________________
કેવળી પ્રભુનો સાથ
ઉપશમ સમકિત પામ્યા પછી હૃદયસ્થ શ્રી પ્રભુની પ્રેરણાથી જીવને તેની અને પ્રભુની અવસ્થા વચ્ચે રહેલા અંતરનું સભાનપણું આવે છે. પોતાની સંસારીદશા તથા પ્રભુની પૂર્ણ વીતરાગી દશા વચ્ચેનો તફાવત તેને સ્પષ્ટ થતો જાય છે. અને તેનાં કારણમાં રહેલા કર્મોના ઉત્પાતને દૂર કરવાની ઇચ્છા જાગવા લાગે છે. તે માટે પ્રભુની ઇચ્છાનુસાર વર્તવાની સુમતિ તેને મદદગાર થાય છે, તેથી તે શ્રદ્ધાનપૂર્વક પ્રભુને કહે છે કે, “હે પ્રભુ! આ માર્ગે ચાલવાથી મારા અને તમારા અંતરંગ વચ્ચે રહેલું અંતર (જુદાપણું) જરૂર ભાંગી જશે. એ અંતર ક્ષીણ થઈ જતાં વિજયના માંગલિક વાજાં (તૂર) વાગવા લાગશે અને તે વખતે જીવરૂપી સરોવર પૂર્ણ સ્વચ્છ થઈ આનંદના ભંડારરૂપ રસના પૂરથી ભરાઈ જશે'. આમ શ્રી આનંદઘનજી મહારાજ છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ જિન સ્તવનની છેલ્લી કડીમાં આશાથી ભરપૂર ઉમંગ વ્યક્ત કરે છે.
આ કડીનો ગૂઢાર્થ આપણે આ પ્રકારે વિચારી શકીએ. જીવને આઠ રુચક પ્રદેશના સાથમાં આઠ કેવળીગમ્ય પ્રદેશો મળે છે ત્યારથી તેનો આત્માર્થે વિકાસ જલદીથી થઈ શકે છે, કેમકે જીવને પૂર્ણ શુધ્ધ ચકપ્રદેશ અને અસંખ્ય અશુધ્ધ પ્રદેશોને સાંધનારી કડીરૂપ આઠ કેવળીગમ્ય પ્રદેશ આવતાં તેઓ બે છેવટની અવસ્થાના પ્રદેશોનું જોડાણ શક્ય બને છે. જીવનાં અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોનો સાથ લઈ, તેનો આદેશ માન્ય કરી, રુચકપ્રદેશની પૂર્ણ શુધ્ધતાના આદર્શને સ્વીકારી પોતાની શુધ્ધતા વધારવા લાગે છે. પરિણામે અશુધ્ધ પ્રદેશો પરનો મેલ ઓછો થવા લાગે છે, તેની શુધ્ધ થવાની પ્રક્રિયા સ્વતંત્ર રીતે થવા લાગે છે. આ છે કેવળીગમ્ય પ્રદેશોનો મુખ્ય ફાળો. આમ શ્રી પ્રભુના સાથ ઉપરાંત જીવનો પોતાનો પુરુષાર્થ સભાનપણે સક્રિય થવાથી તેનામાં વિશ્વાસ જાગે છે કે ભગવાન અને પોતા વચ્ચે જે ઘણું ઘણું અસમાનપણું હતું, બંને વચ્ચે ખૂબ મોટું અંતર હતું તે મળેલા માર્ગે ચાલવાથી ક્રમથી ઘટતું જવાનું છે. અને ક્રમે ક્રમે પ્રત્યેક પ્રદેશની શુદ્ધિ વધતી જવાની છે. જેમ જેમ શુદ્ધિ વધશે તેમ તેમ કલ્યાણ થવાનાં વાજાં વાગવાં લાગવાનાં છે. પરિણામે જીવરૂપી
૨OO