________________
કેવળી પ્રભુનો સાથ
વૃત્તિ વધતાં જીવને “સર્વ પુરુષનું આજ્ઞાકવચ' બંધાવા લાગે છે. અને જેમ જેમ ભાવની ઉત્કૃષ્ટતા આવે છે તેમ તેમ તે કવચ વધારે ને વધારે મજબૂત થતું જાય છે.
આવી તીવ્રતાવાળા ભાવ થતાં, ચારિત્રમોહ તોડવા માટે જીવે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તેની સ્પષ્ટતા શ્રી સદ્ગુરુની કૃપાથી અને સહાયથી જીવને થતી જાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્યા પછી ત્વરિત ગતિએ વિકાસ કરવા જીવે કેવા ભાવ સેવવા જોઈએ તથા કેવો પુરુષાર્થ આદરવો જોઇએ; જેનાં ફળરૂપે ઉત્તમ ક્ષપક શ્રેણિ અને પૂર્ણ આજ્ઞાસિદ્ધિ પ્રાપ્ત થાય તેનું યથાર્થ ચિત્ર શ્રી રાજપ્રભુ ચોથીથી ચૌદમી કડી સુધીમાં પોતાની અંગત ભાવના રૂપે રજૂ કરે છે; અલબત્ત, આ પુરુષાર્થ કોઈ પણ સન્માર્ગી જીવને માટે ખૂબ ખૂબ માર્ગદર્શક બને તેમ છે તે નિર્વિવાદ હકીકત છે, અર્થાતુ વ્યક્તિની ભાવના સમષ્ટિ માટે કેટલી ઉપકારી છે તે આપણને સમજાય છે.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.અપૂર્વ ... ૪
સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ ... ૫ પ્રત્યેક સંજ્ઞી પંચેન્દ્રિય જીવને મન, વચન અને કાયા એ ત્રણ યોગ હોય છે, અને કર્મબંધના પાંચ કારણ છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તેમાં યોગ એ એવું કારણ છે કે જે જીવને સહુ પહેલાં સક્રિય થાય છે, અને સૌથી છેલ્લે અક્રિય થાય છે અર્થાતુ જાય છે. જીવની સૌથી નીચી અવસ્થા પૃથ્વીકાયમાં અને સર્વ એકેંદ્રિયપણામાં વચનયોગ અને મનોયોગ સક્રિય હોતા નથી, ત્યારે એક કાયયોગ જ કર્મબંધ માટે સક્રિય થઈ અન્ય ચાર કર્મબંધનાં કારણોને પરોક્ષરૂપ બનાવે છે. બેઇન્દ્રિયપણાથી વચનયોગ સક્રિય થાય છે, અને ત્યારથી જેમ જેમ ઇન્દ્રિય વધતી