________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે. વળી, જ્યારે જીવમાં પાત્રતા આવે ત્યારે આ સેવા કરવાની તક આપવા જીવ પ્રભુને વિનવે છે, તેમાં ધર્મનું સનાતનપણું સમાયેલું જોવા મળે છે.
તરસ ન આવે તો મરણ જીવન તણો, સીઝે જો દરિસણ કાજ, દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી,
આનંદઘન મહારાજ. અભિનંદન (૪) પ્રભુની સેવા કરવાના ભાવ વધ્યા પછી, જીવને તેમનાં દર્શન કરી પાવન થવાના ભાવ જાગે છે. અને તેનો પુરુષાર્થ કરતાં તેને સમજાય છે કે પ્રભુનાં દર્શન પામવા એ દુર્લભ કાર્ય છે. એમનાં દર્શન પામવામાં જીવનો માનભાવ, વાદવિવાદ, ઉત્તમ પુરુષનો સંગ નહિ આદિ ઘણાં વિઘ્નો નડતાં હોય છે. પરંતુ તે ઘાતિ ડુંગરો વટાવી જો કોઈ પ્રભુનાં દર્શન પામે તો પછી તેને જીવન કે મૃત્યુ ત્રાસરૂપ લાગતું નથી, બીજી રીતે કહીએ તો પ્રભુનાં દર્શન કરવાની ઇચ્છા પૂર્ણ થાય તો તેને જીવન કે મૃત્યુથી થતો ત્રાસ ભોગવવાનો રહેતો નથી; કેમકે અમુક કાળ પછી તે જીવનમૃત્યુનાં ચક્રમાંથી બહાર નીકળી જાય છે. જો કે પ્રભુનાં દર્શન થવાં ઘણાં ઘણાં દુર્લભ હોવા છતાં, આનંદના જથ્થારૂપ એવા તેમની કૃપા થાય તો એ દર્શન એટલાં જ સુલભ અને સહજ પણ છે. આમ શ્રી આનંદઘનજી ચોથા શ્રી અભિનંદન સ્વામીના સ્તવનની છેલ્લી કડીમાં જણાવે છે.
સામાન્યપણે જીવ અસંખ્યાત સમયની દેહાત્માની ભિન્નતા અનુભવવા સુધીમાં કેવળીગમ્ય પ્રદેશો મેળવી લેતો હોય છે; અને તે પછીથી તે જીવ શ્રી કેવળીપ્રભુ ઉપરાંત ઉત્તમ સપુરુષોનો સાથ વિશેષ વિકાસ કરવા માટે પામી શકે છે. સપુરુષ સદેહે હોય છે, પણ તેમનાં છદ્મસ્થપણાને કારણે જીવને તેની ઓળખ સામાન્યપણે સહેલાઈથી થતી નથી. જો તેને પ્રભુની કૃપા હોય અને તેની છૂટવાની તાલાવેલી બળવાન હોય તો તે જીવ સત્પરુષને આંતરસૂઝથી ઓળખી
૧૯૬