________________
કેવળી પ્રભુનો સાથ
ઉદાહરણનો સહારો લઈ આપણને અપૂર્વ લક્ષ કરાવે છે. પાણી પ્રવાહી છે, તેને પોતાનો કોઈ આકાર નથી. તે જે સાધનમાં રહે છે તેને જ પોતાનો આકાર બનાવે છે. એ જ પ્રમાણે અભિસંધિજ વીર્ય પણ મુખ્યતાએ પ્રવાહીરૂપમાં હોય છે, કારણ કે એમાં અનેકાંતવાદની લાક્ષણિકતા ભરેલી છે. આ લાક્ષણિકતાને લીધે એ પાંચ સમવાયની ગોઠવણી મુજબ પોતાનો આકાર બદલ્યા કરે છે. જ્યારે આચાર્યજી કલ્યાણમાર્ગનો બોધ કરે છે ત્યારે તે અભિસંધિજ વીર્ય સ્વાર કલ્યાણરૂપ થાય છે. આમ આચાર્યાદિની દશાનુસાર અભિસંધિજ વીર્ય લદાયેલું રહે છે. જ્યારે એ પરમાણુ જીવના આત્મપ્રદેશને સ્પર્શે છે ત્યારે તેમાં પ્રવાહીની લાક્ષણિકતા હોવાને લીધે એ જીવનાં આત્મપ્રદેશ, પ્રકૃતિ અને પાંચ સમવાય અનુસાર પાણી અને ઘડાના દાખલા પ્રમાણે આકાર ધારણ કરે છે. પરિણામે જીવને એમ લાગે છે કે મને આચાર્યજીનો બોધ ઘણી સહજતાથી સમજાઈ ગયો છે. તેનાથી તે જીવની શ્રુતિ અને શ્રદ્ધા ઘણાં સહજ થઈ જાય છે. શ્રદ્ધા આવવાથી, તેને વધારવા માટે જીવને પુરુષાર્થ કરવાની ઇચ્છા થાય છે. ધર્મનો માર્ગ તો એક જ છે, અને જીવને શ્રમ કરવા માટે સામૂહિક માર્ગની સમાનતા મળતી નથી, તે સમાનતા અનુભવવા માટે જીવને માર્ગની થોડી સ્થિરતા (Stability) ની જરૂર પડે છે, જેથી પોતાનો શ્રમ મંદ હોય ત્યારે પણ તે માર્ગ પરથી લપસી ન જાય. આ સ્થિરતા મેળવવા માટે કલ્યાણનાં એ પ્રકારનાં પરમાણુઓ જોઇએ કે જેમાં અભિસંધિજ વીર્ય સાથે અનભિસંધિજ વીર્ય પણ એ જ કક્ષા તથા તીવ્રતાવાળું હોય. અભિસંધિજ વીર્ય માર્ગને ગતિ આપે છે, અને અનભિસંધિજ વીર્ય માર્ગનું સ્થિરપણું (stability) આપે છે. માર્ગની રચના કરતાં પરમાણુઓમાં આ અભિસંધિજ વીર્ય પૂરવા માટે પરકલ્યાણનો રાગભાવ, કર્તાપણું તથા તેનો સ્થૂળ લોભ અનિવાર્ય છે. આવી ભાવના ઉપાધ્યાયજીમાં એમના ધર્મની પ્રરૂપણાના ધૂળ રાગભાવને કારણે થાય છે. તેનાથી શ્રી ઉપાધ્યાયજીનો શમ એક અતિ ગુપ્ત અપેક્ષા ધારે છે. - શ્રી આચાર્યજી ઉચ્ચ ચારિત્રના પાલક હોવા છતાં છદ્મસ્થ છે, તેથી તેમના બોધમાં અમૂક સૂમ અપેક્ષાએ ખામી રહે તે સહજ છે. તે ખામી એમના
૧૩)