________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
થાય છે, ત્યારે સાધુસાધ્વીનાં સાધુસાધ્વીપણાનાં (તેમનાં આજ્ઞાધીનપણાનાં), ઉપાધ્યાયજીનાં સાધુસાધ્વીપણાનાં અર્થાત્ તેમનાં આજ્ઞાધીનપણાનાં, આચાર્ય અને ગણધરનાં સાધુસાધ્વીપણાનાં એટલે કે તેમનાં આજ્ઞાધીનપણાનાં, અરિહંત તથા સિધ્ધપ્રભુનાં સાધુસાધ્વીપણાનાં બબ્બે તેમનાં આજ્ઞાધીનપણાનાં પરમાણુઓ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનાં બંધારણમાં પાયારૂપ (base) થાય છે. આ નિયમ સમજાવવા “સર્વ' શબ્દનો ઉપયોગ મહામંત્રમાં થયેલો જોવા મળે છે. અહીં શ્રી પ્રભુ સર્વ પરમેષ્ટિને આ શબ્દથી ચેતવણી આપે છે કે જો તમે પ્રમાદી થશો તો પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ યથાયોગ્ય થઈ શકશે નહિ, કારણ કે એક પણ પરમેષ્ટિની અનુપસ્થિતિ ઇચ્છિત કાર્યસિદ્ધિને લંબાવી નાખશે; જે પ્રમાદી આત્માને પરમાર્થની અંતરાય બંધાવાનું બળવાન કારણ થશે. માટે સાધુસાધ્વીનો આજ્ઞાપાલનનો ગુણ વિના અપવાદે સર્વ પરમેષ્ટિને લાગુ પડે છે. તેમાં પણ ખાસ કરીને જે પરમેષ્ટિ છદ્મસ્થ છે તેવા ઉપાધ્યાય, આચાર્ય તથા ગણધરાદિને જેમને પ્રમાદનો સંભવ છે તેમના માટે આ ખાસ ચેતવણી છે. તે સહુએ છદ્મસ્થ દશામાં કલ્યાણનું કાર્ય કરવાનું હોવાથી, તેઓમાંનો કોઈ પણ જીવ એમ વિચારે કે, “હું કલ્યાણકાર્ય કરું છું તેના બદલામાં આજ્ઞાધીનપણામાં થોડા નબળો રહીશ તો ચાલશે” – આવા ભાવમાં જીવ ચાલ્યો ન જાય તે માટે પ્રભુજી ચેતાવે છે કે, “કલ્યાણકાર્ય કરતાં જો તારા સાધુસાધ્વીપણામાં – આજ્ઞાધીનપણામાં ખાંચ આવશે તો પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનાં બંધારણમાં વાંધા પડવાથી, આ કલ્યાણકાર્ય કરતી વખતે તું પાપશ્રમણીય બની જઈશ. તેથી કલ્યાણકાર્યના વિલંબને તો હજુ પણ પહોંચી શકાશે, પરંતુ સાધુસાધ્વીપણાનાં પાલનમાં એક સમયનો પણ વિલંબ સહી શકાશે નહિ.' આવા જ ઉત્તમ હેતુથી શ્રી મહાવીર પ્રભુએ સાધુસાધ્વીના છત્રીશ ગુણો કેળવવાની શિખામણ આપતાં છત્રીશ વખત તેમના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમ સ્વામીને “એક સમયનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એવો બોધ આપ્યો હતો. આ સિદ્ધાંત પૂર્ણાત્મા શ્રી અરિહંત, કેવળી તથા સિદ્ધાત્મા માટે એટલા જ મહાભ્યથી લાગુ પડે છે. અરિહંત કે કેવળી પરમાત્માનું એમની
૧૨૩