________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત કે સિદ્ધ પદમાં આવનાર અન્ય કોઈ પદવીને જેમકે ઉપાધ્યાય, આચાર્યાદિને સ્પર્શે કે ન પણ સ્પર્શે, પણ તેઓ સહુ નિત્યનિગોદમાં પહેલા રુચક પ્રદેશની પ્રાપ્તિથી સાધુસાધ્વીપણાને તો જરૂર ભજે છે. જરા વિસ્તારથી વિચારતાં સ્પષ્ટતા વધે છે. ઉપાધ્યાયજી અન્ય પદવીધારી હોય અથવા ન પણ હોય એમ બને, આચાર્યજી પણ અન્ય પદવીધારી હોય વા ન હોય એમ થાય, ગણધર પણ પંચપરમેષ્ટિ પદમાં અન્ય પદવી પામે કે ન પામે એ સંભવિત છે. એવું જ શ્રી અરિહંત પ્રભુની બાબતમાં પણ બની શકે છે, આમ સર્વ પંચપરમેષ્ટિ માત્ર પોતાને મળેલી પદવી અને સિધ્ધપદ માણે, કોઈક માત્ર સિધ્ધપદમાં જ આવે એમ બને છે, અને ક્યારેક પંચપરમેષ્ટિની એક કરતાં વધારે પદવી અનુભવે એવું પણ થાય છે, તો કોઈક અપવાદરૂપ આત્મા પાંચે પદવીની અનુભૂતિ માણનાર પણ થાય છે. સિદ્ધ સિવાયની પદવી ધરનાર ઓછામાં ઓછી બે પદવીના ધરનાર થાય છે. તેમને સિધ્ધપદની પ્રાપ્તિ અવશ્ય થતી હોવાથી બે પદવીનો લાભ મળે છે. અને કેટલાંકને બેથી પણ વધારે પદવીનો લાભ મળે છે. જેમાંથી એક મુખ્ય અને બીજી ગૌણ હોય છે. જે પદવી મુખ્યપણે હોય તેની એકની ગણતરી સામાન્ય રીતે થાય છે, પણ તે આત્માને કલ્યાણભાવની અનુભૂતિ તો જેટલી પદવીનો સ્પર્શ પામ્યા હોય તે સર્વની થાય છે. આમ છતાં પ્રત્યેક પરમેષ્ટિ પદના ધર્તા નિત્યનિગોદથી શરૂ કરી સિધ્ધભૂમિના નિવાસના અનંતકાળ સુધી સાધુસાધ્વીપણાને તો ભજે જ છે.
સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભર્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ નિશ્ચિત કહી શકાય. સર્વ સમૂહગત આત્માની અપેક્ષાએ આજ્ઞાધીનપણાનો સર્વ સમય તથા કાળ સાધુસાધ્વીપણાની ભજનાનો ગણાય છે. આ રહસ્યને શ્રી પ્રભુએ “સર્વ શબ્દના ઉપયોગમાં ગૂંથી લીધું છે. જ્યારે આ આજ્ઞાધીનપણી સાથે પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ
૧૨૨