________________
કેવળી પ્રભુનો સાથ
એક સાથે વેદાય છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની નિષ્કારણ કરુણા માટે અહોભાવ વેદવો તે આભાર છે. જીવ પંચપરમેષ્ટિનાં પરમાણુનાં ગ્રહણ દ્વારા પૂર્વમાં જે પરમાણુઓ ઓછા કર્યા હતા તે પૂરવાના ભાવ કરે છે. આ ભાવ જ્યારે ખૂબ ઉગ્ર રૂપ ધારણ કરે છે ત્યારે એ પ્રવાહીમાંથી ગુણો જુદા પડી આત્માના પ્રદેશમાં ભળી જાય છે, અને તેની સાથે આભારભાવ વેદી, તે ગુણોની જગ્યામાં પોતાનો આજ્ઞારસ ઉમેરી પ્રવાહીને ફરીથી ઉપર જવા ગતિ આપે છે. આ ગતિ આજ્ઞા પ્રેરિત હોવાને લીધે સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, અરિહંત તથા સિધ્ધના પ્રવાહીઓ એકરૂપ બની, તેનું ઘનસ્વરૂપ થઈ એ પરમાણુ લોકના પ્રદેશ ૫૨ ગતિ કરે છે. આમ આ પ્રક્રિયા દ્વારા જીવ ગુણગ્રહણ કરતો જાય છે, તેની સાથે સાથે પંચપરમેષ્ટિનાં ઉત્તમ કલ્યાણનાં પરમાણુઓને લોકમાં વહેવડાવી, એ ગુણોને ગ્રહણ કરવાના અંતરાયનો ક્ષય કરી, પોતે ઋણથી મુક્ત પણ થતો જાય છે. આ પ્રક્રિયા કરતાં જીવ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, તથા ત્રણ ગુપ્તિનું પાલન ઉત્તમતાએ તથા સૂક્ષ્મતાએ કરી આચાર્યજીના ચારિત્રાચારનું પાલન શ્રેષ્ઠતાથી કરે છે.
શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આપણે જાણી શક્યા છીએ કે શ્રી આચાર્યજીનો પુરુષાર્થ જીવની બ્રહ્મરસ સમાધિને કેવી રીતે વિકસાવે છે, અને પ્રગતિ કરાવે છે. હવે આપણે શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતા શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજીએ. આ પુરુષાર્થ કેવી રીતે જીવના પુરુષાર્થને જગાડી, તેને બ્રહ્મરસ સમાધિમાં વધારે ઉગ્રતાથી લઈ જાય છે, તે જાણીએ. અહો શ્રી પ્રભુ! તમારી અનંત કૃપા, અનંતાનંત આજ્ઞારૂપ ઠંડક, સર્વ જીવો પર લોકના સમસ્ત ભાગમાં એક રૂપે, સમાન ભાવથી અને સમાન ઉત્કૃષ્ટતાથી વરસે એ જ અમારી પ્રદેશેપ્રદેશની ભાવના છે.
શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતાનો વિચાર કરતાં સ્પષ્ટતા થાય છે કે તેઓ અરૂપી પંચપરમેષ્ટિના સાથને, પોતે ગ્રહણ કરી, રૂપી બનાવી, શબ્દદેહ આપી, સુંદર, સરળ, મધુર, સત્ય અને કલ્યાણકારી વાણી દ્વારા
૧૧૬