________________
પ્રકરણ ૧૯ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
“શ્રી” એટલે પોતાના અપૂર્વ ભાવને કારણે તથા આચરણને કારણે પૂજ્યતા પામી જગતગુરુના સનાતન પદને પામ્યા છે તેઓ. પંચ એટલે પાંચની સંખ્યા. જેમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી એ પાંચનો સમાવેશ કરાયો છે. “પરમેષ્ટિ” એટલે પરમ ઇષ્ટ કરનારા. જેઓ જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ કરવા માટે ઊંચામાં ઊંચું પદ પામ્યા હતા, પામે છે અને પામશે તેઓ – તેવા આત્માઓ. “પંચામૃત” એટલે પાંચ પ્રકારના પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐ’ પ્રકાશિત થાય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમય અમૃતથી જીવને સિધ્ધભૂમિના અમરત્વને આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. આ ‘ૐ’રૂપ અમૃત જે જીવ ગ્રહણ કરે છે તે સર્વોત્તમ અમરત્વની સિદ્ધિ મેળવે છે. બ્રહ્મરસ' એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના સહજાનંદને કારણે છલકતો પૌગલિક સુધારસ. “સમાધિ” એટલે આત્માની અમુક અપેક્ષાથી અકંપિત સહજ સ્થિતિ.
ૐની આકૃતિ એ સનાતન, નિરાકારરૂપ શુધ્ધ, શુધ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ એવા સિધ્ધાત્માનું મંગલમય પ્રતિક છે. ૐનું આ પ્રતિક અનાદિ અનંત છે. અને તે આકૃતિ સાકાર તથા નિરાકાર વચ્ચેનો ધર્મસેતુ છે. આ ૐનું સર્જન થાય છે નિરાકાર આત્માનાં નિરાકાર વેદનથી, પરંતુ એ જ નિરાકારતાને આકાર આપવા માટે તે નિરાકારતા દ્રવ્ય ૐનું બંધારણ પામી, સાકારને નિરાકાર થવાની પ્રેરણા આપે છે. અહો! આ કેવી વિચિત્રતા છે! જે અરૂપી આત્મા રૂપી પદાર્થને ગ્રહણ કરી, પોતાનાં અરૂપીપણાને રૂપી માને છે, તે જ રૂપી દ્રવ્ય જ્યારે ૐના નિરાકાર
૮૯