________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
કાળલબ્ધિ લહી, પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી! જાણજો રે,
આનંદઘન મત અંબ, પંથડો. (૨) બીજા શ્રી અજીતનાથ જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે ચર્મચક્ષુએ જે દેખાય તેને જ સાચું માની આખું જગત માર્ગ મેળવવામાં ભૂલાવામાં પડયું છે. તે માટે તો સાચી આંતરદષ્ટિની જરૂરિયાત છે. આ દૃષ્ટિ ખીલવાની શરૂઆત અંતરવૃત્તિસ્પર્શ થયા પછીથી થાય છે. અને તે માટે પ્રભુના સાથની ઘણી જરૂરિયાત રહે છે, તેથી આ સ્તવનની અંતિમ કડીમાં તેઓ કહે છે કે કાળલબ્ધિ લહી અર્થાતુ કાળ પાકવારૂપ પ્રાપ્તિ કર્યા પછી એટલે કે ઉદયકાળ આવશે ત્યારે અમે તમારો પંથ – સાચો મોક્ષમાર્ગ જરૂરથી જોઈ શકીશું એવી આશાનું અમને અવલંબન છે. આ અવલંબનના આધારથી જ અમને વિશ્વાસ છે કે આનંદના ઘનરૂપ આત્માને મેળવવાનો પ્રયત્ન કરવાથી જ આ જીવ સંસારમાં જીવી શકવાનો છે. તો હે પ્રભુ! અમારા માટેની આ સત્ય હકીકત તમે જાણજો. - શ્રી અજીતનાથ પ્રભુની સ્તુતિની આ છેલ્લી કડીમાં એક સુંદર સિદ્ધાંત શ્રી આનંદઘનજી મહારાજે મૂકેલો જણાય છે. એક સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવ્યા પછી જ્યારે જ્યારે કાળલબ્ધિ પાકે છે, અર્થાત્ ઉપાદાન અને નિમિત્તનો સુયોગ થાય છે, ત્યારે ત્યારે જીવ દેહાત્માની ભિન્નતા અનુભવવામાં વિકાસ કરે છે. અને એક સમયની દેહાત્માની ભિન્નતા તેથી વિશેષ સમયની ભિન્નતામાં પરિણમતિ જાય છે. આ ભિન્નતાના સમયમાં વર્ધમાનતા થવી તે જ સાચો મોક્ષમાર્ગ છે. આ સાચા માર્ગની જીવને અનુભૂતિ થવાની જ છે એ શ્રદ્ધાનાં અવલંબનથી તો તે જીવ પોતાની પાત્રતા વધારી યોગ્ય નિમિત્તને મેળવવા ભાગ્યશાળી થાય છે. મળેલા એ નિમિત્તનો સદુપયોગ કરી જીવ આઠ સમય માટે દેહાત્માની ભિન્નતા અનુભવી શકે છે ત્યારે તેને નિશ્ચયથી વ્યવહાર
૧૯૩