________________
કેવળી પ્રભુનો સાથ
સમકિતની પ્રાપ્તિ થાય છે. અહીં સુધી વિકાસ કરવા શ્રી તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય હોવાથી આપણે સમજી શકીએ છીએ કે પ્રભુના સાથની આશાથી જ જીવ પ્રારંભિક વિકાસ કરવા જીવતો હોય છે.
આ પદમાં જ્યારે કાળ પાકશે ત્યારે મને ધર્મમાર્ગ જોવા મળશે એ જીવનું શ્રદ્ધાન ધર્મનું સનાતનપણું દર્શાવે છે; કાળ નિરવધિ છે તો ધર્મ પણ નિરવધી અર્થાત્ સનાતન બને છે. આ ધર્મમાર્ગ મેળવવાની અદમ્ય ઇચ્છાથી જ જીવ જીવન જીવે છે એ હકીકત ધર્મનું મંગલપણું પ્રગટ કરે છે.
મુગ્ધ “સુગમ” કરી સેવન આદરે, રે સેવન અગમ અનૂપ, દેજો કદાચિત સેવક યાચના રે,
આનંદઘન રસરૂપ. સંભવ. (૩) જે આશાનાં અવલંબનથી જીવ મોક્ષપંથમાં વિચરવાના ભાવ કરે છે, તેનાં ફળરૂપે તે જીવ પ્રભુની સેવા તો આદરે છે, શરૂ કરે છે, અને તે સેવાને સરળ તથા સુગમ માનીને શરૂ કરી હોવાને લીધે સેવાના ભેદ રહસ્યોની સાચી જાણકારી તેને હોતી નથી, તેનું સાચું મહત્ત્વ પણ તેની જાણમાં આવતું નથી, આથી સેવાનાં ફળરૂપે જીવમાં જે અભયપણું, અદ્વેષપણું તથા અખેદપણું આવવાં જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રગટતાં નથી. એટલે તેને ઘણીવાર પરિણામની ચિંચળતાને કારણે ભય અનુભવાય છે, અરુચિકર પ્રસંગ બનતાં દ્વેષભાવ જાગે છે અને પ્રભુને ભજતાં થાક લાગી જવાથી ખેદ વેદાય છે. તે ભય, દ્વેષ તથા ખેદ જીવને શરમાવર્તમાં, ચરમ યથાપ્રવૃત્તિકરણમાં અને ભવ્યતા પૂરી પાકે ત્યારે ઘટી ક્ષય થતાં જાય છે. આમ ત્રીજા સંભવજિન સ્તવનમાં સમજાવી શ્રી આનંદઘનજી મહારાજ અંતિમ કડીમાં સ્પષ્ટ કરે છે કે પ્રભુની સેવા તો અગમ અર્થાત્ સહેલાઈથી ન સમજાય તેવી અનૂપ એટલે જેને ઉપમા પણ આપી ન શકાય તેવી ઉત્તમ છે. તેથી ભવપરિપાક થયે જ તેનું મહત્ત્વ જીવને સમજાય છે. આ મહત્ત્વ પોતાને સમજાયું હોવાથી તેઓ શ્રી પ્રભુને વિનંતિ
૧૯૪