપદાર્થોથી છૂટો પડી સ્વરૂપમાં ૨૫૬ Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર લીન થઈ શકે છે. આવી સ્વરૂપલીનતા માણવી તે ‘કાયોત્સર્ગ’ નામનું પાંચમું આવશ્યક છે. કાયોત્સર્ગમાં જીવ અંતરંગથી દેહાદિ પદાર્થોનો રાગભાવ ત્યાગી સ્વરૂપનું અનુસંધાન કરે છે. આ આવશ્યકથી સ્વરૂપસિદ્ધિ સુધી કેવી રીતે પહોંચાય તેની જાણકારી જીવને મળે છે, અને જ્યારે જીવ પોતાનાં સ્વરૂપને યથાર્થ રીતે અનુભવતાં શીખે છે ત્યારે તે સ્વરૂપમાં જોડાવામાં બાધા કરનાર સર્વ પ્રવૃત્તિનો ત્યાગ સહજતાએ કરતો થાય છે. બીજી રીતે કહીએ તો જીવનું અંતરંગ ચારિત્ર બાહ્ય ચારિત્ર સુધી ફેલાય છે. આ બાહ્ય ચારિત્રનું પાલન તે ચૌવિહાર. આમ પ્રભુએ છએ આવશ્યકનો ક્રમ કેવો અદ્ભુત રીતે જણાવ્યો છે તે મને સમજાવી મારા ૫૨ ખૂબ ખૂબ ઉપકાર કર્યો હતો. ત્યાર પછી તેઓ મને પ્રત્યેકનો વિસ્તાર પણ સમજાવતા ગયા હતા. રોજેરોજ કરવાના વાંચનની જાણકારી મને આગલી રાત્રે મળી જતી હતી. આવી આશ્ચર્યકારક રીતે ઈ.સ.૧૯૮૫નાં પર્યુષણ પૂરાં થયાં. બધાંને લાભ તથા આનંદ વેદાયો હતો. મને તો મારી રાજપ્રભુ પ્રતિની શ્રદ્ધાનું ઉત્તમ ફળ મળ્યું હતું. તે માટે મને ખૂબ ખૂબ આનંદ સાથે આભારભાવ વેદાતો હતો. આ બધા ભાવો સાથે એક બીજી મિશ્ર લાગણી પણ મને વેદાતી હતી. મને લાગતું હતું કે છેવટ સુધી પર્યુષણના વિષયની પ્રાપ્તિ ન થાય, ખૂબ જ મથામણ વેદવી પડે તે કસોટી ઘણી આકરી છે. એટલું જ નહિ, તે અંતરાય કર્મની બળવત્તરતા પણ સૂચવે છે. તેથી વહેલાસર પ્રાર્થના આદિ કરી, પુરુષાર્થ કરી, વહેલાસર પર્યુષણનો વિષય મળી જાય તે માટે વિનંતિ કરતા રહેવી, જેથી આવો હેરાન થવાનો વખત ન આવે. એટલું જ નહિ, પણ યોગ્ય આરાધન કરવામાં સમય પસાર થાય અને બીજા પણ કેટલાક લાભો થાય. આ વર્ષના અનુભવથી ગુરુપૂર્ણિમા પહેલા જ મને પર્યુષણનો વિષય મળી જાય તેવી માંગણી કરવાની મેં શરૂઆત કરી દીધી હતી. તેમ છતાં, ૧૯૮૬નાં વર્ષ માટેનો વિષય મને ગુરુપૂર્ણિમા ગયા પછી જ ૨૫૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મળ્યો હતો. તે વિષય હતો શ્રીમદ્ રાજચંદ્ર રચિત “અપૂર્વ અવસર' કાવ્ય. મને આ વિષય જાણીને ઘણી નવાઈ લાગી, કેમકે તે વિષય ઈ.સ.૧૯૭૯માં લેવાઈ ગયો હતો. આથી એક જ વિષય બીજી વખત આપવા માટેનું રહસ્ય સમજાવવા મેં પ્રભુને વિનંતિ શરૂ કરી. થોડા જ દિવસમાં મને સમજાયું કે આ આખું કાવ્ય પહેલી વખત લીધું હતું તેના કરતાં જુદી જ રીતે સમજવાનું છે અને સમજાવવાનું છે. જે છ આવશ્યક પ્રભુએ કરવા માટે બોધ્યાં છે, તેનો ઉપયોગ કરતાં કરતાં જીવ કેવી રીતે ચારિત્રની વિશુદ્ધિ કરી શકે છે, ક્ષાયિક સમકિત લીધાં પછી તેના પુરુષાર્થમાં કેવો ઝડપી અને કેટલી હદ સુધીનો વધારો થતો જાય છે, તે દૃષ્ટિકોણથી આ કાવ્ય સમજીને સમજાવવાનું હતું. વળી, આ કાવ્યમાં ઇચ્છેલા બળવાન પુરુષાર્થનાં જોરથી જીવને કેવાં ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ કેવાં મધુર છે એ આદિ વિશે શાસ્ત્રમાં આપેલી જાણકારી તથા અનુભવ સાથે સરખાવી, કાવ્યની ઉત્તમતા તથા યથાર્થતા સમજવાનાં હતાં. વાસ્તવિક વિચારણા કરતાં મને આ કાર્ય ખૂબ ગંભીર તથા ગહન જણાયું. તેમ છતાં પ્રભુ પરના વિશ્વાસને દૃઢ કરી, નવી દૃષ્ટિથી કાવ્યનો અભ્યાસ કરવો શરૂ કર્યો. તેમાંથી ઇચ્છિત સફળતા મળવાની શ્રદ્ધા પ્રભુકૃપાથી આવતી ગઈ. નવા જ દૃષ્ટિકોણથી આ કાવ્ય સમજતાં ખૂબ પ્રસન્નતા વ્યાપી ગઈ અને મને કંઈક પ્રાપ્તિ થઈ છે એવી મીઠી લાગણી સાથે પર્યુષણ સુંદર રીતે પૂરાં થયાં. અપૂર્વ અવસર’નાં આરાધનથી આત્મસામ્રાજ્યને અજવાળવાની તથા ઘોર પરિષહ કે ઉપસર્ગનો સામનો કરતાં કરતાં આત્માની સ્વસ્થતા જાળવવાની તમન્ના જાગૃત થતી ગઈ. જો કે પરિષહ કે ઉપસર્ગ ઉદયમાં આવે તે પહેલાં જ તેવાં કર્મોને પ્રદેશોદયથી વેદી ક્ષય કરવાનો માર્ગ શોધવાની ઇચ્છા તેથી પણ બળવાન હતી. ઇશ્કેલી સ્વસ્થતા જાળવવા માટે તથા કર્મોને પ્રદેશોદયથી વેદીને ક્ષણ કરવા માટે જે જે ઉપાયો કે સાધનો નિમિત્તભૂત થાય તેને આપણે સહજ સુખનાં સાધનો તરીકે ઓળખી શકીએ, કેમકે તે સાધનો આત્મસ્વરૂપની શુદ્ધિ તથા સિદ્ધિ મેળવવા માટે ખૂબ ઉપકારી થાય છે. આ સાધનોને વિશેષતાએ ૨૫૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઓળખવાની તક મને ઈ.સ. ૧૯૮૭ના પર્યુષણના આરાધનનો વિષય મળ્યો ત્યારે મળી. જે જીવને પરમપદ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર મેળવવો છે તેને ક્યા ક્યા સાધનો ઉપકારી થાય, તેની વિચારણા કરતાં શ્રી શીતલપ્રસાદ વણજી કૃત ‘સહજ સુખનાં સાધનો ગ્રંથ અવલોકવાનું મારે બન્યું; કેમકે પર્યુષણ માટે વિષય મળ્યો હતો ‘સહજ સુખનાં સાધનો'. એ ગ્રંથ વાંચતાં, વિચારતાં તથા અન્ય ગ્રંથાદિથી તેનું વિવરણ કરતાં સમજાયું કે આ સાધનો છે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય તથા ઉપેક્ષા એ ચાર ભાવના; વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા તથા જિતેંદ્રિયપણું એ ચાર ગુણો, તથા પ્રભુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધારતા જવા; જેમાં ધ્યાન, સ્મરણ, સામાયિક, દેવભક્તિ આદિ અંતર્ગત ગૂંથાઈ જાય છે. આ સાધનોની સહાયથી જીવ ચારિત્રપાલનની ઉત્તમ તૈયારી કરી શકે છે, જેનું ક્રમિક વર્ણન આપણને “અપૂર્વ અવસર' કાવ્યમાં જોવા મળે છે. જે આપણને ચારિત્ર ખીલવવા માટે ઉત્સાહિત કરે છે. આ બધાં વર્ષો દરમ્યાન વિવિધ પ્રકારે પ્રભુમાં શ્રદ્ધા કરી, યોગ્ય રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ કરવાથી તેનાં સલ્ફળ મને વારંવાર અનુભવવા મળ્યાં હતાં. એ અનુભવના આધારે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ કરવા મને પ્રભુએ આજ્ઞા આપી હતી. તે અનુસાર મેં તેનું સંક્ષેપમાં લખાણ પણ કર્યું હતું. આ બધા અનુભવનો નિચોડ પ્રગટ કરવાની આજ્ઞા મને ઈ.સ.૧૯૮૮ના પર્યુષણ માટે મળી હતી. અને તે માટેનું શિર્ષક હતું “રત્નત્રયનું આરાધન'. પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ તો થઈ ચૂક્યું હતું. તેથી તેને મઠારીને રજૂ કરવાનું કાર્ય માટે પર્યુષણમાં કરવાનું હતું. બીજી રીતે કહીએ તો ઈ.સ.૧૯૭૭ થી ૮૭ સુધીના વિષયોનું સમાપન એટલે જ “રત્નત્રયનું આરાધન'. જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું વિશુદ્ધિકરણ એ જ રત્નત્રયનું આરાધન ગણી શકાય. જ્યાં સુધી આ આરાધન સફળ રીતે થતું નથી, ત્યાં સુધી જીવનો પરમાર્થે વિકાસ થઈ શકતો નથી. તેથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના સાથથી જીવ જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન કેવી રીતે કરે છે તે બતાવવું ૨૫૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એ આ પર્યુષણનો વિશેષ હેતુ હતો. આ આરાધનથી જીવ પોતાના આત્માની વિશુદ્ધિ કરી કેવળજ્ઞાન કેવળદર્શન પામી શકે છે અને પછીથી શેષ રહેલાં અઘાતી કર્મોનો ક્ષય કરી તે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. રત્નત્રયનું આરાધન કરતાં કરતાં જીવ જ્યારે ભાવથી અને દ્રવ્યથી છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તે શ્રી પ્રભુના અભિપ્રાય પ્રમાણે સન્માર્ગનો ઉપદેશ કરવા અધિકારી થાય છે. અને તે પછી તેરમા સયોગી કેવળી ગુણસ્થાને વીતરાગીપણે આત્મકલ્યાણ કરવા માટે બોધ આપે છે. રત્નત્રયનું આરાધન કરવા માટે જો કે સર્વ ગુણસ્થાનો યોગ્ય જ છે, છતાં સ્વ તેમજ પરકલ્યાણનાં અનુસંધાન સાથે ઉપદેશ આપવા માટે છઠું અને તેરમું એ બે જ ગુણસ્થાનો શ્રી પ્રભુએ આવકાર્યા છે. આ લખાણ કરવા માટે થયેલા અનુભવનાં મૂળ ઈ.સ. ૧૯૬૪-૬૫ ની સાલ સુધી રહેલાં છે. જ્યારે ઈ.સ.૧૯૬૪-૬૫માં મેં શ્રીમની જીવનસિદ્ધિ મારા Ph.D. ના અભ્યાસ માટે લખી ત્યારે મને પ્રાર્થના, ક્ષમાપના, આદિ કરવાથી થતા લાભનો વારંવાર પરિચય થતો હતો, તે તો સહુની જાણમાં છે. મને પરમકૃપાળુ શ્રી રાજપ્રભુ પ્રતિ પરમ પિતા જેવો નિર્મળ પ્રેમ અનુભવાતો હતો, તેથી પ્રત્યેક કઠણાઈના પ્રસંગે હું તેમનાં શરણમાં દોડી જતી, તેમને ખૂબ પ્રાર્થના કરતી, પૂર્વે કરેલા દોષો માટે પશ્ચાત્તાપ કરતી અને માર્ગદર્શન માગતી. પ્રભુકૃપાથી મને જરૂરી માર્ગદર્શન મળી જતું હતું; મારી મુશ્કેલી ટળી જતી. પરિણામે પ્રભુ પ્રતિના મારા ભાવ વધારે શુદ્ધ તથા વધારે ઊંચા થતા જતા હતા. આવો બળવાન સાથ આપવા માટે હું પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનતી, અને હવેથી કોઈ ખોટાં નવાં કર્મો બાંધુ નહિ તે માટે પ્રાર્થના કરતી. આમાં કેટલીયે વખત વ્યવહાર સંબંધી માગ્યા વગર માર્ગદર્શન અને સાથ મળવાના પ્રસંગો બનતા હતા. આવા અનુભવોથી મારાં આશ્ચર્ય અને આનંદ વધતાં જતાં હતાં. આવા કેટલાક પ્રસંગો મેં ‘શ્રી કેવળ પ્રભુનો સાથ - ભાગ ૨'નાં પ્રાકથનમાં નોંધ્યા છે. એવા બીજા એક બે હૃદયસ્પર્શી પ્રસંગો જણાવવાની ઇચ્છા જોર કરી જાય છે. ૨૬૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઈ.સ. ૧૯૬૯ની દિવાળીમાં ચાર દિવસ માટે અમે અમારા સંબંધીનાં ગેસ્ટહાઉસમાં રહેવા ગયા હતા. જવામાં અમે બે, મારાં માતાપિતા તથા મારા મોટા જેઠનાં દીકરી ચિ. ભારતી એમ પાંચ જણા હતા. ગેસ્ટહાઉસમાં રસોઈ જાતે બનાવવાની હતી, એટલે ચાર દિવસનું સીધુંસામાન સાથે લીધું હતું. અમને પ્રભુ તરફથી એવી સૂચના મળી હતી કે અમારે સવારે ચાનાસ્તો કરી, રસોઈ બનાવી, સાડા આઠે તૈયાર થઈ જવાનું. રસોઈ મારે તથા ભારતીએ જ કરવાની હતી. મારાં બાની મદદ જરા પણ લેવાની ન હતી. રોજ સવારે તથા સાંજના જમવામાં શું બનાવવાનું તેની યાદી આવી ગઈ હતી અને રસોડાનો સામાન લેવામાં સુવિધા થઈ ગઈ હતી. સાડા આઠથી પોણાબાર સુધી અમારે પાંચેયે સાથે આરાધન કરવાનું હતું. આરાધનમાં સ્તોત્ર, ક્ષમાપના, વાંચન, ચર્ચા આદિ કરવાનાં હતાં. પછી રસોઈ ગરમ કર્યા વિના જ બધાંએ જમવાનું હતું. એમાં નવાઈની વાત તો એ હતી કે સાડાઆઠ સુધીમાં તૈયાર કરેલી રસોઈ પોણાબારે પણ ખાવા જેવી ગરમ રહેતી હતી. જમ્યા પછી અમારે આરામ તથા પોતપોતાની રુચિકર પ્રવૃત્તિ બપોરના ૩:૧૫ સુધી કરવાની હતી. સાડા ત્રણે ચા પીને ફરીથી આરાધન કરવા બેસી જવાનું હતું. સાંજના છ વાગ્યા સુધી આરાધન કરવાનું. છથી સાત ચાલવાનું, પછી બે વસ્તુ બનાવી જમી લેવાનું, અને બરાબર સાડા આઠથી દશ સુધી સ્મરણ આદિ વિવિધ આરાધન કરવાનું હતું. આરાધનમાં શું શું કરવું તેની સમજણ પણ અમને અગાઉથી આપી દીધી હતી. પછી સ્મરણ કરતાં સૂઈ જવાનું અને બીજા દિવસનાં આરાધનની તૈયારી કરવાની. આ રીતે ચાર દિવસ ક્યાં પસાર થઈ ગયા તેનો અમને ખ્યાલ પણ આવ્યો નહિ. ખૂબ આનંદ તથા ઉલ્લાસ અમને બધાંને વર્તતાં હતાં. ભેદજ્ઞાનનાં કેટલાંય રહસ્યો તથા ખુલાસા આ દિવસોમાં અમને મળ્યાં હતાં. ઉદા. ત. મોક્ષમાળાના ક્ષમાપનાના પાઠમાં આખો મોક્ષમાર્ગ, સદ્ગુરુમહાત્મ્ય, આત્માનાં છ પદ, નવ તત્ત્વ આદિ કેવી રીતે સમાયેલાં છે તેની જાણકારી મળી હતી. પછી ક્રમે ક્રમે ક્ષમાપના કેવી રીતે કરવી જોઈએ, શા માટે કરવી ૨૬૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જોઈએ, કેવા ભાવ જાળવવા જોઈએ, ક્ષમાપના કરવાથી ક્યા ફાયદા થાય વગેરે વિશેની જાણકારી મને ઊંડાણથી આવતી ગઈ હતી. એ વખતે તો પ્રભુની ઇચ્છા અને આજ્ઞાનુસાર વર્તવાથી જીવ કેવા આનંદઉલ્લાસને માણે છે, અને બહોળા પ્રમાણમાં કર્મની નિર્જરા કરી શકે છે એ જ અનુભવાયું હતું. તે બધું મને ધન્ય ધન્ય લાગતું હતું તે હકીકત છે. પરંતુ એ વખતે મને લક્ષમાં આવ્યું ન હતું કે ભાવિમાં લખાનાર ક્ષમાપનાનાં પ્રકરણનાં મૂળ અહીં રોપાઈ ગયાં હતાં. ભાવિમાં કરવાના લખાણની તૈયારી શ્રી પ્રભુ કેવી છૂટી છૂટી રીતે તથા વાસ્તવિક અનુભવ સાથે કરાવે છે તે સમજણ આવતાં અહોભાવ અને આભારભાવથી પ્રભુ પાસે માથું નમી પડે છે. આ જ રીતે પ્રાર્થના વિશેનાં મૂળ રોપાવામાં પણ મારા કેટલાક અનુભવો ઉત્તમ નિમિત્ત બન્યા હતા. બાળપણથી જ કુદરતી રીતે મને શ્રી રાજપ્રભુ ઉપર પિતા જેવો પ્રેમ આવતો હતો. આથી મને ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી જણાય તો હું તેમને મનોમન પ્રાર્થના કરતી, અને મને સમાધાન આપવા વિનવતી. બનતું એવું કે મને ઉકેલ મળી જતો, એટલું જ નહિ પણ, સરળતાથી મુશ્કેલીમાંથી બહાર નીકળી જવાનું પણ બનતું. આથી મને પ્રાર્થનાનું મહત્ત્વ દિનપ્રતિદિન વિશેષ માત્રામાં અનુભવાતું ગયું. તેની મહત્તા મારા મનમાં સ્થપાઈ ગઈ. આના સથવારામાં પૂ. ગાંધીજીને પ્રાર્થનામાં કેવી અડોલ શ્રદ્ધા હતી, પ્રાર્થનાના બળથી તેમનાં જીવનમાં કેવા ચમત્કારો સર્જાયા હતા તેની અમુક જાણકારી આવવાથી મારું પ્રાર્થના માટેનું શ્રદ્ધાન બળવાન અને અતૂટ થતું ગયું. આના સમર્થન માટે ૧૯૮૩માં મારા જીવનમાં બનેલો એક પ્રસંગ ખૂબ જ નોંધનીય છે. ઈ.સ.૧૯૬૭થી અમે મોરબી હાઉસમાં તેર નંબરના બ્લોકમાં મારા મામાની જગ્યામાં રહેતાં હતાં. તેમની સાથે વાત થયેલી કે તેમને જરૂર હશે ત્યારે મોરબીહાઉસની જગ્યા અમે પાછી સોંપી દઈશું. ૧૯૮૨ આસપાસ મારા મામા નિવૃત્ત (રીટાયર્ડ) થવાના હતા, અને તેમને મોરબીહાઉસમાં પુસ્તકાલય કરવું ૨૬૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર હતું તેથી તેમણે અમારી પાસે જગ્યા પાછી માગી. તે વખતે અમારી પાસે મુંબઈમાં બીજી જગ્યા લેવા જેટલી સગવડ ન હતી તેથી બરોડામાં નાનું સરખું મકાન બનાવી રહેવા જવા વિચાર્યું. તે માટે અમે તૈયારી શરૂ કરી. તે પછી મેં મામાને મારી વ્યવહારુ મુશ્કેલીઓ જણાવી અને વિનંતિ કરી કે તમે મને આ જગ્યામાં રહેવા દ્યો તો મારી ઘણી ઘણી મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય તેમ છે. તમને યોગ્ય લાગે તો આના બદલે અમે બીજી જગ્યા લઈ આપીએ. તમારે લાયબ્રેરી માટે ચાલે તેવી જગ્યાની જરૂર છે તો આ વિકલ્પ સ્વીકારો. તેમણે સૌજન્ય દાખવી હા કહી. લાયબ્રેરીને યોગ્ય જગ્યા મેળવવા તલાશ શરૂ કરી. તે વખતે મારા કાકા શ્રી જયંતિભાઈ દોશીના દીકરા દિનેશભાઈ મારી મદદે આવ્યા. મને કહે, “બેન! અમારે લોઅરપરેલમાં મામાને ગમે તેવી એક ઓફીસની જગ્યા છે, તમે મામાને બતાવી જુઓ, તેમને એ જગ્યા ગમે તો આપણું કામ થઈ જાય.” મામાને એ જગ્યા બતાવતાં ગમી ગઈ. અને તેમાંથી મારી કઠણાઈ શરૂ થઇ. મારા કાકા કે ભાઈઓ ઓફિસના પૈસા મારી પાસેથી લેવા તૈયાર ન હતા. અને પૈસા આપ્યા વગર ઓફિસ લેવાની મારી તૈયારી ન હતી, મામાને આ વાત જણાવાય તેમ ન હતું. કેમકે તેમને ઓફિસ ગમી ગઈ હતી તેથી બીજી વાત કરવા જતાં અર્થનો અનર્થ થાય તેમ હતું. સાથે સાથે મારે મોરબીહાઉસની જગ્યાની જરૂરિયાત પણ ઘણી હતી. આથી આ મુશ્કેલી ટાળવા મેં પ્રાર્થના તથા ક્ષમાપનાનો આશ્રય લીધો. કંઈક માર્ગ કાઢી આપવા મેં આખી રાત ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, આમ થવામાં જે ભૂલ આડી આવતી હોય તેની ક્ષમા પણ માગતી હતી. મને ક્યાંય ચેન પડતું ન હતું. કેમકે સમય ઓછો હતો, બીજા દિવસે છેવટની કબૂલાત આપવાની હતી. છતાં શ્રદ્ધા પણ મજબૂત જ હતી કે પ્રભુ જરૂર કંઈક માર્ગ કાઢી આપશે. બીજા દિવસે સવારે લગભગ અગ્યાર વાગે મને મામાનો ફોન આવ્યો કે, “સરયુ! મને હવે જગ્યામાં રસ નથી, એટલે હવે તું બજારભાવે આ જગ્યાના પૈસા આપી દે તો સારું.” મેં કબૂલ કર્યું. ભગવાનનાં ચિત્રપટ પાસે જઈ ૨૬૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મેં ખૂબ ખૂબ ઉલ્લાસ તથા આનંદથી પ્રભુનો ઉપકાર માન્યો. પ્રભુએ મને સરસ રીતે, કોઈને પણ દુ:ખ પહોંચાડ્યા વિના ઋણના ભારમાં જતી બચાવી લીધી હતી. એવી જ ચમત્કારિક રીતે મોરબીહાઉસ માટે મામાને આપવાના પૈસાની સગવડ પણ થઈ ગઈ. મામા સાથે યોગ્ય સહીસિક્કા પણ થઈ ગયા, અને એક પાઈનું પણ દેવું કરવું ન પડે એવી આબાદ રીતે ભગવાને મારી કાર્યસિદ્ધિ કરાવી આપી હતી. આ જ રીતે મારાં જીવનમાં મંત્રસ્મરણનું મહત્ત્વ પણ ખૂબ હતું. મનની અશાંતિ ટાળવામાં નવકારમંત્ર તથા પ્રભુનાં દીધેલા અન્ય મંત્રોએ ખૂબ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. ક્યારે પણ અશાંતિ અનુભવાય તો શ્રદ્ધાનથી નવકાર ગણતાં ઇચ્છિત શાંતિ અને સ્થિરતા આવી જતાં. આથી એના વિશે જાણકારી મેળવવાની ભાવના હતી. ઉદા. ત. આટલા જાતજાતના મંત્રો જગતમાં શા માટે પ્રવર્તે છે, સર્વકાલીન તથા દેશકાલીન મંત્રો વચ્ચે તફાવત શું, કોનાથી કેવો ફાયદો થાય આદિ વિશે મનમાં પ્રભુને પ્રશ્નો પૂછાયા કરતા હતા. અને સમય પાકયે અનુભવ સહિતના ઉત્તરો શ્રી પ્રભુ પાસેથી મળતા જતા હતા. જે બુદ્ધિને અને હૃદયને સ્પર્શનારા તથા તેની સત્યતાનો અનુભવ કરાવનારા હતા. આમ હોવાથી મારા જીવનમાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનું મહત્ત્વ સ્થાપે તથા શ્રદ્ધાન વધારે તેવા પ્રસંગો એક પછી એક બનતા જતા હતા. આવા પ્રેરક તથા શ્રદ્ધાન વધારનારા પ્રસંગો મુમુક્ષુઓ જાણે તથા પોતાનું શ્રદ્ધાન વધારી તેનો લાભ લે એવી ભાવના મારા અંતરમાં આકાર લેતી જતી હતી. શરૂશરૂમાં તો આવા ભાવ કેમ, કેવી રીતે થાય છે તેની ખાસ કોઈ સમજ આવતી ન હતી, પણ ગાઢા સંપર્કમાં આવતા અમુક આપ્તજનોને મારા અનુભવો સંક્ષેપમાં જણાવવાનું બની જતું હતું. એ કહેવા પાછળનો આશય એ હતો કે તેઓ પણ ઉત્સાહિત બની, પ્રભુમાં શ્રદ્ધાન કરી, પ્રાર્થના આદિનો સરળ માર્ગ અપનાવી, ૨૬૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સારી રીતે ધર્મારાધન કરે. એવામાં, ઈ.સ. ૧૯૮૬ આસપાસ આ માર્ગ વિશે લખાણ ક૨વાની સૂચના મને શ્રી પ્રભુ તરફ્થી મળી. પ્રસંગોપાત થયેલા પ્રેરક અનુભવોના આધારે ટાંચણ કર્યું. તેમાંથી વ્યવસ્થિત લખાણ કરવાની પ્રેરણા મળી, અને ઈ.સ. ૧૯૮૭માં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ કર્યું. આ લખાણ કરતાં કરતાં સમજાતું ગયું કે પ્રાર્થના આદિ કરવાથી વિશાળ દૃષ્ટિએ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જ આરાધન થાય છે, જે પ્રભુનો બોધેલો જ માર્ગ છે. આ જાણકારી તથા ઊંડાણ સમજાતાં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો, અને તેની સમજણ આપતું એક નાનું પ્રકરણ પણ રચ્યું. આમ મેં માર્ગનું સહેલાપણું, સરળપણું તથા સ્વચ્છપણું અનુભવવાનો અદ્ભુત આનંદ માણ્યો. શાસ્ત્રોમાં જ્ઞાન, દર્શન, તથા ચારિત્રનું જે આરાધન કઠણ રીતે વર્ણવ્યું છે, તે સાદા વ્યવહારિક જીવનમાં કેવું સ૨ળ સ્વરૂપ લઈ, સર્વને આરાધન કરવામાં કેવી સુવિધા આપે તેની, વાસ્તવિક અનુભવ સહિતની સમજણ મને પ્રાપ્ત થઈ. આ રીતે આ કાળ પ્રભુસ્મરણમાં, પ્રાર્થના કરવામાં તથા કરેલા દોષોની ક્ષમા માગવામાં ઉત્તમ રીતે પસાર થતો હતો. આ ભાવનાનાં ફળરૂપે શ્રી પ્રભુ તરફથી ઈ.સ. ૧૯૮૮ના પર્યુષણ માટે ‘રત્નત્રયનું આરાધન’ એ વિષય પ્રાપ્ત થયો. મળેલા વાસ્તવિક અનુભવનો નિચોડ એ પર્યુષણમાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણના નેજા નીચે અભિવ્યક્તિ પામ્યો. બધાંને આ વિષયમાં ઘણો આનંદ આવ્યો હતો. તેથી આ વિશેનું લખાણ ગ્રંથરૂપે અથવા નોંધરૂપે બધાંને મળે તેવી માંગણી આવી. હું તટસ્થ હતી. પ્રભુની આજ્ઞા વિના કંઈ ન કરવાના નિયમથી બદ્ધ હતી. તેથી પૂછનાર સહુને જણાવતી કે જેવી પ્રભુની મરજી. પ્રભુની મરજી તથા આજ્ઞા જાણવા મેં પ્રાર્થના તથા ક્ષમાપના શરૂ કર્યાં. થોડા દિવસ પછી પ્રભુ તરફથી મને લક્ષ કરાવવામાં આવ્યો કે આ ત્રણે પ્રકરણો હસ્તાક્ષરમાં પ્રસિદ્ધ થવાનાં છે, અને એ બધું જ લખાણ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથમાં સમાવેશ પામવાનું છે. ક્યાં અને ક્યારે તેનો કોઈ અંદાજ એ વખતે ૨૬૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મને આવ્યો ન હતો. પરંતુ પ્રભુની આજ્ઞા સ્વીકારી મેં લખવાની શરૂઆત કરી. પાણીના રેલાની જેમ એ લખાણ થતું હતું, તેથી પ્રભુની અપાર કૃપા પામવાનો આનંદ હું માણતી હતી. પ્રભુ જ લખાવતા હોય એવો અનુભવ વારંવાર થતો હતો. આખું લખાણ પૂરું થતાં, છાપવા યોગ્ય કાગળ ઉપર મરોડદાર હસ્તાક્ષરથી એ પ્રકરણો લખ્યાં. આ લખાણ માટે શિર્ષક શું આપવું તે મારાથી નક્કી થઈ શકતું ન હતું; મનમાં દ્વિધા ચાલતી હતી, તે વખતે મારાં સહીપણી અ. સૌ. માલિનીબેન વોરાએ “અપૂર્વ આરાધન” શિર્ષક સૂચવ્યું. અમને સહુને એ શિર્ષક ગમી ગયું. ઈ.સ. ૧૯૮૮માં એ ગ્રંથ વકીલ એન્ડ સન્સમાંથી છપાઈને પ્રગટ થયો. ઘણાં ઘણાંને તેનાં વાંચન મનનથી ફાયદો જણાયો. કેટલાંકના જીવન પલટાઈને સરળ તથા ભાવનાબદ્ધ થયાં. ઘણાંએ ફોન દ્વારા, પત્ર દ્વારા, પ્રત્યક્ષ મળીને એ ગ્રંથના વાંચનથી થયેલા ફાયદા જણાવ્યા હતા. તેમનો આનંદ જાણવાનો અને માણવાનો મને પ્રત્યક્ષ લહાવો મળ્યો હતો, પરંતુ અંતરંગમાં તો શ્રી પ્રભુની અપરંપાર કૃપાનું જ ફળ છે એ અનુભવાતું હતું. તેમાંના કોઈ કોઈ અનુભવ ખરેખર વિશિષ્ટ પ્રકારના હતા. વાંચનમાં નિયમિતપણે આવતા એક બહેને આ ગ્રંથ વાંચીને પ્રાર્થના કરવાની શરૂ કરી હતી. તે પછીના થોડા જ સમયમાં તેમને મગજનું કેન્સર થયાનું નિદાન થયું. ડો. ભગવતીએ તેમનું મસ્તકનું ઓપરેશન કર્યું. થોડો વખત સારું રહ્યું, પણ પછીથી માથાનો ભયંકર દુ:ખાવો શરૂ થયો. દુ:ખાવો એવો સખત હતો કે તેઓ વારંવાર દિવાલમાં માથા પછાડતાં હતાં. તે બહેને મને મળવાની ઈચ્છા કરી, તેથી તેમની એક સખીએ મને તેની જાણ કરી. હું એ બહેન સાથે બિમાર બહેનને મળવા ગઈ. તે વખતે તેઓ શાંત બની બેઠાં. થોડીવાર મેં પ્રભુની તથા પ્રાર્થનાનાં બળની વાત કરી. તેમણે જણાવ્યું કે મને માથાનો એવો ભયંકર દુ:ખાવો છે કે પ્રાર્થના પણ કરી શકાતી નથી. મેં પ્રભુનું સ્મરણ કરી ફરીથી પ્રાર્થના કરવા સૂચવ્યું અને એક નાની પ્રાર્થના લખી આપી. તેમાં પૂર્વની થયેલી ભૂલની ક્ષમા માગવાની અને આત્માને ખૂબ શાંતિમાં રાખવાની વિનંતિ કરી ૨૬૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર હતી. તેમની સાથે બળપ્રેરક થોડી વાતો કરી હું ઘરે આવી ગઈ. આ સોમવારનો દિવસ હતો. તે પછીના ગુરુવારે વાંચન પછી, જે બહેન સાથે બિમાર બહેનને મળવા ગઈ હતી, તે બહેને મને સમાચાર આપ્યા કે બિમાર બહેનનો દેહત્યાગ થઈ ગયો છે. મેં એ બહેનની અંતિમ સ્થિતિ વિશે પૂછયું. તેમણે મને જણાવ્યું કે તમારા ગયા પછી તેઓ પ્રાર્થના કરવામાં એવા એકાકાર થઈ ગયા હતા કે તેમને માથાનો દુ:ખાવો સ્પર્શતો ન હતો. તેમનાં મુખ પર સ્મિત અને શાંતિ એવાં પથરાયેલાં હતાં કે બધા જોનારને તો એમ જ લાગતું હતું કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. પણ ગઈ કાલે જ્યારે ખૂબ શાંતભાવથી દેહત્યાગ કર્યો ત્યારે જ અમને ખ્યાલ આવ્યો કે તેમનો આત્મા પ્રાર્થનામાં જોડાઈ, દેહભાવ ભૂલીને વર્તતો હતો. તેથી તેમની બગડતી તબિયતનો અમને અણસાર પણ આવ્યો ન હતો. બીજા દિવસે તે બહેનના ભાઈભાભી મને મળવા આવ્યા હતા. તેમણે પણ તેમનાં અંતિમ સુંદર સમયની વાત કરી, અને મારો આભાર માન્યો. મને તો પ્રભુએ તેમના પર કરેલી કૃપા માટે ખૂબ ખૂબ અહોભાવ થયો હતો. થોડા વખત પછી કોઈ એક અજાણ્યા બહેન ફોન કરી મને મળવા આવ્યા. તેઓ ગુરુવારનાં વાંચનમાં આવી શકતાં નહિ, કેમકે તેઓ સર્વિસ કરતા હતા. તેઓ ચાર પાંચ બહેનો દૂરનાં પરામાં રહેતાં હતાં; અને ટ્રેઈનમાં વી.