________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
અને ગંભીરતા સાથે આત્માનાં સ્વરૂપની વેદકતા તથા વીતરાગતાને અવગાહના આપે છે. સિદ્ધપ્રભુના શમમાં અન્ય સિદ્ધાત્મા સાથેનું ઘનસ્વરૂપ હોવા છતાં, તે પોતાના સ્વતંત્ર આકારને એ જ રૂપે રાખે છે. શ્રી પ્રભુ આ બાબત વિશેષ ગૂઢ ખુલાસો આપે છે કે સમય વીતવાની સાથે એક સિદ્ધ આત્માની આસપાસમાં અન્ય સિદ્ધાત્માઓ ઘનરૂપે સ્થિર થતા જાય છે, તો પણ મૂળ સિદ્ધાત્મા જરા પણ દબાતા નથી કે નાના થતા નથી, એનો એ જ આકાર તથા કદ એ જ પૂર્વની સ્થિતિમાં અનંતકાળ માટે ટકી રહે છે. એ પરથી સમજાય છે કે શમ એ કાળની પર્યાયથી પર બની, તેને ઓળંગી, પંચાસ્તિકાયના ગુણોનો એક સાથે ઉપયોગ કરી, પંચાસ્તિકાયની મર્યાદાને શમના પુરુષાર્થથી અમર્યાદિત કરે છે. શમનો આ પુરુષાર્થ સર્વોત્તમ તથા સર્વશ્રેષ્ઠ છે તેથી તેને અહીં પ્રથમ સ્થાન આપ્યું છે.
૨. શ્રી અરિહંતપ્રભુનો શમ શ્રી અરિહંત પ્રભુ ચાર ઘનઘાતકર્મના ક્ષયને કારણે કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત હોય છે. એમનામાં અનંતવીર્ય સાથે પૂર્ણતાએ લબ્લિસિદ્ધિ હોવા છતાં તેઓ પરમ વીતરાગમય યથાખ્યાત ચારિત્રથી જન્મતાં સુખની સુખબુદ્ધિમાં ન જતાં, માત્ર શ્રી સિદ્ધપ્રભુનાં ચરણમાં, તેમનાં આજ્ઞાધીનપણામાં તથા તેમની પરમેષ્ટિ ભક્તિમાં એ સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિને સમર્પિત કરીને, એમની આજ્ઞાને પંચપરમેષ્ટિના કલ્યાણભાવનાં પરમાણુઓથી જાણીને એકબે સમયના પણ પ્રમાદ વિના એ આજ્ઞાનું પાલન પૂર્ણતાથી કરે છે. તેમના આવા અલૌકિક અપૂર્વ પુરુષાર્થને જનસમુદાય અણસમજથી તેમને “પ્રભુ”નું બિરુદ આપી, સહજતાએ લઈ સમાન્ય કરી લે છે. પણ આ પર વિચાર કેંદ્રિત કરતાં સ્પષ્ટતાથી સમજાશે કે તેઓ પણ એક આત્મા છે જેને હજુ ચાર અઘાતી કર્મ નિવૃત્ત કરવાનાં બાકી છે, તેમને તે કર્મ ઉદયમાં પણ છે અને સત્તામાં પણ રહેલાં છે; એટલે કે એમના આત્માએ પુરુષાર્થની સમયવર્તી તીક્ષ્ણતાને આધારે આ સ્થિતિ જાળવી સત્તાગત કર્મો નિવૃત્ત કરવાનાં છે. આ સ્થિતિની વિચારણા સૂક્ષ્મતાએ કરવામાં
૧૨૭