________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
પરિણામે એ માર્ગે વિશેષ આગળ વધતાં જીવને પરમપદાર્થની અર્થાત્ આત્માની સંપત્તિ-ધન પ્રાપ્ત થાય છે. આત્માની આ સંપદા આનંદના સમૂહથી ભરપૂર એવા રસનું પોષણ કરનાર છે એમ જણાવી શ્રી આનંદઘનજી મહારાજ પ્રભુ પ્રતિના ઉત્તમ પ્રેમને બિરદાવે છે.
શ્રી તીર્થંકરપ્રભુ તથા કેવળીપ્રભુની સહાયથી જીવ અસંખ્યસમય સુધીની દેહાત્માની ભિન્નતા વેદે છે, તે પછીથી છદ્મસ્થ એવા સપુરુષની સહાય તેને વિકાસમાં ઉપકારી થાય છે; અને તે પ્રત્યક્ષ સહાયથી ઉપશમ સમકિત પામવા સુધીનો વિકાસ કરે છે. આ વિકાસ દરમ્યાન “સંસારમાં જ સુખ છે' તેવી તેની માન્યતાનું નિરસન થવા લાગે છે, મતિના અન્ય દોષો પણ ક્ષીણ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ દોષ ઘટતાં જાય તેમ તેમ તે જીવને આત્માર્થે પુરુષાર્થ વધારવા માટે શક્તિ અને મતિ વધતાં જાય છે. પરિણામે તે બાહ્ય સહાયના નિમિત્તનો આધાર ઘટાડતો જાય છે. આમ તે ધર્મધ્યાનની પાંચ મિનિટે પહોંચે ત્યારથી પોતાની અવળી મતિ સવળી કરતો જાય છે. તેની કુમતિ સુમતિમાં પલટાતી જાય છે, અને પરમપદાર્થ મોક્ષ પામવાની પાત્રતા તથા પુરુષાર્થ વધતાં જાય છે.
પ્રભુનાં દર્શન કરી તેમને હૃદયમાં બિરાજમાન કરવાથી જીવની અવળી મતિ સવળી થતી જાય છે. અને તેનો “હું દેહ છું' એ ભમ ટળતો જાય છે. પોતે આત્મા છે તે સત્ય સમજણ જીવને ધર્મનું મંગલપણું બતાવે છે. અને સમજણની શુદ્ધિ કરતાં કરતાં પરમ પદાર્થ – મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ તો શાશ્વત છે, તેની પ્રાપ્તિ થતાં ધર્મનું સનાતનપણું ઊડીને આંખે આવે છે.
તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર, જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. પદ્મપ્રભ જિન (૬)
૧૯૯