ટી. સુધી સાથે આવતાં હતાં. સમયનો સદુપયોગ કરવા તેઓ બધાં સાથે મળી, કોઇક પાસેથી પ્રાપ્ત થયેલ “અપૂર્વ આરાધન” ટ્રેઈનમાં વાંચતાં હતાં. તેમાંથી પ્રેરણા લઈ તેઓએ પ્રભુની આજ્ઞા લઈ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન શરૂ કર્યું. થોડા જ કાળમાં તેઓ બધાંને વ્યવહારથી અને આત્માથી ઘણો ફાયદો થતો જણાયો. તેઓના ઘરોમાં સંપ અને શાંતિનું સામ્રાજ્ય વર્તાવા લાગ્યું હતું. તેની ખુશી વ્યક્ત કરવા અને આ પુસ્તક લખવા બદલ આભાર માનવા તેઓ આવ્યા હતા. આવા આવા ઘણા અનુભવો અનેકને થયાની જાણકારી મળતાં મને સમજાતું ગયું કે માર્ગ કેવો સરળ છે, સ્વચ્છ છે, સુગમ છે, તેમ છતાં તેને પામવો કેટલો ૨૬૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દુર્લભ છે. માર્ગપ્રાપ્તિની દુર્લભતા વધવામાં જીવને માનકષાય કેવો અને કેટલો મોટો ભાગ ભજવે છે તે સમજાયું. લોકોને માર્ગની દુર્લભતા ઘટાડવામાં આ પુસ્તક મદદ કરતું હોય તેવું લાગ્યું હતું. તેથી તેની માંગણી થયા કરતી હતી. પરિણામે આ પુસ્તકનું પુનર્મુદ્રણ પાંચેક વખત થયું, અને “શ્રી કેવળીપ્રભુનો સાથ” ભાગ ૨માં તે સમાઈ ગયું. પ્રભુની વાણી યથાર્થ ઠરી. આ માનભાવના દુષણથી બચવા જીવે કેવા ભાવ કરવા ઘટે, તથા કેવો પુરુષાર્થ કરતા રહેવો જોઈએ, તેની ગડમથલ મારા મનમાં ચાલ્યા કરતી હતી. સાથે સાથે રત્નત્રયનું આરાધન કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો આશ્રય કર્તવ્યરૂપ છે તે સમજણ અમલમાં રાખવાનો મારો પુરુષાર્થ ચાલુ જ હતો. ઈ.સ.૧૯૮૯ના પર્યુષણ માટેના વિષયની પ્રભુ પાસે માંગણી કરતાં કરતાં જ્યારે પ્રભુપ્રણિત ‘બારભાવના’ લેવાની આજ્ઞા આવી ત્યારે મને થોડું સાનંદાશ્ચર્ય વેદાયું હતું. મને પહેલી દૃષ્ટિએ તો જણાયું કે અનુભવના નિચોડ સમા રત્નત્રયની આરાધનાના અનુસંધાનમાં અતિ પ્રસિદ્ધ, સરળ તથા સહેલી કહી શકાય એવી અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર આદિ ભાવનામાં ઝાઝું જણાવવા જેવું શું મળશે? પણ પ્રભુનાં કાર્યમાં શ્રદ્ધા હોવાથી લાગ્યું કે તેની પાછળ પણ કોઈ ગુપ્ત રહસ્ય હોવું જોઈએ. આ ભાવનાઓની વિચારણા કરાવવા પાછળ શ્રી પ્રભુનો હેતુ શું હશે! વિચારનાં ઊંડાણમાં જતાં સમજાયું કે ભાવનાઓ સમજવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પણ એ જ ભાવનાઓ સમજાવવા માટે સાક્ષાત્ વૈરાગ્યમૂર્તિ બનવું પડે છે; તો જ શ્રોતા ૫૨ તેની અસર થાય છે. વળી, સમજાયું કે ઘણા ઘણા ઉત્તમ આચાર્યો તથા આત્માર્થી સત્પુરુષોએ આ વિષય છેડયો છે, જીવોને ભાવના સમજાવી તેમનામાં વૈરાગ્ય પ્રેરવા પુરુષાર્થ કર્યો છે; એ જ આ ભાવનાની અગત્ય બતાવે છે. શ્રી પ્રભુના આત્માનાં પરિભ્રમણ સંબંધી અનુભવોનો નિચોડ એટલે જ આ બાર ભાવના કહી શકાય એમ લાગ્યું. સારી રીતે સમજાવવામાં આવે તો અનિત્યાદિ બાર ભાવનાઓ જીવમાં સંસાર પ્રતિનો વૈરાગ્ય ઉત્તમ રીતે પ્રગટ કરે છે. સંસારમાં સર્વ અનિત્ય છે, ૨૬૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દુ:ખના પ્રસંગમાં ધર્મ સિવાય કોઈ શરણરૂપ થતું નથી, જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને એકલો પરિભ્રમણ કરવાનો છે, કોઈ કોઈનું નથી, અને લોકનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મમરણ કર્યા ન હોય વગેરે જાણકારી જીવને વૈરાગ્યમાં તરબોળ કરે છે. તે સાથે આશ્રવ, સંવર, નિર્જરા ભાવના જીવને કર્મ સિદ્ધાંતની જાણકારી આપે છે, સાથે સાથે તેને તેનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવામાં ઘણી મદદ કરે છે. એટલું જ નહિ પણ, ધર્મદુર્લભ તથા બોધિદુર્લભ ભાવના આ શુભ કાર્ય ત્વરાથી કરી લેવા માટે જીવને ખૂબ ઉત્સાહીત કરે છે. કારણ કે આ ભાવનાના આધારથી જીવને સમજાય છે કે ધર્મ પ્રાપ્ત થવો તથા તેનો બોધ આચરણમાં લેવો કેટલો અઘરો છે. તેમજ તેની પ્રાપ્તિ સહેલાઈથી થતી નથી. આમ આ બારે ભાવનાઓ જુદી જુદી અપેક્ષાથી વિચારવામાં આવે તો જીવની સમજણમાં ધરખમ વધારો થાય એ સ્પષ્ટ થયું હતું. આમ કેટલીક પાયાની વાતો સમજાયા પછી મને આ વર્ષનાં પર્યુષણના વિષયના અનુસંધાનનું સાર્થકપણું સમજાયું હતું. આ બારે ભાવનાનાં ઊંડાણવાળાં તત્ત્વો ગ્રહણ કરીએ તો જ રત્નત્રયનું આરાધન સારી રીતે થઈ શકે એમ લાગ્યું હતું. આ ભાવોની બધાંને સમજણ આપવા માટે મેં રાજપ્રભુ રચિત ભાવનાબોધ ગ્રંથનો આધાર લીધો હતો. એ ગ્રંથમાં જોવા મળતો એમનો વૈરાગ્ય, એ વૈરાગ્યની આપણા પર થતી અસર, તેમનું ભાષા પરનું પ્રભુત્વ, થોડા શબ્દોમાં ઝાઝું જણાવી એમાં ભેદરહસ્યો પૂરવાની તેમની શક્તિ, વગેરે દૃષ્ટિકોણથી બારભાવનાનો વિચાર કર્યો હતો. તેની સાથે સાથે શ્રી તીર્થંકર પ્રભુએ આત્મવિકાસ કરવા માટે બારભાવના વિચારવાની અગત્ય જણાવી છે તે પણ વણી લીધું હતું. વળી, પ્રાથમિક કક્ષાના જીવોને બારભાવનાની વિચારણા કરવાથી ધર્મપ્રવેશ કરવો કેવો સહેલો પડે છે, અને તેની અસર કેવી કાયમી બને છે તેને ગૂંથી લેવાનો પણ મેં પ્રયત્ન કર્યો હતો. તેથી પ્રવેશક જિજ્ઞાસુ જીવોને પણ આ ૧૯૮૯નાં પર્યુષણ આનંદદાયક તથા લાભકારી જણાયાં હતાં. પ્રભુ તરફથી મળતા પર્યુષણ માટેના ૨૬૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિષયોનું એકબીજા સાથેનું જોડાણ જાણવાથી મારો પ્રભુ માટેનો અહોભાવ તથા પૂજ્યભાવ ઘણો વેદાતો હતો. અરે! આજે પણ એટલો જ વેદાય છે. જીવ પોતે સમજણ પામી, સત્પરુષનાં શરણે જઈ, આત્મશુદ્ધિનું ભગીરથ છતાં મહામંગળ કાર્ય હાથ ધરી શકે છે. તે માટે વિકાસનાં સોપાન ચડવામાં બાર ભાવનાની સમજણ અનેરો સાથ આપે છે. તેની સહાયથી તે તત્ત્વની ઊંડી ગહન વાતો સમજી તેનું મનમાં ઘૂંટણ કરી શકે છે. પોતે હાથ ધરેલાં કાર્યની સિદ્ધિ માટે તથા પરકલ્યાણાર્થે જીવ છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી ઉપદેશક બની શકે છે. તેમાં પ્રાથમિક અવસ્થામાં તે અન્ય જીવોને વ્યવહારનયથી ઉપદેશ આપે છે. આ ઉપદેશમાં સંસારની અસારતા, અનિત્યતા, જીવનું એકત્વ, અન્યત્વ આદિ બાર ભાવના વિશેની સમજણ અપાય છે. વ્યવહારથી સંસારનું પ્રતિકૂળ સ્વરૂપ જીવોને દર્શાવી સપુરુષો તેમને ધર્મસન્મુખ કરતા જાય છે. શ્રી પ્રભુના મહામાર્ગનો આ પ્રથમ વિભાગ થાય છે. ૧૯૮૯ના પર્યુષણમાં આરાધનાના પ્રથમ વિભાગનું પ્રગટીકરણ થયું અને મને વૈરાગ્યના અદ્ભુત વેદનનો લહાવો લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો. સાધક અને શ્રોતાવર્ગ આરાધન કરતાં કરતાં આત્માર્થે આગળ વધે છે ત્યારે આ વ્યવહારનય, શુદ્ધ વ્યવહારનય બની નિશ્ચયનયમાં પલટાતો જાય છે. જીવ જ્યારે નિશ્ચયનયનાં આરાધન સુધી પહોંચે છે ત્યારે તેમાં છ દ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તેનાં શુધ્ધ રૂપમાં જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે. તે બધાંનાં એકબીજા સાથેના સંબંધ, તેમનાં કાર્યો, તથા તેમનાં શુદ્ધ સ્વરૂપની ઓળખ તેમને મળે છે. તેનાં આધારે તે જીવ ક્ષપક શ્રેણિ માંડી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરવાની તૈયારી કરે છે. આ સ્વરૂપની સમજણ લેવી તથા આપવી એ નિશ્ચયનયનું કાર્ય છે. આવતી આવી સમજણને કારણે કંઈક તત્ત્વનાં સિદ્ધાંતનાં રહસ્યો મેળવવા પુરુષાર્થ કરવા ઈચ્છા થયા કરતી હતી. પણ શું કરવું તે વિશે કોઈ સ્પષ્ટતા આવતી ન હતી. માર્ગદર્શન મેળવવા માટે પ્રાર્થના ચાલુ હતી. થયેલી ભૂલો માટે ક્ષમા પણ માગતી જતી હતી. ધીમે ધીમે ૨૭) Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સ્પષ્ટતા થતી ગઈ. અને ઈ.સ. ૧૯૯૦નાં પર્યુષણ માટે શ્રી કુંદકુંદાચાર્ય રચિત ‘પંચાસ્તિકાય' ગ્રંથ લેવાનું એ વર્ષની ગુરુપૂર્ણિમા પહેલાં નક્કી થઈ ગયું. આ વિષય મળ્યો, તેની પહેલી ક્ષણે મને એમ જ થયું કે ભગવાન પર્યુષણના વિષયોમાં આ કેવી કુદાકુદ કરાવે છે! બાર ભાવનામાંથી સીધો નિશ્ચયનયનો ગ્રંથ લેવાનો! પણ મારી ટૂંકી બુદ્ધિમાં પ્રભુની દીર્ઘદ્રષ્ટિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે ? તેમ છતાં પ્રભુઆજ્ઞા મને શિરોમાન્ય હતી. એટલે પંચાસ્તિકાય ગ્રંથનો વ્યવસ્થિત અભ્યાસ કરવો શરૂ કર્યો. આ વખતે મને પર્યુષણ પહેલાં ત્રણેક મહિને વિષયની પ્રાપ્તિ થઈ હતી. એટલે સમયની સુવિધા હતી. તેથી જેમ આ ગ્રંથનું વાંચન તથા મનન વધારતી ગઈ તેમ તેમ મને તેનું ઊંડાણ સમજાતું ગયું. અને વ્યવહારનયને નિશ્ચયનયની સમજણમાં પલટાવવા આ ગ્રંથ કેવો ઉપયોગી છે તે અનુભવમાં આવવા લાગ્યું. આ બધા ચિંતન તથા મનનના નિચોડરૂપે મને બાર ભાવનાના અનુસંધાનમાં પંચાસ્તિકાય જેવો ગ્રંથ કેમ લેવડાવ્યો તેનું રહસ્ય સમજાઈ ગયું, જે મેં ઉપરના ફકરામાં સંક્ષેપમાં જણાવ્યું છે. પંચાસ્તિકાયમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ પાંચ દ્રવ્યોનાં લક્ષણો શું છે, તેઓ શા માટે અસ્તિકાય કહેવાય છે, કાળને શા માટે અસ્તિકાય ગણવામાં આવતો નથી, લોકમાં આ બધાં દ્રવ્યોનું અસ્તિત્વ કેવી રીતે છે, તેઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, અને આખા લોકનો સંચાલક જીવ કેવી રીતે થાય છે, એ વગેરે વિશેની સિદ્ધાંતમૂલક સમજણ અપાયેલી છે. આનો વ્યવસ્થિત અભ્યાસ કરવા જતાં, પર્યુષણના વિષયની જાણકારી મેળવવામાં કેવો પુરુષાર્થ સમાયેલો હોવો જોઈએ તેની સ્પષ્ટતા આવી. તેમાંથી મને જે આખા ચાતુર્માસમાં ખૂબ આરાધન કરવાના ભાવ વર્તતા હતા તેની પૂર્તિ થતી હોય એવું લાગ્યું, કેમકે આ ગ્રંથનું વાંચન કરતી વખતે મને ઘણી ઘણી નિસ્પૃહતા વર્તતી હતી, તે આજે પણ મને બળવાનપણે સ્મૃતિમાં છે. સંવત્સરી સુધી ચાલુ રહેલા આરાધનને કારણે મારા આત્માનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણીને સારો લાભ થયો હતો. પર્યુષણ આનંદથી પસાર થયા. પ્રભુની ૨૭૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અસીમ કૃપાનો અનુભવ વર્તાતો હતો. ઇષ્ટ આત્માઓનું ફલક વિસ્તરવા લાગ્યું હતું, તેથી રાજપ્રભુ, પંચપરમેષ્ટિ ભગવાન તથા ઉચ્ચ કક્ષાના સહુ આત્માઓ માટે અહોભાવ તથા કૃતજ્ઞતાનો ભાવ જોરદાર બન્યો. એમાંથી એવી વિચારણા જન્મી કે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવા માટે રોજિંદા જીવનમાં મારે શું કરવું જોઈએ તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળે તો કેવું સારું? તે ભાવનાથી શ્રી પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ નિયમિતપણે થવા લાગ્યાં. વાંચનમાં વિવિધ ગ્રંથો વંચાતા હતા, દરેકમાં કંઈક નવીનતા તથા ઊંડાણ હોવા છતાં વ્યવહારિક યથાર્થ માર્ગદર્શન દેખાતું ન હતું. ચાતુર્માસ નજીક આવતા જતા હતા, અને કોઈ સ્પષ્ટ જાણકારી આવતી ન હતી, તેથી પ્રાર્થના તેમજ ક્ષમાપના કરવાનું પ્રમાણ સહજતાએ વધ્યું. ભાવપૂર્વક વિચારતી હતી કે મારા માટે આ વર્ષનાં પર્યુષણ માટે ક્યો વિષય યોગ્ય ગણાય! આ ભાવ સાથે એક દિવસ બપોરના હું સ્મરણ કરતી હતી. સ્મરણ કરતાં હું શાંત થઈ ગઈ. અને એકાએક મને સમજાયું કે મારે જે માર્ગદર્શન જોઈએ છે તે શ્રી રાજપ્રભુના સં. ૧૯૫રના બોધમાંથી મળે તેમ છે; જે વચનામૃતમાં ‘ઉપદેશછાયા' શિર્ષક નીચે છપાયેલ છે. પૂર્વકાળમાં એટલે કે થીસીસ લખતી વખતે અને તે પછીથી પણ મેં ઉપદેશછાયા વાંચી હતી, પણ તેનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કર્યો ન હતો. એટલે મેં ઉપદેશછાયાનો પર્યુષણના વિષય તરીકે અભ્યાસ કરવાનો વિચાર કર્યો. જેમાં વિવિધ અંગો આવરી લેવાં હતાં. ઈ.સ.૧૯૯૧નાં પર્યુષણ માટે મને જ્યારે શ્રી રાજપ્રભુએ આપેલા બોધની નોંધ ‘ઉપદેશછાયા' લેવાનો આદેશ આવ્યો, ત્યારે બહુ આશ્ચર્ય તો નહોતું વેદાયું, કેમકે આવા વિષયોની વિવિધતા એ જ પ્રભુની કરામત છે એવો નિશ્ચય મને થઈ ગયો હતો. આથી આવી વિવિધતામાં લઈ જવાનું પ્રભુનું પ્રયોજન શું હશે એ જાણવામાં મારું મન પરોવાઈ ગયું હતું. મને પ્રયોજન જણાવે એ માટે શ્રી પ્રભુને પ્રાર્થના કરવી શરૂ કરી હતી. સાથે સાથે ઉપદેશછાયાનાં આટલાં બધાં પાનાં સાત દિવસમાં કેવી રીતે વિચારાઈ શકે એ મારા માટે ગહન પ્રશ્ન હતો, કેમકે મને ૨૭૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કૃપાળુદેવનાં બધાં જ વચનો સમજવા યોગ્ય અને અગત્યનાં લાગતાં હતાં. આથી મારે કેમ કરવું તેના માટે પણ મને માર્ગદર્શન જોઈતું હતું. પરિણામે પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં મેં ઉપદેશછાયાનું વાંચન શરૂ કર્યું. લગભગ ત્રીજી વખત વાંચતી હતી, ત્યારે મેં નોંધ્યું કે હું એમાનાં કેટલાંક વચનો નીચે લીટી દોરી અગત્યનાં વચનો જુદા પાડતી હતી. આ કાર્ય પ્રભુ જ મારી પાસે કરાવતા હતા એમ મને જણાયું. તે પરથી મેં તારવણી કરી કે મારે પર્યુષણમાં અન્ય લખાણનો સાર લેવો અને નીચે લીટી દોરેલાં વચનો વિસ્તારથી લેવાં. આમ કરવાથી મારું કામ ઘણું સરળ થઈ ગયું. ‘ઉપદેશછાયા’નો અભ્યાસ કરતાં કરતાં આ વિષય કેમ લેવાનો આવ્યો તેનો ઘટસ્ફોટ પણ થઈ ગયો. મને સમજાયું કે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તત્ત્વ પર પ્રભુત્વ આવે છે ત્યારે તે જીવ તદ્ન સમીપમુક્તિગામી બને છે. આવા રૂડા આત્માઓના અનુભવથી સિંચાયેલો બોધ અનેક જીવોને ખૂબ ખૂબ લાભદાયી થાય છે; તેથી આવા અલભ્ય બોધની નોંધ અનેક શ્રોતાઓ લેતા હોય છે. તેનો લાભ પોતે તથા આસપાસના લોકો સત્પુરુષના પ્રત્યક્ષ યોગના વિયોગમાં લઈ શકે છે. જો તેઓ યથાર્થ પુરુષાર્થ કરે તો તેમાંથી તેઓ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ જેવો જ ઉત્તમ લાભ પામી શકે છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ આવા જ ઉત્તમ પુરુષ હતા. તેમણે જે બોધ સં ૧૯૫૨ આસપાસના કાળમાં ગુજરાતનાં ગામોમાં હતા ત્યારે આપ્યો હતો તેની નોંધ બળવાન સ્મૃતિધારક અંબાલાલભાઈએ કરી હતી. તે નોંધ ‘ઉપદેશછાયા’નાં શિર્ષક નીચે શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતમાં છપાઈ છે. એનો અભ્યાસ કરતાં સમજાય છે કે આજથી લગભગ ૧૧૫ વર્ષ પહેલાં તેમણે જે બોધ આપ્યો હતો તેનું આજે પણ આત્મહિતાર્થે એટલું જ મૂલ્ય તથા મહત્ત્વ છે. એમનાં એ અનુભવમૂલક વચનો આજે પણ જીવને ઉત્તમ માર્ગદર્શન આપી શકે એવાં બળવાન કલ્યાણભાવનાં પરમાણુઓથી સભર છે. આ વાતની અનુભૂતિ સહુ કોઈને ઈ.સ.૧૯૯૧નાં પર્યુષણમાં થઈ હતી, આ જ રીતે ઉત્તમ પુરુષોથી સર્જાતી કલ્યાણભાવની પરંપરાનું મૂળ આપણે શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણભાવનાં ૨૭૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરમાણુઓમાં અવલોકી શકીએ તેમ છે. અને તે પરથી તેમના બોધને અનુસરી રચાયેલાં આગમ સૂત્રોની મહત્તા પણ આપણે સમજી શકીએ. પર્યુષણ વ્યતીત થયા પછી પણ મારાં મનમાં ઉપદેશછાયામાં વણાયેલા ભાવો રમ્યા કરતા હતા. તે ભાવોનો ઉપયોગ કરી મારાં જીવનને સુધારવાનો પ્રયત્ન ચાલુ હતો. આત્મદૃષ્ટિએ વિકાસ સધાતો હતો પણ વ્યવહારિક મુશ્કેલીઓનું જો૨ પણ વર્તતું હતું. તેને કારણે વ્યવહારશુદ્ધિ વધારવાની ભાવના બળવાન થવા લાગી; તેમ છતાં શ્રી કૃપાળુદેવ તરફથી જોઈતા સંતોષનો આવિર્ભાવ મને જોવા મળતો ન હતો. તેથી મને મારાં જીવનની અધૂરપ સમજાતી હતી, સાથે સાથે ખૂબ પુરુષાર્થ કરી સંસારથી ત્વરાથી છૂટી જવાના ભાવ ૨મવા માંડયા હતા. તેનાં કારણે મને ટુકડે ટુકડે પ્રભુ તરફથી માર્ગદર્શન મળ્યા કરતું હતું, જેની હું ટૂંકાણમાં નોધ કરતી જતી હતી. ઈ.સ. ૧૯૯૨નાં પર્યુષણ માટે પૂજ્યપાદ સ્વામી કૃત ‘ઈષ્ટોપદેશ' લેવાની આજ્ઞા આવી ત્યારે આ ગ્રંથ મારાથી સાવ અજાણ્યો હતો. તેથી તેનો અભ્યાસ કરી, નિચોડ તારવી સહુને ઉપકારી થાય એ રીતે તેનું તારણ વ્યક્ત કરવાનું હતું. પ્રથમ દૃષ્ટિએ આ કાર્ય મને ઘણું કપરું લાગ્યું હતું, પરંતુ તે માટે ચાતુર્માસમાં ખૂબ પુરુષાર્થ કરવાનો સુંદર અવસ૨ મને મળશે એ આશાએ સંતોષ અને પ્રભુ માટે આભાર વર્તાયા હતા, તેની સ્મૃતિ આજે પણ અકબંધ છે. ગ્રંથ મેળવી વાંચવાની શરૂઆત કરી ત્યારે તેમના વિશે પૂજ્યભાવ અને ભક્તિભાવ ઉલસ્યા હતા. ગ્રંથનો અભ્યાસ કરતાં સમજાયું હતું કે ૫૧ શ્લોકના આ નાના ગ્રંથમાં પૂજ્યપાદ સ્વામીએ ગાગરમાં સાગર ભરી દીઘો છે. વળી, એ પણ સ્પષ્ટ થયું હતું કે, પૂર્વે થઈ ગયેલા સત્પુરુષોના બોધની સરખામણીમાં પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ ઘણો વિશેષ ઉપકારી થઈ શકે છે. જીવ માત્ર અને તેમાંય સંજ્ઞી મનુષ્ય સુખને જ ઇચ્છે છે, જેમાંથી અને જેનાથી શાશ્વત સુખ પ્રગટે છે તે ઈષ્ટ કહેવાય. આવું શાશ્વત સુખ મેળવવા માટે સત્પુરુષો તરફથી જે યોગ્ય ઉપદેશ મળે છે તેને ઇષ્ટોપદેશ કહી શકાય. આવું શાશ્વત સુખ મોક્ષમાં મળે છે, તે મેળવવા માટેનો ૨૭૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર બોધ તે ઈષ્ટોપદેશ. આવો ઉત્તમ ઉપદેશ જે ગ્રહણ કરે, આત્મસાત્ કરે અને અન્યને આપી શકે તે પૂજ્યપાદ બને. પૂજ્યપાદ એટલે જેમનાં ચરણ પૂજવા યોગ્ય છે તે. પૂજ્યપાદ સ્વામી રચિત ઈબ્દોપદેશ સ્વપર બંનેને લાભકારી થવા સર્જાયો છે. ઈબ્દોપદેશના પહેલા શ્લોકમાં મંગલાચરણ છે તથા અંતિમ શ્લોકમાં ફલશ્રુતિ આપી છે; વચમાંનાં ૪૯ શ્લોકમાં ક્રમિક સિદ્ધાંતો નિરૂપાયા છે. આત્માને પરમાત્મા બનાવવાની ચાવી સમજાવતું સત્ત્વ આમાં અપાયું છે. તેમાં આત્મભાવ અને લૌકિકભાવ વચ્ચેનો ભેદ, સંસારનું સ્વરૂપ, જીવને પ્રાપ્ત થતાં કષ્ટો, દેહ તથા આત્માનો વિરોધ, આત્માને ધ્યાન કેવી રીતે શ્રેયકારી છે, આત્માર્થી જીવ ધ્યાન માટે કેવી વિચારણા કરે, સદ્ગુરુનું મહાભ્ય, સ્વઉપાસના વધારવાથી કલ્યાણ થાય છે, સંસારની અરુચિ જન્મે છે, લૌકિક રસનું ફળ સંસારનું પરિભ્રમણ છે, ધ્યાનથી પરમાનંદ મળે છે, કર્મ બળે છે અને તેની ફલશ્રુતિ રૂપે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે; તે વિશે નિરૂપણ થયેલું છે. આમ પૂજ્યપાદ સ્વામીને “મોક્ષનું પરમસુખ ઈષ્ટ' છે. આ ગ્રંથનું શિર્ષક તથા તે માટેના બોધનું નિરૂપણ સાર્થક થતું જણાય છે. આત્માને શું અને તે કેવી રીતે ઈષ્ટ છે તેની વિચારણામાં ચાતુર્માસ સુંદર રીતે પસાર થયા. આ ભાવો વ્યવહારિક જીવનમાં સાકાર કરવાના પ્રયત્નોમાં પછીનો સમય જવા લાગ્યો. આ ભાવનાં વિશેષ ઊંડાણ તથા તાગ મેળવવાની વૃત્તિ બળવાન થતી ગઈ. એમાંથી નવાં વર્ષનો પર્યુષણનો વિષય આપવા માટેની માંગણી આરંભાઈ. તેનાં ફળ રૂપે પૂર્વે ન વાંચેલો તેવો શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત “બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પર્યુષણમાં લેવાનું આવ્યું. ઈ.સ.૧૯૯૩ના પર્યુષણમાં આ ગ્રંથ લેવાનો હતો. તેની રચના કર્તાએ લગભગ અગ્યારમી સદીમાં કરી હતી. પોતાનું ઈષ્ટ કરવાના આશયથી જીવ જ્યારે યોગ્ય ઉપદેશ મેળવવા પ્રયત્ન કરે છે, ત્યારે દશાવાન જીવ સિદ્ધાંતોના ભેદ અને તેના વિસ્તારને જાણવા પ્રયત્નવાન થાય છે. બીજી રીતે કહીએ તો તે જીવ વ્યવહારનયથી આગળ વધી ૨૭૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિશ્ચયનયની જાણકારી લેવામાં વ્યસ્ત બને છે. આ વાતની પ્રતીતિ મને ત્યારે મળી જ્યારે ઈ.સ. ૧૯૯૩ની ગુરુપૂર્ણિમાથી મેં આ ગ્રંથના અભ્યાસની શરૂઆત કરી. તેમાં મને નિશ્ચય તથા વ્યવહારનયથી લોકમાં વ્યાપી રહેલાં છ દ્રવ્યનો અભ્યાસ કરવાની તક મળી. પૂર્વે વાંચેલ શ્રી કુંદકુંદાચાર્ય રચિત “પંચાસ્તિકાયની પણ આ ગ્રંથ સમજવામાં ઘણી સહાય રહી હતી. બૃહદ્ દ્રવ્ય સંગ્રહમાં ત્રણ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં ૨૭ શ્લોક છે, અને તેમાં જીવ તથા પુદ્ગલનું સ્વરૂપ નિશ્ચય તથા વ્યવહારનયથી સમજાવેલું છે. બીજો અધ્યાય અગ્યાર શ્લોકનો બનેલો છે, અને તેમાં જીવ, પુદ્ગલ સિવાયનાં બાકીના સાત તત્ત્વ આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, પાપ તથા પુણ્યને વિગતથી સમજાવ્યાં છે. તે વિચારતાં જીવને સંવર તથા નિર્જરા કરવાની અગત્ય સમજાય તેમ છે. ત્રીજા અધ્યાયમાં ૨૦ શ્લોક છે, તેમાં વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગનું નિરૂપણ જોવા મળે છે. તેમાં સમ્યત્વનાં લક્ષણો, આઠ ગુણો, રત્નત્રયનું આરાધન, ધ્યાન, તેનું સ્વરૂપ, નમસ્કારમંત્રની ઉપયોગિતા, આદિ સમજાવેલ છે. જીવે સ્વરૂપની સિદ્ધિ કરવા માટે જે ઉપાયો યોજવા જોઈએ તે કેવી રીતે કરવા, એ આ ગ્રંથનું મુખ્ય હાર્દ હતું. તેની જાણકારી મુમુક્ષુઓને માર્ગમાં આગળ વધવા પ્રોત્સાહક બની હતી. આમ ઈ.સ.૧૯૯૩ સુધી એકબીજા સાથે સમાન્ય સંબંધ ધરાવનારા છતાં સ્વતંત્ર કહી શકાય એવા વિષયો મને મળતા ગયા. આ વિષયોનું પૃથક્કરણ કરીએ તો જણાય છે કે પર્યુષણમાં મોટા ભાગે કોઈ મહાન આચાર્યની કૃતિ જ લેવાયેલી છે. જેમણે આત્મદશામાં આગળ વધી, પોતાના અનુભવનો નિચોડ ગ્રંથમાં ઉતાર્યો હોય તેવા ગ્રંથોનો અભ્યાસ કરાવી, તેમાંથી શું ગ્રહણ કરવું તેનું અનુભવગમ્ય માર્ગદર્શન શ્રી પ્રભુ આપણને આપતા જણાય છે. અથવા તો આવા ગ્રંથોની રચના કરનાર જીવોનાં જીવન કેવાં હોય તેનો પરિચય આપતા વિષયો જોવા મળે છે. ઉદા. ત. જીવનો વિકાસક્રમ, કૃપાળુદેવનો આત્મવિકાસ. બાકી મોટા ભાગે તો ઉત્તમ આત્માઓ રચિત કૃતિઓ જ પર્યુષણમાં લેવાઈ છે. આના ૨૭૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર થકી “શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથ લખવાની ભૂમિકા મારામાં તૈયાર થતી ગઈ. આ લક્ષ તો અત્યારે આવે છે, બાકી તે વર્ષ સુધી તો પ્રભુ કરાવે તેમ કરવું છે અને વર્તાવે તેમ વર્તવું છે એવા ધ્યેય સાથે જ રહેવાતું હતું. અને યોગ્ય મુદ્દાઓની ટુંકી નોંધ પ્રભુ આજ્ઞાએ થતી હતી. - ઈ.સ. ૧૯૯૩નાં પર્યુષણમાં મારાં આજ્ઞાધીનપણાની કસોટી કરતો એક પ્રસંગ બન્યો હતો. જે જાણવામાં રસિક કહી શકાય. ઈ.સ. ૧૯૭૭થી પ્રત્યેક વર્ષનાં પર્યુષણ માઉન્ટ યુનિક મકાનમાં શ્રી કિશોરભાઈ શેઠના ફલેટમાં થતા હતા. શ્રી કિશોરભાઈ ખૂબ જ ચીવટવાળી વ્યક્તિ છે. બધું જ વ્યવસ્થિત અને સમયસર કરવાની તેમની ટેવ છે. પર્યુષણમાં શ્રી કિશોરભાઈ તથા અ.