________________
કેવળી પ્રભુનો સાથ
આત્માનો શમ ગુણ શમ એટલે શાંતિ. શાંતિ સ્વરૂપની સ્થિરતા કરવાથી આવે છે. સ્વરૂપની સ્થિરતા આત્માની અકંપિત દશાથી ઉપજે છે. આત્માની અકંપિત દશા સુરક્ષિત (secured), સચોટ, સનાતન શરણદાતા ધર્મના આજ્ઞાંકિત અપૂર્વ આરાધનથી આત્મા પામે છે. એ ધર્મનું અપૂર્વ આરાધન ચાર પુરુષાર્થનાં લક્ષણથી થાય છે. તે છે સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ પુરુષાર્થનો ક્રમ પણ ઉત્તરોત્તર સંબંધિત છે. સંવેગની તીણતા નિર્વેદની તીક્ષ્ણતાને સર્જે છે, સંવેગ નિર્વેદ અથવા તો નિર્વેદ સંવેગ આસ્થાને જોર આપે છે, જે અનુકંપારૂપ કલ્યાણબિંદુમાં પરિણમે છે. આ જ કલ્યાણબિંદુ સ્વાર કલ્યાણબિંદુમાં રૂપાંતરિત થાય છે, જેના આધારે જીવ બહ્મરસ સમાધિરૂપ શાંતિમાં સરી શકે છે. અને આ બહ્મરસ સમાધિ જીવને સાચા શમની અનુભૂતિ આપે છે. શમના મુખ્યતાએ પાંચ પ્રકાર કહ્યા છે, તેને બે વિભાગરૂપ પણ કરી શકાય છે. એક ઘાતકર્મ રહિત આત્માનો શમ અને બીજો છદ્મસ્થ વીતરાગનો શમ, એ બે પ્રકાર ગણી શકાય. જો શમના પાંચ પ્રકાર ગણીએ તો તેના આ પ્રમાણે ભાગ પાડી શકાય. ૧. સિદ્ધપ્રભુનો શમ. ૨. અરિહંત પ્રભુનો શમ ૩. શ્રી ગણધર પ્રભુ અને આચાર્યજીનો શમ ૪. ઉપાધ્યાયજીનો શમ અને ૫. સાધુસાધ્વીજીનો શમ. આ પાંચે પરમેષ્ટિ શમથી જે કષાયની શાંતિ વેદે છે તેમાં ભિન્નતા રહેલી છે.
૧. શ્રી સિદ્ધપ્રભુનો શમ શ્રી સિદ્ધપ્રભુ પોતાનાં સ્વરૂપને એક સમયની પણ બાધા વિના સતત માણે છે. તેઓ સ્વરૂપની વેદકતા સાથે પરમ વીતરાગતાનો સક્રિય અનુભવ પણ કરતા રહે છે. જેથી તેઓ “આણાએ ધમ્મો અને આણાએ તવો'ના યથાર્થ અર્થ તથા તેની સિદ્ધિને અનુસરે છે. શ્રી સિદ્ધપ્રભુનો શમ પંચાસ્તિકાયની બાધાથી પર છે, કારણ કે કાળની પર્યાય જે સમયની અપેક્ષાએ સાદિસાંત છે તેને ધર્માસ્તિકાયના વેગથી અધર્માસ્તિકાયની સ્થિરતા પમાડે છે. આ શમ આકાશાસ્તિકાયની જેમ વિશાળ
૧૨૬