________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
અંતરાય કર્મની બીજી લાક્ષણિકતા એ છે કે તે કોઈ પણ વાર એકલું આવતું નથી, તેની નજીકમાં નજીકના સાથીદાર છે વેદનીય કર્મ. અંતરાય અને વેદનીય સદાકાળ માટે દાંપત્ય જીવન ભોગવે છે. બંનેને અવિનાભાવિ સંબંધ છે. અહીં નવાઈની વાત તો એ છે કે શ્રી પ્રભુએ કર્મના ઘાતી અઘાતી એવા બે વિભાગ બતાવ્યા છે. જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ જુદાં પ્રકારે છે; તો અંતરાય કર્મ જે મૂળથી ઘાતી છે અને વેદનીય છે મૂળથી અઘાતી છે તે બંને એક સાથે અનંતાનંત કાળ માટે અનાદિ અનંત સ્વરૂપે કેવી રીતે રહે છે? જ્યાં આપણી મતિ અલ્પ જ છે, ત્યાં પ્રભુના આશ્રયથી જ આવા ગૂઢ, રહસ્યમય અને અટપટા સવાલોનો ખુલાસો આપણે સમજી શકીએ તેવી ભાષામાં મળે તેમ છે, તેથી જ આપણે પ્રભુને પ્રાર્થીએ કે –
અહો! અંતરાયરૂપી કાલિનાગના શરીર પર બિરાજમાન નંદગોપાલ! અસહ્ય વેદના દેનાર વેદનીય કર્મને સ્વસ્વરૂપનાં વેદનમાં સદાકાળ માટે પલટાવનાર, અનંત જ્ઞાનદર્શન તથા યથાપ્યાત ચારિત્રને ખીલવનાર અને સર્વ સિદ્ધિને પૂર્ણરૂપે પ્રગટાવનાર હોવા છતાં પૂર્ણાતિપૂર્ણ એવા સર્વ પંચપરમેષ્ટિની પૂર્ણ આજ્ઞામાં રહી, વીતરાગી શુકુલ સ્વરૂપને માણનાર શ્રી સિદ્ધ પ્રભુ ! તમારા આ અવર્ણનીય પુરુષાર્થને અમારા વંદન હો. અંતરાય કર્મના ગર્વને તોડવા ઉત્તમ માર્ગ આપી અમારા પર અપરંપાર ઉદારતા અને કરુણાનો ધોધ વરસાવી તમે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ માટે આપને ખૂબ ભાવથી વંદન કરી, પ્રાર્થીએ છીએ કે અમારે તમારી આજ્ઞામાં જ રહેવું છે, જેની સહાયથી આ ભયંકર સર્પનાં ઝેરને અમે સિદ્ધભૂમિનાં અમૃતમાં પરિણમાવીએ. વિચાર કરતાં આ કાર્ય કરવું દુષ્કર લાગે છે, પણ પ્રભુ! તમે તો પૂર્ણ છો, તેથી અમને આ માર્ગ કૃપા કરી સમજાવો, અને એ સમજણ અમને અમારા પ્રદેશ પ્રદેશમાં વેદાવો, જેથી એ સમય માત્રના અનુભવથી સર્વકાળ માટે જીવને શિવમાં પલટાવી દઈ શકીએ.”
શ્રી પ્રભુની કરુણાનો સ્વીકાર કરી, જીવ જ્યારે પ્રભુને સંબોધી યાચના કરે છે ત્યારે સહજતાએ જીવમાં સમજણ આવતી જાય છે. પ્રભુની આવી પ્રભુતામાં
૩૫