સૌ. રેણુબહેન સહુને પ્રેમથી આવકારતા, દરેકની સગવડ સચવાય તેની કાળજી કરતા ઈત્યાદિ. તેમાં મારી ખુરશી સામે એક નાનું ટેબલ રહેતું. તેનાં પર નાનું માઈક તથા સમયની જાણકારી માટે નાનું ઘડિયાળ રાખતા. ખુરશીની જમણી બાજુની દિવાલ પર એક મોટી ઘડિયાળ પણ લટકાવેલી રહેતી. વાંચન પૂરું થાય અને ભક્તિ શરૂ થાય ત્યારે ટેબલ પરનાં ઘડિયાળનું મુખ મારા તરફથી બદલાવી શ્રી શશીભાઈ તરફ તેઓ કરી દેતા. જેથી સમયની જાળવણી બરાબર થઈ શકે. ‘૯૩ના પર્યુષણના પહેલા દિવસે સવારમાં મને ધ્વનિ આવ્યો કે આજે વાંચનમાં ઘડિયાળ પહેરીને જજે. મને મતિકલ્પના જ લાગી, કારણ કે અત્યાર સુધી ગુરુવારનાં વાંચનમાં કે પર્યુષણનાં વાંચનમાં મેં ઘડિયાળ પહેરી જ ન હતી. બંને હાથમાં બંગડી જ પહેરતી. પછી તો દર કલાકે અને અડધો કલાકે વાંચનમાં ઘડિયાળ પહેરીને જવાનો આદેશ આવવા લાગ્યો. અત્યાર સુધી ક્યારેય ઘડિયાળ પહેરીને વાંચનમાં ગઈ ન હતી તેથી ઘડિયાળ પહેરવાનો મને ક્ષોભ પણ ઘણો હતો. તેથી મેં ઘડિયાળ ન જ પહેરવાનો નિર્ણય કર્યો. અને બપોરના બે વાગે ઘરેથી વાંચનમાં જવા પગ ઉપાડ્યો. ત્યાં જોરદાર આજ્ઞા આવી કે ઘડિયાળ પહેર્યા વિના બારણા બહાર પગ મૂકીશ નહિ. મેં ગુપચુપ બારણેથી પાછા ફરી ઘડિયાળ પહેરી લીધી અને વાંચન માટે અમે નીકળ્યાં. ત્યાં જઈ ખુરશીમાં બેઠી તો મને ૨૭૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ખ્યાલ આવ્યો કે ભાઈ કિશોરભાઈ ટેબલ ૫૨ ઘિડયાળ મૂકતા ભૂલી ગયા છે. મેં વિચાર્યું દિવાલ પરની ઘડિયાળ તો છે ને! સવા ચાર વાગવાની ખબર તેનાથી પણ મળી શકશે. પરંતુ સવા ચાર વાગે મારી ઘડિયાળ અનુસાર મેં વાંચન પૂરું કર્યું અને દિવાલની ઘિડયાળમાં જોયું તો ઘિડયાળનાં કાંટા જ દેખાતા ન હતા. બારીમાંથી સૂર્યનો ગ્લેર એવી રીતે એ ઘડિયાળ પર આવતો હતો કે ઘડિયાળમાં સમય જોઈ શકાય નહિ. મને ભગવાનની મારા પરની કૃપા સમજાઈ અને ખૂબ ખૂબ પ્રભુનો આભાર માન્યો. બીજા દિવસે પણ ઘડિયાળ પહેરવાનો આદેશ આવ્યો. આનાકાની વિના હું ઘડિયાળ પહેરીને વાંચનમાં ગઈ. ત્યાં જઈ જોયું તો બીજા દિવસે પણ કિશોરભાઈ ઘડિયાળ મૂકવાનું ચૂકી ગયા હતા. ત્રીજા દિવસે પણ એમ જ બન્યું હતું. આટલી બધી ચોક્કસાઈવાળા શ્રી કિશોરભાઈ ત્રણ ત્રણ દિવસ સુધી ઘડિયાળ મૂકવાનું ભૂલી જાય એ અમારા માટે ખૂબ આશ્ચર્યકારક બિના હતી. પણ તેમને યાદી અપાવવાની ભગવાનની મનાઈ હતી. અમારે તો માત્ર જોયા જ કરવાનું હતું. આમ ને આમ આઠે દિવસ (સંવત્સરી સહિત) ઘડિયાળ મૂકવાનું તેઓ ભૂલી ગયા હતા. અને મને રોજ ઘડિયાળ પહેરીને જ જવાનો આદેશ આવ્યા કરતો હતો. પ્રભુની આજ્ઞા માનવાનું ફળ તો અનુભવાઈ ચૂક્યું હતું, એટલે વિના સંકોચ રોજે ઘિડયાળ પહેરીને જતી હતી. પ્રભુ મારું કેટલું ધ્યાન રાખે છે, મને ક્યાંય મુશ્કેલી થવા દેતાં નથી એ અનુભૂતિ અવિસ્મરણીય છે. એની સાથે નવાઈની વાત તો એ હતી કે મને કોઈએ પણ પૂછ્યું ન હતું કે તમે કેમ ઘિડયાળ પહેરી છે. વિશેષમાં પર્યુષણ પૂરાં થયાં પછીના દિવસે કિશોરભાઈને ઘડિયાળ બાબત પૂછ્યું ત્યાં સુધી પણ તેમને ઘિડયાળ મૂકાઈ ન હતી તેનો લક્ષ આવ્યો ન હતો. પ્રભુએ તેમને કેવી વિસ્મૃતિ કરાવી દીધી હતી! એ આશ્ચર્ય હજુ પણ શમતું નથી. આમ ઈ.સ.૧૯૯૩નાં પર્યુષણમાં પ્રભુની કૃપાનો અનેરો આનંદ અમે માણ્યો હતો. પર્યુષણમાં મહાત્માઓના ઉત્તમ ગ્રંથ લેવાની પ્રણાલિકામાં ઈ.સ.૧૯૯૪માં ફેરફાર નોંધાયો. એ પછીના વર્ષોમાં પણ તે ફેરફાર ચાલુ હતો. ૧૯૯૪ની ૨૦૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સાલથી વિષયોની સૂચિ એવી રીતે આવી છે કે જેમાં કોઈ તૈયાર ગ્રંથનો આધાર મળે નહિ, પણ એ વર્ષ સુધીમાં થયેલા અનુભવોનો આધાર લઈ પર્યુષણ માટે તૈયારી કરવાની હોય. જુદા જુદા ગ્રંથોનાં મંતવ્યોનો આધાર જરૂર મળતો હતો, પરંતુ એક જ ગ્રંથમાંથી બધી સામગ્રી મળે એ સુવિધા રહી ન હતી. એથી મને સમજાયું કે હવે પ્રભુ મારી પાસે સુંદર આરાધન કરાવી સુધરવાની તક વધારી રહ્યા છે. બીજી બાજુ વર્તમાનની ઈ.સ.૨૦૧૧ની સાલમાં સ્પષ્ટ સમજાય છે કે ઈ.સ.૧૯૯૪થી શ્રી પ્રભુએ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ લખાવવાની વાસ્તવિક તૈયારી કરાવવી શરૂ કરી હતી, અને તેઓ એ પહેલાનાં સઘળાં વર્ષોમાં આ ગ્રંથ માટે જોઈતા અનુભવની પૂર્વ તૈયારી કરાવતા હતા. ઈ.સ. ૧૯૯૪નાં વર્ષ માટે ‘સમ્યક્દર્શન' વિશે વિચારણા કરવાનું આવ્યું હતું, તે માટે વાસ્તવિકતામાં કોઈ એક ગ્રંથમાંથી સઘળું માર્ગદર્શન મળી શકે નહિ તે ખૂબ જ સહજ હતું. પરંતુ અનેક મુનિઓએ, આચાર્યોએ, મહાત્માઓએ સમ્યક્દર્શનનાં લક્ષણો વિશે, તેનાં વિવિધ પાસાઓ વિશે, પ્રસંગોપાત લખાણ કરેલું છે. તેમાંથી શ્રી કુંદકુંદાચાર્ય, શિવકોટિ આચાર્ય, ગુણભદ્રાચાર્ય, જ્ઞાનભૂષણ ભટ્ટારક, આદિ સમર્થ મહાત્માઓએ સમ્યક્દર્શન માટે આપેલા મંતવ્યો એકત્રિત કર્યા. વિચારણા એવી હતી કે આ બધા મહાચાર્યોનાં વચનો વાંચી, વિચારી, પોતાના અનુભવના ત્રાજવામાં મૂકી મુદ્દા એકઠા કરવા. અને તેનું તારણ કરી નક્કી કરવું કે સમ્યક્દર્શન મેળવવાથી જીવને સંસા૨ે તથા પરમાર્થે શો લાભ થાય છે, જીવનો આત્મવિકાસ કેવી રીતે વેગવાન થઈ શકે, સમ્યક્દર્શનની અગત્ય શું છે, તેનાં લક્ષણો શું છે, તે પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ, સમ્યક્દર્શનથી સંસારનું પરિભ્રમણ કેવી રીતે ટળતું જાય છે, સમ્યક્દર્શનથી ચડતા ક્રમમાં આત્મસુખની વૃદ્ધિ કેમ થતી જાય છે, વગેરે. આ મુદ્દાઓ વિશે મહત્ પુરુષોનાં વચનો સમજી ટાંચણ કર્યું; એ રીતે મેં પર્યુષણ માટે તૈયારી કરી. મારી સમજણને તથા અનુભવને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકું એ માટે મને સહાય કરવા મેં પ્રભુને ખૂબ પ્રાર્થના કરી ૨૭૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હતી. સાથે સાથે તેમાં વિનરૂપ થાય તેવા મારાં દોષો તથા કર્મોની ક્ષમા પણ એટલી જ માગતી હતી. કારણ કે આ પ્રકારની તૈયારી કરવાનો મારો આ પહેલો જ અનુભવ હતો. એક બાજુ વિષયની ગહનતા, બહોળા અનુભવનો અભાવ અને તૈયારી કરવા માટે માત્ર દોઢ પોણાબે મહિના જેટલો સમય વગેરે વિશે વિચારતાં મારી કઠણાઈઓનો સહેજે ખ્યાલ આવી જશે. આમ છતાં મારે કહેવું જોઈએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનાં સાધનથી શ્રી પ્રભુએ મને ઘણો ઘણો સાથ આપ્યો હતો, અને મુશ્કેલીમાંથી પાર ઉતારી હતી. વધારામાં સ્પષ્ટપણે એ સમજાયું હતું કે વ્યવહારિક જીવનમાં આ ત્રણ સાધનનું યોગ્ય રીતે જોડાણ કરવાથી જીવને સંસારે તથા પરમાર્થે ઘણો લાભ થઈ શકે છે. પરિણામે પર્યુષણમાં આત્માએ કંઈક પ્રાપ્ત કર્યું હતું તેવી અનુભૂતિ માણી હતી. આવી સુંદર કૃપા કરવા માટે મેં શ્રી પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. આવી જ રીતે મારી પાસે ઉત્તમ પુરુષાર્થ કરાવી, મને સમૃદ્ધ થવાની તક, આ પછીનાં પર્યુષણમાં પણ આપજો એવી વિનંતિ પણ વારંવાર કરતી હતી. સમ્યક્દર્શનનાં વિવિધ પાસાઓનો વિચાર કરતાં કરતાં કેટલાક વિચારો મનમાં ઉદ્ભવતા હતા. સમ્યક્દર્શન થયા પછી જીવને અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, માઠી ગતિ નથી, આત્મિક સુખની વૃદ્ધિ થતી જાય છે. એવા ઘણા લાભો હોવા છતાં સમ્યક્દર્શનની પ્રાપ્તિ કરવામાં જીવને શેની અટકાયત થાય છે? સર્વજ્ઞ પ્રભુ તથા સત્પરુષના જણાવ્યા પ્રમાણે માર્ગ સરળ, સ્વચ્છ અને સુગમ હોવા છતાં જીવને તે પ્રાપ્ત કરવો કેમ ખૂબ દુર્ગમ લાગે છે? અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા પછી જ જીવને માર્ગ મળે છે એવું કેમ બને છે? આવા આવા પ્રશ્નો સૂક્ષ્મતા મેળવવા માટે જીવનાં મનમાં જાગતા હોય છે. નિત્યનિગોદમાંથી નીકળ્યા પછી સમ્યક્દર્શન લેતાં જીવનો અનંતકાળ પસાર થઈ જાય છે અને તે લીધા પછી સિદ્ધ થતા સુધીમાં વધુમાં વધુ પંદર ભવની જરૂરત પડે છે,આનું રહસ્ય શું હોઈ શકે? આ સર્વ પ્રશ્નોનું સમાધાન ૨૮૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર જીવને મળે, સમ્યક્દર્શન મેળવવા જીવ ઉત્સાહિત થાય એવા કોઈ શુભ હેતુથી ‘અષ્ટ કર્મ’નો વિષય મને ઈ.સ.૧૯૯૫નાં પર્યુષણ પહેલાં બેત્રણ મહિને મળ્યો હોય એમ જણાયું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો અને આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય એ ચાર અઘાતી કર્મોની સામાન્ય સમજણ તો મને હતી. પણ જેવું જોઈએ તેવું ઊંડાણ મારી પાસે ન હતું. ઘણી અધુરપ લાગતી હતી. કેટલીક બાબતો ઊંડાણથી સમજાતી હતી તો કેટલીક બાબતો વિશે અંધારું લાગતું હતું. તેથી આ સમજણને અને જાણકારીને વધારવા શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત ‘કર્મગ્રંથ’ના ત્રણ ભાગનું વાંચન મેં શરૂ કર્યું. આ વાંચન શરૂઆતમાં તો મને ખૂબ કઠણ લાગ્યું, પરંતુ ધીરે ધીરે મહાવરો થતાં તેમાંથી કર્મબંધનાં કારણો, કેવા ભાવથી કેવાં કર્મ ઉપાર્જન થાય, કર્મ ક્યારે અને કેવી રીતે નિકાચીત થાય, કેવા પ્રકારનાં ઘૂંટણથી કેટલા કાળનાં કર્મ બંધાય વગેરે વિશેની સૂઝ મારામાં આવવા લાગી; અને તેનું વ્યવસ્થિત લખાણ કરવાની આજ્ઞા આવી હોવાથી ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી લખાણ શરૂ કર્યું. તે માટે મેં એવી સમજણ લીધી હતી કે આ અઘરા વિષય માટે વ્યવસ્થિત લખાણ હોય તો પર્યુષણમાં મારે બોલવું સહેલું પડે. લખાણ યોગ્ય રીતે કરાવવા માટે પ્રભુને હું નિયમિત પ્રાર્થના કરતી હતી. આ કાર્યમાં વિઘ્ન ન આવે તે માટે મેં ક્ષમાપનાનો આશ્રય વધાર્યો હતો. પર્યુષણ પહેલાં ચાર છ દિવસે લખાણ પૂરું થયું. અને પર્યુષણમાં અષ્ટકર્મના વિષયને ન્યાય આપવાનો મેં પ્રમાણિક પુરુષાર્થ કર્યો હતો. સહુને આઠે કર્મ વિશેની જરૂરી માહિતી મળી, અને મારી પર્યુષણ માટેના વિષયને ન્યાય આપવાની તથા આખું ચોમાસું આરાધન કરવાનું ચાલુ રહે એવી ભાવના સફળ થવા લાગી. પર્યુષણ પૂરાં થતાંની સાથે બીજા પર્યુષણ માટેની તૈયારી ચાલુ કરાવવા મેં પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ કરવાનું શરૂ કર્યું હતું. આપેલી સફ્ળતા માટે પ્રભુને કર્તાપણાના ભાવ આભાર માનીને અર્પણ કર્યા હતા. કેમકે આ પર્યુષણમાં કર્મબંધન માટેની વિશેષ જાગૃતિ આવવાથી મારાં જીવનમાં – મારાં વર્તનમાં સારો સુધારો કરવાની તક મને સાંપડી હતી. ૨૮૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવાં બધાં કર્મો કરતાં રહેવાથી છૂટાય કેમ? એની વ્યવસ્થિત જાણકારી મેળવવા જીવ તલસતો હતો. પ્રભુની આજ્ઞાએ ચાલવાથી, સંસારની સુખબુદ્ધિ ઘટાડતા જવાથી, પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો બળવાન આશ્રય રાખવાથી આત્મિક વિકાસ તો થયા કરતો હતો, વ્યવહારશુદ્ધિ પણ અમુક માત્રામાં વધતી હતી, પણ મને તેનો સંતોષ ન હતો. મારે જે ઊંડાણ અને સૂક્ષ્મતા જોઇતા હતા તેની ખામી જણાતી હતી. આ ખામી કેમ ટાળવી તે સમજાતું ન હતું. તેનાં કારણે મારા મનમાં એવા ભાવ થવા લાગ્યા હતા, કે, 'પ્રભુ! મારા વ્યવહારિક જીવનમાં ખૂબ ઉપકારી થાય અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે એવો બળવાન પુરુષાર્થ તમે મને આ ચાતુર્માસમાં જરૂરથી કરાવજો. કે જેથી મારા જીવનમાં યોગ્ય સુધારણા થતી જાય.' આ ભાવમાં વિશેષ સ્થિર થતાં ઈ.સ. ૧૯૯૬નાં પર્યુષણ માટે ‘અઢાર પાપસ્થાનક' વિષય મને મળ્યો. આ પાપસ્થાનકના નામની જાણકારી સિવાય મારી પાસે કોઈ ઊંડી માહિતી હતી નહિ. તેથી તેની તૈયારી કરવા માટે મેં શરૂઆતમાં ખૂબ મુંઝવણ વેદી હતી. પાપસ્થાનક વિશે કોઈ ગ્રંથમાંથી જાણકારી મળી આવે તે માટે પ્રયત્નો કર્યા, પણ ખાસ સફળતા મળી નહિ, મને સંતોષ થાય તેવું કોઈ લખાણ મળ્યું નહિ. પછી તો એક જ આશ્રય હતો, પ્રભુ પાસે જ જાણકારી માટે માંગણી કરવાનો. અને વિનંતિ કરવા ઈચ્છા કરી કે તમે જ વિષય આપ્યો છે તો તમે જ મને લખાણ કરાવો. મેં પુરુષાર્થ શરૂ કર્યો, અને ધીમે ધીમે એ વિષયને લગતા જે જે વિચારો આવતા ગયા તેની હું નોંધ કરતી ગઈ. તેમાંથી જીવ સ્વરૂપનો ત્યાગ થાય તેવા કર્મો બાંધે છે, તે સ્થાનને ભગવાને શા માટે પાપસ્થાનક કહ્યાં છે તે મને સમજાયું. ઘાતકર્મોનાં બંધનમાં લઈ જાય તેવા પાપસ્થાનકના સ્પર્શથી જીવ કેવી અને કેટલી દુભવણી ભોગવે છે તે લક્ષમાં આવ્યું. અઢાર પાપસ્થાનકમાંથી મોહનીય કર્મનાં બંધનમાં લઈ જનારાં પાપસ્થાનો કેટલાં વિશેષ છે તે સ્પષ્ટ થયું. ઘાતકર્મ બાંધવા માટે જીવ અઢારમાંના એક કે એકથી વધારે સ્થાનોને કેવી રીતે સ્પર્શે છે તેની બાંધણી અમુક અંશે સમજાઈ. જેટલાં વધારે સ્થાનોને જીવ એકી સાથે સ્પર્શે તેટલાં ઘાટાં ઘાતિકર્મ જીવ ૨૮૨ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર બાંધે છે, તેની ગૂંથણી લક્ષમાં આવી. બીજી રીતે કહીએ તો આ અઢારે પાપસ્થાનોમાં ચારે ઘાતિકર્મો કેવાં છવાઈ જાય છે તેનો સ્પષ્ટ ચિતાર મળ્યો. તેમાંથી એકબીજા સાથેનું અનુસંધાન વિચારાયું અને નક્કી થયું કે જીવ જો પાપસ્થાનકોમાં રાચતો બંધ થઈ જાય તો તેને કોઈ નવાં કર્મબંધનો થાય નહિ. આ જાણકારી મેળવ્યા પછી મને આંતિરક સંતોષ થયો અને મેં લખાણ શરૂ કર્યું. પહેલાં મેં નોંધરૂપ પ્રાથમિક લખાણ કર્યું, અને તે પછી ફરીથી યોગ્ય રીતે લખાણ કરવાનો પ્રયત્ન કર્યો. પર્યુષણ આવતા સુધીમાં ઘણાં ભેદરહસ્યો મને પ્રભુ તરફ્થી મળ્યાં હતાં. જાતજાતની જાણકારી વધી, અને કેટલાંક વર્ષોથી સેવેલી ચાતુર્માસમાં બળવાનપણે સાચો પુરુષાર્થ કરવાની ભાવના મને સફ્ળ થતી જણાઈ. મારાં પર્યુષણ ગુણવૃદ્ધિ સાથે પૂરાં થયાં. આમ ‘સમ્યક્દર્શન’ની જરૂરિયાતનાં અનુસંધાનમાં અષ્ટકર્મ તથા અઢાર પાપસ્થાનકની સમજણ ખૂબ સૂચક હતી. આ જાણકારી આવ્યા પછી કર્મબંધ કેમ ઓછા કરવા તેની પ્રવૃત્તિમાં મારો આત્મા જોડાવા લાગ્યો. જુદી જુદી રીતે વ્યવહારશુદ્ધિ વધા૨વાની સૂચનાઓ મને મળવા લાગી, જાણકારી વધવા લાગી અને મારી સુધારણા કરવાની વૃત્તિએ વેગ પકડયો. તેનાંથી મારાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો થોડાં વિશેષ ઘટયાં હોય એવો અનુભવ થવા લાગ્યો. આ પરથી એ સમજણ સ્પષ્ટ થતી ગઈ કે જેમ જેમ વ્યવહારશુદ્ધિ તથા ચારિત્રની વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્મા હળવાશ અનુભવતો થાય છે, અને આત્મમાર્ગને લગતાં રહસ્યો તથા ભેદજ્ઞાન વિશેષ ઝડપથી તથા ઊંડાણથી ગ્રહણ કરી શકે છે. જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ નક્કી થતું ગયું કે કેવળજ્ઞાન કેવળદર્શન સુધી પહોંચવામાં કેટલું બધું કાર્ય કરવાનું છે. જાણે લાગ્યું કે દિલ્હી બહોત દૂર હૈ. પણ પ્રભુ પ્રતિનાં શ્રદ્ધાન તથા વિશ્વાસને કારણે દઢત્વ હતું કે પુરુષાર્થ કરવાથી જરૂર ત્યાં પહોંચી શકાવાનું છે. પ્રભુએ હાથ ઝાલ્યો છે તે કદી નિષ્ફળ જવાનો નથી. આવા શ્રદ્ધાન સાથે વિચારણા કરતાં કરતાં મને ઈ.સ.૧૯૯૭ ના પર્યુષણ માટે ‘આત્માનો અપૂર્વ સ્વભાવ' વિષય સાંપડયો. આત્માનો અપૂર્વ સ્વભાવ એટલે શું? જીવ જો ૨૮૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાપસ્થાનકમાં રમતો છૂટી, કર્મબંધ ઘટાડતો જાય તો દુર્લભ એવા સમ્યક્દર્શનને પ્રગટ કરી પોતાના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરતો જાય છે, એની ખબર તો મને હતી. પરંતુ એમાં આત્માનાં કયા લક્ષણો પહેલાં ખીલે, કેવી રીતે ખીલે, તેના માટે આધાર કોનો લેવો વગેરે વિશેના ક્રમની સૂઝ પડતી ન હતી, એટલે મને તો મોટી મુંઝવણ થઈ પડી હતી. તેથી પ્રભુના આશ્રયે પ્રાર્થના, ક્ષમાપના અને સ્મરણ વધારી માર્ગદર્શન મેં માગ્યું. થોડા જ દિવસમાં તેમના તરફથી મને રાજપ્રભુનાં વચનામૃતનો આંક ૮૭પ વિચારવાની આજ્ઞા આવી. વચનામૃત લઈ પત્ર વિચારવા લાગી, આરંભમાં તો મોં માથાનો મેળ જ ન હોય તેમ લાગ્યું. પણ પ્રાર્થના આદિના આધારે શ્રદ્ધા વધારી તે પત્ર વારંવાર વિચારવા લાગી. તે વિચારણામાં અને વિચારણામાં મને સ્પષ્ટ થતું ગયું કે જીવનો મૂળભૂત અપૂર્વ સ્વભાવ પ્રગટાવવો કેવી રીતે, તે સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી સત્પરુષ તથા શ્રી ગુરુ જીવને કેવી અને કેવી રીતે સહાય કરે છે, તેનું અતિ સંક્ષિપ્ત છતાં ગૂઢતાથી ભરેલું આલેખન આ પત્રમાં થયેલું છે. કૃપાળુદેવનાં આ પત્રમાં રહેલાં કેટલાંયે રહસ્યો મારી પાસે છતા થતાં ગયાં. આથી આ પત્રની સહાયથી મેં પ્રાથમિક લખાણ ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી શરૂ કર્યું. જેમ જેમ લખાણ થતું ગયું તેમ તેમ વિષયને લગતી મારી સ્પષ્ટતા વધતી ગઈ. તેમાં અનિત્યાદિ બાર ભાવનાનું અનુસંધાન આત્માના અપૂર્વ સ્વભાવ સાથે કેવી રીતે ગંઠાયેલું છે તે સાશ્ચાર્ય સમજાતું ગયું. એ પ્રાથમિક લખાણને મઠારી, વ્યવસ્થિત રીતે મૂકવા પુરુષાર્થ કર્યો, અને આ બધી જાણકારીનો ‘આત્માનો અપૂર્વ સ્વભાવ' સમજવામાં ઉપયોગ કરતાં લગભગ સો પાનાં જેટલું લખાણ થઈ ગયું. તે દ્વારા આત્માના મૂળભૂત સ્વભાવની જાણકારી માટે એક નવી જ બારી ખૂલી, નવા દૃષ્ટિકોણની મને પ્રાપ્તિ થઈ. અને એની અનુભૂતિ આખા પર્યુષણમાં છવાયેલી રહી હતી. એ અનુભૂતિ ખૂબ જ સુખદ બની હતી. આ અનુભવે એ શિક્ષણ આપ્યું કે આત્માના અપૂર્વ સ્વભાવને ખીલવવા તથા માણવા માટે સમ્યત્વની આરાધના ખૂબ જરૂરી છે. તેના પરથી મને ૨૮૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર એહસાસ થયો કે ઈ.સ. ૧૯૯૪માં લીધેલો ‘સમ્યક્દર્શન’નો વિષય અપૂર્ણ હતો. તે વખતે સમ્યક્દર્શનને લગતાં બધાં પાસાં આવરી લેવાયાં ન હતાં. તે ઓછપ અને અધૂરપ ટાળવા શું કરવું જોઈએ તે વિચારણા મનમાં સર્જાવી શરૂ થઈ, કેમકે પાછળનાં કેટલાંક વર્ષોમાં સમ્યક્દર્શન વિશેની સમજણ તથા અનુભૂતિ ઊંડાણભરેલાં થતાં જતાં હતાં. એ પુરુષાર્થના અનુસંધાનમાં શ્રી પ્રભુની કૃપાથી ઈ.સ. ૧૯૯૮નાં પર્યુષણમાં ‘સમ્યક્ત્વ પરાક્રમ' લેવાની આજ્ઞા આવી. તેમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ઓગણત્રીસમા અધ્યયનનો આધાર લેવાનો હતો. આ અધ્યયનમાં સમ્યક્ત્વથી શરૂ કરી સિદ્ધ થવા સુધીની સ્થિતિ વિશેના પ્રશ્નોના જે ઉત્તરો મહાવીર પ્રભુએ તેમની છેલ્લી દેશનામાં આપ્યા હતા તે મૂકાયા છે. તેમાં મૂકાયેલા ૭૨ પ્રશ્નોત્તરની વિચારણા વ્યવસ્થિત રીતે કરવાથી મુનિજીવન તથા સમ્યક્ત્વનાં લગભગ બધાં પાસાંની સારી રીતે વિચારણા થઈ જાય તેમ છે. તેમાં સમ્યક્ત્વનાં લક્ષણો સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપા કેળવવાથી થતા લાભો જણાવ્યા છે; આલોચના, સ્વનિંદા, ગર્હણા એ આંતરતપ કરવાનાં ફાયદા બતાવ્યા છે; સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકની મહત્તા બતાવી છે, સ્તુતિમંગલ, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપનાની જરૂરિયાત જણાવી છે; સ્વાધ્યાય, વાંચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તના આદિથી મળતા લાભ વર્ણવ્યા છે; મનની એકાગ્રતા, સંયમ, તપ, વિશુદ્ધિ, અપ્રતિબધ્ધતા આદિ કેવી રીતે કેળવવાં તેની ચાવી રજૂ કરી છે; જુદા જુદા પ્રકારનાં પ્રત્યાખ્યાન કરવાથી જીવને મળતી વિવિધ પ્રકારની કેળવણી સમજાવી છે; સર્વગુણસંપન્નતા, વીતરાગતા, ક્ષાંતિ, નિર્લોભતા, આર્જવ, માર્દવ આદિ ગુણો જીવમાં કેવી રીતે અને ક્યારે પ્રગટે તે સ્પષ્ટ કર્યું છે; ત્રણ ગુપ્તિ, ત્રણ સમાધારણા, આદિ કેવાં હોય તે વર્ણવ્યું છે; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સંપન્નતાથી આત્માની વધતી શુદ્ધિ બતાવી છે, પાંચે ઈન્દ્રિયોનો યોગ્ય નિગ્રહ કરવાથી જીવ શું પામે છે તે બતાવી, ચારે કષાયો પર વિજય કેટલો હોવો જોઈએ તે વર્ણવ્યું છે. આ બધી આરાધનાના ફળરૂપે જીવ શુદ્ધ થઈ શૈલેશી ૨૮૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ધભૂમિમાં સ્થિર થઈ જાય છે; અને પૂર્ણતયા કર્મરહિત દશાને અનંતકાળ સુધી માણે છે તે હકીકત અંતમાં રજૂ કરી છે. આમ આ પ્રકરણમાં આખો મોક્ષમાર્ગ અને જીવનો થતો આત્મવિકાસ મને જોવા મળ્યો. ગુરુપૂર્ણિમાની આસપાસથી મેં સમ્મદર્શન વિશે વ્યવસ્થિત લખાણ શરૂ કર્યું, અને પર્યુષણની મહત્તા તથા સમ્યકત્વના ગુણગાન કરવાનો અદ્ભુત આનંદ માણ્યો. રંગેચંગે પર્યુષણ પર્વની આરાધના પૂરી થઈ. - ઈ.સ.૧૯૯૪થી પર્યુષણના વિષયો વિશે ટાંચણ તથા લખાણ કરવાની જે આજ્ઞા આવી હતી, તેમાં ઈ.સ.૧૯૯૮માં થોડો ફેરફાર જણાયો. ગુરુપૂર્ણિમા પહેલાંથી જ જાણકારી આવવા લાગી, અને લખાણને વ્યવસ્થિત કરવા માટે મને વિશેષ સમય મળવા લાગ્યો. તેથી સમ્યક્ત્વ વિશેની જે જે જાણકારી મને શ્રી પ્રભુ તરફથી અનુભવ દ્વારા આવી હતી તેનો ઉપયોગ કરી આ અધ્યયન વિશે લખાણ કર્યું હતું. જાણકારીની દૃષ્ટિએ આ ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું પર્યુષણ બન્યું હતું. પરંતુ જ્યારે ઈ.સ.૨૦૦૬માં ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ માટે આ પ્રકરણ લખવાની આજ્ઞા આવી, ત્યારે તેમાં ઈ.સ.૧૯૯૪નાં અનુભવનાં ટાંચણનો સાથ લઈ તે પ્રકરણને મેં વિશેષ સમૃદ્ધ બનાવવા પૂરો પ્રયત્ન કર્યો હતો. ઈ.સ.૧૯૯૮ સુધી પ્રભુ જે જે વિષયો પર્યુષણ માટે સૂઝાડે છે તે વિશે તાત્કાલિક અભ્યાસ કરી કાર્ય કરતી હતી. આ વિષયો એકબીજા સાથે સંબંધ ધરાવનાર, સિદ્ધાંતોની ઊંડી સમજણ લેવામાં સહાયક અને મારા માટે વિશેષ પુરુષાર્થ કરવાની જરૂરિયાતવાળા સાબિત થતા જતા હતા. તેથી પર્યુષણ પહેલાં થોડા દિવસે કે ગુરુપૂર્ણિમા આસપાસ વિષય મળે તો મારે યોગ્ય પુરુષાર્થ કરવામાં સમયની ઓછપ અનુભવવી પડે. તેથી ઈ.સ. ૧૯૯૫થી શ્રી પ્રભુએ કૃપા કરીને મને ગુરુપૂર્ણિમા પહેલા અમુક વખતે વિષયો આપવાની શરૂઆત કરી હતી. તેમ થવા પાછળનો હેતુ વિચારતાં, પાછળથી મને સમજાયું હતું કે આ વર્ષો દરમ્યાન હું પ્રભુ પાસે પ્રાર્થના કરતી હતી કે આખું ચાતુર્માસ સારી રીતે આરાધન થાય એવું કાર્ય તમે મારી પાસે કરાવજો. ગુરુપૂર્ણિમા પહેલાં વિષય મળવાથી ૨૮૬ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર અડધો હેતુ તો પાર પડી જતો હતો. વળી,મારી પાસે યોગ્ય લખાણ કરાવી. શ્રી કેવળપ્રભુનો સાથ' ગ્રંથની પૂર્વ તૈયારી કરાવવી હતી. આ બીજો હેતુ તો મને ઘણો પાછળથી સમજાયો હતો. ગ્રંથ લખવાની તૈયારી કરવા માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ ઉત્તરોત્તર થતી જવી જોઈએ, એટલે કે જે વિષય વિશે લખાણ કરવાનું હોય તે લખાણ કરવાને યોગ્ય ચારિત્ર હોવું જોઈએ, તે વિષયને લગતાં ભેદરહસ્યોની જાણકારી આવવી જોઈએ, વાણીની યથાર્થતા પ્રગટવી જોઈએ, અને એ માટે લખાણ કરવાનો મહાવરો પણ થતો જવો જોઈએ, એ સમજ મને પ્રભુએ આપી હતી. આ બધું ન થાય તો ગ્રંથની કક્ષા ઉત્તમ પ્રકારની થઈ શકતી નથી એ અનુભવી શકાય તેવી બાબત છે, કેમકે સ્વાનુભવથી થયેલા લખાણનું બળ વિશેષ હોય છે. તેમાં લેખકે સેવેલા કલ્યાણનાં પરમાણુઓ અક્ષરે અક્ષરે ગૂંથાયેલા હોવાથી વાચક પર તેની અસર અલૌકિક થાય છે. અને આ રીતે રચાયેલા ગ્રંથો શકવર્તી બને છે. આવી મારી પાસે તૈયારી કરાવવા માટે પ્રભુ મને તેમના પ્રતિનું શ્રદ્ધાન વિશેષ વિશેષ વધતું જાય એવા પ્રસંગોનો અનુભવ વાસ્તવિક જીવનમાં કરાવતા જતા હતા. તે બધાનું યોગ્ય સંકલન મારા મનમાં થતું જતું હતું. પરિણામે મારા પ્રભુ પ્રતિના અહોભાવ, પૂજ્યભાવ તથા અર્પણભાવમાં સતત વધારો નોંધાતો જતો હતો. આવા અનુભવોથી મારા મનમાં એ નક્કી થઈ ગયું કે મોક્ષમાર્ગ તો ખૂબ જ સહેલો છે. શાસ્ત્રોએ તેમ જ અનેક વિદ્વાનોએ વર્ણવ્યો છે તેવો દુર્ઘટ નથી. પરંતુ આપ્ત પુરુષોએ જણાવ્યો છે તેવો સરળ, સ્વચ્છ, સુગમ અને સહેલો છે. પરંતુ તે પ્રાપ્ત કરવો અતિ અતિ મુશ્કેલ અને દુર્લભ છે. કેમકે આવો સહેલો અને સુંદર માર્ગ મેળવવા માટે જે સરળતા તથા નિર્માનતાના ગુણો જરૂરી છે તે પ્રાપ્ત કરવા કઠણ છે. એક વખત જો પ્રભુ પ્રતિ, આપ્ત પુરુષ પ્રતિ સાચા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા જાગે તો સન્માર્ગની પ્રાપ્તિ કરવી, પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના માધ્યમથી સરળ તથા સુગમ બની જાય છે. તેથી તો સમ્યગ્દર્શન ૨૮૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મેળવતા સુધીમાં જીવનો અનંતકાળ વહી જાય છે, પણ તે પછી મુક્ત થતાં વધુમાં વધુ પંદર ભવ જ થાય છે. ઈ.