________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
કરે છે કે, “પ્રભુ! આ સેવકની માંગણી છે કે કોઈક દિવસ આ સેવા આપી, મને આનંદના ઘટ્ટ રસરૂપ કરજો, એટલે કે આનંદના સાગરમાં મને મશગુલ બનાવજો.”
જીવને આત્માર્થે વિકાસ કરવા માટે પ્રત્યેક પગલે શ્રી પ્રભુની કે પુરુષની સહાયની જરૂર પડે જ છે. પરંતુ અણસમજુ જીવને તેનો લક્ષ રહેતો ન હોવાથી, તે પોતાની સ્વચ્છંદી રીતે વર્તે પ્રભુની સેવા સ્વચ્છેદે જ શરૂ કરે છે, તેથી તે ક્યાંક ને ક્યાંક ભેખડે ભરાઈ પોતાનો સંસાર વધારી નાખે છે. આવી દુર્ઘટનાથી બચવા જીવે પ્રભુની યથાર્થ સહાય મેળવવી જરૂરી બને છે. આઠ સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવ્યા પછીથી, એટલે નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછીથી આગળ વધવા માટે જીવને અન્ય ઉત્તમ આત્માની સહાયની જરૂર રહે છે, અને તે માટે કેવળીગમ્ય પ્રદેશો મેળવવા આવશ્યક બને છે. કેવળીગમ્ય પ્રદેશો મેળવ્યા વિના જીવ કોઈ પણ સંજોગોમાં અસંખ્યાત સમયથી વધારે સમયની દેહાત્માની ભિન્નતા અનુભવી શકતો નથી, એટલું જ નહિ પણ, તે કેવળીપ્રભુ તથા અન્ય સપુરુષોની સહાય પણ પામી શકતો નથી. આ રહસ્યની જાણકારીને લીધે શ્રી આનંદઘનજી મહારાજ ત્રીજા સ્તવનની અંતિમ કડીમાં કેવળીગમ્ય પ્રદેશો મેળવવાની યાચના “અગમ અને અનૂપ સેવા મેળવવાની વિનંતિ દ્વારા પ્રભુ પાસે ગુપ્ત રીતે કરે છે. સાચી સેવા કરી, એ કાળ માટે આજ્ઞાધીન થઈ કેવળીગમ્ય પ્રદેશો મેળવ્યા પછીથી જ થતો વિકાસ માગી પૂર્ણ શુધ્ધ થવા સુધીની વિનંતિ તેઓ શ્રી પ્રભુને ખૂબ જ વિનમ્રતાથી કરે છે.
ધર્મથી મળતા લાભોનો પરિચય થવાથી, અર્થાત્ ધર્મનું મંગલપણું સમજાતું જતું હોવાથી જીવ, પ્રભુની જે સેવા અગમ અને અનુપમ ગણાય છે તે સેવા સુગમ અને સહેલી અનુભવીને શરૂ કરે છે, આ પ્રતીતિ ધર્મનાં મંગલપણાને અભિવ્યક્તિ આપે છે. આ તો સામાન્ય સમજની વાત છે કે પોતાને જે અયોગ્ય લાગે તે કરવા જીવ તૈયાર હોતો નથી, તૈયાર થતો નથી. આથી જીવને જ્યારે પ્રભુની સેવા કરવામાં કલ્યાણ જણાય છે ત્યારે જ તે સેવાને સુગમ અનુભવી શરૂ
૧૯૫