________________
કેવળી પ્રભુનો સાથ
આતમ અરપણ વસ્તુ વિચારતાં ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાનિ! પરમ પદારથ સંપત્તિ સંપજે
આનંદઘન રસ પોષ સુજ્ઞાનિ! સુમતિ (૫) ઉપશમ સમકિત પામ્યા પછી જીવનાં હૃદયમાં પ્રભુ પધાર્યા હોવાથી તેની મતિ સવળી થતી જાય છે, અને તે બહિરાત્મામાંથી અંતરાત્મા થતો જાય છે, જે છેવટમાં પરમાત્મા થાય છે. આ ત્રણ પ્રકારનાં આત્માનું સ્વરૂપ સમજાવી, શ્રી આનંદઘનજી મહારાજ પાંચમા સુમતિનાથ જિન સ્તવનમાં છેલ્લી કડીમાં જણાવે છે કે આત્મસમર્પણનાં રહસ્યનો વિચાર કરવાથી એટલે કે પ્રભુની ઇચ્છાને આધીન થવાની ઇચ્છા કરવાથી, બુદ્ધિની ભ્રમણા - જીવનો અજ્ઞાનરૂપી દોષ ટળી જાય છે, અને છેવટમાં પરમ પદાર્થની સંપત્તિ જેને મોક્ષ કહીએ છીએ તે પ્રાપ્ત થાય છે. આ સંપત્તિ આનંદના સમૂહથી ભરપૂર રસનું પોષણ કરનાર છે. આવો અદ્ભુત મહિમા છે પ્રભુના સાનિધ્યમાં રહી આત્માને શુધ્ધ કરતા જવાનો. ' ઉપશમ સમકિતનાં પડછામાં જીવને સ્વતંત્ર પુરુષાર્થ કરવાની શક્તિનો આરંભ થવાથી તે પોતાની ઇચ્છાએ પ્રભુની મરજીથી ચાલવાનો પ્રયત્ન શરૂ કરી શકે છે. આ હકીકતના અનુભવથી તે જીવને પ્રભુના કલ્યાણભાવ લેવાની ઇચ્છા થાય છે, અને તેમાંથી પ્રભુની ઇચ્છાનુસાર ચાલવાથી જીવને ક્યા અને કેટલા ફાયદા થાય છે તેની સમજ વધતી જાય છે. પ્રભુની ઇચ્છાને માન આપવું એટલે તેમને આત્માની અર્પણતા કરવી, આ અર્પણતા માટે જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવાથી જીવને “સંસારમાં સુખ છે એવો જે ભ્રમ વર્તતો હતો તે ટળવા લાગે છે, આત્માનું સ્વાધીન સુખ થોડા કાળ માટે પણ સમજપૂર્વક અનુભવાતું હોવાથી, સંસારસુખ કરતાં આત્મસુખની શ્રેષ્ઠતા છે તે તેને અનુભવગમ્ય બને છે. નિજસુખની અનુભૂતિના કારણે તેનામાં પ્રવર્તતો બુદ્ધિની વિપરીતતાનો દોષ ટળવા લાગે છે, સંસાર જ સુખનું નિમિત્ત છે એ ભ્રમ ભાંગતો જાય છે.
૧૯૮