________________
કેવળી પ્રભુનો સાથ
આ બંનેના સરવાળાથી ધર્મનું સનાતનપણું અને મંગલપણું અનાદિ અનંત બને છે. આ હાર્દ પકડાતાં હ્રદય પોકારે છે કે,
“અહો! શ્રી તીર્થંકર પ્રભુ! તમારો સનાતનપણા સહિતનો કલ્યાણભાવ અન્ય પરમેષ્ટિના મંગલપણાના ભાવને યોગ્ય સમતોલન આપે છે. તે પરથી તમારા પુરુષાર્થની તીક્ષ્ણતા અને ઊંડાણનો ખ્યાલ આવે છે. હે પ્રભુ! તમારા જેવા અપૂર્વ પુરુષાર્થને પ્રાપ્ત કરી અમારાં મન, વચન, કાયા તથા આત્માના પ્રદેશે પ્રદેશ સર્વકાળ માટે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ પામો. આ સનાતન અને મંગળ ધર્મના હેતુની અપેક્ષામાં પરમ ઇષ્ટ એવો પૂર્ણ આજ્ઞામાર્ગ નિરુપાયો છે, તેથી સમજાય છે કે જો શ્રી અરિહંતપ્રભુ તીર્થંક૨૫ણામાં ધર્મનું સનાતનપણું ભાવત નહિ કે આચરત નહિ તો ધર્મનું મંગલપણું વિસરાઈ જાત, અને આજ્ઞામાર્ગ ઉપસ્થિત ન રહેત. પ્રભુ! તમારા ઉપકાર માટે અહો! અહો! વારંવાર અહો !”
શ્રી પ્રભુએ આપેલા આ આજ્ઞામાર્ગને ઓળખવામાં, સમજવામાં, તથા આચરવામાં વિઘ્ન કરનાર મૂળ કર્મ છે અંતરાય કર્મ. આ કર્મનું સામ્રાજ્ય કર્મરૂપી શત્રુમાં છવાયેલું અનુભવાય છે. મોહરાજાના શાસનને જીવિત રાખનાર અંતરાય અપ્રમત્તપણે સતત સક્રિય રહે છે; એટલું જ નહિ પણ વિભાવની પૂર્ણ આજ્ઞામાં રહી, પોતે જ કર્મરૂપી અજીવ પદાર્થને જીવ જેવા ચેતન પદાર્થ ૫૨, અક્રિય રૂપ હોવા છતાં સક્રિય કરે છે.
અંતરાય કર્મ મૂળભૂત ઘાતીકર્મ છે. અને આત્માનાં અનંત વીર્યને હણે છે. આ કર્મ જીવનાં ભૂતકાળનાં વિભાવનાં કર્તાપણાને અને ભાવિનાં તથા વર્તમાનનાં ભોક્તાપણાને અનિવાર્યતા આપે છે. આ કાર્ય માટે અંતરાય પોતે જ કર્તા બને છે. તે અન્ય ભાવ, પદાર્થ કે વસ્તુ પર વિશ્વાસ રાખતું નથી, તેથી તે આઠે કર્મની સર્વ પ્રકૃતિ સાથે જોડાયેલું રહે છે. અર્થાત્ તે ઘાતી કે અઘાતી સર્વ કર્મ સાથે સંબંધિત રહે છે. આને લીધે ઘાતી અઘાતી કર્મ પ્રકૃતિથી સાવ જુદાં હોવા છતાં એક પરિવારની જેમ જીવના પ્રદેશો પર બિરાજે છે. આમ કર્મ પરિવારને એકત્રિત કરનાર અને રાખનાર સદસ્ય છે અંતરાય કર્મ.
૩૪