________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
અભિસંધિજ વીર્ય પ્રરૂપિત કલ્યાણનાં પરમાણુઓમાં ઊતરી આવે તે સ્વાભાવિક છે. વળી, ઉપાધ્યાયજી જે આચાર્યના શિષ્ય થયા હોય તેમના માટે અન્ય આચાર્યની સરખામણીમાં વિશિષ્ટ પ્રેમભાવ ધરાવે છે તે આપણે સહુ જાણીએ છીએ. તે માટે શ્રી પ્રભુ આપણને એક ગુપ્ત વાત સમજાવે છે કે ઉપાધ્યાયજીને પોતાના ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પ્રરૂપણા કરવાનો રાગ વિશેષ હોય છે. આ ભાવને લીધે ‘ધર્મનો માર્ગ સહુ જીવો પામે તથા તેમાં ક્ષતિ ન રહે' એવી ભાવનાને સમર્થ કરનાર અભિસંધિજ વીર્ય તેમને જોઇતા પ્રમાણમાં તેમના ગુરુ પાસેથી મળી શકતું નથી. તેથી તેઓ સહજતાએ અન્ય આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે છે તેને આકાર અને સ્થિરતા (stability) આપવા તેઓ પોતાનું અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. માર્ગ પ્રવર્તાવવાનો રાગ ગુરુના રાગ કરતાં ઉપાધ્યાયજીમાં વધારે રહેતો હોવાને કારણે ઉપાધ્યાયજીની સંખ્યા ઘણી હોવા છતાં, તેમના થકી એકસરખો માર્ગ જ બોધાય છે. જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ સમાન જ રહે છે. આ છે ઉપાધ્યાયજીનો શમ ગુણ.
૫. શ્રી સાધુસાધ્વીજીનો શમ
અપૂર્વ અને પૂર્ણ સાધકતાના પ્રણેતા તથા શ્રમણપણાના ઉત્તમોત્તમ ઉદાહરણ શ્રી અરિહંત પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સાધુપણાનો શમ આરાધવા, એમના વેદનને એમની જ કૃપાથી અને આજ્ઞાથી સ્થૂળરૂપથી શબ્દદેહ આપવા પ્રયત્ન કર્યો છે.
સાધુસાધ્વી શ્રમપણાની પહેલી કડી છે. તેઓ અરિહંતના બોધને સાંભળીને, ગણધરના બોધને સાંભળીને, આચાર્યના બોધને સાંભળીને તથા ઉપાધ્યાયના બોધને ગ્રહણ કરી પોતાની શ્રુતિ તથા શ્રદ્ધાનાં કારણ તથા કાર્યને ખૂબ વિનિત બનાવે છે. સાથે સાથે શ્રમને લગતી પોતાની સર્વ અંતરાયો પ્રદેશોદયથી ભોગવી ક્ષીણ કરવા પ્રયત્નવાન રહે છે. આને લીધે એમનો શ્રમ એવો સહજ બને છે
૧૩૧