________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
નાક સુંઘવાનું કાર્ય કરે છે, મુખ સ્વાદ લેવાનું તથા બોલવાનું કાર્ય કરે છે, પેટ ખોરાક પચાવવાનું કાર્ય કરે છે, કીડનીનું કાર્ય છે નકામા ખાદ્યપદાર્થોનો નિહાર કરવા મળમૂત્રનું સંચારણ કરવાનું, હૃદય લોહીનું પરિભ્રમણ કરાવવાનું તથા સતત શ્વાસોશ્વાસ ચલાવતા રહેવાનું કાર્ય કરે છે વગેરે વગેરે. આ બધાને યોગ્ય સમયે તથા વ્યવસ્થિત ક્રમથી કાર્ય કરવાનો આદેશ મગજ આપતું રહે છે. મગજ રહેલું છે શિરના ભાગમાં, ત્યાંથી એ મનુષ્યના પ્રત્યેક અંગના સંચાલનનો આદેશ આપી શકે છે. આનું રહસ્ય શું હોઈ શકે? બીજી અપેક્ષાએ વિચારીએ તો જણાય છે કે મગજ જોતું નથી, સાંભળતું નથી, સુંઘતું નથી, ખાતું નથી, પાચન કરતું નથી, મળમૂત્રનું સંચારણ પણ કરતું નથી, ઇત્યાદિ હોવા છતાં પણ એ સર્વ પ્રવૃત્તિઓનું સંચાલન કર્યા જ કરે છે. - શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ મગજનાં આ કાર્યનું રહસ્ય આપણી પાસે ખૂલ્લું કરે છે. મગજ આત્માનાં અભિસંધિજ કે અનભિસંધિજ વીર્યના આધારે યોગ્ય અંગોને ક્રમાનુસાર તથા યોગ્ય સમયે આદેશ આપે છે. આ આદેશ શિરના ભાગમાંથી લોહીના માધ્યમ દ્વારા યોગ્ય અંગોને પહોંચી જાય છે. લોહીનું બંધારણ સ્થૂળરૂપથી સમાન છે, પરંતુ સૂક્ષ્મરૂપથી તે પાંચ સમવાયના પર્યાયના આધારથી અનંત વિભાગમાં વિભાજિત થાય છે. જેમકે આંખને જોવા માટેનો આદેશ જે લોહી લઈ જાય છે તેનું બંધારણ, ખાદ્ય પદાર્થોનું પાચન કરવા માટે પેટને આદેશ આપનાર લોહીનું બંધારણ, એ જ રીતે અન્ય અંગોને વિવિધ આદેશ આપનાર લોહીના બંધારણમાં ધૂળરૂપથી સમાનતા હોવા છતાં, સૂક્ષ્મરૂપથી અમુક ફેરફાર હોવા આવશ્યક છે. કારણ કે એક અંગ દ્વારા રૂપી પદાર્થને જોવાની પ્રવૃત્તિ થાય છે, બીજા અંગ દ્વારા ખાદ્ય પદાર્થનું પાચન થાય છે, ત્રીજા અંગ દ્વારા પદાર્થની સુગંધદુર્ગધ પરખાય છે વગેરે વગેરે. આ પરથી સમજાય છે કે આદેશ આપનાર મગજ એક જ હોવા છતાં, એ આદેશને યોગ્ય અંગ પાસે લઈ જનાર લોહી જ હોવા છતાં વિવિધ અંગોની પ્રવૃત્તિમાં જે ફેરફાર જોવા મળે છે તેનું કારણ લોહીનાં બંધારણમાં સૂક્ષ્મતાએ ફેરફાર હોવો
૧૬૭