________________
णारतिं सहते वीरे, वीरे नो सहते रतिं; जम्हा अविमणे वीरे, तम्हा वीरे न रज्जति ।।१४६।।
પરાક્રમી સાધક સંયમમાં ઉત્પન્ન થયેલી અરુચિને સહન કરતો નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ-રુચિને પણ સહન કરતો નથી. કારણ કે વીર સાધુ અન્યમનસ્ક થતા નથી, અર્થાત્ શાંત હોય છે. માટે વીર સાધક, કોઈ પદાર્થ પર રાગવૃત્તિ થવા દેતા નથી.
– શ્રી અચરાગ સૂત્ર અધ્યયન ૨, ઉદ્દેશ ૬
શ્લોક ૧૪૬.