________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
જાય છે તેમ તેમ અન્ય એક એક કારણ કર્મબંધ કરવા માટે પરોક્ષપણું છોડી સક્રિય થતું જાય છે, અને જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં આવે છે ત્યારે કર્મબંધનાં પાંચ કારણો ફૂલીફાલી પૂર્ણરૂપે જીવને આવરી લેવા તૈયાર થઈ જાય છે. પરંતુ આ જીવ જો સપુરુષના શરણે જઈ ત્રણે યોગને આજ્ઞાધીન બનાવતો જાય છે તો ક્રમથી કર્મબંધનાં પાંચ કારણો નિવૃત્ત થતા જાય છે અને યોગને કર્મકટિનું કારણ બનાવી શકે છે. આ ભાવ શ્રી રાજપ્રભુએ ચોથી કડીમાં ગૂંથ્યો છે.
મન, વચન અને કાયાના ત્રણે યોગને તેઓ એવી રીતે પ્રવર્તાવવા માગે છે કે જેથી તેમની આત્મસ્થિરતા – આત્મપ્રદેશોનું અકંપન અખંડપણે રહ્યા કરે. જ્યારે આત્મપ્રદેશોનું કંપન નહિવત્ થઈ જાય છે ત્યારે કર્ણાશ્રવ અતિ અતિ અલ્પ અને શુભ પરમાણુમય બની જાય છે. કદાચિત્ આવો આત્મા યોગ સાથે જોડાય તો પણ એ જોડાણ એકાદ સમય જેવું સંક્ષેપી શકાય છે, કે જેથી વિશેષ કર્માશ્રવ થઈ શકે નહિ. આ સ્વરૂપ સ્થિરતા માટે તેમણે એવી અદ્ભુત સ્થિતિની ભાવના ભાવી છે કે ભયંકરમાં ભયંકર પરિષહ કે ઉપસર્ગ આવે, અથવા તો તે આવવાનો ભય પ્રવર્તતો હોય તો પણ આત્મસ્થિરતામાં લેશ માત્ર ખામી સર્જાય નહિ. જ્યાં સુધી દેહમાં આત્માને રહેવાનું હોય ત્યાં સુધીની આવી સ્થિરતાની માગણી તેમની છે.
આ આદર્શને સફળ કરવા તેમણે કેવી વર્તન કરવાનું નક્કી કર્યું છે તેની સમજણ પાંચમી કડીથી આપણને મળે છે. આ કડીમાં મહાસંવરના માર્ગમાં ચાલતા મુનિ તરીકેના ભાવ અને વર્તના શરૂ થાય છે અને તે વિકાસ કરી આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ સુધી કેવી રીતે પ્રગતિ કરે છે તેનો ચિતાર આપણને તે પછીની કડીઓમાં જોવા મળે છે. ચોથી તથા પાંચમી કડીમાં આત્માને ક્યા આદર્શની સ્થિતિએ સ્થિર કરવો છે, તેનું વર્ણન છે. આવી સ્થિરતા મેળવવા માટે પુરુષ કે તેનાથી પણ ઉચ્ચ કક્ષાએ વિરાજતા આત્માનું આજ્ઞાકવચ અનિવાર્ય છે. વળી આ આજ્ઞાકવચ અને તેમાંથી ટપકતા આજ્ઞારસનો ઉપયોગ કરીને જ આગળ વધાય છે તેની સ્પષ્ટતા રાજપ્રભુએ “સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો એ પંક્તિમાં મૂકી છે. તેઓએ તો શ્રી જિનેશ્વર પ્રભુનું જ આજ્ઞા કવચ માગ્યું છે, તે પણ આત્માને પૂર્ણ
૬૫.