________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની ઘણી ઘણી શુધ્ધતા આપે છે. આમ થવાનું કારણ એ સમજાય છે કે બોધ સાથે બોધ પરિણમાવવાનાં સાધનો જેવાં કે પાંચ સમવાય તથા પંચાસ્તિકાય પણ જીવ બોધનાં જ વાપરે તો નવાં પાંચ સમવાય તથા પંચાસ્તિકાય મેળવીને વાપરવાનો સમય બચી જાય છે. એ દ્વારા તે અન્ય જીવને પાંચ સમવાય તથા પંચાસ્તિકાયના ઉપયોગની અટકાયત કરતો નથી. પરિણામે તે બળવાન પરમાર્થ પુણ્ય ઉપાર્જન કરે છે, અને પરમાર્થ અંતરાયનો ક્ષય કરે છે. તેથી તે જીવ આજ્ઞામાર્ગમાં યથાર્થતાએ સહજતાથી ચાલી શકે છે. આજ્ઞામાર્ગમાં ચાલવાથી તેની મોહબુદ્ધિ તથા સુખબુદ્ધિ એક સાથે સમાન ઉત્કૃષ્ટતાથી નાશ પામતાં જાય છે. તેથી તેને દશાના ભાન સાથેની દશા વધતી જાય છે. આથી તેનાં ચારિત્રની વિશુદ્ધિ અને ખીલવણી વધે છે, અને તે માર્ગમાં વાયુવેગે આગળ વધી શકે છે, એટલું જ નહિ પણ, બીજાને ય આગળ વધવા માટે ખૂબ બળવાન નિમિત્ત થઈ શકે છે.
આમ જીવ જેટલો વિશેષ પુરુષાર્થ કરે છે એટલા વિશેષ કર્મના આશ્રવને તોડે છે, અને ગુણોને ગ્રહણ કરે છે. પરિણામે તે જીવ જે પરમાણુઓનો નિહાર કરે છે તેમાં પુરુષાર્થની ઉત્કૃષ્ટતાવાળા રૂપી કલ્યાણનાં પરમાણુઓ હોય છે. જેટલા પુરુષાર્થની ઉત્કૃષ્ટતાવાળા પરમાણુઓ વધારે એટલા વિશેષ પ્રમાણમાં પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ વધારે મજબૂત થાય છે. આ પરથી શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત સિદ્ધાંતની સમજણ આપે છે કે શ્રી સાધુસાધ્વીનાં કલ્યાણનાં પરમાણુઓની તીણતા, સૂક્ષ્મતા, તથા આજ્ઞાધીનપણાની માત્રાનાં તરતમપણાના આધારે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનાં બંધારણનો વેગ, તીક્ષ્ણતા, ઘટ્ટપણું તથા આજ્ઞાધીનપણું નિર્ધારિત થાય છે. આના આધારે શ્રી પ્રભુ એક બીજું રહસ્ય ખોલે છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતમાં અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુસાધ્વી સમાવેશ પામે છે. તેમાં સર્વ' વિશેષણ માત્ર સાધુસાધ્વીને અનુલક્ષીને જ વપરાયું છે. તેથી તેમાં કંઈક અદ્ભત રહસ્ય હોવું જોઇએ.
૧૨૧