________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી ઉપાધ્યાયજી લાક્ષણિક પુરુષાર્થને યોગ્ય વિનય તથા આભારની લાગણીથી સુશોભિત કરી શ્રી આચાર્યજી, ગણધરજી, અરિહંત પ્રભુ તથા સિદ્ધ થતા પરમાત્મા આજ્ઞા અનુસાર અરૂપી પુરુષાર્થને રૂપીપણું આપે છે. આચાર્ય તથા ગણધર યોગ્ય યોગ્ય સમયે ધર્મનો બોધ વાણી દ્વારા આપે છે. શ્રી અરિહંતપ્રભુ પૂર્ણ વીતરાગ હોવા છતાં તેઓ આજ્ઞાનુસાર દેશના પ્રકાશવા દ્વારા ધર્મબોધ કરે છે. અને સિદ્ધ થતા પરમાત્મા કેવળી સમુદ્ધાતમાં કલ્યાણનાં પરમાણુઓને ઉત્કૃષ્ટ આકાર આપી ધર્મબોધ કરે છે. શ્રી સિદ્ધ ભગવાન અરૂપી ગુણોને સતત માણતા હોવા છતાં, કેવળી સમુદ્ધાતના પુરુષાર્થને લીધે સિદ્ધ ભૂમિમાં ચરમદેહના બે તૃતિયાંશ ભાગમાં રૂપીપણે આકાર ધારણ કરે છે. અહો! પ્રભુની કૃપા અપરંપાર છે કે દીન, મંદબુદ્ધિ છતાં આજ્ઞાધીન દાસને અતિ સરળ, સુગમ તથા સચોટ ભાષાથી આવા સૂક્ષ્મ ભેદ રહસ્યોની સમજણ આપી છે. હવે તેમની કૃપાથી અને આજ્ઞાથી પંચપરમેષ્ટિના અંતિમ ઇષ્ટદેવ સાધુસાધ્વીજીનો આ કાર્યમાંનો ફાળો સમજીએ.
- શ્રી સાધુસાધ્વીજીની મુખ્ય લાક્ષણિકતા એ છે કે મળતા જ્ઞાનબોધને યથાર્થ રીતે સાંભળવો, અપ્રમત્ત બની એ બોધને પોતાની પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞાનો સદુપયોગ કરી, તેના શબ્દો તથા ભાવ સહિત યથાર્થરૂપે આરાધનમાં વણી લેવો. આ ગુણનો યથાર્થ વિચાર કરવાથી તેમાં આખો મોક્ષમાર્ગ સમાઈ ગયેલો જોવા મળે છે. તેમના આ ગુણમાં ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ, આજ્ઞામાર્ગ, નિર્ગથમાર્ગ, નિર્વાણમાર્ગ તથા પરિનિર્વાણમાર્ગ સમાઈ જાય છે. આ વિશે ઊંડાણમાં જતાં સ્પષ્ટ થાય છે કે જેટલા ઓછા સમયમાં જીવ આ બોધને આત્મસાત કરી પોતાના પુરુષાર્થમાં વણી લે છે, તેટલી ઝડપથી તે જીવ બોધનાં ભેદરહસ્યોને પામવાના અંતરાય તોડી શકે છે. બોધ મળ્યા પછી અંતરમુહૂર્ત કાળમાં જ જો જીવ એને પુરુષાર્થમાં પરિણમાવી શકે તો તે બોધના પંચાસ્તિકાય સક્રિય હોવાને લીધે તેની આહાર, વિહાર તથા નિહારની પ્રવૃત્તિ બોધના સમવાયની સહાયથી થાય છે, જે આજ્ઞાની પરમ વિશુદ્ધિ તથા પાંચ
૧૨)