________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
અને નાનું થતું જાય છે. આગળ વધતાં વધતાં દર્શનમોહનો સંપૂર્ણ નાશ થાય છે, અને ત્યારે તેને સર્વ સદ્ગુરુના આજ્ઞાકવચની પ્રાપ્તિ થાય છે. ક્ષાયિક સમકિત મેળવ્યા પહેલાં જીવને પોતાને મોક્ષમાર્ગે દોરનાર સદ્ગુરુ પ્રતિ ઘણો અહોભાવ તથા પૂજ્યભાવ વેદાતો હોય છે, તે પ્રકારનો અહોભાવ તથા પૂજ્યભાવ અન્ય ઉચ્ચ આત્માઓ પ્રતિ પણ કેળવતો જાય છે; સહુ સદ્ગુરુ જીવોને આગળ વધારવા પુરુષાર્થી રહે છે એ સમજણ આવતાં તેનો સદ્ભાવ સર્વ રૂડા આત્મા પ્રત્યે સમાનતા ધારણ કરતો જાય છે. પરિણામે ક્ષાયિક સમકિત મળ્યા પછી જીવને ‘સર્વ સદ્ગુરુનું આજ્ઞાકવચ' મળે છે. જેનાં ફળરૂપે તેને ક્યારેય સમ્યક્ત્વ વમવાનો પ્રસંગ આવતો નથી, એટલું જ નહિ પણ તે જીવ પુરુષાર્થી થઈ વધુમાં વધુ ત્રણ ભવમાં સંસારથી મુક્ત થઈ જાય છે. કારણ કે તે દરેક ઉત્તમ પુરુષના ગુણોનો લાભ લેતાં શીખતો જાય છે. તેમાં પણ જેને માત્ર એક જ ભવમાં મુક્ત થવાની તાલાવેલી લાગી હોય તેની છૂટવાની ભાવના કેટલી બળવાન હોય તે તીવ્રતા ‘વર્તે એવું શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જો' એ પંક્તિમાં જોવા મળે છે. આ તાલાવેલી રાજપ્રભુને સતત વર્તતી હતી તે સમજાય છે.
દર્શનમોહનો ક્ષય થયા પછી ચારિત્રમોહનો નાશ ક૨વા માટે જીવમાં મન, વચન તથા કાયાનું અર્પણપણું શ્રી સદ્ગુરુ અને શ્રી પ્રભુ પ્રતિ થતું જવું જોઇએ અને તેની વર્ધમાનતા પણ થવી જોઈએ. જ્યારે સ્વરૂપ સ્થિરતા મેળવવામાં બાધાકા૨ક થાય એવા તત્ત્વોનો ત્યાગ કરવાની શરૂઆત જીવ કરે છે ત્યારે તે પાંચમા ગુણસ્થાને આવે છે. અને જ્યારે તે ત્રણે યોગની અર્પણતા શ્રી પ્રભુ તથા શ્રી ગુરુને કરે છે ત્યારે તે છઠ્ઠા ગુણસ્થાને આવે છે, એ વખતથી જીવને પ્રભુની આજ્ઞાએ સતત રહેવાના ભાવ શરૂ થઈ વર્ધમાન થતા જાય છે. આ અવસ્થામાં તેનો સત્પુરુષ પ્રતિનો અહોભાવ તથા વિનયભાવ વધે છે, નિત્યનિગોદથી બહાર કાઢવાથી શરૂ કરી, વર્તમાન અવસ્થાએ પહોંચાડવામાં ઉત્તમ પુરુષોનો કેટલો મોટો ફાળો છે તે સમજાય છે, અને આવા ઉપકારી આત્માઓ પ્રતિ પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવની લાગણી તે વેદે છે, અને વધારે છે. આમ છઠ્ઠા ગુણસ્થાને બુદ્ધિ તથા લાગણીનું એકપણું થવાની શરૂઆત થતાં જે પરમેષ્ટિ જીવ કલ્યાણભાવ વેદે તેનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરવાની
૬૩