________________
કેવળી પ્રભુનો સાથ
કે શ્રમ કરતી વખતે તેમણે બચાવેલું અભિસંધિજ વીર્ય તેઓ ભાવિનાં શ્રુતિ તથા શ્રદ્ધાની અંતરાયને ક્ષય કરવામાં અને પરમાર્થ લોભને અતિ તીક્ષ્ણ વેગથી વધારવામાં વાપરી શકે છે. પરિણામે તેઓ મળેલી સિદ્ધિના માનભાવમાં ન જતાં વિનાયાભારના પુરુષાર્થમાં નિમગ્ન રહી શકે છે. જેમ જેમ તેમની શ્રુતિની અંતરાયો તૂટતી જાય છે તેમ તેમ એમની અરિહંત, ગણધર, આચાર્ય, ઉપાધ્યાયજીનાં બોધ વખતના વર્તનથી તથા એમની દિનચર્યાનાં અવલોકનથી પાંચ મહાવ્રતની ધાર પર પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સાથે કેવી રીતે વર્તન કરવું તે બાબતની સૂક્ષ્મ શ્રુતિ વધતી જાય છે. તેનાં ફળરૂપે તેમની આંતર ઇન્દ્રિયો ખીલતી જાય છે અને તેઓ નિસ્પૃહતા તથા વીતરાગતાના ધુરંધર માર્ગને ધ્યાનરૂપી તપ દ્વારા વેગવાન તથા ગતિવાન કરતા જાય છે. આ જાતનું સતત વેદન કરતા રહી તેઓ સપુરુષની દશા સુધી પહોંચે છે અને પોતાનાં કલ્યાણના ભાવને શ્રમમાં ગૂંથી ક્ષપકશ્રેણિની તૈયારી કરવી શરૂ કરે છે. આ પુરુષાર્થને પરમેષ્ટિ શ્રમ રૂપે ઓળખાવવા માટે તેઓ જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ કે ભક્તિમાર્ગને આજ્ઞામાર્ગમાં જ લઈ જાય છે, જેથી એ માર્ગોની ખામી તેમને પજવી શકે નહિ પણ એ માર્ગની લાક્ષણિકતાઓ એમના શ્રમને તીક્ષ્ણ બનાવી શમના આરાધનમાં સ્થિર કરી શકે.
અહો! શ્રી પ્રભુના આ અદ્ભુત બોધને સર્વ અપેક્ષાએ આરાધવા માટે હે પ્રભુ! અમે તમારી પાસે જ વીર્ય, કૃપા તથા આજ્ઞા માગીએ છીએ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો આ જ શમ ગુણ છે.
પંચપરમેષ્ટિ ભગવંતના સંવેગ તથા નિર્વેદ શમ પછીનાં સમ્યક્ત્વનાં બે મુખ્ય લક્ષણો છે, સંવેગ તથા નિર્વેદ, સંવેગ એટલે મોક્ષમાં જવાની ઇચ્છા તથા તાલાવેલી, અને નિર્વેદ એટલે સંસારની શાતા ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા. સંવેગ અને નિર્વેદ એ મોક્ષલક્ષ્મીને સાદિ અનંતપણું આપવા માટેની અપૂર્વ ચાવી છે. સંવેગ અને નિર્વેદ એ એક જ
૧૩૨