________________
કેવળી પ્રભુનો સાથ
એમને એટલા માટે જરૂર પડે છે કે સર્વ સત્પરુષો છદ્મસ્થ અવસ્થામાં નિયમથી પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામતા નથી. કારણ કે જે સત્પરુષો છદ્મસ્થ અવસ્થામાં પચપરમેષ્ટિ પદમાં આવતા નથી તેઓ પોતાનાં દેવ, ગુરુ, ધર્મ તથા શાસ્ત્રને અન્ય દેવ, ગુરુ, ધર્મ તથા શાસ્ત્ર કરતાં વિશેષ પ્રાધાન્ય આપતા હોય છે. એટલે કે તેમના ધર્મનું મંગલપણું માત્ર પોતાનાં દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રના મંગલપણામાં સમાઈ જાય છે, એમની મંગલપણાની સ્થિતિ મર્યાદિત થઈ જાય છે. આવા સપુરુષો ભલે નિશ્ચયનયથી સર્વ પંચપરમેષ્ટિ પાસેથી વીર્ય લેતા હોય છે, પણ તેઓ એ પરમાણુઓનો નિહાર માત્ર પોતાનાં દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રના માધ્યમથી જ કરતા રહે છે. આવા સર્વ સપુરુષોના આજ્ઞારસનો સંચય કરવામાં આવે તો એ આજ્ઞારસની મુખ્ય લાક્ષણિકતા એ થાય છે કે તે અરૂપી આજ્ઞારસને રૂપી આજ્ઞારસમાં રૂપાંતરિત કરી શકે છે. આ ગુણનો ઉપયોગ કરી શ્રી ઉપાધ્યાયજી પંચપરમેષ્ટિના આજ્ઞારસના અરૂપી ભાગનું રૂપીપણું સહજતાએ આજ્ઞામાર્ગથી કરી શકે છે. આ પુરુષાર્થથી થતો લાભ વિચારવા યોગ્ય છે.
કલ્યાણભાવના આજ્ઞારસનાં રૂપી પરમાણુઓ અરૂપી પરમાણુ કરતાં વર્તમાન કાળમાં ગ્રહણ કરવા વધારે સહેલાં છે. કલ્યાણભાવના આજ્ઞારસનાં રૂપી પરમાણુઓનું તેજ તથા વીર્ય મર્યાદિત કાળ માટે હોય છે, પરંતુ એ મર્યાદિત કાળમાં એ પરમાણુઓના રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ ગુણો વધારે સ્થૂળરૂપે હોવાને લીધે તેને ઓળખવાનું કાર્ય અજ્ઞાની કરતાં જ્ઞાનીને ઘણું સહેલું બને છે. પણ આ પ્રક્રિયા વિચારતાં સવાલ થાય છે કે, આપણી સમજ પ્રમાણે કલ્યાણનાં અરૂપી પરમાણુઓ વધારે શુદ્ધ, લાંબા સમય સુધી ટકનારા, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું વધારે શુદ્ધિથી પાલન કરવામાં સહાય કરનારા છે. તો આવા અરૂપી પરમાણુને રૂપી બનાવવાથી ઉપાધ્યાયજી પાપશ્રમણીય થતા નથી? શ્રી પ્રભુની અમૃતમય તથા ઇષ્ટ, મિષ્ટ અને શિષ્ટ વાણીમય ૐના અપૂર્વ ગૂંજનથી આનો ખુલાસો મળે છે, તથા એ જવાબ બરાબર સમજાય પણ છે. પ્રભુકૃપાથી આ જવાબને શબ્દદેહ આપવાનો પુરુષાર્થ કર્યો છે.
૧૧૮