________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
સિક્કાની બે બાજુ છે. જ્યાં સંવેગ છે ત્યાં વધતા ઓછા પ્રમાણમાં નિર્વેદ હોય જ છે, અને જ્યાં નિર્વેદ છે ત્યાં તરતમપણા સહિતનો સંવેગ હોય છે. સંવેગ નિર્વેદ વચ્ચે આવો અન્યોન્ય ઋણાનુબંધનો સંબંધ હોવા છતાં, કાર્યકારણની તરતમતા અનુસાર તે બંનેના મુખ્યતાએ પાંચ ભાગ થાય છે, અમુખ્યનો હિસાબ નથી.
આ કથનને જો સૂમતાએ સમજીએ તો પ્રભુના અનુગ્રહથી લક્ષ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની ભિન્નતાથી સિદ્ધ થતા આત્માઓ સિદ્ધભૂમિમાં સમાન કઈ રીતે થઈ જાય છે. ભાવાનુસાર સંવેગ અને નિર્વેદ એક જ સિક્કાની બે બાજુ હોવાથી તેના અનંતાનંત પ્રકાર થઈ મૂળમાં એકરૂપ થઈ જાય છે. આ એક ભાવની અનંત પર્યાય થાય છે. એવી જ રીતે આત્મા એ એક દ્રવ્ય હોવા છતાં એમાં અનંતાનંત પાંચ સમવાયની પર્યાય રહેલી છે, તેમ છતાં આત્મા પૂર્ણતા પામે છે ત્યારે સર્વ પર્યાયો એ એક આત્મદ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ જ સિદ્ધાંતને વિસ્તૃત કરી શ્રી પ્રભુ સંવેગ, નિર્વેદની ભાવનામાં આશ્રવ, સંવર અને નિર્જરાને અર્થાત્ આહાર, વિહાર અને નિહારને જોડે છે. આ સંવેગ નિર્વેદને આશ્રવ સાથે, સંવર સાથે તથા નિર્જરા સાથે વિચારવાથી સંવેગ નિર્વેદના મુખ્ય પાંચ વિભાગ થાય છે. આ બંને એક સિક્કાની બે બાજુ હોવા છતાં તેની પ્રાપ્તિની પ્રેરણામાં સંવેગ કે નિર્વેદ હોઈ શકે છે. આ પ્રેરણાને સમજવા માટે શ્રી પ્રભુ એને સંવેગ પ્રેરિત નિર્વેદ અને નિર્વેદ પ્રેરિત સંવેગ તરીકે ઓળખાવે છે. આ પાંચ વિભાગ આ પ્રકારે થાય છે – ૧. જ્યારે સંવેગ પ્રેરિત નિર્વેદ અને નિર્વેદ પ્રેરિત સંવેગ એક સરખી
પૂર્ણ તીર્ણતાથી પ્રવર્તે છે ત્યારે આત્મા પૂર્ણતાએ શૂન્ય થાય છે, અને આશ્રવ, સંવર તથા નિર્જરાને તીક્ષ્ણતાથી પ્રવર્તાવે છે. જેનાથી એ આત્મા પૂર્ણાતિપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. આ પુરુષાર્થથી શ્રી સિદ્ધભગવાન અનંતાનંત પર્યાયથી સિદ્ધ થયા હોવા છતાં પાંચ સમવાયની ભિન્ન પરિભાષા અનુસાર એક જ સ્થિતિમાં અનંતાનંત કાળ માટે રહે છે. તે પ્રથમ વિભાગ છે.
૧૩૩