________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
આર્ટરૌદ્ર ધ્યાનના કર્તાભોક્તા એવા અસંખ્ય અશુદ્ધ પ્રદેશોની વચ્ચે સેતુ બનવાનું મહાદુષ્કર કાર્ય કરીને બેવડી ફરજ બજાવે છે! એક તરફથી પૂર્ણ વીતરાગ અને બીજી તરફથી પૂર્ણ અજ્ઞાની વચ્ચે સંબંધ સ્થપાવી, અશુદ્ધને શુદ્ધ થવા, અશુદ્ધિને વિદાય કરવા પ્રેરણા આપનાર કેવળીગમ્ય પ્રદેશો દ્વારા જે કેવળીપ્રભુનો સાથ મળે છે તેની સ્મૃતિ આપણે જેટલી વધારીએ તેટલો વિશેષતાએ તેનો સાથ અનુભવાય છે. સમજણની રિસીમાથી વધારે વિસ્તાર પામતો આ અનુભવ એમના પ્રતિ (કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ) પરમ વિનય તથા ઉત્તમ અહોભાવની લાગણી આપણામાં ઉપજાવે છે. રુચક પ્રદેશો આત્માના મળરૂપ કષાયની વચ્ચે રહેવા છતાં, એક સમયની પણ ચૂક વગર પૂર્ણાતિપૂર્ણ વીતરાગતા જાળવી શકે છે. એમનો આ સર્વોત્તમ પુરુષાર્થ આશ્ચર્ય તથા અહોભાવની લાગણી ઉપજાવી હર્ષાશ્રુ વહાવે છે.
કેવળીગમ્ય પ્રદેશો તથા રુચક પ્રદેશોનો સંયોગિક ફાળો જ્યારે વિસ્તારથી વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે ‘આત્માની સિદ્ધિ' અર્થે ચૌદ પૂર્વના સારરૂપ ‘ઠરી અવરને ઠાર એ છે ચૌદ પૂર્વનો સાર'ને સ્વપર કલ્યાણની કેડીથી શરૂ કરી ‘સર્વ જીવ કરું શાસનરિસ' સુધીની ભવ્ય ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી પહોંચાડે છે. આનાં ભેદરહસ્યોને ઉત્તમતાએ સમજવા માટે શ્રી કેવળીપ્રભુ તથા શ્રી સિદ્ધપ્રભુના (કેવળીગમ્ય તથા રુચકપ્રદેશોના) અન્યોન્ય ફાળાને સમજવા અતિ જરૂરી બને છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અતિગુપ્ત તથા ગંભીર ભેદરહસ્યોને ઉકેલવા પુરુષાર્થ કરીએ.
રુચકપ્રદેશો તથા કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવને ક્યારે અને કેવી રીતે થાય છે તેની જાણકારી આપણે આગળનાં પ્રકરણોમાં લીધેલી છે, તેથી તે વિશે અહીં પુનરાવર્તન ન કરતાં વાચકને સ્મૃતિ ન હોય તો આગળનાં પ્રકરણોમાં જોવા વિનંતિ કરું છું.
જીવને કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી અને સહાયથી થાય છે, તેથી એ પ્રદેશોમાં શ્રી તીર્થંકર પ્રભુનાં વીર્ય, મૈત્રીભાવ
૧૯૯