________________
કેવળી પ્રભુનો સાથ
આવે ત્યારે જ સમજાય છે કે કેવળીપ્રભુ હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી શકતાં નથી, તે તેમના આત્માને પુરુષાર્થથી મળેલી શમની અપૂર્વ પ્રસાદી છે.
૩. શ્રી ગણધર તથા આચાર્યનો શમ શ્રી ગણધરજી શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય છે. તેઓ શ્રી પ્રભુને પ્રશ્ન પૂછીને દેશના પ્રકાશવા માટે યોગ્ય નિમિત્ત પ્રદાન કરે છે. એ ઉપરાંત તેઓ પ્રભુની દેશનાને યથાર્થતાએ ઝીલી, પ્રભુની આજ્ઞાથી છદ્મસ્થ ગુરુના બિરુદ સાથે એ દેશનામાં નિરૂપિત બોધને લોકોને સંબોધી ફરીથી સમજાવે છે. ઊંડાણથી વિચારતાં સમજાય છે કે શ્રી તીર્થકર પ્રભુતો સમયવર્તી જ્ઞાન સહિત સમયવર્તી પાંચ મહાવ્રતના પાલન સાથે પ્રશ્નના ઉત્તર રૂપે ઉત્તમ બોધ આપે છે, પણ ગણધરને તો પ્રભુ જેવું સમય સમયનું જ્ઞાનદર્શન હોતું નથી, તેમ છતાં તેઓ શ્રી તીર્થંકર પ્રભુ જે સમયવર્તી ઉત્તર ૩ૐ ધ્વનિ દ્વારા આપી શકે એવો લોકકલ્યાણકારી પ્રશ્ન પૂછી શકે છે. આ ઉપરાંત, પ્રભુનો ઉત્તર જે સમય સમયની અપૂર્વ તીક્ષ્ણતાવાળો હોય છે તેને, એક સમયવતી જ્ઞાન પોતામાં ન હોવા છતાં પોતાના અપૂર્વ પુરુષાર્થથી ઝીલી, પોતાનાં આંતરબાહ્ય ચારિત્રમાં પરિણમાવી એ જ બોધને ઉપદેશરૂપે પ્રકાશવાની ક્ષમતા મેળવી લે છે. તેઓ આ બોધ શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાથી આપે છે. શ્રી સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ ગણધરને બોધ કરવા આજ્ઞા આપે છે ત્યારે તેમની યથાર્થ યોગ્યતા અને ચારિત્રનું યોગ્ય પરિણમન જોઇને જ આજ્ઞા આપે છે. આ યોગ્યતા મેળવવી અને જાળવવી એ જ શ્રી ગણધરનો શમ ગુણ છે. પોતામાં સમયવર્તી જ્ઞાન ન હોવા છતાં, પ્રભુના પરમ વીતરાગમય આત્મામાંથી સમયવર્તી જ્ઞાનને ઝરાવે છે અને એ જ બોધને યથાર્થતાએ ઝીલી અન્ય પાત્ર જીવોને તેનું દાન બોધ દ્વારા કરે છે.
૧૨૮