________________
કેવળી પ્રભુનો સાથ
સરળતા, ભક્તિ, વિનય અને આજ્ઞા જોવા મળે છે. પ્રભુ કેવા રૂડા છે? જે જીવ વર્તમાનમાં એમના કરતાં ઘણો નબળો છે, તે તેમને સહૃદયતાથી પ્રાર્થે છે ત્યારે પ્રભુ એ સમર્પણભાવ સ્વીકારી સરળતાથી, ભક્તિભાવથી, વિનયથી તથા પૂર્ણ આજ્ઞાથી એ જ્ઞાનને વિના વિલંબે એના તરફ વહાવે છે. પૂર્ણતાવાળા પ્રભુ પણ આ ગુણોના દાસ છે, અને આપણે એ પ્રભુના દાસ છીએ, તેથી આપણે આ ગુણોના દાસાનુદાસ બનીએ છીએ. પરિણામે પ્રભુના ગુણોને ભાવપૂર્વક વિચારતાં પ્રશ્નોનું સમાધાન મળી જ જાય.
ભૂતકાળમાં સેવેલા વિભાવથી બંધાયેલા અંતરાયને લીધે જીવને વર્તમાનમાં એ અંતરાયનો ઉદય ભોગવવો પડે છે. આ અંતરાય વેદતાં જીવ વળી વિભાવનો સહારો લઈ નવી અંતરાય બાંધે છે, અનાદિકાળથી આ કાર્ય પરંપરાએ ચાલતું આવ્યું છે. કર્મસિદ્ધાંતથી આ પ્રક્રિયા સમજવી હોય તો આ પ્રકારે સમજાય.
વર્તમાનમાં જીવને સંસારના પરપદાર્થો પ્રતિ પ્રીતિ અપ્રીતિ થયા કરે છે. જ્યાં એનું વીર્ય ઇચ્છાગત ભાવને પૂરા કરે છે ત્યાં તેને પ્રીતિ થાય છે, અને જ્યાં ઇચ્છાગત ભાવ પૂરા કરવામાં વીર્ય ઓછું પડે છે ત્યાં તેને અપ્રીતિ થાય છે. એમાં અંતરાય કર્મનો ફાળો આવે છે. જીવ મોહરાજાનો બંદી બન્યો છે; માટે એને અંતરાયકર્મ રૂપ સેનાપતિ તથા સેનાગણના તાબામાં રહેવું પડે છે. આ અંતરાય કર્મ તેને બે રૂપે પરિણમે છે (૧) કર્તાપણે (૨) ભોક્તાપણે.
પૂર્વભૂલ તથા વિભાવને કારણે જીવને વર્તમાનમાં અંતરાય વેદવી પડે છે. આ અંતરાય વેદતી વખતે જીવ જો મોહરૂપી વિષનું પાન કરતો હોય તો એ વેદનમાં આર્ત તથા રૌદ્ર પરિણામ થતા હોવાથી જીવ નવી અંતરાયનો કર્તા થાય છે, અને તેનાં ફળરૂપે ભાવિમાં તેણે અંતરાયના ભોક્તા થવું પડે છે. જીવ જ્યારે અંતરાય કર્મનો ભોક્તા થાય છે ત્યારે તેની સાથે તે વેદનીય કર્મ પણ ભોગવે છે. પરંતુ આ વેદન વેદનીય કર્મના તાબાનો વિષય છે. અહીં પ્રભુ આપણને એ ગુપ્ત સિદ્ધાંત સમજાવે છે કે કર્મનાં ભોક્તાપણામાં વેદનીય કર્મ અનિવાર્ય છે; અને કર્તાપણામાં અંતરાયકર્મ અનિવાર્ય છે. આ કર્તાપણું તથા ભોક્તાપણું એટલે આત્માનાં છે પદમાંના બે પદ,
૩૬