________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
વહાવે છે. આ કાર્ય કરવા માટે ગુણની અપેક્ષાએ વિચારીએ તો એમની કલ્યાણ કરવાની અને પંચપરમેષ્ટિ દ્વારા કલ્યાણ કરાવવાની સ્પૃહા પોતાના પુરુષાર્થ કરતાં વધારે છે. એમના એ ગુણને આપણે સાદી ભાષામાં તેમની નિઃસ્વાર્થ ભાવના કહી શકીએ. પરંતુ સૂક્ષ્મ અપેક્ષાએ સ્પૃહાને લીધે શ્રી પ્રભુ એ ગુણને ‘નિ:સ્વાર્થ સ્વાર્થ' તરીકે ઓળખાવે છે. આ ગુણને વિશેષતાએ વિચારવાથી શ્રી પ્રભુ જ્ઞાનદાન કરી આપણને કૃતાર્થ કરે છે. શ્રી પ્રભુની પરમેષ્ટિ આજ્ઞાથી આ કાર્યની સિદ્ધિ થઈ છે.
શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની મુખ્ય લાક્ષણિકતા ઉપર કહ્યું તેમ અરૂપીને રૂપી આકાર આપવાની છે. આ કાર્યની સિદ્ધિ કરવા માટે ભાષાજ્ઞાન તથા અરૂપીને રૂપી કરનાર જ્ઞાનદર્શનનો વિશેષ ઉઘાડ જરૂરી છે. આ કાર્યની સિદ્ધિ કરાવવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પરમાણુઓ એમને રૂપી આકાર આપવાની સિદ્ધિ આપે છે. આમ કઈ રીતે થાય છે તે જાણવા શ્રી પ્રભુની કૃપાથી પ્રયત્ન કરીએ. શ્રી ઉપાધ્યાયજી મુખ્યતાએ આજ્ઞામાર્ગથી આગળ વધ્યા હોય છે. તેથી જ્યારે જ્યારે તેઓ કલ્યાણનું કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તેમના બધા જ પ્રયત્નો આજ્ઞામાં રહીને થતા હોય છે. આ આજ્ઞાનું મહાભ્ય એ છે કે એ સર્વનાં કલ્યાણનાં કાર્યમાં એમને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આજ્ઞારસ તેમનાં કલ્યાણનાં પરમાણુ દ્વારા રસરૂપે મળે છે. આ પરમાણુઓ સામાન્ય રીતે અર્ધપ્રવાહી સ્થિતિનાં (semi solid viscous form) હોય છે. કારણ કે આ પરમાણુઓ તેમને શ્રી આચાર્યજી પાસેથી તૈયાર શેરડીના રસની જેમ આજ્ઞારસમાં પરિણમેલા મળે છે. આ આજ્ઞારસ સર્વ પંચપરમેષ્ટિ ભગવંતનો હોય છે. તેથી તેમાં લગભગ સમાન સ્પૃહા તથા નિસ્પૃહતા રહેલાં હોય છે. બીજી અપેક્ષાએ કહીએ તો તેમાં લગભગ સમાન અરૂપીપણું તથા રૂપીપણું હોય છે. શ્રી આચાર્યજીને લગભગ આવો જ આજ્ઞારસ મળે છે, પણ તેઓ એમના પુરુષાર્થથી રૂપી ભાગને અરૂપી કરે છે. શ્રી ઉપાધ્યાયજીને એમના પુરુષાર્થથી અરૂપી ભાગને રૂપી બનાવવા સર્વ સપુરુષોનો આજ્ઞારસ શ્રી પંચપરમેષ્ટિના આજ્ઞારસ સાથે ભેળવવો પડે છે. શ્રી સરુષોના આજ્ઞારસની
૧૧૭