સ. ૧૯૯૯ની સાલથી પર્યુષણના વિષયો પામવામાં ફેરફાર જણાયો. આ વર્ષથી વિષયનો ઊંડાણથી અભ્યાસ કરવાની જરૂરત ઊભી થઈ, તેમાં પૂર્વે થયેલા વિવિધ આત્મિક અનુભવોને સ્પષ્ટતા કર્યા વિના ગૂંથી લેવાની મને આજ્ઞા આવી. આથી પ્રત્યેક વિષય પર વિશેષ વિચારણા કરવાની જરૂરત થઈ, ઉપરાંતમાં જ્ઞાનનો ઉઘાડ થવા માટે પ્રાર્થના આદિ વધારવાની પણ અગત્ય વધી. કેમકે પ્રાપ્ત થતા વિષયો સાવ સ્વતંત્ર તથા એકબીજા સાથે ગાઢ અનુસંધાન ધરાવનાર સાબિત થતા હતા. એટલે યોગ્ય અનુભૂતિ અને યથાર્થ માર્ગદર્શન વિના આ કાર્ય થઈ શકે તેમ ન હતું. આથી એક બાજુથી કાર્યની ગહનતા મને મુંઝવતી હતી અને બીજી બાજુ પ્રભુના સાથથી સર્વ શક્ય થવાનું છે એ શ્રદ્ધાન શાંતિ તથા આશ્વાસન આપતું હતું. મનમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે આ બધું કાર્ય કરાવવામાં શ્રી પ્રભુનો કોઈક ઉત્તમ હેતુ હોવો જોઈએ. પણ તેની કોઈ સ્પષ્ટતા મારા મનમાં થઈ ન હતી. પરંતુ મેં ૧૯૯૮ પછીથી એ ફેરફાર નોંધ્યો કે પર્યુષણની તૈયારી કરવા માટે તથા લખાણ કરવા માટે હવે મને છ થી આઠ મહિના મળવા લાગ્યા હતા, અને તે પછીથી તો એક, બે, ત્રણ વર્ષ પહેલાં મને વિષયની જાણકારી આવવા લાગી હતી. ક્યારેક તો એકી સાથે બે વર્ષ માટેનાં વિષયો પણ મળી ચૂક્યા હતા. આમ થવા પાછળનું રહસ્ય ઊંડાણથી વિચારતાં તથા તે માટે પ્રભુને પ્રાર્થના કરતાં પાછળથી સમજાયું કે હવેના બધા વિષયો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવનાર હતા. એક વર્ષમાં અમુક ગૂઢ રહસ્ય સમજાય અને લખાય, તે પછીનાં વર્ષનાં લખાણમાં તેનો વિસ્તાર કે ઊંડાણ આવે એવું બનતું હતું. વળી, એકધારું સાતત્યવાળું લખાણ થતું હોય તો લખવાની સરળતા વિશેષ રહે. તેથી તેની જાણકારી રહેવી જરૂરી હતી. વળી, કેટલીકવાર એવું થતું કે એક રહસ્ય પકડાય, તેના પછીનો ભેદ કે વિસ્તાર પણ સમજાય અને પ્રભુ ૨૮૮ Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર તરફથી જણાવવામાં આવે કે એક ભાગ પહેલા વિષયમાં અને બીજો ભાગ બીજા વિષયમાં સમાવવો. આમ કરવાનું કારણ જિજ્ઞાસાથી પૂછતા પ્રભુએ જણાવ્યું હતું કે શાસ્ત્રમાં ખુલ્લી રીતે જણાવ્યા નથી એવાં રહસ્યો એકી સાથે મૂકવામાં આવે તો વાંચનારને પચાવવું ઘણું કઠણ પડે. ધીમે ધીમે તેને ઊંડાણ તરફ લઈ જવામાં આવે તો તેને ગ્રહણ કરવું સુગમ પડે. એ જ રીતે તારી સમજનાં ઊંડાણ માટે પણ છે. તે માટે તેમણે એક સરસ ઉદાહરણ આપ્યું હતું. શરૂઆતમાં સંસારમાં પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવને આઠ રુચક પ્રદેશ હોય છે, એટલું જ તેમણે જણાવ્યું હતું. થોડા કાળ પછી આ રુચક પ્રદેશ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે સમજાવ્યું. તે પછી અમુક કાળે રુચક પ્રદેશ મેળવવાની પાત્રતા નિત્યનિગોદના જીવમાં કેવી રીતે આવે છે તે જણાવ્યું. વળી, આગળ વધતાં અંતર્વત્તિસ્પર્શ અને તેની ઉત્પત્તિની પ્રક્રિયા જુદા જુદા કાળે સમજાવી. કોઈક અદ્ભુત ક્ષણે કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ તથા તે વખતે થતી પ્રક્રિયા સમજાવ્યાં વગેરે વગેરે. આમ લેખક અને વાચકની પાત્રતા વધે તેમ તેમ પ્રભુ રહસ્ય ખોલતા જાય છે એમ મને તેમણે સમજાવ્યું હતું. ત્યારે મારાં મનમાં પ્રશ્ન જાગ્યો હતો કે આ ગ્રંથ તો પાત્ર અપાત્ર સહુ કોઈના હાથમાં જઈ શકે છે, તો આ ભેદરહસ્યો પ્રગટ કરવા માટે મને કેટલાં બંધન આવી પડે? તેનું સમાધાન શ્રી પ્રભુએ મને એવું આપ્યું હતું કે તારા આજ્ઞાધીનપણાને કારણે, આજ્ઞાથી લખાયેલા આ ગ્રંથથી આવી સ્થિતિ સર્જાશે નહિ. અપાત્ર જીવ કોઈ ને કોઈ કારણસર એ વાંચવાનું તથા વિકલ્પ કરવાનું છોડી દેશે. મારું તને રક્ષણ છે. આ જાણીને મને ખૂબ ખૂબ આનંદ તથા સંતોષ અનુભવાયા હતા જે આજે પણ ચાલુ છે. અને ત્યારથી પ્રભુકૃપાથી કોઈ પણ રહસ્ય ખોલતા મેં સંકોચ અનુભવ્યો નથી, એટલું જ નહિ પણ એવા ભાવ સેવ્યા છે કે આ ક્ષેત્રમાં રહીને જે જે રહસ્યો મને પ્રભુ તરફથી ભેટ મળ્યાં છે, અને મળતાં જાય છે તે સર્વ જગત સમક્ષ પ્રભુઆજ્ઞાએ પ્રગટ કરીને આ ક્ષેત્રનું ઋણ ચૂકવી દેવું. થોડી આડવાત હોવા છતાં અગત્યની વાત લાગી હોવાથી અહીં રજૂ કરી દીધી છે. ૨૮૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ બધાં વરસો દરમ્યાન મારું રાજપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું વધવા સાથે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત બાબત પણ જાણકારી તથા આજ્ઞાધીનપણું વધતાં જતાં હતાં. સર્વ પ્રભુનાં ઉત્તમ કાર્યોની ઝીણવટભરી સમજ ક્રમે ક્રમે આવતી જતી હતી. અને સહુએ કેવા ભાવો કરીને પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવ્યું છે, તેમના ભાવ અને પ્રક્રિયામાં શું ભેદ હોય છે તે બધા કઈ કઈ રીતે અને કઈ કઈ અપેક્ષાએ જીવને આત્મવિકાસ કરવામાં મદદ કરે છે તેની ઘણીખરી સમજ મળતી જતી હતી. એ વિશે વધારે જાણકારી મેળવવાના ભાવ તો હતા જ, તેથી ‘ભાવતું હતું ને વૈદે બતાવ્યું' એ ઉક્તિ પ્રમાણે ઈ.સ. ૧૯૯૯ના પર્યુષણ માટે મને ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ' એ વિષય પ્રાપ્ત થયો ત્યારે ખૂબ સારું લાગ્યું હતું. તૈયારી કરવા માટે સમય પણ પૂરતો હતો એટલે પ્રાર્થના, ક્ષમાપના, સ્મરણ આદિની સહાયથી કેટલાય મુદ્દાઓ એકઠા કર્યા. તે પછી તેને વ્યવસ્થિત રીતે મૂકવાનું કાર્ય ગુરુપૂર્ણિમા આસપાસ શરૂ કર્યું. આ લખાણ શરૂ કરતાં સુધીમાં જીવના આત્મવિકાસ માટે તથા સાંસારિક પ્રગતિ માટે શ્રીગુરુ ઉપરાંત શ્રી પંચપરમેષ્ટિ ભગવંત ક્યારથી અને કેવી રીતે ઉપકારી થાય છે તે સમજાયું હતું. તેઓ કેવા ભાવ કરવાથી અને કેવાં કાર્યો કરવાથી સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર તેમજ અરિહંતની પદવી પામે છે તેની વિગતભરી સમજ પણ આવી હતી. તે બધી વિગતોનો ઉપયોગ કરી વ્યવસ્થિત લખાણ કરવા માટે તેમાંના કેટલાક મુદ્દાઓ ગૂંથી લેવા પ્રયત્ન કર્યો હતો. જેમકે સત્પુરુષનું કર્તવ્ય શું, રુચક પ્રદેશો મેળવવાની પાત્રતા જીવમાં કેવી રીતે આવે છે, ઇતર નિગોદમાં આવ્યા પછી સત્પુરુષ અને પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી જીવનો વિકાસ કેવી રીતે થાય છે, સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને જુદી જુદી ગતિમાં આત્મકલ્યાણ કરવા માટે કેટલી અને કેવી સુવિધા મળે છે, આ સુવિધા આપવામાં પંચપરમેષ્ટિ ભગવંતનો ફાળો શું હોય છે, તેમની સહાયથી જીવનો આત્મવિકાસ કેવી રીતે થાય છે, તેઓ કેવી રીતે જીવને કલ્યાણ સન્મુખ કરે છે, ગુરુની પ્રાપ્તિ થયા ૨૯૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પછી વિકાસ કેવી રીતે થાય છે, ગુરુની સમર્થતા અને શિષ્યના પુરુષાર્થના સુમેળનું ફળ કેવું આવે છે, ગુણસ્થાન ચડતાં કેવું આત્મવેદન હોય છે, શ્રેણિમાં સત્પુરુષનો અને પંચપરમેષ્ટિનો આશ્રય શા માટે અનિવાર્ય છે વગેરે વગેરે. તે સર્વ પર્યુષણમાં પ્રગટ કરતી વખતે સર્વ પંચપરમેષ્ટિ માટે ખૂબ ખૂબ અહોભાવ વેદાયો હતો. અને તેઓ જે ગુપ્ત રીતે જીવકલ્યાણનું અદ્ભુત કાર્ય કરે છે તે માટે ખૂબ ખૂબ આભારભાવની લાગણી વેદી હતી. આ બધી વિચારણા કરતાં કરતાં વર્ષો પૂર્વે આવેલી શ્રી અરિહંતપ્રભુ વિશેની વિગતો સ્મૃતિપટ પર ફેલાઈ ગઈ હતી. અને શ્રી અરિહંતપ્રભુ જગતજીવોના કલ્યાણ માટે જે અલૌકિક કાર્યો કરે છે તેની જાણકારીએ તેમના માટે અતિ અતિ આભારની લાગણી જગાડી મને નિર્મળ પ્રેમભાવમાં તરબોળ કરી દીધી હતી. આવા ભાવમાં રમતી હતી ત્યારે મને ઈ.સ.૨૦૦૦નાં પર્યુષણ માટે વિષય મળ્યો ‘શ્રી અરિહંતનો મહિમા’. જે ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટાવવામાં પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ’ના અનુસંધાનમાં ખૂબ જ સુયોગ્ય જણાયો હતો. શ્રી પંચપરમેષ્ટિનાં હૃદયમાં તીર્થસ્થાન રહેલું છે, આવાં અંતરંગ તીર્થસ્થાનની મહત્તા શું છે, બધામાં અરિહંત ઉત્તમ તીર્થસ્થાન છે, શ્રી અરિહંતપ્રભુ અને શ્રી કેવળીપ્રભુ વચ્ચે શું ફરક છે, તેમના કેવા અગણિત ઉપકારો છે, પંચપરમેષ્ટિ ભગવંતનો અલૌકિક કલ્યાણભાવ, તેમાં શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવની વિશેષતા, તેમના ઉત્કૃષ્ટ કલ્યાણભાવથી નિત્યનિગોદના જીવોના રુચકપ્રદેશો ખૂલે છે, પ્રભુનું તીર્થંકર નામકર્મ બંધાયા પછી ધ્રુવબંધી થાય છે, તેઓ ગર્ભમાં આવે ત્યારે તેમના માતાને ચૌદ સૂચક સ્વપ્નો આવે છે, તેઓ દિક્ષા લેતાં પહેલાં વરસીદાન કરે છે, કેવળજ્ઞાન પ્રગટે ત્યારે ૩૪ અતિશયો પૂર્ણ થાય છે, તેમનાં નિમિત્તે કલ્યાણક વખતે જીવ સમસ્ત એક સમયની શાંતિ વેઠે છે વગેરે મુદ્દાઓ વિશે જુદા જુદા સમયે કેટલાક ભેદરહસ્યો પ્રભુ પાસેથી મને મળ્યા હતા. આ વિષય મને વહેલો મળ્યો હતો, એટલે છૂટાછવાયા આવેલા આ મુદ્દાની માહિતી વ્યવસ્થિત કરવામાં મને ખૂબ સુવિધા રહી હતી. અને ચાતુર્માસનો લગભગ બધો સમય તેમના વિશે ઉપકારબુદ્ધિ વેદવામાં પસાર થયો હતો. આમ થવામાં શ્રી રાજપ્રભુનું તીર્થંકર ૨૯૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્વરૂપે વિચરવું મારા માટે એક બળવાન કારણ હતું. પર્યુષણ સારી રીતે વ્યતીત થયા અને સહુને પ્રભુ તરફથી જીવ પર થતા ઉપકારની વણઝાર જાણવા તથા માણવા મળી હતી તેનો આનંદ વર્તતો હતો. શ્રી અરિહંત ભગવાન જગતજીવો પર અનેક પ્રકારના ઉપકાર કરે છે. તેમાંનો એક આદરણીય ઉપકાર એ છે કે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરે છે અને તેમાં તેઓ સનાતનપણાનું તથા મંગલપણાનું રોપણ કરે છે. આ ધર્મ કેવો મંગલમય છે, ધર્મનું અસ્તિત્ત્વ ન હોત તો સંસારી જીવોની સ્થિતિ કેવી હોત, વગેરેની વિચારણા કરવા તથા તેનાં ઉત્તમ લક્ષણોની વિચારણા કરવા ઈ.સ.૨૦૦૧ના પર્યુષણ માટે વિષય આવ્યો હતો “ધર્મ એ સર્વોત્તમ મંગળ છે'. ધર્મનું મંગલપણું સમજવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરતી હતી ત્યારે વીજળીના ઝબકારાની જેમ મારા મનમાં ઝબકારો થયો કે પ્રભુએ ધર્મનાં જે દશ લક્ષણો જણાવ્યાં છે તેની વિચારણા કરીશ તો તને ધર્મનું મંગલપણું અનુભવવા મળશે. મને માર્ગ મળી ગયો. ધર્મનાં દશ લક્ષણો તે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય, અને ઉત્તમ બહ્મચર્ય છે, એની વિચારણા કરતાં કરતાં પ્રભુ તરફથી મને સમજણ મળી કે અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ અને સંસારભાવના વિચારવાથી જીવને ધર્મનું શ્રદ્ધાન જાગે છે, અથવા ધર્મવિહીન પ્રાણી સંસારમાં વિવિધ પ્રકારનાં કષ્ટો કેવી રીતે સહે છે તે આ ભાવનાઓ સમજાવે છે. આ ભાવનાની સમજણ લેવાથી જીવ ક્ષમા, માર્દવ, આર્જવ, તથા શૌચગુણ ખીલવવા પ્રેરાય છે. પરિણામે તે અશુભ કર્મોનો આશ્રય તોડવા પુરુષાર્થ થાય છે, નવાં આવતાં કર્મોનો સંવર કરવા પ્રેરાય છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવા કટિબધ્ધ થાય છે. આ પ્રકારે કર્મની જાળથી તે આશ્રવ, સંવર તથા નિર્જરા એ ત્રણ ભાવનાના આધારથી છૂટી જાય છે. અને તે ઉત્તમ સત્ય તથા ઉત્તમ સંયમ પ્રગટાવવા ભાગ્યશાળી બને છે. લોકસ્વરૂપભાવના, બોધદુર્લભભાવના અને ધર્મદુલભભાવના વિચારવાથી જીવને સમજાય છે કે ૨૯૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર લોકમાં ધર્મ તથા ધર્મદાતા પામવા કેટલા દુર્લભ છે. જ્યારે જીવને નિર્ણય થાય છે કે સંસાર અસાર છે અને ધર્મ જ સર્વ સુખનું કારણ છે ત્યારે તે ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આર્કિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય પ્રગટાવવામાં પુરુષાર્થ કરી સફળ થાય છે. આમ ધર્મનાં આ દશ લક્ષણોને યથાર્થતાએ વિચારવાથી તેના મંગલપણાનો પરિચય જીવને થાય છે. ધર્મમાર્ગનું સનાતનપણું, શ્રી તીર્થંકરપ્રભુ દ્વારા સ્વયં સેવાતો જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ, અન્ય પરમેષ્ટિ ભગવંતથી અનુસરાતા અને અનુમોદાતા કલ્યાણભાવમાંથી નિષ્પન્ન થતો ઉત્કૃષ્ટ મંગલમય ધર્મ પોતે જ પોતાની ઉત્તમતાની સાબિતી આપે છે. તે પર વિચારણા કરવાથી ધર્મનું મંગલપણું સ્પષ્ટ થઈ જાય છે. આ પ્રકારે ગોઠવણી કરવા મને પ્રભુ તરફથી દોરવણી મળી હતી. પર્યુષણ શરૂ થાય તે પહેલાં આ લખાણ પૂરું થયું હતું. ઈ.સ.૨૦૦૧ના વર્ષમાં પ્રભુની દોરવણી અને સાથ હોવાથી મારે ઝાઝી મુશ્કેલી વેઠવાનો પ્રસંગ આવ્યો ન હતો, બલ્કે આનંદમંગળ સાથે લખાણ કરી શકી હતી. ધર્મનું આવું મંગલપણું જીવનમાં ફેલાય ત્યારે તેમાંથી કેવી રીતે આત્માની ઉન્નતિ થાય છે, જીવને આત્માર્થે કેવો અને કેટલો લાભ થાય છે તે વિશેની વિચારણા મારા આત્મામાં પર્યુષણ દરમ્યાન અને પછી રહ્યા કરતી હતી. એમ કરતાં ઈ.સ.૨૦૦૨ની સાલ શરૂ પણ થઈ ગઈ. જેમના જીવનમાં ધર્મનું આવું મંગલપણું ફેલાયેલું હોય તેવી વ્યક્તિની હું શોધમાં હતી, એ વખતે મારા મનમાં શ્રી રાજપ્રભુનું સમગ્ર જીવન આદર્શરૂપે તરવરવા લાગ્યું હતું. તેમણે રાયચંદભાઈ તરીકેના જીવનમાં એવો ભવ્ય પુરુષાર્થ કર્યો હતો કે તેમનાં સમગ્ર જીવનમાં ધર્મનું મંગલપણું ફેલાયેલું જોવા મળતું હતું. ધર્મનાં લક્ષણો તેમનામાં મૂર્તિમંત થયેલા દેખાતાં હતાં. આવા આવા ભાવોની મધ્યમાં પ્રભુ તરફથી મને જાણવામાં આવ્યું કે ઈ.સ.૨૦૦૨ના પર્યુષણનો વિષય છે ‘શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું”. મારું મન આનંદથી ભરાઈ ગયું. થયું કે હાશ! રાજપ્રભુનાં જીવનનાં કેટલાંક નવાં પાસાનો અભ્યાસ કરવાની ૨૯૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મને સુંદર તક મળી છે, તો તેનો પૂરો લાભ લઈ મારે સુધરવું છે. પ્રભુ મને જરૂર સુધારશે. આ વિષયના આધારરૂપે મેં શ્રીમની જીવનસિદ્ધિ માટે લખેલો શ્રી કૃપાળુદેવનો આત્મવિકાસ રાખ્યો. તેમનાં પત્રો તથા અન્ય લખાણનું આ દૃષ્ટિથી અવલોકન કર્યું, અને તેમનાં જીવનનાં ચારે તબક્કામાં પ્રત્યેક વર્તનમાં રહેલાં મંગલપણાનાં તત્ત્વો દૃષ્ટિગોચર થવાં લાગ્યાં. તેમનાં ખીલતા જતા ગુણોની પ્રતીતિ આવતી ગઈ. ધર્મનાં દશે લક્ષણો તેમનાં કાર્યોમાં તથા લખાણમાં પ્રતિબિંબિત થતાં દેખાયાં. આમ પ્રાથમિક તૈયારી થયા પછી, પ્રભુને સાચું લખાવવા માટે પ્રાર્થના કરતાં કરતાં પૂર્વકૃત ભૂલોની ક્ષમા માગતાં માગતાં લખાણની શરૂઆત કરી. વિધાનોનાં સમર્થન અર્થે પ્રભુની સહાયથી યોગ્ય વચનો પણ ચૂંટટ્યા, અને એ રીતે ધર્મનું મંગલપણું જીવનમાં કેવી રીતે ફૂટ થાય છે તેની જાણકારીની મજા માણતાં માણતાં પર્યુષણ માટેનું એ લખાણ પૂરું કર્યું. રાજપ્રભુના ચાહકોને એ પર્યુષણમાં ભાવવિભોર બની તેમનાં જીવનની ખૂબીઓ તથા પુરુષાર્થની ઉત્તમતા જાણવાથી એમના જેવા થવાના ભાવો ઉલસવા લાગ્યા. તેમનાં હૃદયમાં આ પંક્તિ વારંવાર ગુંજવા લાગી... અમૃતસાગર પરમાત્મસ્વરૂપ રાજપ્રભુની કૃપાથી મારે રાજપ્રભુ જેવા થાવું છે.' આ પછી પ્રભુનાં જીવનની વારંવાર વિચારણા કરતા રહેવાથી ધર્મનાં સનાતનપણા સાથે મંગલપણાનું કેટલું મહત્ત્વ છે તે મને સમજાતું ગયું. અને એમના જેવો પુરુષાર્થ કરી આજ્ઞામાર્ગમાં આગળ વધવા હૃદય ઉત્સુક થતું ગયું. ધર્મનાં મંગલપણાને પામવા માટે, મૂળમાં જીવનું ક્યું વર્તન જરૂરી છે તેની સમજણ બહુ વર્ષો પહેલાં આવવાની શરૂ થઈ હતી. પણ તે બધું છૂટક છૂટક અને અછડતા મુદ્દારૂપે આવતું જતું હતું. એનાથી મને એટલો લક્ષ આવ્યો હતો કે પ્રભુનાં શરણમાં રહી, પોતાની ઇચ્છાનુસાર નહિ પણ પ્રભુની ૨૯૪ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઈચ્છાનુસાર વર્તવાથી જીવને ધર્મનાં સનાતનપણા તથા મંગલપણાની જાણકારી આવતી જાય છે, તે જાણકારીના સહારાથી જીવ સહેલાઈથી પોતાનું વર્તન સુધારતો જાય છે અને ત્વરાથી મોક્ષપ્રાપ્તિ કરવાનો અધિકાર પામતો જાય છે. સાથે સાથે તે ધર્મના સિદ્ધાંતોનાં ભેદરહસ્યો પ્રભુ પાસેથી મેળવતો જાય છે. પ્રભુ સર્વજ્ઞ હોવાથી તેમના થકી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેમાં ભૂલ કે દોષ સંભવી શકે નહિ; તેથી જીવને પોતાનાં જીવનની સુધારણા કરવી સરળ બને છે. આમ જીવનું આજ્ઞાધીનપણું જેટલું વિશેષ હોય તેટલા વિશેષ પ્રમાણમાં તેને શુદ્ધ તથા યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સમજણની સ્મૃતિ વધતાં આજ્ઞામાર્ગમાં આગળ વધવાની હૃદયની ઉત્સુકતા ભળી, અને તેના વિચારમાં દિવસો પસાર થવા લાગ્યા. તે અરસામાં એટલે પર્યુષણ પછીના થોડા જ સમયમાં પછીના વર્ષનો વિષય આવ્યો કે “આણાએ ધમ્મો, આણાએ તવો - આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. આ વિષય ઈ.સ. ૨૦૦૩ના પર્યુષણ માટેનો હતો. મને આ વિષય પર સંશોધન કરવું ખૂબ જરૂરી લાગ્યું. કેમકે આ વિશે એકધારું લખાણ મેં ક્યાંય વાંચ્યું ન હતું, જોયું પણ ન હતું. આથી મેં આ કાર્ય સારી રીતે કરાવવા માટે પ્રભુને પ્રાર્થના કરવી શરૂ કરી. જેમ જેમ મુદ્દાઓ સૂઝતા ગયા તેમ તેમ તેનું ટાંચણ પણ કરતી ગઈ. આ મુદ્દાઓ નક્કી કરવામાં, સિદ્ધાંતોના રહસ્યો સમજવામાં મને ચિ. નેહલની સહાય આ વર્ષથી મળવા લાગી, અને એનાં કારણે મારું કામ સરળ થતું ગયું. આમાં મારે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું એટલે મુદ્દાઓને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે ત્રણેક વખત લખાણ કરવું પડ્યું. તેમ કરવાનો મને આનંદ પણ ઘણો હતો કે પ્રભુ મને સ્વતંત્ર કરતા જતા હતા. પૂર્વમાં જે જે આધ્યાત્મિક અનુભવો થયા હતા, તેના આધારે જે જે સિદ્ધાંતો અને મૂળમાર્ગ સમજાયા હતા તેને વ્યવસ્થિત કરવા ઉપરાંત મળતાં ઘણાં નવાં રહસ્યો પ્રકાશિત કરવાની તક પ્રભુએ મને આપી હતી. અલબત્ત, પ્રાર્થના તથા ક્ષમાપનાના માધ્યમ દ્વારા આ વિષય વિશે સમજણ લેવામાં, મુદ્દાઓ ૨૯૫. Page #325 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઘડવામાં અને તેનું લખાણ કરવામાં મને શ્રી રાજપ્રભુની તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય સતત અનુભવાતી હતી તે હકીકત છે. આ પ્રકરણની રચના કરવા માટે મને અનેક મુદ્દાઓ પ્રભુએ સૂઝાડયા હતા અને તેને વ્યવસ્થિતરૂપે મૂકવામાં ચિ. નેહલની મદદ શરૂ થઈ હતી. આ મુદ્દાઓ હતા – અનેક ધર્મમતમાં જિનમાર્ગની શ્રેષ્ઠતા, બધા કેમ જિનમાર્ગ આરાધતા નથી?; ધર્મ તથા તપના અર્થ શું કરવા? આજ્ઞા એટલે શું? આત્માના આરાધનમાં આજ્ઞાનું મહત્ત્વ, “આજ્ઞા'નાં આરાધનમાં મૂળમાર્ગ, તપનાં પ્રકાર, આજ્ઞાનું ધર્મ તથા તપ કરતાં વિશેષ મહાભ્ય, આરાધન કરવા મંત્રની જરૂરિયાત, નમસ્કારમંત્રમાં સિંચાયેલું આજ્ઞારાધન, તે સર્વકાલીન મંત્ર છે, પંચપરમેષ્ટિ પ્રભુની મહત્તા, આજ્ઞાનું પૂર્ણ તથા અપૂર્ણપણું, જીવ જેમ જેમ ગુણસ્થાન ચડે તેમ તેમ તેનું આજ્ઞાધીનપણું વધતું જાય છે, આજ્ઞામાર્ગનું મહાભ્ય, તીર્થંકર પ્રભુનું આજ્ઞાપાલન તથા કૃપાળુદેવનું આજ્ઞાપાલન આદિ. આ રીતે મારા મનમાં આજ્ઞામાર્ગનું મહત્ત્વ વધ્યું હતું. બધાંને એ મહત્ત્વ સમજાવવામાં હું પ્રભુ પાસેથી પ્રગટ બોધ લઈ રહી છું એવો અનુભવ મને આખા પર્યુષણમાં સતત રહ્યો હતો. સંવત્સરીના પવિત્ર દિવસે ક્ષમાપના કરતાં કરતાં પછીનાં વર્ષનો એટલે કે ઈ.સ. ૨૦૦૪ નાં પર્યુષણ માટેનો વિષય મને મળ્યો, તે હતો, “સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી.' પ્રમાદ રહિત બનાવવા, પુરુષાર્થી રાખવા પૂરા એક વર્ષ પહેલાં મને વિષયની પ્રાપ્તિ થઈ, પ્રભુનો અહો અહો ઉપકાર! જેણે આજ્ઞાપાલન કરવું હોય, આજ્ઞાપાલન કરી જેને ધર્મમાં અર્થાત્ આત્મામાં સ્થિર થવું હોય, સ્વમાં એકરૂપ થવું હોય તેને પ્રમાદી બન્યું ચાલ્યું તેવું નથી. જે બાબતમાં સિદ્ધિ મેળવવી હોય તેને માટે જીવે સારી રીતે પુરુષાર્થ કરવો પડે છે તે સુવિદિત છે. સંસારમાં પણ વ્યવહારિક સફળતા માટે જીવે ઘણા પ્રયત્નો કરવા પડે છે, તો પછી જન્મમરણથી સમૂળી ફારગતી લેવા માટે ઉત્તમ ઉદ્યમની જરૂર હોય તેમાં શું નવાઈ હોઇ શકે ? સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત છે : – ૨૯૬ Page #326 -------------------------------------------------------------------------- ________________ उद्यमेन हि सिध्यंति कार्याणि न मनोरथैः नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ ઉપસંહાર ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે, માત્ર મનોરથો સેવવાથી નહિ. સૂતેલા સિંહના મુખમાં ભોજન માટે મૃગો હરણાં સ્વયં પ્રવેશતા નથી. સિંહ જો ઉદ્યમ કરે તો જ પોતાનો ખોરાક પામે છે. આ ઉદ્યમ કરવાની વાત સફળતા મેળવવા સર્વ ક્ષેત્રોમાં સત્ય છે તે અનુભવની વાત છે. આથી ‘સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એ વિષયની વિચારણા કરવામાં ‘આણાએ ધમ્મો, આણાએ તવો'નો બોધ ખૂબ ખૂબ ઉપકારી થયો હતો. ઉદ્યમી રહેવામાં પ્રભુએ જણાવેલાં બારે પ્રકારનાં તપ કેટલાં ઉપકારી છે, તેની ઊંડાણભરી સમજ લેતી વખતે તપશ્ચર્યા કરવામાં પણ પ્રમાદ રહિત રહેવું કેટલું જરૂરી છે તે સમજાતું ગયું હતું. આવી ઉદ્યમી રહેવાની વાતને સિદ્ધ કરવા આ વિષયના મુદ્દાનું ટાંચણ પર્યુષણ પછી તરતમાં જ શરૂ થઈ ગયું હતું. આ વિષયના મુદ્દાઓ વિચારવામાં સૌ પ્રથમ તો એ જ આવ્યું કે પ્રમાદ એટલે શું? તે પછી શ્રી મહાવીર સ્વામીએ છેલ્લી દેશનામાં શ્રી ગૌતમ સ્વામીને એક સમય માટે પણ પ્રમાદ ન કરવાનો બોધ આપ્યો છે, જે ઉત્તરાધ્યયન સૂત્રમાં દશમા અધ્યયનમાં સંગ્રહાયેલો છે, તેનો ઉદ્દેશ શું હોઈ શકે? પંચપરમેષ્ટિ ભગવંતનું મહાત્મ્ય શું? પ્રમાદ સહિત આજ્ઞા પાળવાથી કેવા દોષો ઉત્પન્ન થાય, પ્રમાદ તથા સ્વચ્છંદ વચ્ચેનો ગાઢો સંબંધ, પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ, તે પરમાણુઓની જીવ પર થતી અસર, સમ્યક્ત્વ, જ્ઞાયિક સમ્યક્ત્વ લેતી વખતે જીવને કેવાં કલ્યાણનાં પરમાણુઓ મળે, છઠ્ઠા ગુણસ્થાને પહોંચવાથી થતી જીવના કષાયની સ્થિતિ, પંચપરમેષ્ટિ ભગવંતના ગુણો, પદવી અને પુરુષાર્થ અનુસાર અલગ અલગ હોય છે, શ્રેણિમાં પરમેષ્ટિ ભગવંતનાં પરમાણુઓનો ઉપયોગ, શ્રેણિમાં જીવ પહેલા અરિહંતના ઉપકારને ઓળખે છે, અને સિદ્ધપ્રભુનાં પરમાણુઓની સહાયથી જીવ અપ્રમાદી થાય છે, એ માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાને જીવે કેવી તૈયારી કરવી જોઈએ વગેરે વગેરે વિશે ઊંડાણમાં જવા પુરુષાર્થ કર્યો હતો. ૨૯૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ બધા મુદ્દાઓનો યોગ્ય ક્રમ વિચારાયો અને લખાણ કરવાનું મેં શરૂ કર્યું તે અરસામાં ઈ.સ. ૨૦૦૩માં જ પછીનાં બે વર્ષનાં વિષયો મને એકી સાથે મળ્યા હતા. ઈ.સ. ૨૦૦૫નાં પર્યુષણ માટેનો વિષય હતો “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ' અને ઈ.