________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
સરોવ૨ એ કલ્યાણનાં રસનાં પૂરથી ભરાઈ જઈ જીવને અંતમાં આનંદનો ઘન બનાવી દેશે. આમ આ કડીમાં કેવળીગમ્ય પ્રદેશના સાથથી જીવને કેવા ઉત્તમ સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે તેનું ચિત્ર શ્રી આનંદઘનજીએ સરળ શબ્દોમાં અંકિત કર્યું છે.
જીવની અવળી તિ જેમ જેમ સવળી થતી જાય છે તેમ તેમ તેને પોતા અને પ્રભુ વચ્ચે રહેલાં મસમોટા અંતરનો લક્ષ આવે છે, સાથે સાથે તેને સમજાય છે કે પુરુષાર્થ કરવાથી આ અંતર ક્ષીણ થશે અને પ્રભુ સાથે તેની એકતા સધાઈ જશે. પ્રભુ સાથે એક થવાથી જે આનંદની ભરતી જીવને અનુભવવા મળે છે તેમાં ધર્મનું મંગલપણું અનુભવાય છે. વળી, પ્રભુ સાથે એકતા થવાથી જીવનાં પ્રેમસરોવરમાં પૂર્ણાનંદની ભરતી આવી તેને કાયમી બનાવે છે, એ બીનામાં ધર્મનું સનાતનપણું રહેલું જોવા મળે છે.
એમ અનેક અભિધા ધરે,
અનુભવ ગમ્ય વિચાર, લલના તે જાણે તેહને કરે
આનંદઘન અવતાર, લલના. શ્રી સુપાર્શ્વ (૭)
સાતમા શ્રી સુપાર્શ્વ જિનની સ્તુતિ કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે આ પ્રભુ જગતમાં પ્રવર્તતા સાત મહાભયને ટાળનારા છે, આત્મિક સુખ તથા સંપત્તિ આપનારા છે. તેથી તેમની સાચા ભાવથી સેવા કરવાથી તેઓ ભવસાગર તરવા માટે ઉત્તમ સેતુ બની રહે છે. આમ જણાવી પ્રભુની સેવા કરવા જીવને ખૂબ ઉત્સાહીત કરે છે. સેવા કરતાં પ્રભુના અનેક ગુણોનો પરિચય જીવને થાય છે, અને તેને લીધે પ્રભુએ ધારણ કરેલાં અનેક નામોની સાર્થકતા પણ તેને સમજાતી જાય છે. પ્રભુ આ જગતમાં શિવ, શંકર, જગદીશ્વર, ચિદાનંદ, ભગવાન, જિન, અરિહા, તીર્થંકર, જ્યોતિસ્વરૂપ, અલખ નિરંજન, અભયદાન દાતા, પરમ પુરુષ, પરમાત્મા, વિધિ, વિરંચિ, વિધ્વંભર, હૃષિકેશ,
૨૦૧