________________
કેવળી પ્રભુનો સાથ
૨. એકથી આઠ સમયના અંતરે તથા આઠથી અસંખ્યાત સમયના આંતરા
સુધી સિદ્ધ સમાન સ્થિતિમાં રહેવું અને એક સમયના જોડાણ વખતે સંવેગ પ્રેરિત નિર્વેદ દ્વારા આશ્રવ, સંવર અને નિર્જરાની અનંતાનંત પ્રકૃતિને એક કરી દેવી તે શ્રી યોગી કેવળી તથા અયોગી કેવળીનો
બીજો વિભાગ છે. ૩. મુખ્યતાએ યોગના જોડાણ સહિત હોવા છતાં, સંવેગ પ્રેરિત નિર્જરાના
માધ્યમથી આશ્રવ અને મહાસંવરને (સંવર નિર્જરાના જોડાણને) ગુણાશ્રવ તથા સંવર પ્રેરિત મહાસંવર, કલ્યાણ પ્રેરિત મહાસંવર કે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગમાં સતત સમાન તીક્ષ્ણતાથી (શૂળપણે) વ્યાવૃત રાખે તે શ્રી ગણધર તથા આચાર્ય સેવે છે તે ત્રીજો વિભાગ છે. ૪. આશ્રવ, સંવર, નિર્જરાને જુદી જુદી તીક્ષ્ણતા તથા પવિત્રતાના કારણે
એ ત્રણેને એકરૂપે સમાન કરવા માટે નિર્વેદ પ્રેરિત સંવેગના માધ્યમથી આશ્રવ અને સંવર નિર્જરાને ગુણાશ્રવ, ઉપદેશ તથા મહાસંવર માર્ગ
તરફ લઈ જવાનો પુરુષાર્થ તે શ્રી ઉપાધ્યાયજીનો ચોથો વિભાગ છે. ૫. આશ્રવમાં સંવેગ નિર્વેદની ન્યૂનાધિક પર્યાય, સંવરમાં સંવેગ નિર્વેદની
ચૂનાધિક પર્યાય તથા નિર્જરામાં સંવેગ નિર્વેદની ન્યૂનાધિક પર્યાય એ શ્રી સાધુસાધ્વીએ સેવેલો પાંચમો વિભાગ છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં આસ્થા અને અનુકંપા અપરંપાર આસ્થા તથા અનુકંપાના દાતા શ્રી સિદ્ધપ્રભુને અહોભાવ તથા વિનયાભારથી સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. ૐરૂપી મૌનના અરૂપી વિસ્તારને ધરી, પૂર્ણ આજ્ઞાથી રૂપી શબ્દદેહ રૂપ ૐનાદ દ્વારા ધર્મરૂપી સનાતન સુખનો પ્રસાર કરનાર શ્રી અરિહંત પ્રભુને અહોઅહો વિનયાભારથી વંદન કરીએ છીએ.
નાદ જે અરૂપીરૂપી અનુભવ છે, તેને યોગ્ય તથા યથાર્થ ચારિત્ર આજ્ઞાપાલનથી
૧૩૪