________________
કેવળી પ્રભુનો સાથ
સમાયેલાં છે. એમાં ત્રણે કાળનાં રહસ્યો, તેમજ પર્યાયો, સર્વ દ્રવ્યની સર્વ પર્યાયો, સર્વ ક્ષેત્રની સર્વ પર્યાયો, સર્વ ભાવની સમગ્ર પર્યાયો, અને એ ઉપરાંત એ બે, ત્રણ, ચાર કે પાંચ સમવાયના અનંત અનંત પેટાવિભાગોમાં આત્મદ્રવ્યને પ્રકૃષ્ટ શુદ્ધતાની કેડી પર કેવી રીતે ચડાવવું એનો માર્ગ તથા રહસ્ય સમાયેલાં છે.
ૐ શબ્દની કેવી અપૂર્વતા છે? અરૂપી દ્રવ્યની શુદ્ધતા કરવા માટે, રૂપી પદાર્થની અનંતાનંત પ્રકૃતિઓ તથા એ બંનેના પરસ્પર સંબંધને છૂટા કરવાનો અપૂર્વ માર્ગ એક જ શબ્દમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે સમાવ્યો છે. એ પરથી યથાર્થ રીતે સમજાય છે કે ધર્મનો માર્ગ શા કારણથી સરળ, સુગમ અને સચોટ કહ્યો છે. ૐનું બંધારણ ‘શ્રી કેવળીપ્રભુના સાથ'રૂપ બની કેવી રીતે જીવમાં શિવપણું પ્રગટાવે છે તેનું સમાધાન હવે આપણે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપા તથા આજ્ઞાથી વિચારીને તથા મંથન કરીને લેવા પ્રયત્ન કરીએ.
છદ્મસ્થ શ્રોતાજન સમજી શકે અને આચરી શકે એવી અનેકાંત તેમજ સ્યાદ્વાદ શૈલી દ્વારા, પૂર્ણ આજ્ઞામાં રહી, જ્ઞાનના અમૃતરૂપ ધોધને પ્રગટાવી, આજ્ઞારૂપી પુરુષાર્થને કલ્યાણના સાગરમાં પરિણમાવનાર, તથા એ કલ્યાણના પ્રવાહને સતત સનાતન તથા શાશ્વત રાખનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને અનન્ય ભક્તિ તથા અપૂર્વ અહોભાવથી પરમ પરમ નમસ્કાર કરીએ છીએ.
કેવળીગમ્ય પ્રદેશો પૂર્ણ આજ્ઞાધીન તથા સર્વ ઘાતીકર્મોથી નિવૃત્ત હોવા છતાં, એ પ્રદેશો પર અઘાતી કર્મોનું સત્તાગતપણું તથા શાતાવેદનીય કર્મનું વેદકપણું રહેલું છે; અને તે વેદકપણું તે પ્રદેશ પર તેજસ્ તથા કાર્મણ શરીરને આત્મા પૂર્ણ શુદ્ધ થાય, સિદ્ધ થાય ત્યાં સુધી જીવંત તથા કાર્યકારી રાખે છે. આને સ્પષ્ટ સમજવા વ્યવહારનું ઉદાહરણ લઈએ. મનુષ્યના દેહમાં વિવિધ અંગો તથા ઉપાંગો પોતપોતાનું કાર્ય કરતા રહે છે. એ સૌનું કાર્ય એકબીજાથી અલગ અલગ હોય છે. જેમકે આંખો જોવાનું કાર્ય કરે છે, કાનો સાંભળવાનું કાર્ય કરે છે,
૧૬૬