________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
તે બંને આત્મા સતત અનુભવતો રહે છે. તે કર્તાપણું તથા ભોક્તાપણું બે વિભાગમાં વિભાજિત થાય છે (૧) છદ્મસ્થ અવસ્થામાં (૨) પૂર્ણ અવસ્થામાં.
છદ્મસ્થ સ્થિતિમાં જીવ કર્મનાં પરમાણુઓને સતત ગ્રહે છે તથા છોડે છે. કર્મ પરમાણુને છોડતી વખતે જીવ એ પરમાણુઓને વિપાકરૂપે અથવા પ્રદેશોદયથી વેદે છે. કર્મ વિપાકરૂપે વેદાય છે ત્યારે જીવ શરીર દ્વારા પ્રદેશથી વેદન કરે છે, આથી વેદનીય કર્મ તેને ઘાતી-અઘાતી કર્મરૂપે પરિણમે છે. જ્યાં વેદનીય કર્મ આકરું હોય અર્થાત્ વેદનનાં દ્વાર વધારે હોય ત્યારે કર્માશ્રવ વિશેષ થાય તેવું ભયસ્થાનક રહે છે. અહીં એ જીવ પ્રદેશોદયથી કર્મને ભોગવવાનાં અંતરાય વેઠે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જે વિપાક ઉદયને જીવ વેદે છે તે એનું વેદનીય કર્મ છે; અને પ્રદેશોદયથી તે કર્મને વેદવાનું તેનાથી બનતું નથી તે એનું અંતરાય કર્મ છે. આમ છદ્મસ્થ અવસ્થામાં વેદનીય તથા અંતરાય કર્મ જોડીદારની જેમ આત્મા પર રાજ કરે છે. આ જ પ્રમાણે જ્યારે જીવ પ્રદેશોદયથી કર્મ વેદે છે ત્યારે તેનું પ્રદેશોદયનું વેદનીય ભોગવાય છે (માત્ર થાતી વેદનીય છે) અને વિપાક ઉદયનું અંતરાય વેદાય છે. આમ વેદનીય કર્મ એ અંતરાય કર્મને પરિણમાવવાની પરિભાષા છે. નીચેનાં વચનો જુઓ
૧. પૂર્વની અંતરાય પાંચ સમવાયથી વર્તમાનમાં ઉદિત થાય છે.
૨. અંતરાયનો ભોકતા બની વેદનીય કર્મનો કર્તા તથા ભોક્તા થાય છે.
૩. વેદનીયના કર્તા-ભોક્તા થવાના કારણે વિભાવ કરી જીવ અંતરાય કર્મનો કર્તા થાય છે.
૪. અંતરાય ભાવિમાં નિકાચીતપણે આવતું હોવાથી તે અંતરાયના કર્તા સાથે વેદનીયનો ભોક્તા થાય છે.
૫. વેદનીય અને અંતરાય અન્યોન્યપણે સત્તાગત બને છે.
આમ અંતરાય કર્મ અને વેદનીય કર્મ અવિનાભાવી સંબંધ ધરાવે છે. પૂર્ણ પ્રભુની અપેક્ષાએ આ સિદ્ધાંત કેમ છે ?
૩૭