સ. ૨૦૦૬નાં પર્યુષણ માટેનો વિષય હતો ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ'. શ્રી પ્રભુ પાસેથી પ્રમાદરહિત થવાનો બોધ મળ્યા પછી, તેને અમલમાં મૂકવા માટે એક સાથે બે વર્ષનાં વિષયો વિચારવાની તક મને મળી હતી. અલબત્ત, આ બંને વિષયો એકબીજાના સાથીદાર અને પૂરક છે તે તો શિર્ષકની વિચારણા કરતાં તરત જ સમજાય તેવું હતું. પરંતુ તે બે વચ્ચે ભિન્નતા શું હોઈ શકે અને સામ્યપણું ક્યાં રહેલું છે તે ગોતવાનું હતું. અને તે ગંભીર પુરુષાર્થ માગે તેમ છે તેવું લાગતું હતું, અને અનુભવ પણ તે જ થયો. અપ્રમાદી રહેવા માટે મેં પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ શરૂ કર્યા, અને આ બંને વિષયોની યોગ્ય સમજણ આપવા પ્રભુ સમક્ષ મેં માંગણી કરવા માંડી. એ જ રીતે નેહલને પણ ખૂબ ભક્તિ તથા પ્રાર્થના કરવા કહ્યું, કે જેથી વિષયની સમજ તથા ઊંડાણ પ્રભુના સાથથી જલદીથી આવી શકે. એક ને બદલે બે જણા પુરુષાર્થ કરતા હોય તો જરૂર વિશેષ ફાયદો થાય એ વાસ્તવિકતામાં વારંવાર થયેલા અનુભવની વાત હતી. આગલા વર્ષથી નેહલનો સાથ મને ઠીક ઠીક પ્રમાણમાં મળવો શરૂ થયો હતો એટલે કાર્ય કરવાનો, જગત જીવો પ્રતિનું ઋણ ચૂકવવાનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. બીજી રીતે કહું તો કહી શકાય કે આ વર્ષથી અમુક પ્રમાણમાં હું નેહલનો આધાર લેતી થઈ ગઈ હતી. અમારા બંનેના પુરુષાર્થને કારણે અમને થતા અનુભવોની વિશેષતા તથા ઉત્તમતા થતી જતી હતી, રાજપ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ દિનપ્રતિદિન વધતો જતો હોય એવું અનુભવાતું હતું. તેમની અલૌકિક કૃપાને કારણે જ માર્ગનાં અનેક ભેદરહસ્યો મેળવી અમે ખુલ્લા કરવા સદ્ભાગી બન્યા છીએ, તે તો હકીકત જ છે. “શ્રી કેવળીપ્રભુનો સાથ'નાં પ્રત્યેક પ્રકરણો, તેમાં પણ ભાગ ૩ ના તેરમાં પ્રકરણ “આણાએ ધમ્મો, આણાએ તવો થી પ્રત્યેક પ્રકરણને ૨૯૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ધીરજપૂર્વક તત્ત્વ સમજવાની દૃષ્ટિથી વાંચવામાં આવે તો તેમાં શાસ્ત્રમાં પ્રગટપણે ન મૂકાયેલાં છતાં અનુભવગમ્ય જણાય એવાં કેટલાય ભેદરહસ્યો ખુલ્લા મુકાયા છે તે જણાશે. અને એ સમજનારને ખ્યાલ આવી શકશે કે શ્રી પ્રભુએ અમારા પર કેવી અલૌકિક કૃપા કરી, જગતના ઋણથી મુક્ત થવાનો ઉત્તમ પ્રકારનો અવસર અમને આપ્યો છે. બીજી તરફ એ પણ લક્ષ આવશે “શ્રી કેવળ પ્રભુનો સાથ' ગ્રંથને શકવર્તી બનાવવા માટે કેટલા વર્ષોનું આરાધન પ્રભુએ મારી પાસે કરાવ્યું છે. વિવિધ પ્રકારનાં વિષયો ઉપર તૈયારી કરાવી, મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરાવવામાં અવર્ણનીય મદદ પણ કરી છે. આ બધા ઉપરાંત શ્રી પ્રભુએ મારા તથા નેહલ ઉપર વર્ણવી ન શકાય એવી એક અદ્ભુત કૃપા વરસાવી છે. અમારામાંથી કર્તાપણાના ભાવ સાવ નિર્મૂળ થયા તે પછીથી જ આ ગ્રંથ લખવાનો શરૂ કરવાની આજ્ઞા ઈ.સ. ૨૦૦૫ના પર્યુષણમાં મને આવી હતી, અને ઈ.સ. ૨૦૦૬નાં પર્યુષણ પછી તરતમાં જ લખાણ કરવાની શરૂઆત થઈ હતી. જ્યાં સુધી કર્તાપણાના ભાવનો મારામાં અંશ પણ અસ્તિત્ત્વ ધરાવતો હતો ત્યાં સુધી ભેદજ્ઞાન મેળવવાની, ચારિત્ર સુધારવાની વિચારણા સ્પષ્ટ કરવાની આજ્ઞા મળ્યા કરતી હતી. કર્તાપણાના ભાવથી રહિત રહેવાનો જે બોધ મને ‘શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે મળ્યો હતો, અને તેને ઘણે અંશે પાળ્યો હતો, તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ આ ગ્રંથ લખતી વખતે મારે રાખવાનું હતું. થયેલા અનુભવો બાબતે લખાણ બાબત માનભાવ આવે કે કર્તાપણાના ભાવ આવે એવી જરા પણ સંભાવના હોય ત્યાં સુધી એ કાર્ય કરવાની આજ્ઞા જ ન હતી. જેમકે “અપૂર્વ આરાધન” પ્રગટ થયું ત્યારે તેનાથી મને કર્તાપણાની કે માનભાવની વૃત્તિ આવે એવી થોડીક પણ સંભાવના પ્રભુને લાગી હશે તેથી તેમાં આ પ્રકારના કોઈ ખુલાસા કે અનુભવની નોંધ મૂકવાની મને આજ્ઞા આવી ન હતી. મારું પ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું તેમની દૃષ્ટિએ યથાયોગ્ય જણાયું, ત્યારે પ્રભુની કૃપાથી કેવાં કેવાં રહસ્યોની પ્રાપ્તિ થાય છે, તેની જાણકારીથી જગતજીવોને લાભ થાય તથા સર્વ જીવ પ્રતિ વહેતા મારા કલ્યાણભાવ સફળ ૨૯૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય તે હેતુથી આટલા બધા ખુલાસા સાથે ભેદરહસ્યો રજૂ કરવાની આજ્ઞા મને મળી છે એમ હું માનું છું. પ્રભુની આ અપરંપાર કૃપાને મારા સમય સમયના વંદન હોજો, ચિ. નેહલના પણ તેમને કોટિ કોટિ વંદન હોજો. ઈ.સ. ૨૦૦૫ના પર્યુષણ સુધી મને ખ્યાલ ન હતો કે આ વર્ષમાં છૂટા છવાયા થયેલા લખાણને મારે મઠારવાનું છે અને તે પછી ગ્રંથ માટે લખાણ શરૂ કરવાનું છે. પરંતુ પ્રભુનાં લક્ષમાં તો બધું જ હોય ને! ગ્રંથનાં લખાણ માટે તો ઘણો સમય ફાળવવો પડે, તો પર્યુષણની તૈયારી ક્યારે કરવી? આ મુંઝવણ ઊભી ન થાય તેટલા માટે ગ્રંથનું લખાણ કરવાનો સમય આવે તે પહેલાં જ ઈ.સ. ૨૦૧૦ સુધીના વિષયો મને ૨૦૦૫ના પર્યુષણ પહેલા આપી દીધા હતા. તેની સાથે સાથે અમુક અમુક અનુભવ કરાવી, પર્યુષણની તૈયારી કરાવતા જતા હતા. પ્રભુએ ઈ.સ. ૨૦૦૫ તથા ૨૦O૬ના વિષયોની તૈયારી નેહલનો સાથ અપાવી ૨૦૦૫ના પર્યુષણ પહેલાં જ કરાવી દીધી હતી. “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ' એ વિષયનું હાર્દ હતું – આત્મા જેમ જેમ કર્યભાર ઉતારતો જાય છે, તેમ તેમ તેને વ્યવહાર તથા પરમાર્થે સિદ્ધિઓ પ્રગટતી જાય છે. તેમાં આજ્ઞાનું મહાભ્ય; પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞા, રુચક પ્રદેશની પ્રાપ્તિ; જીવનું ઇતર નિગોદમાં આવવું; ત્રસનાડીની બહાર ફેંકાયેલા જીવનો પુન:પ્રવેશ; ઇન્દ્રિયોનો સંજ્ઞીપણા સુધીનો વિકાસ; સંતવૃત્તિસ્પર્શ કરતી વખતે થતી પ્રક્રિયા; કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ; ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ, તે મેળવવા માટેના ભક્તિ, યોગ, ક્રિયા તથા જ્ઞાનમાર્ગના લાભાલાભ; છઠ્ઠા સાતમા ગુણસ્થાને જવાથી આવતી સિદ્ધિઓ; ક્ષેપક શ્રેણિ; કેવળી સમુદ્રઘાત; ૧૪મું ગુણસ્થાન, સિદ્ધભૂમિમાં ગમન ઈત્યાદિ વિશેની વિચારણા લીધી હતી. જીવ કોઈ પણ પુરુષાર્થ કરે છે ત્યારે તેમાં ઘણા પ્રકારે તરતમપણું રહેલું હોય છે. કોઈ જીવ સમ્યક્ત્વ મેળવવા માટે પુરુષાર્થ કરતો હોય તો તેનો પુરુષાર્થ ઘણી તરતમતાવાળો હોઈ શકે છે. કોઈ જીવ મંદ પુરુષાર્થથી કામ કરે છે, કોઈ ૩00 Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મધ્યમ તો કોઈ તીવ્ર પુરુષાર્થથી વર્તે છે. કોઈ ઉત્તમ જીવનાં શરણે રહી કાર્ય કરે છે, કોઈ મધ્યમ પુરુષાર્થી ગુરુના આશ્રયે વર્તે છે, તો કોઈને મંદ પુરુષાર્થી ગુરુ પ્રાપ્ત થયા હોય છે. આમ અનેક પ્રકારની પુરુષાર્થની તરતમતાને કારણે જીવને ફળ પણ અનેક પ્રકારની તરતમતાવાળું મળતું હોય છે. જે જીવ ઉત્તમ ગુરુનાં સાનિધ્યમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે છે તેને ઉત્કૃષ્ટ સિદ્ધિ મળે છે, અને જે જીવ એ જ ગુરુના આશ્રયે મંદ પુરુષાર્થથી વર્તે છે તો તેની સિદ્ધિ મધ્યમ રહે છે. મંદ પુરુષાર્થી ગુરુના આશ્રયે જીવ ઉત્તમ પુરુષાર્થ કરે તો મધ્યમ સિદ્ધિ મળે છે, અને તેવા ગુરુના આશ્રયે જીવ મંદ પુરુષાર્થ કરે તો તેને સામાન્ય સિદ્ધિ જ પ્રાપ્ત થાય છે. આમ ઈ.સ. ૨૦૦૬ના વિષય ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ'નું હાર્દ આ પ્રમાણે સમજાયું હતું. જીવનો પુરુષાર્થ જેટલો ઉત્તમ પ્રકારે થાય છે તેટલા ઉત્તમ પ્રકારની સિદ્ધિ જીવને મળે છે. આ વિષયમાં પ્રભુઆજ્ઞાથી અને કૃપાથી આ મુદ્દાઓ આવરી લેવા અમે પ્રયત્ન કર્યો હતો. જીવનું અભિસંધીજ તથા અનભિસંધીજ વીર્ય, આત્મિક શુદ્ધિ કરવા માટેના આઠ માર્ગ, આઠમાંના પહેલા ચાર માર્ગ અસંજ્ઞી જીવ આદરી શકે છે, બાકીના ચાર માત્ર સંજ્ઞી જ આદરી શકે; સંજ્ઞાના સદુપયોગથી આવતી સિદ્ધિઓ, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા; વીતરાગનો બોધ; તે બોધ ગ્રહણ કરવા માટે જોઈતી પાત્રતા; પૂર્ણ આજ્ઞાધીન અને અપૂર્ણ આજ્ઞાધીન જીવની કર્મક્ષય કરવાની પ્રવૃત્તિનો ભેદ; આત્મિક શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિનો માર્ગ, બે વચ્ચેનો તફાવત, આહાર, વિહાર, નિહારની ક્રિયા; સંજ્ઞી જીવનું આઠે માર્ગનું આરાધન આદિ. ઈ.સ.૨૦૦૫ની સંવત્સરીના દિવસે પૂર્વે કરેલી નોંધો વ્યવસ્થિત કરવાની મને આજ્ઞા આવી. એ કાર્ય બીજા જ દિવસથી શરૂ કર્યું. ૨૦૦૬ના પર્યુષણની તૈયારી તો થઈ ગઈ હતી. એટલે આખું વર્ષ નોંધો વાંચી, વિચારી પુનઃ લખાણ કરવામાં પસાર કર્યું. વચમાં વચમાં ઈ.સ. ૨૦૦૭ના વિષય ‘ૐ ગમય આણાયું, આણાય ગમય ૐૐ'ની તૈયારી શ્રી પ્રભુ ચિ. નેહલના સાથે સાથે મારી પાસે ૩૦૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરાવતા જતા હતા. અને તેનું લખાણ પણ ૨૦૦૫ના ડીસેંબર માસમાં પૂરું કરાવ્યું હતું. એટલે પૂર્વની નોંધો મઠારવાનો ઠીક ઠીક સમય મને મળ્યો હતો. આ રીતે ઇ.સ.૨૦૦૩થી મારે આખું વર્ષ આરાધન કરી આત્મિક શુદ્ધિ તથા સિદ્ધિ વધારવા માટેનો પુરુષાર્થ કરવાનો હતો, કે જેથી ગ્રંથરચના માટેની યોગ્ય પાત્રતા તૈયાર થતી જાય. ‘ૐ ગમય આણાય, આણાય ગમય ૐ' વિષય મને મુશ્કેલ લાગ્યો હતો, છતાં રસપ્રદ પણ એટલો જ જણાયો હતો. તેમાં વ્યવસ્થિત થવા માટે મને નેહલનો વધારે સાથ મળ્યો હતો. આ પર્યુષણનું લખાણ કરતી વખતે ને પ્રાર્થના કરી હતી, એ ઉપરાંત માં પંચપરમેષ્ટિ કેવી રીતે સમાય છે, આજ્ઞા એટલે શું, સંજ્ઞાનું કાર્ય શું છે, બંનેને એકમાર્ગી રાખવાથી જીવને શું ફાયદા થાય, ૐનાં પરમાણુની રચના, તેની વિશેષતા, છદ્મસ્થ પરમેષ્ટિનાં આજ્ઞારસ તથા પરમાણુઓનું કાર્ય, પૂર્ણાતિપૂર્ણ આશા, આ આજ્ઞા જીવ કેવી રીતે પાળે, પંચપરમેષ્ટિ પરમાણુઓનું બંધારણ, તે માટે તીર્થંકર પ્રભુનો પુરુષાર્થ, આ પરમાણુઓમાં ધર્મનાં સનાતનપણાનો તથા મંગલપણાનો સમાવેશ, સાધુસાધ્વી, ઉપાધ્યાયજી, આચાર્યજી, ગણધરજી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુઓ, પૂર્ણ પરમેષ્ટિ તથા છદ્મસ્થ પરમેષ્ટિના પુરુષાર્થનો તફાવત વગેરેની સમજણ લેવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણનો ખૂબ ખૂબ સાથ લીધો હતો. કેમકે આ વિષયની જાણકારી મને તથા નેહલને નહિવત્ જ હતી. છતાં પ્રભુકૃપાથી સંતોષજનક કાર્ય થતું હતું. આ વિષય સમજાવતી વખતે પ્રભુકૃપાથી મને ખૂબ સરળતા રહી હતી. સમજતી વખતે અને લખતી વખતે આ વિષય જેટલો કઠિન લાગ્યો હતો, તેના કરતાં સમજાવતી વખતે સરળ લાગ્યો હતો. એમાં પ્રભુની કૃપા તો એવી હતી કે બધાંને સાંભળવામાં ખૂબ આનંદ આવ્યો હતો. એટલું જ નહિ પણ વિષય પણ એટલો જ સરળ લાગ્યો હતો. ઈ.સ.૨૦૦૩થી પર્યુષણમાં એવા અનુભવ થતા હતા કે મને જેટલી વિષયની કઠણાઈ લાગતી હતી તેટલું જ સહેલાપણું અને સરળતા સાંભળનારને લાગતાં હતાં. વળી આ પર્યુષણથી ૩૦૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રત્યેક પર્યુષણમાં વિવિધ અકલ્પનીય આત્મિક અનુભવો અમને થયા કરતા હતા, જેના થકી શ્રી રાજપ્રભુ તથા પંચપરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપાવર્ષાની પ્રતીતિ મળતી રહેતી હતી. પર્યુષણમાં પણ સમજાવતી વખતે કેટલીયે વખત અદ્ભુત રહસ્યો ખૂલતા જતા હતા, અને માર્ગની અદ્ભુતતા માણવાનો મને અવર્ણનીય આનંદ વર્તતો હતો. વિચારતાં સમજાયું કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની જે કૃપાવર્ષા થતી હતી તેની અસર સાંભળનાર પર થતી હોવાથી તેમને વિષય સમજવામાં સરળતા અનુભવાતી હતી, તથા અવર્ણનીય આનંદ વેદાતો હતો. અહો! પ્રભુની અપરંપાર કૃપા અને કરુણા! તે કૃપા તથા કરુણાને વારંવાર વંદન કરી પ્રભુને વિનવું છું કે, “પ્રભુ! અમને કદીએ ન કરશો આપની કૃપા રહિત.” આમ, જીવનની સુધારણા કરવામાં, ચારિત્રની ખીલવણી કરવામાં તથા ભેદરહસ્યોનાં ઊંડાણ પકડવામાં ઈ.સ.૨૦૦૬નાં પર્યુષણ સુધીનો સમય આનંદપૂર્વક આરાધનમાં પસાર થયો. ઈ.સ.૨૦૦૬નાં પર્યુષણમાં પર્યુષણ પૂરાં થયા પછી “શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ માટે સાંકળિયું તૈયાર કરી, લખાણ શરૂ કરવાની આજ્ઞા આવી. શ્રી કૃપાળુદેવ સહિત પંચપરમેષ્ટિ પ્રભુનો ખૂબ ખૂબ આભાર માન્યો અને હું આ ગ્રંથ આજ્ઞાધીનપણે રચી શકું તે માટે ખૂબ ખૂબ સાથ આપવા વિનંતિ કરી. પર્યુષણ પછી તરતમાં જ સાંકળિયું તૈયાર કર્યું, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે આ ગ્રંથની રચના માટે મને મોટાભાગની તૈયારી તો શ્રી પ્રભુએ કરાવી જ દીધી હતી. મારા આનંદ તથા આશ્ચર્યનો તો પાર ન રહ્યો. એ અરસામાં પ્રભુએ મને સમજ આપી હતી કે આ ગ્રંથનું સૌથી પહેલું પ્રકરણ ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ અને છેલ્લું પ્રકરણ “શ્રી કેવળી પ્રભુનો સાથ’ રહેશે. ચારે ભાગની જે પ્રકારની ગોઠવણી થઈ છે એ જ પ્રકારે સાંકળિયું બનાવતી વખતે પ્રકરણોનો ક્રમ મૂકાયો હતો, તેમાં ફેરફાર કરેલ નથી. માત્ર પાંચમા ભાગમાં “આત્માની સિદ્ધિ નામનું પ્રકરણ રાખવાની ભાવના ચોથા ભાગના પ્રાકથનમાં રજૂ કરી છે, તે શ્રી પ્રભુને મંજુર નથી, એટલે એનો સમાવેશ પાંચમા ભાગમાં કરી શકાયો નથી. ૩૦૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આમ પ્રભુના જણાવ્યા પ્રમાણે પાંચમા ભાગનું અંતિમ પ્રકરણ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ’ રહેશે જે આખા ગ્રંથનું શિર્ષક પણ છે. ઈ.સ. ૧૯૮૩માં લખેલી ચોવીશ ભગવાનની સ્તુતિ ઈ.સ. ૨૦૦૬ના ડીસેંબર માસથી વ્યવસ્થિત લખવી શરૂ કરી. રોજનાં પાંચ પાનાં લખવાનો નિયમ પ્રભુએ આપ્યો હતો. વધારે લખાય તો ચાલે, પણ ઓછાં પાનાં લખવાં નહિ એમ મને તેમણે જણાવ્યું હતું. એ જ ઝડપથી લખાણ કરવાની રીત રાખી એટલે થોડા જ દિવસમાં પહેલું પ્રકરણ લખાઈ ગયું. પહેલું પ્રકરણ લગભગ પૂરું થવા આવ્યું હતું એ અરસામાં વકીલ એન્ડ સન્સના અરુણભાઈ મહેતા સાથે આ ગ્રંથ છાપવા બાબત મેં વાત કરી. તેમણે ઘણી જ ખુશીથી હા કહી. પણ તેમને સારું ગુજરાતી જાણનાર વ્યક્તિની થોડી અસુલભતા હતી, તેથી તે બાબત થોડું વિચારવું પડે તેમ હતું. ઈ.સ. ૨OO૬ના ડિસેમ્બરમાં મારાં બહેનની દીકરી ચિ. અમી અમેરિકાથી અમને બધાને મળવા આવી હતી. તે મને કહે, “માસીબા, મારે આત્માને ઉજાળે એવું કંઈક કામ કરવું છે, બાહ્ય કામ કરીને હું થાકી ગઇ છું. મને કંઈક સુઝાડો તો સારું.' મેં તેને “શ્રી કેવળી પ્રભુનો સાથ” લખવાનું શરૂ કર્યું છે તે જણાવ્યું. અને પૂછયું કે આનું કંપોઝીંગ અને પહેલું પ્રુફ રીડીંગ કરવું તને ફાવે? તેણે અભ્યાસમાં કોમપ્યુટર એંજીનીયરીંગ કર્યું હતું અને ગુજરાતીનો મહાવરો પણ તેને સારો હતો તેથી મેં આ રીતે પૂછયું. મારી ભાણેજ અમી તો ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલા પ્રકરણની ઝેરોક્ષ તેની સાથે લઈ ગઈ. શરૂઆતના થોડા દિવસ વકીલ એન્ડ સન્સમાં કોમ્યુટર સાથે નાતો જોડતાં ગયા, પણ પછી તેને ફાવટ આવી ગઈ. તે લખાણ કંપોઝ કરી વકીલ એન્ડ સન્સમાં મોકલતી. તેમાંથી પાના રચાઈ મારી પાસે આવતાં. અને પહેલા ભાગનું મુફ રીડીંગ મારી સખી ડો. કલા શાહ કરી આપતી હતી. તે તૈયાર થયે છાપકામ માટે મોકલવામાં આવતાં હતાં. જે ઝડપથી હું લખતી હતી તે જ ઝડપથી ચિ. અમી ચીવટપૂર્વક કંપોઝીંગ અને રીડીંગ કરી અમને મોકલતી હતી. ૩૦૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રભુકૃપાથી સહજ રીતે બધાને સુખ થાય એવી રીતે અમારો કોયડો ઉકેલાઈ ગયો હતો. અને કામ ઝડપથી આગળ વધતું ગયું. પહેલું પ્રકરણ પૂરું થયા પછી મેં બીજું પ્રકરણ “સમ્યકત્વ પરાક્રમ” લખવાનું શરૂ કર્યું. તેમાં ૧૯૯૪ તથા ૧૯૯૮ના વિષયોનો સમન્વય કરી ફરીથી તૈયાર કર્યું. તે પછી ઈ.સ.૧૯૯પનો વિષય અષ્ટકર્મ તૈયાર કર્યું, તેના અનુસંધાનમાં ૧૯૯૬નો વિષય “અઢાર પાપસ્થાનક' ચોથા પ્રકરણ માટે વ્યવસ્થિત રીતે લખ્યો. આ ચારે પ્રકરણો તૈયાર કરી ચિ. અમીને મોકલાવ્યાં. ખૂબ ચીવટપૂર્વક તેણે કંપોઝીંગ અને પ્રૂફરીડીંગ ઝડપથી કરી વકીલ એન્ડ સન્સમાં અરુણભાઈને મોકલાવ્યા. પાનાં તૈયાર થયાં, અને છપાઈ તથા બાયડીંગ કરી ૨૦૦૭નાં પહેલા પર્યુષણે એ ભાગ પ્રગટ થયો. છપાઈ આદિ થતાં હતાં ત્યારે બીજા ભાગની તૈયારી કરી. તેમાં અપૂર્વ આરાધન'નાં ત્રણ પ્રકરણો તથા “આત્માનો અપૂર્વ સ્વભાવ અને એ “અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ” એ બે પ્રકરણો નવાં ઉમેરી કામ આગળ ચલાવ્યું. ચિ. અમીએ એ જ ઝડપથી કામ કરી અરુણભાઈને કંપોઝીંગ મોકલાવ્યું. મેં ત્યારથી ગ્રંથનું પ્રુફ રીડીંગ સંભાળ્યું. આથી પહેલા ભાગના છપાઈકામની સાથોસાથ બીજા ભાગનું પેજ મેકીંગ તથા પ્રુફ રીડીંગ અને તેના સુધારા સમકાલીનપણે શરૂ થયા. બીજો ભાગ ઈ.સ.૨૦૦૮ ના માર્ચ મહિનામાં પ્રગટ થયો. તેની સાથે સાથે ત્રીજા ભાગની તૈયારી ચાલતી હતી. રોજના પાંચ પાનાં લખવાની પ્રવૃત્તિ જારી હતી. અને એ થકી એ વર્ષનાં પર્યુષણમાં ત્રીજો ભાગ પ્રગટ થયો. તેમાં “અરિહંતનો મહિમા', “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે', “શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું તથા ‘આણાએ ધમ્મો આણાએ તવો’ એ ચાર પ્રકરણો મૂકાયા હતા. આ પરથી સહુને ખ્યાલ આવ્યો હશે કે બીજા ભાગનાં આઠમા પ્રકરણથી પ્રત્યેક વર્ષનાં પર્યુષણનાં વિષયો ક્રમસર આવવા લાગ્યા હતા. જેની પૂર્વ તૈયારી થઈ ગયેલી હોય, તેથી ગ્રંથનાં પ્રકરણો માટે થોડા ઘણા સુધારા કરી લખાણને મઠારવાનું જ કામ મારે રહેતું હતું. આમ પ્રભુ આ ગ્રંથ રચના કરવામાં ઘણી ઘણી સહાય કરતા હતા; તેઓ મને અમુક પ્રેક્ટીકલ અનુભવો કરાવી, માર્ગદર્શન આપી એકબાજુ પર્યુષણની ૩૦૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તૈયારી કરાવતા જતા હતા, અને બીજી બાજુ ગ્રંથના પ્રકરણો રચવાની પૂર્વ ભૂમિકા આપતા જતા હતા. સાથે ચિ. નેહલનો સાથ પણ વધતો જતો હતો. આવા અનુભવોને કારણે મારામાં ગ્રંથના કર્તા તરીકેના ભાવ ઊઠવા અસંભવ બની ગયા હતા. એને હું પ્રભુની મારા પરની ઉત્તમોત્તમ કૃપા ગણું છું. આવી કૃપા મને અને સહુને સદાય મળતી રહો. ઈ.સ.૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭નાં પર્યુષણની તૈયારી પ્રભુએ મારી પાસે ૨૦૦૫ના અંતિમ મહિના સુધીમાં કરાવી દીધી હતી. તેથી ૨૦૦૬નું વર્ષ ગ્રંથના લેખન માટે મારાથી ફાળવી શકાયું હતું. ૨OO૬નાં પર્યુષણ પૂરાં થયા પછી પ્રભુએ મારી પાસે ૨૦૦૮ના પર્યુષણની તૈયારી કરાવવી શરૂ કરી. ૨૦૦૮ માટેનો વિષય હતો “પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા'. તેની ગ્રંથના લખાણ સાથે સાથે તૈયારી કરાવતા જઈ, તેનું લખાણ પણ એ વર્ષનાં (૨૦૦૬) ડીસેમ્બર માસમાં પૂરું કરાવ્યું હતું. આજ્ઞામાર્ગની પૂર્ણતા ક્યારે, કેવી રીતે થાય, જીવની પાત્રતા કેવી હોય તે બધી વિચારણા મનમાં ચાલતી હતી અને પ્રભુ તરફથી તેનાં હૃદયસ્પર્શી ઉકેલો મળતા જતા હતા. તેથી તેમની જ કૃપાથી અહીં જણાવેલા મુદ્દાઓ આવરી શકાયા હતા. પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે શું?, આજ્ઞાપાલનની મહત્તા; પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરવાથી જીવનું આજ્ઞાધીનપણું વધે છે; પૂર્ણ આજ્ઞાસિદ્ધિમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું સમતોલન રહેલું છે; પાંચ મહાવ્રતના પાલનથી પૂર્ણ આજ્ઞાસિદ્ધિ સુધી જીવ પહોંચી શકે છે; પાંચ મહાવ્રતની સમજણ; પરમેષ્ટિ પદમાં સ્થાન પામતા જીવો; તે સિવાયના જીવો; ચારે કષાયને ચાર ગુણોમાં પલટાવવા, આજ્ઞાપાલન કરવાના ભાવની અગત્ય; મહાઆશ્રવનો માર્ગ; તે માર્ગે ચાલવાની જીવની તમન્ના; ગુણાશ્રવથી આજ્ઞાધીનપણાની વર્ધમાનતા થાય છે; ધર્મની લાક્ષણિકતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિ મેળવવાનાં અંતરાય કેવી રીતે ક્ષય કરવાં; જીવની છદ્મસ્થ અવસ્થામાં અંતરાય કર્મ અને વેદનીય કર્મ આત્મા પર જોડીદારની જેમ રાજ્ય કરે છે; જીવને આ વેદનામાંથી વીતરાગી પ્રભુ બચાવે છે, તે વીતરાગીનો ૩૦૬ Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર રાગ મેળવે છે. તે કેવી રીતે?; ઘાતી તથા અઘાતી કર્મનાં સ્વરૂપ; અઘાતી કર્મનો ક્ષય કરવાની રીત; સિદ્ધભૂમિમાં જવા માટે સિદ્ધપ્રભુ સાથેનાં ઋણાનુબંધની જરૂરિયાત; આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ; આજ્ઞામાં પાંચ સમવાયની અગુરુલઘુતા, પૂર્ણ કલંકરહિત અડોલ દશાનું સ્વરૂપ; સિદ્ધપ્રભુનાં પરમાણુઓ; જીવને વિકાસ સાથે પ્રાપ્ત થતાં આજ્ઞા કવચ; અપૂર્વ અવસર કાવ્યમાં પ્રકાશિત થયેલું સિધ્ધપદને પ્રાપ્ત કરવાનું ધ્યેય, તે માટેનો કરવા ધારેલો અપૂર્વ પુરુષાર્થ, પુરુષાર્થ વધતાં પ્રાપ્ત થતાં વિવિધ પ્રકારનાં આજ્ઞાકવચ, તેનાથી મળતો આજ્ઞારસ વગેરે વિશેની ગુપ્ત સમજણ પ્રભુએ મને ચિ. નેહલના સાથથી આપી, અને એ બધાનું વિવરણ ઈ.સ.૨૦૦૮ના વિષય “પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશામાં મારી પાસે લખાવ્યું. લાખો વંદન છે પ્રભુની આ ઊંડાણનાં ભેદરહસ્યો આપવાની તથા સમજાવવાની કૃપાને. આ બધી સમજણના આધારે લખાણ કરવા પૂર્વે આ પ્રકારની વિચારણા મારામાં રમતી થઈ હતી. અત્યાર સુધીનાં છેલ્લાં કેટલાંક વર્ષોનાં પર્યુષણ પર્વમાં પ્રભુની આજ્ઞામાં રહેવાનું મહાસ્ય જુદી જુદી રીતે પ્રભુની અસીમ કૃપાથી મારાથી વિચારાયું હતું. એ આજ્ઞાનું પાલન પૂર્ણતાએ કરવાથી કેવી કલંકરહિત અડોલ દશાની પ્રાપ્તિ થાય છે તેની જાણકારી હોય તો જ ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ'નો પાર પામી શકાય. જીવને સમજાય ત્યારથી પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અને સત્સંગના આધારથી તેનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ વધતો જાય છે; તેનાં ફળરૂપે જ્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તેનાં મન, વચન તથા કાયા ત્રણે એકસાથે એક સમય માટે પૂર્ણ આજ્ઞાધીન થાય છે; અને બીજા સમયથી તે ત્રણમાંથી એક અથવા બે તો આજ્ઞાધીન રહે જ છે. અહીંથી આજ્ઞામાર્ગની શરૂઆત થાય છે. અને તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ ત્યારે પ્રગટ થાય છે, જ્યારે જીવમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞાભરિત તપનું યોગ્ય સંમેલન થાય છે, અને તેમાંથી ઉપજતા મહાસંવર માર્ગની મહાસંવરતા તેને સ્પષ્ટપણે અનુભવાય છે. એ વખતે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એકબીજામાં એવાં એકમેક થઈ જાય છે કે એ દશાએ બંનેને ૩૦૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ છૂટાં પાડવાં લગભગ અસંભવ થઈ જાય છે. આ દશાએ પહોંચવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય આદિ પાંચ મહાવ્રત ઊંડાણથી જાણવા અને પાળવાં જરૂરી બને છે. આ પાંચ મહાવ્રત સાધુસાધ્વીથી શરૂ કરી સિદ્ધાત્મા સુધીનાં આત્માઓ કેવી રીતે પાળે છે, તેમનામાં વ્રતપાલનની દૃષ્ટિએ કેવી તરતમતા રહેલી છે કે જેથી પરમેષ્ટિનાં પાંચ વિભાગ થઈ જાય છે; તે સર્વની મધ્યમથી શરૂ કરી ઊંડાણભરી જાણકારી આરાધકને આવતી જાય છે. તે બધાંની ભેદરહસ્યો સાથેની જાણકારી શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘અપૂર્વ અવસર' કાવ્યમાં ગૂંથાયેલી છે તે મને સમજાવા લાગ્યું હતું. આ બધાનો સમાવેશ ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ માં કરવાનો આદેશ શ્રીપ્રભુ તરફથી મને મળ્યો હતો. મેં શક્તિ અનુસાર આ કાર્ય કરવાનો ભાવ રાખી, શ્રી પ્રભુ તથા ચિ.નેહલની સહાયથી ઈ.સ.૨૦૦૮નાં પર્યુષણનું લખાણ મેં ઈ.સ.૨૦૦૬ના નવંબર મહિનામાં પૂરું કર્યું હતું. સાથે સાથે ‘શ્રી કેવળ પ્રભુનો સાથ” લખવાનું પણ ચાલતું હતું. ઈ.સ.૨૦૦૭ની શરૂઆતમાં જ ઈ.સ.