________________
પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
દશા સર્વ જીવને ઉત્તમ શ્રેણિ પ્રતિ દોરનાર છે તે સહેલાઈથી સમજી શકાય એવી બાબત છે.
આવા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપના પ્રભાવથી મુનિના આત્મપ્રદેશો પરથી સતત કલ્યાણભાવ વહેતા જ રહે છે, જે તેમને આત્મસુખની લીનતામાં વધારે એકાગ્ર કરે છે; કારણ કે જ્યારે સહુ જીવ માટે તેમના આત્મપ્રદેશો પરથી કલ્યાણભાવના પરમાણુઓ છૂટે છે ત્યારે તે જગ્યાએ અવકાશ સર્જાય છે, અને એ વખતે કષાય નહિવત્ હોવાથી મુનિને પોતે વહાવ્યા છે તેથી વિશેષ ઉચ્ચ પ્રકારનાં કલ્યાણનાં ૫૨માણુઓ એ અવકાશ પૂરવા પ્રાપ્ત થાય છે.
આમ બાહ્યથી અને અંતરથી આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું પાલન કરવાથી મુનિની ક્ષપક શ્રેણિએ ચડવાની તૈયારી થતી જાય છે. આ શ્રેણિને યોગ્ય શુભ અને શુદ્ધ કલ્યાણનાં પરમાણુઓ આત્મપ્રદેશ પર એકઠાં થાય છે. તેના સાથથી આત્મા સંવર પ્રેરિત મહાસંવરને ઓળંગી, કલ્યાણ પ્રેરિત મહાસંવરથી આગળ વધી આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની આરાધના કરે છે, જેમાં તેનો કલ્યાણભાવ પણ આજ્ઞાધીનપણે પ્રસરે છે. જે પુરુષાર્થ મોટા ભાગના આત્માઓ શ્રેણિ દરમ્યાન કરે છે, તે પુરુષાર્થ જે આત્મા શ્રેણિ પહેલાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરે છે તેની શ્રેણિ વધારે શુધ્ધ અને નાના ગાળાની થતી જાય છે. તેથી શ્રેણિને ઉત્તમોત્તમ કરવા રાજપ્રભુ આ આરાધન શ્રેણિ પહેલાં જ કરવા ઇચ્છે છે. આવી વિશિષ્ટ ઝડપથી આરાધન કરી, આગળ શ્રેણિએ જવાનું કાર્ય તેરમી ચૌદમી કડીમાં તેમણે મૂક્યું છે. બાર કડી સુધી ૬-૭ ગુણસ્થાનની વર્તના તથા કર્તવ્ય ફ્રૂટ કરી શ્રેણિની મનીષા જણાવી છે.
એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો,
શ્રેણિ ક્ષપક તણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો. અપૂર્વ ... ૧૩
૭૭