________________
કેવળી પ્રભુનો સાથ
ગુંજનનું રૂપ ધારણ કરે છે, ત્યારે તે રૂપી પદાર્થ અરૂપી પદાર્થને પોતાનાં અરૂપીપણાનું ભાન કરાવી, સ્વરૂપપ્રાપ્તિની ઊંચી પાયરીએ જવા પ્રોત્સાહિત કરે છે. અહો! અદ્ભુત સામર્થ્યવાન વિભુ! અમને અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે, કે આ ૐ આકારમાં એવી તે કઈ વિશિષ્ટ લાક્ષણિકતા છે કે તે પોતે રૂપી હોવા છતાં અરૂપી પદાર્થનાં અરૂપીપણાને વર્તમાન સ્થિતિ કરતાં વિશેષ ઊંચે લઈ જાય છે? શ્રી પ્રભુ આ પ્રશ્નનો ઉત્તર ૐ ધ્વનિથી સમજાવે છે. આ ૐૐ ધ્વનિને આ દીન, અલ્પજ્ઞ જીવ યથાર્થ રૂપે સમજે તે માટે, શ્રી ગુરુ સાથેના આત્માનુબંધી યોગના ઉદયને કારણે તથા તેમની પૂર્ણ આન્નાસિદ્ધિને લીધે, એ ધ્વનિ પોતાના નિરાકાર ભાવમાંથી નીકળી, યોગ્ય શબ્દદેહ ધારણ કરી, પ્રભુના ૐ ભાવની આજ્ઞા લઈ, શ્રી ગુરુરૂપે ઉત્તર આપે છે. તે હવે આપણે સમજવા પ્રયત્ની થઈએ.
ૐ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પૂર્ણ આજ્ઞાધીન કલ્યાણભાવનો પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાધીન આકાર છે. ૐનો આ પૌદ્ગલિક વિભાગ લોકકલ્યાણનાં આજ્ઞાધીનપણાથી ઉત્પન્ન થાય છે, તેથી જેમના અપૂર્વ સાથથી આ ૐની આકૃતિ બંધાય છે તે સર્વ પંચપરમેષ્ટિ ભગવંત કાં તો સ્વભાવ તરફના અને કાં તો સ્વભાવની નજીક લાવે તેવા ભાવમાં નિમગ્ન હોય છે. જ્યારે એમના ભાવ સ્વભાવમાં હોય છે કે સ્વભાવની નજીક લાવે તેવા ભાવમાં હોય છે ત્યારે એ ભાવના પુદ્ગલોમાં અંતરાય ગુણ ચડતા ક્રમમાં આરૂઢ થયો હોય છે. આવા અંતરાય ગુણથી આરૂઢ થયેલા અનંત પુદ્ગલના સ્કંધો જ્યારે વિવિધ સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત અને સિદ્ધ દ્વારા પ્રસારિત થાય છે, ત્યારે તે સ્કંધો એકબીજા સાથે રસાયણિક પ્રક્રિયા પામી એ જાતનો નો આકાર
બનાવે છે કે જે અંતરાયગુણની અપરિમિત સીમા બને છે. ૐના આ કલ્યાણમય પુદ્ગલ સ્કંધો જે જીવ પોતા તરફ ખેંચે છે તેને પહેલવહેલી વાર આ અંતરાય ગુણનો પરિચય થાય છે. જે ગુણ તેને વેદાતા અમુક અંતરાય કર્મને આત્માના કર્તાગુણ દ્વારા અકામ ભોક્તાપણું પમાડી, એ અંતરાય કર્મને અંતરાય ગુણમાં રૂપાંતિરત કરી, અકામ ભોક્તાને સકામ ભોક્તા બનાવી, સકામ કર્તાને નહિવત્
૯૦