________________
કેવળી પ્રભુનો સાથ
અનિવાર્ય છે. આ જ નિયમને આત્માના ભિન્ન ભિન્ન પ્રદેશ તથા અનંત કર્મ પ્રકૃતિનું બંધારણ સમજવામાં લાગુ પાડીએ તો સમજાય છે કે રુચક પ્રદેશ, કેવળીગમ્ય પ્રદેશ તથા અશુધ્ધ પ્રદેશો વચ્ચે મગજ, લોહી અને અંગોપાંગ જેવી જ પ્રક્રિયા થાય છે. મગજ જેમ આદેશ આપી લોહી દ્વારા અંગોપાંગને વીર્ય પહોંચાડી તેની પાસે વિવિધ કાર્ય કરાવે છે તેવું જ આત્મપ્રદેશોમાં બનતું જોવા મળે છે. કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશ પાસેથી વીર્ય ગ્રહણ કરી અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા પ્રેરણા પહોંચાડે છે. આમ મગજ એ વીર્ય આપનાર આઠ રુચક પ્રદેશ સમાન છે, લોહી એ કેવળીગમ્ય પ્રદેશ પરનાં તેજસ્ તથા કાર્પણ શરીરનું કાર્ય કરનાર છે, અને અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશ પાસેથી પ્રેરણા લઈ અંગોપાંગના કાર્યની માફક પોતાની શુદ્ધિ વધારવાનું કાર્ય કરનાર છે.
આ રીતે આ સિદ્ધાંતને પ્રાથમિક કક્ષાએ સમજ્યા પછી આપણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાથી અને આજ્ઞાથી વિશેષ ઊંડી જાણકારી મેળવવા પુરુષાર્થ કરીએ. પ્રત્યેક સમજણને આપણે શરીરના આધારે સમજ્યા પછી, તેનું આત્માર્થે અનુસંધાન કરી સમજશું તો સમજવામાં સુગમતા રહેશે.
ઉત્તરોત્તર ચડતા ક્રમમાં ૐરૂપી મહાગંભીર છતાં સનાતન જ્ઞાનસાગરમાંથી જ્ઞાન આપનાર, મહામણા રહસ્યોના ભેદ ખોલી, તેના કર્તા તથા ભોક્તા બની, જ્ઞાનામૃતને ધારણ કરનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને આત્માના પ્રદેશ પ્રદેશથી અહોઅહો વિનયભાવથી વંદન કરી જ્ઞાનામૃતનું આચમન લેવા આપણે પ્રવૃત્ત થઈએ.
આ કેવું અદ્ભુત આશ્ચર્ય છે! કે કેવળીગમ્ય પ્રદેશો કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત વીર્ય તથા અવ્યાબાધ સુખના કર્તાભોક્તા હોવા છતાં, એક બાજુથી સિદ્ધપ્રભુ જેવા પૂર્ણ વીતરાગ અને પૂર્ણતાની દરેક કેડીએ સંપૂર્ણતામાં નિમગ્ન એવા ચક પ્રદેશો અને બીજી બાજુથી અનંતાનંત કાળથી અબૂઝ, અજ્ઞાની, મિથ્યાત્વી,
૧૬૮