૨૦/૯નાં પર્યુષણ માટે ટાંચણ આદિ કરાવવાં શરૂ થયા. અને માર્ચ મહિનાથી “શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ' વિશે વ્યવસ્થિત લખાણ શરૂ કરાવ્યું જે એપ્રિલ મહિનાના અંતભાગમાં પૂરું થયું હતું. પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિ પામવા માટે આજ્ઞાની પૂર્ણ સિદ્ધિ કરવી કેટલી જરૂરી છે, તે સમજાયા પછી એ સિદ્ધિ હાંસલ કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી પંચામૃતરૂપ જે પરમાણુઓ પ્રગટ થાય છે તેને ગ્રહણ કરવાનું મહાભ્ય તેમનાં પરમાણુઓથી બનતા ની શક્તિ તથા મહાભ્ય આદિ મને સમજાવાં લાગ્યાં. તેના અનુસંધાનમાં જે આત્માએ અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તેની સમાધિ કેવા પ્રકારની હોય તેનો અંદાજ શ્રી પ્રભુએ મને અમુક વાસ્તવિક અનુભવ સાથે આપ્યો હતો. આમ ઈ.સ.૨00૯નાં પર્યુષણ માટે ઈ.સ.૨૦૦૭ના માર્ચ એપ્રિલ જેવા ટૂંકા ગાળામાં “શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ'નું સર્જન થયું હતું. આ લખાણમાં નીચેના મુદ્દાઓ આવરી લેવા હું ભાગ્યશાળી બની હતી. પંચામૃત એટલે શું?, ૐની શક્તિ; તેની ૩૦૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આકૃતિ; અંતરાય કર્મને અંતરાય ગુણમાં પલટાવવાની રીત; શ્રી અરિહંતપ્રભુ પણ પંચપરમેષ્ટિની આજ્ઞામાં વર્તે છે; ૐનું મહાભ્ય; પંચપરમેષ્ટિ પ્રભુનું સિદ્ધભૂમિમાં સ્થાન; સિદ્ધભૂમિની રચના; શ્રી ગણધરપ્રભુ તેમનાં જ્ઞાનનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરે છે; ધર્મનું અધર્મ ઉપરનું વર્ચસ્વ; આચાર્યજીની વર્તન તથા ચારિત્ર; આજ્ઞામાર્ગમાં ચાલવા માટે પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, વિનય તથા આભારની જરૂરત; શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતા; સાધુસાધ્વીજીનો બહ્મરસ સમાધિ મેળવવામાં ફાળો; પાંચ પરમેષ્ટિનો સમાધિ મેળવવામાં સમૂહગત ફાળો; સમકિતનાં લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા પ્રત્યેક પરમેષ્ટિની અપેક્ષાએ; સાધુસાધ્વીનું પંચામૃત; ઉપાધ્યાયજીનું પંચામૃત; અન્ય પરમેષ્ટિનાં પંચામૃત; ૐની આકૃતિની રચનાનું રહસ્ય વગેરે. આમ ઈ.સ.૨૦૦૭ના એપ્રિલ માસમાં ઈ.સ.૨૦૦૯નાં પર્યુષણ સુધીનું લખાણ પૂરું થયું હતું. અને ૨૦૧૦નાં પર્યુષણ ‘શ્રી કેવળ પ્રભુનો સાથ’ માટેનાં સૂચના કે ટાંચણ લગભગ નહિવત્ હતાં. આથી ૨૦૦૭નું લગભગ આખું વર્ષ ગ્રંથનાં પ્રકરણો તૈયાર કરવામાં પસાર થયું. ૨૦૦૭ના અંતભાગથી પર્યુષણનાં વિષય માટેનાં ટાંચણો શરૂ થયાં અને વધવા લાગ્યાં. ૨૦૦૮ની શરૂઆતમાં ગ્રંથના ચોથા ભાગનું લખાણ લગભગ તૈયાર થઈ ગયું હોવાથી ગ્રંથના અંતિમ પ્રકરણ અને ૨૦૧૦નાં પર્યુષણની તૈયારી કરવામાં પ્રભુએ મારું ધ્યાન કેંદ્રિત કરાવ્યું. આ વિષય વિશે છૂટીછવાઈ સમજણ આવવા લાગી, સામાન્ય નોંધ થતી ગઈ. અને ૨૦૦૮ના મે મહિનાથી વ્યવસ્થિત લખાણ શરૂ કર્યું. જુદા જુદા દૃષ્ટિકોણથી પૂર્વે વિચારેલા ઘણા મુદ્દાઓને નવા મુદ્દા સાથે સાંકળી લેવાનો મારો પુરુષાર્થ હતો. તેમાં ચિ.નેહલનો સાથ પણ મોટી માત્રામાં હતો. આ પ્રકરણનું - ૨૦૧૦માં પર્યુષણ માટેનું લખાણ જુલાઈ ૨૦૦૮માં પૂરું થયું. કેવળીપ્રભુ ક્યા ક્યા પ્રકારે, ક્યારે ક્યારે જીવને આત્મવિકાસ કરવામાં કેવી રીતે સાથ આપે છે તેની જે સમજણ મને શ્રી પ્રભુ તરફથી આવી હતી તેને વ્યવસ્થિત રીતે મૂકવાનું કાર્ય માટે કરવાનું હતું. એ કરવામાં પ્રભુની કૃપા ૩૦૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તો ઓર જ હતી. વિવિધ મુદ્દાઓમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતા. કેવળીપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓથી લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ થાય છે; પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ નિરંતર છે; પ્રભુના કલ્યાણરસને અબાધ્ય કરનાર પ્રક્રિયા; આ પ્રક્રિયાની સહાયથી કલ્યાણનાં કાર્યને આદરે છે તેને શમસ્વરૂપ સનાતન શાંતિ મળે છે; પંચપરમેષ્ટિ તેનાં ગુરુ થાય છે, તેથી તેનું વીર્ય અલ્પમાત્રામાં વપરાય છે, સાધકના કલ્યાણનાં પરમાણુઓ તીર્ણ થાય છે; અંતરાય વિશેષતાએ તૂટે છે; આવા સાધકના આત્મપ્રદેશોની વિવિધ કક્ષા; આજ્ઞાનો ધુવબંધ; પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ; પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ; કેવળીગમ્ય પ્રદેશો તરફથી અશુદ્ધ પ્રદેશોને અપાતું દાન; તે પ્રક્રિયામાં શ્રી કેવળ પ્રભુનો સાથ; જીવના વિકાસમાં મળતો કેવળ પ્રભુનો સાથ; તેજસ્ તથા કાર્મણ શરીર; તેમાં રહેલાં અંતરાય કર્મ; સર્વ જીવ કેમ તીર્થંકર થઈ શકતા નથી; કેવળીગમ્ય પ્રદેશોનો વિકાસ કરવામાં ફાળો; ૐનું બંધારણ જીવમાં શિવપણું કેવી રીતે પ્રગટાવે છે; રુચક પ્રદેશોમાં છૂપાયેલો મુક્તિમાર્ગ; તેમાં કેવળીપ્રભુ તથા સિદ્ધપ્રભુનો ફાળો; તીર્થંકર પ્રભુથી ઉત્પન્ન થયેલા પહેલા સાત સુચક પ્રદેશો અન્ય કેવળ પ્રભુથી પ્રગટ થતા આઠમા રુચકપ્રદેશ સમાન કેવી રીતે થાય છે; કેવળીપ્રભુનો સાથ જીવને શિવ બનાવે છે; કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિનું ઊંડું રહસ્ય; કેવળીગમ્ય પ્રદેશો પ્રાપ્ત થાય પછી પણ કેટલીક વાર મુક્ત થતાં વાર લાગવાનાં કારણો; કેવળીગમ્ય પ્રદેશો નિશ્ચયથી વ્યવહાર સમકિત લીધા પછી જ કેમ મળે છે; કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ તથા કાર્ય પૂર્ણ થવા માટે કરવાનું આરાધન; અરિહંતની વીતરાગતા; છદ્મસ્થ અવસ્થામાં અરિહંતપ્રભુનો કલ્યાણભાવ કેવી રીતે ધુવબંધી રહી શકે છે; આનંદઘન ચોવીશીનાં પ્રત્યેક પદની છેલ્લી બે પંક્તિઓમાંથી ફલિત થતો શ્રી કેવળીપ્રભુનો સાથ. આ વર્ષ(૨૦૧૦)નાં પર્યુષણના વિષયથી આ ગ્રંથનું અંતિમ પ્રકરણ રચાયું છે. અને આ આખા લખાણનો ઈતિહાસ જણાવવાની આજ્ઞા આવવાથી ઉપસંહારમાં યથાશક્તિ તેનું નિર્માનીપણે ચિત્રણ કરવા પ્રયત્ન પણ કર્યો છે. આમ કરવા ૩૧૦ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પાછળનો મારો મુખ્ય હેતુ એ જણાવવાનો છે કે પ્રભુને સોંપી, પ્રભુની આજ્ઞાએ ચાલવાથી મહાકાર્યો પણ સહજતાથી તથા સરળતાથી વિના વિઘ્ન થઈ શકે છે. ઈ.સ. ૨૦૦૬ના અંતિમ માસથી શરૂ કરેલું ગ્રંથનું લખાણ પ્રભુકૃપાએ જલદીથી પૂરું થયું અને છપાયું પણ ખરું. તે માટે સૌથી વિશેષ ઉપકાર શ્રી રાજપ્રભુનો તથા પંચપરમેષ્ટિ ભગવંતનો માનું છું. કેમકે તેમના થકી જ અનેકાનેક ભેદરહસ્યોની જાણકારી મળી છે. તેમાં ચિ.નેહલનો સાથ ઘણો હતો, તે સાથે અમુક અંશે મને ચિ.પ્રકાશ તથા અમીનો સથવારો પણ આત્મિક રીતે મળતો હતો. અને વ્યવહારથી બીજી અનેક વ્યક્તિઓનો સાથ પણ મળ્યો છે. તેઓ સહુના સાથથી આવું મોટું કાર્ય પૂર્ણ થવામાં વિનોની ઉત્પત્તિ આવી નથી. એ માટે સર્વ ઉપકારી તથા સહાયક આત્માઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભાવિમાં કરવા યોગ્ય આવા કાર્ય માટે શ્રી પ્રભુથી શરૂ કરી સહુનો સાથ પ્રેમપૂર્વક મળતો રહે, સહુ જગતજીવોનું ઉત્તમતાએ કલ્યાણ થાઓ અને સર્વ સત્પરુષોનો એ માટેનો ઉદ્યમ સફળ થાય એ અભિલાષા પૂર્ણતા પામો. એવી પ્રાર્થના કરી વિરમું છું. – સરયુ નામધારી મુક્તિ ઈચ્છુક ૐ શાંતિઃ ૩૧૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો, દેહભાવને ઘટાડજો. - શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક ૧૩૦. Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ ૐ, અરૂપી - જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ. ૐ આજ્ઞા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા. ૐ રૂપી મૌન - ૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ. ૐ ધ્વનિ - ૐકારનો અવાજ. ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ. ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો. ૐ સિદ્ધિ - પ્રભુને પ્રગટેલી ૫૨મ સિદ્ધિ. - અખેદપણું ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર પરિણામ હોય. - અનેકાંતવાદ (અનેકાંત દૃષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો. અનુકંપાપ્રેરિત અનુકંપા - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ. ૩૧૩ અનુકંપાપ્રેરિત આસ્થા - આસ્થા એટલે શ્રદ્ધા. દયાભાવ સહિતની શ્રદ્ધા. અભયદાન - સહુ જીવો સંસારના દુઃખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા. અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના ભયોથી મુક્ત થવાય તે. અભેદતા - અભિન્નતા, એકપણું. અરિહંતકવચ શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. અરિહંતપણું - શ્રી તીર્થંકર પદ. અલિપ્તતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું અનુભવવું. અલોક - લોકની બહારનો પ્રદેશ. અષ્ટમહાસિદ્ધિ અણિમા, મહિમા, ગિરમા, લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે. - આચાર્યકવચ શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. - Page #343 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મદશા આત્માની ગુણ અપેક્ષાએ સ્થિતિ. જેમ જેમ આત્માના મૂળભૂત ગુણો ખીલતા જાય તેમ તેમ આત્મદશા ઊંચી થતી જાય. . આત્માનું વેદન - વેદન, આત્માનું જુઓ. આત્માનુબંધી યોગ છેલ્લા આવર્તનના સંજ્ઞી પંચેન્દ્રિપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી વધારે ભવનો એક જ પ્રકારનો શુભ સંબંધ. આત્માનુયોગ જીવો વચ્ચેનો સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૧૫૦ થી ૨૦૦ ભવનો શુભ સંબંધ, તેમાં ગમે તે સગપણયોગ ચાલે. - આત્મસ્વરૂપ - આત્માનું મૂળભૂત રૂપ, શુદ્ધતાની અપેક્ષાએ. - આભાર, પરમ ઉત્કૃષ્ટ આભારની લાગણી, ઉત્કૃષ્ટ ઉપકારનો ભાવ વેદવો. આસ્થાપ્રેરિત અનુકંપા - ધર્મનું શ્રદ્ધાન એટલે આસ્થા. તેનાથી પ્રેરિત થઈ સર્વ જીવ મુક્તિને પામે એવો લોકકલ્યાણનો ભાવ ઉદ્ભવે તે આસ્થાપ્રેરિત અનુકંપા. આહારક શરીર ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. - ૩૧૪ આશા, અરૂપી - કલ્યાણનાં પરમાણુઓમાં રહેલા ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિઅનંત શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારસમાંથી ઇન્દ્રિયોની સહાય વિના આત્મપ્રદેશ દ્વારા ગ્રહણ કરીને વેદાતી આજ્ઞા. આશા, પરમ - ઉત્કૃષ્ટતા મેળવવા માટે ગ્રહણ થતી પ્રભુની આજ્ઞા. આજ્ઞાકવચ - સદ્ગુરુ, સત્પુરુષ કે પંચપરમેષ્ટિ ભગવાન પ્રત્યે આજ્ઞાધીનપણાનાં ભાવ વેદવાથી તેમનાં કલ્યાણનાં પરમાણુઓનાં સ્કંધને જીવ ગ્રહણ કરે છે. તે સ્કંધો ગ્રહણ કરવાથી મળતું બખ્તરસમાન રક્ષાકવચને આજ્ઞાકવચ કહેવાય છે, જે જીવને કર્મને ક્ષીણ કરવામાં મદદ કરે છે. આજ્ઞાચક્ર કપાળના મધ્યભાગમાં એ આવેલું છે. જ્ઞાની ભગવંતોને ત્યાંથી કલ્યાણભાવ, તેજ આદિ પ્રગટ થઈ વિસ્તરે છે. આજ્ઞાની પૂર્ણતા આજ્ઞામય સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપાની ઉત્કૃષ્ટતા. - આજ્ઞાપ્રેરિત સંવ૨ - સંવર એટલે કર્મના આશ્રવને રોકવાનું કાર્ય. તે કાર્ય આજ્ઞાધીનપણે કરવું. આજ્ઞાભક્તિ ગુરુ તથા પ્રભુ પ્રત્યેની ભક્તિને આજ્ઞાથી વેદવી. આજ્ઞામાર્ગની પૂર્ણતા - એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ, તેવી દશા કે સ્થિતિ. Page #344 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞારસ થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવરસરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. આજ્ઞારસ, અરૂપી શુદ્ધાત્માના આત્મપ્રદેશ પાસેથી પુદ્ગલ પરમાણુના માધ્યમ વિના આજ્ઞારસની પ્રાપ્તિ કરવી તે. - આજ્ઞાવીર્ય - આજ્ઞારસ (ગુણપ્રેરિત) જીવ પોતાના ગુણો ખીલવતા ખીલવતા પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે, અને એ દ્વારા પ્રભુના કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞારસ મેળવતો જાય છે. તે ગુણપ્રેરિત આજ્ઞારસ કહી શકાય. આશારસ (ચેતન પ્રેરિત) - કર્મરહિત થયા પછી આત્મા જે આજ્ઞારસ મેળવે છે, તે ચેતનમાંથી નિષ્પન્ન થયેલો હોય છે, આજ્ઞાને મેળવવા કે પાળવામાં પુદ્ગલનું માધ્યમ રહેતું નથી, તેવો આજ્ઞારસ ચેતનપ્રેરિત છે. આજ્ઞારસ(પુદ્ગલ પ્રેરિત) મહાસંવર માર્ગમાં જીવ, પુદ્ગલનાં માધ્યમથી આજ્ઞારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયા પુદ્ગલરૂપી કલ્યાણનાં પરમાણુની સહાયથી કરવામાં આવે છે તેથી તે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ કહેવાય છે. આજ્ઞાધીનપણે કરાતી વીર્યની (શક્તિની) પ્રાપ્તિ. ૩૧૫ પરિશિષ્ટ ૧ આજ્ઞાસમાધિ - આજ્ઞામય શમ. આજ્ઞાધીનપણે કષાયરહિત સ્થિતિ અનુભવવી. આજ્ઞાસિદ્ધિ, પૂર્ણ - પૂર્ણ આશાસિદ્ધિ એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ અથવા આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે. આશાસેતુ આન્નારસની પ્રાપ્તિ કરવા માટે છદ્મસ્થ પરમેષ્ટિ શુદ્ધાત્મા સાથે આજ્ઞાધીનપણે અનુસંધાન કરે છે તે. ઈન્દ્રિયો, આંત૨ - સૂક્ષ્મ ઈન્દ્રિયો. ઉપાધ્યાયકવચ શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુના સ્કંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. એકાંતવાદ - એક જ અપેક્ષાનો સ્વીકાર કરી જુદી અપેક્ષાએ જે સત્ય હોય તેનો નકાર કરવો. - અંતરાય ગુણ જ્યારે જીવનાં અંતરાય કર્મ અંતરાયગુણમાં પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં પુદ્ગલ પરમાણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ જઈ શકે છે. આત્મા જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે રૂપી(જડ) પદાર્થ એટલે કે કર્મ માટે અંતરાયરૂપ નીવડે છે. સ્વરૂપની સન્મુખ જવાથી તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી અંતરાય ગુણને ખીલવે છે. અંતરાયકર્મને અંતરાયગુણમાં રૂપાંતિરત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો જરૂરી છે, કારણ કે વિભાવથી બાંધેલા Page #345 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અંતરાય કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કેવળીગમ્ય પ્રદેશો, સક્રિય – જીવના આત્મપ્રદેશો કલ્યાણનાં પરમાણુઓથી અંતરાયગુણમાં શુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેનામાં પરિવર્તિત થાય છે. આખા લોકમાં પ્રભુની આજ્ઞાથી ફરી વળવાની અંતરાય, પરમાર્થ – જીવ જ્યારે વિભાવમાં હોય શક્તિ આવે છે, જે કેવળીગમ્ય પ્રદેશમાં આ છે ત્યારે તે સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની શક્તિ ઉત્પન્ન થાય છે તે પ્રદેશ સક્રિય થયો કહેવાય. જીવનાં આઠે કેવળીગમ્ય પ્રદેશો અંતરાય બાંધે છે તથા વેદે છે. આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા સક્રિય થઈ શકે છે. ન દે તે પરમાર્થ અંતરાય. કેવળીગમ્યપણું - આત્મપ્રદેશનું કેવળ પ્રભુના કલ્યાણભાવ, અરૂપી - ઈન્દ્રિયોના માધ્યમ પ્રદેશ સમાન શુધ્ધ રૂપે પ્રગટ થવું; એટલે વિના આત્માના પ્રદેશો પર વેદાતો કેવળીગમ્યપણું પ્રાપ્ત થવું. કલ્યાણભાવ. કેવળ પ્રભુનો સાથ - જીવને આઠ સમયની કલ્યાણ, અરૂપી - માત્ર વેદનથી અનુભવાતો દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પ્રત્યેક કલ્યાણભાવ. તેની સૂક્ષ્મતા ઘણી વિશેષ પ્રગતિમાં મળતી કેવળી પ્રભુની સહાય. હોય છે. ક્રોધગુણ - કર્મ સામે ક્રોધ કરી આત્મગુણ કલ્યાણનાં પરમાણુ, અરૂપી – કલ્યાણનાં અતિસૂક્ષ્મ વધારતા જવા તે ક્રોધગુણ. તેની મદદથી જીવ પરમાણુઓ, તેમાં આજ્ઞારસ તથા ચેતનરસ વધારે તીક્ષ્ણ ઉપયોગથી વર્તન કરે છે, અને હોય છે. વર્તનમાં દોષ ચલાવી લેવાની વૃત્તિને ફગાવતો જાય છે. કલ્યાણરસ - પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુમાંથી ઉપજતો કલ્યાણ તરફ દોરી ગુણગ્રાહીપણું - અન્યના ગુણો જોઈ પોતામાં તે જતો ભાવરસ. ગુણો સ્વીકારતા જવા, વધારતા જવા. કવચ, અરિહંતનું - અરિહંતકવચ જુઓ. ગુણસ્થાન, છઠું ઉત્કૃષ્ટ - ત્રણ યોગમાંથી કવચ, આચાર્યનું – આચાર્યકવચ જુઓ. ઓછામાં ઓછા બે યોગ, (ખાસ કરીને મનોયોગ સહિત) વિશેષતાએ આજ્ઞાધીન કવચ, ઉપાધ્યાયનું - ઉપાધ્યાયકવચ જુઓ. રાખવા. કવચ, સિદ્ધનું - સિદ્ધકવચ જુઓ. ગુણાશ્રવ - આશ્રવ એટલે સ્વીકારવું. ગુણનો કવચ, સાધુસાધ્વીનું - સાધુસાધ્વીકવચ જુઓ. આશ્રવ કરવો તે ગુણાશ્રવ. ૩૧૬ Page #346 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ગુણો, અરૂપી - ગુણોનું અતિ સૂક્ષ્મતા સહિતનું રૂપ, જે દૃષ્ટિગોચર ન થાય, પણ અનુભવી શકાય. તામસી વૃત્તિ - જેમાં ક્રોધ કષાયનું બાહુલ્ય હોય તેવી પ્રકૃતિ. ગુરુ, અરૂપી - કલ્યાણનાં પરમાણુમાં રહેલા આજ્ઞારસ દ્વારા મળતું ગુરુનું સૂક્ષ્મ માર્ગદર્શન. ગુરુ, રૂપી – સદેહે વિદ્યમાન ગુરુ. ચારિત્ર - શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિ:શેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં આજ્ઞાને વણી લે છે. કેષગુણ - અન્યની અદેખાઈ, ઇર્ષ્યા અનુભવાય તે દ્વેષ. કર્મ તથા અશુભભાવ પ્રતિ દ્વેષ કરી આત્મગુણ પ્રગટાવવા તે દ્વેષગુણ. ધુવબંધ (આજ્ઞાનો) - કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જ્યારે અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બની, આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચાડે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને સ્થૂળરૂપે અથવા વ્યવહારથી આજ્ઞાનો ધુવબંધ કહેવાય છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન રહે છે પણ શાતાનાં નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું અથવા નહિવત્ થઈ જાય છે. ચારિત્ર, ક્ષાયિક - સર્વ પ્રકારનાં મોહના ક્ષય પછી પ્રગટતું શુદ્ધ ચારિત્ર. આ ચારિત્ર આત્માને તેરમા તથા ચૌદમાં ગુણસ્થાને વર્તે છે. ચેતનગુણ - જીવનું ચેતનત્વ પ્રગટ કરે છે. ચૈતન્યઘન - સિદ્ધભૂમિમાં સર્વ શુદ્ધાત્માઓ એકબીજાની આસપાસ એવી રીતે વસે છે કે તેનો બાહ્ય આકાર ઘનસ્વરૂપ થાય છે, અને સર્વ કર્મપરમાણુઓ નીકળી જવાથી તે એવો સઘન બને છે કે એક પણ પુદ્ગલ પરમાણુ ત્યાં ટકી શકતું નથી. ચેતનગુણના પ્રભાવથી જીવની આ દશા ઉત્પન્ન થાય છે તેથી તેનું રૂપ ચેતનાન કહેવાય છે. ધુવબંધ (પૂર્ણ આશાનો) - જીવ જ્યારે આજ્ઞાના ધુવબંધથી આગળ વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને પ્રભુ તરફથી પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે. જે પ્રદેશો આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે તેઓ અન્ય પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના પ્રભાવથી શુભાશુભ એમ બંને પ્રકારના ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાથી થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ વેદી દાસાનુદાસ - દાસ(નોકરીના પણ દાસ. અતિ લઘુરૂપ. ૩૧૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને રહેવા પ્રેરણા આપે છે. અથવા અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી પોતાની ચારિત્રની વિશુદ્ધિ અર્થાત્ વીતરાગતા અને નિસ્પૃહતા વધારતા વધારતા વ્યવહાર(સ્થૂળતા)થી શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો વ્યવહારનયથી શાતા અને અશાતાના સંજોગોમાં આજ્ઞાધીન રહે છે. જેને ‘પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ' કહેવાય છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી સાધકનું આજ્ઞાધીનપણું અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું હોતું નથી. નિર્વિકલ્પ સમાધિ - આત્માની સ્વરૂપમાં એવી રમણતા થાય છે કે તેમાં સૂક્ષ્મ વિકલ્પો પણ ટકતા નથી, રહેતા નથી. નિર્વેદપ્રેરિત સંવેગ - સંસારની શાતા ભોગવવાની ઇચ્છા મંદ થવાના અનુસંધાનમાં અનુભવાતી સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છા અર્થાત્ મોક્ષમાં જવાની તાલાવેલી. પર્યાયાર્થિક નય - પદાર્થની સમયે સમયે જે પર્યાયો નીપજે છે એટલે કે ફેરફાર થાય છે તેની તે અપેક્ષાથી સમજણ મેળવવી. પરમાણુ, અરૂપી અતિ સૂક્ષ્મ પરમાણુઓ અનંતની સંખ્યામાં એકઠા થયેલા પુદ્ગલ પરમાણુઓ પણ દૃષ્ટિગોચર ન થાય. = પરમાણુ, કલ્યાણનાં (અરૂપી) - કલ્યાણભાવથી ભરેલાં અતિસૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ. ૩૧૮ પરમાર્થશુદ્ધિ - જીવની આત્માર્થ પ્રગટવાથી થતી જતી વિશુદ્ધિ. પરમેષ્ટિ, છદ્મસ્થ જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં છે પણ જેઓ હજી કેવળજ્ઞાન પામ્યા નથી તેવા પંચપરમેષ્ટિ. શ્રી ગણધરપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી છદ્મસ્થ પરમેષ્ટિ છે. પરમેષ્ટિ, પૂર્ણ - જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં છે અને કેવળજ્ઞાન પામ્યા છે અથવા સિદ્ધ થયા છે તેવા પરમેષ્ટિ. શ્રી અરિહંતપ્રભુ અને સિદ્ધપ્રભુ પૂર્ણ પરમેષ્ટિ છે. પરિગ્રહબુદ્ધિ - જગતનાં કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે ભોગવવાની વૃત્તિ. પંચપરમેષ્ટિ, અરૂપી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણભાવથી ભરેલા સૂક્ષ્મ ૫૨માણુઓનો સૂક્ષ્મ પિંડ. - પંચામૃત પંચામૃત એટલે પાંચે પ્રકારના પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐૐ' પ્રકાશિત થાય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમય અમૃતથી જીવને સિદ્ધભૂમિના અમરત્ત્વને આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. પ્રદેશો, અશુદ્ધ - આત્માના જે પ્રદેશો ઉપર ઘાતી તથા અઘાતી કર્મનાં પરમાણુઓ લાગેલાં છે તે અશુદ્ધ પ્રદેશો. Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશો, કેવળીગમ્ય - આત્માના એવા પ્રદેશો જેના પર માત્ર શુભ અઘાતી કર્મના પરમાણુ લાગેલા છે અર્થાત્ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ નથી હોતું. પ્રદેશો, સાધુસાધ્વી સમાન - આત્માના એવા પ્રદેશો કે જેની વિશુદ્ધિ તથા કલ્યાણભાવ સાધુસાધ્વીની કક્ષાના હોય છે. તેમને સ્વકલ્યાણ કરવાનો તથા વિનયભાવની ભાવના સહિત જગતજીવો માટે કલ્યાણભાવ વર્તતો હોય છે. પ્રદેશોદય (વિપાક) ક્ષમાપના કરવાથી જીવ ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને ઉદ્દીરણા કરીને વર્તમાનનાં વિપાક ઉદયરૂપે ભોગવે છે - જેને શ્રી પ્રભુ ‘વિપાક પ્રદેશોદય’ તરીકે ઓળખાવે છે. – પ્રાર્થના, અરૂપી - એક રૂપી ગુરુ કે પ્રભુ પાસે પ્રાર્થના કરવાને બદલે જો પંચપરમેષ્ટિના સ્કંધને પ્રાર્થના કરવામાં આવે ત્યારે તે અરૂપી પ્રાર્થના બને છે. અરૂપી પ્રાર્થના થકી એક રૂપી વ્યક્તિગત દાતાર પાસે જ મને સમાધાન મળશે એવા ભાવમાં જવાથી બંધાતી પરમાર્થ અંતરાયથી જીવ બચી શકે છે. પુરુષાર્થ, અરૂપી સંસારથી છૂટવા માટે માત્ર વેદન દ્વારા થતો પ્રાર્થના, ક્ષમાપના અને સ્મરણનો અતિ સૂક્ષ્મ પુરુષાર્થ અરૂપી પુરુષાર્થ કહેવાય. - પૂર્ણ કલંકરહિત અડોલ દશા આજ્ઞાની એવી અપૂર્વ સ્થિતિ કે જેમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ બંને તરતમતા વિના કાર્ય અને કારણરૂપ બની સાથે રહે છે. જેના પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા સ્વરૂપથી ચૂત થતો નથી. તે સ્થિતિ જે સિદ્ધપ્રભુ માણે છે તેને પૂર્ણ કલંકરહિત અડોલ દશા કહેવાય છે. આવી શુધ્ધ અવસ્થામાં કોઈ પણ સ્થૂળ કે સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો નથી. વળી, આત્માની સ્વરૂપસ્થિરતા એટલી બળવાન થાય છે કે ભાવિમાં પણ કયારેય એવો સંપર્ક થવો સંભવતો નથી. પરિશિષ્ટ ૧ - પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા - પૂર્ણ શુદ્ધિ પામ્યા પછી જે સહજદશાનો - સ્વભાવનો અનુભવ આત્માને થાય છે તે. પૂર્વધારી, ચૌદ - સર્વ શાસ્ત્રોમાં ‘પૂર્વ' એ સર્વોત્તમ શાસ્ત્ર છે. પૂર્વની સંખ્યા ચૌદની છે. તેમાં કેવળીભગવાનને હોય છે તે કહી શકાય એવા સર્વ જ્ઞાનનો સમાવેશ છે. આ ચૌદ પૂર્વના અભ્યાસી ચૌદપૂર્વધારી કહેવાય છે. ૩૧૯ બ્રહ્મચર્ય સમાધિ - બ્રહ્મમાં ચરવું અર્થાત્ સ્વરૂપમાં રમવું એ બ્રહ્મચર્ય. તે દશામાં વિશેષ કાળ રહેવાય તે બ્રહ્મચર્ય સમાધિ. બ્રહ્મરસ બ્રહ્મરસ એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના સહજાનંદને કારણે છલકાતો પૌદ્ગલિક સુધારસ. Page #349 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તથા નિર્જરા એકી સાથે મોટા પ્રમાણમાં થાય છે. બોધરસ - શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી જીવને જે બોધ પ્રાપ્ત થાય છે તે બોધરસ કહેવાય છે કેમકે ઉત્તમ બોધ પ્રવાહીરૂપ હોય છે. ભક્તિ, આજ્ઞા - આજ્ઞાભક્તિ જુઓ. ભક્તિ, પરમ - ઉત્તમ ભક્તિ જેમાં ભક્તિના ગુણો ઉત્કૃષ્ટતાએ ખીલે છે. ભક્તિ, પરા - ઉત્તમ ભક્તિ, જ્ઞાનીપુરુષના સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. ભાવ, અશુદ્ધ - જીવનાં સર્વ પ્રકારના વિભાવભાવ અશુધ્ધ ભાવ છે, કેમકે તેના લીધે જીવને નવાં કર્મબંધનો થતાં રહે છે. મહાસંવર (આજ્ઞામાર્ગપ્રેરિત કલ્યાણપ્રેરિત) - મહાસંવરના માર્ગમાં જીવ જ્યારે આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના કરે છે અર્થાત્ પોતાની ચેતન પર્યાયમાં જ્યારે પુગલની નિર્જરા આજ્ઞાંકિતપણે કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે છે, જે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ છે. મંગલપણું, ધર્મનું - ધર્મ કોઈ પણ અપેક્ષાથી, કોઈ પણ કાળે જીવને કલ્યાણકારી થાય છે, અને તેની પ્રતીતિ તેનાં દશ લક્ષણો જેવાં કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ માર્દવ, ઉત્તમ શૌચ આદિથી આવે છે. આ કલ્યાણ કરવાની ધર્મની શક્તિ તે ધર્મનું મંગલપણું છે. માનગુણ - માનગુણની સહાયથી જીવને શ્રુતિ, શ્રદ્ધા, અને શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. સંસારી માનને બદલે જીવ પરમાર્થિક માન પ્રતિ વળે તે માનગુણ. ભાવ, શુદ્ધ - જીવના એવા પ્રકારના ભાવ કે જેનાં ફળરૂપે નવાં કર્મો વધતાં નથી; જીવની શુદ્ધિ વધતી જાય છે. ભાવિનયગમ નય - ભવિષ્યમાં શું થવાનું છે તેની નય અર્થાત અપેક્ષાથી જાણકારી મેળવવી. ભેદજ્ઞાન - દેહ અને આત્માનું ભિન્નપણું અનુભવવું. મધ્યસ્થતા - તટસ્થપણું, અલિપ્તતા. કોઈ એક બાજુ ખેંચાઈ ન જવું. મહાઆશ્રવ - મોટો આશ્રવ - આત્માના ગુણને | મોટા પ્રમાણમાં આવકારવા. જેમાં સંવર માયાગુણ - માયાગુણથી જીવ કોઈ અપેક્ષાએ માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં ૩૨૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. વિનય, પરમ - ઉત્કૃષ્ટતાએ વિનય ગુણ સંસારી રાગને પરમાર્થ રાગમાં ફેરવવો તે ખીલવવો. માયા ગુણ. વીતરાગતા, અરિહંતની - અરિહંતપ્રભુ યોગબળ - યોગબળ એટલે ઉચ્ચ આત્માના પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહીને લોકકલ્યાણનું કલ્યાણભાવનાં પરમાણુઓમાંથી જીવનું કલ્યાણ કાર્ય પૂર્વે ઇચ્છલી મંગલપ્રેમની ભાવના કરવાની પ્રકાશિત થતી શક્તિ. સહિત છતાં પૂર્ણ નિસ્પૃહભાવથી અર્થાત્ રાગ, વીતરાગીનો - વીતરાગીનો રાગ જુઓ. વીતરાગતા સાથે કરે છે, તે અરિહંતની વીતરાગતા છે. રાગગુણ - સંસારી રાગ આત્મશુદ્ધિના રાગમાં પલટાવવો તે રાગગુણ. વીતરાગતા, અરૂપી - માત્ર વેદનમાં સમજાતી વીતરાગતા. ચકપણું - જીવમાં સ્વરૂપ પ્રતિ રુચિ જાગવી. વીતરાગીનો રાગ - જે જીવ ધર્મની મંગળતા કાયમ લોકઆજ્ઞા - આજ્ઞાધીનપણે લોકનાં સ્વરૂપની રાખવા ધર્મનાં સનાતનપણાના ભાવ વેદે છે, જાણકારી મેળવવી. તે જીવના વીતરાગી મહાત્મા ઋણી બને છે, લોકવિનય - આખા લોકના જીવો પ્રતિ વિનયભાવ તેથી ઋણમુક્તિ માટે વીતરાગી મહાત્માએ કેળવવો. પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. આ છે ‘વીતરાગીનો રાગ'. લોભગુણ- લોભગુણના આધારથી જીવ, જે જીવ આ ‘વીતરાગીનો રાગ’ પામે છે તેને સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી જીવત્વ છોડી પરમાત્મત્વ પામવાનું નિકાચીત શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખના વેદન કર્મ બંધાય છે. માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ વીર્ય, આજ્ઞા – આજ્ઞાવીયે જુઓ. જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની વેદન, આત્માનું - આત્માના પ્રદેશોના માધ્યમથી એવા સંસારનો નકાર વેદે છે. ઈન્દ્રિયો વિના થતો અનુભવ. વ્યવહારનય - વ્યવહાર અપેક્ષાથી પદાર્થની શમ, અરિહંતપ્રભુ/કેવળ પ્રભુનો - શમ એટલે સમજણ. નય એટલે અપેક્ષા. સ્વરૂપસ્થિરતાથી પ્રગટતી શાંતિ. કેવળ પ્રભુ વ્યવહારશુદ્ધિ - વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા હણાય ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે. સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા ૩૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી શમ, સાધુસાધ્વીનો - અન્ય પરમેષ્ટિના શમનો શકતાં નથી, તે તેમના આત્માની શમનો આધાર લઈ, પોતાના વિકાસની અંતરાયો પુરુષાર્થ છે. તોડી સાધુસાધ્વી પોતાના શમ (કષાય રહિત શમ, ઉપાધ્યાયજીનો - ઉપાધ્યાયજીમાં પોતાના સ્થિતિ)ને વિકસાવે છે. અને તેમાં પોતાના કલ્યાણભાવને ઉમેરી ક્ષેપક શ્રેણિની તૈયારી કરે ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પ્રરૂપણા કરવાનો રાગ વિશેષ હોય છે. આ છે; અને કરાવે છે. ભાવને લીધે “ધર્મનો માર્ગ સહુ જીવો પામો શમ, સિદ્ધપ્રભુનો - સિદ્ધપ્રભુ પંચાસ્તિકાયની તથા તેમાં ક્ષતિ ન રહે એવી ભાવનાને સમર્થ બાધાથી પર બની દરેક સમયે પોતાનાં કરનાર આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું સ્વરૂપની વેદકતા તથા પરમ વીતરાગતાનો દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ અનુભવ કરે છે તે તેમનો સમનો પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. પુરુષાર્થ છે. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ શાંત દશા - કષાયરહિત સ્થિતિ. વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે તેને આકાર અને સ્થિરતા આપવા તેઓ પોતાનું શાંતસ્વરૂપ - આત્માનું કષાય વગરનું રૂપ. અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. આ થકી સર્વ શુદ્ધનય - નિશ્ચયનય - નિશ્ચયની અપેક્ષા. ઉપાધ્યાયજી થકી એકસરખો માર્ગ જ બોધાય છે, જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ શુદ્ધિ, અરૂપી – પૂર્ણ શુદ્ધિ. સમાન જ રહે. આ છે ઉપાધ્યાયજી નો સમનો શુક્લબંધ, પૂર્ણ આજ્ઞાનો - જ્યારે અશુદ્ધ પ્રદેશોનું પુરુષાર્થ. આજ્ઞાધીનપણું કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી શમ, ગણધર / આચાર્યનો - ગણધર પ્રભુ તેમના એવી પ્રગતિ પામે છે કે પૂર્ણ આજ્ઞાધીનપણામાં બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્ક પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, વૃદ્ધિ થતી જાય છે, તે દશાને ‘પૂર્ણ આશાનો ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય શુક્લબંધ' કહેવાય છે. છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ શુક્લતા, પુરુષાર્થની - પુરુષાર્થની શુક્લતા એટલે એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે પૂર્વે કર્યો હોય તેટલો જ આત્મશુદ્ધિ મેળવવા ચેતનમય કરી શકે. આ છે ગણધર તથા માટેનો પુરુષાર્થ રહેવો, તે વધે પણ ક્યારેય આચાર્યનો શમ ગુણ. ઘટે નહિ કે મંદ થાય નહિ. ૩૨૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ શુક્લ સમય - શુક્લ એટલે શુધ્ધ. જે સમયમાં સહજપદ - આત્માનાં શુદ્ધ સ્વરૂપ સાથેની જીવ આત્મશુદ્ધિ વધારે છે તે શુક્લસમય એકતા. કહેવાય છે. સંવેગપ્રેરિત નિર્વેદ - મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાના શુન્યભાવ - મનની કે જીવની વિચારરહિત અનુસંધાનમાં અનુભવાતી સંસારની શાતા દશા. ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા. શ્રમણપણું - સત્ય શ્રમ કરી આત્માનાં શુધ્ધ સાત્ત્વિક વૃત્તિ - જીવનાં ગુણો વર્ધમાન થાય, સત્ત્વ સ્વરૂપને પ્રગટ કરવાનું કાર્ય. વધે તેવા પ્રકારના ભાવો. સાથ, અરૂપી - પ્રભુ તરફથી મળતો સૂમ સ્પંદન, અરૂપી - સ્પંદન એટલે કંપન. અરૂપી સથવારો. એટલે સૂક્ષ્મ. અરૂપી સ્પંદન એટલે આત્માના અતિ અતિ સૂક્ષ્મ ભાવો. સાથ, કેવળ પ્રભુનો - બાહ્યથી કેવળ પ્રભુ તરફથી જીવને મળતો સાથ. અંદરમાં કેવળીગમ્ય સ્યાદ્વાદ શૈલી - અનેકાંતવાદ જુઓ પ્રદેશો તરફથી અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ થવા સક્રિયપણું, કેવળીગમ્ય પ્રદેશોનું- કેવળીગમ્યપ્રદેશો, મળતો સથવારો. સક્રિય જુઓ સાથ, પ્રત્યક્ષ- ગુરુ કે સત્પરુષનો તેમની વિદ્યમાનતા સાથેનો સાથ. સપુરુષપણું - શુક્લધ્યાનની પંદર મિનિટે જીવ પહોંચે ત્યારે તેને સત્પરુષની પદવી પ્રાપ્ત સાથ, પરમ - ઉત્તમ પ્રકારનો સથવારો. થાય છે. આ દશાએ જે ગુણો ખીલવા જોઇએ, સાથ, પરોક્ષ – ગુરુ કે પુરુષની અવિદ્યમાનતાના જે ભાવસભર બનવું જોઈએ તથા જેવું ચારિત્ર સંજોગમાં તેમનાં વચનો કે કલ્યાણનાં પરમાણુ ખીલવું જોઈએ તે સર્વ સત્પરુષમાં પ્રગટે ત્યારે દ્વારા મળતો સાથ. તેનું સપુરુષપણું અનુભવાય છે. સાથ, સપુરુષનો - સપુરુષની દશાએ પહોંચેલા સનાતનપણું, ધર્મનું - ધર્મનું સનાતનપણું એટલે આત્મા તરફથી પ્રત્યક્ષ કે કલ્યાણભાવ દ્વારા તેનું કાયમનું ટકવાપણું. મળતો આત્મવિકાસ કરવા માટેનો પરોક્ષ સમાધિ - આત્માની અમુક અપેક્ષાથી અકંપિત સહકાર. સહજ સ્થિતિ. સાધકતા - સાધના કરવાની વૃત્તિ. સમાધિ, બ્રહ્મરસ - આત્મસ્વરૂપમાં એકાગ્રતા સાધુસાધ્વીકવચ - સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં સાથેનો સમભાવ. પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. ૩૨૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સાધુસાધ્વીપણું - સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભર્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ કહી શકાય. ત્યાગી પ્રભુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવું. સેવા, ભાવથી - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું ત્યાગી પ્રભુ અથવા ગુરુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવાના ભાવ કરવા. ક્ષમાભાવ, અરૂપી - આત્મા વેદનથી આખા જગતનાં જીવો માટે ક્ષમાભાવ અનુભવે એ અરૂપી ક્ષમાભાવ છે. સિદ્ધકવચ - સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. સિદ્ધપણું – આત્માની પૂર્ણ શુદ્ધ, અડોલ, અકંપ દશા પ્રાપ્ત કરવી એને સિદ્ધદશા કહેલ છે. તે દશાએ સિધ્ધપણું છે. સેવા, પ્રભુની - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું જ્ઞાતાદ્રષ્ટા - અવિકલ્પભાવે જાણનાર તથા જોનાર. જાણ્યા જોયા પછી જીવમાં તેનાં પ્રત્યાઘાત ન પડે, આત્મપ્રદેશોની અકંપ સ્થિતિ અખંડ રહે, રાગદ્વેષથી પર રહે તે જ્ઞાતાદ્રષ્ટા કહેવાય. શુદ્ધ જ્ઞાતાદૃષ્ટાપણું તેરમાં ગુણસ્થાને હોય છે, અને તેની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. ૩૨૪ Page #354 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સૂચિ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી. જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ’ વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમમાં મૂક્યા છે. ૐ, ૮૯-૯૦, ૧૪૬-૧૪૯, ૧૫૧, ૧૬૫- અનંતાનુબંધી (કષાય), ૨૦૪; ચારિત્રમોહ પણ ૧૬૬, ૧૮૧-૧૮૨; ગમય આણાય, આણાય જુઓ ગમય ૐ, ૩૦૨; નું બંધારણ, ૧૬૫; અનંતવીર્ય, ૨૬ નું સર્જન, ૯૨-૯૪, ૧૮૮; મંત્ર, ૧૭૩; અનુકંપા, ૧૨૫, ૧૩૪-૧૩૬; અને માં રહેલું વીર્ય, ૯૧; થી બનતું પંચપરમેષ્ટિ જ્ઞાન-દર્શનની સિદ્ધિ, ૧૪૮; તીર્થકર પ્રભુનું કવચ, ૯૪; થી બોધ આપવો, ૧૦૮, પ્રભુની, ૧૩૮ ૧૮૮; થી જ્ઞાન ગ્રહણ કરવું, ૧૨૮ 3% ધ્વનિ, અને કેવળીગમ્ય પ્રદેશની અપરિગ્રહવ્રત, પ-૬ પ્રાપ્તિની પ્રક્રિયા, ૧૮૧-૧૮૨; આજ્ઞારસમાંથી અર્પણતા, આજ્ઞામાર્ગમાં, ૧૦૬; ઇચ્છાની સોંપણી. ઉપજે, પ૬, ૧૧૩; નું સર્જન, ૯૨, ૧૮૮ ૨૦૦, ૨૧૩-૨૧૪; થી ચારિત્રમોહનો નાશ, ૬૩; મોહ નડે, ૨૧૫; વધવી, ૧૯૮ અપ્રત્યાખ્યાની (કષાય), અપૂર્ણ આન્ના, આશા, આજ્ઞાપાલન પણ જુઓ અગુરુલઘુ, ૨૫, ૮૬ અઘાતી (કર્મ), ૪૨; ની અંતરાય, ૧૫૭, અપૂર્વ અવસર, ૨૮-૮૭, ૨૪૩-૨૪૪, ૨૫૮ ૧૬૧; નો ક્ષય કરવાનો પુરુષાર્થ, ૬૮, અભયદાન, ૧૦ ૮૨-૮૩, ૧૨૭, ૧૮૫ અભિસંધિજ વીર્ય, વીર્ય,અભિસંધીજ જુઓ અચૌર્યવ્રત, પ-૬ અરિહંત ભગવાન, તીર્થકર ભગવાન જુઓ અનેકાંતવાદ, ૨૦૭-૨૦૮; ૨૧૫ અલિપ્તપણું, ૬ એ ૩૨૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અશાતા, ની ઉદીરણા કરવી, ૭૫; માં ટકવા પુરુષાર્થ, ૬૦, ૬૭, ૭૫-૭૬, ૧૫૭, ૨૬૬-૨૬૭ અશુદ્ધ પ્રદેશો, પ્રદેશો, અશુદ્ધ જુઓ અષ્ટકર્મ, ૨૮૧ અહિંસાવ્રત, પ-૬ અહોભાવ (પ્રભુસદ્ગુરુ પ્રત્યે), ૨૦૫, ૨૪૨; થી ગુણો ખીલે, ૨૯ આ આચાર્ય, ગણધર પાસે બોધ રહે, ૧૨૯; નો આજ્ઞારસ, ૧૧૨; નો કલ્યાણભાવ, ૭, ૧૦૫૧૦૬; નો પુરુષાર્થ, ૧૦૪-૧૦૬, ૧૩૪, ૧૪૩; નો શમ, ૧૨૮; સમાન આત્મપ્રદેશો, ૧૧૨; ગણધરજી પણ જુઓ આત્મજ્ઞાન, જુઓ સમ્યજ્ઞાન, સમકિત આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૭૪-૧૭૭; ૨૪૫-૨૪૬ આત્મા, ના ગુણો, ૮૫; અને આત્મજ્ઞાની, ૨૧૧, નો અનુભવ, ૨૨૧; ની લગની, આસ્થા, ૧૨૫, ૧૩૪-૧૩૬, ૧૪૩; થકી દર્શન અને ચારિત્રની સિદ્ધિ, ૧૪૯, શ્રદ્ધા પણ જુઓ આસક્તિ, સંસારની, ૫, ૬૧, ૨૧૫; ઘટાડવાનો પુરુષાર્થ, ૭૦, ૨૧૫ આહાર, ૧૩; ગુણોનો, ૧૭-૧૯ આહારક શરીર, થી વીતરાગી સપુરુષોનો સમાગમ કરવો, ૧૫૭; આજ્ઞા, ૨૮-૨૯, ૩૬, ૩૯, ૧૧, ૧૫૭,૨૧૩, ૨૩૬; અને આસ્થા, ૧૪૩; અને ઇચ્છા, ૧૯૮, ૨૧૩, ૨૧૯; અને કેવળીગમ્ય પ્રદેશો, ૧૮૦, ૨૦૬; અને ગુણો, ૨૮, ૧૦૧, ૧૧૫; અને ત્રણ યોગ, ૩, ૬૬; અને ભક્તિ, ૯૯; અને સાધુસાધ્વી, ૧૨૨; અરૂપી, ૧૦૫, ૧૭૭; કવચ, ૫૮, ૧૬, ૯૪; અને સંયમ, ૬૬; થી ચારિત્રમોહનો નાશ, ૩૮; થી પ્રાર્થના, ૧૧૧; થી સંસારનો રસ તોડવો, ૨૦, ૨૪, ૧૭૭; થી ઋણમુક્તિ, ૪૬; દરેક કાર્ય કરતા પહેલાં, ૯૫; મહા આશ્રવ માર્ગનો, ૧૭; માં આત્મપ્રદેશો વર્તવા, ૧૫૩; માં રહેવાનો પુરુષાર્થ. ૧-૨, ૧૪, ૩૪. ૨૧૪૨૧૫; પંચપરમેષ્ટિ ભગવંતની, ૯૨, ૯૫, ૧૦૪, ૧૭૭, ૧૯૦; પૂર્ણ આજ્ઞાસિદ્ધિ, ૧; પૂર્ણાતિપૂર્ણ, પ૨; વિના બોધ આપવાના ભયસ્થાનો, ૧૦૪; સુચક પ્રદેશની, ૧૭૭; સિદ્ધપ્રભુની, ૪૬; આજ્ઞારસ, આજ્ઞાપાલન પણ જુઓ આજ્ઞા, અપૂર્ણ, અપૂર્ણ આજ્ઞા જુઓ ૨૨૪ આત્માના પ્રદેશો, પ્રદેશ, આત્માના જુઓ આનંદઘન ચોવીશી, ૧૯૧-૨૩૧, ૨૪૯-૨૫૧ આભાર, ૧૧૫-૧૧૬; અને આજ્ઞાપાલન, ૧૩; વિનયાભાર પણ જુઓ આવશ્યક, છ, ૨૫૬-૨૫૭ આશ્રય, સત્પષનો, શરણું જુઓ આશ્રવ, અને સંવેગ તથા નિર્વેદ, ૧૩૩ ૩૨૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ આશા, પૂર્ણ, પૂર્ણ આજ્ઞા જુઓ આજ્ઞાકવચ, ૫૮, ૬૧; ૐૐમાં સમાયેલું, ૧૪૯; અરૂપી, ૧૦૫; કેવળીગમ્ય પ્રદેશને મળતું, ૧૯૦; છદ્મસ્થ પરમેષ્ટિનું, ૬૯; ની સહાયથી કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૬૬, ૧૦૪૧૦૫; પંચપરમેષ્ટિ ભગવંતનું, ૯૪-૯૫, ૧૪૮-૧૪૯; પ્રત્યક્ષ સદ્ગુરુનું, ૬૨; રુચક પ્રદેશનું, ૧૭૬; સર્વ સદ્ગુરુનું, ૬૩; સર્વ સત્પુરુષનું, ૬૪, ૬૯; સ્થિરતા માટે, ૬૫; કવચ પણ જુઓ આજ્ઞાધીન, આત્માના પ્રદેશો, ૫૦, ૧૫૬; આજ્ઞારસની સહાયથી, ૧૧૩; કલ્યાણનાં પરમાણુની સહાયથી, ૫૧, ૧૨૩; થવાથી આત્મવિકાસ, ૧-૨; થવાથી કલ્યાણભાવ વધે, ૭૦; થવાથી મળતું આજ્ઞાકવચ, ૬૧; થવાના ભાવ, ૨૧, ૬૩, ૨૧૪; થવાથી યાચકપણું, ૨૪, ૨૩૪; થવા સમભાવ કેળવવો, ૨૧૮; પણે કલ્યાણકાર્ય કરવું, ૧૬૩, ૧૮૭, ૨૭૭૨૭૯, ૨૯૫; યોગથી, ૨-૩, ૬૫-૬૬, ૨૧૫, ૨૨૦; શાતા-અશાતાના ઉદયમાં, ૫૦, ૬૦, ૬૭, ૭૫-૭૬, ૧૫૭; આજ્ઞાપાલન પણ જુઓ આજ્ઞાપાલન, અરિહંતપ્રભુનું, ૯૪-૯૫, ૧૨૭; અને મોહનું નડવું, ૨૧૫; આત્મપ્રદેશે વેદવું, ૧૩; કેવળીગમ્ય પ્રદેશનું, ૧૮૮, ૨૨૮; ગુણોના આશ્રવથી વધે, ૧૯, ૨૨૩; ની અંતરાય, ૩૪; નો પુરુષાર્થ, ૧૩, ૧૪, ૨૧, ૬૧, ૧૫૭, ૨૧૫, ૨૧૮, ૨૨૦, ૨૩૩-૨૩૪, ૨૭૦-૨૭૯; મહાસંવરમાર્ગમાં, ૨૬; શુભાશુભ પ્રસંગોમાં, પરિશિષ્ટ ૨ ૫૦; સિદ્ધપ્રભુ સામાન, ૮૧; આજ્ઞાધીન પણ જુઓ આજ્ઞામાર્ગ, ની શરૂઆત તથા પૂર્ણતા, ૩, ૮૭; નું આરાધન, ૧૦૯, ૧૧૧; પ્રેરિત મહાસંવ૨, ૧૮૫; માં વિઘ્ન કરનાર અંતરાય, ૩૪, ૧૦૮ આજ્ઞારસ, ૨૮-૨૯, ૫૨, ૧૧૧-૧૧૩; અને આજ્ઞાકવચ, ૫૮, ૬૫; કલ્યાણનાં પરમાણુમાં, ૧૧૧, ૧૧૬, ૧૭૬; મહાસંવરમાર્ગમાં, ૨૬; માંથી ૐ ધ્વનિ ઉપજે, ૫૬; નો સંચય, ૨૭; નું ત્રિકોણ, ૫૪, ૫૭; પંચપરમેષ્ટિ ભગવંતનો, ૧૧૨-૧૧૩, ૧૧૮, ૧૪૬, ૧૫૪૧૫૫, ૧૫૯, ૧૭૬-૧૭૭; પુદ્ગલપ્રેરિત અને ચેતનપ્રેરિત, ૨૮, ૧૦૭; સંવેગનો, ૧૪૫; સિધ્ધપ્રભુનો, ૫૩, ૯૯; સિદ્ધભૂમિમાં, ૯૯ આજ્ઞારૂપી તપ, ૩-૪, ૫૧-૫૨; અને આજ્ઞારૂપી ધર્મ સમાન થવા, ૫૪-૫૫, ૭૯, ૮૪; આજ્ઞારસનું નિર્માણ કરે, ૧૭૬; થી નિર્જરા, ૭૨-૭૩; થી શ્રેણિની તૈયારી, ૭૬; આજ્ઞારૂપી ધર્મ પણ જુઓ ૩૨૭ આજ્ઞારૂપી ધર્મ, ૩-૪, ૫૧-૫૨; અને આજ્ઞારૂપી તપ સમાન થવા, ૫૪-૫૫, ૭૯, ૮૪; આજ્ઞારસનું નિર્માણ કરે, ૧૭૬; થી નિર્જરા કરવી, ૭૪; આજ્ઞારૂપી તપ પણ જુઓ આજ્ઞાસિદ્ધિ, ૧-૨; અને આજ્ઞારૂપી ધર્મ તથા ત૫, ૪; પૂર્ણ(આજ્ઞાસિદ્ધિ), ૧, ૩, ૧૪; ની પાત્રતા, ૧૨, ૧૪; નો પુરુષાર્થ, ૧૪-૧૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઇચ્છા, અને લોભ, ૯; અને સંજ્ઞા, ૧૦; પ્રભુની ઇચ્છાનુસાર વર્તન, ૧૯૮, ૨૦૦, ૨૧૯, ૨૨૩, ૨૬૨, ૨૯૫; શાતાની, ૬૭ ઇન્દ્રિય, ની પ્રાપ્તિ, ૧; નો સંયમ, ૬૭ ઈબ્દોપદેશ, ૨૭૪-૨૭૫ ૧૩૨; નો ક્ષય ક્ષમાપનાના સાધનથી, ૧૦૯; પરમાર્થની, ૧૦૮, ૧૧૯, ૧૨૩, ૧૫૫; પુરુષાર્થની, ૧૫૫; બાહ્ય તથા અંતરંગ, ૪૨; ભેદરહસ્યોને પામવાના, ૧૨૦; સ્વરૂપની, ૩૮: ક્ષય કરવા આજ્ઞાપાલન કરવું. ૧૪, ૧૯, ૩૪; ક્ષય કરવા કલ્યાણભાવ સેવવો, ૩૩ અંતરાય ગુણ, ૯૦-૯૧, ૧૬૨ ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮૫, ૨૯૭ ઉદાસીનતા, ૬૦, ૭૩ કર્તાપણું, ૨૦, ૬૬, ૨૧૧; અને અભિસંધિજ ઉપદેશછાયા, ૨૭૦-૨૭૪ વીર્ય, ૧૩૧; અંતરાયકર્મનું, ૩૭-૩૮; ઉપયોગ, ને તીક્ષ્ણ કરવો, ૧૨ કલ્યાણકાર્યમાં, ૧૮૭; તોડવું, ૨૩૭; મન, વચન અને કાયાનું, ૨૧૩ ઉપશમ સમકિત, ૧૯૭, ૧૯૯, ૨૦૨ કર્મ, અષ્ટ, ૨૮૧; આત્માના કંપનથી બંધાય, ઉપસર્ગ, ૪૯; વખતે સ્થિરતા, ૬૫, ૭૦ ૮૧; નું દબાણ, બંધના કારણો, ૬૪; ઉપાધ્યાયજી, ૧૧૬-૧૧૮; નું પંચામૃત, ૧૪૫; વિપાકોદય અથવા પ્રદેશોદયથી વેદવું, ૩૭ નો આજ્ઞારસ, ૧૧૨; નો કલ્યાણભાવ, ૭; કર્મગ્રંથ, ૨૮૧ નો પુરુષાર્થ, ૧૧૬, ૧૩૪, ૧૪૭, ૧૪૩; કલ્યાણ(કાય), સ્વ તથા પર, ૭, ૧૧૯, ૧૪૦, નો શમ, ૧૨૯-૧૩૧; નું કલ્યાણકાર્ય, ૧૧૯, ૧૪૩, ૧૮૬; પૂર્ણ આન્નાના શુક્લબંધ પછી, ૧૩૦; સમાન આત્મપ્રદેશો, ૧૧૨ ૪૯; સનાતન, ૧૦૪ કલ્યાણનાં પરમાણુ, પરમાણુ, કલ્યાણનાં જુઓ અંતવૃત્તિસ્પર્શ, ૨ કલ્યાણમંદિર સ્તોત્ર, ૨૪૨ અંતરાય કર્મ, ૩૪-૩૮; અઘાતી કર્મની, ૧૫૭, કલ્યાણભાવ, અનુસાર પરમેષ્ટિપદની પ્રાપ્તિ, ૧૬૧; અને અંતરાય ગુણ, ૯૦-૯૧; અને ૮, ૪૯; અને ૐ, ૯૦, ૧૪૭; અને ઘાતી કર્મ, ૪૨; અને વેદનીય કર્મનો સંબંધ, અનુકંપા, ૧૪૪; અરિહંતપ્રભુનો, ૩૦૩૫, ૩૭; તોડવા પ્રભુનો સાથ, ૨૩, ૨૩૩- ૩૨, ૧૩૮, ૧૪૭; અરૂપી, ૧૦૪-૧૦૫; ૨૩૪, ૨૫૭; નો ક્ષય કલ્યાણનાં પરમાણુથી, આજ્ઞાએ ચાલવાથી મળે, ૧૯૮; ઉપસર્ગ ૯, ૧૧૧; ના ક્ષયથી વીર્ય ખીલે, ૧૪, ૧૦૯, વખતે, ૭૦; કષાયના જપથી વધે, ૬૯; ૩૨૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ગણધરપ્રભુનો, ૩૨, ૧૪૭; થી આત્મવિકાસ, ૧-૨; થી વાણીના ગુણ ખીલે, ૨૨; થી અંતરાયનો ક્ષય, ૪૨; ને અરૂપી બનાવવો, ૧૦૭; નું દાન, ૩૩; પંચપરમેષ્ટિ ભગવંતનો, ૧-૨, ૬-૮, ૩૨-૩૩, ૧૪૭; કલ્યાણનાં પરમાણુ પણ જુઓ કવચ, મહાસંવરના માર્ગે, ૪; આજ્ઞાનું, ૫૮; પંચપરમેષ્ટિ ભગવંતનું, ૯૪-૯૫; પૂર્ણ પરમેષ્ટિનું, ૧૫૩; આજ્ઞાકવચ પણ જુઓ કષાય,ને ગુણમાં પલટાવવા, ૧૧-૧૨, ૩૯; નો જય, ૬૮-૭૦, ૭૩-૭૪, ૭૮, ૨૨૦, ૨૨૪-૨૨૫; નો સંપૂર્ણ ક્ષય, ૮૦-૮૧; મોહ, ચારિત્રમોહ, દર્શનમોહ પણ જુઓ કાર્પણ શરીર, ૧૬૧-૧૬૨; કેવળીગમ્ય પ્રદેશ પર, ૧૬૪, ૧૭૭; ની શુભાશુભ અસર, ૧૭૮ કેવળજ્ઞાન, ૫૧ કેવળીગમ્ય પ્રદેશ, ૧૬૮-૧૭૦, ૧૮૦-૧૮૪; અને આજ્ઞાનો ધુવબંધ, ૫૦; અને પંચપરમેષ્ટિ પ્રક્રિયા, ૧૫૯; અશુદ્ધ પ્રદેશોને વિકાસ કરાવે, ૧૫૭, ૧૭૮-૧૭૯, ૧૮૪, ૧૯૦, ૨૦૦, ૨૦૨, ૨૦૪, ૨૦૬, ૨૧૦, ૨૧૨, ૨૧૬૨૧૭, ૨૨૦, ૨૨૩, ૨૨૬, ૨૨૮; અશુદ્ધ અને રુચક પ્રદેશો વચ્ચે સેતુ સમાન, ૨૦૦; આજ્ઞાથી બોધ આપે, ૧૦૪, ૧૭૯-૧૮૦, ૨૦૬; આજ્ઞારસથી ગુણો રહે, ૧૧૨, ૧૭૭; આજ્ઞામાર્ગ પ્રેરિત મહાસંવર માર્ગે મળે, ૧૮૫; કલ્યાણનાં પરમાણુ વધુ ગ્રહે, ૨૧૦, ૨૨૫; ક્યા પ્રદેશો કેવળીગમ્યપણું પામે, ૨૦૫; ગુરુ રૂપે, ૧૫૯; તીર્થકર પ્રભુના, ૧૭૧-૧૭૨, ૧૯૦; ના અંતરાયો ક્ષીણ થવા, ૧૫૭, ૧૭૭; ની આજ્ઞા પાળતા અશુદ્ધ પ્રદેશો, ૨૦૬; ની પ્રાપ્તિ, ૧૬૧-૧૬૩, ૧૭૦, ૧૭૪, ૧૮૦૧૮૨; ની મહત્તા, ૧૯૫; ની વીતરાગતા, ૧૭૯, ૧૮૮; ની સહાયથી જીવનો વિકાસ, ૧૦૩, ૨૦૬; નું આજ્ઞાપાલન, ૧૮૦, ૧૮૮૧૮૯; નું બંધારણ, ૧૮૪; ને ચકપ્રદેશની સહાય, ૧૫૮-૧૫૯, ૧૬૩-૧૬૪, ૧૬૮૧૭૦, ૧૭૬-૧૭૭; નો પુરુષાર્થ, ૧૮૫, ૧૮૮-૧૮૯; પર રહેલાં તેજસ-કાર્પણ શરીર, ૧૬૨; પર શાતાવેદનીય કર્મ, ૧૬૬; પંચપરમેષ્ટિની કક્ષાના, ૧૬૪; મેળવવાની પાત્રતા, ૧૮૨; રુચક પ્રદેશો પાસેથી વીર્ય મેળવે, ૧૬૮, ૧૭૭; ઋણની ચૂકવણી કરે, ૨૧૨; સક્રિય થવા, ૪૩, ૧૫૬, ૧૬૨ કેવળ પ્રભુ, નું યોગ સાથે જોડાણ, ૯૮, ૨૩૦; ને વર્તતી અંતરાય, ૩૯; ની દશા, ૮૧૮૩; નો સાથ, ૧૫૯-૧૬૦, ૧૬૬; પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રક્રિયા, ૧૫ર-૧૫૪; ની કેવળી સમુદ્ધાતની તેયારી, ૧૮૨-૧૮૩ કેવળી સમુદ્યાત, ૮૧, ૮૩, ૯૯; ની તૈયારી, ૧૮૧-૧૮૪ ક્રોધ, અને ક્રોધ ગુણ, ૧૧-૧૨, નો ક્ષય આજ્ઞાથી, ૩૯; નો જય, ૬૯-૭૦ ગણધરજી, ૧૩૯-૧૪૦; અને ગણધરપદ, ૪૯; અને તીર્થંકર પ્રભુ, ૩૨, ૧૨૮; નાં આસ્થા ૩૨૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુણમાં પલટાવવા, ૧૧-૧૨; ગણધરનું, ૧૨૮; ની ખીલવણી, ૪૫, ૬૮-૬૯, ૧૨૧, ૧૩૨, ૧૪૯, ૧૫૮-૧૫૯, ૨૧૫, ૨૨૩, ૨૩૦, ૨૫૪, ૨૫૭, ૨૬૯ ચારિત્રમોહ, ૧૨, ૩૮, ૬૨-૬૪; નો નાશ કરવો, ૬૧, ૬૮-૬૯; નો નાશ કરવા મન, વચન, કાયાની અર્પણતા, ૬૩ તથા અનુકંપા, ૧૩૯; ને મળતો પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ, ૪૮; ની