________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
અહીં એક બીજી વાત ફૂટ થતી જોઈ શકાય છે. પોતાની દેશના પૂરી થયા પછી લગભગ તરતમાં જ શ્રી પ્રભુ ગણધરને બોધ આપવા માટે આજ્ઞા કરે છે. આ સ્થિતિ આપણને સમજાવે છે કે ગણધરજી પ્રભુના બોધને કેટલા વેગથી ગ્રહણ કરી પોતાનાં ચારિત્રમાં પરિણમાવતા હોવા જોઇએ કે તેમને તરતમાં જ અન્યને ઉપદેશ આપવાની પાત્રતા તથા આજ્ઞા મળી શકે છે. ગણધર પ્રભુ તેમના બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે ચેતનમય કરી શકે, આ છે ગણધર તથા આચાર્યનો શમ ગુણ.
૪. શ્રી ઉપાધ્યાયજીનો શમ શ્રી આચાર્યજી એમનાં વર્તન તથા પરમ ચારિત્ર વિશુદ્ધિનાં ગુપ્ત માધ્યમથી શ્રી અરિહંત પ્રણીત વીતરાગ ધર્મ માટે વિનય તથા આભાર સેવે છે. આ માધ્યમથી સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ કરવાનો ધોરી માર્ગ ઇચ્છુક મુમુક્ષુ માટે તેઓ કોતરે છે. આ માર્ગ સર્વ મુમુક્ષુ જનો માટે અપૂર્વ જ છે, કારણ કે આ માર્ગની યથાર્થતાએ આચરણા પૂર્વકાળમાં તે જીવે મુખ્યતાએ કરી હોતી નથી. તે આચરણામાં જઈ શકવા માટે, જીવને ચતુરંગીય પુરુષાર્થમાં સરકાવવા માટે શ્રી આચાર્યજી એમનાં કલ્યાણનાં સૂક્ષ્મ પરમાણુઓ દ્વારા એ માર્ગની શ્રુતિ તથા શ્રદ્ધા જગાવવા અને વધારવા, પોતાના શ્રમના માધ્યમથી અન્ય જીવોને બોધે છે. આ સર્વ વ્યવસ્થા મુખ્યત્વે સૂમ હોય છે, તેથી તેને યોગ્યરૂપે સમજવા માટે બાળ મુમુક્ષુએ એનું ધૂળરૂપ જાણવું જરૂરી થાય છે.
આ સ્થૂળતા પ્રગટાવવા, સાકાર કરવા માટે માર્ગ પ્રકાશવાના ભાવમાં અભિસંધિજ વીર્ય સાથે અનભિસંધિજ વીર્યની પણ આવશ્યકતા રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શ્રી પ્રભુ આપણા રોજિંદા જીવનમાં બનતા
૧૨૯