________________
કેવળી પ્રભુનો સાથ
આદિ વિવિધ નામે ઓળખાય છે, જેમાં તેમના કોઈ ને કોઈ ગુણનું પ્રતિબિંબ જોવા મળે છે. આવા વિવિધ નામોનો ઉલ્લેખ કરી છેલ્લી કડીમાં તેઓ જણાવે છે કે અનેક ગુણોના ધારક પ્રભુ અનેક નામથી ઓળખાય છે; અર્થાત્ તેઓ અનેક નામો ધારણ કરનાર છે. આ બધા નામોના અર્થ જે જીવ અનુભવથી જાણે છે તે જીવને એ અર્થ આનંદઘનનો અવતાર (પ્રભુસ્વરૂપ) કરે છે.
આ કડીમાં શ્રી આનંદઘનજીએ ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ' એ ઉક્તિ આડકતરી રીતે સમજાવી છે. જીવને જ્યારે ક્ષયોપશમ સમિત થાય છે ત્યારે તેને શુધ્ધાત્માના પ્રત્યેક ગુણોના અંશનો અનુભવ થાય છે. એ આંશિક અનુભવ કાળે કરીને પૂર્ણતામાં પરિણમે છે; કારણ કે જેને સમ્યક્ત્વ થાય તેનો અવશ્ય મોક્ષ થાય જ એવો નિયમ છે. આમ આ પંક્તિઓમાં, પ્રભુનાં અનેક નામોનો મહિમા જેને અનુભવથી સમજાય છે, તેને એ અનુભવ પૂર્ણતા સુધી લઈ જાય છે એવો નિશ્ચય દર્શાવી, સમ્યક્શાન પ્રાપ્ત કરવાનો મહિમા ગૂઢ રીતે સમજાવ્યો છે.
બીજી રીતે વિચારીએ તો કહી શકાય કે જે જીવ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જીવને પ્રભુના સમગ્ન ગુણોનો આંશિક પરિચય પ્રગટ થાય છે. અંશે અનુભવાયેલા એ ગુણો તે જીવને પૂર્ણતાએ પહોંચાડવા સક્ષમ બની, જીવને એ માટે પુરુષાર્થ કરે છે. તેનાં ફળરૂપે જીવ છેવટમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ રીતે આ પંક્તિઓમાં કેવળીગમ્ય પ્રદેશોના સાથથી, જીવના અશુધ્ધ પ્રદેશો ઉપશમ સમિતમાંથી ક્ષયોપશમ સમકિત સુધી વિકાસ કરે છે ત્યારે કેવા કેવા અનુભવમાંથી પસાર થાય છે તેનું વર્ણન જોવા મળે છે. અશુધ્ધ પ્રદેશો પોતાની નજીકમાં રહેલા કેવળીગમ્ય પ્રદેશોનાં શાંતિ, આનંદ, સ્થિરતા આદિ જોઈ તેના જેવા થવાના ભાવ કરે છે. તેથી તેઓ પોતાની શક્તિ પ્રમાણે કેવળીગમ્ય પ્રદેશોનું માર્ગદર્શન સ્વીકારી આચરણ કરી શુધ્ધ થતા જાય છે, અને સમ્યજ્ઞાની થવા સુધીનો વિકાસ કરે છે.
૨૦૨