જ્ઞાનની ખીલવણી, ૧૦૦-૧૦૧; નો આજ્ઞારસ, ૧૧૨; નો કલ્યાણભાવ, ૭, ૩૨; નો પુરુષાર્થ, ૧૦૦, ૧૩૪; નો બોધ, ૧૦૧; બનવાની પાત્રતા, ૧૬૩; સમાન આત્મપ્રદેશો, ૧૧૨; આચાર્ય પણ જુઓ ગુણગ્રાહીપણું, ૨૮; થી વિનય વધે, ૧૧૪; થી જ્ઞાનની વૃદ્ધિ, ૧૦૧ ગુણો, અને આજ્ઞા, ૨૮, ૧૦૧; અરૂપી, ૧૧૪; આજ્ઞારસથી પ્રહવા, ૧૧૨; ઉપાધ્યાયજીના, ૧૧૭; ની વૃદ્ધિ, ૧૭, ૨૨૩, ૨૮૭; ની સુખબુદ્ધિ, ૯૨; નો આશ્રવ, ૨૮, ૭૮-૭૯, ૧૩૪; નો આહાર, ૧૭-૧૯; પંચપરમેષ્ટિ પ્રભુના, ૯૨; સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે સર્વ ગુણોનો અનુભવ, ૨૦૨ ગુણસ્થાન, શ્રેણિમાં ચઢવા. ૭૮-૭૯ ગુરુ, ઉત્તમ ગુરુ, ૩૦૧; રૂપી તથા અરૂપી, ૧૫૨; રૂપે કેવળીગમ્ય પ્રદેશો, ૧૫૯, ૨૧૭; રૂપે રુચકપ્રદેશો, ૧૬૩ છઠ્ઠ ગુણસ્થાન, અને ત્રણે યોગની અર્પણતા, ૬૩, ૨૧૪, ૨૨૦; થી આત્માના પ્રદેશોની શુદ્ધિ વધવી, ૧૧૩; થી વિશેષ આજ્ઞાધીનપણું, ૩, ૨૧૬, ૨૧૯-૨૨૦; થી મહાવ્રતનું પાલન, ૬-૭; નો પુરુષાર્થ, ૭૭, ૧૫૬, ૨૦૫, ૨૧૫-૨૨૦; બોધ આપવાની પાત્રતા આવે, ૨૬૦, ૨૭) છૂટવાની ભાવના, ૬૩, ૧૯૬ છદ્મસ્થ, અવસ્થામાં પરમેષ્ટિ, ૭ જીવનો આત્મવિકાસ, ૧-૨, ૧૦૩, ૧૬૦, ૨૪૪ ઘાતી કર્મ, ૪૨; અને અઘાતીનો સંબંધ, ૮૨; નો સંપૂર્ણ ક્ષય, ૭૮-૮૦ ચતુરંગીય, ૧૨૯ ચારિત્ર, ૐમાં સમાયેલા, ૧૪૭-૧૪૯; અશુદ્ધ પ્રદેશોનું ખીલવું, ૧૫૮; આચાર્યનું, ૧૦૪, ૧૧૬; આંતર અને બાહ્ય, ૭૧; કષાયને ત તપ, આજ્ઞારૂપી, આજ્ઞારૂપી ત૫ જુઓ તેજસ્ શરીર, ૧૬૧-૧૬૨; કેવળીગમ્ય પ્રદેશ પર, ૧૬૪, ૧૭૭ તીર્થકર ભગવાન, ૧૩૮; ૐનું સર્જન કરે, ૯૩-૯૪; અને ગણધર, ૧૨૮; અને કેવળી સમુદ્યાતની તૈયારી, ૧૮૧-૧૮૪; આઠ ૩૩) Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સમયની દેહાત્મની ભિન્નતાની તૈયારી, ધ ૧૮૧-૧૮૩; કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ ધર્મ, આજ્ઞારૂપી, આજ્ઞારૂપી ધર્મ જુઓ કરાવે, ૧૬૨, ૧૮૦-૧૮૩; થવાની પાત્રતા, ધર્માસ્તિકાય, ૮૭, ૧૨૫ ૧૬૨-૧૬૩; નાં આસ્થા તથા અનુકંપા, ૧૩૭, ૧૪૩; નાં કલ્યાણક, ૧૯૧; ના કેવળીગમ્ય ધ્રુવબંધ, આજ્ઞાનો, ૪૭, ૧૫૭-૧૫૮; ની પ્રદેશો, ૧૭૨; ના ગુરુ પંચપરમેષ્ટિ પ્રભુ, પ્રક્રિયા, ૪૯-૫૦; પામ્યા પછી સિદ્ધભૂમિમાં ૧૯૦; નાં રુચકપ્રદેશો, ૧૭0; ના સંવેગ- વિશિષ્ટ સ્થાન, ૯૭; માટે પાત્રતા, ૪૮, ૧૫૭ નિર્વેદ, ૧૩૪; નામકર્મ, ૮, ૩૧; ને અઘાતી ધુવબંધ, પૂર્ણ આશાનો, ૪૭, ૧૫૭-૧૫૮; કર્મ ભોગવવાની સિદ્ધિ, ૪૩; ને મળતો પૂર્ણ પામ્યા પછી સિદ્ધભૂમિમાં વિશિષ્ટ સ્થાન, આજ્ઞાનો શુક્લબંધ, ૪૮; નું શ્રુતકેવળીપણું, ૯૭; માટે પાત્રતા, ૪૮; ની પ્રક્રિયા, ૫૦ ૧૦૧; નો કલ્યાણભાવ, ૭-૮, ૩૦-૩૨, ૧૩૭; નો પુરુષાર્થ, ૧૮૭, ૧૮૯-૧૯૦; નો મહિમા, ૨૯૧; નો મૈત્રીભાવ, પ૫, ૧૩૭; નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ, ૨૭૫ નો લોકકલ્યાણનો પુરુષાર્થ, ૩૧, ૧૪૪; નો શમ, ૧૨૭; ની વીતરાગતા. ૧૮૭. નિગ્રંથપણું, ૬, ૫૯ ૧૯૦; સિધ્ધનાં પરમાણુ બનાવે, ૫૫; નું નિર્જરા, અને મહાસંવર, ૪, ૧૩૪; અને આજ્ઞાપાલન, ૯૪-૯૫, ૧૨૭; કેવળીપ્રભુ નિર્વેદ, ૧૩૪; આજ્ઞારૂપી તપથી, ૭૨-૭૩; પણ જુઓ થી ચારિત્રની ખીલવણી, ૪૫ નિમિત્ત, અશુભની અસર, ૧૭૮; નું મહાત્મ, ૨૦૯; શાતા-અશાતાનું, ૬૦; શુભ ની અસર, દર્શન, ૐમાં સમાયેલું, ૧૪૭-૧૪૯; થી મળતી ૧૭૮, ૧૯૩ શાંતિ, ૨૦૪ પ્રભુનાં, ૧૯૬, ૨૦૩ દર્શનમોહ, ૬૨-૬૩; મિથ્યાત્વ પણ જુઓ નિર્વેદ, ૨૦, ૧૨૫, ૧૩૨-૧૩૪, ૧૪૨; થી ચારિત્રની ખીલવણી, ૧૪૯ દાસાનુદાસ, ૧૮૦ નિર્વિકલ્પતા, ૨૨૫, ૨૨૮ દેહાત્મબુદ્ધિ, ૨૪, ૪૨, ૬૦, ૬૨; તોડવાથી ચારિત્રપાલન, ૭૦, ૭૨, ૨૧૩; તોડવાથી નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૨, ૧૯૩-૧૯૪ વીર્ય મળે, ૧૯૭ નિશ્ચયનય, ૫૯, ૨૭૬; તરફ પ્રગતિ, ૨૨૧ ૨૨૨, ૨૭૦ દેવેન્દ્રસૂરિ, ૨૮૧ દ્વેષ, અને દ્વેષગુણ, ૧૨; અને રાગના ઘટકો, નિસ્પૃહતા, ૭૩, વધવી, ૧૫૫, ૧૫૭ ૩૮; ને તોડવો, ૪૭, ૨૨૪-૨૨૫ નિહાર, ૧૩ દ ૩૩૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરમાણુ, કલ્યાણનાં, પ૬; અરૂપીને રૂપી બનાવવા, ૧૦૫, ૧૧૮-૧૨૦; અરિહંત પ્રભુનાં, ૧૩૭; આજ્ઞાકવચની સહાયથી ગ્રહવા, ૬૬, ૬૯; ઉત્કૃષ્ટ પ્રકારનાં પ્રહવા, ૧૯, ૬૩, ૭૩, ૭૭, ૧૫૫, ૧૭૩; કેવળીગમ્ય પ્રદેશો વધુ રહી શકે, ૨૧૦, ૨૨૫; ઘનમાંથી પ્રવાહી થવા, ૧૧૫; છદ્મસ્થ પરમેષ્ટિ રહે, ૧૩૮; થી ૐની રચના, ૧૪૮; થી અઘાતી કર્મની નિર્જરા, ૬૮; થી આજ્ઞાપાલન, ૫૧; થી અંતરાયકર્મનો ક્ષય, ૯; થી કષાયજય, ૭૮; થી જીવનો વિકાસ, ૨૪૫; નું દાન, ૫૦; નું નિર્માણ, પ૬, ૧૭૬; પંચપરમેષ્ટિ ભગવંતનાં, ૧૦૪-૧૦૬, ૧૪૬, ૧૫૩, ૧૭૩, ૧૭૬, ૧૮૬; પ્રાર્થનાથી ખેંચવા, ૯, ૧૧૧; મંત્રસ્મરણથી ખેંચવા, ૧૧૧; માં ધર્મનું સનાતનપણું, ૧૫૪; માં રહેલું વીર્ય, ૧૩૦, ૧૫૫; માં રહેલો બોધરસ, ૧૫૩, ૧૫૫; લોકમાં વહેવડાવા, ૧૧૬; સિધ્ધનાં, ૫૫; કલ્યાણનાં પરમાણુ જુઓ પરમાણુ, પંચ પરમેષ્ટિ, ૧૩; ૫૩-૫૪; ગ્રહણ કરવા, ૭૩ પરમાર્થ લોભ, ૧૪-૧૫; પ્રભુથી સંતોષાય તેવો, ૧૮; લોભપણ જુઓ પરમાર્થ શુદ્ધિ, ૧૨, ૧૮૬ પરિગ્રહબુદ્ધિ, ૬ પરિષહ, ૪૯; વખતે સ્થિરતા, ૬૫, ૭૬ પંચ પરમેષ્ટિ ભગવંત, ૧૫૩; અને અરૂપી પ્રાર્થના, ૧૦૮; અને અરૂપી કલ્યાણનાં પરમાણુ, ૧૭૯; અને અંતરાય ગુણ, ૯૦૯૧; ગુરુરૂપે નિમવા, ૧૫૫; ના પરમાણુઓનું ત્રિકોણ, પ૩; ના ગુણો, ૯૧, ૧૧૪; ના પદ પ્રમાણે સિદ્ધભૂમિમાં સ્થાન, ૯૭; ની કેવળીપર્યાય, ૯૮; ની સહાયથી જીવનો વિકાસ, ૧૦૩-૧૦૪; ની આજ્ઞા, ૯૨, ૯૫, ૧૦૪; ના કલ્યાણનાં પરમાણુ, ૧૦૫, ૧૦૯, ૧૪૭, ૧૫૯, ૧૭૬, ૧૮૬; ના વિવિધ પદ સ્પર્શવા, ૧૨૨; ના સંવેગ તથા નિર્વેદ, ૧૩૩૧૩૪; ની આસ્થા તથા અનુકંપા, ૧૩૪૧૩૬, ૧૪૨-૧૪૪; નું પંચામૃત, ૯૫; નો આજ્ઞાપાલનનો પુરુષાર્થ, ૧૩; નો આજ્ઞારસ, ૧૧૨-૧૧૩; નો કલ્યાણભાવ, ૧-૨, ૬-૭, ૯૦; નો પુરુષાર્થ, ૧૩, ૧૩૪- ૧૩૫, ૧૪૭-૧૪૮, ૧૫૭, ૧૮૫; નું કવચ, ૯૪, ૧૪૮, ૧૭૬; નું પદ પામવાની પાત્રતા, ૭-૮, ૧૫૩; નું પંચામૃત, ૯૫, ૧૪૭; નું વીર્ય, ૯, ૯૧; પ્રક્રિયા, ૧૫ર-૧૫૪; વિનયાભારનો, ૧૩૨; સમાન આત્મપ્રદેશો, ૧૧૨; પદ પામવાની પાત્રતા, ૧૧૮ પંચામૃત, ૮૯; ઉપાધ્યાયજીનું, ૧૪૫; પંચપરમેષ્ટિ પ્રભુનું, ૯૫, ૧૦૧, ૧૪૫ ૧૪૬; સાધુસાધ્વીજીનું, ૧૪૫ પંચાસ્તિકાય, ૧૨૫, ૨૭૧ પાંચમું ગુણસ્થાન, ૨, ૬૩ પાત્રતા, આજ્ઞાના ધુવબંધ માટે, ૪૮; કલ્યાણના માર્ગમાં પ્રવેશવા, ૫૯; કેવળીગમ્ય પ્રદેશ પ્રાપ્ત કરવાની, ૧૮૨; કેળવવી જરૂરી, ૨૦૯, ૨૨૬; તીર્થકર થવા માટે, ૧૬૩; માર્ગપ્રાપ્તિ માટે, ૮-૯; પંચપરમેષ્ટિ થવાની, ૩૩૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૭-૮, ૧૫૩; પૂર્ણઆજ્ઞા સિદ્ધિની, ૧૨; પૂર્ણ આશ્રવનો, ૧૧-૧૨, ૧૫; મહાસંવરનો, આજ્ઞાના ધ્રુવબંધ માટે, ૪૮; બોધ આપવાની, ૧૧-૧૨, ૧૭-૧૮, ૫૨-૫૩, ૭૭; મોહ, ૨૬૧; મહાઆશ્રવ માર્ગ માટે, ૧૫ ૨૦૮-૨૦૯; રુચકપ્રદેશોનો, ૧૮૫; વિભાવ પાપસ્થાનક, અઢાર, ૨૮૨-૨૮૩ રહિત થવાનો, ૯૫; શમનો, ૧૨૬-૧૩૨; શાતા-અશાતાના નિમિત્તમાં, ૬૦, ૨૬૬; પુણ્ય, પરમાર્થ, ૧૨૧ શારીરિક અશાતા વખતે, ૨૬૬; સ્વતંત્રપણે પુરુષાર્થ (આત્મવિકાસ માટે): અઘાતી કર્મના કરવો, ૧૯૮; સંવેગ નિર્વેદનો, ૧૩૩-૧૩૪, ક્ષયનો, ૮૩; આચાર્યજીનો, ૧૦૪-૧૦૬, ૧૪૫; સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવનો, ૧૬૦; ૧૩૪, ૧૩૯, ૧૪૩; અરૂપી કલ્યાણભાવથી, સાતમા ગુણસ્થાનનો, ૧૫૬; સાધુસાધ્વીજીનો, ૧૦૫, ૧૦૭; આસક્તિ ઘટાડવાનો, ૭૦, ૧૨૦-૧૨૧, ૧૩૪, ૧૪૧-૧૪૨, ૧૪૫; ૨૧૫; આસ્થા તથા અનુકંપાનો, ૧૩૪- શ્રેણિની તૈયારી કરવાનો, ૬૯, ૭૭-૮૦, ૧૪૫; આજ્ઞાધીન થવાનો, ૧૩-૧૪, ૨૨૬; સંયમ કેળવવાનો, ૬૬; જ્ઞાનાવરણના ૨૦-૨૧, ૨૭, ૬૧, ૬૬, ૮૬, ૯૩, નાશ માટે, ૨૦૮ ૯૫, ૧૫૪, ૧૫૭, ૨૧૪-૨૧૫, ૨૧૬ પૂજ્યપાદ સ્વામી, ૨૭૪ ૨૨૦, ૨૩૩-૨૩૪; આજ્ઞારસ મેળવવાનો, ૧૫૪; આજ્ઞારૂપી ધર્મમાં, પ૩; આજ્ઞારૂપી પૂજા, પ્રભુની, ૧૯૨, ૨૦૫; વિવિધ ગુણસ્થાને તપમાં, પ૨-૫૩; અરિહંત પ્રભુનો, ૩૦ થતી, ૨૦૫ ૩૨, ૧૨૭, ૧૪૪; ઉત્તમ ગુરુના આશ્રયે, પૂર્ણ આશા, થી 3ૐનું ખેંચાણ, ૯૧; થી ૩૦૧; ઉપાધ્યાયજીનો, ૧૧૬-૧૨૦, ૧૩૪, કલ્યાણકાર્ય કરવું, ૧૫૫; થી પ્રાર્થના કરવી, ૧૪૦-૧૪૧, ૧૪૩; કેવળીગમ્ય પ્રદેશોનો, ૧૦૭; આજ્ઞા,આજ્ઞાપાલન પણ જુઓ ૧૮૫, ૧૮૯; ગણધરપ્રભુનો, ૧૦૦, પૂર્ણ આજ્ઞાસિદ્ધિ, નો પુરુષાર્થ, ૧૫; આજ્ઞાસિદ્ધિ ૧૩૯-૧૪૦, ૧૪૩; ગુણો ખીલવવાનો, પણ જુઓ ૨૯, ૯૨; ચારિત્રમોહ તોડવાનો, ૬૩ પૂર્ણ કલંકરહિત અડોલ દશા, ૧, પર, ૬૪, ૬૮-૭0; છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનો, ૮૪; સિદ્ધભૂમિમાં, ૪; ના અંતરાય ક્ષય ૭૭, ૧૫૬, ૨૧૫-૨૨૦; તીર્થંકરપ્રભુનો, થવા, ૩૧ ૧૮૭-૧૮૯; નાં લક્ષણો, ૧૨૬; ની તરતમતા, ૩૦૦-૩૦૧; ની શુક્લતા, ૧૦૧; પૂર્ણાતિપૂર્ણ આજ્ઞા, - આત્માના પ્રદેશ, પૂર્ણઆજ્ઞાસિદ્ધિનો, ૧૫; પૂર્ણ કલંકરહિત આજ્ઞાધીન થવા, ૧૫૩, ૧૫૬; ને મળતો અડોલ દશાનો, ૮૪-૮૫; પંચપરમેષ્ટિનો, કેવળીગમ્ય પ્રદેશનો સાથ, ૧૫૭; નું કંપન, ૧૩, ૧૩૫, ૧૫૪, ૧૫૬-૧૫૭, ૧૮૫; ૮૧, ૮૪; ની ક્રમિક શુદ્ધિ, ૧૧૨; ની કક્ષા બોધને આચરણમાં મૂકવાનો, ૧૨૦; મહા પંચપરમેષ્ટિ જેવી હોવી, ૧પ૬; પર રહેલું ૩૩૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેજસ્-કાર્મણ શ૨ી૨, ૧૬૨; પ્રદેશ, અશુદ્ધ પણ જુઓ પ્રદેશ, અશુદ્ધ, કેવળીગમ્ય પ્રદેશોની પૂજા કરે, ૨૦૬; નો શુભ-અશુભ ભાવ, ૧૭૮; ને મળતું કવચ, ૧૯૦; નો કેવળીગમ્ય પ્રદેશની સહાયથી થતો વિકાસ, ૧૫૮, ૧૭૮-૧૭૯, ૧૮૪, ૨૦૦, ૨૦૨, ૨૦૪, ૨૦૬, ૨૧૦, ૨૧૨, ૨૧૫-૨૧૬, ૨૧૯, ૨૨૦, ૨૨૩, ૨૨૬, ૨૨૮ પ્રદેશોદય, થી કર્મ વેદવું, ૩૭, ૭૫; થી અઘાતીકર્મ ભોગવવું, ૪૩ પ્રમાદ, ૬૭-૬૮, ૨૨૭, ૨૯૬; અને સુખબુદ્ધિ, ૧૧૪; અને કલ્યાણનાં પરમાણુ, ૧૨૩; શ્રેણિમાં, ૭૮, ૨૨૭ પ્રાર્થના, ૧૦૬-૧૦૮; અરૂપી, ૧૦૮, ૧૧૩; થી વીર્ય વધે, ૯; થી આજ્ઞામાર્ગનું આરાધન, ૧૦૬-૧૦૮; થી મુશ્કેલીનો હલ, ૨૫૪; ના માધ્યમથી ક્ષમાપના, ૧૦૯; પૂર્ણ આજ્ઞાથી કરવી, ૧૦૭ પ્રેમ, અને ભક્તિ, ૯૯, ૧૯૧; કષાયના જયથી વધે, ૬૯ બ બ્રહ્મચર્ય, ૫-૬ બાર ભાવના, ભાવના, બાર જુઓ બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ૨૭૫-૨૭૬ ભ ભક્તામર સ્તોત્ર, ૨૪૬-૨૪૯ ભક્તિ, ૨૮-૨૯, ૩૭, ૩૯, ૨૨૭; અને પ્રેમ, ૯૯; આજ્ઞારસ દ્વારા વેદવી, ૧૧૩; સત્પુરુષની, ૨૪૯ ભક્તિમાર્ગ પણ જુઓ ભય, સાત પ્રકારના, ૨૦૧-૨૦૨ ભાવ, શુદ્ધ-અશુદ્ધ, ૨૧૮ ભાવના, બાર, ૨૬૮-૨૦૦, ૨૮૪ મ મન, અને શુન્યતા, ૯૩; ને વશ કરવું, ૬૭, ૨૧૬, ૨૧૮, ૨૨૦; અને યોગ, ૧૩૫, ૨૨૦; ના આધારે વચન તથા કાયા આજ્ઞાધીન રહે, ૨૧૯ મન:પર્યવજ્ઞાન, થી કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૧૦૫; થી બોધ આપવો, ૧૦૧ મહાઆશ્રવ, અને મહાસંવ૨, ૨૮; નો પુરુષાર્થ, ૧૧; નાં ભયસ્થાનો, ૧૭; માર્ગની પૂર્ણતા, ૧૯ મહાસંવ૨, ૧૩૪; અને પૂર્ણઆજ્ઞાસિદ્ધિ, ૩-૪; અને મહા આશ્રવ, ૨૮; આજ્ઞામાર્ગ પ્રેરિત મહાસંવરથી કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ, ૧૮૫; આજ્ઞાપ્રેરિત કલ્યાણપ્રેરિત, ૬૫; નાં આરાધન અનુસાર સિદ્ધભૂમિમાં સ્થાન, ૯૮; ના માર્ગથી રુચક પ્રદેશ મળે, ૧૮૫; નો પુરુષાર્થ, ૧૧-૧૨, ૧૭-૧૮, ૬૫, ૭૭, ૧૩૪, ૧૮૫; માર્ગની પૂર્ણતા, ૨૬ મહાવ્રત, ૫-૬ મંત્રસ્મરણ, અરૂપી, ૧૧૩; થી આજ્ઞામાર્ગનું પાલન, ૧૧૧, ૨૬૦, ૨૬૪ ૩૩૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ મંગલપણું, ધર્મનું, ૩૧; અને સનાતનપણું, સોંપણીમાં નડે, ૨૧૫; સાથે જ્ઞાનાવરણનો ૩૧, ૩૩, ૧૩૫, ૧૯૦, ૨૧૬, ૨૧૭; નાશ આવશ્યક, ૨૦૮-૨૦૯; રાગ, દ્વેષ આનંદઘન ચોવીશીમાં, ૧૯૨, ૧૯૫, ૧૯૭, પણ જુઓ ૧૯૯, ૨૦૨, ૨૦૪, ૨૦૭, ૨૦૮, ૨૦૭, ૨૦૮, ૨૧૨, ૨૧૬, ૨૧૯, ૨૨૦, ૨૨૨, ય ૨૨૫, ૨૨૭, ૨૨૮, ૨૩૦; અનુભવવું, યાચકપણું, ૨૩-૨૪ ૧૫૪; કલ્યાણભાવમાં, ૩૩ યોગ, રૂપી અરૂપી, ૧૩૫; અને આજ્ઞાધીનપણું, માન, અને માનગુણ, ૧૨; ને તોડવો, ૬૯- ૨, ૬૬, ૮૧, ૨૨૦; અને કર્મબંધ, ૮૩; ૭), ૭૩-૭૪, ૨૪૪; નો ક્ષય વિનયથી, સાથે જોડાવું, ૩૧, ૯૮, ૧૮૨ ૩૯, ૧૧૪ માનગુણ, ૧૨ માયા, અને માયાગુણ, ૧૧; નો જય, ૬૯-૭૦, રત્નત્રય, ૩ૐ માં સમાયેલા, ૧૪૮; નું આરાધન, ૭૩-૭૪; નો ક્ષય સરળતાથી, ૩૯ ૨૫૯, ૨૬૫ માયાગુણ, ૧૧ રસ,સંસારનો, તોડવો, ૧૯-૨૦, ૨૪ મિથ્યાત્વ, ૨, ૨૦૪; અને અંતરવૃત્તિસ્પર્શ, રાગ, અને દ્વેષના ઘટકો, ૩૮; અને રાગગુણ, ૧૯૨; અને કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ. ૧૨; દેહ પર, ૬૦-૬૧; ને તોડવો, ૪૭, ૧૮૧-૧૮૨; દર્શનમોહ પણ જુઓ ૨૨૪-૨૨૫; વીતરાગીનો, ૪૦; શાતાના મુનિ, નું ચારિત્રપાલન, ૭૧, ૨૧૧-૨૧૨ ઉદયમાં વેદવો, ૭૬; વીતરાગતા પણ જુઓ મૈત્રી(ભાવ), ૧૭૫; અરિહંત ભગવાનનો, સની રાગગુણ, ૧૨ ૫૫, ૧૩૭, ૧૭૫; અને કલ્યાણનાં પરમાણુ, રાજચંદ્ર, શ્રીમદ્ ની આત્મસિદ્ધિની કડી, ૧૭૪પ૭; અને અરૂપી ક્ષમા, ૧૧૦; અશાતાના ૧૭૭; નો આત્મવિકાસ, ૨૫૩-૨૫૪ ઉદયમાં, ૭૫; કષાયના જપથી વધે, ૬૯; રુચક પ્રદેશ, ૧૬૮-૧૭૦; અશુદ્ધ પ્રદેશોને ચકપ્રદેશોમાં, ૧૭૫, ૧૭૬ શુભ નિમિત્ત આપે, ૧૭૯; આઠમા ચક મોહ, ૪૨, ૬૨; અને આજ્ઞાપાલન, ૧૫૩; પ્રદેશનું મહત્ત્વ, ૧૬૪-૧૬૫, ૧૭૦-૧૭૧; અને અંતરાય, ૩૪; તૂટવાથી અહિંસાવતનું આજ્ઞારસને ગ્રહે, ૧૧૧; કેવળીગમ્ય પ્રદેશોના પાલન, ૫; તૂટવાથી અચૌર્યવ્રતનું ગુરુ, ૧૬૩, ૧૬૮; કેવળીગમ્ય પ્રદેશોને સાથ પાલન, ૬; થી અલિપ્ત રહેવું, ૧૫૩, આપે, ૧૫૮, ૧૭૬, ૨૦૦; તીર્થંકર પ્રભુના, ૨૨૪; ને વીતરાગતામાં પલટાવવો. ૪; ૧૭૧-૧૭૨; ની આજ્ઞા, ૧૭૭; ની કક્ષા, નો સંપૂર્ણ ક્ષય, ૭૯; મન, વચન, કાયાની ૧૬૪; ની પ્રાપ્તિ, ૧, ૧૭૦, ૧૭૪-૧૭૫, ૩૩૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૮૫; ની સહાયથી જીવનો વિકાસ, ૧૦૩, વીતરાગતા, અને કલ્યાણભાવ, ૭; અને ૧૫૬, ૨૦૦; નો પુરુષાર્થ, ૧૮૫; પર રહેલો વીતરાગીનો રાગ, ૪૦; આજ્ઞારૂપી તપથી મૈત્રીભાવ, ૧૭૫-૧૭૬ ઉપજતી, ૪; કેવળીગમ્ય પ્રદેશોની, ૧૭૯, ઋણ, ની મુક્તિ, ૪૦-૪૧, ૪૬, ૧૧૪; ની ૧૮૮; ખીલવી, ૪૭, ૭૩, ૧૫૫, ૧૫૭; ચૂકવણી કલ્યાણનાં પરમાણુથી, ૮૨, ૧૧૬, તીર્થંકર પ્રભુની, ૧૮૭ ૧૫૯, ૧૭૬, ૧૮૨; ની ચૂકવણી કેવળીગમ્ય વીતરાગ માર્ગ, ૮ પ્રદેશો કરે, ૨૧૨; સિદ્ધભૂમિનું, ૪૫; વીર્ય, ૐમાં સમાયેલું, ૯૧, ૧૪૯, ૧૭૫; સિદ્ધપ્રભુનું, ૪૭ અભિસંધીજ વીર્ય, ૯૧, ૧૨૯-૧૩૦, ૧૫૫, ૧૬૪; અનભિસંધીજ વીર્ય, ૧૩૦, લેશ્યા, ૬૬ ૧૫૫; આજ્ઞાપાલન માટે, ૧૪, ૨૧; આજ્ઞાભક્તિથી ખેંચવું, ૧૭૭, ૧૯૭; લોક, ના પ્રદેશોમાં ધર્મનું બીજનું રોપણ, ૦૯ અંતરાય તૂટવાથી વધે, ૯, ૧૭; ખેંચવું, ૧૫૫; પ્રભુને પ્રાર્થના કરવાથી, ૨૩, ૨૬, લોભ, ૧૦-૧૧; અને ઇચ્છા, ૯; અને લોભગુણ, ૧૦૮, ૧૧૪; પંચપરમેષ્ટિનું, ૯; ફોરવવું, ૧૧-૧૨; આજ્ઞાપાલન માટે, ૧૪; તૂટવાથી ૧૧૪, ૨૨૬; પૂર્ણ વીર્ય, ૨૨૯; ચક અચૌર્યવ્રતનું પાલન, ૬; નો જય, ૬૯-૭૦; પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશને આપે, ૧૬૮, પરમાર્થ લોભ, ૧૪, ૧૧૪ ૧૭૫; વધવાથી ઉત્કૃષ્ટ પરમાણુ સહાય, લોભગુણ, ૧૧-૧૨; નો ક્ષય ભક્તિથી, ૩૯ ૧૯, ૧૫૫; સપુરુષનું, ૧૯૭; ક્ષમાપનાના માધ્યમથી ઉપજે, ૧૦૯; જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખીલવાથી, ૧૪૮-૧૪૯ વિનય, ૨૮-૨૯, ૩૭, ૧૧૩-૧૧૪; અને વીર્ય, અભિસંધિજ, અને અંતરાયગુણ, ૯૧; આભાર, ૧૧૫ થી કલ્યાણનાં પરમાણુનું થી આજ્ઞાપાલન, ૯૪; માર્ગ પ્રકાશવા માટે, નિર્માણ, ૧૭૬; થી માનનો ક્ષય, ૩૯ ૧૨૯ વિપાકોદય, થી કર્મ વેદવું, ૩૭, ૭૫; થી વેદન, આજ્ઞાપાલનનું, ૧૩, ૧૪ અઘાતી કર્મ ભોગવવા, ૪૩ વિભાવ, થી કર્મબંધન, ૪૨; અને અંતરાય, વેદનીય કર્મ, અને અંતરાય કર્મનો સંબંધ, ૩૭ ૩૬-૩૭; શુભ-અશુભ નિમિત્તમાં, ૧૭૮ વૈરાગ્ય, ૧૧, ૨૬૮-૨૬૯ વિવેક, ૬૪ વ્યવહારનય, પ૯, ૨૭૬; થી નિશ્ચયનય તરફ વિહાર, ૧૩; પંચપરમેષ્ટિનાં પરમાણુ, ૧૧૫ જવું, ૨૨૧-૨૨૨, ૨૨૫, ૨૭૦ ૩૩૬ Page #366 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ વ્યવહારશુદ્ધિ, ૧૨, ૪૦, ૧૮૬, ૨૩૭, ૨૭૪, શૂન્યતા, ૧૩૩, ૧૯૭ ૨૮૨-૨૮૩ શ્રમ, ૯ શ્રાવકશ્રાવિકા, સમાન આત્મપ્રદેશો, ૧૧૨ શમ, ૧૨૬; અને જ્ઞાનની સિદ્ધિ, ૧૪૮; શ્રીમદ્ રાજચંદ્ર, જુઓ રાજચંદ્ર, શ્રીમદ્ સિદ્ધપ્રભુનો, ૧૨૬; અરિહંતપ્રભુનો, શ્રદ્ધા, ૯; વધારવી, ૨૧૫, ૨૬૪ ૧૨૭; ઉપાધ્યાયજીનો, ૧૨૯; ગણધર તથા શ્રેણિ, ટૂંકી થવી, ૭૮; ની તૈયારી, ૫૧, આચાર્યનો, ૧૨૮; શ્રી સાધુસાધ્વીજીનો, ૬૯, ૭૪, ૭૬-૮૦, ૨૨૬-૨૨૭; ને યોગ્ય ૧૩૧ કલ્યાણનાં પરમાણુ, ૭૭; ક્ષક શ્રેણિ તથા શરણું, સપુરુષ/સગુરુ, ગ્રહવું, ૬૧, ૬૫, ઉપશમ શ્રેણિ પણ જુઓ ૧૪૩, ૨૧૭, ૨૨૮, ૨૯૫; પ્રાર્થનાથી મળે, શ્રુતકેવળીપણું, ૧૦૧; ૯-૧૦ શરીર,આહારક, આહારક શરીર જુઓ શ્રુતિ, ૯ શરીર,કાશ્મણ, કામણ શરીર જુઓ શરીર, તેજસ, તેજસ શરીર જુઓ સદ્ગુરુ, ગુરુ, જુઓ શતાવેદનીય, કેવળીપર્યાયમાં, ૮૨; કેવળીગમ્ય પ્રદેશ પર, ૧૬૬, ૧૭૨; ના પરમાણુ સપુરુષ, અને પંચપરમેષ્ટિ પદ, ૧૧૮; નો આશ્રવવા, ૩૧, ૮૧, ૨૩૦; ની નિવૃત્તિ, સાથે, ૧૬૦; ગુરુ પણ જુઓ ૧૭૨ સત્યવ્રત, પ-૬ શાંતિ, ૧૨૬, ૨૧૮; અશાતાના ઉદય વખતે, સનાતનપણું, ધર્મનું, ૩૧; અને મંગલપણું, ૭૫; કષાયને ગુણમાં પલટાવવાથી, ૧૧-૧૨, ૩૧, ૩૩, ૧૩૫, ૧૯૦; અનુભવવું, ૭૨-૭૪; ની પ્રાપ્તિ કલ્યાણભાવથી, ૩૩; નું ૧૫૪; આનંદઘન ચોવીશીમાં, ૧૯૨, ૧૯૫, સ્વરૂપ, ૨૧૮; પ્રભુ દર્શનથી મળતી, ૨૦૪ ૧૯૭, ૧૯૯, ૨૦૨, ૨૦૪, ૨૦૭, ૨૦૮, શુક્લતા, પુરુષાર્થની, ૧૦૧ ૨૧૨, ૨૧૬, ૨૧૯, ૨૨૦, ૨૨૨, ૨૨૫, ૨૨૭, ૨૨૮, ૨૩૦; કલ્યાણભાવમાં, ૩૩; શુક્લધ્યાન, ૫૧ મંગલપણું, ધર્મનું પણ જુઓ શુક્લબંધ, પૂર્ણ આશાનો, ૪૮-૪૯, ૧૫૫, ૧૫૮; ની પ્રક્રિયા, ૫૦; પામ્યા પછી સમકિત, સમ્યકત્વ જુઓ સિદ્ધભૂમિમાં વિશિષ્ટ સ્થાન, ૯૭ સમભાવ, ૬૭, ૭૩, ૨૧૮ ૩૩૭ Page #367 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમવાય, ૧૩, ૧૮; અને આજ્ઞાકવચ, ૧૦૪; અને કલ્યાણરસ, ૧૫૨; અનુસાર સિદ્ધિ, ૯૧; ને એકરૂપ કરવા, પ૧-૫૨; નું અગુરુલઘુપણું, પ૬; ની મર્યાદાથી પર થવું, પ૭; નું સમપણું, ૧૮૨; બોધના, ૧૨૧ સમય, શુક્લ, ૧૭-૧૯ સમાધિ, ૮૯, બહ્મરસ, ૯૧, ૧૦૨, ૧૪૬, ૧૪૮; ની સુખબુદ્ધિ, ૧૧૩ સમુદ્યાત, કેવળી, કેવળી સમુદ્ધાત જુઓ સમ્યકત્વ (સમ્યગદર્શન), ૨૦૪, ૨૭૯-૨૮૦; નાં પાંચ લક્ષણો, ૧૨૫, ૧૪૩, ૧૪૪, ૨૮૫; પરાક્રમ, ૨૮૫; સર્વગુણાંશ, ૨૦૨ સમ્યગ્દર્શન, ૨૭૯-૨૮૦; સમ્યકત્વ પણ જુઓ સરળતા, ૨૮-૨૯, ૩૭, થી માયા કષાયનો ક્ષય, ૩૯ સહજ સુખનાં સાધનો, ૨૫૮ સંયમ, ૬૬; ઇન્દ્રિયોનો, ૬૭; દેહ થકી, ૬૦- ૬૧; યોગનાં સાધનથી, ૬૬ સંવર, અને મહાસંવર, ૪; અને સંવેગ તથા નિર્વેદ, ૧૩૩-૧૩૪; થી ચારિત્રની ખીલવણી, સંસાર, નું સ્વરૂપ, ૨૨; ની અંતરાય, ૩૮; નો રસ તોડવો, ૨૫, ૧૭૭, ૧૯૮-૧૯૯, ૨૧૫ સંજ્ઞા, અને ઇચ્છા, ૯-૧૦; અને લાગણી એક થવા, ૬૩; અને લોભગુણ, ૧૧; ની મહત્તા, ૮-૯ સાતમું ગુણસ્થાન, ૩, ૨૨૩; પુરુષાર્થ પણ જુઓ સાથ, કેવળ પ્રભુનો, ૧૬૦; પ્રભુનો, ૨૩; - પંચપરમેષ્ટિ ભગવંતનો, ૧૧૪, ૧૫૯; ચકપ્રદેશનો, ૧૭૫ સાધુ-સાધ્વીજી, નું પંચામૃત, ૧૪૫; નો આજ્ઞારસ, ૧૧૨; નો પુરુષાર્થ, ૧૨૦-૧૨૨, ૧૩૪, ૧૪૧-૧૪૨; નો શમ, ૧૩૧-૧૩૨; સમાન આત્મપ્રદેશો, ૧૧૨ સિદ્ધભૂમિ, ૯૬-૯૮, ૨૩૦; અને કલંકરહિત અડોલ દશા, ૪, ૫૩; નું વર્ણન, ૮૬, ૯૬ ૯૮; નું ઋણ, ૪૫ સિદ્ધપ્રભુ (ભગવાન), ની કલંકરહિત અડોલ દશા, ૪, ૮૪, ૯૬; ના કલ્યાણનાં પરમાણુ, પ૫; ની દશા, ૩૮; નું આજ્ઞાપાલન, ૮૧; નું ઋણ, ૪૬-૪૭; નો આજ્ઞારસ, ૧૧૨; નો શમ, ૧૨૬; સમુદ્દઘાત પણ જુઓ સુખબુદ્ધિ, સંસારી પદાર્થોની, અને આજ્ઞાપાલન, ૧૪, ૨૦, ૧૫૪; તોડવા સંસારનું સ્વરૂપ જાણવું, ૨૨; તૂટવાથી અહિંસાનું પાલન, પ; થી અલિપ્ત રહેવું, ૧૫૩; ને વીતરાગતામાં પલટાવવી, ૪ ૪૫. સંવરપ્રેરિત નિર્જરામાર્ગ, ૧૩૪ સંવરપ્રેરિત મહાસંવર, ૧૩૪ સંવરમાર્ગ, ૧૩૩-૧૩૪ સંવેગ, ૨૦, ૧૨૫, ૧૩૩-૧૩૪, ૧૪૨; ઉત્કૃષ્ટ કરવો, ૬૧; થી ચારિત્રની ખીલવણી, ૧૪૯ ૩૩૮ Page #368 -------------------------------------------------------------------------- ________________ મળતું પ્રત્યક્ષ સગુરુ આજ્ઞાકવચ, ૬૩; પછી યોગનું આજ્ઞાધીનપણું, ૩ સુધારસ, પર સેવા, ચારિત્રની, ૨૨૬; પ્રભુની, ૧૯૪, ૨૧૩; સ્વચ્છેદ કરવી, ૧૯૫ સ્થિરતા, ૬૫; કલ્યાણનાં પરમાણુની સહાયથી, ૭૩; મનને વશ કરવાથી, ૬૭ સ્પૃહા, સંસારની, ઘટાડવા આજ્ઞાપાલન, ૧૪, ૨૧૫-૨૧૬ સ્યાદ્વાદશૈલી, ૨૦૭-૨૦૮ સ્વચ્છંદ, સંજ્ઞીપણામાં, ૧; ઘટવો, ૬૬, ૨૧૪, ૨૧૮; થી બચવું જરૂરી, ૯૫, ૨૧૫-૨૧૬; થી પ્રભુસેવા કરવી, ૧૯૫; યોગથી, ૨ સ્વભાવ, અને કર્મ, ૪૨; આત્માનો અપૂર્વ, ૨૮૪; માં લીનતા, ૯૦ સ્વરૂપલીનતા, ૬, ૭૬-૭૭; અને પ્રમાદ, ૬૭-૬૮; આજ્ઞાપાલનથી, ૧૪, ૨૨૬; નો પુરુષાર્થ, ૭૦, ૨૫૭; સિદ્ધભૂમિમાં, ૮૪ જ્ઞાન, દર્શન,ચારિત્ર, રત્નત્રય જુઓ જ્ઞાન, ૐમાં સમાયેલું, ૧૪૭-૧૪૯; ની ખીલવણી, ૧૦૦-૧૦૧, ૨૧૭; સમ્યકજ્ઞાન, ૨૦૪ જ્ઞાનાવરણ કર્મ, તોડવાનો પુરુષાર્થ, ૨૩૬-૨૩૭, ૨૪૮, ૨૫૧; તૂટવું જરૂરી આજ્ઞાપાલન માટે, ૧૩-૧૪; નો નાશ આવશ્યક, ૨૦૮-૨૦૯ ****** ક્ષપક શ્રેણી, નાની હોવી, ૪૯-૫૦; નો પુરુષાર્થ, ૬૯, ૭૭-૮૦, ૨૨૬-૨૨૭; શ્રેણિ પણ જુઓ ક્ષમાપના, અરૂપી, ૧૧૩; અંતરાય તોડવા, ૨૩, ૧૦૯; પ્રાર્થનાનાં માધ્યમથી, ૧૦૯; થી મુશ્કેલી હલ, ૨૫૪-૨૫૫ ક્ષયોપશમ સમકિત, ૨, ૨૦૨ ક્ષાયિક સમકિત, ૨, ૨૧૨-૨૧૪, ૨૧૫; પછી મારો(સરયુ) આત્મિક પુરુષાર્થ, અઘરા વિષયની તૈયારી કરવાનો, ૨૭૯-૨૮૧, ૨૮૨, ૨૮૭, ૨૮૮, ૨૯૫, ૨૯૯; અંતરાય વખતે આત્મસ્થિરતા રાખી તેને તોડવાનો, ૨૩૩, ૨૪૮, ૨૫૫; કર્તાપણું તોડવાનો, ૨૩૭, ૨૯૯; આજ્ઞાધીનપણે કાર્ય કરવાનો, ૨૩૩, ૨૩૭, ૨૪૭, ૨૫૫, ૨૬૨,૨૭૭-૨૭૯, ૨૯૫; પ્રભુ પાસે માર્ગદર્શન લેવાનો, ૨૪૧, ૨૭૨; પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણના આરાધનનો, ૨૫૪-૨૫૫, ૨૬૦, ૨૬૩ર૬૫; ભેદરહસ્યો મેળવવાનો, ૨૮૩, ૨૮૯; વ્યવહારશુદ્ધિ વધારવાનો, ૨૩૭, ૨૭૪, ૨૮૨-૨૮૩; શ્રદ્ધાન વધારવાનો, ૨૬૪, ૨૮૮; સ્વછંદ છોડી આજ્ઞાપાલન કરવાનો, ૨૩૩, ૨૬૨ જ્ઞાનાવરણ તોડવાનો, ૨૩૬૨૩૭, ૨૪૮, ૨૮૨-૨૮૩, ૨૯૫ ૩૩૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રેયસ પ્રચારક સભાનાં આધ્યાત્મિક પ્રકાશનો ૧. આત્મસિદ્ધિશાસ્ત્ર - વિવેચન વિ. ભોગીલાલ ગિ. શેઠ ૨. નિર્વાણમાર્ગનું રહસ્ય વિ. ભોગીલાલ ગિ. શેઠ ૩. શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ જ્ઞાનકોષ વિ. ભોગીલાલ ગિ. શેઠ ૪. સમાધિમરણ વિ. ભોગીલાલ ગિ. શેઠ ૫. શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ જીવનગાથા વિ. ભોગીલાલ ગિ. શેઠ ૬. આધ્યાત્મિક નિબંધો વિ. ભોગીલાલ ગિ. શેઠ ૭. ઋણાનુબંધ વિ. ભોગીલાલ ગિ. શેઠ ૮. છેલ્લી ઘડીના અવસરે વિ. ભોગીલાલ ગિ. શેઠ ૯. ભક્તિમાર્ગનું રહસ્ય વિ. ભોગીલાલ ગિ. શેઠ ૧૦. રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો વિ. ભોગીલાલ ગિ. શેઠ ૧૧. જાતિ સ્મૃતિજ્ઞાન વિ. ભોગીલાલ ગિ. શેઠ ૧૨. પ્રેમ અને પૂર્ણતા વિ. ભોગીલાલ ગિ. શેઠ ૧૩. શ્રીમની જીવનસિદ્ધિ લે. સરયુ ૨. મહેતા ૧૪. ભક્તામર સ્તોત્ર – વિવેચન લે. સરયુ ૨. મહેતા ૧૫. કલ્યાણમંદિર સ્તોત્ર – વિવેચન લે. સરયુ ૨. મહેતા ૧૬. શ્રીમની સિદ્ધપદભાવના લે. સરયુ ૨. મહેતા ૧૭. અપૂર્વ આરાધન લે. સરયુ ૨. મહેતા ૧૮. A Great Seer લે. સરયુ ૨. મહેતા ૧૯. કેવળી પ્રભુનો સાથ (ભાગ ૧ થી ૫) લે. સરયુ ૨. મહેતા અન્ય પ્રકાશનો આલોચનાદિ પદ જ્ઞાનાંજન ભાગ - ૧ જ્ઞાનાંજન ભાગ - ૨ Page #370 -------------------------------------------------------------------------- _